19-02-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે હમણાં સુધી જે કાંઈ ભણ્યું ( વાંચ્યું ) છે તેને ભૂલી જાઓ , જીવતા જ મરવું એટલે બધું જ ભૂલવું , પાછલું કાંઈ પણ યાદ ન આવે”

પ્રશ્ન :-
જે પૂરાં જીવતે જીવ મરેલા નથી તેમની નિશાની શું હશે?

ઉત્તર :-
તે બાપ સાથે પણ દલીલ કરતા રહેશે. શાસ્ત્રો નું ઉદાહરણ આપતા રહેશે. જે પૂરાં મરી ગયા છે તે કહેશે બાબા જે સંભળાવે તે જ સાચ્ચું છે. અમે અડધો કલ્પ જે સાંભળ્યું તે જુઠ્ઠું જ હતું એટલે હવે તેને મુખ પર પણ ન લાવીએ. બાપે કહ્યું છે હિયર નો ઈવિલ…

ગીત :-
ઓમ નમઃ શિવાય…

ઓમ શાંતિ!
બાળકોને સમજાવાયું છે જ્યારે શાંતિ માં બેસાડો છો, જેને નિષ્ઠા શબ્દ આપ્યો છે, આ ડ્રિલ કરાવાય છે. હમણાં બાપ રુહાની બાળકો ને સમજાવે છે કે જે જીવતે જીવ મર્યા છે, કહે છે અમે જીવતે જીવ મરી ગયા છીએ, જેમ મનુષ્ય મરે છે તો બધું જ ભૂલી જાય છે ફક્ત સંસ્કાર રહે છે. હવે તમે પણ બાપ નાં બનીને દુનિયા થી મરી ગયા છો. બાપ કહે છે તમારા માં ભક્તિ નાં સંસ્કાર હતાં, હવે તે સંસ્કાર બદલાઈ રહ્યા છે તો જીવતે જીવ તમે મરો છો ને? મરવાથી મનુષ્ય ભણેલું બધું જ ભૂલી જાય છે પછી બીજા જન્મ માં નવેસર થી ભણવાનું હોય છે. બાપ પણ કહે છે તમે જે કાંઈ પણ ભણેલા છો તે ભૂલી જાઓ. તમે તો બાપ નાં બન્યા છો ને? હું તમને નવી વાત સંભળાવું છું. તો હવે વેદ, શાસ્ત્ર, ગ્રંથ, જપ, તપ વગેરે આ બધી વાતો ભૂલી જાઓ એટલે જ કહ્યું છે - હિયર નો ઈવિલ, સી નો ઈવિલ… આ આપ બાળકો માટે છે. ઘણાં ખૂબ શાસ્ત્ર વગેરે ભણેલા છે, પૂરાં મર્યા નથી તો ફાલતું આરગ્યું (દલીલ) કરશે. મરી ગયા પછી ક્યારેય દલીલ નહીં કરશે. કહેશે બાપે જે સંભળાવ્યું છે તે જ સાચ્ચું છે, બાકી વાતો અમે મુખ પર કેમ લાવીએ? બાપ કહે છે આ મુખ પર લાવો જ નહીં. હિયર નો ઈવિલ. બાપે ડાયરેક્શન આપ્યું છે ને - કાંઈ પણ સાંભળો નહીં. બોલો, હમણાં અમે જ્ઞાન સાગર નાં બાળકો બન્યા છીએ તો ભક્તિ કેમ યાદ કરીએ? અમે એક ભગવાન ને જ યાદ કરીએ છીએ. બાપે કહ્યું છે ભક્તિમાર્ગ ને ભૂલી જાઓ. હું તમને સહજ વાત સંભળાવું છું કે મુજ બીજ ને યાદ કરો તો ઝાડ આખું બુદ્ધિ માં આવી જ જશે. તમારી મુખ્ય છે ગીતા. ગીતા માં જ ભગવાન ની સમજણ છે. હવે આ છે નવી વાતો. નવી વાત પર હંમેશા વધારે ધ્યાન અપાય છે. છે પણ ખૂબ સહજ વાત. સૌથી મોટી વાત છે યાદ કરવાની. ઘડી-ઘડી કહેવું પડે છે-મનમનાભવ. બાપ ને યાદ કરો, આ જ ખૂબ ગુહ્ય વાતો છે, આમાં જ વિઘ્ન પડે છે. ઘણાં બાળકો છે જે આખા દિવસ માં બે મિનિટ પણ યાદ નથી કરતાં. બાપ નાં બનીને પણ સારા કર્મ નથી કરતા તો યાદ પણ નથી કરતા, વિકર્મ કરતા રહે છે. બુદ્ધિ માં બેસતું જ નથી તો કહેશે આ બાપની આજ્ઞા નો નિરાદર છે, ભણી નહીં શકે, તે તાકાત નથી મળતી. શારીરિક ભણતર થી પણ બળ મળે છે ને? ભણતર છે સોર્સ ઓફ ઇનકમ (આવકનું સાધન). શરીર નિર્વાહ થાય છે તે પણ અલ્પકાળ માટે. ઘણાં ભણતાં-ભણતાં મરી જાય છે તો તે ભણતર થોડી સાથે લઈ જશે? બીજો જન્મ લઈ ફરી નવેસર થી ભણવું પડે. અહીં તો તમે જેટલું ભણશો, તે સાથે લઈ જશો કારણકે તમે પ્રારબ્ધ મેળવો છો બીજા જન્મ માં. બાકી તો તે બધો છે જ ભક્તિમાર્ગ. શું-શું ચીજો છે, એ કોઈ નથી જાણતું. રુહાની બાપ આપ રુહો ને જ્ઞાન આપે છે. એક જ વાર બાપ સુપ્રીમ રુહ આવીને રુહો ને નોલેજ આપે છે, જેનાંથી વિશ્વ નાં માલિક બની જાઓ છો. ભક્તિમાર્ગ માં સ્વર્ગ થોડી હોય છે? હવે તમે ધણી નાં બન્યા છો. માયા ઘણીવાર બાળકો ને પણ નિધન નાં બનાવી દે છે, નાની-નાની વાતો માં પરસ્પર લડી પડે છે. બાપ ની યાદ માં નથી રહેતા તો નિધન નાં થયા ને? નિધન નાં બન્યા તો જરુર કોઈ ને કોઈ પાપ કર્મ કરી દેશે. બાપ કહે છે મારા બનીને મારું નામ બદનામ નહીં કરો. એક-બીજા સાથે ખૂબ પ્રેમ થી ચાલો, ઉલ્ટું-સુલ્ટુ નહીં બોલો.

બાપ ને એવી-એવી અહિલ્યાઓ, કુબ્જાઓ, ભીલડીઓ નો પણ ઉદ્ધાર કરવો પડે છે. કહે છે ભીલડી નાં બોર ખાધાં. હવે એમ જ ભીલડી નાં બોર થોડી ખાઈ શકે છે? ભીલડી થી જ્યારે બ્રાહ્મણી બની જાય છે તો પછી કેમ નહીં ખાશે? એટલે બ્રહ્મા ભોજન ની મહિમા છે. શિવબાબા તો ખાશે નહીં. એ તો અભોક્તા છે. બાકી આ રથ તો ખાય છે ને? આપ બાળકોએ કોઈ સાથે આરગ્યું કરવાની જરુર નથી. હંમેશા પોતાની સેફ (સુરક્ષિત) સાઈડ રાખવી જોઈએ. શબ્દ જ બે બોલો-શિવબાબા કહે છે. શિવબાબા ને જ રુદ્ર કહેવાય છે. રુદ્ર જ્ઞાન-યજ્ઞ થી વિનાશ જ્વાળા નીકળી તો રુદ્ર ભગવાન થયા ને? શ્રીકૃષ્ણ ને તો રુદ્ર નહીં કહેવાશે. વિનાશ પણ કોઈ શ્રીકૃષ્ણ નથી કરાવતા, બાપ જ સ્થાપના, વિનાશ, પાલના કરાવે છે. સ્વયં કાંઈ નથી કરતા, નહીં તો દોષ પડી જાય. એ છે કરનકરાવનહાર. બાપ કહે છે હું કાંઈ કહેતો નથી કે વિનાશ કરો. આ બધું ડ્રામા માં નોંધાયેલું છે. શંકર કાંઈ કરે છે શું? કાંઈ પણ નહીં. આ ફક્ત ગાયન છે કે શંકર દ્વારા વિનાશ. બાકી વિનાશ તો તે જાતેજ કરી રહ્યા છે. આ અનાદિ બનેલો ડ્રામા છે જે સમજાવાય છે. રચયિતા બાપ ને જ બધા ભૂલી ગયા છે. કહે છે ગોડફાધર રચયિતા છે પરંતુ એમને જાણતા જ નથી. સમજે છે કે એ દુનિયા ક્રિયેટ કરે (રચે) છે. બાપ કહે છે હું ક્રિયેટ નથી કરતો, હું ચેન્જ (પરિવર્તન) કરું છું. કળિયુગ ને સતયુગ બનાવું છું. હું સંગમ પર આવું છું, જેનાં માટે ગવાયેલું છે - સુપ્રીમ ઓસ્પીશિયસ (કલ્યાણકારી) યુગ. ભગવાન કલ્યાણકારી છે, બધા નું કલ્યાણ કરે છે પરંતુ કેવી રીતે અને શું કલ્યાણ કરે છે? આ કોઈ જાણતું નથી. અંગ્રેજી માં કહે છે લિબ્રેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક), પરંતુ તેનો અર્થ થોડી સમજે છે? કહે છે ભક્તિ પછી ભગવાન મળશે, સદ્દગતિ મળશે. સર્વ ની સદ્દગતિ તો કોઈ મનુષ્ય કરી ન શકે. નહીં તો પરમાત્મા ને પતિત-પાવન સર્વ નાં સદ્દગતિ દાતા કેમ ગવાય? બાપ ને કોઈ પણ જાણતા નથી, નિધન નાં છે. બાપ થી વિપરીત બુદ્ધિ છે. હવે બાપ શું કરે? બાપ તો સ્વયં માલિક છે. એમની શિવજયંતિ પણ ભારત માં મનાવે છે. બાપ કહે છે હું આવું છું ભક્તો ને ફળ આપવાં. આવું પણ ભારત માં છું. આવવા માટે મને શરીર તો જરુર જોઈએ ને? પ્રેરણા થી થોડી કાંઈ થશે. આમનાં માં પ્રવેશ કરી, આમનાં મુખ દ્વારા તમને જ્ઞાન આપું છું. ગૌમુખ ની વાત નથી. આ તો આ મુખ ની વાત છે. મુખ તો મનુષ્ય નું જોઈએ, નહીં કે જાનવર નું. આટલી પણ બુદ્ધિ કામ નથી કરતી. બીજી તરફ પછી ભાગીરથ દેખાડે છે, એ કેવી રીતે અને ક્યારે આવે છે, જરા પણ કોઈને ખબર નથી. તો બાપ બાળકો ને સમજાવે છે કે તમે મરી ગયા તો ભક્તિમાર્ગ ને એકદમ ભૂલી જાઓ. શિવ ભગવાનુવાચ મને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જશે. હું જ પતિત-પાવન છું. તમે પવિત્ર થઈ જશો પછી બધાને લઈ જઈશ. મેસેજ (સંદેશ) ઘર-ઘર માં આપો. બાપ કહે છે - મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. તમે પવિત્ર બની જશો. વિનાશ સામે છે. તમે બોલાવો પણ છો હે પતિત-પાવન આવો, પતિતો ને પાવન બનાવો, રામરાજ્ય સ્થાપન કરો, રાવણ રાજ્ય થી મુક્ત કરો. તે દરેક પોત-પોતાની માટે કોશિશ કરે છે. બાપ તો કહે છે હું આવીને સર્વ ની મુક્તિ કરું છું. બધા ૫ વિકારો રુપી રાવણ ની જેલ માં પડ્યા છે, હું સર્વ ની સદ્દગતિ કરું છું. મને કહેવાય પણ છે દુઃખહર્તા સુખકર્તા. રામરાજ્ય તો જરુર નવી દુનિયા માં હશે.

આપ પાંડવો ની હમણાં છે પ્રીત બુદ્ધિ. કોઈ-કોઈની તો તરત જ પ્રીત બુદ્ધિ બની જાય છે. કોઈ-કોઈની ધીરે-ધીરે પ્રીત જોડાય છે. કોઈ તો કહે છે બસ અમે બધું બાપ ને સમર્પણ કરીએ છીએ. એક સિવાય બીજું કોઈ રહ્યું જ નથી. બધાનો સહારો એક ગોડ (ઈશ્વર) જ છે. કેટલી સરળ માં સરળ વાત છે! બાપ ને યાદ કરો અને ચક્ર ને યાદ કરો તો ચક્રવર્તી રાજા-રાણી બનશો. આ સ્કૂલ જ છે વિશ્વ નાં માલિક બનવાની, ત્યારે ચક્રવર્તી રાજા નામ પડ્યું છે. ચક્ર ને જાણવાથી પછી ચક્રવર્તી બને છે. આ બાપ જ સમજાવે છે. બાકી દલીલ કાંઈ પણ નથી કરવાની. બોલો, ભક્તિમાર્ગ ની બધી વાતો છોડો. બાપ કહે છે ફક્ત મને યાદ કરો. મૂળ વાત જ આ છે. જે તીવ્ર પુરુષાર્થી હોય છે તે જોર થી (તીવ્રતા થી) ભણવામાં લાગી જાય છે, જેમને ભણવાનો શોખ હોય છે તે સવારે ઉઠીને અભ્યાસ કરે છે. ભક્તિવાળા પણ સવારે ઉઠે છે. નૌધા ભક્તિ કેટલી કરે છે, જ્યારે માથું કાપવા લાગે છે તો સાક્ષાત્કાર થાય છે. અહીં તો બાબા કહે છે આ સાક્ષાત્કાર પણ નુકસાનકારક છે. સાક્ષાત્કાર માં જવાથી ભણતર અને યોગ બંને બંધ થઈ જાય છે. સમય વેસ્ટ થઈ જાય છે એટલે ધ્યાન વગેરે નો શોખ તો બિલકુલ નથી રાખવાનો. આ પણ મોટી બીમારી છે, જેથી માયા ની પ્રવેશતા થઈ જાય છે. જેમ લડાઈ નાં સમયે સમાચાર સંભળાવે છે તો વચ્ચે એવી કોઈ ખરાબી કરી દે છે જે કોઈ સાંભળી ન શકે. માયા પણ અનેક ને વિઘ્ન નાખે છે. બાપ ને યાદ કરવા નથી દેતી. સમજાય છે આમની તકદીર માં વિઘ્ન છે. જોવાય છે કે માયા ની પ્રવેશતા તો નથી. બેકાયદેસર તો કાંઈ બોલતા નથી તો પછી ઝટ બાબા નીચે ઉતારી દેશે. ઘણાં મનુષ્ય કહે છે - અમને ફક્ત સાક્ષાત્કાર થાય તો આટલું બધું ધન-સંપત્તિ વગેરે અમે તમને આપી દઈશું. બાબા કહે છે આ તમે પોતાની પાસે જ રાખો. ભગવાન ને તમારા પૈસાની શું જરુર છે? બાપ તો જાણે છે આ જૂની દુનિયા માં જે કાંઈ છે, બધું ભસ્મ થઈ જશે. બાબા શું કરશે? બાબા પાસે તો ફુરી-ફુરી (ટીપે-ટીપે) તળાવ બની જાય છે. બાપ નાં ડાયરેક્શન પર ચાલો, હોસ્પિટલ સાથે યુનિવર્સિટી ખોલો, જ્યાં કોઈ પણ આવીને વિશ્વ નાં માલિક બની શકે. ત્રણ પગ પૃથ્વી પર બેસી તમારે મનુષ્ય ને નર થી નારાયણ બનાવવાનાં છે. પરંતુ ૩ પગ પૃથ્વી નાં પણ નથી મળતાં. બાપ કહે છે હું તમને બધા વેદો-શાસ્ત્રો નો સાર બતાવું છું. આ શાસ્ત્ર છે બધા ભક્તિમાર્ગ નાં. બાબા કોઈ નિંદા નથી કરતાં. આ તો ખેલ બનેલો છે. આ ફક્ત સમજાવવા માટે કહેવાય છે. છે તો પછી પણ ખેલ ને? ખેલ ની આપણે નિંદા ન કરી શકીએ. આપણે કહીએ છીએ જ્ઞાન-સૂર્ય, જ્ઞાન-ચંદ્રમા તો પછી તેઓ ચંદ્ર વગેરે માં જઈને શોધે છે. ત્યાં કોઈ રાજાઈ રાખી છે શું? જાપાની લોકો સૂર્ય ને માને છે. આપણે કહીએ છીએ સૂર્યવંશી, તે પછી સૂર્ય ની પૂજા કરે છે, સૂર્ય ને પાણી ચઢાવે છે. તો બાબાએ બાળકોને સમજાવ્યું છે કોઈ વાત માં વધારે દલીલ નથી કરવાની. વાત જ એક સંભળાવો બાપ કહે છે - મામેકમ્ યાદ કરો તો પાવન બનશો. હમણાં રાવણ રાજ્ય માં બધા પતિત છે. પરંતુ પોતાને પતિત કોઈ માને થોડી છે?

બાળકો, તમારી એક આંખ માં શાંતિધામ, એક આંખ માં સુખધામ બાકી આ દુઃખધામ ને ભૂલી જાઓ. તમે છો ચૈતન્ય લાઈટ-હાઉસ. હમણાં પ્રદર્શની માં પણ નામ રાખ્યું છે - ભારત ધ લાઈટ હાઉસ… પરંતુ તે કોઈ થોડી સમજશે? તમે હમણાં લાઈટ-હાઉસ છો ને? પોર્ટ (બંદર) પર લાઈટ-હાઉસ સ્ટીમર ને રસ્તો બતાવે છે. તમે પણ બધાને રસ્તો બતાવો છો મુક્તિ અને જીવન મુક્તિધામ નો. જ્યારે કોઈ પણ પ્રદર્શની માં આવે છે તો ખૂબ પ્રેમ થી બોલો - ગોડફાધર (પરમપિતા) તો બધા નાં એક છે ને? ગોડફાધર અથવા પરમપિતા કહે છે કે મને યાદ કરો તો જરુર મુખ દ્વારા કહેશે ને? બ્રહ્મા દ્વારા સ્થાપના, આપણે બધા બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ છીએ બ્રહ્મા મુખ વંશાવલી. આપ બ્રાહ્મણો ની તે બ્રાહ્મણ પણ મહિમા ગાય છે બ્રાહ્મણ દેવતાય નમઃ. ઊંચા માં ઊંચા છે જ એક બાપ. એ કહે છે હું તમને ઊંચા માં ઊંચો રાજયોગ શીખવાડું છું, જેનાથી તમે આખા વિશ્વ નાં માલિક બનો છો. તે રાજાઈ તમારી પાસે થી કોઈ છીનવી ન શકે. ભારત નું વિશ્વ પર રાજ્ય હતું. ભારત ની કેટલી મહિમા છે. હવે તમે જાણો છો કે આપણે શ્રીમત પર આ રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. તીવ્ર પુરુષાર્થી બનવા માટે ભણવાનો શોખ રાખવાનો છે. સવારે-સવારે ઉઠીને ભણતર ભણવાનું છે. સાક્ષાત્કાર ની આશા નથી રાખવાની, એમાં પણ સમય વેસ્ટ થાય છે.

2. શાંતિધામ અને સુખધામ ને યાદ કરવાનું છે, આ દુઃખધામ ને ભૂલી જવાનું છે. કોઈની સાથે પણ દલીલ નથી કરવાની, પ્રેમ થી મુક્તિ અને જીવનમુક્તિધામ નો રસ્તો બતાવવાનો છે.

વરદાન :-
સદા સુખો નાં સાગર માં લવલીન રહેવા વાળા અંતર્મુખી ભવ

કહેવાય છે અંતર્મુખી સદા સુખી. જે બાળકો સદા અંતર્મુખી ભવ નું વરદાન પ્રાપ્ત કરી લે છે તે બાપ સમાન સદા સુખ નાં સાગર માં લવલીન રહે છે. સુખદાતા નાં બાળકો સ્વયં પણ સુખ દાતા બની જાય છે. સર્વ આત્માઓ ને સુખ નો જ ખજાનો આપતા રહે છે. તો હવે અંતર્મુખી બની એવી સંપન્ન મૂર્ત બની જાઓ જે તમારી પાસે કોઈ પણ, કેવી પણ ભાવના થી આવે, પોતાની ભાવના સંપન્ન કરીને જાય. જેવી રીતે બાપ નાં ખજાના માં અપ્રાપ્ત કોઈ વસ્તુ નથી, તેવી રીતે તમે પણ બાપ સમાન ભરપૂર બનો.

સ્લોગન :-
રુહાની શાન માં રહો તો ક્યારેય પણ અભિમાન ની ફીલિંગ નહીં આવશે.

અવ્યક્ત ઇશારા - એકાંત પ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો

પોતાને સદૈવ અંડરગ્રાઉન્ડ અર્થાત્ અંતર્મુખી બનાવવાની કોશિશ કરો. અંડરગ્રાઉન્ડ પણ પૂરો કારોબાર ચાલે છે તેવી રીતે અંતર્મુખી બનીને પણ કાર્ય કરી શકો છો. અંતર્મુખી બનીને કાર્ય કરવાથી એક તો વિઘ્ન થી બચાવ, બીજો સમય નો બચાવ, ત્રીજો સંકલ્પો નો બચાવ તથા બચત થઈ જશે. એકાંતવાસી પણ અને સાથે-સાથે રમણીકતા પણ એટલી જ હોય.