19-11-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારી
યાદ બહુ જ વન્ડરફુલ ( અદ્દભુત ) છે , કારણકે તમે એક સાથે જ બાપ , શિક્ષક અને
સદ્દગુરુ ત્રણેય ને યાદ કરો છો”
પ્રશ્ન :-
કોઈ પણ બાળક ને માયા જ્યારે મગરુર (અભિમાની) બનાવે છે તો કઈ વાત નું ડોન્ટ-કેર (બેકાળજી)
કરે છે.
ઉત્તર :-
મગરુર (અભિમાની) બાળકો દેહ-અભિમાન માં આવી મોરલી ને ડોન્ટ-કેર કરે છે, કહેવત પણ છે
ને - ઉંદરને હળદરની ગાંઠ મળી, સમજ્યો હું વેપારી છું... ઘણા છે જે મોરલી વાંચતાં જ
નથી, કહી દે છે અમારું તો ડાયરેક્ટ શિવબાબા સાથે કનેક્શન છે. બાબા કહે બાળકો,
મોરલીમાં તો નવી-નવી વાતો નીકળે છે એટલે મોરલી ક્યારેય મિસ (ગેરહાજર ન રહેવું) ન
કરવી, એનાં ઉપર ખૂબ અટેન્શન (ધ્યાન) રહે.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
સિકીલધા બાળકોથી રુહાની બાપ પૂછે છે - અહીં તમે બેઠાં છો, કોની યાદમાં બેઠાં છો? (બાપ,
શિક્ષક, સદ્દગુરુ ની) બધાં આ ત્રણેયની યાદમાં બેઠાં છો? દરેક સ્વયંથી પૂછે - આ ફક્ત
અહીં બેઠાં યાદ છે? કે ચાલતાં-ફરતાં યાદ રહે છે? કારણ કે આ છે વન્ડરફુલ વાત. બીજા
કોઈ આત્માને ક્યારેય આમ નથી કહેવાતું. ભલે આ લક્ષ્મી-નારાયણ વિશ્વનાં માલિક છે પરંતુ
એમનાં આત્માને ક્યારેય એવું નહીં કહીશું કે આ બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ
છે. પરંતુ આખી દુનિયામાં જે પણ જીવ આત્માઓ છે, કોઈપણ આત્મા માટે આવું નહીં કહેવાશે.
આપ બાળકો જ આવી રીતે યાદ કરો છો. અંદર માં આવે છે આ બાબા, બાબા પણ છે, શિક્ષક પણ
છે, સદ્દગુરુ પણ છે. એ પણ સુપ્રીમ (સર્વોચ્ચ). ત્રણેય ને યાદ કરો છો? કે એક ને? ભલે
એ એક છે પરંતુ ત્રણેય ગુણોથી યાદ કરો છો. શિવબાબા આપણા બાપ પણ છે, શિક્ષક અને
સદ્દગુરુ પણ છે. આ એકસ્ટ્રા ઓર્ડિનરી (અસાધારણ) કહેવાય છે. જ્યારે બેઠાં છો અથવા
ચાલતાં-ફરતાં હો તો આ યાદ રહેવું જોઈએ. બાબા પૂછે છે - આવી રીતે યાદ કરો છો કે આ
આપણા બાપ, શિક્ષક, સદ્દગુરુ પણ છે? આવા કોઈપણ દેહધારી હોઈ ન શકે. દેહધારી માં
નંબરવન છે શ્રીકૃષ્ણ, એમને બાપ, શિક્ષક, સદ્દગુરુ કહી ન શકાય, આ બિલ્કુલ વન્ડરફુલ
વાત છે. તો સાચું બતાવવું જોઈએ ત્રણેય રુપમાં યાદ કરો છો? ભોજન પર બેસો છો તો ફક્ત
શિવબાબા ને યાદ કરો છો કે ત્રણેય બુદ્ધિ માં આવે છે? બીજા કોઈ પણ આત્મા માટે આવી
રીતે કહી ન શકાય. આ છે વન્ડરફુલ વાત. વિચિત્ર મહિમા છે બાપની. તો બાપને યાદ પણ આવી
રીતે કરવાનાં છે. તો બુદ્ધિ એકદમ એ તરફ ચાલી જશે, જે આવાં વન્ડરફુલ છે. બાપ જ બેસી
પોતાનો પરિચય આપે છે પછી આખા ચક્રનું પણ જ્ઞાન આપે છે. આવાં આ યુગ છે, આટલા-આટલા
વર્ષ નાં છે જે ફરતા રહે છે. આ જ્ઞાન પણ એ રચયિતા બાપ જ આપે છે. તો એમને યાદ કરવામાં
બહુ જ મદદ મળશે. બાપ, શિક્ષક, ગુરુ એ એક જ છે. આટલો ઊંચો આત્મા બીજો કોઈ હોતો નથી.
પરંતુ માયા આવા બાપની યાદ પણ ભુલાવી દે છે, તો શિક્ષક અને ગુરુને પણ ભૂલી જાય છે. આ
દરેકને પોત-પોતાના દિલ થી લગાડવું જોઈએ. બાબા આપણને આવા વિશ્વનાં માલિક બનાવશે.
બેહદનાં બાપ નો વારસો જરુર બેહદ નો જ છે. સાથે-સાથે આ મહિમા પણ બુદ્ધિ માં આવે,
ચાલતાં-ફરતાં ત્રણેય જ યાદ આવે. આ એક આત્મા જ ત્રણેય સર્વિસ (સેવા) એક સાથે કરે છે
એટલે એમને સુપ્રીમ (સર્વોચ્ચ) કહેવાય છે.
હવે કોન્ફરન્સ (સંમેલન) વગેરે બોલાવે છે, કહે છે વિશ્વમાં શાંતિ કેવી રીતે થાય? એ
તો હવે થઈ રહી છે, આવીને સમજો. કોણ કરી રહ્યા છે? તમારે બાપનું ઓક્યુપેશન (કર્તવ્ય)
સિદ્ધ કરી બતાવવાનું છે. બાપનાં ઓક્યુપેશન અને શ્રીકૃષ્ણનાં ઓક્યુપેશન માં બહુ જ
ફરક છે. બીજા તો બધા નાં નામ શરીર નાં જ લેવાય છે. એમનાં આત્માનું નામ ગવાય છે. એ
આત્મા બાપ પણ છે, શિક્ષક, ગુરુ પણ છે. આત્મામાં જ્ઞાન છે પરંતુ એ આપે કેવી રીતે?
શરીર દ્વારા જ આપશે ને? જ્યારે આપે છે ત્યારે તો મહિમા ગવાય છે. હવે શિવજયંતી પર
બાળકો કોન્ફરન્સ કરે છે. બધા ધર્મનાં નેતાઓને બોલાવે છે. તમારે સમજાવવાનું છે ઈશ્વર
સર્વવ્યાપી તો છે નહીં. જો બધા માં ઈશ્વર છે તો શું દરેક આત્મા ભગવાન-બાપ પણ છે,
શિક્ષક પણ છે, ગુરુ પણ છે? બતાવો, સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે? આ તો કોઈ
પણ સંભળાવી ન શકે.
આપ બાળકો નાં અંદર માં આવવું જોઈએ - ઊંચા માં ઊંચા બાપ ની કેટલી મહિમા છે? એ આખા
વિશ્વને પાવન બનાવવા વાળા છે. પ્રકૃતિ પણ પાવન બની જાય છે. કોન્ફરન્સ માં
પહેલા-પહેલા તો તમે એ પૂછશો કે - ગીતાનાં ભગવાન કોણ છે? સતયુગી દેવી-દેવતા ધર્મની
સ્થાપના કરવા વાળા કોણ? જો શ્રીકૃષ્ણ માટે કહેશે તો બાપને ગુમ કરી દેશે અથવા પછી કહી
દે છે એ નામ-રુપથી ન્યારા છે. જાણે કે છે જ નહીં. તો બાપ વગર ઓરફન (અનાથ) થયા ને?
બેહદનાં બાપ ને જ નથી જાણતા. એક-બીજા પર કામ કટારી ચલાવી કેટલાં હેરાન કરે છે.
એક-બીજા ને દુઃખ આપે છે. તો આ બધી વાતો તમારી બુદ્ધિ માં આવવી જોઈએ. કોન્ટ્રાસ્ટ (તફાવત)
કરવાનો છે - આ લક્ષ્મી-નારાયણ ભગવાન-ભગવતી છે ને? એમની પણ વંશાવલી છે ને? તો જરુર
બધા આવા ગોડ-ગોડેસ (દેવી-દેવતા) હોવા જોઈએ. તો તમે બધાં ધર્મ વાળા ને બોલાવો છો. જે
સારી રીતે ભણેલા-ગણેલા છે, બાપ નો પરિચય આપી શકે છે, એમને જ બોલાવવાનાં છે. તમે લખી
શકો છો - જે આવીને રચયિતા અને રચનાનાં આદિ-મધ્ય-અંત નો પરિચય આપે, તેમનાં માટે અમે
આવવા-જવાનો, રહેવા વગેરેનો બધો પ્રબંધ કરીશું - જો રચતા અને રચનાનો પરિચય આપ્યો તો.
આ તો જાણો છો કોઈ પણ આ જ્ઞાન આપી ન શકે. ભલે કોઈ વિદેશથી આવે, રચયિતા અને રચનાનાં
આદિ-મધ્ય-અંત નો પરિચય આપ્યો તો અમે ખર્ચો આપી દઈશું. આવી એડવર્ટાઈઝ (પ્રચાર) બીજા
કોઈ કરી ન શકે. તમે તો બહાદુર છો ને? મહાવીર-મહાવીરનિયો છો. તમે જાણો છો આમણે (લક્ષ્મી-નારાયણ)
વિશ્વની બાદશાહી કેવી રીતે લીધી? કઈ એવી બહાદુરી કરી? બુદ્ધિ માં આ બધી વાતો આવવી
જોઈએ. તમે કેટલું ઊંચું કાર્ય કરી રહ્યા છો. આખા વિશ્વને પાવન બનાવી રહ્યા છો. તો
બાપને યાદ કરવાનાં છે, વારસો પણ યાદ કરવાનો છે. ફક્ત એ નહીં કે શિવબાબા યાદ છે.
પરંતુ એમની મહિમા પણ બતાવવાની છે. આ મહિમા છે જ નિરાકારની. પરંતુ નિરાકાર પોતાનો
પરિચય કેવી રીતે આપે? જરુર રચનાનાં આદિ-મધ્ય-અંત ની નોલેજ આપવા માટે મુખ જોઈએ ને?
મુખ ની કેટલી મહિમા છે. મનુષ્ય ગૌમુખ પર જાય છે, કેટલા ધક્કા ખાય છે? કેવી-કેવી વાતો
બનાવી દીધી છે. તીર માર્યુ ગંગા નીકળી આવી. ગંગા ને સમજે છે પતિત-પાવની. હવે પાણી
કેવી રીતે પતિત થી પાવન બનાવી શકે? પતિત-પાવન તો બાપ જ છે. તો બાપ આપ બાળકોને કેટલું
શીખવાડતા રહે છે? બાપ તો કહે છે - આમ-આમ કરો. કોણ આવીને બાપ-રચયિતા અને રચના નો
પરિચય આપશે? સાધુ-સંન્યાસી વગેરે એ પણ જાણે છે કે ઋષિ-મુનિ વગેરે બધા કહેતા હતા -
નેતી-નેતી, અમે નથી જાણતાં, ગોયા નાસ્તિક હતાં. હવે જુઓ, કોઈ આસ્તિક નીકળે છે? હમણાં
આપ બાળકો નાસ્તિક થી આસ્તિક બની રહ્યા છો. તમે બેહદનાં બાપ ને જાણો છો જે તમને આટલા
ઊંચ બનાવે છે. પોકારે પણ છે - ઓ ગોડફાધર (પરમપિતા), લિબ્રેટ (મુક્ત) કરો, બાપ સમજાવે
છે - આ સમયે રાવણનું આખા વિશ્વ પર રાજ્ય છે. બધા ભ્રષ્ટાચારી છે પછી શ્રેષ્ટાચારી
પણ થશે ને? આપ બાળકોની બુદ્ધિ માં છે - પહેલા-પહેલા પવિત્ર દુનિયા હતી. બાપ અપવિત્ર
દુનિયા થોડી બનાવશે? બાપ તો આવીને પાવન દુનિયા સ્થાપન કરે છે, જેને શિવાલય કહેવાય
છે. શિવબાબા શિવાલય બનાવશે ને? એ કેવી રીતે બનાવે છે? એ પણ તમે જાણો છો. મહાપ્રલય,
જળમય વગેરે તો થતું નથી. શાસ્ત્રોમાં તો શું-શું લખ્યું છે. બાકી ૫ પાંડવો રહ્યા,
જે હિમાલય પહાડ પર ગળી ગયા, પછી રીઝલ્ટ (પરિણામ) ની કોઈને ખબર નથી. આ બધી વાતો બાપ
બેસી સમજાવે છે. આ પણ તમે જ જાણો છો - એ બાપ, બાપ પણ છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ
છે. ત્યાં તો આ મંદિર હોતા નથી. આ દેવતાઓ થઈને ગયા છે, તેમનાં યાદગાર મંદિર અહીં
છે. આ બધી ડ્રામા માં નોંધ છે. સેકન્ડ પછી સેકન્ડ નવી વાત થતી રહે છે, ચક્ર ફરતું
રહે છે. હવે બાપ બાળકોને ડાયરેક્શન તો બહુ જ સારું આપે છે. ઘણાં દેહ-અભિમાની બાળકો
છે જે સમજે છે અમે તો બધું જ જાણી ગયા છીએ. મોરલી પણ નથી વાંચતાં. કદર જ નથી. બાબા
તાકીદ કરે છે, કોઈ-કોઈ સમયે મોરલી બહુ જ સારી ચાલે છે. છુટ્ટી ન કરવી જોઈએ. ૧૦-૧૫
દિવસની મોરલી જો છુટી જાય છે તો તે બેસી વાંચવી જોઈએ. આ પણ બાપ કહે છે એવી-એવી શરત
આપો - આ રચતા અને રચનાનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન કોઈ આવીને આપે, તો અમે તેમને ખર્ચો
વગેરે બધું આપીશું. આવી શરત તો જે જાણે છે તે આપશે ને? શિક્ષક પોતે જાણે છે ત્યારે
તો પૂછે છે ને? વગર જાણ્યે પૂછશે કેવી રીતે?
કોઈ બાળકો મોરલી ને પણ ડોન્ટ-કેર (બેકાળજી) કરે છે. બસ, અમારું તો શિવબાબા સાથે જ
કનેક્શન છે. પરંતુ શિવબાબા જે સંભળાવે છે એ પણ સાંભળવાનું છે ન કે ફક્ત એમને યાદ
કરવાનાં છે. બાપ કેવી સરસ-સરસ મીઠી-મીઠી વાતો સંભળાવે છે. પરંતુ માયા બિલકુલ જ
અભિમાની કરી દે છે. કહેવત છે ને - ઉંદર ને હળદરની ગાંઠ મળી, સમજે છે હું વેપારી
છું... ઘણા છે જે મોરલી વાંચતા જ નથી. મોરલી માં તો નવી-નવી વાતો આવે છે ને? તો આ
બધી વાતો સમજવાની છે. જ્યારે બાપ ની યાદ માં બેસો છો તો એ પણ યાદ કરવાનું છે કે એ
બાપ, શિક્ષક પણ છે અને સદ્દગુરુ પણ છે. નહીં તો ભણશો ક્યાંથી? બાપે તો બાળકોને બધું
સમજાવી દીધું છે. બાળકો જ બાપનો શો (પ્રત્યક્ષ) કરશે. સન શોઝ ફાધર. સન (બાળક) નો પછી
ફાધર (પિતા) શો કરે છે. આત્માનો શો કરે છે. પછી બાળકો નું કામ છે બાપ નો શો કરવો.
બાપ પણ બાળકોને છોડતા નથી, કહેશે - આજે ફલાણી જગ્યાએ જાઓ, આજે અહીં જાઓ. આમને થોડી
કંઈ ઓર્ડર (હુકમ) કરવા વાળા હશે? તો આ નિમંત્રણ વગેરે સમાચારપત્રો માં આવશે. આ સમયે
આખી દુનિયા છે નાસ્તિક. બાપ જ આવીને આસ્તિક બનાવે છે. આ સમયે આખી દુનિયા છે વર્થ
નોટ અ પેની (કોડીતુલ્ય). અમેરિકા પાસે ભલે કેટલાં પણ ધન-દોલત છે પરંતુ વર્થ નોટ અ
પેની (કોડીતુલ્ય) છે. આ તો બધું ખતમ થઈ જવાનું છે ને? આખી દુનિયામાં તમે વર્થ
પાઉન્ડ (હીરાતુલ્ય) બની રહ્યા છો. ત્યાં કોઈ કંગાળ હશે નહીં.
આપ બાળકોએ સદૈવ જ્ઞાનનું સિમરણ કરી હર્ષિત રહેવું જોઈએ. એનાં માટે જ ગાયન છે -
અતીન્દ્રિય સુખ ગોપ-ગોપીઓ થી પૂછો. આ સંગમની જ વાતો છે. સંગમયુગ ને કોઈ પણ જાણતું
નથી. વિહંગ માર્ગની સેવા કરવાથી કદાચ મહિમા નીકળે. ગાયન પણ છે - અહો પ્રભુ તારી લીલા.
આ કોઈ પણ નહોતા જાણતા કે ભગવાન બાપ, શિક્ષક, સદ્દગુરુ પણ છે. હવે ફાધર (પિતા) તો
બાળકો ને શીખવાડતા રહે છે. બાળકોને આ નશો સ્થાઈ રહેવો જોઈએ. અંત સુધી નશો રહેવો
જોઈએ. હમણાં તો નશો ઝટ સોડાવોટર થઈ જાય છે. સોડા પણ એમ જ હોય છે ને? થોડો સમય
રાખવાથી જાણે ખારું પાણી થઈ જાય છે. આવું તો ન થવું જોઈએ. કોઈને એવું સમજાવો, જે
તેઓ પણ વન્ડર ખાય. સારું-સારું કહે પણ છે પરંતુ તેઓ પછી સમય કાઢી સમજે, જીવન બનાવે
એ ખૂબ મુશ્કેલ છે. બાબા કોઈ મનાઈ નથી કરતા કે ધંધો વગેરે નહીં કરો. પવિત્ર બનો અને
જે ભણાવું છું તે યાદ કરો. આ તો શિક્ષક છે ને? અને આ છે (અનકોમન) અસાધારણ ભણતર. કોઈ
મનુષ્ય નથી ભણાવી શકતાં. બાપ જ ભાગ્યશાળી રથ પર આવીને ભણાવે છે. બાપે સમજાવ્યું છે
- આ તમારું તખ્ત છે, જેનાં પર અકાળમૂર્ત આત્મા આવીને બેસે છે. તેને આ બધો પાર્ટ
મળેલો છે. હવે તમે સમજો છો આ તો રીયલ (સત્ય) વાત છે. બાકી આ બધી છે આર્ટિફિશિયલ (નકલી
) વાતો. આ સારી રીતે ધારણ કરી ગાંઠ બાંધી લો. તો હાથ લાગવાથી યાદ આવશે. પરંતુ ગાંઠ
કેમ બાંધી છે? એ પણ ભૂલી જાય છે. તમારે તો આ પાકું યાદ કરવાનું છે. બાપની યાદની સાથે
જ્ઞાન પણ જોઈએ. મુક્તિ પણ છે તો જીવનમુક્તિ પણ છે. બહુ જ મીઠાં-મીઠાં બાળકો બનો.
બાબા અંદરમાં સમજે છે કલ્પ-કલ્પ આ બાળકો ભણતા રહે છે. નંબરવાર પુરુષાર્થ અનુસાર જ
વારસો લેશે. છતાં પણ ભણાવવાનો શિક્ષક પુરુષાર્થ તો કરાવશે ને? તમે ઘડી-ઘડી ભૂલી જાઓ
છો એટલે યાદ કરાવાય છે. શિવબાબા ને યાદ કરો. એ બાપ, શિક્ષક, સદ્દગુરુ પણ છે. નાનાં
બાળકો આવી રીતે યાદ નહીં કરશે. શ્રીકૃષ્ણ માટે થોડી કહીશું કે બાપ, શિક્ષક, સદ્દગુરુ
છે? સતયુગ નાં પ્રિન્સ (રાજકુમાર) શ્રીકૃષ્ણ તે પછી ગુરુ કેવી રીતે બનશે? ગુરુ જોઈએ
દુર્ગતિ માં. ગાયન પણ છે બાપ આવીને બધા ની સદ્દગતિ કરે છે. શ્રીકૃષ્ણને તો શ્યામ એવાં
બનાવી દે છે જાણે કાળો કોલસો. બાપ કહે છે આ સમયે બધા કામ ચિતા પર ચઢી કાળા કોલસા બની
ગયા છે ત્યારે શ્યામ કહેવાય છે. કેટલી ગુહ્ય વાતો સમજવાની છે. ગીતા તો બધા વાંચે
છે. ભારતવાસી જ છે જે બધા શાસ્ત્રોને માને છે. બધા નાં ચિત્ર રાખતા રહેશે. તો તેમને
શું કહેશો? વ્યભિચારી ભક્તિ થઈ ને? અવ્યભિચારી ભક્તિ એક જ શિવની છે. જ્ઞાન પણ એક જ
શિવબાબા થી મળે છે. આ જ્ઞાન જ ડિફરન્ટ (અલગ) છે, આને કહેવાય છે સ્પિરિચ્યુઅલ નોલેજ
(આધ્યાત્મિક જ્ઞાન). અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. વિનાશી નશા
ને છોડી અલૌકિક નશો રહે કે આપણે હવે વર્થ અ નોટ પેની (કોડીતુલ્ય) થી વર્થ પાઉન્ડ (હીરાતુલ્ય)
બની રહ્યા છીએ. સ્વયં ભગવાન આપણને ભણાવે છે, આપણું ભણતર અસાધારણ છે.
2. આસ્તિક બની બાપનો
શો કરવા વાળી સેવા કરવાની છે. ક્યારેય પણ મગરુર બની મોરલીમાં ગેરહાજર નથી રહેવાનું
વરદાન :-
પવિત્રતાનાં
ફાઉન્ડેશન દ્વારા સદા શ્રેષ્ઠ કર્મ કરવા વાળા પૂજ્ય આત્મા ભવ
પવિત્રતા પૂજ્ય બનાવે
છે. પૂજ્ય એ જ બને છે, જે સદા શ્રેષ્ઠ કર્મ કરે છે. પરંતુ પવિત્રતા ફક્ત બ્રહ્મચર્ય
નથી. મન્સા સંકલ્પમાં પણ કોઈનાં પ્રત્યે નેગેટિવ સંકલ્પ ઉત્પન્ન ન થાય. બોલ પણ
અયથાર્થ ન હોય. સંબંધ-સંપર્કમાં પણ ફરક ન હોય, બધા ની સાથે સારો એક જેવો સંબંધ હોય.
મન્સા-વાચા-કર્મણા કોઈમાં પણ પવિત્રતા ખંડિત ન થાય ત્યારે કહીશું પૂજ્ય આત્મા. હું
પરમ પૂજ્ય આત્મા છું - આ સ્મૃતિથી પવિત્રતાનું ફાઉન્ડેશન મજબૂત બનાવો.
સ્લોગન :-
સદા આ જ
અલૌકિક નશામાં રહો "વાહ રે હું" તો મન અને તન થી નેચરલ ખુશીનો ડાન્સ કરતા રહેશો.