19-07-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  18.01.2011    બાપદાદા મધુબન


“ બ્રહ્મા બાપ સમાન જીવન માં રહેતા જીવનમુક્ત સ્થિતિ ની મજા લો , સ્નેહ ની સોગાત મનજીત ,

 જગતજીત બનીને આપો”
 


આજ નો દિવસ વિશેષ બ્રહ્મા બાપ નાં અવ્યક્ત થવાની સ્મૃતિ નો દિવસ છે. બધા બાળકોનાં નયનો માં બ્રહ્મા બાપ નો સ્નેહ સમાયેલો છે. આજે ચાર વાગ્યા થી પણ પહેલાં બાળકોનો સ્નેહ વતન માં પહોંચી ગયો. બ્રહ્મા બાપ થી મિલન મનાવવા અને સ્નેહ ની, પોતાનાં દિલ નાં સ્નેહ ની નિશાનીઓ, માળાઓ બ્રહ્મા બાપની પાસે પહોંચી ગઈ. દરેક માળા ની સુગંધમાં બાળકોનો સ્નેહ સમાયેલો હતો. દરેક બાળક નાં નયન અને મુસ્કુરાહટ, દિલ ની વાતો બોલી રહી હતી. બ્રહ્મા બાપ પણ દરેક ને સ્નેહ નું રિટર્ન આપી રહ્યા હતાં. બાપ જોઈ રહ્યાં છે કે હમણાં પણ દરેક બાળક નયનો ની ભાષા માં પોતાનાં દિલ નો સ્નેહ આપી રહ્યાં છે કારણકે આ પરમાત્મ-સ્નેહ દરેક બાળક ને સહજ બાપ નાં બનાવવા વાળો છે. આ અલૌકિક સ્નેહ “મારા બાબા” નાં અનુભવ થી પોતાનાં બનાવવા વાળો છે. આ સ્નેહ બાપ નાં ખજાઓનાં માલિક બનાવવા વાળો છે કારણકે બાળકોએ કહ્યું મારા બાબા, તો મારા બાબા કહેવું અને સર્વ ખજાઓ નાં માલિક બનવું. આ સ્નેહ, દેહ નું ભાન સેકન્ડ માં ભુલાવી દેહી-અભિમાની બનાવી દે છે. સિવાય બાપ, બીજું કંઈ પણ આત્મા ને આકર્ષિત નથી કરતું. આ દિવસ નું ખુબ મોટું મહત્વ છે. ફક્ત સ્મૃતિ દિવસ નથી પરંતુ સમર્થી દિવસ છે કારણકે આ દિવસે બાપે બાળકો ને વિશ્વ સેવા માટે સ્વયં કરાવનહાર બની બાળકો ને કરનહાર બનાવવાનું તિલક આપ્યું. સન શોઝ ફાધર નાં કરનહાર નિમિત્ત બનાવ્યાં. સેવા માં સફળતા નું સાધન સ્વયં કરાવનહાર બન્યાં અને બાળકોને કરનહાર બનાવ્યાં કારણકે સેવા માં સફળતા નું સાધન હું કરનહાર છું, કરાવનહાર કરાવી રહ્યાં છે આ સ્મૃતિ કે આ સ્થિતિ ખૂબ આવશ્યક છે કારણકે ૬૩ જન્મ ની સ્મૃતિ હું-પણું, દેહ-અભિમાન માં લઈ આવી છે. કરાવનહાર કરાવી રહ્યાં છે, હું નિમિત્ત કરનહાર છું, આ સ્મૃતિ થી જ પોતાને નિમિત્ત સમજવાથી દેહ-અભિમાન સમાપ્ત થઈ જાય છે. તો બાળકોને એટલે કરનહાર બનાવ્યાં, સ્વયં કરાવનહાર બન્યાં. કરનહાર બનવાથી સ્વતઃ જ નિમિત્ત છું, નિર્માણ બની જાઓ છો. હમણાં પણ બાપદાદાએ જોયું કે બાળકો નિમિત્ત બની સેવા કરે છે, તો નિમિત્ત બની સેવા કરવા વાળા જે સેવાધારી છે એમનાં મસ્તક માં સેવા નું ફળ સિતારો ચમકી રહ્યો છે. મેજોરીટી બાળકો ની સેવા ને જોઈ બાપદાદા ખુશ છે એટલે એવાં બાળકોને વિશેષ બ્રહ્મા બાપ વાહ બાળકો વાહ! કહીને મુબારક આપી રહ્યાં છે.

બ્રહ્મા બાપ વિશેષ ખુશ પણ થઈ રહ્યાં છે અને આગળ પણ સેવા નાં નિમિત બની આગળ વધવા માટે મુબારક આપી રહ્યાં છે. હમણાં પણ બ્રહ્મા બાપ બાળકો ને આપ સમાન ફરિશ્તા સ્થિતિ માં રહેવા માટે ઇશારો આપી રહ્યાં છે. બાપદાદાએ જોયું છે કે બાળકોનું અટેન્શન છે કે સદા જેવી રીતે બ્રહ્મા બાપ જીવન માં રહેતા જીવનમુક્ત હતાં, આટલી જવાબદારી હોવા છતાં પણ આટલાં મોટાં પરિવાર ને સંભાળવો, બધાને યોગી જીવન વાળા બનાવવાં, આટલી સેવા ની જવાબદારી સંભાળતાં, સેવા માં સદા આગળ વધવું, બધી જવાબદારી હોવા છતાં પણ જીવનમુક્ત ની મજા માં રહ્યાં, એટલે ભક્તિમાર્ગમાં બ્રહ્માનું આસન કમળ આસન દેખાડે છે. જીવન મુક્ત બની હવે જીવન મુક્ત ની મજા લીધી અને તમને બધા બાળકોને પણ એવાં જ બનાવ્યાં. હમણાં પણ આપ બાળકોને ફરિશ્તા બનવાની ભિન્ન-ભિન્ન યુક્તિઓ બતાવી આપ સમાન બનાવવા ઈચ્છે છે.

બાપદાદાએ જોયું કે લક્ષ્ય દરેક બાળક નું સારું છે, કોઈથી પણ પૂછો છો તમારું લક્ષ્ય શું છે તો શું કહે છે? યાદ છે શું કહો છો? બાપ સમાન બનવાનું જ છે. તો બાપ સમાન શું બનશો? આ જ જીવન માં જીવન મુક્ત જીવનનું સેમ્પલ બનશો. બાપદાદાએ જોયું છે જે હોમવર્ક આપ્યું છે એમાં અટેન્શન તો આપો છો, અનુભવ પણ કરો છો, પરંતુ સદા નથી કરતાં. હમણાં પણ જે કામ આપ્યું હતું, એની રિપોર્ટ ઘણા બાળકોએ પુરુષાર્થ કરી એક-એક મહિનો અટેન્શન આપ્યું છે. ઘણા ઝોન નો રિપોર્ટ એક મહિના ની રીઝલ્ટ માં સારો પણ આવ્યો છે. જેમણે રિપોર્ટ મોકલ્યો છે, જે ઝોન વાળાએ મોકલ્યો છે, એમને બાપદાદા વાહ બાળકો વાહ! કહીને મુબારક આપી રહ્યાં છે પરંતુ બાપદાદા હમણાં શું ઈચ્છે છે? હમણાં બાપદાદા દરેક બાળક થી આ જ ઈચ્છે છે કે હવે ક્યારેક-ક્યારેક ઠીક રહે છે, પરંતુ બાપ સદા ઈચ્છે છે. યોગી પણ સારા બને છે પરંતુ સદા યોગી બનાવવા ઈચ્છે છે. આજકાલ બાપદાદાએ બાળકોને કામ પણ આપ્યું હતું, સદા રહેવા માટે દરેક કલાક પોતાનાં ઉપર કોઈ ન કોઈ યુક્તિ રાખો, જે ક્યારેક-ક્યારેક ને બદલી સદા શબ્દ આવી જાય. હવે બાપદાદા આ જ ઈચ્છે છે જેવી રીતે કહેવત છે મનજીતે, જગતજીત, મન ને જે સંકલ્પ આપો તે જ કરે. કેવી રીતે? બીજી બધી કર્મેન્દ્રિયો જ્યારે ઈચ્છો જેવી રીતે, તેવી રીતે કરે છે ને! એવી રીતે જ મન ને પણ જે ઓર્ડર કરો તે જ કરે. અભ્યાસ કરો છો પરંતુ ક્યારેક-ક્યારેક નથી પણ કરતાં. બાપદાદા હવે આ જ ઈચ્છે છે કે મન ને શક્તિઓની લગામ થી જેવી રીતે ચલાવવા ઈચ્છો તેવી રીતે ચલાવો. જે ગાયન છે, મનજીતે જગતજીત, તે કોનું ગાયન છે? આપ બાળકોનું જ તો ગાયન છે. દરેક કલ્પ કર્યું છે ત્યારે ગાયન છે કારણકે જેવી રીતે બીજી કર્મેન્દ્રિયો ને મારી કહો છો તેવી રીતે જ મન ને પણ મારું કહો છો. મારું કહેવું અર્થાત્ માલિક બનવું. મન માં જે સંકલ્પ કરવા ઈચ્છો, જેટલો સમય તે સંકલ્પ કરવા ઇચ્છો તે બંધાયેલું છે કારણકે મારું છે. તો બાપદાદા આ સ્નેહ નાં દિવસે આજ હોમવર્ક આપવા ઈચ્છે છે કે જે સંકલ્પ કરવા ઇચ્છો તે જ ચાલે, જો આપ શુદ્ધ સંકલ્પ કરવા ઈચ્છો છો તો તે શુદ્ધ સંકલ્પ ને ખતમ કરી દે, ઈચ્છો છો યોગ લગાવવા અને સંસ્કાર નાં કારણે વ્યર્થ સંકલ્પ ચાલે કે યોગ ની સિદ્ધિ ન મળે, આ કંટ્રોલ હોવો જોઈએ. જો એક કલાક યોગ લગાવવા ઈચ્છો છો તો મન ડિસ્ટર્બ ન કરે. આત્મા માલિક છે, મન માલિક નથી, મન તો આત્મા નો સાથી છે. તો સાથી ને પ્રેમથી ઓર્ડર કરો, મનજીત બનો કારણકે બાપદાદા ની પાસે ઘણા બાળકોનાં સમાચાર આવે છે - વ્યર્થ સંકલ્પ સમય પ્રત્યે સમય આવે છે. નથી ઇચ્છતા તો પણ આવે છે. તો શું આ માલિક કહેશું! તો બ્રહ્મા બાપ થી સ્નેહ છે ને, તો બાપ આજે સ્નેહ માં પોતાનાં દિલની ઈચ્છા સાંભળતા રહે છે કે હવે મનજીત જગજીત બનવાનું જ છે. તો બ્રહ્મા બાપ ને આ સ્નેહની સોગાત આપશો ને! સ્નેહ માં શું અપાય છે? ગિફ્ટ અપાય છે ને! તો આજે બ્રહ્મા બાપ બાળકો થી આ સોગાત આપવા માટે કહી રહ્યાં છે. તૈયાર છો? તૈયાર છો? હાથ ઉઠાવો. તો હવે જ્યારે પણ ઓર્ડર કરો તો આજ નાં દિવસ થી વ્યર્થ સંકલ્પ આવવા નહીં દેતાં, કરી શકો છો? આજે બે કલાક, ચાર કલાક યોગ ની સ્ટેજ માં કર્મ પણ કરો, યોગ પણ લગાવો, કરી શકો છો? કરી શકો છો, કરશો? ચાલો હવે વીત્યું સો વીત્યું પરંતુ હવે ઓર્ડર કરો કે આજ નાં દિવસે વ્યર્થ સંકલ્પ ને ફુલસ્ટોપ, તો કરવું પડશે ને?

આજે યોગ માં આ જ લક્ષ્ય રાખો એ જ પ્રમાણે આખાં દિવસનો પુરુષાર્થ કરવો પડશે ને! બાપ નાં સ્નેહ માં જે બાપ કહે તે કરવાનું છે. સંકલ્પ વ્યર્થ બંધ, આની યુક્તિ છે બ્રહ્મા બાપ નાં સ્નેહ ને દિલ થી યાદ કરો. ભલે સાકાર માં જોયા, ભલે ન જોયા પરંતુ બુદ્ધિ બળ દ્વારા તો બધાએ જોયા છે ને! જોયા છે કે નથી જોયા? જે કહે છે મેં બાબા નો પ્રેમ જોયો, મેં બ્રહ્મા બાપ ની પાલના જોઈ તો, શું એનાથી ચાલી રહ્યો છું…. તે હાથ ઉઠાવો. સારું. હાથ ઉઠાવીને તો ખુશ કરી દીધાં. બાપદાદા ને ખુશી છે, હિંમત તો રાખી છે ને. પરંતુ જ્યારે પણ કોઈ તાકાત ઓછી થઈ જાય ને તો સદા બાપ નાં સંબંધ, કેટલાં સંબંધ છે ક્યારેક બાપ, ક્યારેક બાળક પણ બની જાય છે. ક્યારેક બાપ તો ક્યારેક સખા પણ બની જાય છે એટલે આ સંબંધ યાદ કરો કે પ્રાપ્તિઓ યાદ કરો, પ્રાપ્તિઓ અને સંબંધ. જેવી રીતે આજે દિલ થી યાદ કરી રહ્યા છો ને! એવી રીતે યાદ કરવાથી પ્રેમ આવી જશે. આજે પણ બધાનાં દિલ માં બ્રહ્મા બાપ નો પ્રેમ આવી રહ્યો છે ને! તો જ્યારે કંઈક નીચે-ઉપર થાય તો સંબંધ અને પ્રાપ્તિઓ યાદ કરજો. બાપ દરેક બાળક ની સાથે સહયોગી છે, ફક્ત તમે યાદ કરજો. તો સમજ્યાં આજે શું કરવાનું છે? મનજીત-જગતજીત જે ગાયન છે, તે સ્વરુપ ધારણ કરવાનું છે. ઓર્ડર થી ચલાવો. હવે થોડા ફ્રી છોડી દીધા છે ને તો તે પોતાનું કામ કરે છે. હવે અટેન્શન આપો. મન મારા ઓર્ડર માં ચાલે ન કે તમે મન નાં ઓર્ડર માં ચાલો. ઈચ્છો છો જ્ઞાન ની વાતોનું રમણ કરીએ અને આવી જાય છે ફાલતું વાતો. તો શું થયું? મન માલિક બન્યું કે આપ માલિક બન્યાં? તો બધાએ આ હોમવર્ક સમજ્યું. મનજીત બનવાનું છે. જે ઓર્ડર કરે, તે માનશે, જરુર માનશે, અટેન્શન આપવું પડશે બસ. માતાઓ કે ટીચર્સ, થઈ શકે છે? થઈ શકે છે? ટીચર્સ હાથ ઉઠાવો. ટીચર હાથ ઉઠાવી રહ્યાં છે. જે સમજે છે થઈ શકે છે તે હાથ હલાવો. પહેલી લાઈન તો હલાવો. ભાઈ હાથ હલાવો. વાહ! પછી તો બ્રહ્મા બાપ ને સ્નેહ ની સોગાત આપી, આની મુબારક છે, મુબારક છે.

સારું છે, બાપદાદા સાથે સ્નેહ ખુબ સહયોગ આપે છે. મારા બાબા કહ્યું દિલ થી, તો મારા બાબા કહ્યું તો હું કોણ? બાપ નો સિકીલધો બાળક. બધા કેટલીવાર કહો છો મારા બાબા, મારા બાબા, કેટલી વાર કહો છો? બાપ સાંભળે છે ને, બધું નોટ કરે છે. ડબલ ફોરેનર્સ પણ સાંભળી રહ્યાં છે ને. બાપદાદાએ જોયું કે ફુલ સિઝન માં ડબલ ફોરનર્સે હાજરી ભરી છે. મધુબન માં દરેક ટાઈમ હાજરી રહી છે. હમણાં પણ ૩૫૦ છે. પોતાનાં ટર્ન માં પણ આવો છો પરંતુ દરેક ટર્ન માં પણ થોડાં-થોડાં ક્યાંય ન ક્યાંય થી આવો છો. તો હવે આ રીઝલ્ટ બાપદાદા પણ જોતા રહેશે અને તમે બધા પણ સાક્ષી થઈને પોતે પોતાની રીઝલ્ટ જોતા રહેજો.આજ યાદ રાખજો કે બાપદાદા ને માલિક બનવાનો વાયદો કર્યો છે. બાપદાદા હવે બાળકો ને ઓછામાં ઓછું એક-એક ઝોન ને આ કાર્ય આપી શકે છે કે આ ઝોન આ સપ્તાહ કે ૧૫ દિવસ રિઝલ્ટ આપે કે વ્યર્થ સંકલ્પ નહીં પરંતુ જે વિષય મન ને આપ્યો તે કર્યો કે નથી કર્યો? આ મંજૂર છે ટીચર્સ? મંજૂર છે? ઝોન ને કાર્ય આપે? હાથ ઉઠાવો ટીચર્સ.

મહારાષ્ટ્ર છે ને. તો મહારાષ્ટ્ર ને તો મહાન કામ આપશે ને. બાપદાદા ને દરેક ઝોન માટે પ્રેમ છે અને સદા આ નિશ્ચય રહે છે કે આ બાળક, બાપે કહ્યું અને બાળકોએ કર્યું. એવું છે? મહારાષ્ટ્ર, જે બાપે કહ્યું તે કર્યું, એવાં છે? મહારાષ્ટ્ર વાળા હાથ ઉઠાવો. ઘણા છે. પોણો ક્લાસ છે. તો દરેક ઝોન બાપ નાં અજ્ઞાકારી છે, ડોક હલાવી રહ્યાં છે બધા. બાપ ને પણ નિશ્ચય છે કે આ મારા બાળકો છે જ નિશ્ચયબુદ્ધિ.

બાપદાદા આ જ ઈચ્છે છે કે જે રોજ નાં મહાવાક્ય સાંભળો છો તે હોમવર્ક છે. જો રોજ ની મોરલી જે બાપે કહ્યું અને બાળકોએ કર્યું તો એમને કહેવાય છે બાપ નાં સિકીલધા બાળકો, આજ્ઞાકારી બાળકો. શું કરવાનું છે, તે રોજ ની મોરલી વાંચી લો કારણકે બાપદાદાએ જોયું છે મેજોરીટી બાળકો મોરલી થી પ્રેમ રાખે છે. જો કોઈ નહીં પણ રાખતું હોય, તો બાપદાદાને કોઈ બાળક કહે બાબા તમારા થી મારો ખૂબ પ્રેમ છે, પરંતુ બાપ નો પ્રેમ કોનાથી છે? મોરલી થી. મોરલી માટે કેટલાં દૂર થી આવે છે. કોઈ ટીચર એવાં હશે જે આટલાં દૂરથી ભણતર ભણાવવા આવે? તો જ્યારે બાપ નો પ્રેમ મોરલી થી છે, તો જે મારા બાબા કહે છે, એનો પહેલો પ્રેમ બાપ ની સાથે બાપ ની મોરલી થી હોવો જોઈએ. જુઓ, બ્રહ્મા બાપે એક દિવસ પણ મોરલી મિસ નથી કરી. ભલે બોમ્બે પણ જતા હતાં, કારણે-અકારણે, તો મોરલી લખતા અને માતેશ્વરી તે મોરલી સંભળાવતી હતી. છેલ્લા દિવસે તબિયત થોડી ઢીલી હતી, સવાર નો ક્લાસ નહીં કરાવ્યો પરંતુ સાંજ નો ક્લાસ કરાવવાના પછી અવ્યક્ત થયાં. તો બ્રહ્મા બાપ નો પ્રેમ કોનાં થી થયો? મોરલી થી. જો કોઈ સમજે છે કે મારો બાબા થી પ્રેમ છે તો બાપ નો જેનાથી પ્રેમ રહ્યો, બાળકોનો રહેવો જોઈએ ને! તો મોરલી રોજ ક્લાસ માં વાંચવી કે સાંભળવી. જો મજબૂરી છે, બહાનું નથી, સાચું કારણ છે તો કોઈથી સાંભળો. જે સમજે છે મોરલી નું આટલું મહત્વ રાખીશ તે હાથ ઉઠાવો. સારું, અહીં તો બધું દેખાઈ રહ્યું છે, બાપ તમને પાછળ વાળાને પણ જોઈ રહ્યાં છે. સારું, ખૂબ સારું. બાપ વચ્ચે-વચ્ચે પેપર લેશે કે આજે કોણે મોરલી નથી સાંભળી, તે ટીચર લખીને મોકલે. પસંદ તો છે ને. સારું. આજે બ્રહ્મા બાપ દરેક બાળક થી મળીને ખૂબ-ખૂબ સ્નેહ થી દરેક બાળક ને નયનો દ્વારા સ્નેહ આપી રહ્યાં છે. સારું.

ડબલ વિદેશી ભાઈ બહેનો સાથે :- વિદેશ વાળા ને સેવા નો ઉમંગ-ઉત્સાહ સારો છે. બાપદાદા બધા બાળકોને આ જ કહે છે કે સેવા ખૂબ કરો કારણકે સમય ક્યારેય પણ બદલાઈ શકે છે. જે સેવા કરવા ઈચ્છશો પરંતુ કરી નહીં શકો, એવો સમય પણ આવવાનો છે એટલે જે કરવાનું છે તે હમણાં કરો. ક્યારેય નહીં, હમણાં. બાપદાદા હંમેશા કહે છે કે કાલ પર નહીં છોડો. આજ પર પણ નહીં, હમણાં કારણકે સમય, પાંચેય તત્વ બાપની પાસે આવે છે, અમને બતાવો ક્યાં સુધી દુઃખ ચાલશે! સ્વયં દુઃખી થઈ રહ્યાં છે તો શું કરશે? મનુષ્ય આત્માઓને પણ દુઃખી કરશે ને એટલે જે પણ આવ્યાં છો એમને સંકલ્પ કરવાનો છે કે જેવી રીતે બ્રાહ્મણ-જીવન આવશ્યક છે તેવી રીતે હમણાં નાં સમય અનુસાર દરેક ને સેવા પણ જરુરી છે. કરો કે કરાવો. બાકી જે બાપદાદાએ હોમવર્ક આપ્યું, મનજીત- જગતજીત બનવાનું જ છે. તમારું જ ગાયન છે, તેને રિપીટ કરવાનું છે. સારું.

ચારેય તરફ થી બાળકો દ્વારા સંદેશ આવ્યાં છે. ચારેય તરફ નાં આવેલા પ્રેમ નાં મીઠાં-મીઠાં ભાવ કે ભિન્ન-ભિન્ન શબ્દો ની યાદ, ચારેય તરફ થી ભિન્ન-ભિન્ન પત્ર આવ્યાં છે, બધાને બાપદાદા રેસપોન્ડ પણ કરી રહ્યાં છે દરેક બાળક સ્નેહ માં બાપ નાં દિલમાં સમાયેલાં છે અને આ અવિનાશી સ્નેહ સદા બાપ નો અને બાળકો નો અનાદિ અવિનાશી છે અને પૂરો સંગમયુગ આ બાપ-બાળકો નું મિલન નિશ્ચિત જ છે. સારું.

હમણાં જે બાળકો સન્મુખ છે કે દૂર બેઠાં પણ જોઈ રહ્યાં છે, બાપદાદાએ સાંભળ્યું કે હમણાં તો ચારેય તરફ આ કોશિશ કરી છે કે દરેક દેશ માં સેન્ટર પર પણ જઈને જુએ છે, સાંભળે છે, ભલે રાત નાં કેટલાં પણ વાગે છે તો પણ જુએ છે, આ પણ સાયન્સ નાં સાધન તમારા માટે જ નીકળ્યાં છે અને તમને જ લાભ થઈ રહ્યો છે. જો સાયન્સ દ્વારા વિનાશ થવાનો થશે તો પણ તમારા રાજ્ય માટે કરી રહ્યાં છે. તો ચારેય તરફ નાં સ્નેહી બાળકોને વિશેષ બ્રહ્મા બાપ નાં યાદપ્યાર, દિલ નો દુલાર, દિલ નો પ્રેમ સ્વીકાર થાય.

વરદાન :-
સચ્ચાઈ - સફાઈ ની ધારણા દ્વારા સમીપતા નો અનુભવ કરવાવાળા સંપૂર્ણમૂર્ત ભવ

બધી ધારણાઓમાં મુખ્ય ધારણા છે સચ્ચાઈ અને સફાઈ. એકબીજા નાં પ્રત્યે દિલ માં બિલકુલ સફાઈ હોય. જેવી રીતે સાફ વસ્તુ માં બધું સ્પષ્ટ દેખાય છે. તેવી રીતે એકબીજા ની ભાવના, ભાવ-સ્વભાવ સ્પષ્ટ દેખાય. જ્યાં સચ્ચાઈ-સફાઈ છે ત્યાં સમીપતા છે. જેવી રીતે બાપદાદા નાં સમીપ છો એવી રીતે પરસ્પર પણ દિલ ની સમીપતા હોય. સ્વભાવ ની ભિન્નતા સમાપ્ત થઈ જાય. એના માટે મન નાં ભાવ અને સ્વભાવ ને મળાવવાના છે. જ્યારે સ્વભાવ માં ફરક દેખાઈ ન આવે ત્યારે કહેવાશે સંપૂર્ણમૂર્ત.

સ્લોગન :-
બગડેલાને સુધારવાં - આ સૌથી મોટી સેવા છે.

અવ્યક્ત ઇશારા - જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો

યોગ ને જ્વાળા રુપ બનાવવા માટે સેકન્ડ માં બિંદી સ્વરુપ બની મન-બુદ્ધિ ને એકાગ્ર કરવાનો અભ્યાસ વારંવાર કરો. સ્ટોપ કહ્યું અને સેકન્ડ માં વ્યર્થ દેહ-ભાન થી મન-બુદ્ધિ એકાગ્ર થઈ જાય. એવી કંટ્રોલિંગ પાવર આખાં દિવસ માં યુઝ કરો. પાવરફુલ બ્રેક દ્વારા મન-બુદ્ધિ ને કંટ્રોલ કરો, જ્યાં મન-બુદ્ધિ ને લગાવવા ઈચ્છો ત્યાં સેકન્ડ માં લાગી જાય.

વિશેષ સૂચના - મહિના નાં ત્રીજા રવિવાર નો યોગ અભ્યાસ .

આજે મહિના નો ત્રીજો રવિવાર છે, બધા ભાઈ-બહેનો સંગઠિત રુપ માં એકત્રિત થઈને સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી પોતાનાં ફરિશ્તા સ્વરુપ દ્વારા ભટકતાં, દુઃખી, અશાંત આત્માઓને સુખ-શાંતિ ની પવિત્ર કિરણો આપીને એમને સહારા દાતા પરમાત્મા-બાપ ની સ્મૃતિ અપાવવાની સેવા કરે.