19-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બધાં કરતાં મૂળ સેવા છે બાપ ની યાદ માં રહેવું અને બીજાઓને યાદ અપાવવી , તમે કોઈ ને પણ બાપનો પરિચય આપી એમનું કલ્યાણ કરી શકો છો”

પ્રશ્ન :-
કઈ એક નાનકડી આદત પણ ખૂબ મોટી અવજ્ઞા કરાવી દે છે? એનાથી બચવાની યુક્તિ કઈ છે?

ઉત્તર :-
જો કોઈમાં કંઈક છુપાવવાની અથવા ચોરી કરવાની આદત છે તો પણ ખૂબ મોટી અવજ્ઞા થઈ જાય છે. કહેવાય છે - કખ કા ચોર સો લખ કા ચોર. લોભ વશ ભૂખ લાગી તો છૂપાવીને પૂછ્યા વગર ખાઈ લેવું, ચોરી કરી લેવી-આ ખૂબ ખરાબ આદત છે. આ આદત થી બચવા માટે બ્રહ્મા બાપ સમાન ટ્રસ્ટી બનો. જે પણ આવી આદતો છે, તે બાપ ને સાચ્ચુ-સાચ્ચુ સંભળાવી દો.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકોને સમજાવે છે. બાળકો જાણે છે આપણે બેહદનાં બાપની સામે બેઠાં છીએ. અમે ઈશ્વરીય પરિવાર નાં છીએ. ઈશ્વર નિરાકાર છે. આ પણ જાણે છે, તમે આત્મ-અભિમાની થઈને બેઠાં છો. હવે આમાં કોઈ સાયન્સ ઘમંડ તથા હઠયોગ વગેરે કરવાની વાત નથી. આ છે બુદ્ધિનું કામ. આ શરીરનું કંઈ પણ કામ નથી. હઠયોગ માં શરીરનું કામ રહે છે. અહીં બાળક સમજી બાપની સામે આપણે બેઠાં છીએ. જાણીએ છીએ કે બાપ આપણને ભણાવી રહ્યા છે. એક તો કહે છે પોતાને આત્મા સમજો બાપ ને યાદ કરો તો મીઠાં બાળકો, તમારા બધાં પાપ કપાઈ જશે. અને ચક્ર ફેરવો, બીજાઓની સર્વિસ કરી આપ-સમાન બનાવો. બાપ એક-એક ને જુએ છે કે આ શું સર્વિસ કરી રહ્યા છે? સ્થૂળ સેવા કરે છે, સૂક્ષ્મ સેવા કરે છે કે મૂળ સેવા કરે છે? એક-એક ને બાપ જુએ છે. આ બધાને બાપનો પરિચય આપે છે. મૂળ વાત છે આ. દરેક બાળક ને બાપનો પરિચય આપે છે, બીજાઓને સમજાવે છે કે બાપ કહે છે મને યાદ કરો તો તમારા જન્મ-જન્માંતર નાં પાપ ખતમ થઈ જશે. ક્યાં સુધી આ સર્વિસ માં રહે છે? પોતાની સાથે તુલના કરે છે, સૌથી વધારે સર્વિસ કોણ કરે છે? કેમ નહીં હું આમનાથી પણ વધારે સર્વિસ કરું? આમના કરતાં પણ વધારે યાદ ની યાત્રા માં દોડી શકે છે કે નહીં? દરેક ને બાબા જુએ છે. બાબા દરેક ને સમાચાર પૂછે છે - કઈ-કઈ સેવા કરે છે? કોઈ ને બાપ નો પરિચય આપી એમનું કલ્યાણ કરે છે? સમય વેસ્ટ તો નથી કરતાં? મૂળ વાત છે જ આ, આ સમયે બધાં આરફન (અનાથ) છે. બેહદનાં બાપ ને કોઈ પણ નથી જાણતાં. બાપ પાસે થી વારસો તો જરુર મળે છે. આપ બાળકોને મુક્તિ-જીવનમુક્તિધામ બંને બુદ્ધિમાં છે. બાળકોએ આ પણ સમજવાનું છે કે આપણે હમણાં ભણી રહ્યા છીએ. પછી સ્વર્ગમાં આવીને જીવનમુક્તિ નું રાજ્ય-ભાગ્ય લઈશું. બાકી અનેક આત્માઓ જે પણ બીજા ધર્મ વાળા છે, તે તો કોઈ પણ નહીં રહેશે. ફક્ત આપણે જ ભારત માં રહીશું. બાપ બાળકોને શીખવાડે છે - બુદ્ધિમાં શું-શું રહેવું જોઈએ! અહીં તમે સંગમયુગ પર બેઠાં છો તો ખાવા-પીવાનું પણ શુદ્ધ પવિત્ર જરુર જોઈએ. જાણો છો આપણે ભવિષ્ય માં સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી બનીએ છીએ. આ મહિમા શરીરધારી આત્માઓની છે, ફક્ત આત્માની મહિમા તો નથી. દરેક આત્મા નો પાર્ટ પોત-પોતાનો છે, જે અહીં આવીને ભજવે છે. તમારી બુદ્ધિમાં મુખ્ય ઉદ્દેશ છે, આપણે આમનાં જેવા બનવાનું છે. બાપ નું ફરમાન છે - બાળકો, પવિત્ર બનો. પૂછશે કેવી રીતે પવિત્ર રહીએ? કારણ કે માયા નાં તોફાન ખૂબ આવે છે. બુદ્ધિ ક્યાં-ક્યાં ચાલી જાય છે? એને કેવી રીતે છોડીએ? બાળકોની બુદ્ધિ તો ચાલે છે ને? બીજા કોઈની બુદ્ધિ નથી ચાલતી. બાપ, ટીચર, ગુરુ પણ તમને મળ્યા છે. આ પણ તમે જાણો છો-ઊંચામાં ઊંચા ભગવાન છે. એ બાપ, ટીચર, જ્ઞાન નાં સાગર પણ છે. બાપ આવે છે આપણને આત્માઓને સાથે લઈ જવા માટે. સતયુગ માં ખૂબ થોડા દેવી-દેવતા રહે છે. આ વાતો તમારા સિવાય બીજા કોઈની બુદ્ધિમાં નહીં હશે. તમારી બુદ્ધિમાં છે કે વિનાશ પછી આપણે જ થોડા હોઈશું. અને આટલા બધાં ધર્મ, ખંડ વગેરે નહીં હશે. આપણે જ વિશ્વનાં માલિક હોઈશું. આપણું જ એક રાજ્ય હશે. ખૂબ સુખ નું રાજ્ય હશે. બાકી એમાં વેરાયટી (વિભિન્ન) પદવાળા હશે. આપણું શું પદ હશે? આપણે કેટલી રુહાની સેવા કરીએ છીએ? બાપ પણ પૂછે છે. એવું નથી, બાબા અંતર્યામી છે. બાળકો દરેક સ્વયં સમજી શકે છે-અમે શું કરી રહ્યા છીએ? જરુર સમજતા હશે પહેલાં નંબર માં સેવા તો આ દાદા જ કરી રહ્યા છે શ્રીમત પર. ઘડી-ઘડી બાપ સમજાવે છે-મીઠાં-મીઠાં બાળકો, પોતાને આત્મા સમજો, દેહ-અભિમાન છોડો. આત્મા કેટલો સમય સમજે છે? આ પાક્કુ કરવાનું છે-આપણે આત્મા છીએ. બાપ ને યાદ કરવાના છે. આનાથી જ બેડો પાર થાય છે. યાદ કરતા-કરતા જૂની દુનિયા થી નવી દુનિયામાં ચાલ્યા જશો. હવે બાકી થોડો સમય છે. પછી આપણે પોતાનાં સુખધામ માં ચાલ્યા જઈશું. મુખ્ય રુહાની સેવા છે-બધાને બાપનો પરિચય આપવો, આ છે સૌથી સહજ વાત. સ્થૂળ સર્વિસ કરવામાં, ભોજન બનાવવામાં, ભોજન ખાવા માં પણ મહેનત લાગે છે. આમાં તો મહેનત ની કોઈ વાત નથી. ફક્ત પોતાને આત્મા સમજવાનું છે. આત્મા અવિનાશી, શરીર વિનાશી છે. આત્મા જ પૂરો પાર્ટ ભજવે છે. આ શિક્ષા બાપ એક જ વાર આવીને આપે છે જ્યારે વિનાશ નો સમય થાય છે. નવી દુનિયા છે જ દેવી-દેવતાઓની. એમાં જરુર જવાનું છે. બાકી આખી દુનિયાને શાંતિધામ જવાનું છે, આ જૂની દુનિયા રહેશે નહીં. તમે નવી દુનિયામાં હશો તો જૂની દુનિયાની યાદ હશે? કંઈ પણ નહીં. તમે સ્વર્ગ માં હશો, રાજ્ય કરતા હશો. આ બુદ્ધિમાં રહેવાથી ખુશી થાય છે. સ્વર્ગ ને અનેક નામ આપી દીધાં છે. નર્ક ને પણ અનેક નામ આપેલા છે-પાપ આત્માઓની દુનિયા, હેલ, દુઃખધામ. હવે આપ બાળકો જાણો છો બેહદનાં બાપ એક જ છે. આપણે એમનાં સિકિલધા બાળકો છીએ, તો એવા બાપ સાથે પ્રેમ પણ ખૂબ હોવો જોઈએ. બાપ નો પણ ખૂબ પ્રેમ છે બાળકો માં, જે ખૂબ સર્વિસ કરે છે, કાંટા ને ફૂલ બનાવે છે. મનુષ્ય થી દેવતા બનવાનું છે ને? બાપ સ્વયં નથી બનતાં, આપણને બનાવવા આવ્યા છે. તો અંદર ખૂબ ખુશી થવી જોઈએ. સ્વર્ગમાં અમે કયું પદ મેળવીશું? અમે શું સેવા કરીએ છીએ? ઘર માં નોકર-ચાકર છે, એમને પણ પરિચય આપવો જોઈએ. જે પોતે કનેક્શન માં આવે છે, એમને શિક્ષા આપવી જોઈએ. બધાની સેવા કરવાની છે ને? અબળાઓની, ગરીબો ની, ભીલડીઓની. ગરીબ તો ખૂબ છે, તે સુધરી જશે, કોઈ પાપ વગેરે નહીં કરશે. નહીં તો પાપ કર્મ કરતા રહેશે. જુઓ છો જુઠ્ઠ, ચોરી પણ કેટલી છે? નોકર લોકો પણ ચોરી કરી લે છે. નહીં તો ઘર માં બાળકો છે, તાળું કેમ લગાવે? પરંતુ આજકાલ નાં બાળકો પણ ચોર બની જાય છે. કંઈ ને કંઈ છુપાવીને ઉઠાવી લે છે. કોઈ ને ભૂખ લાગે છે તો લાલચ નાં કારણે ખાઈ લે છે. લોભ વાળા જરુર કંઈક ચોરી કરીને ખાતા હશે. આ તો શિવબાબા નો ભંડારો છે, આમાં તો પાઈ ની પણ ચોરી ન કરવી જોઈએ. બ્રહ્મા તો ટ્રસ્ટી છે. બેહદનાં બાપ ભગવાન તમારી પાસે આવ્યા છે. ભગવાન નાં ઘર માં ક્યારેય કોઈ ચોરી કરતા હશે? સ્વપ્ન માં પણ નહીં. તમે જાણો છો ઊંચા માં ઊંચા છે શિવ ભગવાન. એમનાં આપણે બાળકો છીએ. તો આપણે દૈવી કર્મ કરવા જોઈએ.

તમે ચોરી કરવા વાળા ને પણ જેલ માં જઈને જ્ઞાન આપો છો. અહીં શું ચોરી કરશે? ક્યારેક કેરી ઉઠાવી, ક્યારેક વસ્તુ ઉઠાવીને ખાધી-આ પણ ચોરી છે ને? કોઈ પણ વસ્તુ પૂછ્યા વગર ઉઠાવવી ન જોઈએ. હાથ પણ ન લગાવવો જોઈએ. શિવબાબા આપણા બાપ છે, એ સાંભળે છે, જુએ છે. પૂછે છે બાળકોમાં કોઈ અવગુણ તો નથી? જો કોઈ અવગુણ છે તો સંભળાવી દો. દાન માં આપી દો. દાન માં આપીને પછી કોઈ અવજ્ઞા કરશો તો ખૂબ સજા ખાશો. ચોરી ની આદત ખૂબ ખરાબ હોય છે. સમજો, કોઈ સાયકલ ઉઠાવે છે, પકડાઈ જાય છે. કોઈ દુકાન માં ગયા, બિસ્કીટ નો ડબ્બો છુપાવી લીધો કે કોઈ નાની-નાની વસ્તુ છુપાવી લે છે. દુકાનવાળા ખૂબ સંભાળ રાખે છે. તો આ પણ ખૂબ મોટી ગવર્મેન્ટ છે, પાંડવ ગવર્મેન્ટ પોતાનું દૈવી રાજ્ય સ્થાપન કરી રહી છે. બાપ કહે છે હું તો રાજ્ય નથી કરતો. તમે પાંડવ જ રાજ્ય કરો છો. એમણે પછી પાંડવ-પતિ શ્રીકૃષ્ણ ને કહી દીધાં છે. પાંડવ-પિતા કોણ છે? તમે જાણો છો-સામે બેઠાં છે. દરેક અંદર સમજી શકે છે-અમે બાબા ની શું સેવા કરીએ છીએ? બાબા આપણને વિશ્વની બાદશાહી આપી સ્વયં વાનપ્રસ્થ માં ચાલ્યા જાય છે. કેટલી નિષ્કામ સેવા કરે છે? બધાં સુખી અને શાંત થઈ જાય છે. તે તો ફક્ત કહે છે વિશ્વ માં શાંતિ થાય. શાંતિ ની પ્રાઈઝ આપતા રહે છે. અહીં આપ બાળકો જાણો છો, આપણને તો ખૂબ ભારી પ્રાઈઝ મળે છે. જે સારી સર્વિસ કરે છે, એમને મોટી પ્રાઈઝ મળે છે. ઊંચા માં ઊંચી સેવા છે-બાપ નો પરિચય આપવો, આ તો કોઈ પણ કરી શકે છે. બાળકોએ આ (દેવતા) બનવાનું છે તો સેવા પણ કરવી જોઈએ ને? આમને જુઓ, આ પણ લૌકિક પરિવાર વાળા હતાં ને? આમની પાસે બાબાએ કરાવ્યું. આમનામાં પ્રવેશ કરી આમને પણ કહે છે, તો તમને પણ કહે છે કે આ કરો. મને કેવી રીતે કહેશે? મારામાં પ્રવેશ થઈને કરાવે છે. કરન-કરાવનહાર છે ને? બેઠાં-બેઠાં કહ્યું આ છોડો, આ તો છી-છી દુનિયા છે, ચાલો વૈકુંઠ. હવે વૈકુંઠનાં માલિક બનવાનું છે. બસ, વૈરાગ આવી ગયો. બધાં સમજતા હતાં-આમને શું થયું છે? આટલાં સારા જબરજસ્ત ફાયદા વાળા વેપારી આ શું કરે છે! ખબર થોડી હતી કે આ શું જઈને કરશે? છોડવાનું કોઈ મોટી વાત થોડી છે? બસ, બધું ત્યાગી દીધું. બીજા બધાને પણ ત્યાગ કરાવ્યો. બાળકો ને પણ ત્યાગ કરાવ્યો. હવે આ રુહાની સેવા કરવાની છે, બધાને પવિત્ર બનાવવાનાં છે. બધાં કહેતા હતાં-અમે જ્ઞાન અમૃત પીવા જઈએ છીએ. નામ માતા નું લેતા હતાં. ઓમ રાધે ની પાસે જ્ઞાન અમૃત પીવા જઈએ છીએ. કોણે આ યુક્તિ રચી? શિવબાબાએ આમનામાં પ્રવેશ કરી કેટલી સારી યુક્તિ રચી. જે કોઈ આવશે, જ્ઞાન અમૃત પીશે. આ પણ ગાયન છે અમૃત છોડી વિષ શા માટે ખાઈએ? વિષ (વિકાર) છોડી જ્ઞાન અમૃત પી ને પાવન દેવતા બનવાનું છે. શરુ માં આ વાત હતી. કોઈ પણ આવતા હતાં તો એમને કહેતા હતાં પાવન બનો. અમૃત પીવાનું છે તો વિષ ને છોડી દેવાનું છે. પાવન વૈકુંઠ નાં માલિક બનવું છે તો એક ને જ યાદ કરવાના છે. તો જરુર ઝઘડો ચાલશે ને? શરુ ની ખિટપિટ હજી સુધી ચાલતી આવી છે. અબળાઓ પર કેટલાં અત્યાચાર થાય છે? જેટલા તમે ખૂબ પાક્કા થતા જશો પછી સમજશે પવિત્રતા તો સારી છે. એના માટે જ પોકારે છે - બાબા, આવીને અમને પાવન બનાવો. પહેલાં તમારા પણ કેરેક્ટર શું હતાં? હવે શું બની રહ્યા છો? પહેલાં તો દેવતાઓની આગળ જઈને કહેતા હતાં અમે પાપી છીએ. હવે એવું નહીં કહેશો કારણ કે તમે જાણો છો આપણે હવે આ બની રહ્યા છીએ.

બાળકોએ પોતાને પૂછવું જોઈએ-અમે ક્યાં સુધી સેવા કરીએ છીએ? જેમ કે ભંડારી છે, તમારા માટે કેટલી સેવા કરે છે! કેટલું એમનું પુણ્ય બને છે! અનેક ની સેવા કરે છે, તો બધાનાં આશીર્વાદ એમના પર આવે છે. ખૂબ મહિમા લખે છે. ભંડારી ની તો કમાલ છે, કેટલો પ્રબંધ રાખે છે! આ તો થઈ સ્થૂળ સર્વિસ. સૂક્ષ્મ પણ કરવી જોઈએ. બાળકો કહે છે-બાબા, આ પ ભૂત ખૂબ તીખા (દુશ્મન) છે, જે યાદ માં રહેવા નથી દેતાં. બાબા કહે છે બાળકો શિવબાબા ને યાદ કરી ભોજન બનાવો. એક શિવબાબા સિવાય બીજું કોઈ નથી. એ જ સહાયતા કરે છે. ગાયન પણ છે ને શરણ પડી મૈં તેરે… સતયુગ માં થોડી આવું કહેવાશે? હમણાં તમે શરણ માં આવ્યા છો. કોઈને ભૂત લાગે છે, તો ખૂબ દુઃખી કરે છે. તે અશુદ્ધ સોલ (આત્મા) આવે છે. તમને કેટલાં ભૂત લાગેલા છે? કામ, ક્રોધ, લોભ, મોહ… આ ભૂત તમને ખૂબ દુઃખી કરે છે. તે અશુદ્ધ આત્મા તો કોઈ-કોઈને હેરાન કરે છે. તમને ખબર છે-આ પ ભૂત તો ૨૫૦૦ વર્ષ થી ચાલી રહ્યા છે. તમે કેટલા હેરાન થઈ ગયા છો? આ પ ભૂતોએ કંગાળ બનાવી દીધાં છે. દેહ-અભિમાન નું ભૂત છે નંબરવન. કામ નું પણ મોટું ભૂત છે. એણે તમને કેટલાં હેરાન કર્યા છે? આ પણ બાપે બતાવ્યું છે. કલ્પ-કલ્પ તમને આ ભૂત લાગે છે. યથા રાજા-રાણી તથા પ્રજા, બધાને ભૂત લાગેલું છે. તો આને ભૂતો ની દુનિયા કહેવાશે. રાવણ રાજ્ય એટલે આસુરી રાજ્ય. સતયુગ-ત્રેતા માં ભૂત હોતાં નથી. એક ભૂત પણ કેટલાં હેરાન કરી દે છે? આની કોઈને ખબર નથી. પ વિકારો રુપી રાવણ નું ભૂત છે, જેનાથી બાપ આવીને છોડાવે છે. તમારામાં પણ કોઈ-કોઈ સમજદાર છે, જેમની બુદ્ધિમાં બેસે છે. આ જન્મ માં તો એવું કોઈ કામ નથી કરવાનું. ચોરી કરી, દેહ-અભિમાન આવ્યું તો રિઝલ્ટ શું થશે? પદ ભ્રષ્ટ થઈ જશે. કંઈ ને કંઈ ઉઠાવી લે છે. કહે છે કખ કા ચોર સો લખ કા ચોર. યજ્ઞ માં તો એવું કામ ક્યારેય નથી કરવાનું. આદત પડી જાય છે તો પછી ક્યારેય છૂટતી નથી. કેટલું માથું મારે છે? અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્થૂળ સેવા ની સાથે-સાથે સૂક્ષ્મ અને મૂળ સેવા પણ કરવાની છે. બધાને બાપ નો પરિચય આપવો, આત્માઓનું કલ્યાણ કરવું, યાદ ની યાત્રા માં રહેવું આ છે સાચ્ચી સેવા. આ જ સેવામાં બીઝી રહેવાનું છે, પોતાનો સમય વેસ્ટ નથી કરવાનો.

2. સેન્સિબલ (સમજદાર) બની પ વિકારો રુપી ભૂતો પર વિજય પ્રાપ્ત કરવાનો છે. ચોરી અથવા ખોટું બોલવાની આદત કાઢી નાખવાની છે. દાન માં આપેલી વસ્તુ પાછી નથી લેવાની.

વરદાન :-
શરીર ની વ્યાધિઓ નાં ચિંતન થી મુક્ત , જ્ઞાન - ચિંતન તથા સ્વ - ચિંતન કરવા વાળા શુભચિંતક ભવ

એક છે શરીર ની વ્યાધિ આવવી, એક છે વ્યાધિ માં હલી જવું. વ્યાધિ આવવી આ તો ભાવિ છે પરંતુ શ્રેષ્ઠ સ્થિતિ નું હલી જવું-આ બંધનયુક્ત ની નિશાની છે. જે શરીર ની વ્યાધિ નાં ચિંતન થી મુક્ત રહી સ્વ-ચિંતન, જ્ઞાન-ચિંતન કરે છે એ જ શુભચિંતક છે. પ્રકૃતિ નું ચિંતન વધારે કરવાથી ચિંતા નું રુપ થઈ જાય છે. આ બંધન થી મુક્ત થવું આને જ કર્માતીત સ્થિતિ કહેવાય છે.

સ્લોગન :-
સ્નેહ ની શક્તિ સમસ્યા રુપી પહાડ ને પાણી જેવી હળવી બનાવી દે છે.