19-04-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 15.12.2009
બાપદાદા મધુબન
“ પરિવાર ની સાથે પ્રીત
નિભાવવા માટે નોલેજફુલ બની બાપ સમાન સાક્ષીપણા ની સ્થિતિ માં રહેવાનું
છે , બાપ , સ્વ ,
ડ્રામા અને પરિવાર , ચારેય માં નિશ્ચયબુદ્ધિ બની વિજય બનવાનું છે”
આજે સમર્થ બાપ પોતાનાં
સમર્થ બાળકોને જોઈ રહ્યાં છે કારણકે દરેક બાળક સ્નેહ થી બાપ સમાન બનવાનો પુરુષાર્થ
ખૂબ લગન થી કરી રહ્યાં છે. બાપદાદા બાળકો ને જોઈ ખુશ થાય છે અને દિલ માં બાળકો નું
ગીત ગાય છે વાહ બાળકો વાહ! કારણકે બાળકો બાપ નાં પણ માથા નો તાજ છે. જુઓ બાળકોની
પૂજા ડબલ રુપ માં થાય છે, બાપ ની પૂજા એક રુપ માં થાય છે. તો બાળકો બાપ થી પણ બાપ
દ્વારા આગળ જાય છે એટલે બાપ બાળકોનાં પુરુષાર્થ ને જોઈ ખુશ છે. નંબરવાર તો છે પરંતુ
પુરુષાર્થ નું લક્ષ આગળ વધારી રહ્યાં છે.
આજે અમૃતવેલા ચારેય
તરફ નાં બાળકોમાં એક વાત જે જ્ઞાન નું ફાઉન્ડેશન છે તે જોયું. ફાઉન્ડેશન છે નિશ્ચય.
કહેવાયું પણ છે નિશ્ચયબુદ્ધિ વિજયી. તો તમારાં બધાનો નિશ્ચય જોયો, બધાનો નંબરવાર
બાપ માં તો નિશ્ચય છે જ, એની નિશાની બધા બાપ ને ઓળખી બાપ નાં બન્યાં છે અને અહીં પણ
બાપ ને મળવા માટે આવ્યાં છે. બાપ માં દરેક બાળક નો અટૂટ નિશ્ચય છે પરંતુ બાપ ની સાથે
બીજો પણ નિશ્ચય પાક્કો હોવો જોઈએ - તે છે સ્વ માં નિશ્ચય. સાથે ડ્રામા માં નિશ્ચય
અને પરિવાર માં નિશ્ચય. આ ચાર પ્રકાર નાં નિશ્ચય માં પાક્કું થવું અર્થાત્
નિશ્ચયબુદ્ધિ વિજયંતી બનવું. તો ચેક કરો કે આ ચારેય નિશ્ચય માં પાક્કા છો? બાપ માં
તો બધા કહો છો મારા બાબા અને હું બાપ નો. બાપ ને મારા કહીને બાપ નો પૂરો અધિકાર
પ્રાપ્ત કરી લીધો. સદા બાપ નાં દ્વારા અધિકારી બની સર્વ ખજાના નાં અધિકારી બની ગયાં.
સાથે સ્વ માં પણ નિશ્ચય જરુરી છે કેમ? જો સ્વ માં નિશ્ચય નથી તો દિલશિકસ્ત બની જાય
છે. સ્વ માં નિશ્ચય આ જ છે કે હું બાપ દ્વારા સ્વમાનધારી છું, સ્વરાજ્ય અધિકારી
છું. સ્વયં બાપે મને કેટલાં સ્વમાન આપ્યાં છે. એક-એક સ્વમાન ને સ્મૃતિ માં લાવો તો
કેટલો નશો ચઢે છે! આજકાલ કોઈ ને પણ કોઈ ટાઈટલ મળે છે તો તે પણ પોતાનું ભાગ્ય સમજે
છે. પરંતુ આપ બાળકોને એક-એક સ્વમાન કોણે આપ્યાં! સ્વયં બાપદાદાએ દરેક બાળકને
સ્વમાનધારી બનાવ્યાં છે. એક-એક સ્વમાન ને યાદ કરતા ખુશી માં ઉડો છો. તો સ્વ માં પણ
સદા નિશ્ચય નો એટલો નશો રહે કે હું બાપ દ્વારા સ્વરાજ્ય અધિકારી, સ્વમાન અધિકારી
કોટો માં કોઈ આત્મા છું. જેવી રીતે બાપ માં નિશ્ચય છે તો સાથે સ્વ માં પણ નિશ્ચય
અવશ્યક છે કારણકે જો સ્વ માં નિશ્ચય છે તો જ્યાં નિશ્ચય છે ત્યાં દરેક કર્મ માં
નિશ્ચયબુદ્ધિ અર્થાત્ સ્વમાનધારી વિજયી છે. નિશ્ચય નો અર્થ જ છે સફળતા. એવું નહીં
કે અમારો તો બાપ માં નિશ્ચય છે, બાપ માં છે તે તો ખૂબ સારું પરંતુ બાપ ની સાથે સ્વ
નો નશો પણ આવશ્યક છે, હું કોણ? એક-એક સ્વમાન ને યાદ કરો તો નિશ્ચય અને નશો તમારા
ચલન અને ચહેરા થી દેખાશે. દેખાઈ રહ્યો છે અને દેખાતો રહેશે. સાથે ત્રીજી વાત -
ડ્રામા માં પણ નિશ્ચય ખૂબ જરુરી છે કારણકે ડ્રામા માં સમસ્યાઓ પણ આવે છે અને સફળતા
પણ થાય છે. જો ડ્રામા માં પાક્કો નિશ્ચય છે તો ડ્રામા નાં નિશ્ચય થી જે નિશ્ચયબુદ્ધિ
છે તે સમસ્યા ને સમાધાન સ્વરુપ માં બદલી દે છે કારણકે નિશ્ચય અર્થાત્ વિજયી. તો કોના
ઉપર વિજયી બનીએ? પરિવર્તન કરવામાં, એક સેકન્ડ માં સમસ્યા પરિવર્તન થઈ સમાધાન સ્વરુપ
બની જાય છે. હલચલ માં નહીં આવશે, અચળ રહેશે કારણકે ડ્રામા નાં જ્ઞાન થી અચળ બની જાય
છે. આ નિશ્ચય રહે છે કે હું કલ્પ પહેલાં પણ સમાધાન સ્વરુપ અર્થાત્ સફળ આત્મા બન્યો
હતો, બની છું અને કલ્પ પછી પણ હું જ બનીશ. તો આ ડ્રામા નો નિશ્ચય નશો પાક્કો કરાવે
છે, ફખુર રહે છે, નશો રહે છે હું હતી, હું જ છું અને હું જ બનીશ એટલે આ પુરુષાર્થી
જીવન માં ડ્રામા નો નિશ્ચય પણ આવશ્યક છે અને સાથે ચોથો છે પરિવાર નો નિશ્ચય કારણકે
બાપે આવતા જ પરિવાર ને જન્મ આપ્યો. તો જેવી રીતે બાપ માં નિશ્ચય છે તેવી રીતે
પરિવાર માં પણ નિશ્ચય આવશ્યક છે કારણકે પરિવાર કોનો છે? અને આટલો મોટો પરિવાર બીજા
કોઈ નો હોઈ શકે છે! તો પરિવાર માં પણ નિશ્ચય અતિ આવશ્યક છે કારણકે આટલો મોટો પરિવાર
વિશ્વ માં કોઈનો છે? તો ચેક કરો કે તમારા જેટલો પરિવાર વિશ્વ માં કોઈનો છે? પરિવાર
ની રીતે કોઈ પણ ડિવાઇન ફાધર (ધર્મ સ્થાપક) નો પણ નથી ત્યાં ફોલોઅર્સ (અનુયાયી) છે,
અહીં પરિવાર છે. પરિવાર ની સાથે જ સેવા માં, સંબંધ માં રહો છો. એવું નહીં કે અમારું
તો બાપ સાથે જ કનેક્શન છે, પરિવાર સાથે નથી તો શું થયું? પરિવાર નો નિશ્ચય તો તમારો
૨૧ જન્મ ચાલવાનો છે. જાણો છો ને! પરિવાર સાથે જ સંબંધ માં આવવાથી ખબર પડે છે કે હું
આટલાં મોટા પરિવાર માં બધાથી નિશ્ચયબુદ્ધિ થઈ ચાલી રહ્યો છું, પરિવાર માં ચાલવા માટે
આ અટેન્શન આપવું પડે છે કે પરિવાર માં દરેક નાં સંસ્કાર ભિન્ન-ભિન્ન છે અને હશે.
તમારી યાદગાર માળા છે, માળા માં જુઓ ક્યાં એક નંબર અને ક્યાં ૧૦૮ માં નંબર કારણકે
પરિવાર માં ભિન્ન-ભિન્ન સંસ્કાર છે. તો આટલાં મોટા પરિવાર માં ચાલતાં સંસ્કારો ને
સમજી એકબીજા માં એક પરિવાર, એક બાપ, એક રાજ્ય, તો એક થઈને ચાલવાનું છે. પરિવાર માં
જેમ કે મોટો પરિવાર છે, એવી રીતે એકબીજા માં મોટું દિલ, દરેક નાં પ્રત્યે શુભ ભાવના,
શુભકામના ની સ્થિતિ માં સ્થિત થઈ ચાલવાનું છે કારણકે પરિવાર ની વચ્ચે જ
સંસ્કાર-સ્વભાવ આવે છે. પરંતુ કોઈ સમજે પરિવાર થી શું છે, બાબા સાથે તો છે. પરંતુ
અહીં ધર્મ અને રાજ્ય બંને ની સ્થાપના છે, ફક્ત ધર્મ નથી, બીજા જે પણ ધર્મ પિતા આવે
છે એમનો ફક્ત ધર્મ છે, રાજ્ય નથી, અહીં તો તમારે બધાને રાજ્ય પણ કરવાનું છે. તો
રાજ્ય માં પરિવાર ની આવશ્યકતા હોય છે અને ૨૧ જન્મ ભિન્ન-ભિન્ન રુપ થી પરિવાર ની સાથે
જ રહેવાનું છે, પરિવાર ને છોડીને ક્યાંય જઈ નહીં શકો. તો ચેક કરો એવું નથી સમજવાનું
કે બાપ જાણે હું જાણું. બાપ થી જ કાર્ય છે પરંતુ જો આ ચાર નિશ્ચય માં થી એક પણ
નિશ્ચય ઓછો છે તો હલચલ માં આવી જશો. સેવા નાં સાથી, બાપ તો સકાશ આપવા વાળા છે પરંતુ
સાથી કોણ? સાકાર માં સાથ તો પરિવાર નો છે તો બાપે જોયું છે કે ત્રણ નિશ્ચય માં
મેજોરીટી ઠીક ચાલી રહ્યાં છે પરંતુ પરિવાર ની સાથે નિભાવવું, સંસ્કાર મેળવવાં,
એક-એક ને કલ્યાણની ભાવના થી જોવા અને ચાલવું, આમાં ઘણા બાળકો યથાશક્તિ બની જાય છે.
પરંતુ બાપે જોયું કે જે પરિવાર નાં નિશ્ચય માં નોલેજફુલ થઈને સદા બાપ સમાન સાક્ષીપણા
ની સ્થિતિ માં રહી સંબંધ માં આવે છે, રહે છે તે જ નંબરવન કે નંબરવન ડિવિઝન માં આવે
છે. તો ચેક કરો ભાવ-સ્વભાવ પરિવાર માં હોય છે, તો નાની-નાની ભૂલો પણ થાય છે, વિઘ્ન
આવે છે તે પરિવાર નાં સંબંધ માં જ આવે છે. તો સૌથી આવશ્યક આ પરિવાર નાં સંબંધ માં
પાસ થવાનું છે. જો પરિવાર ની સાથે ચાલવામાં, તોડ નિભાવવામાં કોઈ પણ કમી આવે છે તો
તે વિઘ્ન નાનું હોય કે મોટું હોય પરંતુ હેરાન કરે છે. આ કેમ, આ કેવી રીતે, પરિવાર
નાં કનેક્શન માં આવે છે. તો કેમ નાં બદલે, કેમ નથી કરવાનું, પરંતુ અમારે મળીને
ચાલવાનું છે, પરિવાર ની પ્રીતિ નિભાવવાની છે કારણકે આ બાપ નો પરિવાર છે, ભગવાન નો
પરિવાર છે. રિવાજી પરિવાર નથી. નશો રહેવો જોઈએ કે વાહ બાબા, વાહ ડ્રામા, વાહ હું અને
વાહ પરિવાર! ઠીક છે? ચેક કરો છો? ચારેય માં પાસ છો? ચારેય માં? એક માં પણ ઓછું નહીં.
ચેક કરો. હમણાં-હમણાં ચેક કરો કારણકે વિજયી બનવાનું સાધન જ આ છે. પરિવાર ની વચ્ચે
સંસ્કાર નીકળે છે અને તે સંસ્કાર મેળવવા સ્વયં ને પણ પરિવર્તન કરજો અને પરિવાર ને
પણ એટલી ઊંચી દૃષ્ટિ થી જુઓ. બાપદાદાએ પહેલાં પણ કહ્યું છે બાપદાદા લાસ્ટ બાળક ને
પણ અતિ ભાગ્યવાન સમજે છે કેમ? ભગવાન ને ઓળખવા, સાધારણ રુપ માં બાપને ઓળખવા, જે આટલાં
મોટા-મોટા મહાત્માઓ પણ ઓળખી ન શક્યાં, પરંતુ બાપદાદા નું લાસ્ટ બાળક પણ મારા બાબા
કહે છે. દિલ થી મારા બાબા કહે છે. તો બાપદાદા જેવી રીતે લાસ્ટ બાળક ની પણ વિશેષતા
જોઈ, જેવી રીતે બીજા બાળકો ને લાડ-પ્યાર, યાદ-પ્યાર આપે છે તેવી રીતે લાસ્ટ વાળા ને
પણ આપે છે. તો ચેક કરો કે ત્રણેય માં ઠીક છો કે ચારેય માં ઠીક છો કે બે માં ઠીક છો
કે એક માં ઠીક છો? ચેક કર્યું? કર્યું ચેક? જે સમજે છે કે હું ચારેય નિશ્ચય માં બાપ,
આપ, ડ્રામા અને પરિવાર, ચારેય નિશ્ચય માં ઠીક છું તે હાથ ઉઠાવો. ઠીક છે? સારું ઠીક
છે, પેપર લે? હા, હાથ ઉઠાવો. સારું, પરિવાર માં પાસ છો. પરિવાર નાં સંબંધ માં આવવું,
કારણકે પરિવારને છોડીને તો ક્યાંય જશો નહીં, રહેવાનું જ છે, નિભાવવાનું જ છે. તો આમાં
પાસ છો? ક્યારેય એવું આવે છે કે આ નહીં હોત તો સારું હોત, આ કેમ કરે છે, આ કેમ થાય
છે, આ સંકલ્પ આવે છે… એકદમ પરિવાર નો નશો, ચારેય નિશ્ચય વાળા ક્યારેય પણ આવું-તેવું
સંકલ્પ માં પણ નહીં કરશે. સંકલ્પ માં આવે પણ કે આવું કેમ થાય છે, પરંતુ મને તે કેમ
કે શું હલાવે નહીં, મૂડ ન બદલી કરે, આને કહેવાય છે ચારેય માં પાસ. હાથ તો ઉઠાવ્યો,
બાપદાદા ને ખુશ કર્યા છે પરંતુ બાપદાદા નો આ જે પરિવાર ની વાત છે એમાં
ક્યારેક-ક્યારેક વાતો સાંભળવી પડે છે, જોવી પડે છે. એકદમ મોટું દિલ હોય, બધાને શુભ
ભાવના, શુભકામના થી ઠીક કરવાના છે, કારણકે પરિવાર જ એક છે. એકમત થઈને ચાલવું અને
ચલાવવાનાં છે. ફક્ત ચાલવાનું નથી ચલાવવાનાં પણ છે એટલે બાપદાદા આ વાત પર અટેન્શન
અપાવી રહ્યાં છે કે પરિવાર માં જે કાંઈ પણ હલચલ માં પાસ થઈ જાય છે, વ્યર્થ નથી ચાલતું,
એમને બીજાઓને એવાં બનાવવાનાં છે. હમણાં તો તમે પોત-પોતાનાં સેન્ટર પર કેટલાં રહો
છો, ચાલો વધારે માં વધારે ૨૫-૫૦, એટલાં હોતા નથી પરંતુ માની લો મોટું સ્થાન છે, એમાં
પણ ૫૦-૬૦ સારું વધારે માં વધારે ૧૦૦ પણ સમજો, એટલાં નથી પરંતુ સમજી લો, તો બાપદાદાએ
બધા સેન્ટર્સ નાં બાળકો ને, લાસ્ટ ને પણ પોતાનાં પ્યારા કહીને ચલાવ્યાં અને પ્રેમ
ની નિશાની છે રોજ બાપદાદા યાદ-પ્યાર શું આપે છે? મીઠાં-મીઠાં, જાણે છે ખાટાં પણ છે
પરંતુ મીઠાં-ખાટા ક્યારેય યાદ-પ્યાર માં કહ્યું છે? એમને પણ લાડલા કહે છે, ન ફક્ત
કહે છે પરંતુ મારા બાળકો છે, મારા ભાવ થી ચલાવે છે કારણકે ડ્રામા માં, માળા માં બધા
એક નંબર નથી, આ રીઝલ્ટ છે. સંસ્કાર ભિન્ન-ભિન્ન હોય છે, હોવાના છે, નહીં તો બધા રાજા
બની જાય, પ્રજા કોણ બનશે! રાજ્ય કોના પર કરશો? સારી પ્રજા પણ તો જોઈએ, રોયલ પ્રજા,
રાજધાની છે ને? એવી રીતે દરેક પોતાને ચેક કરો, પરિવાર માં કોઈ પણ વાત માં સંસ્કાર
ખરાબ છે, પરંતુ મારા સંસ્કાર શું છે? જો ખરાબ ને જોઈ મારા સંસ્કાર પણ ખરાબ થઈ ગયાં,
તો હું પણ તો ખરાબ થઈ ગયો. ખરાબ સારા ને પણ બદલી લે છે.
બાપે સ્થાપના નાં સમયે
૩૫૦-૪૦૦ ને ભેગા સંભાળ્યાં છે, આટલો તો હમણાં કોઈ નો સાથે રહેવા વાળો પરિવાર નથી.
ચાલો, ડ્યુટી અલગ-અલગ છે પરંતુ તે ડ્યુટી છે અને પરિવાર માં ડ્યુટી છે. રિવાજી
પરિવાર, રિવાજી ડ્યુટી, રિવાજી રીતી થી દિનચર્યા વિતાવી, આ નહીં, ન્યારો અને પ્યારો
પરિવાર છે. આમાં ડિસ્ટર્બ થવું, પછી બહાનું તો આ આપો છો કે આમણે કર્યું ત્યારે આ થયું.
આ કર્યું તો આ થયું, પરંતુ બાપ ની આગળ પણ શું ઓપોઝિશન નથી થઈ! ભાગન્તી પણ થયા ને! આ
ઓપોઝિશન નથી! પરંતુ બાપે છતાં પણ કહ્યું, કોઈ ભાગન્તી પણ થઈ ગયાં તો પણ ટોલી મોકલો,
એમને બોલાવવાની કોશિશ કરો, સર્વિસ કરો, યાદ અપાવો. એવી રીતે ચારેય નિશ્ચય માં પાસ
થવાનું છે કે ત્રણ માં, બે માં? નંબરવન થવાનું છે. એના માટે વિનાશ ની તૈયારીઓ હોવા
છતાં પણ હમણાં વિનાશ રોકાયેલો છે. પ્રકૃતિ પણ બાપ ની પાસે આવે છે, પ્રકૃતિ પણ કહે
છે હવે ખૂબ બોજો થઈ ગયો છે. પ્રકૃતિ પણ બોજ થી છૂટવા ઈચ્છે છે. માયા પણ કહે છે કે
હું જાણું છું કે મારો પાર્ટ હવે જવાનો છે પરંતુ બ્રાહ્મણ પરિવાર માં એવાં પણ બાળકો
છે જે નાની વાત માં મારા સાથી બની જાય છે. બેસાડી દે છે મને. તો પોતાનું રાજ્ય
લાવવામાં આ ચારેય નિશ્ચય ટકાવારી માં છે એટલે સમય પણ રોકાયેલો છે. બાકી માયા અને
પ્રકૃતિ બંને રેડી (તૈયાર) છે. હવે બતાવો ઓર્ડર કરે? બાળકો જો એવરરેડી નથી તો માયા
અને પ્રકૃતિ ને ઓર્ડર કરે? કરે? હાથ ઉઠાવો, તૈયાર છો? એવી રીતે નહીં હાથ ઉઠાવો.
પેપર આવશે, આવશે પેપર. એવરરેડી?
હવે બાપદાદા ની દરેક
બાળક માં આ જ આશા છે કે કેવી રીતે ને મિટાવી એવી રીતે કરો. કેવી રીતે કરું, કેવી
રીતે થાય, નહીં. આવી રીતે થાય. શું કરીએ નહીં, આવી રીતે કરીએ. આ આશા ક્યાં સુધી પૂરી
કરશો? કેટલો સમય જોઈએ? કારણકે બધાને તૈયાર થવાનું છે. જો તમે તૈયાર છો, હાથ ઉઠાવ્યો,
તો એમનું કામ શું છે? એકબીજા ને આપ સમાન બનાવવાં. સારું - બાપદાદાએ બધા સમાચારો નું
રીઝલ્ટ સાંભળ્યું છે, જે પણ ચાલ્યું છે, સારું ચાલ્યું અને રીઝલ્ટ પણ સારું
ઉમંગ-ઉત્સાહ નું રહ્યું છે એટલે હવે લક્ષ રાખો થવાનું જ છે, કરવાનું જ છે, સમાપ્તિ
ને સમીપ લાવો. તમે થોડા હલો છો ને તો સમાપ્તિ પણ દૂર થઈ જાય છે. તમારે જ સમાપ્તિ ને
સમીપ લાવવાની છે કારણકે રાજ્ય કરવાવાળા તૈયાર નહીં હશે તો સમય શું કરશે? એટલે બધા
બહાના, કારણ, કારણ શબ્દ ને સમાપ્ત કરો. નિવારણ સામે લાવો કારણકે તમારા બધાનું આ જ
લક્ષ છે ને કે દુઃખીઓને સંદેશ આપી મુક્ત કરીએ. એમને મુક્ત કર્યા વગર તમે મુક્તિ માં
જઈ નહીં શકો. તો એમને મુક્ત કરો કારણકે બાપ આવ્યાં છે ને તો આખાં વિશ્વ નાં બાળકો
ને વારસો તો આપશે ને? તમને જીવનમુક્તિ નો વારસો આપશે પરંતુ બધા બાળકો તો છે ને? એમને
પણ વારસો તો આપવાનો છે ને? તો એમનો વારસો છે મુક્તિ, તમારો વારસો છે જીવનમુક્તિ.
જ્યાં સુધી મુક્તિ નહીં આપશો તો તમે પણ જઈ નહીં શકશો. એટલાં માટે ૧૨ વખત ફરિશ્તા
રુપ ની અને ૧૨ વખત નિરાકારી સ્વરુપ માં સ્થિત થવાની ડ્રિલ કરો. રાત અને દિવસ નાં ૨૪
કલાક છે અને ૨૪ વાર આ ડ્રિલ કરવાની છે, નિંદર નાં સમયે, નિંદર ભલે કરો. બાપદાદા આ
નથી કહેતા કે નિંદર નહીં કરો. નિંદર કરો પરંતુ દિવસ માં વધારો. જ્યારે કોઈ ફંક્શન
કરો છો તો આખો-આખો દિવસ કામ કરો છો ને? જાગો છો ને? એવી રીતે આ ડ્રિલ માટે પણ સમય
કાઢો. અચ્છા.
ચારેય તરફ નાં બાપ
નાં સ્નેહી, જે સ્નેહી હોય છે તે સહયોગી જરુર હોય છે, સ્નેહ નું રિટર્ન પ્રત્યક્ષ
રુપ તે દરેક કાર્ય માં તન-મન-ધન-જન માં એકબીજા નાં સહયોગી જરુર હશે. તો એવાં સ્નેહી
અને સહયોગી બાળકો, જે સદા બાપ નાં પ્રેમ માં લવલીન રહેવાવાળા છે, લવ માં નહીં, પરંતુ
લવલીન રહેવાવાળા અને સદા બાપ નાં સર્વ કાર્ય માં સમય, સંકલ્પ લગાવવા વાળા, કારણકે
સંગમયુગ માં સમય અને સંકલ્પ ની ખૂબ વેલ્યુ છે, એક જન્મ માં અનેક જન્મો ની પ્રારબ્ધ
બનાવવા વાળા, એવાં તીવ્ર પુરુષાર્થી દરેક ગુણ, દરેક શક્તિ ને, દરેક સમય અનુસાર
કાર્ય માં લગાવવા વાળા એવાં ગુણ સંપન્ન, શક્તિ સંપન્ન બાળકોને ખૂબ-ખૂબ પદમ-પદમ ગુણા
યાદપ્યાર અને નમસ્તે
વરદાન :-
વિધાતા ની સાથે
- સાથે વરદાતા બની સર્વ આત્માઓ માં બળ ભરવા વાળા રહેમદિલ ભવ
જો કોઈ આત્મા ઈચ્છુક
છે પરંતુ હિંમત ન હોવાનાં કારણે ઈચ્છવા છતાં પણ પ્રાપ્તિ નથી કરી શકતાં તો એવાં
આત્માઓ માટે વિધાતા અર્થાત્ જ્ઞાન દાતા બનવાની સાથે-સાથે રહેમદિલ બની વરદાતા બનો,
એમને પોતાની શુભભાવના નું એક્સ્ટ્રા બળ આપો. પરંતુ એવાં વરદાન ની મૂરત ત્યારે બની
શકશો, જ્યારે તમારો દરેક સંકલ્પ બાપ નાં પ્રત્યે કુરબાન હોય. દરેક સમય, દરેક સંકલ્પ,
દરેક કર્મ માં વારી જાઉં નું જે વચન દીધું છે, એને પાલન કરો.
સ્લોગન :-
પોતાનાં સત્ય
સ્વરુપ ની સ્મૃતિ હોય તો સત્યતા ની શક્તિ આવી જશે.
આ અવ્યક્ત ઈશારા -
મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો
બાપદાદા હવે એક-એક
બાળક નાં મસ્તક માં સંપૂર્ણ પવિત્રતા ની ચમકતી મણી જોવા ઈચ્છે છે. રુહાનિયત થી ચમકતા
નયન જોવા ઈચ્છે છે, બોલ માં મધુરતા, વિશેષતા, અમૂલ્ય બોલ સાંભળવા ઈચ્છે છે અને કર્મ
માં સંતુષ્ટતા, નિર્માણતા સદા જોવા ઈચ્છે છે.