19-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે ડબલ સિરતાજ ( તાજધારી ) રાજા બનવાનું છે તો ખૂબ સર્વિસ કરો , પ્રજા બનાવો , સંગમ પર તમારે સર્વિસ જ કરવાની છે , આમાં જ કલ્યાણ છે”

પ્રશ્ન :-
જૂની દુનિયાનાં વિનાશ પહેલાં દરેકે કયો શૃંગાર કરવાનો છે?

ઉત્તર :-
આપ બાળકો યોગબળ થી પોતાનો શૃંગાર કરો, આ યોગબળ થી જ આખું વિશ્વ પાવન બનશે. તમારે હવે વાનપ્રસ્થ માં જવાનું છે એટલે આ શરીર નો શૃંગાર કરવાની જરુર નથી. આ તો વર્થ નોટ એ પેની છે, આમાંથી મમત્વ કાઢી નાખો. વિનાશ પહેલાં બાપ સમાન રહેમદિલ બની પોતાનો અને બીજાઓનો શૃંગાર કરો. આંધળાઓની લાઠી બનો.

ઓમ શાંતિ!
હવે આ તો બાળકો સારી રીતે સમજી ગયા છે કે બાપ આવે છે પાવન બનવાનો રસ્તો બતાવવાં. એમને બોલાવાય છે આ એક વાત માટે કે આવીને અમને પતિત થી પાવન બનાવો કારણ કે પાવન દુનિયા પાસ્ટ (પહેલાં) થઈ ગઈ, હમણાં પતિત દુનિયા છે. પાવન દુનિયા ક્યારે પાસ્ટ થઈ? કેટલો સમય થયો? આ કોઈ નથી જાણતું. આપ બાળકો જાણો છો બાપ પછી આ તન માં આવેલા છે. તમે જ બોલાવ્યા છે કે બાબા, આવીને અમને પતિતો ને રસ્તો બતાવો, અમે પાવન કેવી રીતે બનીએ? આ તો જાણો છો આપણે પાવન દુનિયામાં હતાં, હમણાં પતિત દુનિયામાં છીએ. હવે આ દુનિયા બદલાઈ રહી છે. નવી દુનિયાની આયુ કેટલી, જૂની દુનિયાની આયુ કેટલી છે? આ કોઈ પણ નથી જાણતું. પાક્કું મકાન બનાવો તો કહેશે આની આયુ આટલાં વર્ષ હશે. કાચ્ચું મકાન બનાવશે તો કહેશે આની આયુ આટલાં વર્ષ હશે. સમજી શકે છે આ કેટલાં વર્ષ સુધી ચાલી શકે છે. મનુષ્યો ને આ ખબર જ નથી કે આ જે આખી દુનિયા છે એની આયુ કેટલી છે? તો જરુર બાપે આવીને બતાવવું પડે. બાપ કહે છે-બાળકો, હવે આ જૂની પતિત દુનિયા પૂરી થવાની છે. નવી પાવન દુનિયા સ્થાપન થઈ રહી છે. નવી દુનિયામાં ખૂબ થોડા મનુષ્ય હતાં. નવી દુનિયા છે સતયુગ, જેને સુખધામ કહેવાય છે. આ છે દુઃખધામ, આનો અંત જરુર આવવાનો છે. પછી સુખધામ ની હિસ્ટ્રી રિપીટ થવાની છે. બધાને આ સમજાવવાનું છે. બાપ ડાયરેક્શન આપે છે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો અને પછી બીજાઓને પણ આ રસ્તો બતાવો. લૌકિક બાપ ને તો બધાં જાણે છે, પારલૌકિક બાપ ને તો કોઈ જાણતું નથી. સર્વવ્યાપી કહી દે છે. કચ્છ-મચ્છ અવતાર અથવા ૮૪ લાખ યોનીઓમાં લઈ ગયા છે. દુનિયામાં કોઈ પણ બાપ ને નથી જાણતાં. બાપ ને જાણે ત્યારે સમજે. જો પથ્થર-ઠીક્કર માં છે તો વારસા ની વાત જ નથી રહેતી. દેવતાઓની પણ પૂજા કરે છે, પરંતુ કોઈનું ઓક્યુપેશન નથી જાણતાં, બિલકુલ જ આ વાતો માં અજાણ છે. તો પહેલી-પહેલી મૂળ વાત સમજાવવી જોઈએ. ફક્ત ચિત્રો થી કોઈ સમજી ન શકે. મનુષ્ય બિચારા નથી બાપ ને જાણતાં, નથી રચના ને જાણતા કે શરુ થી લઈને આ રચના કેવી રીતે રચી? દેવતાઓનું રાજ્ય ક્યારે હતું? જેમને પૂજે છે, કંઈ પણ ખબર નથી. સમજે છે લાખો વર્ષ સૂર્યવંશી રાજધાની ચાલી, પછી ચંદ્રવંશી લાખો વર્ષ ચાલી, આને કહેવાય છે અજ્ઞાન. હવે આપ બાળકોને બાપે સમજાવ્યું છે, તમે ફરી રિપીટ કરો છો. બાપ પણ રિપીટ કરે છે ને? આવી રીતે સમજાવો, સંદેશ આપો, નહીં તો રાજધાની કેવી રીતે સ્થાપન થશે? અહીં બેસી જવાથી નહીં થશે. હા, ઘર માં બેસવા વાળા પણ જોઈએ. તે તો ડ્રામા અનુસાર બેઠાં છે. યજ્ઞ ની સંભાળ કરવાવાળા પણ જોઈએ. બાપની પાસે કેટલાં બાળકો આવે છે મળવા માટે કારણ કે શિવબાબા પાસે થી જ વારસો લેવાનો છે. લૌકિક બાપ ની પાસે બાળક આવ્યું તો એ સમજશે મારે બાપ પાસે થી વારસો લેવાનો છે. બાળકી તો જઈને હાફ પાર્ટનર બને છે. સતયુગ માં ક્યારેય મિલકત વગેરે પર ઝઘડા થતા જ નથી. અહીં ઝઘડા થાય છે કામ વિકાર પર. ત્યાં તો આ પ ભૂતો હોતા નથી, તો દુઃખ નું નામ-નિશાન નથી. બધાં નષ્ટોમોહા હોય છે. આ તો સમજે છે સ્વર્ગ હતું, જે પાસ્ટ થઈ ગયું. ચિત્ર પણ છે પરંતુ આ વિચાર આપ બાળકો ને હમણાં આવે છે. તમે જાણો છો આ ચક્ર ૫ હજાર વર્ષ પછી રિપીટ થાય છે. શાસ્ત્રો માં કંઈ આ નથી લખ્યું કે સૂર્યવંશી-ચંદ્વવંશી રાજધાની ૨૫૦૦ વર્ષ ચાલી. સમાચાર-પત્ર માં આવ્યું હતું કે વડોદરા નાં રાજભવન માં રામાયણ સાંભળી રહ્યા છે. કંઈ પણ આફતો આવે છે તો મનુષ્ય ભક્તિ માં લાગી જાય છે, ભગવાન ને રાજી કરવા માટે. એવી રીતે કોઈ ભગવાન રાજી થતા નથી. આ તો ડ્રામા માં નોંધ છે. ભક્તિ થી ક્યારેય ભગવાન રાજી નથી થતાં. આપ બાળકો જાણો છો અડધોકલ્પ ભક્તિ ચાલે છે, ખુદ જ દુઃખ ઉઠાવતા રહે છે. ભક્તિ કરતા-કરતા બધાં પૈસા ખલાસ કરી દે છે. આ વાતો તો કોઈ વિરલા સમજશે જે બાળકો સર્વિસ પર છે, તે સમાચાર પણ આપતા રહે છે. સમજાવાય છે આ ઈશ્વરીય પરિવાર છે. ઈશ્વર તો દાતા છે, એ લેવા વાળા નથી. એમને તો કોઈ પણ આપતું નથી, વધારે જ બધું બરબાદ કરતા રહે છે.

બાપ આપ બાળકોને પૂછે છે, તમને કેટલાં અથાહ પૈસા આપ્યાં. તમને સ્વર્ગનાં માલિક બનાવ્યા પછી તે બધું ક્યાં ગયું? આટલાં કંગાળ કેવી રીતે બન્યાં? હમણાં હું ફરી આવ્યો છું, તમે કેટલાં પદમાપદમ ભાગ્યવાન બની રહ્યા છો. મનુષ્ય તો આ વાતો ને કંઈ પણ નથી જાણતાં. તમે જાણો છો હવે આ જૂની દુનિયામાં અહીં રહેવાનું નથી. આ તો ખલાસ થઈ જવાની છે. મનુષ્યો ની પાસે જે અસંખ્ય પૈસા છે તે કોઈનાં હાથ માં આવવાનાં નથી. વિનાશ થશે તો બધું ખલાસ થઈ જશે. કેટલાં માઈલ માં મોટા-મોટા મકાન વગેરે બનેલા છે. અસંખ્ય મિલકત છે, એ બધી ખતમ થઈ જશે કારણ કે તમે જાણો છો જ્યારે આપણું રાજ્ય હતું તો બીજા કોઈ નહોતાં. ત્યાં અથાહ ધન હતું. તમે આગળ ચાલી જોતા રહેશો શું-શું થાય છે? એમની પાસે કેટલું સોનું, કેટલી ચાંદી, નોટ વગેરે છે, તે બધું બજેટ નીકળે છે, એનાઉન્સ (જાહેર) કરે છે આટલું બજેટ છે તો આટલો ખર્ચો છે. બારુદ પર કેટલાં ખર્ચા છે. હવે બારુદ પર આટલાં ખર્ચા કરે છે. એનાથી કમાણી તો કંઈ નથી. આ રાખવાની વસ્તુ તો નથી. રાખવાનું હોય છે સોનું અને ચાંદી. દુનિયા ગોલ્ડન એજેડ છે તો સોના નાં સિક્કા હોય છે. સિલ્વર એજ માં ચાંદી છે. ત્યાં તો અપાર ધન હોય છે, પછી ઓછું થતા-થતા હમણાં જુઓ છો શું નીકળ્યું છે! કાગળ ની નોટ. વિદેશ માં પણ કાગળ ની નોટ નીકળી છે. કાગળ તો કામ ની વસ્તુ નથી. બાકી શું રહેશે? આ મોટા-મોટા બિલ્ડીંગ વગેરે બધું ખતમ થઈ જશે એટલે બાપ કહે છે - મીઠાં-મીઠાં બાળકો, આ જે કંઈ જુઓ છો, એવું સમજો આ નથી. આ તો બધું ખલાસ થઈ જવાનું છે. શરીર પણ જુનું વર્થ નોટ અ પેની છે. ભલે કોઈ કેટલાં પણ સુંદર હોય. આ દુનિયા જ બાકી થોડો સમય છે. કંઈ ઠેકાણું થોડી છે? બેઠાં-બેઠાં મનુષ્ય ને શું થઈ જાય છે. હાર્ટ ફેલ થઈ જાય છે. મનુષ્ય નો કોઈ ભરોસો નથી. સતયુગ માં થોડી આવું હશે? ત્યાં તો કાયા કલ્પતરુ સમાન હોય છે, યોગબળ થી. હમણાં આપ બાળકો ને બાપ મળ્યા છે, કહે છે આ દુનિયામાં તમારે રહેવાનું નથી. આ છી-છી દુનિયા છે. હવે તો યોગબળ થી શૃંગાર કરવાનો છે. ત્યાં તો બાળકો પણ યોગબળ થી થાય છે. વિકાર ની વાત જ ત્યાં નથી હોતી. યોગબળ થી તમે આખાં વિશ્વ ને પાવન બનાવો છો તો બાકી શું મોટી વાત છે? આ વાતો ને પણ તે જ સમજશે જે પોતાનાં ઘરાના નાં હશે. બાકી તો બધાએ શાંતિધામ માં જવાનું છે, તે તો છે ઘર. પરંતુ મનુષ્ય એને ઘર પણ નથી સમજતાં. તે તો કહે છે એક આત્મા જાય છે, બીજો આવતો રહે છે. સૃષ્ટિ ની વૃદ્ધિ થતી જાય છે. રચયિતા અને રચના ને તમે જાણો છો, એટલે કોશિશ કરો છો બીજાઓને સમજાવવાની. આ સમજીને કે બાબા નાં સ્ટુડન્ટ બની જાય, બધું જાણી જાય, ખુશી માં આવી જાય. આપણે તો હવે અમરલોક માં જઈએ છીએ. અડધોકલ્પ તો જુઠ્ઠી કથાઓ સાંભળી છે. હવે તો ખૂબ ખુશી થવી જોઈએ-અમરલોક માં આપણે જઈશું. આ મૃત્યુલોક નો હવે અંત છે. આપણે ખુશી નો ખજાનો અહીંથી ભરીને જઈએ છીએ. તો આ કમાણી કરવામાં, ઝોલી ભરવામાં સારી રીતે લાગી જવું જોઈએ. સમય વેસ્ટ ન કરવો જોઈએ. બસ, હવે તો આપણે બીજાઓની સર્વિસ કરવાની છે, ઝોલી ભરવાની છે. બાપ શીખવાડે છે, રહેમદિલ કેવી રીતે બનો? આંધળાઓની લાઠી બનો. આ સવાલ તો કોઈ સંન્યાસી, વિદ્વાન વગેરે પૂછી ન શકે. એમને શું ખબર સ્વર્ગ ક્યાં, નર્ક ક્યાં હોય છે? ભલે કેટલાં પણ મોટા-મોટા પોઝિશન વાળા છે, કમાન્ડર ચીફ એરોપ્લેન નાં છે, કમાન્ડર ચીફ લડાઈ નાં છે, સ્ટીમર નાં છે પરંતુ તમારી આગળ આ બધાં શું છે? તમે જાણો છો બાકી થોડો સમય છે. સ્વર્ગ ની તો કોઈને ખબર જ નથી. આ સમયે તો બધે તરફ મારામારી ચાલી રહી છે, પછી એમને એરોપ્લેન અથવા લશ્કર વગેરે ની જરુર નહીં રહેશે. આ બધું ખતમ થઈ જશે. બાકી થોડા મનુષ્ય રહેશે. આ બત્તીઓ, એરોપ્લેન વગેરે રહેશે પરંતુ દુનિયા કેટલી નાની રહેશે, ભારત જ રહેશે. જેવી રીતે મોડેલ નાનું બનાવે છે ને? બીજા કોઈની પણ બુદ્ધિમાં નહીં હશે કે મોત છેવટે કેવી રીતે આવવાનું છે. તમે તો જાણો છો મોત સામે છે. તે કહે છે અમે અહીં બેઠાં-બેઠાં જ બોમ્બ્સ છોડીશું. જ્યાં પડશે બધું ખતમ થઈ જશે. કોઈ લશ્કર વગેરેની જરુર નથી. એક-એક એરોપ્લેન પણ કરોડો ખર્ચો ખાઈ જાય છે. કેટલું સોનું બધાની પાસે રહે છે? ટન્સ નાં ટન્સ સોનું છે, તે બધું સમુદ્ર માં ચાલ્યું જશે.

આ આખું રાવણ રાજ્ય એક આઇલેન્ડ છે. અસંખ્ય મનુષ્ય છે. તમે બધાં પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છો. તો સર્વિસ માં બિઝી રહેવું જોઈએ. ક્યાંક પુર વગેરે આવે છે તો જુઓ, કેવા બિઝી થઈ જાય છે? બધાને ખાવાનું વગેરે પહોંચાડવાની સર્વિસ માં લાગી જાય છે. પાણી આવે છે તો પહેલાથી જ ભાગવાનું શરુ કરે છે. તો વિચાર કરો બધાં કેવી રીતે ખતમ થશે? સૃષ્ટિ ની ફરતે સાગર છે. વિનાશ થશે તો જલમઈ થઈ જશે, પાણી જ પાણી. બુદ્ધિમાં રહે છે આપણું રાજ્ય હતું તો આ બોમ્બે-કરાંચી વગેરે તો હતાં નહીં. ભારત કેટલું નાનું જઈને રહેશે, તે પણ મીઠાં પાણી પર. ત્યાં કુવા વગેરેની જરુર નથી. પાણી ખૂબ સ્વચ્છ પીવાનું રહે છે. નદી ઉપર તો ખેલપાલ કરે છે. ગંદકી ની તો કોઈ વાત નથી. નામ જ છે સ્વર્ગ, અમરલોક. નામ સાંભળીને જ દિલ ખુશ થાય છે જલ્દી-જલ્દી બાપ પાસે થી ભણીને વારસો લઈ લઈએ. ભણીએ અને પછી ભણાવીએ. બધાને સંદેશ આપીએ. કલ્પ પહેલાં જેમણે વારસો લીધો છે તે લઈ લેશે. પુરુષાર્થ કરતા રહે છે કારણ કે બિચારા બાપ ને નથી જાણતાં. બાપ કહે છે પવિત્ર બનો, જેમને હથેળી પર બહિશ્ત મળશે તે કેમ નહીં પવિત્ર રહેશે? બોલો, અમે કેમ નહીં એક જન્મ પવિત્ર બનીએ, જ્યારે અમને વિશ્વની બાદશાહી મળે છે. ભગવાનુવાચ-તમે આ અંતિમ જન્મ માં પવિત્ર બનશો તો પવિત્ર દુનિયાનાં માલિક બનશો, ૨૧ જન્મ માટે. ફક્ત આ એક જન્મ મારી શ્રીમત પર ચાલો. રક્ષાબંધન પણ આની નિશાની છે. તો કેમ નહીં આપણે પવિત્ર રહી શકીએ. બેહદનાં બાપ ગેરેન્ટી કરે છે. બાપે ભારત ને સ્વર્ગનો વારસો આપ્યો હતો, જેને સુખધામ કહે છે. અપાર સુખ હતું, આ છે દુઃખધામ. એક કોઈ મોટા ને તમે એવું સમજાવો તો બધાં સાંભળતા રહેશે. યોગ માં રહીને બતાવો તો બધાને સમય વગેરે જ ભૂલાઈ જાય. કોઈ કંઈ કહી ન શકે. ૧૫-૨૦ મિનિટ ની બદલે કલાક પણ સાંભળતા રહે. પરંતુ તે તાકાત જોઈએ. દેહ-અભિમાન ન હોવું જોઈએ. અહીં તો સર્વિસ જ સર્વિસ કરવાની છે, ત્યારે જ કલ્યાણ થશે. રાજા બનવાનું છે તો પ્રજા ક્યાં બનાવી છે? આમ જ બાપ થોડી માથા પર પાગ રાખી દેશે? પ્રજા ડબલ સિરતાજ બને છે શું? તમારો મુખ્ય ઉદ્દેશ છે ડબલ સિરતાજ બનવાનો. બાપ તો બાળકોને ઉલ્લાસ અપાવે છે. જન્મ-જન્માંતર નાં પાપ માથા પર છે, તે યોગબળ થી જ કપાઈ શકે છે. બાકી આ જન્મ માં શું-શું કર્યુ છે તે તો તમે સમજી શકો છો ને? પાપ કાપવા માટે યોગ વગેરે શીખવાડાય છે. બાકી આ જન્મ ની તો કોઈ વાત નથી. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાની યુક્તિ બાપ બતાવે છે, બાકી કૃપા વગેરે તો જઈને સાધુઓ પાસે માંગો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અમરલોક માં જવા માટે સંગમ પર ખુશી નો ખજાનો ભરવાનો છે. સમય વેસ્ટ નથી કરવાનો. પોતાની ઝોલી ભરીને રહેમદિલ બની આંધળાઓની લાઠી બનવાનું છે.

2. હથેળી પર બહિશ્ત લેવા માટે પવિત્ર જરુર બનવાનું છે. સ્વયં ને સતોપ્રધાન બનાવવાની યુક્તિ રચી પોતાની ઉપર પોતે જ કૃપા કરવાની છે. યોગબળ જમા કરવાનું છે.

વરદાન :-
હજુર ને સદા સાથે રાખી કમ્બાઈન્ડ સ્વરુપ નો અનુભવ કરવાવાળા વિશેષ પાર્ટધારી ભવ

બાળકો જ્યારે દિલ થી કહે છે બાબા તો દિલારામ હાજર થઈ જાય છે, એટલે કહે છે હજૂર હાજિર છે. અને વિશેષ આત્માઓ તો છે જ કમ્બાઈન્ડ. લોકો કહે છે જ્યાં જોઈએ છીએ ત્યાં તું જ તું છે અને બાળકો કહે છે અમે જે પણ કરીએ છીએ, જ્યાં પણ જઈએ છીએ બાપ સાથે જ છે. કહેવાય છે કરન કરાવનહાર, તો કરનહાર અને કરાવનહાર કમ્બાઈન્ડ થઈ ગયાં. આ સ્મૃતિ માં રહીને પાર્ટ ભજવવા વાળા વિશેષ પાર્ટધારી બની જાય છે.

સ્લોગન :-
સ્વયં ને આ જૂની દુનિયામાં ગેસ્ટ (મહેમાન) સમજીને રહો તો જૂનાં સંસ્કારો અને સંકલ્પો ને ગેટ આઉટ કરી શકશો.