19-01-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમને નશો રહેવો જોઈએ કે અમે બ્રાહ્મણ સો દેવતા બનીએ છીએ , આપણને બ્રાહ્મણો ને જ બાપ ની શ્રેષ્ઠ મત મળે છે”

પ્રશ્ન :-
જેમનું ન્યુ બ્લડ (નવું લોહી) છે એમને કયો શોખ અને કઈ મસ્તી હોવી જોઈએ?

ઉત્તર :-
આ દુનિયા જે જૂની આયરન એજડ (કળિયુગી) બની ગઈ છે એને નવી ગોલ્ડન એજડ (સ્વર્ણિમ યુગ) બનાવવાનો, જૂની થી નવી બનાવવાનો શોખ હોવો જોઈએ. કન્યાઓ નું નવું લોહી છે તો પોતાનાં હમજીન્સ ને ઉઠાવવા જોઈએ. નશો કાયમ રાખવો જોઈએ. ભાષણ કરવામાં પણ ખૂબ મસ્તી (આનંદ) હોવી જોઈએ.

ગીત :-
રાત કે રાહી…

ઓમ શાંતિ!
બાળકોએ આ ગીત નો અર્થ તો સમજ્યો. હવે ભક્તિમાર્ગ ની ઘોર અંધારી રાત તો પૂરી થઈ રહી છે. બાળકો સમજે છે અમારા ઉપર હવે તાજ આવવાનો છે. અહીંયા બેઠાં છીએ, મુખ્ય ઉદ્દેશ છે - મનુષ્ય થી દેવતા બનવાનો. જેમ સંન્યાસી સમજાવે છે તમે પોતાને ભેંસ સમજો તો તે રુપ થઈ જશો. તે છે ભક્તિમાર્ગ નું દૃષ્ટાંત. જેમ આ પણ દૃષ્ટાંત છે કે રામે વાંદરોઓ ની સેના લીધી. તમે અહીં બેઠાં છો. જાણો છો આપણે જ દેવી-દેવતા ડબલ સિરતાજ બનીશું. જેમ સ્કૂલ માં ભણે છે તો કહે છે હું આ ભણીને ડોક્ટર બની જઈશ, એન્જિનિયર બની જઈશ. તમે સમજો છો આ ભણતર થી આપણે દેવી-દેવતા બની રહ્યાં છીએ. આ શરીર છોડીશું અને આપણા મસ્તક પર તાજ હશે. આ તો ખૂબ ગંદી છી-છી દુનિયા છે ને? નવી દુનિયા છે ફર્સ્ટક્લાસ દુનિયા. જૂની દુનિયા છે બિલકુલ થર્ડક્લાસ દુનિયા. આ તો ખલાસ થવાની છે. નવા વિશ્વ નાં માલિક બનાવવા વાળા જરુર વિશ્વ નાં રચયિતા જ હશે. બીજું કોઈ ભણાવી ન શકે. શિવબાબા જ તમને ભણાવીને શીખવાડે છે. બાપે સમજાવ્યું છે - આત્મ-અભિમાની પૂરાં બની જાઓ તો બાકી બીજું શું જોઈએ? તમે બ્રાહ્મણ તો છો જ. જાણો છો આપણે દેવતા બની રહ્યાં છીએ. દેવતાઓ કેટલાં પવિત્ર હતાં. અહીં કેટલાં પતિત મનુષ્ય છે. શકલ (ચહેરો) ભલે મનુષ્ય ની છે પરંતુ સીરત (ચરિત્ર) જુઓ કેવી છે! જે દેવતાઓ નાં પુજારી છે તે સ્વયં પણ તેમનાં આગળ મહિમા ગાય છે - આપ સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ છો… અમે વિકારી પાપી છીએ. ચહેરો તો એમનો પણ મનુષ્ય નો છે પરંતુ એમની પાસે જઈને મહિમા ગાય છે, પોતાને ગંદા વિકારી કહે છે. અમારા માં કોઈ ગુણ નથી. છે તો મનુષ્ય એટલે મનુષ્ય. હવે તમે સમજો છો આપણે તો હવે ચેન્જ (પરિવર્તન) થઈને દેવતા બનીશું. શ્રીકૃષ્ણ ની પૂજા કરે જ એટલે છે કે કૃષ્ણપુરી માં જાય. પરંતુ એ ખબર નથી કે ક્યારે જશે. ભક્તિ કરતા રહે છે કે ભગવાન આવીને ભક્તિ નું ફળ આપશે. પહેલાં તો તમને આ નિશ્ચય જોઈએ કે અમને ભણાવે કોણ છે. આ છે શ્રી શ્રી શિવબાબા ની મત. શિવબાબા તમને શ્રીમત આપી રહ્યાં છે. જેમને આ ખબર નથી તે શ્રેષ્ઠ બની કેવી રીતે શકે? આટલાં બધા બ્રાહ્મણ શ્રી શ્રી શિવબાબા ની મત પર ચાલે છે. પરમાત્મા ની મત જ શ્રેષ્ઠ બનાવે છે, જેમની તકદીર માં હશે, તેમની બુદ્ધિ માં બેસશે. નહીં તો કાંઈ પણ સમજશે નહીં. જ્યારે સમજશે ત્યારે ખુશ થઈ મદદ કરવા લાગી જશે. ઘણાં તો જાણતા જ નથી, એમને શું ખબર, આ કોણ છે એટલે બાબા કોઈને મળતા પણ નથી. તેઓ તો હજી પોતાની મત કાઢશે. શ્રીમત ને ન જાણવાના કારણે એમને (બાબા ને) પણ પોતાની મત આપવા લાગી જાય છે. હમણાં બાપ આવ્યાં જ છે આપ બાળકો ને શ્રેષ્ઠ બનાવવા માટે. બાળકો જાણે છે ૫ હજાર વર્ષ પહેલાં ની જેમ બાબા તમને આવીને મળ્યાં છે. જેમને ખબર નથી, આવો રેસપોન્ડ (પ્રતિઉત્તર) આપી નથી શકતાં. બાળકો ને ભણવાનો ખૂબ નશો રહેવો જોઈએ. આ ખૂબ ઊંચું ભણતર છે પરંતુ માયા પણ ખૂબ અગેન્સ્ટ (વિરુદ્ધ) છે. તમે જાણો છો આપણે એ ભણતર ભણીએ છે જેનાથી આપણા મસ્તક પર ડબલ સિરતાજ આવવાનો છે. ભવિષ્ય જન્મ-જન્માંતર ડબલ સિરતાજ બનીશું. તો એનાં માટે પછી એવો પૂરો પુરુષાર્થ કરવો જોઈએ ને? આને કહેવાય છે રાજયોગ. કેટલું વન્ડર (આશ્ચર્ય) છે. બાબા હંમેશા સમજાવે છે - લક્ષ્મી-નારાયણ નાં મંદિર માં જાઓ. પુજારીઓ ને પણ તમે સમજાવી શકો છો. પુજારી પણ કોઈને બેસીને સમજાવે કે આ લક્ષ્મી-નારાયણ ને પણ આ પદ કેવી રીતે મળ્યું? આ વિશ્વ નાં માલિક કેવી રીતે બન્યાં? એવું-એવું સંભળાવે તો પુજારી નું પણ માન વધી જાય. તમે કહી શકો છો અમે તમને સમજાવીએ છીએ આ લક્ષ્મી-નારાયણ ને આ રાજ્ય કેવી રીતે મળ્યું? ગીતા માં પણ ભગવાનુવાચ છે ને? હું તમને રાજયોગ શીખવાડી ને રાજાઓ નાં રાજા બનાવું છું. સ્વર્ગવાસી તો તમે બનો છો ને? તો બાળકો ને કેટલો નશો રહેવો જોઈએ - અમે આ બનીએ છીએ? ભલે પોતાનું ચિત્ર અને રાજાઈ નું ચિત્ર પણ અહીં સાથે બનાવો. નીચે તમારું ચિત્ર, ઉપર રાજાઈ નું ચિત્ર હોય. આમાં ખર્ચો તો નથી ને? રાજાઈ પોશાક તો ઝટ બની શકે છે. તો ઘડી-ઘડી યાદ રહેશે - હમ સો દેવતા બની રહ્યાં છીએ. ઉપર માં ભલે શિવબાબા પણ હોય. આ પણ ચિત્ર બનાવવા પડશે. તમે મનુષ્ય થી દેવતા બનો છો. આ શરીર છોડી આપણે જઈ દેવતા બનીશું કારણકે હમણાં આપણે આ રાજયોગ શીખી રહ્યાં છીએ. તો આ ફોટો પણ મદદ કરશે. ઉપર શિવ પછી નીચે રાજાઈ નું ચિત્ર. પછી નીચે તમારું સાધારણ ચિત્ર. શિવબાબા પાસે થી રાજયોગ શીખી આપણે સો (જ) દેવતા ડબલ સિરતાજ બની રહ્યાં છીએ. ચિત્ર રાખ્યું હશે, કોઈ પણ પૂછશે તો આપણે બતાવી શકશું - અમને શીખવાડવા વાળા આ શિવબાબા છે. ચિત્ર જોવાથી બાળકો ને નશો ચઢશે. ભલે દુકાન માં પણ આ ચિત્ર રાખી દો. ભક્તિમાર્ગ માં બાબા નારાયણ નું ચિત્ર રાખતા હતાં. પોકેટ (ખિસ્સા) માં પણ રાખતા હતાં. તમે પણ તમારો ફોટો રાખી દો તો યાદ રહેશે - હમ સો દેવી-દેવતા બની રહ્યાં છીએ. બાપ ને યાદ કરવાનો ઉપાય શોધવો જોઈએ. બાપ ને ભૂલી જવાથી જ પડે (નીચે ઊતરે) છે. વિકાર માં પડશે તો પછી શરમ આવશે. હવે તો અમે આ દેવતા બની નહીં શકીએ. હાર્ટફેલ (હતાશ) થઈ જશે. હવે અમે દેવતા કેવી રીતે બનશું? બાબા કહે છે વિકાર માં પડવા વાળા નો ફોટો કાઢી લો. કહો, તમે સ્વર્ગ માં ચાલવાને લાયક નથી, તમારો પાસપોર્ટ ખલાસ. સ્વયં પણ ફીલ (અનુભવ) કરશે અમે તો પડી ગયાં. હવે અમે સ્વર્ગ માં કેવી રીતે જઈશું? જેમ નારદ નું દૃષ્ટાંત આપે છે. એમને કહ્યું તમે પોતાનો ચહેરો તો જુઓ. લક્ષ્મી ને વરવા લાયક છો? તો ચહેરો વાંદરા નો દેખાયો. તો મનુષ્ય ને પણ શરમ આવશે - અમારા માં તો આ વિકાર છે, પછી અમે શ્રીનારાયણ ને કે શ્રીલક્ષ્મી ને કેવી રીતે વરીશું? બાબા યુક્તિઓ તો બધી બતાવે છે. પરંતુ કોઈ વિશ્વાસ પણ રાખે ને? વિકાર નો નશો આવે છે તો સમજે છે આ હિસાબ થી અમે રાજાઓ નાં રાજા ડબલ સિરતાજ કેવી રીતે બનીશું? પુરુષાર્થ તો કરવો જોઈએ ને? બાબા સમજાવતા રહે છે - એવી-એવી યુક્તિઓ રચો અને બધાને સમજાવતા રહો. આ રાજયોગ ની સ્થાપના થઈ રહી છે. હવે વિનાશ સામે છે. દિવસે-દિવસે તોફાન નું જોર વધતું જાય છે. બોમ્બ્સ વગેરે પણ તૈયાર થઈ રહ્યાં છે. તમે આ ભણતર ભણો જ છો ભવિષ્ય ઊંચ પદ મેળવવા માટે. તમે એક જ વખત પતિત થી પાવન બનો છો. મનુષ્ય સમજે થોડી છે કે અમે નર્કવાસી છીએ કારણકે પથ્થરબુદ્ધિ છે. હમણાં તમે પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ બની રહ્યાં છો. તકદીર માં હશે તો ઝટ સમજશે. નહીં તો તમે કેટલું પણ માથું મારો, બુદ્ધિ માં બેસશે નહીં. બાપ ને જ નથી જાણતા તો નાસ્તિક છે અર્થાત્ ધણી વગર નાં. તો ધણી નાં બનાવવા જોઈએ ને? જ્યારે શિવબાબા નાં બાળકો છો. અહીં જેમને જ્ઞાન છે તે પોતાનાં બાળકો ને વિકારો થી બચાવતા રહેશે. અજ્ઞાની લોકો તો પોતાની જેમ બાળકો ને પણ ફસાવતા રહેશે. તમે જાણો છો અહીં વિકાર થી બચાવાય છે. કન્યાઓને તો પહેલાં બચાવવી જોઈએ. મા-બાપ જાણે બાળકો ને વિકાર માં ધક્કો મારે છે. તમે જાણો છો આ ભ્રષ્ટાચારી દુનિયા છે. શ્રેષ્ઠાચારી દુનિયા ઈચ્છે છે. ભગવાનુવાચ - હું જ્યારે આવું છું શ્રેષ્ઠાચારી બનાવવા માટે ત્યારે બધા જ ભ્રષ્ટાચારી છે. હું બધાનો ઉદ્ધાર કરું છું. ગીતા માં પણ લખેલું છે ભગવાને જ સાધુ-સંતો વગેરે બધાનો ઉદ્ધાર કરવા આવવાનું છે. એક જ ભગવાન બાપ આવીને બધાનો ઉદ્ધાર કરે છે. હમણાં તમે વન્ડર ખાઓ છો - મનુષ્ય કેટલાં પથ્થર બુદ્ધિ થઈ જાય છે. આ સમયે જો ખબર હોય મોટા-મોટાઓ ને કે ગીતા નાં ભગવાન શિવ છે તો ખબર નહીં શું થઈ જાય. હાહાકાર મચી જાય. પરંતુ હજી વાર છે. નહીં તો બધાનાં અડ્ડા એકદમ હલવા લાગી જાય. અનેક નાં તખ્ત હલે છે ને? લડાઈ જ્યારે થાય છે તો ખબર પડે છે, આમનું તખ્ત હલવા લાગ્યું છે, હમણાં નીચે પડી જશે. હમણાં આ હલે તો ખૂબ હલચલ મચી જાય. આગળ જતા થવાનું છે. પતિત-પાવન સર્વ નાં સદ્દગતિ દાતા સ્વયં કહે છે - બરોબર બ્રહ્મા તન દ્વારા સ્થાપના કરી રહ્યાં છે. સર્વ ની સદ્દગતિ અર્થાત્ ઉદ્ધાર કરી રહ્યાં છે. ભગવાનુવાચ - આ પતિત દુનિયા છે, આ બધાનો ઉદ્ધાર મારે કરવાનો છે. હમણાં બધા પતિત છે. પતિત પછી કોઈને પાવન કેવી રીતે બનાવશે? પહેલાં તો સ્વયં પાવન બને પછી ફોલોઅર્સ (અનુયાયી) ને બનાવે. ભાષણ કરવામાં ખૂબ મસ્તી જોઈએ. કન્યાઓ નું નવું લોહી છે. તમે જૂનાં થી નવું બનાવી રહ્યાં છો. તમારો આત્મા જે જૂનો આયરન એજેડ બની ગયો છે, હવે નવો ગોલ્ડન એજડ બને છે. ખાદ નીકળતી જાય છે. તો બાળકો ને ખૂબ શોખ જોઈએ. નશો કાયમ રાખવો જોઈએ. પોતાનાં હમજીન્સ ને ઉઠાવવા જોઈએ. ગવાય પણ છે, ગુરુ માતા. માતા ગુરુ ક્યારે હોય છે તે હમણાં તમે જાણો છો. જગત અંબા જ પછી રાજ-રાજેશ્વરી બને છે. પછી ત્યાં કોઈ ગુરુ રહેતાં જ નથી. ગુરુ નો રીવાજ હમણાં ચાલે છે. માતાઓ ની ઉપર બાપ આવીને જ્ઞાન-અમૃત નો કળશ રાખે છે. શરુઆત થી આવું થાય છે. સેવાકેન્દ્ર માટે પણ કહે છે બ્રહ્માકુમારી જોઈએ. બાબા તો કહે છે સ્વયં જ ચલાવો. હિમ્મત નથી? કહેતાં નથી બાબા ટીચર (શિક્ષક) જોઈએ. આ પણ ઠીક છે, માન આપે છે.

આજકાલ દુનિયા માં એક-બીજાને માન પણ લંગડું આપે છે. આજે પ્રાઈમ મિનિસ્ટર (પ્રધાનમંત્રી) છે, કાલે તેમને ઉડાવી દે છે. સ્થાઈ સુખ કોઈને મળતું નથી. આ સમયે આપ બાળકો ને સ્થાઈ રાજ્ય-ભાગ્ય મળી રહ્યું છે. તમને બાબા કેટલાં પ્રકાર થી સમજાવે છે. પોતાને સદૈવ હર્ષિત રાખવા માટે ખૂબ સારી-સારી યુક્તિઓ બતાવે છે. શુભ ભાવના રાખવાની છે ને? ઓહો! અમે આ લક્ષ્મી-નારાયણ બનીએ છીએ પછી જો કોઈની તકદીર માં નથી તો તદબીર (પુરુષાર્થ) શું કરે? બાબા તદબીર તો બતાવે છે ને? તદબીર વ્યર્થ નથી જતી. આ તો સદા સફળ થાય છે. રાજધાની સ્થાપન થઈ જ જશે. વિનાશ પણ મહાભારત લડાઈ દ્વારા થવાનો જ છે. આગળ જતા તમે બળ ભરો તો આ બધા આવશે. હમણાં નહીં સમજશે પછી તો એમની રાજાઈ ઉડી જાય. કેટલાં બધા ગુરુ લોકો છે, એવાં કોઈ મનુષ્ય નથી જે કોઈ ગુરુ નાં અનુયાયી ન હોય. અહીંયા તમને એક સદ્દગુરુ મળ્યાં છે સદ્દગતિ આપવા વાળા. ચિત્ર ખૂબ સારા છે. આ છે સદ્દગતિ અર્થાત્ સુખધામ, આ છે મુક્તિધામ. બુદ્ધિ પણ કહે છે આપણે સર્વ આત્માઓ નિર્વાણધામ માં રહીએ છીએ. જ્યાંથી પછી ટોકી (અવાજ) માં આવીએ છીએ. ત્યાનાં રહેવાસી છીએ. આ રમત જ ભારત પર બનેલી છે. શિવજયંતી પણ અહીં મનાવે છે. બાપ કહે છે હું આવ્યો છું, કલ્પ પછી ફરી આવીશ. દર ૫ હજાર વર્ષ પછી બાપ નાં આવતા જ વૈકુંઠ બની જાય છે. કહે પણ છે ક્રાઈસ્ટ થી આટલાં વર્ષ પહેલાં પેરેડાઈઝ (વૈકુંઠ) હતું, સ્વર્ગ હતું. હમણાં નથી પછી થવાનું છે. તો જરુર નર્કવાસીઓ નો વિનાશ, સ્વર્ગવાસી ની સ્થાપના જોઈએ. તો તમે સ્વર્ગવાસી બની રહ્યાં છો. નર્કવાસી બધા વિનાશ થઈ જશે. તે તો સમજે છે હજી આટલાં લાખો વર્ષ પડ્યાં છે. બાળકો મોટા થાય લગ્ન કરાવીએ… તમે થોડી એવું કહેશો? જો બાળક સલાહ પર નથી ચાલતાં તો પછી શ્રીમત લેવી પડે કે સ્વર્ગવાસી બનતા નથી તો શું કરીએ? બાપ કહેશે જો આજ્ઞાકારી નથી તો જવા દો. આમાં પાક્કી નષ્ટોમોહા અવસ્થા જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રી શ્રી શિવબાબા ની શ્રેષ્ઠ મત પર ચાલીને સ્વયં ને શ્રેષ્ઠ બનાવવાનાં છે. શ્રીમત માં મનમત મિક્સ નથી કરવાની. ઈશ્વરીય ભણતર નાં નશા માં રહેવાનું છે.

2. પોતાનાં હમજીન્સ નાં કલ્યાણ ની યુક્તિઓ રચવાની છે. બધા પ્રત્યે શુભભાવના રાખતા એક-બીજા ને સાચ્ચું માન આપવાનું છે. લંગડું માન નહીં.

વરદાન :-
નિરંતર બાપ નાં સાથ ની અનુભૂતિ દ્વારા દરેક સેકન્ડ , દરેક સંકલ્પ માં સહયોગી બનવા વાળા સહજયોગી ભવ

જેવી રીતે શરીર અને આત્મા નો જ્યાં સુધી પાર્ટ છે ત્યાં સુધી અલગ નથી થઈ શકતાં, એવી રીતે બાપ ની યાદ બુદ્ધિ થી અલગ ન થાય, સદા બાપ નો સાથ હોય, બીજી કોઈપણ સ્મૃતિ પોતાની તરફ આકર્ષિત ન કરે - આને જ સહજ અને સ્વતઃ યોગી કહેવાય છે. એવાં યોગી દરેક સેકન્ડ, દરેક સંકલ્પ, દરેક વચન, દરેક કર્મ માં સહયોગી હોય છે. સહયોગી અર્થાત્ જેમનો એક સંકલ્પ પણ સહયોગ વગર ન હોય. એવાં યોગી અને સહયોગી શક્તિશાળી બની જાય છે.

સ્લોગન :-
સમસ્યા સ્વરુપ બનવાને બદલે, સમસ્યા ને ખતમ કરવા વાળા સમાધાન સ્વરુપ બનો.

અવ્યક્ત ઈશારા - આ અવ્યક્તિ મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો

પોતાનાં સ્થૂળ અને સૂક્ષ્મ બંધનો નું લિસ્ટ સામે રાખો. લક્ષ રાખો કે મારે બંધનમુક્ત બનવાનું જ છે. "હમણાં નહીં તો ક્યારેય નહીં" - સદા આ જ પાઠ પાક્કો કરો. “સ્વતંત્રતા બ્રાહ્મણ જન્મ નો અધિકાર છે” - પોતાનો જન્મસિદ્ધ અધિકાર પ્રાપ્ત કરી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો. જ્યારે પોતાને ગૃહસ્થી સમજો છો ત્યારે ગૃહસ્થી ની જાળ હોય છે. ગૃહસ્થી બનવું એટલે જાળ માં ફસાવું. ટ્રસ્ટી અર્થાત્ મુક્ત.