18-11-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે જ સાચાં અલૌકિક જાદુગર છો , તમારે મનુષ્ય ને દેવતા બનાવવા નું જાદુ દેખાડવાનું છે”

પ્રશ્ન :-
સારા પુરુષાર્થી વિદ્યાર્થી ની નિશાની શું હશે?

ઉત્તર :-
તેઓ પાસ વિથ્ ઓનર થવાનું અર્થાત્ વિજય માળા માં આવવાનું લક્ષ રાખશે. એમની બુદ્ધિ માં એક બાપ ની જ યાદ હશે. દેહ સહિત દેહ નાં સર્વ સંબંધો થી બુદ્ધિયોગ તોડી એક સાથે પ્રીત રાખશે. એવાં પુરુષાર્થી જ માળા નાં દાણા બને છે.

ઓમ શાંતિ!
રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ સમજાવે છે. હવે આપ રુહાની બાળકો જાદુગર-જાદુગરણી બની ગયા છો એટલે બાપ ને પણ જાદુગર કહેવાય છે. એવો કોઈ જાદુગર નહીં હશે - જે મનુષ્ય ને દેવતા બનાવી દે. આ જાદુગરી છે ને? કેટલી મોટી કમાણી કરાવવાનો તમે રસ્તો બતાવો છો. સ્કૂલ માં શિક્ષક પણ કમાણી કરતા શીખવાડે છે. ભણતર કમાણી છે ને? ભક્તિમાર્ગ ની કથાઓ, શાસ્ત્ર વગેરે સાંભળવાં, એને ભણતર નહીં કહેવાશે. એમાં કોઈ આવક નથી, ફક્ત પૈસા ખર્ચ થાય છે. બાપ પણ સમજાવે છે - ભક્તિ માર્ગ માં ચિત્ર બનાવતાં, મંદિર વગેરે બનાવતાં, ભક્તિ કરતાં-કરતાં તમે કેટલાં પૈસા ખર્ચ કરી લીધાં છે. શિક્ષક તો તે છતાં પણ કમાણી કરાવે છે. આજીવિકા થાય છે. આપ બાળકો નું ભણતર કેટલું ઊંચું છે. ભણવાનું પણ બધાએ છે. આપ બાળકો મનુષ્ય થી દેવતા બનાવવા વાળા છો. એ ભણતર થી તો બેરિસ્ટર વગેરે બનશે, તે પણ એક જન્મ માટે. કેટલો રાત-દિવસ નો ફરક છે એટલે આપ આત્માઓ ને શુદ્ધ નશો રહેવો જોઈએ. આ છે ગુપ્ત નશો. બેહદ નાં બાપ ની તો કમાલ છે. કેવું રુહાની જાદુ છે. રુહ ને યાદ કરતાં-કરતાં સતોપ્રધાન બની જવાનું છે. જેમ સંન્યાસી લોકો કહે છે ને - તમે સમજો હું ભેંસ છું… એવું સમજીને કોઠી માં બેસી ગયાં. બોલ્યાં હું ભેંસ છું, કોઠી માંથી નીકળું કેવી રીતે? હવે બાપ કહે છે તમે પવિત્ર આત્મા હતાં, હવે અપવિત્ર બન્યાં છો ફરી બાપ ને યાદ કરતાં-કરતાં તમે પવિત્ર બની જશો. આ જ્ઞાન ને સાંભળીને નર થી નારાયણ અથવા મનુષ્ય થી દેવતા બની જાઓ છો. દેવતાઓ ની પણ સાવરન્ટી (રાજધાની) છે ને? આપ બાળકો હવે શ્રીમત પર ભારત માં દૈવી રાજ્ય સ્થાપન કરી રહ્યાં છો. બાપ કહે છે - હવે હું જે તમને શ્રીમત આપું છું તે સાચ્ચી છે કે શાસ્ત્ર ની મત સાચ્ચી છે? જ્જ (નિર્ણય) કરો. ગીતા છે સર્વશાસ્ત્ર શિરોમણી શ્રીમદ્ ભગવદ્ ગીતા. આ ખાસ લખ્યું છે. હવે ભગવાન કોને કહેવાય? જરુર બધા કહેશે - નિરાકાર શિવ. આપણે આત્માઓ એમનાં બાળકો ભાઈ-ભાઈ છીએ. એ એક બાપ છે. બાપ કહે છે તમે બધા આશિક છો - મુજ માશૂક ને યાદ કરો છો કારણ કે મેં જ રાજયોગ શીખવાડ્યો હતો, જેનાથી તમે પ્રેક્ટિકલ માં નર થી નારાયણ બનો છો. તે તો કહી દે છે કે અમે સત્યનારાયણ ની કથા સાંભળીએ છીએ. આ કોઈ સમજે થોડી છે કે એનાથી આપણે નર થી નારાયણ બનીશું? બાપ આપ આત્માઓ ને જ્ઞાન નું ત્રીજું નેત્ર આપે છે, જેનાથી આત્મા જાણી જાય છે. શરીર વગર તો આત્મા વાત કરી નથી શકતો. આત્માઓ નાં રહેવાનાં સ્થાન ને નિર્વાણધામ કહેવાય છે. આપ બાળકોએ હવે શાંતિધામ અને સુખધામ ને જ યાદ કરવાના છે. આ દુઃખધામ ને બુદ્ધિ થી ભૂલવાનું છે. આત્માને હવે સમજ મળી છે - ખોટું શું છે, સાચ્ચું શું છે? કર્મ, અકર્મ, વિકર્મ નાં પણ રહસ્ય સમજાવ્યાં છે. બાપ બાળકો ને જ સમજાવે છે અને બાળકો જ જાણે છે. બીજા મનુષ્ય તો બાપ ને જ નથી જાણતાં. બાપ કહે છે આ પણ ડ્રામા બનેલો છે. રાવણ રાજ્ય માં બધાનાં કર્મ વિકર્મ જ થાય છે. સતયુગ માં કર્મ અકર્મ થાય છે. કોઈ પૂછે ત્યાં બાળકો વગેરે નથી હોતાં? બોલો એને કહેવાય જ છે વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા) તો ત્યાં આ પાંચ વિકાર ક્યાંથી આવે? આ તો ખૂબ સરળ વાત છે. આ બાપ સમજાવે છે, જે સાચ્ચું સમજે છે તે તો ઝટ ઉભા થઈ જાય છે. કોઈ નથી પણ સમજતા, આગળ ચાલીને સમજ માં આવી જશે. શમા પર પતંગા (પતંગિયા) આવે છે, ચાલ્યાં જાય છે ફરી આવે છે. આ પણ શમા છે, બધા બળીને ખતમ થવાનાં છે. આ પણ સમજાવાય છે - બાકી શમા કોઈ નથી. તે તો સામાન્ય છે. શમા પર પતંગિયા બહુ જ બળે છે. દિવાળી પર કેટલાં નાનાં-નાનાં મચ્છર નીકળે છે અને ખતમ થઈ જાય છે. જીવવું અને મરવું. બાપ પણ સમજાવે છે - અંત માં આવીને જન્મ લે અને મરી જાય. તે તો જાણે મચ્છરો જેવું થઈ ગયું. બાપ વારસો આપવા આવ્યાં છે તો પુરુષાર્થ કરી પાસ વિથ્ ઓનર થવું જોઈએ. સારા વિદ્યાર્થીઓ ખૂબ પુરુષાર્થ કરે છે. આ માળા પણ પાસ વિથ્ ઓનર્સ ની જ છે. જેટલું થઈ શકે પુરુષાર્થ કરતા રહો. વિનાશકાળે વિપરીત બુદ્ધિ કહે છે. આનાં પર પણ તમે સમજાવી શકો છો. અમારી બાપ સાથે પ્રીત બુદ્ધિ છે. એક બાપ નાં સિવાય અમે બીજા કોઈને યાદ નથી કરતાં. બાપ કહે છે દેહ સહિત દેહ નાં સર્વ સંબંધ છોડી મામેકમ્ યાદ કરો. ભક્તિમાર્ગ માં બહુ જ યાદ કરતા આવ્યાં છો - હે દુઃખહર્તા, સુખકર્તા… તો જરુર બાપ સુખ આપવાવાળા છે ને? સ્વર્ગ ને કહેવાય જ છે સુખધામ. બાપ સમજાવે છે હું આવ્યો છું જ પાવન બનાવવાં. બાળકો જે કામ ચિતા પર બેસી ભસ્મ થઈ ગયા છે, એમનાં પર આવીને જ્ઞાન ની વર્ષા કરું છું. આપ બાળકો ને યોગ શીખવાડું છું - બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને તમે પરીસ્તાન (સ્વર્ગ) નાં માલિક બની જશો. તમે પણ જાદુગર થયા ને? બાળકો ને નશો રહેવો જોઈએ - આપણી આ સાચ્ચી-સાચ્ચી જાદુગરી છે. કોઈ-કોઈ બહુ જ સારા હોંશિયાર જાદુગર હોય છે. શું-શું ચીજો કાઢે છે! આ જાદુગરી પછી અલૌકિક છે અર્થાત્ એક સિવાય બીજું કોઈ શીખવાડી ન શકે. તમે જાણો છો આપણે મનુષ્ય થી દેવતા બની રહ્યાં છીએ. આ શિક્ષા છે જ નવી દુનિયા માટે. એને સતયુગ નવી દુનિયા કહેવાય છે. હમણાં તમે સંગમયુગ પર છો. આ પુરુષોત્તમ સંગમયુગ ની કોઈને પણ ખબર નથી. તમે કેટલાં ઉત્તમ પુરુષ બનો છો. બાપ આત્માઓ ને જ સમજાવે છે. ક્લાસ માં પણ તમે બ્રાહ્મણીઓ જ્યારે બેસો છો તો તમારું કામ છે પહેલાં-પહેલાં સાવધાન કરવાનું. ભાઈઓ-બહેનો, પોતાને આત્મા સમજીને બેસો. આપણે આત્મા આ કર્મેન્દ્રિયો દ્વારા સાંભળીએ છીએ. ૮૪ જન્મ નાં રહસ્ય પણ બાપે સમજાવ્યાં છે. કયા મનુષ્ય ૮૪ જન્મ લે છે? બધા તો નહીં લેશે. આનાં પર પણ કોઈ નો વિચાર નથી ચાલતો. જે સાંભળ્યું તે કહી દે છે સત્ (સત્ય). હનુમાન પવન થી નીકળ્યાં - સત્. પછી બીજાને પણ એવી-એવી વાતો સંભળાવતાં રહે છે અને સત્-સત્ કરતા રહે છે.

હવે આપ બાળકો ને સાચ્ચું અને ખોટું સમજવાનાં જ્ઞાન-ચક્ષુ મળ્યાં છે તો સાચાં કર્મ જ કરવાના છે. તમે સમજાવો પણ છો અમે બેહદ બાપ પાસે થી આ વારસો લઈ રહ્યાં છીએ. તમે બધા પુરુષાર્થ કરો. એ બાપ સર્વ આત્માઓ નાં પિતા છે. આપ આત્માઓ ને બાપ કહે છે, હવે મને યાદ કરો. સ્વયં ને આત્મા સમજો. આત્મા માં જ સંસ્કાર છે. સંસ્કાર લઈ જાય, કોઈ નું નામ નાનપણ માં ખૂબ થઈ જાય છે તો સમજાય છે આમણે પાછલા જન્મ માં એવાં કોઈ કર્મ કર્યા છે, કોઈએ કોલેજ વગેરે બનાવી છે તો બીજા જન્મ માં સારું ભણે છે. કર્મો નાં હિસાબ-કિતાબ છે ને? સતયુગ માં વિકર્મ ની વાત જ નહીં હશે. કર્મ તો જરુર કરશે. રાજ્ય કરશે, ખાશે પરંતુ ઉલ્ટા કર્મ નહીં કરશે. એને કહેવાય જ છે રામરાજ્ય. અહીં છે રાવણ રાજ્ય. હમણાં તમે શ્રીમત પર રામરાજ્ય સ્થાપન કરી રહ્યાં છો. તે છે નવી દુનિયા. જૂની દુનિયા પર દેવતાઓ નો પડછાયો નથી પડતો. લક્ષ્મી નું જડ ચિત્ર ઉઠાવીને રાખો તો પડછાયો પડશે, ચૈતન્ય નો ન પડી શકે. આપ બાળકો જાણો છો બધાને પુનર્જન્મ લેવો જ પડે. નાર ની કંગની (કુવા માંથી પાણી કાઢવાની એક વિધિ) હોય છે ને, ફરતી રહે છે. આ પણ તમારું ચક્ર ફરતું રહે છે. આનાં પર જ દૃષ્ટાંત સમજાવાય છે. પવિત્રતા તો સૌથી સારી છે. કુમારી પવિત્ર છે એટલે બધા એમનાં પગે પડે છે. તમે છો પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ. વધુ સંખ્યા કુમારીઓ ની છે એટલે ગાયન છે કુમારી દ્વારા બાણ મરાવ્યાં. આ છે જ્ઞાન બાણ. તમે પ્રેમ થી બેસીને સમજાવો છો. બાપ સદ્દગુરુ તો એક જ છે. એ સર્વ નાં સદ્દગતિ દાતા છે. ભગવાનુવાચ - મનમનાભવ. આ પણ મંત્ર છે ને, આમાં જ મહેનત છે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. આ છે ગુપ્ત મહેનત. આત્મા જ તમોપ્રધાન બન્યો છે પછી સતોપ્રધાન બનવાનું છે. બાપે સમજાવ્યું છે - આત્માઓ અને પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ… જે પહેલાં-પહેલાં છૂટા પડયાં છે, મળશે પણ પહેલાં તેમને એટલે બાપ કહે છે લાડલા સિકિલધા બાળકો. બાપ જાણે છે ક્યાર થી ભક્તિ શરુ કરી છે. અડધું-અડધું છે. અડધોકલ્પ જ્ઞાન, અડધોકલ્પ ભક્તિ. દિવસ અને રાત ૨૪ કલાક માં પણ ૧૨ કલાક એ.એમ. અને ૧૨ કલાક પી.એમ. હોય છે. કલ્પ પણ અડધો-અડધો છે. બ્રહ્મા નો દિવસ, બ્રહ્મા ની રાત પછી કળિયુગ ની આયુ આટલી લાંબી કેમ આપી દે છે? હવે તમે સાચ્ચું-ખોટું બતાવી શકો છો. શાસ્ત્ર બધા છે ભક્તિમાર્ગ નાં. પછી ભગવાન આવીને ભક્તિ નું ફળ આપે છે. ભક્તો નાં રક્ષક કહેવાય છે ને? આગળ જઈને તમે સંન્યાસીઓ વગેરે ને ખૂબ પ્રેમ થી સમજાવશો. તમારું ફોર્મ તો તે ભરશે નહીં. મા-બાપ નું નામ લખશે નહીં. કોઈ-કોઈ બતાવે છે. બાબા જઈને પૂછતા હતાં - કેમ સંન્યાસ કર્યો, કારણ બતાવો? વિકારો નો સંન્યાસ કરે છે, તો ઘર નો પણ સંન્યાસ કરે છે. હમણાં તમે આખી જૂની દુનિયા નો સંન્યાસ કરો છો. નવી દુનિયા નો તમને સાક્ષાત્કાર કરાવી દીધો છે. તે છે નિર્વિકારી દુનિયા. હેવનલી ગોડફાધર છે હેવન સ્થાપન કરવા વાળા. ફૂલો નો બગીચો બનાવવા વાળા. કાંટાઓ ને ફૂલ બનાવે છે. નંબરવન કાંટો છે - કામ કટારી. કામ માટે કટારી કહે છે, ક્રોધ ને ભૂત કહેવાશે. દેવી-દેવતાઓ ડબલ અહિંસક હતાં. નિર્વિકારી દેવતાઓ ની આગળ વિકારી મનુષ્ય બધા માથું નમાવે છે. હવે આપ બાળકો જાણો છો - આપણે અહીં આવ્યાં છીએ ભણવા માટે. બાકી તે સત્સંગો વગેરે માં જવું એ તો સામાન્ય વાત છે. ઈશ્વર સર્વવ્યાપી કહી દે છે. બાપ ક્યારેય સર્વવ્યાપી હોય છે શું? બાપ પાસે થી આપ બાળકો ને વારસો મળે છે. બાપ આવીને જૂની દુનિયા ને નવી દુનિયા સ્વર્ગ બનાવે છે. ઘણાં તો નર્ક ને નર્ક પણ નથી માનતાં. સાહૂકાર લોકો સમજે છે પછી સ્વર્ગ માં શું રાખ્યું છે? અમારી પાસે ધન, મહેલ, વિમાન વગેરે બધું જ છે, અમારા માટે આ જ સ્વર્ગ છે. નર્ક એમનાં માટે છે જે કચરા માં રહે છે એટલે ભારત કેટલું ગરીબ કંગાળ છે પછી હિસ્ટ્રી રિપીટ થવાની છે. તમને નશો રહેવો જોઈએ - બાપ અમને ફરીથી ડબલ સિરતાજ બનાવે છે. ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય ને જાણી ગયા છો. સતયુગ-ત્રેતા ની કહાણી બાબાએ બતાવી છે પછી વચ્ચે આપણે નીચે પડીએ છીએ. વામમાર્ગ છે વિકારી માર્ગ. હવે ફરી બાપ આવ્યાં છે. તમે પોતાને સ્વદર્શન ચક્રધારી સમજો છો. એવું નથી કે ચક્ર ફેરવો છો, જેનાથી ગળું કપાઈ જાય. કૃષ્ણ ને ચક્ર દેખાડે છે કે દૈત્યો ને મારતા રહે છે, એવી વાત તો હોઈ ન શકે. તમે સમજો છો આપણે બ્રાહ્મણ છીએ સ્વદર્શન ચક્રધારી. આપણને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ છે. ત્યાં દેવતાઓ ને તો આ જ્ઞાન નહીં રહેશે. ત્યાં છે જ સદ્દગતિ એટલે એને કહેવાય છે દિવસ. રાત્રે જ તકલીફ થાય છે. ભક્તિ માં કેટલાં હઠયોગ વગેરે કરે છે - દર્શન માટે. નૌધા ભક્તિવાળા પ્રાણ આપવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે સાક્ષાત્કાર થાય છે. અલ્પકાળ માટે ઈચ્છા પૂરી થાય છે - ડ્રામા અનુસાર. બાકી ઈશ્વર કાંઈ નથી કરતાં. અડધો કલ્પ ભક્તિ નો પાર્ટ ચાલે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જ રુહાની નશા માં રહેવાનું છે કે બાબા આપણને ડબલ સિરતાજ બનાવી રહ્યાં છે. આપણે છીએ સ્વદર્શન ચક્રધારી બ્રાહ્મણ. ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ નું જ્ઞાન બુદ્ધિ માં રાખીને ચાલવાનું છે
2. પાસ વિથ્ ઓનર થવા માટે બાપ સાથે સાચ્ચી-સાચ્ચી પ્રીત રાખવાની છે. બાપ ને યાદ કરવાની ગુપ્ત મહેનત કરવાની છે.

વરદાન :-
પોતાનાં ડબલ લાઈટ સ્વરુપ દ્વારા આવવા વાળા વિધ્નો ને પાર કરવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ

આવવા વાળા વિઘ્નો માં થાકવા અથવા દિલશિકસ્ત થવાનાં બદલે સેકન્ડ માં સ્વયં નાં આત્મિક જ્યોતિ સ્વરુપ અને નિમિત્ત ભાવ નાં ડબલ લાઈટ સ્વરુપ દ્વારા સેકન્ડ માં હાઈ જમ્પ આપો. વિધ્ન રુપી પથ્થર ને તોડવામાં સમય ન ગુમાવો. જમ્પ લગાવો અને સેકન્ડ માં પાર થઈ જાઓ. થોડીક વિસ્મૃતિ નાં કારણે સહજ માર્ગ ને મુશ્કેલ ન બનાવો. પોતાનાં જીવન ની ભવિષ્ય શ્રેષ્ઠ મંઝિલ ને સ્પષ્ટ જોતા તીવ્ર પુરુષાર્થી બનો. જે નજર થી બાપદાદા તથા વિશ્વ તમને જોઈ રહ્યાં છે એ જ શ્રેષ્ઠ સ્વરુપ માં સદા સ્થિત રહો.

સ્લોગન :-
સદા ખુશ રહેવું અને ખુશી વહેંચવી - આ જ સૌથી મોટી શાન છે.

અવ્યક્ત ઈશારા - અશરીરી અથવા વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો

હવે સંગઠિત રુપ માં એક જ શુદ્ધ સંકલ્પ અર્થાત્ એકરસ સ્થિતિ બનાવવાનો અભ્યાસ કરો ત્યારે જ વિશ્વ નાં અંદર શક્તિ સેના નું નામ રોશન થશે. જ્યારે ઈચ્છો શરીર નો આધાર લો અને જ્યારે ઈચ્છો શરીર નો આધાર છોડીને પોતાનાં અશરીરી સ્વરુપ માં સ્થિત થઈ જાઓ. જેવી રીતે શરીર ધારણ કર્યુ તેવી રીતે જ શરીર થી ન્યારા થઈ જાઓ, આ જ અનુભવ અંતિમ પેપર માં ફર્સ્ટ નંબર લાવવાનો આધાર છે.