19-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 31.03.2007
બાપદાદા મધુબન
“ સપૂત બની પોતાની સૂરત
થી બાપ ની સૂરત દેખાડજો ( પોતાનાં ચહેરા થી બાપ નો ચહેરો દેખાડજો ),
નિર્માણ ( સેવા )
ની સાથે નિર્મળ વાણી , નિર્માન સ્થિતિ નું બેલેન્સ રાખજો”
આજે બાપદાદા ચારેય
તરફ નાં બાળકો નાં ભાગ્ય ની રેખાઓ જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. બધા બાળકો નાં મસ્તક
માં ચમકતી જ્યોતિ ની રેખા ચમકી રહી છે. નયનો માં રુહાનિયત ની ભાગ્ય રેખા દેખાઈ રહી
છે. મુખ માં શ્રેષ્ઠ વાણી ની ભાગ્ય ની રેખા દેખાઈ રહી છે. હોઠ પર રુહાની મુસ્કુરાહટ
જોઈ રહ્યાં છે. હાથો માં સર્વ પરમાત્મ-ખજાના ની રેખા દેખાઈ રહી છે. હર યાદ નાં કદમ
માં પદમો ની રેખા જોઈ રહ્યાં છે. દરેક નાં હૃદય માં બાપ નાં લવ માં લવલીન ની રેખા
જોઈ રહ્યાં છે. એવું શ્રેષ્ઠ ભાગ્ય દરેક બાળક અનુભવ કરી રહ્યાં છો ને? કારણકે આ
ભાગ્ય ની રેખાઓ સ્વયં બાપે દરેક નાં શ્રેષ્ઠ કર્મ ની કલમ થી ખેંચી છે. આવું શ્રેષ્ઠ
ભાગ્ય જે અવિનાશી છે, ફક્ત આ જન્મ માટે નથી પરંતુ અનેક જન્મો ની અવિનાશી ભાગ્ય
રેખાઓ છે. અવિનાશી બાપ છે અને અવિનાશી ભાગ્ય ની રેખાઓ છે. આ સમયે શ્રેષ્ઠ કર્મ નાં
આધાર પર સર્વ રેખાઓ પ્રાપ્ત થાય છે. આ સમય નો પુરુષાર્થ અનેક જન્મ ની પ્રારબ્ધ બનાવી
દે છે.
બધા બાળકો ને જે
પ્રારબ્ધ અનેક જન્મ મળવાની છે, બાપદાદા તે હમણાં આ સમયે આ જન્મ માં પુરુષાર્થ નાં
પ્રારબ્ધ ની પ્રાપ્તિઓ જોવા ઈચ્છે છે. ફક્ત ભવિષ્ય નહીં પરંતુ હમણાં પણ આ બધી રેખાઓ
સદા અનુભવ માં આવે કારણકે હમણાં નાં આ દિવ્ય સંસ્કાર તમારો નવો સંસાર બનાવી રહ્યાં
છે. તો ચેક કરો, ચેક કરતા આવડે છે ને? સ્વયં જ સ્વયં નાં ચેકર બનો. તો સર્વ ભાગ્ય
ની રેખાઓ હમણાં પણ અનુભવ થાય છે? એવું તો નથી સમજતા કે આ પ્રારબ્ધ અંત માં દેખાશે?
પ્રાપ્તિ પણ હમણાં છે તો પ્રારબ્ધ નો અનુભવ પણ હમણાં કરવાનો છે. ભવિષ્ય સંસાર નાં
સંસ્કાર હમણાં પ્રત્યક્ષ જીવન માં અનુભવ થવાનાં છે. તો શું ચેક કરો? ભવિષ્ય સંસાર
નાં સંસ્કારો નું ગાયન કરો છો કે ભવિષ્ય સંસાર માં એક રાજ્ય હશે. યાદ છે ને તે
સંસાર? કેટલીવાર એ સંસાર માં રાજ્ય કર્યુ છે? યાદ છે કે યાદ અપાવવા થી યાદ આવે છે?
શું હતાં, તે સ્મૃતિ માં છે ને? પરંતુ તે જ સંસ્કાર હમણાં નાં જીવન માં પ્રત્યક્ષ
રુપ માં છે? તો ચેક કરો હમણાં પણ મન માં, બુદ્ધિ માં, સંબંધ-સંપર્ક માં, જીવન માં
એક રાજ્ય છે? કે ક્યારેક-ક્યારેક આત્મા નાં રાજ્ય ની સાથે-સાથે માયા નું રાજ્ય પણ
તો નથી? જેવી રીતે ભવિષ્ય પ્રારબ્ધ માં એક જ રાજ્ય છે, બે નથી. તો હમણાં પણ બે
રાજ્ય તો નથી? જેવી રીતે ભવિષ્ય રાજ્ય માં એક રાજ્ય ની સાથે એક ધર્મ છે, તે ધર્મ કયો
છે? સંપૂર્ણ પવિત્રતા ની ધારણા નો ધર્મ છે. તો હવે ચેક કરો કે પવિત્રતા સંપૂર્ણ છે?
સ્વપ્ન માં પણ અપવિત્રતા નું નામનિશાન ન હોય. પવિત્રતા અર્થાત્ સંકલ્પ, બોલ, કર્મ
સંબંધ-સંપર્ક માં એક જ ધારણા સંપૂર્ણ પવિત્રતા ની હોય. બ્રહ્માચારી હોય. પોતાની
ચેકિંગ કરતા આવડે છે? જેમને પોતાની ચેકિંગ કરતા આવડે છે તે હાથ ઉઠાવો. આવડે છે અને
કરો પણ છો? કરો છો, કરો છો? ટીચર્સ ને આવડે છે? ડબલ ફોરેનર્સ ને આવડે છે? કેમ? હમણાં
ની પવિત્રતા નાં કારણે તમારા જડ ચિત્ર પાસે થી પણ પવિત્રતા ની માંગણી કરે છે.
પવિત્રતા અર્થાત્ એક ધર્મ હમણાં ની સ્થાપના છે જે ભવિષ્ય માં પણ ચાલે છે. એવી રીતે
જ ભવિષ્ય નું શું ગાયન છે? એક રાજ્ય, એક ધર્મ અને સાથે સદા સુખ-શાંતિ, સંપત્તિ,
અખંડ સુખ, અખંડ શાંતિ, અખંડ સંપત્તિ. તો હમણાં થી તમારા સ્વરાજ્ય નાં જીવન માં, તે
છે વિશ્વ રાજ્ય અને આ સમયે છે સ્વરાજ્ય, તો ચેક કરો અવિનાશી સુખ, પરમાત્મ-સુખ,
અવિનાશી અનુભવ થાય છે? કોઈ સાધન કે કોઈ સૈલવેશન નાં આધાર પર સુખ નો અનુભવ તો નથી થતો?
ક્યારેય કોઈપણ કારણ થી દુઃખ ની લહેર અનુભવ માં ન આવવી જોઈએ. કોઈ નામ, માન-શાન નાં
આધાર પર તો સુખ અનુભવ નથી થતું? કેમ? આ નામ-માન-શાન, સાધન, સેલવેશન આ સ્વયં જ વિનાશી
છે, અલ્પકાળ નાં છે. તો વિનાશી આધાર થી અવિનાશી સુખ નથી મળતું. ચેક કરતા જાઓ. હમણાં
પણ સાંભળતા પણ જાઓ અને પોતાનાં માં ચેક પણ કરતા જાઓ તો ખબર પડશે કે હમણાં નાં
સંસ્કાર અને ભવિષ્ય સંસાર ની પ્રારબ્ધ માં કેટલું અંતર છે? તમે બધાએ જન્મતા જ
બાપદાદા સાથે વાયદો કર્યો છે, યાદ છે વાયદો કે ભૂલી ગયા છો? આ જ વાયદો કર્યો કે અમે
બધા બાપ નાં સાથી બની, વિશ્વ-કલ્યાણકારી બની નવો સુખ શાંતિમય સંસાર બનાવવા વાળા છીએ.
યાદ છે? પોતાનો વાયદો યાદ છે? યાદ છે તો હાથ ઉઠાવો. પાક્કો વાયદો છે કે થોડી ગડબડ
થઈ જાય છે? નવો સંસાર હવે પરમાત્મ-સંસ્કાર નાં આધાર થી બનાવવા વાળા છો. તો ફક્ત હવે
પુરુષાર્થ નથી કરવાનો પરંતુ પુરુષાર્થ ની પ્રારબ્ધ પણ હમણાં અનુભવ કરવાની છે. સુખ
ની સાથે શાંતિ ને પણ ચેક કરો - અશાંત પરિસ્થિતિ, અશાંત વાયુમંડળ આમાં પણ તમે શાંતિ
સાગર નાં બાળકો સદા કમળ પુષ્પ સમાન અશાંતિ ને પણ શાંતિ નાં વાયુમંડળ માં પરિવર્તન
કરી શકો છો? શાંત વાયુમંડળ છે, એમાં તમે શાંતિ અનુભવ કરી, આ કોઈ મોટી વાત નથી પરંતુ
તમારો વાયદો છે અશાંતિ ને શાંતિ માં પરિવર્તન કરવાવાળા છીએ. તો ચેક કરો - ચેક કરી
રહ્યાં છો ને? પરિવર્તક છો, પરવશ તો નથી ને? પરિવર્તક છો. પરિવર્તક ક્યારેય પરવશ ન
થઈ શકે. આ જ પ્રકાર થી સંપત્તિ, અખૂટ સંપત્તિ, તે સ્વરાજ્ય અધિકારી ની શું છે?
જ્ઞાન, ગુણ અને શક્તિ - સ્વરાજ્ય અધિકારીઓ ની સંપત્તિ આ છે. તો ચેક કરો - જ્ઞાન નાં
પૂરાં વિસ્તાર નાં સાર ને સ્પષ્ટ જાણી ગયા છો ને? જ્ઞાન નો અર્થ આ નથી કે ફક્ત ભાષણ
કર્યુ, કોર્સ કરાવ્યો, જ્ઞાન નો અર્થ છે સમજ. તો દરેક સંકલ્પ, દરેક કર્મ બોલ, જ્ઞાન
અર્થાત્ સમજદાર, નોલેજફુલ બનીને કરો છો? સર્વગુણ પ્રેક્ટિકલ જીવન માં ઈમર્જ રહે છે?
સર્વ છે કે યથાશક્તિ છે? આ જ પ્રકારે સર્વશક્તિઓ - તમારું ટાઈટલ છે - માસ્ટર
સર્વશક્તિવાન્, શક્તિવાન્ નથી. તો સર્વશક્તિઓ સંપન્ન છે? અને બીજી વાત સર્વ શક્તિઓ
સમય પર કાર્ય કરે છે? સમય પર હાજર થાય છે કે સમય વીતી જાય છે પછી યાદ આવે છે? તો
ચેક કરો ત્રણેય વાતો એક રાજ્ય, એક ધર્મ અને અવિનાશી સુખ-શાંતિ, સંપત્તિ કારણકે નવાં
સંસાર માં આ વાતો જે હમણાં સ્વરાજ્ય નાં સમય નો અનુભવ છે, તે નહીં થઈ શકશે. હમણાં આ
બધી વાતો નો અનુભવ કરી શકો છો. હમણાં થી આ સંસ્કાર ઈમર્જ હશે ત્યારે અનેક જન્મ
પ્રારબ્ધ નાં રુપ માં ચાલશે. એવું તો નથી સમજતા કે ધારણ કરી રહ્યાં છીએ, થઈ જશે,
અંત સુધી તો થઈ જ જશે!
બાપદાદાએ પહેલાં થી જ
ઈશારો આપી દીધો છે કે બહુજકાળ નો હમણાં નો અભ્યાસ બહુજકાળ ની પ્રાપ્તિ નો આધાર છે.
અંત માં થઈ જશે, નહીં વિચારતા, થઈ જશે નહીં, થવાનું જ છે. કેમ? સ્વરાજ્ય નો જે
અધિકાર છે તે હમણાં બહુજકાળ નો અભ્યાસ જોઈએ. જો એક જન્મ માં અધિકારી નથી બની શકતાં,
અધિન બની જાઓ છો તો અનેક જન્મ કેવી રીતે બનશો? એટલે બાપદાદા બધા ચારેય તરફ નાં બાળકો
ને વારંવાર ઈશારો આપી રહ્યાં છે કે હવે સમય ની રફતાર તીવ્રગતિ માં જઈ રહી છે એટલે
બધા બાળકો ને હવે ફક્ત પુરુષાર્થી નથી બનવાનું પરંતુ તીવ્ર પુરુષાથી બની, પુરુષાર્થ
ની પ્રારબ્ધ નો હમણાં બહુજકાળ થી અનુભવ કરવાનો છે. તીવ્ર પુરુષાર્થ ની નિશાનીઓ
બાપદાદાએ પહેલાં પણ સંભળાવી છે. તીવ્ર પુરુષાર્થી સદા માસ્ટર દાતા હશે, લેવતા નહીં
દેવતા, આપવા વાળા. આ થાય તો મારો પુરુષાર્થ થાય, આ કરે તો હું પણ કરું, આ બદલે તો
હું પણ બદલું, આ બદલે, આ કરે, આ દાતાપણા ની નિશાની નથી. કોઈ કરે ન કરે, પરંતુ હું
બાપદાદા સમાન કરું, બ્રહ્મા બાપ સમાન પણ, સાકાર માં પણ જોયું, બાળકો કરે તો હું કરું
- ક્યારેય નથી કહ્યું, હું કરીને બાળકો પાસે કરાવું. બીજી નિશાની છે તીવ્ર
પુરુષાર્થ ની, સદા નિર્માન, કાર્ય કરતા પણ નિર્માન, નિર્માણ અને નિર્માન બંને નું
બેલેન્સ જોઈએ. કેમ? નિર્માન બનીને કાર્ય કરવામાં સર્વ દ્વારા દિલ નો સ્નેહ અને
દુવાઓ મળે છે. બાપદાદાએ જોયું કે નિર્માણ અર્થાત્ સેવા નાં ક્ષેત્ર માં આજકાલ બધા
સારા ઉમંગ-ઉત્સાહ થી નવાં-નવાં પ્લાન બનાવી રહ્યાં છે. આની બાપદાદા ચારેય તરફ નાં
બાળકો ને મુબારક આપી રહ્યાં છે.
બાપદાદા ની પાસે
નિર્માણ નાં, સેવા નાં પ્લાન ખૂબ સારા-સારા આવ્યાં છે. પરંતુ બાપદાદાએ જોયું કે
નિર્માણ નાં કાર્ય તો ખૂબ સારા પરંતુ જેટલો સેવા નાં કાર્ય માં ઉમંગ-ઉત્સાહ છે એટલું
જો નિર્માન સ્ટેજ નું બેલેન્સ હોય તો નિર્માણ અર્થાત્ સેવા નાં કાર્ય માં સફળતા
વધારે પ્રત્યક્ષ રુપ માં થઈ શકે છે. બાપદાદાએ પહેલાં પણ સંભળાવ્યું છે - નિર્માન
સ્વભાવ, નિર્માન બોલ અને નિર્માન સ્થિતિ થી સંબંધ-સંપર્ક માં આવજો, દેવતાઓ નું ગાયન
કરે છે પરંતુ છે બ્રાહ્મણો નું ગાયન, દેવતાઓ માટે કહે છે એમનાં મુખ માંથી જે બોલ
નીકળે તે જાણે હીરા મોતી, અમૂલ્ય, નિર્મળ વાણી, નિર્મળ સ્વભાવ. હવે બાપદાદા જુએ છે
રીઝલ્ટ સંભળાવી દે ને, કારણકે આ સિઝન નો લાસ્ટ ટર્ન (વારો) છે. તો બાપદાદાએ જોયું
કે નિર્મળ વાણી, નિર્માન સ્થિતિ એમાં હવે અટેન્શન જોઈએ.
બાપદાદાએ ખજાના નાં
ત્રણેય ખાતા જમા કરો, આ પહેલાં બતાવ્યું છે. તો રિઝલ્ટ માં શું જોયું? ત્રણેય ખાતા
કયા છે? તે તો યાદ હશે ને? છતાં પણ રિવાઇઝ કરાવી રહ્યાં છે - એક છે પોતાનાં
પુરુષાર્થ થી જમા નું ખાતું વધારવું. બીજું છે - સદા સ્વયં પણ સંતુષ્ટ રહે અને
બીજાઓ ને પણ સંતુષ્ટ કરે, ભિન્ન-ભિન્ન સંસ્કાર ને જાણવા છતાં પણ સંતુષ્ટ રહેવું અને
સંતુષ્ટ કરવા, આમાં દુવાઓ નું ખાતું જમા થાય છે. જો કોઈપણ કારણ થી સંતુષ્ટ કરવામાં
કમી રહી જાય છે તો પુણ્ય નાં ખાતા માં જમા નથી થતું. સંતુષ્ટતા પુણ્ય ની ચાવી છે,
ભલે રહેવું કે કરવા. અને ત્રીજું છે - સેવા માં પણ સદા નિસ્વાર્થ, હું પણું નહીં.
મે કર્યુ કે મારું થવું જોઈએ, આ હું અને મારાપણું જ્યાં સેવા માં આવી જાય છે ત્યાં
પુણ્ય નું ખાતું જમા નથી થતું. મારાપણું, અનુભવી છો આ રોયલ રુપ નું પણ મારાપણું ખૂબ
છે. રોયલ રુપ નાં મારાપણા નું લિસ્ટ સાધારણ મારાપણા થી લાંબુ છે. તો જ્યાં પણ હું
અને મારા પણા નો સ્વાર્થ આવી જાય છે, નિઃસ્વાર્થ નથી ત્યાં પુણ્ય નું ખાતું ઓછું જમા
થાય છે. મારાપણા નું લિસ્ટ પછી ક્યારેક સંભળાવશે, ખૂબ લાંબું છે અને ખૂબ સૂક્ષ્મ
છે. તો બાપદાદાએ જોયું કે પોતાનાં પુરુષાર્થ થી યથાશક્તિ બધા પોતપોતાનું ખાતું જમા
કરી રહ્યાં છે પરંતુ દુવાઓ નું ખાતું અને પુણ્ય નું ખાતું તે હમણાં ભરવાની આવશ્યક્તા
છે એટલે ત્રણેય ખાતા જમા કરવાનું અટેન્શન. સંસ્કાર વેરાયટી હમણાં પણ દેખાશે, બધાનાં
સંસ્કાર હમણાં સંપન્ન નથી પરંતુ આપણા ઉપર બીજાઓનાં કમજોર સ્વભાવ, કમજોર સંસ્કાર નો
પ્રભાવ ન પડવો જોઈએ. હું માસ્ટર સર્વશક્તિવાન્ છું, કમજોર સંસ્કાર શક્તિશાળી નથી.
મુજ માસ્ટર સર્વશક્તિવાન્ ઉપર કમજોર સંસ્કાર નો પ્રભાવ ન પડવો જોઈએ. સેફ્ટી નું
સાધન છે બાપદાદા ની છત્રછાયા માં રહેવું. બાપદાદા ની સાથે કમ્બાઈન્ડ રહેવું.
છત્રછાયા છે શ્રીમત.
આજે બાપદાદા ઈશારો આપી
રહ્યાં છે કે સ્વ પ્રત્યે દરેકે સંકલ્પ, બોલ, સંપર્ક-સંબંધ, કર્મ માં નવીનતા લાવવાનો
પ્લાન બનાવવાનો જ છે. બાપદાદા પહેલાં રિઝલ્ટ જોશે શું નવીનતા લાવી? શું જૂનાં
સંસ્કાર દૃઢ સંકલ્પ થી પરિવર્તન કર્યાં? આ રીઝલ્ટ પહેલાં જોશે. શું વિચારો છો, આમ
કરીએ? કરીએ? હાથ ઉઠાવો જે કહે છે કરીશું, કરીશું? સારું. કરશો કે બીજાઓ ને જોશો?
શું કરશો? બીજાઓ ને નહીં જોતા, બાપદાદા ને જોજો, તમારી મોટી દાદી ને જોજો. કેટલી
ન્યારી અને પ્યારી સ્ટેજ છે. બાપદાદા કહે છે જો કોઈને હું અને હદ નાં મારાપણા થી
ન્યારા જોવા હોય તો આપણા બાપદાદા ની દિલ તખ્તનશીન દાદી ને જુઓ. આખાં જીવન માં હદ
નું મારાપણું, હદ નાં હું-પણા થી ન્યારી રહી છે, આનું રીઝલ્ટ બીમારી કેટલી પણ છે
પરંતુ દુઃખ-દર્દ ની ભાસના થી ન્યારી છે. એક જ શબ્દ પાક્કો છે, કોઈપણ પૂછે દાદી કાંઈ
દર્દ છે, દાદી કાંઈ થઈ રહ્યું છે? તો શું જવાબ મળતો? કાંઈ નથી કારણકે નિઃસ્વાર્થ અને
દિલ મોટું, સર્વ ને સમાવવા વાળી, સર્વ ની પ્યારી, આની પ્રેક્ટિકલ નિશાની જોઈ રહ્યાં
છો. તો જ્યારે બ્રહ્મા બાપ ની વાત કહો છો, તો કહે છે એમાં તો બાપ હતાં ને, પરંતુ
દાદી તો તમારી સાથે પ્રભુ-પાલના માં રહી, ભણતર માં રહી, સેવા માં સાથી રહી, તો
જ્યારે એક બની શકે છે, નિઃસ્વાર્થ સ્થિતિ માં તો શું તમે બધા નથી બની શકતાં? બની શકો
છો ને? બાપદાદા ને નિશ્ચય છે કે તમે જ બનવાવાળા છો. કેટલી વાર બન્યાં છો? યાદ છે?
અનેક કલ્પ બાપ સમાન બન્યાં છો અને હમણાં પણ તમે જ બનવા વાળા છો. આ જ ઉમંગ થી,
ઉત્સાહ થી ઉડતા ચાલો. બાપ ને તમારા માં નિશ્ચય છે તો તમારે પણ પોતાનામાં સદા
નિશ્ચયબુદ્ધિ, બનવાનું જ છે એવાં નિશ્ચયબુદ્ધિ બની ઉડતા ચાલો. જ્યારે બાપ સાથે
પ્રેમ છે, પ્રેમ માં ૧૦૦ ટકા થી પણ વધારે છે, એવું કહો છો. આ ઠીક છે? જે પણ બધા બેઠાં
છે અથવા જે પણ પોત-પોતાનાં સ્થાન પર સાંભળી રહ્યાં છે, જોઈ રહ્યાં છે તે બધા પ્રેમ
નાં સબ્જેક્ટ માં પોતાને ૧૦૦ ટકા સમજે છે? તે હાથ ઉઠાવો. ૧૦૦ ટકા? (બધાએ ઉઠાવ્યો)
સારું. પાછળ વાળા લાંબો હાથ ઉઠાવો, હલાવો. (આજે ૨૨ હજાર થી પણ વધારે ભાઈ-બહેન
પહોંચ્યાં છે) આમાં તો બધાએ હાથ ઉઠાવ્યો. તો પ્રેમ ની નિશાની છે સમાન બનવું. જેમની
સાથે પ્રેમ હોય છે તે એમનાં જેવું બોલવું, એમનાં જેવું ચાલવું, એમનાં જેવો
સંબંધ-સંપર્ક નિભાવવો, આ છે પ્રેમ ની નિશાની.
આજે બાપદાદા
હમણાં-હમણાં જોવા ઈચ્છે છે કે એક સેકન્ડ માં સ્વરાજ્ય ની સીટ પર કંટ્રોલિંગ પાવર,
રુલિંગ પાવર નાં સંસ્કાર માં ઈમર્જ રુપ થી સેકન્ડ માં બેસી શકો છો? તો એક સેકન્ડ
માં બે-ત્રણ મિનિટ માટે રાજ્ય અધિકારી ની સીટ પર સેટ થઈ જાઓ. સારું. (ડ્રિલ)
ચારેય તરફ નાં બાળકો
નાં યાદ-પ્યાર નાં પત્ર અને સાથે-સાથે જે પણ સાયન્સ નાં સાધન છે એનાં દ્વારા
યાદ-પ્યાર બાપદાદા ની પાસે પહોંચી ગયા છે. પોતાનાં દિલ નાં સમાચાર પણ ઘણાં બાળકો લખે
પણ છે અને રુહરિહાન માં પણ સંભળાવે છે. બાપદાદા એ બધા બાળકો ને રેસપોન્ડ આપી રહ્યાં
છે કે સદા સાચાં દિલ પર સાહેબ રાજી છે. દિલ ની દુવાઓ અને દિલ નો દુલાર બાપદાદા નો
વિશેષ એ આત્માઓ પ્રત્યે છે. ચારેય તરફ નાં જે પણ સમાચાર આપે છે, બધા સારા-સારા
ઉમંગ-ઉત્સાહ નાં પ્લાન જે પણ બનાવ્યાં છે, એની બાપદાદા મુબારક પણ આપી રહ્યાં છે અને
વરદાન પણ આપી રહ્યાં છે, વધતા ચાલો, વધારતા ચાલો.
ચારેય તરફ નાં બાપદાદા
નાં કોટો માં કોઈ, કોઈ માં પણ કોઈ શ્રેષ્ઠ ભાગ્યવાન બાળકો ને બાપદાદા નાં વિશેષ
યાદ-પ્યાર, બાપદાદા બધા બાળકો ને હિંમત અને ઉમંગ-ઉત્સાહ ની મુબારક પણ આપી રહ્યાં
છે. આગળ તીવ્ર પુરુષાર્થી બનવાની, બેલેન્સ ની પદમા-પદમગુણા બ્લેસિંગ પણ આપી રહ્યાં
છે. બધાનાં ભાગ્ય નો સિતારો સદા ચમકતો રહે અને બીજાઓ નું ભાગ્ય બનાવતા રહો આની પણ
દુવાઓ આપી રહ્યાં છે. ચારેય તરફ નાં બાળકો પોત-પોતાનાં સ્થાન પર સાંભળી પણ રહ્યાં
છે, જોઈ પણ રહ્યાં છે અને બાપદાદા પણ બધા ચારેય તરફ નાં દૂર બેઠેલા બાળકો ને
જોઈ-જોઈ ખુશ થઈ રહ્યાં છે. જોતા રહો અને મધુબન ની શોભા સદા વધારતા રહો. તો બધા બાળકો
ને દિલની દુવાઓ સાથે નમસ્તે.
વરદાન :-
અટેન્શન રુપી
ઘૃત દ્વારા આત્મિક સ્વરુપ નાં સિતારા ની ચમક ને વધારવા વાળા આકર્ષણ મૂર્ત ભવ
જ્યારે બાપ દ્વારા,
નોલેજ દ્વારા આત્મિક સ્વરુપ નો સિતારો ચમકી ગયો તો ઓલવાઈ નથી શકતો, પરંતુ ચમક ની
ટકાવારી ઓછી અને વધારે થઈ શકે છે. આ સિતારો સદા ચમકતો બધાને આકર્ષિત ત્યારે કરશે
જ્યારે રોજ અમૃતવેલે અટેન્શન રુપી ઘૃત નાખતા રહેશો. જેવી રીતે દીપક માં ઘૃત નાખે છે
તો તે એકરસ પ્રગટે છે. એવી રીતે સંપૂર્ણ અટેન્શન આપવું અર્થાત્ બાપ નાં સર્વ ગુણ તથા
શક્તિઓ ને સ્વયં માં ધારણ કરવાં. આ જ અટેન્શન થી આકર્ષણ મૂર્ત બની જશો.
સ્લોગન :-
બેહદ ની
વૈરાગવૃત્તિ દ્વારા સાધના નાં બીજ ને પ્રત્યક્ષ કરો.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિ નો પ્રયોગ કરો
યોગ ની શક્તિ જમા કરવા
માટે કર્મ અને યોગ નું બેલેન્સ વધારે વધારો. કર્મ કરતા યોગ ની પાવરફુલ સ્ટેજ રહે -
આનો અભ્યાસ વધારો. જેવી રીતે સેવા માટે ઇન્વેન્શન કરો તેવી રીતે આ વિશેષ અનુભવો નાં
અભ્યાસ માટે સમય કાઢો અને નવીનતા લાવીને બધાની આગળ ઉદાહરણ રુપ બનો.
સુચના:- આજે મહિના નો
ત્રીજો રવિવાર છે, બધા રાજયોગી તપસ્વી ભાઈ-બહેનો સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી,
વિશેષ યોગ અભ્યાસ નાં સમયે માસ્ટર સર્વશક્તિવાન્ નાં શક્તિશાળી સ્વરુપ માં સ્થિત થઈ
પ્રકૃતિ સહિત સર્વ આત્માઓ ને પવિત્રતા ની કિરણો આપો, સતોપ્રધાન બનાવવા ની સેવા કરો.