20-01-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - જ્ઞાન ની ધારણા ની સાથે - સાથે સતયુગી રાજાઈ માટે યાદ અને પવિત્રતા નું બળ પણ જમા કરો”

પ્રશ્ન :-
હમણાં આપ બાળકો નાં પુરુષાર્થ નું શું લક્ષ હોવું જોઈએ?

ઉત્તર :-
સદા ખુશી માં રહેવાનું, બહુજ-બહુજ મીઠાં બનવાનું, બધાને પ્રેમ થી ચલાવવા… આ જ તમારા પુરુષાર્થ નું લક્ષ હોય. આનાંથી તમે સર્વગુણ સંપન્ન સોળે કળા સંપૂર્ણ બનશો.

પ્રશ્ન :-
જેમનાં કર્મ શ્રેષ્ઠ છે, તેમની નિશાની શું હશે?

ઉત્તર :-
તેમનાં દ્વારા કોઈ ને પણ દુઃખ નહીં પહોંચશે. જેવી રીતે બાપ દુઃખહર્તા-સુખકર્તા છે, એમ શ્રેષ્ઠ કર્મ કરવા વાળા પણ દુ:ખહર્તા-સુખકર્તા હશે.

ગીત :-
છોડ ભી દે આકાશ સિંહાસન…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. આ મીઠાં-મીઠાં રુહાની બાળકો કોણે કહ્યું? બંને બાપે કહ્યું. નિરાકારે પણ કહ્યું તો સાકારે પણ કહ્યું એટલે આમને કહેવાય છે બાપ અને દાદા. દાદા છે સાકારી. હવે આ ગીત તો ભક્તિમાર્ગ નાં છે. બાળકો જાણે છે બાપ આવેલા છે અને બાપે આખા સુષ્ટિ ચક્ર નું જ્ઞાન બુદ્ધિ માં બેસાડ્યું. આપ બાળકો ની પણ બુદ્ધિ માં છે કે આપણે ૮૪ જન્મ પૂરાં કર્યા, હવે નાટક પૂરું થાય છે. હવે આપણે પાવન બનવાનું છે, યોગ અથવા યાદ થી. યાદ અને જ્ઞાન આ તો દરેક વાત માં ચાલે છે. બેરિસ્ટર ને જરુર યાદ કરશે અને તેમની પાસે થી નોલેજ લેશે. આને પણ યોગ અને નોલેજ નું બળ કહેવાય છે. અહીં તો આ છે નવી વાત. તે યોગ અને જ્ઞાન થી બળ મળે છે હદ નું. અહીં આ યોગ અને જ્ઞાન થી બળ મળે છે બેહદ નું કારણકે સર્વશક્તિવાન્ ઓથોરિટી (સત્તા) છે. બાપ કહે છે હું જ્ઞાન નો સાગર પણ છું. આપ બાળકો હવે સૃષ્ટિ ચક્ર ને જાણી ગયા છો. મૂળવતન, સૂક્ષ્મવતન… બધું યાદ છે. જે નોલેજ બાપ માં છે, તે પણ મળી છે. તો નોલેજ ને પણ ધારણ કરવાની છે અને રાજાઈ માટે બાપ બાળકો ને યોગ અને પવિત્રતા પણ શીખવાડે છે. તમે પવિત્ર પણ બનો છો. બાપ પાસે થી રાજાઈ પણ લો છો. બાપ પોતાનાં કરતાં પણ વધારે પદ આપે છે. તમે ૮૪ જન્મ લેતાં-લેતાં પદ ગુમાવી દો છો. આ નોલેજ આપ બાળકો ને હમણાં મળી છે. ઊંચા માં ઊંચા બનવાની નોલેજ ઊંચા માં ઊંચા બાપ દ્વારા મળે છે. બાળકો જાણે છે હમણાં અમે જાણે બાપદાદા નાં ઘર માં બેઠાં છીએ. આ દાદા (બ્રહ્મા), માતા પણ છે. એ બાપ તો અલગ છે, બાકી આ માતા પણ છે. પરંતુ આ પુરુષ નો પોશાક હોવાનાં કારણે પછી માતા મુકરર (નિમિત્ત) કરાય છે, આમને પણ એડોપ્ટ (દત્તક) કરાય છે. તેમનાં દ્વારા પછી રચના થઈ છે. રચના પણ છે એડોપ્ટેડ. બાપ બાળકો ને એડોપ્ટ કરે છે, વારસો આપવા માટે. બ્રહ્મા ને પણ એડોપ્ટ કર્યા છે. પ્રવેશ કરવો કે એડોપ્ટ કરવા વાત એક જ છે. બાળકો સમજે છે અને સમજાવે પણ છે - નંબરવાર પુરુષાર્થ અનુસાર બધાને આ જ સમજાવવાનું છે કે અમે આમારા પરમપિતા પરમાત્મા ની શ્રીમત પર ભારત ને ફરી થી શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બનાવીએ છીએ, તો પોતે પણ બનવું પડે. પોતાને જોવાના છે કે અમે શ્રેષ્ઠ બન્યા છીએ? કોઈ ભ્રષ્ટાચાર નું કામ કરી કોઈને દુઃખ તો નથી આપતાં? બાપ કહે છે હું તો આવ્યો છું બાળકો ને સુખી બનાવવા તો તમારે પણ બધાને સુખ આપવાનું છે. બાપ ક્યારેય કોઈને દુઃખ ન આપી શકે. એમનું નામ જ છે દુઃખહર્તા-સુખકર્તા. બાળકોએ સ્વયં ની તપાસ કરવાની છે-મન્સા, વાચા, કર્મણા અમે કોઈને દુઃખ તો નથી આપતાં? શિવબાબા ક્યારેય કોઈને દુઃખ નથી આપતાં. બાપ કહે છે હું કલ્પ-કલ્પ આપ બાળકો ને આ બેહદ ની કહાણી સંભળાવું છું. હવે તમારી બુદ્ધિ માં છે કે આપણે પોતાનાં ઘરે જઈશું પછી નવી દુનિયા માં આવીશું. હમણાં નાં ભણતર અનુસાર અંત માં તમે ટ્રાન્સફર થઈ જશો. પાછા ઘરે જઈને ફરી નંબરવાર પાર્ટ ભજવવા આવશો. આ રાજધાની સ્થાપન થઈ રહી છે.

બાળકો જાણે છે હમણાં જે પુરુષાર્થ કરશે તે જ પુરુષાર્થ તમારો કલ્પ-કલ્પ નો સિદ્ધ થશે. પહેલાં-પહેલાં તો બધાંને બુદ્ધિ માં બેસાડવું જોઈએ કે રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ ને બાપ સિવાય કોઈ નથી જાણતું. ઊંચા માં ઊંચું બાપ નું નામ જ ગુમ કરી દીધું છે. ત્રિમૂર્તિ નામ તો છે, ત્રિમૂર્તિ રસ્તો પણ છે, ત્રિમૂર્તિ હાઉસ પણ છે. ત્રિમૂર્તિ કહેવાય છે બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને. આ ત્રણેય નાં રચયિતા જે શિવબાબા છે તેમનું મૂળ નામ જ ગુમ કરી દીધું છે. હમણાં આપ બાળકો જાણો છો ઊંચા માં ઊંચા છે શિવબાબા, પછી છે ત્રિમૂર્તિ. બાપ પાસે થી આપણે બાળકો આ વારસો લઈએ છીએ. બાપ ની નોલેજ અને વારસો આ બંને સ્મૃતિ રહે તો સદેવ હર્ષિત રહેશો. બાપ ની યાદ માં રહી પછી તમે કોઈને પણ જ્ઞાન નું તીર લગાવશો તો સારી અસર થશે. તેમના માં શક્તિ આવતી જશે. યાદ ની યાત્રા થી જ શક્તિ મળે છે. હમણાં શક્તિ ગુમ થઈ ગઈ છે કારણકે આત્મા પતિત તમોપ્રધાન થઈ ગયો છે. હવે મૂળ ફિકર આ રાખવાની છે કે આપણે તમોપ્રધાન થી સતોપ્રધાન બનીએ. મનમનાભવ નો અર્થ પણ આ છે. ગીતા જે વાંચે છે એમને પૂછવું જોઈએ - મનમનાભવ નો અર્થ શું છે? આ કોણે કહ્યું મને યાદ કરો તો વારસો મળશે? નવી દુનિયા સ્થાપન કરવા વાળા કોઈ શ્રીકૃષ્ણ તો નથી. તે પ્રિન્સ (રાજકુમાર) છે. આ તો ગવાયેલું છે બ્રહ્મા દ્વારા સ્થાપના. હવે કરનકરાવનહાર કોણ? ભૂલી ગયા છે. તેમનાં માટે સર્વવ્યાપી કહી દે છે. કહે છે બ્રહ્મા, વિષ્ણુ, શંકર વગેરે બધા માં એ જ છે. હવે આને કહેવાય છે અજ્ઞાન. બાપ કહે છે તમને ૫ વિકારો રુપી રાવણે કેટલાં બેસમજ બનાવ્યા છે? તમે જાણો છો બરોબર આપણે પણ પહેલા આવાં હતાં. હા, પહેલાં ઉત્તમ થી ઉત્તમ પણ આપણે હતાં પછી નીચે ઉતરતા મહાન પતિત બન્યાં. શાસ્ત્રો માં દેખાડ્યું છે રામ ભગવાને વાનર સેના લીધી, આ પણ ઠીક છે. તમે જાણો છો આપણે બરોબર વાનર જેવા હતાં. હવે મહેસૂસતા આવે છે આ છે ભ્રષ્ટાચારી દુનિયા. એક-બીજા ને ગાળો આપતા કાંટા લગાવતા રહે છે. આ છે કાંટાઓનું જંગલ. તે છે ફૂલો નો બગીચો. જંગલ ખૂબ મોટું હોય છે. બગીચો બહુ જ નાનો હોય છે. બગીચો મોટો નથી હોતો. બાળકો સમજે છે બરોબર આ સમયે બહુ જ ભારે (દુઃખ આપવા વાળા) કાંટાઓ નું જંગલ છે. સતયુગ માં ફૂલો નો બગીચો કેટલો નાનો હશે? આ વાતો આપ બાળકો માં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજે છે. જેમનાં માં જ્ઞાન અને યોગ નથી, સર્વિસ માં તત્પર નથી તો પછી અંદર એટલી ખુશી પણ નથી રહેતી. દાન કરવાથી મનુષ્યો ને ખુશી થાય છે. સમજે છે આની પહેલાં નાં જન્મ માં દાન-પુણ્ય કર્યુ છે ત્યારે સારો જન્મ મળ્યો છે. કોઈ ભક્ત હોય છે, સમજશે અમે ભક્ત સારા ભક્તો નાં ઘર માં જઈને જન્મ લઈશું. સારા કર્મો નું ફળ પણ સારુ મળે છે. બાપ કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ બાળકો ને સમજાવે છે. દુનિયા આ વાતો ને નથી જાણતી. તમે જાણો છો હમણાં રાવણ રાજ્ય હોવાનાં કારણે મનુષ્યો નાં કર્મ બધા વિકર્મ બની જાય છે. પતિત તો બનવાનું જ છે. ૫ વિકારો ની બધા માં પ્રવેશતા છે. ભલે દાન-પુણ્ય વગેરે કરે છે, અલ્પકાળ માટે તેનું ફળ મળી જાય છે. છતાં પણ પાપ તો કરે જ છે. રાવણ રાજ્ય માં જે પણ લેન-દેન થાય છે તે છે જ પાપ ની. દેવતાઓ ની આગળ કેટલી સ્વચ્છતા થી ભોગ લગાવે છે? સ્વચ્છ બનીને આવે છે પરંતુ જાણતા કાંઈ પણ નથી. બેહદ નાં બાપ ની પણ કેટલી ગ્લાનિ કરી દીધી છે. તે સમજે છે કે આ અમે મહિમા કરીએ છીએ કે ઈશ્વર સર્વવ્યાપી છે, સર્વશક્તિવાન્ છે, પરંતુ બાપ કહે છે આ તેમની ઉલ્ટી મત છે.

તમે પહેલાં-પહેલાં બાપ ની મહિમા સંભળાવો છો કે ઊંચા માં ઊંચા ભગવાન એક છે, અમે એમને જ યાદ કરીએ છીએ. રાજયોગ નો મુખ્ય-ઉદ્દેશ પણ સામે છે. આ રાજયોગ બાપ જ શીખવાડે છે. શ્રીકૃષ્ણ ને બાપ નહીં કહેવાશે, એ તો બાળક છે, શિવ ને બાબા કહેવાશે. એમને પોતાનું શરીર નથી. આ હું લોન પર લઉં છું એટલે તેમને બાપદાદા કહે છે. એ છે ઊંચા માં ઊંચા નિરાકાર બાપ. રચના ને રચના પાસે થી વારસો મળી ન શકે. લૌકિક સંબંધ માં બાળકો ને બાપ પાસે થી વારસો મળે છે. બાળકી ને તો મળી ન શકે.

હવે બાપે સમજાવ્યું છે આપ આત્માઓ મારા બાળકો છો. પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો-બાળકીઓ છો. બ્રહ્મા પાસે થી વારસો નથી મળવાનો. બાપ નાં બનવાથી જ વારસો મળી શકે છે. આ બાપ આપ બાળકો ને સન્મુખ બેસીને સમજાવે છે. એનાં કોઈ શાસ્ત્ર તો બની નથી શકતાં. ભલે તમે લખો છો, લિટરેચર (સાહિત્ય) છપાવો છો છતાં પણ શિક્ષક સિવાય તો કોઈ સમજાવી ન શકે. શિક્ષક વગર પુસ્તક થી કોઈ સમજી ન શકે. હવે તમે છો રુહાની શિક્ષક. બાપ છે બીજરુપ, એમની પાસે આખા ઝાડ નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ છે. શિક્ષક નાં રુપ માં બેસીને તમને સમજાવે છે. આપ બાળકો ને તો સદૈવ ખુશી રહેવી જોઈએ કે અમને સુપ્રીમ બાપે પોતાનાં બાળક બનાવ્યા છે, એ જ અમને શિક્ષક બનીને ભણાવે છે. સાચાં સદ્દગુરુ પણ છે, સાથે લઈ જાય છે. સર્વ નાં સદ્દગતિ દાતા એક છે. ઊંચા માં ઊંચા બાપ જ છે જે ભારત ને દર ૫ હજાર વર્ષ પછી વારસો આપે છે. એમની શિવ જયંતિ મનાવે છે. હકીકત માં શિવ ની સાથે ત્રિમૂર્તિ પણ હોવી જોઈએ. તમે ત્રિમૂર્તિ શિવ જયંતિ મનાવો છો. ફક્ત શિવ જયંતિ મનાવવાથી કોઈ વાત સિદ્ધ નહીં થશે. બાપ આવે છે અને બ્રહ્મા નો જન્મ થાય છે. બાળકો બન્યા, બ્રાહ્મણ બન્યા અને મુખ્ય-ઉદ્દેશ સામે છે. બાપ સ્વયં આવીને સ્થાપના કરે છે. મુખ્ય-લક્ષ પણ બિલકુલ ક્લિયર (સ્પષ્ટ) છે ફક્ત શ્રીકૃષ્ણ નું નામ લખવાથી આખી ગીતા નું મહત્વ ચાલ્યું ગયું છે. આ પણ ડ્રામા માં નોંધ છે. આ ભૂલ ફરી પણ થવાની જ છે. ખેલ જ આખો જ્ઞાન અને ભક્તિ નો છે. બાપ કહે છે લાડલા બાળકો, સુખધામ-શાંતિધામ ને યાદ કરો. અલ્ફ અને બે, કેટલું સહજ છે? તમે કોઈને પણ પૂછો મનમનાભવ નો અર્થ શું છે? જુઓ, શું કહે છે? બોલો, ભગવાન કોને કહેવાય? ઊંચા માં ઊંચા ભગવાન છે ને? એમને સર્વવ્યાપી થોડી કહેવાશે? એ તો બધા નાં બાપ છે. હવે ત્રિમૂર્તિ શિવજયંતિ આવે છે. તમારે ત્રિમૂર્તિ શિવ નું ચિત્ર કાઢવું (બનાવવું) જોઈએ. ઊંચા માં ઊંચા છે શિવ, પછી સૂક્ષ્મ વતનવાસી બ્રહ્મા, વિષ્ણુ, શંકર. ઊંચા માં ઊંચા છે શિવબાબા. એ ભારત ને સ્વર્ગ બનાવે છે. એમની જયંતિ તમે કેમ નથી મનાવતાં? જરુર ભારત ને વારસો આપ્યો હતો. તેમનું રાજ્ય હતું. આમાં તો તમને આર્યસમાજી પણ મદદ કરશે કારણકે તે પણ શિવ ને માને છે. તમે પોતાનો ઝંડો લહેરાવો. એક તરફ ત્રિમૂર્તિ ગોળો, બીજી તરફ ઝાડ. તમારો ઝંડો હકીકત માં આ હોવો જોઈએ. બની તો શકે છે ને? ઝંડો લહેરાવી દો જે બધા જુએ. બધી સમજણ આમાં છે. કલ્પ વૃક્ષ અને ડ્રામા આમાં તો બિલકુલ ક્લિયર છે. બધાને ખબર પડી જશે કે આપણો ધર્મ ફરી ક્યારે હશે (આવશે)? પોતેજ પોતાનો હિસાબ કાઢશે. બધાને આ ચક્ર અને ઝાડ પર સમજાવવાનું છે. ક્રાઈસ્ટ ક્યારે આવ્યાં? આટલો સમય તે આત્માઓ ક્યાં રહે છે? જરુર કહેશે નિરાકારી દુનિયામાં છે. આપણે આત્માઓ રુપ બદલીને અહીં આવીને સાકાર બનીએ છીએ. બાપ ને પણ કહે છે ને-તમે પણ રુપ બદલી સાકાર માં આવો. આવશે તો અહીં ને? સૂક્ષ્મવતન માં તો નહીં આવે. જેમ આપણે રુપ બદલીને પાર્ટ ભજવવીએ છીએ, તમે પણ આવો ફરીથી આવીને રાજયોગ શીખવાડો. રાજયોગ છે જ ભારત ને સ્વર્ગ બનાવવાનો. આ તો ખૂબ સહજ વાતો છે. બાળકો ને શોખ જોઈએ. ધારણા કરી બીજાઓ ને કરાવવી જોઈએ. આનાં માટે વાંચન-લેખન કરવું જોઈએ. બાપ ભારત ને આવીને હેવન (સ્વર્ગ) બનાવે છે. કહે પણ છે. બરોબર ક્રાઈસ્ટ નાં ૩ હજાર વર્ષ પહેલાં ભારત પેરેડાઈઝ હતું એટલે ત્રિમૂર્તિ શિવ નું ચિત્ર બધાને મોકલી દેવું જોઈએ. ત્રિમૂર્તિ શિવ નો સ્ટેમ્પ બનાવવો જોઈએ. આ સ્ટેમ્પ બનાવવા વાળા નાં પણ ડિપાર્ટમેન્ટ (વિભાગ) હશે. દિલ્લી માં તો ખૂબ ભણેલા છે. આ કામ કરી શકે છે. તમારી કેપિટલ (રાજધાની) પણ દિલ્લી થવાની છે. પહેલાં દિલ્લી ને પરિસ્તાન કહેતા હતાં. હમણાં તો કબ્રસ્તાન છે. તો આ બધી વાતો બાળકો ની બુદ્ધિ માં આવવી જોઈએ.

હવે તમારે સદા ખુશી માં રહેવાનું છે, બહુજ-બહુજ મીઠાં બનવાનું છે. બધાને પ્રેમ થી ચલાવવાનાં છે. સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ બનવાનો પુરુષાર્થ કરવાનો છે. તમારા પુરુષાર્થ નું આ જ લક્ષ છે પરંતુ હજી સુધી કોઈ બન્યું નથી. હમણાં તમારી ચઢતી કળા થતી જાય છે. ધીરે-ધીરે ચઢો છો ને? તો બાબા દરેક પ્રકાર થી શિવ જયંતિ પર સેવા કરવાનો ઈશારો આપતા રહે છે. જેનાથી મનુષ્ય સમજશે કે બરોબર આમની નોલેજ તો ઊંચી છે. મનુષ્યો ને સમજાવવા માં કેટલી મહેનત લાગે છે. મહેનત વગર રાજધાની થોડી સ્થાપન થશે? ચઢે છે, પડે છે ફરી ચઢે છે. બાળકો ને પણ કોઈ ન કોઈ તોફાન આવે છે. મૂળ વાત છે જ યાદ ની. યાદ થી સતોપ્રધાન બનવાનું છે. નોલેજ તો સહજ છે. બાળકોએ બહુજ મીઠાં માં મીઠાં બનવાનું છે. મુખ્ય-લક્ષ તો સામે છે. આ (લક્ષ્મી-નારાયણ) કેટલાં મીઠાં છે? આમને જોઈને કેટલી ખુશી થાય છે! આપણું વિદ્યાર્થીઓનો આ મુખ્ય-ઉદ્દેશ છે. ભણાવવા વાળા છે ભગવાન. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ દ્વારા મળેલી નોલેજ અને વારસા ને સ્મૃતિ માં રાખી સદૈવ હર્ષિત રહેવાનું છે. જ્ઞાન અને યોગ છે તો સર્વિસ માં તત્પર રહેવાનું છે.

2. સુખધામ અને શાંતિધામ ને યાદ કરવાના છે. આ દેવતાઓ જેવા મીઠાં બનવાનું છે. અપાર ખુશી માં રહેવાનું છે. રુહાની શિક્ષક બની જ્ઞાન નું દાન કરવાનું છે.

વરદાન :-
દેહ , સંબંધ અને વૈભવ નાં બંધન થી સ્વતંત્ર બાપ સમાન કર્માતીત ભવ

જે નિમિત્ત-માત્ર ડાયરેક્શન પ્રમાણે પ્રવૃત્તિ ને સંભાળતા સાથે આત્મિક સ્વરુપ માં રહે છે, મોહ નાં કારણે નહીં, એમને જો હમણાં-હમણાં ઓર્ડર મળે કે ચાલ્યા આવો તો ચાલ્યા આવશે. બિગુલ (ઘંટડી) વાગે અને વિચારવામાં જ સમય ન ચાલ્યો જાય-ત્યારે કહેવાશે નષ્ટોમોહા - એટલે સદૈવ પોતાને ચેક કરવાના છે કે દેહ નું, સંબંધ નું, વૈભવ નું બંધન પોતાની તરફ ખેંચતું તો નથી? જ્યાં બંધન હશે ત્યાં આકર્ષણ થશે. પરંતુ જે સ્વતંત્ર છે તે બાપ સમાન કર્માતીત સ્થિતિ ની સમીપ છે.

સ્લોગન :-
સ્નેહ અને સહયોગ ની સાથે શક્તિ રુપ બનો તો રાજધાની માં નંબર આગળ મળી જશે.

પોતાની શક્તિશાળી મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો

જેટલાં હમણાં તન, મન, ધન અને સમય લગાવો છો, એનાં કરતાં મન્સા શક્તિઓ દ્વારા સેવા કરવાથી ખૂબ થોડા સમય માં સફળતા વધારે મળશે. હમણાં જે પોતાનાં પ્રત્યે ક્યારેક-ક્યારેક મહેનત કરવી પડે છે - પોતાનાં નેચર ને પરિવર્તન કરવાની કે સંગઠન માં ચાલવાની અથવા સેવા માં સફળતા ક્યારેક ઓછી જોઈ દિલશિકસ્ત થવાની, આ બધું સમાપ્ત થઈ જશે.