18-11-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ છે અવિનાશી વૈધ , જે એક જ મહામંત્ર થી તમારા બધાં દુઃખ દૂર કરી દે છે”

પ્રશ્ન :-
માયા તમારી વચ્ચે વિઘ્ન કેમ નાંખે છે? કોઈ કારણ બતાવો?

ઉત્તર :-
૧. કારણકે તમે માયાનાં મોટામાં મોટા ઘરાક છો. તેની ઘરાકી ખતમ થાય છે એટલે વિઘ્ન નાખે છે. ૨. જ્યારે અવિનાશી વૈધ તમને દવા આપે છે તો માયાની બીમારી ઉથળે છે એટલે વિઘ્નોથી ડરવાનું નથી. મનમનાભવ નાં મંત્ર થી માયા ભાગી જશે.

ઓમ શાંતિ!
બાપ બેસી બાળકો ને સમજાવે છે, મનુષ્ય ‘મન ની શાંતિ, મન ની શાંતિ’ કહી હેરાન થાય છે. રોજ કહે પણ છે ઓમ્ શાંતિ. પરંતુ એનો અર્થ ન સમજવાને કારણે શાંતિ માંગતા જ રહે છે. કહે પણ છે આઈ એમ આત્મા (હું આત્મા છું) અર્થાત્ આઈ એમ સાઈલેન્સ (હું શાંત સ્વરુપ છું). આપણો સ્વધર્મ છે શાંતિ. જ્યારે સ્વધર્મ શાંતિ છે તો પછી માંગવાની શા માટે? અર્થ ન સમજવાને કારણે પણ માંગતા રહે છે. તમે સમજો છો આ રાવણ રાજ્ય છે. પરંતુ આ પણ નથી સમજતા કે રાવણ આખી દુનિયા નો આમ અને ભારતનો ખાસ દુશ્મન છે એટલે રાવણને બાળતા રહે છે. એવો કોઈ પણ મનુષ્ય છે, જેમને કોઈ વર્ષ-વર્ષ બાળતા હોય? આને તો જન્મ-જન્માંતર, કલ્પ-કલ્પાન્તર બાળતા આવ્યા છે કારણ કે આ તમારો દુશ્મન બહુ જ મોટો છે. ૫ વિકારોમાં બધાં ફસાય છે. જન્મ જ ભ્રષ્ટાચાર થી થાય છે તો રાવણનું રાજ્ય થયું. આ સમયે અથાહ દુઃખ છે. આનો નિમિત્ત કોણ? રાવણ. આ કોઈને ખબર નથી - દુઃખ કયા કારણે થાય છે. આ તો રાજ્ય જ રાવણનું છે. સૌથી મોટો દુશ્મન આ છે. દરેક વર્ષ આની એફીજી (પુતળું) બનાવી બાળતા રહે છે. દિવસ-પ્રતિ-દિવસ વધારે જ મોટું બનાવતા જાય છે. દુઃખ પણ વધી જાય છે. આટલા મોટા-મોટા સાધુ, સંત, મહાત્માઓ, રાજાઓ વગેરે છે પરંતુ એકને પણ એ ખબર નથી કે રાવણ આપણો દુશ્મન છે, જેને આપણે વર્ષ-વર્ષ બાળીએ છીએ. અને પછી ખુશી મનાવીએ છીએ. સમજે છે રાવણ મર્યો અને લંકાનાં માલિક બન્યા. પરંતુ માલિક બનતા નથી. કેટલા પૈસા ખર્ચ કરે છે. બાપ કહે છે તમને આટલા અગણિત પૈસા આપ્યા, બધાં ક્યાં ગુમાવ્યા? દશેરા પર લાખો રુપિયા ખર્ચ કરે છે. રાવણ ને મારીને પછી લંકાને લૂંટે છે. કંઈ પણ સમજતા નથી, રાવણ ને કેમ બાળે છે? આ સમયે બધાં વિકારો ની જેલ માં પડ્યા છે. અડધોકલ્પ રાવણને બાળે છે કારણ કે દુઃખી છે. સમજે પણ છે રાવણનાં રાજ્યમાં આપણે બહુ જ દુઃખી છીએ. એ નથી સમજતા કે સતયુગમાં ૫ વિકાર હોતા નથી. આ રાવણને બાળવાનું વગેરે હોતું નથી. પૂછો - આ ક્યારથી મનાવતા આવો છો? કહેશે - આ તો અનાદિ ચાલતું આવે છે. રક્ષાબંધન ક્યાર થી શરુ થયું? કહેશે અનાદિ ચાલતું આવે છે. તો આ બધી સમજવાની વાતો છે ને? મનુષ્યોની બુદ્ધિ શું બની ગઈ છે. ન જાનવર છે, ન મનુષ્ય છે. કોઈ કામ નાં નથી. સ્વર્ગને બિલકુલ જાણતા નથી. સમજે છે-બસ, આ જ દુનિયા ભગવાને બનાવી છે. દુઃખ માં યાદ તો છતાં પણ ભગવાન ને કરે છે - હે ભગવાન, આ દુ:ખ થી છોડાવો. પરંતુ કળયુગમાં તો સુખી થઈ ન શકે. દુઃખ તો જરુર ભોગવવાનું જ છે. સીડી ઉતરવાની જ છે. નવી દુનિયા થી જૂની દુનિયા નાં અંત સુધીનાં બધાં રહસ્ય બાપ સમજાવે છે. બાળકો પાસે આવે છે તો કહે છે કે બધાં દુ:ખો ની દવા એક છે. અવિનાશી વૈદ છે ને? ૨૧ જન્મો માટે બધાંને દુઃખોથી મુક્ત કરી દે છે. એ વૈદ લોકો તો પોતે પણ બીમાર થઈ જાય છે. આ તો છે અવિનાશી વૈધ. આ પણ સમજો છો - દુઃખ પણ અથાહ છે, સુખ પણ અથાહ છે. બાપ અથાહ સુખ આપે છે. ત્યાં દુઃખનું નામ-નિશાન નથી હોતું. સુખી બનવાની જ દવા છે. ફક્ત મને યાદ કરો તો પાવન સતોપ્રધાન બની જશો, બધા દુઃખ દૂર થઈ જશે. પછી સુખ જ સુખ હશે. ગવાય પણ છે-બાપ દુ:ખહર્તા, સુખકર્તા છે. અડધા કલ્પ માટે તમારા બધાં દુઃખ દૂર થઈ જાય છે. તમે ફક્ત સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો.

આત્મા અને જીવ બંને નો ખેલ છે. નિરાકાર આત્મા અવિનાશી છે અને સાકાર શરીર વિનાશી છે આનો ખેલ છે. હવે બાપ કહે છે દેહ સહિત દેહનાં બધાં સંબંધો ને ભૂલી જાઓ. ગૃહસ્થ વ્યવહારમાં રહેતા સ્વયંને એવું સમજો કે આપણે હવે પાછા જવાનું છે. પતિત તો જઈ ન શકે એટલે મામેકમ્ યાદ કરો તો સતોપ્રધાન બની જશો. બાપની પાસે દવા છે ને? આ પણ બતાવું છું, માયા વિઘ્ન જરુર નાખશે. તમે રાવણ નાં ઘરાક છો ને? તેની ઘરાકી ચાલી જશે તો જરુર ફુદકશે (હેરાન થશે). તો બાપ સમજાવે છે આ તો ભણતર છે. કોઈ દવા નથી. દવા આ છે યાદ ની યાત્રા. એક જ દવા થી તમારા બધાં દુઃખ દૂર થઈ જશે, જો મને નિરંતર યાદ કરવાનો પુરુષાર્થ કરશો તો. ભક્તિમાર્ગ માં આવા બહુ જ છે જેમનું મુખ ચાલતું જ રહે છે. કોઈ ન કોઈ મંત્ર રામ-નામ જપતા રહે છે, એમને ગુરુ નો મંત્ર મળેલો છે. આટલી વાર તમારે રોજ જપવાનો છે. એમને કહે છે રામ નાં નામ ની માળા જપવી. આને જ રામ-નામ નું દાન કહે છે. આવી બહુ જ સંસ્થાઓ બનેલી છે. રામ-રામ જપતાં રહેશે તો ઝઘડા વગેરે કોઈ કરશે નહીં, વ્યસ્ત રહેશે. કોઈ કંઈ કહેશે તો પણ રિસ્પોન્સ (પ્રતિઉત્તર) નહીં આપશે. બહુ જ થોડા આવું કરે છે. અહીં પછી બાપ સમજાવે છે રામ-રામ કોઈ મુખે થી કહેવાનું નથી. આ તો અજપાજાપ છે ફક્ત બાપ ને યાદ કરતા રહો. બાપ કહે છે હું કોઈ રામ નથી. રામ તો ત્રેતા નાં હતાં, જેમની રાજાઈ હતી, તેમને તો જપવાનું નથી. હવે બાપ સમજાવે છે ભક્તિ માર્ગ માં આ બધાં સિમરણ કરતાં, પૂજા કરતાં તમે સીડી નીચે જ ઉતરતા આવ્યા છો કારણકે તે બધું છે અનરાઈટિયસ (અસત્ય). રાઈટિયસ (સત્ય) તો એક જ બાપ છે. એ આપ બાળકોને બેસી સમજાવે છે. આ કેવો ભૂલ-ભૂલૈયા નો ખેલ છે. જે બાપ થી આટલો બેહદ નો વારસો મળે છે એમને યાદ કરે તો ચહેરો જ તેમનો ચમકતો રહે. ખુશી માં ચહેરો ખીલી જાય છે. મુખ પર સ્મિત આવી જાય છે. તમે જાણો છો બાપ ને યાદ કરવાથી આપણે આ બનીશું. અડધાકલ્પ માટે આપણા બધાં દુઃખ દૂર થઈ જશે. એવું નથી, બાબા કંઈ કૃપા કરી દેશે. ના, આ સમજવાનું છે-આપણે બાપ ને જેટલાં યાદ કરીશું એટલાં સતોપ્રધાન બની જઈશું. આ લક્ષ્મી-નારાયણ વિશ્વનાં માલિક કેટલા હર્ષિતમુખ છે. એવાં બનવાનું છે. બેહદ નાં બાપ ને યાદ કરી અંદર માં ખુશી થાય છે ફરીથી આપણે વિશ્વ નાં માલિક બનીશું. આ આત્મા ની ખુશીનાં સંસ્કાર જ ફરી સાથે ચાલશે. પછી થોડા-થોડા ઓછા થતાં જશે. આ સમય માયા તમને બહુ જ હેરાન કરશે. માયા કોશિશ કરશે-તમારી યાદને ભુલાવવાની. સદૈવ આવાં હર્ષિત મુખ રહી નહીં શકશે. જરુર કોઇ સમયે ઘુટકા ખાશો (મૂંઝાશો). મનુષ્ય જ્યારે બીમાર પડે છે તો તેમને કહેતાં પણ હશે શિવબાબા ને યાદ કરો પરંતુ શિવબાબા છે કોણ, આ કોઈને ખબર નથી તો શું સમજી યાદ કરે? કેમ યાદ કરે? આપ બાળકો તો જાણો છો બાપને યાદ કરવાથી આપણે તમોપ્રધાન થી સતોપ્રધાન બનીશું. દેવી-દેવતા સતોપ્રધાન છે ને, તેને કહેવાય છે ડીટી વર્લ્ડ (દૈવી દુનિયા). મનુષ્યો ની દુનિયા નથી કહેવાતી. મનુષ્ય નામ હોતું નથી. ફલાણા દેવતા. તે છે જ ડીટી વર્લ્ડ, આ છે હ્યુમન વર્લ્ડ (મનુષ્યોની દુનિયા). આ બધી સમજવાની વાતો છે. બાપ જ સમજાવે છે બાપને કહેવાય છે જ્ઞાનનાં સાગર. બાપ અનેક પ્રકારની સમજણ આપતા રહે છે. તો પણ છેલ્લે મહામંત્ર આપે છે-બાપ ને યાદ કરો તો તમે સતોપ્રધાન બની જશો અને તમારા બધાં દુઃખ દૂર થઈ જશે. કલ્પ પહેલા પણ તમે દેવી-દેવતા બન્યા હતા. તમારી સીરત (ચલન) દેવતાઓ જેવી હતી. ત્યાં કોઈ પણ ઊલ્ટું-સુલ્ટું બોલતા નહોતાં. એવું કોઈ કામ જ નહોતું. તે છે ડીટી વર્લ્ડ (દૈવી દુનિયા). આ છે હ્યુમન વર્લ્ડ (મનુષ્યની દુનિયા). ફરક છે ને. આ બાપ બેસી સમજાવે છે. મનુષ્ય તો સમજે છે ડીટી વર્લ્ડ ને લાખો વર્ષ થઈ ગયા. અહીં તો કોઈને દેવતા કહી ન શકાય. દેવતાઓ તો સ્વચ્છ હતાં. મહાન આત્મા દેવી-દેવતાઓ ને કહેવાય છે. મનુષ્ય ને ક્યારેય કહી નથી શકતાં. આ છે રાવણ ની દુનિયા. રાવણ બહુ જ મોટો દુશ્મન છે. આનાં જેવો દુશ્મન કોઈ હોતો નથી. દરેક વર્ષ તમે રાવણને બાળો છો. આ છે કોણ? કોઈને ખબર નથી. કોઈ મનુષ્ય તો નથી, આ છે ૫ વિકાર એટલે આને રાવણ રાજ્ય કહેવાય છે. ૫ વિકારોનું રાજ્ય છે ને? બધામાં ૫ વિકાર છે. આ દુર્ગતિ અને સદ્દગતિ ની રમત બનેલી છે. હમણાં તમને સદ્દ્ગતિ નાં સમયે આદિનું પણ સમજાવ્યું છે. દુર્ગતિ નું પણ સમજાવ્યું છે. તમે જ ઊંચા ચઢો છો પછી તમે જ નીચે પડો છો. શિવજયંતી પણ ભારત માં જ હોય છે. રાવણ જયંતી પણ ભારતમાં જ થાય છે. અડધોકલ્પ છે દૈવી દુનિયા, લક્ષ્મી-નારાયણ, રામ-સીતા નું રાજ્ય હોય છે. હમણાં આપ બાળકો બધાંની બાયોગ્રાફી (જીવનકહાની) ને જાણો છો. મહિમા બધી તમારી છે. નવરાત્રી પર પૂજા વગેરે બધું તમારું થાય છે. તમે જ સ્થાપના કરો છો. શ્રીમત પર ચાલી તમે વિશ્વને ચેન્જ (પરિવર્તન) કરો છો તો શ્રીમત પર પૂરાં ચાલવું જોઈએ ને? નંબરવાર પુરુષાર્થ કરતા રહે છે. સ્થાપના થતી રહે છે, આમાં લડાઈ વગેરેની કોઈ વાત નથી. હવે તમે સમજો છો આ પુરુષોત્તમ સંગમયુગ છે જ બિલકુલ અલગ. જૂની દુનિયાનો અંત, નવી દુનિયાની આદિ. બાપ આવે જ છે જૂની દુનિયાને ચેન્જ કરવા. તમને સમજાવે તો બહુ જ છે પરંતુ ઘણા છે જે ભૂલી જાય છે. ભાષણ કર્યા પછી સ્મૃતિ આવે છે - આ-આ પોઇન્ટ્સ (મુદ્દાઓ) સમજાવવાનાં હતાં. હૂબહૂ કલ્પ-કલ્પ જેમ સ્થાપના થઈ છે તેમ થતી રહેશે, જેમણે જે પદ મેળવ્યું છે તે જ મેળવશે. બધાં એક જેવું પદ નથી મેળવી શકતાં. ઊંચેથી ઊંચું પદ મેળવવા વાળા પણ છે તો ઓછામાં ઓછું પદ મેળવવા વાળા પણ છે. જે અનન્ય બાળકો છે તેઓ આગળ જઈને બહુ જ ફીલ (અનુભવ) કરશે - આ સાહૂકારો ની દાસી બનશે, આ રાજાઈ ઘરાના ની દાસી બનશે. આ મોટા સાહૂકાર બનશે, જેમને ક્યારેક-ક્યારેક ઇનવાઈટ આમંત્રિત કરતા રહેશે. બધાં ને થોડું ઇનવાઈટ (આમંત્રણ) કરશે? બધાં મુખ થોડી જ જોશે?

બાપ પણ બ્રહ્મા મુખેથી સમજાવે છે, સમ્મુખ બધા થોડી જ જોઈ શકશે? તમે હમણાં સન્મુખ આવ્યા છો, પવિત્ર બન્યા છો. એવું પણ થાય છે જે અપવિત્ર આવી અહીં બેસે છે, કંઈક સાંભળશે તો પછી દેવતા બની જશે છતાં પણ કંઈક સાંભળશે તો અસર થશે. નહીં સાંભળે તો પછી આવે જ નહીં. તો મૂળ વાત બાપ કહે છે - મનમનાભવ. આ એક જ મંત્ર થી તમારા બધા દુઃખ દૂર થઈ જાય છે. મનમનાભવ-આ બાપ કહે છે, પછી શિક્ષક થઈને કહે છે મધ્યાજીભવ. બાપ પણ છે, શિક્ષક પણ છે, ગુરુ પણ છે. ત્રણેય યાદ રહે તો પણ બહુ જ હર્ષિતમુખ અવસ્થા રહે. બાપ ભણાવે છે પછી બાપ જ સાથે લઈ જાય છે. આવા બાપને કેટલા યાદ કરવા જોઈએ? ભક્તિ માર્ગ માં તો બાપને કોઈ જાણતું જ નથી. ફક્ત એટલું જાણે છે ભગવાન છે, આપણે બધાં બ્રધર્સ (ભાઈ-ભાઈ) છીએ. બાપ પાસે થી શું મળવાનું છે, તે કંઈ પણ ખબર નથી. તમે હવે સમજો છો એક બાપ છે, આપણે એમનાં બાળકો બધા બ્રધર્સ (ભાઈ-ભાઈ) છીએ. આ બેહદની વાત છે ને? બધા બાળકોને શિક્ષક બની ભણાવે છે. પછી બધા નો હિસાબ-કિતાબ ચુક્તુ કરાવી પાછા લઈ જશે. આ છી-છી દુનિયાથી પાછા જવાનું છે, નવી દુનિયામાં આવવા માટે તમને લાયક બનાવે છે. જે-જે લાયક બને છે, તે સતયુગ માં આવે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયંની અવસ્થાને સદા એકરસ અને હર્ષિતમુખ રાખવા માટે બાપ, શિક્ષક, સદ્દગુરુ ત્રણેયને યાદ કરવાનાં છે. અહીં થી જ ખુશીનાં સંસ્કાર ભરવાનાં છે. વારસા ની સ્મૃતિ થી ચહેરો તથા ચમકતો રહે.

2. શ્રીમત પર ચાલી આખા વિશ્વને ચેંજ કરવાની સેવા કરવાની છે. ૫ વિકારો માં જે ફસાયેલા છે, તેમને કાઢવાના છે. સ્વયં નાં સ્વધર્મની ઓળખ આપવાની છે.

વરદાન :-
સર્વ નાં પ્રત્યે પોતાની દ્રષ્ટિ અને ભાવના પ્રેમની રાખવા વાળા સર્વ નાં પ્યારા ફરિશ્તા ભવ

સ્વપ્નમાં પણ કોઈની પાસે ફરિશ્તા આવે છે તો કેટલા ખુશ થાય છે? ફરિશ્તા અર્થાત્ સર્વ નાં પ્રિય. હદ નાં પ્રિય નહીં, બેહદનાં પ્રિય. જે પ્રેમ કરે એનાં પ્રિય નહીં પરંતુ સર્વ નાં પ્રિય. કોઈ કેવા પણ આત્મા હોય પરંતુ તમારી દ્રષ્ટિ, તમારી ભાવના પ્રેમની હોય - આને કહેવાય છે સર્વ નાં પ્રિય. કોઈ ઇન્સલ્ટ કરે, ઘૃણા (નફરત) કરે તો પણ એમનાં પ્રત્યે પ્રેમ અથવા કલ્યાણની ભાવના ઉત્પન્ન થાય કારણકે એ સમયે તે પરવશ છે.

સ્લોગન :-
જે સર્વ પ્રાપ્તિઓથી સંપન્ન છે તે જ સદા હર્ષિત સદા સુખી અને ખુશનસીબ છે.