18-09-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે છો ધરતી નાં
ચૈતન્ય સિતારાઓ , તમારે આખા વિશ્વ ને પ્રકાશ આપવાનો છે”
પ્રશ્ન :-
શિવબાબા આપ બાળકોની કાયા ને કંચન કેવી રીતે બનાવે છે?
ઉત્તર :-
બ્રહ્મા-મા દ્વારા તમને જ્ઞાન-દૂધ પીવડાવીને તમારી કાયા કંચન કરી દે છે, એટલે એમની
મહિમા માં ગવાય છે, ત્વમેવ માતા ચ પિતા… હમણાં તમે બ્રહ્મા મા દ્વારા જ્ઞાન દૂધ પી
રહ્યા છો, જેનાથી તમારા બધાં પાપ કપાઈ જશે. કંચન બની જશો.
ઓમ શાંતિ!
રુહાની બાપ
સમજાવે છે જેમ આકાશ માં સિતારાઓ છે તેમ આપ બાળકો માટે પણ ગવાય છે - આ ધરતી નાં
સિતારાઓ છે. તેને પણ નક્ષત્ર દેવતા કહેવાય છે. હવે તે કોઈ દેવતા તો નથી. તો તમે એનાં
કરતાં મહાન બળવાન છો કારણ કે તમે સિતારાઓ આખાં વિશ્વ ને રોશન કરો છો. તમે જ દેવતા
બનવાના છો. તમારું જ ઉત્થાન અને પતન થાય છે. તે તો ફક્ત માંડવા ને પ્રકાશ આપે છે,
તેને કોઈ દેવતા નહીં કહેવાશે. તમે દેવતા બની રહ્યા છો. તમે આખાં વિશ્વ ને રોશન કરવા
વાળા છો. હમણાં આખાં વિશ્વ પર ઘોર અંધકાર છે. પતિત બની ગયા છે. હમણાં બાપ આપ
મીઠાં-મીઠાં બાળકોને દેવતા બનાવવા આવે છે. મનુષ્ય લોકો તો બધાને દેવતા સમજી લે છે.
સૂર્ય ને પણ દેવતા કહી દે છે. ક્યાંક-ક્યાંક સૂર્ય નો ઝંડો પણ લગાવે છે. પોતાને
સૂર્યવંશી પણ કહે છે. હકીકત માં તમે સૂર્યવંશી છો ને? તો બાપ આપ બાળકોને સમજાવે છે.
ભારતમાં જ ઘોર અંધકાર થયો છે. હવે ભારત માં જ પ્રકાશ જોઈએ. બાપ આપ બાળકોને
જ્ઞાન-અંજન આપી રહ્યા છે. તમે અજ્ઞાન-નિદ્રા માં સૂતા હતાં, બાપ આવીને ફરીથી જગાડે
છે. કહે છે - ડ્રામા પ્લાન અનુસાર કલ્પ-કલ્પ નાં પુરષોત્તમ સંગમયુગે હું ફરીથી આવું
છું. આ પુરુષોત્તમ સંગમયુગ કોઈ પણ શાસ્ત્ર માં નથી. આ યુગ ને હવે તમે બાળકો જ જાણો
છો, જ્યારે તમે સિતારાઓ પછી દેવતા બનો છો. તમને જ કહેવાશે નક્ષત્ર દેવતાય નમઃ. હવે
તમે પુજારી થી પૂજ્ય બનો છો. ત્યાં તમે પૂજ્ય બની જાઓ છો, આ પણ સમજવાનું છે ને? આને
રુહાની ભણતર કહેવાય છે, આમાં ક્યારેય કોઈ ની લડાઈ નથી થતી. શિક્ષક સાધારણ રીતે ભણાવે
છે અને બાળકો પણ સાધારણ રીતે ભણે છે. આમાં ક્યારેય કોઈ લડાઈ ની વાત જ નથી. આ એવું
થોડી કહે છે કે હું ભગવાન છું. તમે બાળકો પણ જાણો છો ભણાવવા વાળા નિરાકાર શિવબાબા
છે. એમને પોતાનું શરીર નથી. કહે છે હું રથ ની લોન લઉં છું. ભાગીરથ પણ કેમ કહે છે?
કારણ કે ખૂબ-ખૂબ ભાગ્યશાળી રથ છે. એ જ પછી વિશ્વ નાં માલિક બને છે તો ભાગીરથ થયાં
ને? તો બધાનો અર્થ સમજવો જોઈએ ને? આ છે સૌથી ઊંચું ભણતર. દુનિયામાં તો જૂઠ જ જૂઠ છે
ને? કહેવત પણ છે ને - સચ કી નૈયા ડોલે… આજકાલ તો અનેક પ્રકાર નાં ભગવાન નીકળી પડ્યા
છે. પોતાને તો છોડો, પરંતુ ઠીક્કર-ભિત્તર ને પણ ભગવાન કહી દે છે. ભગવાન ને કેટલાં
ભટકાવી દીધાં છે? બાપ સમજાવે છે, જેમ લૌકિક બાપ પણ બાળકો ને સમજાવે છે, પરંતુ એ એવા
નથી હોતા જે બાપ પણ હોય, શિક્ષક પણ હોય, અને એ જ ગુરુ પણ હોય. પહેલાં બાપ ની પાસે
જન્મ લે છે, પછી થોડા મોટા થાય તો શિક્ષક જોઈએ ભણાવવા માટે. પછી ૬૦ વર્ષ પછી ગુરુ
જોઈએ. આ તો એક જ બાપ, શિક્ષક, સદ્દગુરુ છે. કહે છે હું આપ આત્માઓનો બાપ છું. ભણે પણ
આત્મા છે. આત્મા ને આત્મા કહેવાય છે. બાકી શરીરો નાં અનેક નામ છે. વિચાર કરો-આ છે
બેહદ નું નાટક. બની બનાઈ બન રહી… કોઈ નવી વાત નથી. આ અનાદિ પૂર્વ નિર્ધારિત ડ્રામા
છે જે ફરતો રહે છે. પાર્ટધારી આત્માઓ છે. આત્મા ક્યાં રહે છે? કહેશે - અમે અમારા ઘરે
પરમધામ માં રહેવા વાળા છીએ પછી અમે અહીં આવીએ છીએ બેહદ નો પાર્ટ ભજવવાં. બાપ તો
સદૈવ ત્યાં જ રહે છે. એ પુનર્જન્મ માં નથી આવતાં. હવે તમને રચયિતા બાપ સ્વયં નો અને
રચના નો સાર સંભળાવે છે. તમને કહે છે સ્વદર્શન ચક્રધારી બાળકો. આનો અર્થ પણ કોઈ બીજા
સમજી ન શકે કારણકે એ તો સમજે છે સ્વદર્શન ચક્રધારી વિષ્ણુ છે, આ પછી મનુષ્યો ને કેમ
કહે છે. આ તમે જાણો છો. શૂદ્ર હતાં તો પણ મનુષ્ય જ હતાં, હમણાં બ્રાહ્મણ બન્યા છે
તો પણ મનુષ્ય જ છે પછી દેવતા બનશે તો પણ મનુષ્ય જ રહેશે, પરંતુ ચરિત્ર બદલાય છે.
રાવણ આવે છે તો તમારું ચરિત્ર કેટલું બગડી જાય છે. સતયુગ માં આ વિકાર હોતા જ નથી.
હમણાં બાપ આપ બાળકોને
અમરકથા સંભળાવી રહ્યા છે. ભક્તિમાર્ગ માં તમે કેટલી કથાઓ સાંભળી હશે? કહે છે અમરનાથે
પાર્વતી ને કથા સંભળાવી. હવે એમને તો શંકર સંભળાવશે ને? શિવ કેવી રીતે સંભળાવશે?
કેટલાં અસંખ્ય મનુષ્ય જાય છે સાંભળવા માટે. આ ભક્તિમાર્ગ ની વાતો બાપ સમજાવે છે.
બાપ એવું નથી કહેતા - ભક્તિ કોઈ ખરાબ છે. ના, આ તો ડ્રામા જે અનાદિ છે, તે સમજાવાય
છે. હવે બાપ કહે છે એક તો પોતાને આત્મા સમજો. મૂળ વાત જ આ છે. ભગવાનુવાચ–મનમનાભવ.
આનો અર્થ શું છે? આ બાપ મુખે થી સંભળાવે છે તો આ ગૌમુખ છે. આ પણ સમજાવ્યું છે
ત્વમેવ માતા ચ પિતા… એમને જ કહેવાય છે. તો આ માતા દ્વારા તમને બધાને એડોપ્ટ કર્યા
છે. શિવબાબા કહે છે આ મુખ દ્વારા આપ બાળકોને જ્ઞાન-દૂધ પીવડાવું છું તો તમારા જે
પાપ છે એ બધાં ભસ્મ થઈને તમારો આત્મા કંચન બને છે તો કાયા પણ કંચન મળે છે. આત્માઓ
બિલકુલ પવિત્ર કંચન બની જાય છે પછી ધીરે-ધીરે સીડી ઉતરે છે. હવે તમે સમજી ગયા છો
આપણે આત્માઓ પણ કંચન હતાં, શરીર પણ કંચન હતું પછી ડ્રામા અનુસાર આપણે ૮૪ નાં ચક્ર
માં આવ્યા છીએ. હમણાં કંચન નથી. હમણાં તો ૯ કેરેટ કહેવાશે, ફક્ત થોડા ટકા રહ્યા છે.
એકદમ પ્રાય:લોપ નહીં કહેવાશે. કંઈ ને કંઈ શાંતિ રહે છે. બાપે આ નિશાની પણ બતાવી છે.
લક્ષ્મી-નારાયણ નું ચિત્ર છે નંબરવન. હવે તમારી બુદ્ધિમાં આખું ચક્ર આવી ગયું છે.
બાપ નો પરિચય પણ આવી ગયો છે. ભલે હમણાં તમારો આત્મા પૂરો કંચન નથી બન્યો પરંતુ બાપ
નો પરિચય તો બુદ્ધિ માં છે ને? કંચન બનવાની યુક્તિ બતાવે છે. આત્મામાં જે ખાદ પડી
છે એ નીકળે કેવી રીતે? એનાં માટે યાદ ની યાત્રા છે. આને કહેવાય છે યુદ્ધ નું મેદાન.
તમે દરેક સ્વતંત્ર યુદ્ધ નાં મેદાન માં સિપાહી છો. હવે દરેક જેટલું ઈચ્છે એટલો
પુરુષાર્થ કરે. પુરુષાર્થ કરવો તો વિદ્યાર્થી નું કામ છે. ક્યાંય પણ જાઓ, એક-બીજા
ને સાવધાન કરતા રહો-મનમનાભવ. શિવબાબા યાદ છે? એક-બીજાને એ જ ઈશારો આપવાનો છે. બાપ
નું ભણતર ઈશારો છે ત્યારે તો બાપ કહે છે એક સેકન્ડ માં કાયા કંચન થઈ જાય છે. વિશ્વ
નાં માલિક બનાવી દઉં છું. બાપ નાં બાળકો બન્યા તો વિશ્વનાં માલિક બની ગયાં. પછી
વિશ્વ માં છે બાદશાહી. એમાં ઊંચ પદ મેળવવું-આ છે પુરુષાર્થ કરવો. બાકી સેકન્ડ માં
જીવનમુક્તિ. સત્ય તો છે ને? પુરુષાર્થ કરવો દરેક ની ઉપર છે. તમે બાપ ને યાદ કરતા રહો
તો આત્મા એકદમ પવિત્ર થઈ જશે. સતોપ્રધાન બની સતોપ્રધાન દુનિયાનાં માલિક બની જશો.
કેટલીવાર તમે તમોપ્રધાન થી પછી સતોપ્રધાન બન્યા છો? આ ચક્ર ફરતું રહે છે. આનો
ક્યારેય અંત નથી થતો. બાપ કેટલું સારી રીતે સમજાવે છે? કહે છે હું કલ્પ-કલ્પ આવું
છું. આપ બાળકો મને છી-છી દુનિયામાં નિમંત્રણ આપો છો. શું નિમંત્રણ આપો છો? કહો છો
અમે જે પતિત બની ગયા છીએ, તમે આવીને પાવન બનાવો. વાહ તમારુ નિમંત્રણ! કહો છો અમને
શાંતિધામ-સુખધામ માં લઈ ચાલો તો હું તમારો વફાદાર સેવક છું. આ પણ ડ્રામા નો ખેલ છે.
તમે સમજો છો - આપણે કલ્પ-કલ્પ એ જ ભણીએ છીએ, પાર્ટ ભજવીએ છે. આત્મા જ પાર્ટ ભજવે
છે. અહીં બેસીને પણ બાપ આત્માઓ ને જુએ છે. સિતારાઓને જુએ છે. કેટલો નાનો આત્મા છે?
જાણે સિતારાઓની ઝિલ-મિલ રહે છે. કોઈ સિતારા ખૂબ ચમકતા હોય છે, કોઈ હલ્કા. કોઈ ચંદ્ર
ની નજીક હોય છે. તમે પણ યોગબળ થી સારી રીતે પવિત્ર બનો છો તો ચમકો છો. બાબા પણ કહે
છે બાળકોમાં જે ખૂબ સારા નક્ષત્ર છે, એને ફૂલ આપો. બાળકો પણ એક-બીજા ને જાણો તો છો
ને? બરોબર કોઈ ખૂબ હોંશિયાર હોય છે, કોઈ ખૂબ ઢીલા હોય છે. તે સિતારાઓને દેવતા ન કહી
શકાય. તમે પણ છો મનુષ્ય પરંતુ તમારા આત્માને બાપ પવિત્ર બનાવી વિશ્વનાં માલિક બનાવે
છે. કેટલી શક્તિ બાપ વારસા માં આપે છે. સર્વ શક્તિમાન બાપ છે ને? બાપ કહે છે હું આપ
બાળકોને એટલી શક્તિ આપું છું. ગાય પણ છે ને - શિવબાબા તમે તો અમને બેસીને ભણાવીને
મનુષ્ય થી દેવતા બનાવો છો. વાહ! આવું તો કોઈ નથી બનાવતું. ભણતર આવક નું સાધન છે ને?
આખું આકાશ, ધરતી વગેરે બધું આપણું થઈ જાય છે. કોઈ છીનવી ન શકે. એને કહેવાય છે અડોલ
રાજ્ય. કોઈ પણ ખંડન કરી ન શકે. કોઈ બાળી ન શકે. તો આવાં બાપ ની શ્રીમત પર ચાલવું
જોઈએ ને? દરેકે પોતાનો પુરુષાર્થ કરવાનો છે.
બાળકો મ્યુઝિયમ વગેરે
બનાવે છે-આ ચિત્રો વગેરે દ્વારા હમજીન્સ ને સમજાવો. બાપ માર્ગદર્શન આપતા રહે છે -
જે ચિત્ર ,ભલે બનાવો. બુદ્ધિ તો બધાની કામ કરે છે. મનુષ્ય નાં કલ્યાણ માટે જ આ
બનાવાય છે. તમે જાણો છો સેન્ટર માં ક્યારેક કોઈ આવે છે, હવે એવી કઈ યુક્તિ રચીએ, જે
જાતે જ લોકો આવે મીઠાઈ લેવાં. કોઈની સારી મીઠાઈ હોય છે તો જાહેરાત થઈ જાય છે. બધાં
એક-બીજા ને કહેશે ફલાણી દુકાન પર જાઓ. આ તો ખૂબ સારા માં સારી નંબરવન મીઠાઈ છે. આવી
મીઠાઈ કોઈ આપી ન શકે. એક જોઈને જાય છે, તો બીજાને પણ સંભળાવે છે. વિચાર તો ચાલે છે
આખું ભારત કેવી રીતે ગોલ્ડન એજ (સતયુગ) માં આવી જાય, એના માટે કેટલું સમજાવે છે
પરંતુ પથ્થરબુદ્ધિ છે, મહેનત તો લાગશે ને? શિકાર કરતા પણ શીખવું પડે છે ને?
પહેલાં-પહેલાં નાનો શિકાર શીખાય છે. મોટા શિકાર માટે તો તાકાત જોઈએ ને? કેટલાં
મોટા-મોટા વિદ્વાન-પંડિત છે. વેદ-શાસ્ત્ર વગેરે વાંચેલાં છે, પોતાને કેટલી મોટી
સત્તા સમજે છે? બનારસ માં કેટલાં એમને મોટા-મોટા નામ મળે છે. ત્યારે બાબાએ સમજાવ્યું
હતું પહેલાં-પહેલાં તો બનારસ માં સેવા નો ઘેરાવ નાખો. મોટાઓનો અવાજ નીકળે ત્યારે
કોઈ સાંભળે. નાનાઓની વાત તો કોઈ સાંભળતા નથી. સિંહો ને સમજાવવાનું છે જે પોતાને
શાસ્ત્રો નાં અધિકારી સમજે છે. કેટલાં મોટા-મોટા નામ આપે છે. શિવબાબા નાં પણ આટલા
નામ નથી. ભક્તિમાર્ગ નું રાજ્ય છે ને પછી થાય છે જ્ઞાનમાર્ગ નું રાજ્ય. જ્ઞાન-માર્ગ
માં ભક્તિ હોતી નથી. ભક્તિ માં પછી જ્ઞાન બિલ્કુલ હોતું નથી. તો આ બાપ સમજાવે છે,
બાપ જોએ પણ એમ જ છે, આ તારાઓ બેઠાં છે. દેહ નું ભાન છોડી દેવાનું છે. જેમ ઉપર
તારાઓની ઝિલ-મિલ હોય છે, એમ અહીં પણ ઝિલ-મિલ છે. કોઈ-કોઈ બહુ જ ચમકતા પ્રકાશ વાળા
બની ગયા છે. આ છે ધરતી નાં તારાઓ, જેમને જ દેવતા કહેવાય છે. આ કેટલો મોટો બેહદ નો
માંડવો છે. બાપ સમજાવે છે તે છે હદ નાં રાત અને દિવસ. આ છે પછી અડધાકલ્પ ની રાત,
અડધાકલ્પ નો દિવસ, બેહદ નાં. દિવસમાં સુખ જ સુખ છે. ક્યાંય પણ ધક્કા ખાવાની દરકાર
નથી. જ્ઞાન માં છે સુખ, ભક્તિ માં છે દુઃખ. સતયુગ માં દુઃખનું નામ નથી. ત્યાં કાળ
હોતો નથી. તમે કાળ પર જીત પામો છો. મૃત્યુ નું નામ નથી હોતું. એ છે અમરલોક. તમે જાણો
છો બાપ આપણ ને અમરકથા સંભળાવી રહ્યા છે અમરલોક માટે. હવે આપ મીઠાં-મીઠાં બાળકોને
ઉપર થી લઈને આખું ચક્ર બુદ્ધિ માં છે. જાણો છો આપણા આત્માઓનું ઘર છે બ્રહ્મલોક.
ત્યાંથી અહીં આવીએ છીએ નંબરવાર પાર્ટ ભજવવાં. અસંખ્ય આત્માઓ છે, એક-એક ને થોડી
બતાવશે? ટૂંક માં બતાવે છે. કેટલી ડાળીઓ છે? નીકળતાં-નીકળતાં ઝાડ વૃદ્ધિને પામે છે.
ઘણાં છે જેમને પોતાનાં ધર્મની પણ ખબર નથી. બાપ આવીને સમજાવે છે તમે અસલ દેવી-દેવતા
ધર્મ નાં છો પરંતુ હવે ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ બની ગયાં છો.
હમણાં આપ બાળકોની
બુદ્ધિ માં છે કે આપણે ખરેખર શાંતિધામ નાં રહેવા વાળા છીએ પછી આવીએ છીએ પાર્ટ ભજવવાં.
આ લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું, એમની ડિનાયસ્ટી હતી. ફરી હવે સંગમયુગ પર ઊભાં છીએ.
બાપે બતાવ્યું છે તમે સૂર્યવંશી હતાં, પછી ચંદ્રવંશી બન્યા. બાકી વચ્ચે તો છે
બાયપ્લાટ્સ. આ ખેલ છે બેહદ નો. આ કેટલું નાનું ઝાડ છે? બ્રાહ્મણોનું કુળ છે. પછી
કેટલું મોટું થઈ જશે, બધાને જોઇ મળી પણ નહીં શકાય. જ્યાં-ત્યાં ઘેરાવ નાખતા જાય છે.
બાપ કહે છે દિલ્લી પર, બનારસ પર ઘેરાવ નાખો. ફરી કહે છે આખી દુનિયા પર તમે ઘેરાવ
નાખવા વાળા છો. તમે યોગબળ થી આખી દુનિયા પર એક રાજ્ય ની સ્થાપના કરો છો, કેટલી ખુશી
થાય છે. કોઈ ક્યાં, કોઈ ક્યાં જતા હોય છે. હમણાં તમારી કોઈ વાત નથી સાંભળતું. જ્યારે
મોટા-મોટા આવશે, સમાચાર માં આવશે, ત્યારે સમજશે. હમણાં નાનાં-નાનાં શિકાર થાય છે.
મોટાં-મોટાં સાહૂકાર લોકો તો સમજે છે સ્વર્ગ અમારા માટે અહીં જ છે. ગરીબ જ આવીને
વારસો લે છે. કહે છે-બાબા મારા તો તમે જ બીજું ન કોઈ, પરંતુ જ્યારે મોહ મમત્વ આખી
દુનિયાથી તૂટે તો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આત્માને
કંચન બનાવવા માટે એક-બીજા ને સાવધાન કરવાનાં છે. મનમનાભવ નો ઈશારો આપવાનો છે. યોગબળ
થી પવિત્ર બની ચમકદાર સિતારા બનવાનું છે.
2. આ બેહદનાં પૂર્વ
નિર્ધારિત નાટક ને સારી રીતે સમજીને સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. જ્ઞાન-અંજન આપીને
મનુષ્યો ને અજ્ઞાન નાં ઘોર અંધકાર માંથી કાઢવાનાં છે.
વરદાન :-
બાળક સો માલિકપણા ની સ્મૃતિ
થી સર્વ ખજાનાઓ ને પોતાનાં બનાવવા વાળા સ્વરાજ્ય અધિકારી ભવ
આ સમયે આપ બાળકો ફક્ત
બાળક જ નથી પરંતુ બાળક સો માલિક છો, એક સ્વરાજ્ય અધિકારી માલિક અને બીજા બાપ નાં
વારસાનાં માલિક. જ્યારે સ્વરાજ્ય અધિકારી છો તો સ્વ ની સર્વ કર્મેન્દ્રિયો ઓર્ડર
પ્રમાણે હોય. પરંતુ સમય પ્રતિ સમય માલિકપણા ની સ્મૃતિ ને ભૂલી ને વશમાં કરવા વાળું
આ મન છે એટલે બાપ નો મંત્ર છે મનમનાભવ. મનમનાભવ રહેવાથી કોઈ પણ વ્યર્થ વાત નો
પ્રભાવ નહીં પડે અને સર્વ ખજાનાઓ પોતાનાં અનુભવ થશે.
સ્લોગન :-
પરમાત્મ-મહોબ્બત નાં ઝૂલા માં ઉડતી કળા ની મોજ મનાવવી, આ જ સૌથી શ્રેષ્ઠ ભાગ્ય છે.