20-02-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - હવે
વિકારો નું દાન આપો તો ગ્રહણ ઉતરી જાય અને આ તમોપ્રધાન દુનિયા સતોપ્રધાન બને”
પ્રશ્ન :-
આપ બાળકોએ કઈ વાત થી ક્યારેય પણ તંગ (હેરાન) ન થવું જોઈએ?
ઉત્તર :-
તમારે પોતાનાં જીવન થી ક્યારેય પણ હેરાન ન થવું જોઈએ કારણકે આ હીરા જેવો જન્મ
ગવાયેલો છે. આની સંભાળ પણ કરવાની છે, તંદુરસ્ત હશો તો નોલેજ સાંભળતા રહેશો. અહીં
જેટલા દિવસ જીવશો, કમાણી થતી રહેશે, હિસાબ-કિતાબ ચૂક્તુ થતા રહેશે.
ગીત :-
ઓમ્ નમો શિવાય…
ઓમ શાંતિ!
આજે ગુરુવાર
છે. આપ બાળકો કહેશો સત્ ગુરુવાર, કારણકે સતયુગ ની સ્થાપના કરવાવાળા પણ છે, સત્ય
નારાયણ ની કથા પણ સંભળાવે છે પ્રેક્ટિકલ માં. નર થી નારાયણ બનાવે છે. ગવાય પણ છે
સર્વ નાં સદ્દગતિ-દાતા પછી વૃક્ષપતિ પણ છે. આ મનુષ્ય સૃષ્ટિ નું ઝાડ છે, જેને
કલ્પવૃક્ષ કહેવાય છે. કલ્પ-કલ્પ અર્થાત્ ૫ હજાર વર્ષ પછી ફરીથી હૂબહૂ રિપીટ (પુનરાવર્તન)
થાય છે. ઝાડ પણ રિપીટ થાય છે ને? પૂરાં ૬ મહિના નીકળે છે, પછી માળી લોકો મૂળ કાઢીને
રાખી દે છે પછી લગાવે છે તો ફૂલ નીકળે છે.
હવે આ તો બાળકો જાણે
છે - બાપ ની જયંતિ પણ અડધો કલ્પ મનાવે છે, અડધો કલ્પ ભૂલી જાય છે. ભક્તિમાર્ગ માં
અડધોકલ્પ યાદ કરે છે. બાબા ક્યારે આવીને ગાર્ડન ઓફ ફ્લાવર્સ (ફૂલોનો બગીચો) સ્થાપન
કરશે? દશાઓ તો ઘણી હોય છે ને? બ્રહસ્પતિ (વૃક્ષપતિ) ની દશા પણ છે, ઉતરતી કળા ની પણ
દશાઓ હોય છે. આ સમયે ભારત પર રાહુ નું ગ્રહણ બેસેલું છે. ચંદ્રમા ને પણ જ્યારે
ગ્રહણ લાગે છે ત્યારે પોકારે છે-દે દાન તો છૂટે ગ્રહણ. હવે બાપ પણ કહે છે-આ ૫ વિકારો
નું દાન આપી દો તો છૂટે ગ્રહણ. હમણાં આખી સૃષ્ટિ પર ગ્રહણ લાગેલું છે, ૫ તત્વો પર
પણ ગ્રહણ લાગેલું છે કારણ કે તમોપ્રધાન છે. દરેક વસ્તુ નવી થી જૂની જરુર થાય છે. નવી
ને સતોપ્રધાન, જૂની ને તમોપ્રધાન કહેવાય છે. નાનાં બાળકો ને પણ સતોપ્રધાન મહાત્મા
કરતાં પણ ઊંચા ગણાય છે, કારણકે તેમનાં માં ૫ વિકાર નથી હોતાં. ભક્તિ તો સંન્યાસી પણ
નાનપણ માં કરે છે. જેમ રામતીર્થ શ્રીકૃષ્ણ નાં પુજારી હતાં પછી જ્યારે સંન્યાસ લીધો
તો પૂજા ખલાસ. સૃષ્ટિ પર પવિત્રતા પણ જોઈએ ને? ભારત પહેલાં સૌથી પવિત્ર હતું પછી
જ્યારે દેવતાઓ વામ માર્ગ માં જાય છે તો પછી ધરતીકંપ વગેરે માં બધી સ્વર્ગ ની સામગ્રી,
સોના નાં મહેલો વગેરે ખલાસ થઈ જાય છે પછી નવેસર થી બનવાનું શરુ થાય છે. વિનાશ જરુર
થાય છે. ઉપદ્રવ થાય છે જ્યારે રાવણ રાજ્ય શરુ થાય છે, આ સમયે બધા પતિત છે. સતયુગ
માં દેવતાઓ રાજ્ય કરે છે. અસુરો અને દેવતાઓ નું યુદ્ધ દેખાડે છે, પરંતુ દેવતાઓ તો
હોય જ છે સતયુગ માં. ત્યાં લડાઈ કેવી રીતે થઈ શકે? સંગમ પર તો દેવતાઓ હોતાં નથી.
તમારું નામ જ છે પાંડવ. પાંડવો, કૌરવો ની પણ લડાઈ થતી નથી. આ બધા છે ગપ્પા. કેટલું
મોટું ઝાડ છે? કેટલાં અથાહ પાંદડાઓ છે, તેનો હિસાબ થોડી કોઈ કાઢી શકે છે? સંગમ પર
તો દેવતાઓ હોતાં નથી. બાપ આત્માઓ ને સમજાવે છે, આત્મા જ સાંભળી ને ગરદન હલાવે છે.
આપણે આત્મા છીએ, બાબા આપણને ભણાવે છે, આ પાક્કું કરવાનું છે. બાપ આપણને પતિત થી
પાવન બનાવે છે. આત્મા માં જ સારા તથા ખરાબ સંસ્કાર હોય છે ને? આત્મા ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો)
દ્વારા કહે છે અમને બાબા ભણાવે છે. બાપ કહે છે મને પણ ઓર્ગન્સ જોઈએ, જેનાં દ્વારા
સમજાવું. આત્માને ખુશી થાય છે. બાબા દર ૫ હજાર વર્ષ પછી આવે છે આપણને સંભળાવવાં. તમે
તો સામે બેઠાં છો ને? મધુબન ની જ મહિમા છે. આત્માઓ નાં બાપ તો એ છે ને? બધા એમને
બોલાવે છે. તમને અહીં સન્મુખ બેસવામાં મજા આવે છે. પરંતુ અહીં બધા તો રહી ન શકે.
પોતાનો કારોબાર સર્વિસ વગેરે ને પણ જોવાનાં છે. આત્માઓ સાગર ની પાસે આવે છે, ધારણ
કરી પછી જઈને બીજાઓ ને સંભળાવવાનું છે. નહીં તો બીજાઓ નું કલ્યાણ કેવી રીતે કરશો?
યોગી અને જ્ઞાની તું આત્મા ને શોખ રહે છે અમે જઈને બીજાઓ ને પણ સમજાવીએ. હવે શિવ
જયંતિ મનાવાય છે ને? ભગવાનુવાચ છે. ભગવાનુવાચ શ્રીકૃષ્ણ માટે ન કહી શકાય, એ તો છે
દૈવી ગુણો વાળા મનુષ્ય. ડીટીઝ્મ (દૈવી રાજ્ય) કહેવાય છે. હવે બાળકો આ તો સમજી ગયા
છે કે હમણાં દેવી-દેવતા ધર્મ નથી, સ્થાપના થઈ રહી છે. તમે એવું નહીં કહેશો કે અમે
હમણાં દેવી-દેવતા ધર્મ નાં છીએ. ના, હમણાં તમે બ્રાહ્મણ ધર્મ નાં છો, દેવી-દેવતા
ધર્મ નાં બની રહ્યા છો. દેવતાઓ નો પડછાયો આ પતિત સૃષ્ટિ પર નથી પડી શકતો, આમાં
દેવતાઓ આવી ન શકે. તમારા માટે નવી દુનિયા જોઈએ. લક્ષ્મી ની પણ પૂજા કરે છે તો ઘર ની
કેટલી સફાઈ કરી દે છે. હવે આ સૃષ્ટિ ની પણ કેટલી સફાઈ થવાની છે. આખી જૂની દુનિયા જ
ખતમ થઈ જવાની છે. લક્ષ્મી પાસે મનુષ્ય ધન જ માગે છે. લક્ષ્મી મોટી કે જગદંબા મોટી?
અંબા નાં મંદિર પણ ખૂબ છે. મનુષ્યો ને કાંઈ પણ ખબર નથી. તમે સમજો છો લક્ષ્મી તો
સ્વર્ગ ની માલિક અને જગત અંબા જેમને સરસ્વતી પણ કહે છે, એ જ જગત અંબા પછી આ લક્ષ્મી
બને છે. તમારું પદ ઊંચું છે, દેવતાઓ નું પદ ઓછું છે. ઊંચા માં ઊંચા તો બ્રાહ્મણ
ચોટલી છે ને? તમે છો સૌથી ઊંચા. તમારી મહિમા છે - સરસ્વતી, જગત અંબા, તેમની પાસે થી
શું મળે છે? સૃષ્ટિ ની બાદશાહી. ત્યાં તમે ધનવાન બનો છો, વિશ્વ નું રાજ્ય મળે છે.
પછી ગરીબ બનો છો, ભક્તિ માર્ગ શરુ થાય છે. પછી લક્ષ્મી ને યાદ કરે છે. દર વર્ષે
લક્ષ્મી ની પૂજા પણ થાય છે. લક્ષ્મી ને દર વર્ષે બોલાવે છે, જગત અંબાને કોઈ દર વર્ષે
નથી બોલાવતાં. જગત અંબા ની તો સદૈવ પૂજા થાય જ છે, જ્યારે ઈચ્છે ત્યારે અંબા નાં
મંદિર માં જાય. અહીં પણ જ્યારે ઈચ્છો, જગત અંબા ને મળી શકો છો. તમે પણ જગત અંબા છો
ને? સર્વ ને વિશ્વ નાં માલિક બનવાનો રસ્તો બતાવવા વાળા છો. જગત અંબા ની પાસે બધું
જઈને માંગે છે. લક્ષ્મી પાસે ફક્ત ધન માંગે છે. તેમની (જગદંબા) આગળ તો બધી કામનાઓ
રાખશે, તો સૌથી ઊંચું પદ તમારું હમણાં છે, જ્યારે બાપ નાં આવીને બાળક બનો છો. બાપ
વારસો આપે છે.
હમણાં તમે છો ઈશ્વરીય
સંપ્રદાય, પછી હશો દૈવી સંપ્રદાય. આ સમયે બધી મનોકામનાઓ ભવિષ્ય માટે પૂરી થાય છે.
કામના તો મનુષ્ય ને રહે છે ને? તમારી બધી કામનાઓ પૂરી થાય છે. આ તો છે આસુરી દુનિયા.
કેટલાં બાળકોને જન્મ આપે છે? આપ બાળકોને તો સાક્ષાત્કાર કરાવાય છે, સતયુગ માં કેવી
રીતે શ્રીકૃષ્ણ નો જન્મ થાય છે? ત્યાં તો બધું કાયદેસર થાય છે, દુઃખ નું નામ નથી
હોતું. એને કહેવાય જ છે સુખધામ. તમે અનેકવાર સુખ માં પસાર કર્યુ છે, અનેકવાર હાર
ખાધી છે અને જીત પણ મેળવી છે. હવે સ્મૃતિ આવી છે કે અમને બાબા ભણાવે છે. સ્કૂલ માં
નોલેજ ભણે છે. સાથે-સાથે મેનર્સ (શિસ્ત) પણ શીખે છે ને? ત્યાં કોઈ આ લક્ષ્મી-નારાયણ
જેવા મેનર્સ નથી શીખતાં. હમણાં તમે દૈવી ગુણ ધારણ કરો છો. મહિમા પણ એમની જ ગવાય છે-સર્વગુણ
સંપન્ન… તો હવે તમારે એવાં બનવાનું છે. આપ બાળકોએ પોતાનાં આ જીવન થી ક્યારેય હેરાન
ન થવું જોઈએ, કારણકે આ હીરા જેવો જન્મ ગવાયેલો છે. આની સંભાળ પણ કરવાની હોય છે.
તંદુરસ્ત હશો તો નોલેજ સાંભળતા રહેશો. બીમારી માં પણ સાંભળી શકે છે. બાપ ને યાદ કરી
શકે છે. અહીં જેટલા દિવસ જીવશો સુખી રહેશો. કમાણી થતી રહેશે, હિસાબ-કિતાબ ચૂક્તુ થતા
રહેશે. બાળકો કહે છે-બાબા, સતયુગ ક્યારે આવશે? આ બહુ જ ગંદી દુનિયા છે. બાપ કહે છે-અરે,
પહેલાં કર્માતીત અવસ્થા તો બનાવો. જેટલો થઈ શકે પુરુષાર્થ કરતા રહો. બાળકોને
શિખવાડવું જોઈએ કે શિવબાબા ને યાદ કરો, આ છે અવ્યભિચારી યાદ. એક શિવ ની ભક્તિ કરવી,
તે છે અવ્યભિચારી ભક્તિ, સતોપ્રધાન ભક્તિ. પછી દેવી-દેવતાઓ ને યાદ કરવા, તે છે સતો
ભક્તિ. બાપ કહે છે ઉઠતાં-બેસતાં મુજ બાપ ને યાદ કરો. બાળકો જ બોલાવે છે - હે
પતિત-પાવન, હે લિબરેટર (મુક્તિદાતા), હે ગાઈડ (માર્ગદર્શક)... આ આત્માએ કહ્યું ને?
બાળકો યાદ કરે છે,
બાપ હમણાં સ્મૃતિ અપાવે છે, તમે યાદ કરતા આવ્યા છો-હે દુ:ખહર્તા સુખકર્તા, આવો,
આવીને દુ:ખ થી છોડાવો, લિબરેટ કરો, શાંતિધામ માં લઈ જાઓ. બાપ કહે છે હું તમને
શાંતિધામ માં લઈ જઈશ, પછી સુખધામ માં તમને સાથ નથી આપતો. સાથ હમણાં જ આપુ છું. સર્વ
આત્માઓ ને ઘરે લઈ જાઉં છું. મારો હમણાં ભણાવવા નો સાથ છે અને પછી પાછા ઘરે લઈ જવાનો
સાથ છે. બસ, હું પોતાનો પરિચય આપ બાળકો ને સારી રીતે સંભળાવું છું. જેવો-જેવો જે
પુરુષાર્થ કરશે તે અનુસાર પછી ત્યાં પ્રારબ્ધ મેળવશે. સમજ તો બાપ ખૂબ આપે છે. જેટલું
થઈ શકે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને ઉડવાની પાંખો મળી જશે. આત્મા ને કોઈ એવી
પાંખો નથી. આત્મા તો એક નાનું બિંદુ છે. કોઈને આ ખબર નથી કે આત્મા માં કેવો ૮૪ જન્મો
નો પાર્ટ નોંધાયેલો છે. નથી આત્મા નો કોઈને પરિચય, નથી પરમાત્મા નો પરિચય. ત્યારે
બાપ કહે છે - હું જે છું, જેવો છું, મને કોઈ પણ જાણી ન શકે. મારા દ્વારા જ મને અને
મારી રચના ને જાણી શકે છે. હું જ આવીને આપ બાળકો ને પોતાનો પરિચય આપું છું. આત્મા
શું છે? તે પણ સમજાવું છું. આને સોલ રીયલાઈઝેશન (આત્મ અનુભૂતિ) કહેવાય છે. આત્મા
ભ્રકુટી ની વચ્ચે રહે છે. કહે પણ છે ભ્રકુટી ની વચ્ચે ચમકે છે અજબ સિતારો… પરંતુ
આત્મા શું ચીજ છે? આ બિલકુલ કોઈ નથી જાણતું. જ્યારે કોઈ કહે છે કે આત્મા નો
સાક્ષાત્કાર થાય તો તેમને સમજાવો કે તમે તો કહો છો ભ્રકુટી ની વચ્ચે સ્ટાર છે,
સ્ટાર ને શું જોશો? તિલક પણ સ્ટાર નું જ આપે છે. ચંદ્રમા પર પણ સ્ટાર દેખાડે છે.
હકીકત માં આત્મા છે સ્ટાર. હમણાં બાપે સમજાવ્યું છે તમે જ્ઞાન સ્ટાર છો, બાકી તે
સૂર્ય, ચંદ્ર, તારાઓ તો માંડવા ને રોશની આપવા વાળા છે. તે કોઈ દેવતાઓ નથી. ભક્તિ
માર્ગ માં સૂર્ય ને પણ પાણી આપે છે. ભક્તિ માર્ગ માં આ બાબા પણ બધું કરતા હતાં.
સૂર્ય દેવતાય નમઃ, ચંદ્ર દેવતાય નમઃ કહીને પાણી આપતા હતાં. આ બધો છે ભક્તિ માર્ગ.
આમણે તો ખૂબ ભક્તિ કરેલી છે. નંબરવન પૂજ્ય તે પછી નંબરવન પુજારી બન્યા છે. નંબર તો
ગણશે ને? રુદ્ર માળા નાં પણ નંબર તો છે ને? ભક્તિ પણ સૌથી વધારે આમણે કરી છે. હવે
બાપ કહે છે નાનાં-મોટા બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. હવે હું બધાને લઈ જઈશ પછી અહીં
આવશે જ નહીં. બાકી શાસ્ત્રો માં જે દેખાડે છે - પ્રલય થયો, જળમયી થઈ ગઈ પછી પીપળા
નાં પાન પર શ્રીકૃષ્ણ આવ્યાં… બાપ સમજાવે છે સાગર ની કોઈ વાત નથી. ત્યાં તો ગર્ભ
મહેલ છે, જ્યાં બાળકો બહુ જ સુખ માં રહે છે. અહીં ગર્ભ-જેલ કહેવાય છે. પાપો ની ભોગના
ગર્ભ માં મળે છે. તો પણ બાપ કહે છે મનમનાભવ, મને યાદ કરો. પ્રદર્શન માં કોઈ પૂછે છે
તો સીડી માં બીજા કોઈ ધર્મ કેમ નથી દેખાડ્યાં? બોલો, બીજાઓ નાં ૮૪ જન્મ તો નથી. બધા
ધર્મ ઝાડ માં દેખાડ્યા છે, તેમાં તમે પોતાનો હિસાબ કાઢો કે કેટલાં જન્મ લીધાં હશે?
અમારે તો સીડી ૮૪ જન્મો ની દેખાડવાની છે. બાકી બધું ચક્ર માં અને ઝાડ માં દેખાડ્યું
છે. આમાં બધી વાતો સમજાવી છે. નક્શો જોવાથી બુદ્ધિ માં આવી જાય છે ને? લંડન ક્યાં
છે, ફલાણું શહેર ક્યાં છે? બાપ કેટલું સહજ કરીને સમજાવે છે. બધાને આ જ બતાવો કે ૮૪
નું ચક્ર આવી રીતે ફરે છે. હમણાં તમોપ્રધાન થી સતોપ્રધાન બનવું છે તો બેહદ નાં બાપ
ને યાદ કરો તો તમે પાવન બની જશો અને પછી પાવન બની પાવન દુનિયામાં ચાલ્યા જશો. કોઈ
તકલીફ ની વાત નથી. જેટલો સમય મળે બાપ ને યાદ કરો તો પાક્કી ટેવ પડી જશે. બાપ ની યાદ
માં તમે દિલ્લી સુધી પગપાળા જાઓ તો પણ થાક નહીં લાગે. સાચ્ચી યાદ હશે તો દેહ નું
ભાન તૂટી જશે, પછી થાક લાગી ન શકે. પાછળ થી આવવા વાળા વધારે જ યાદ માં આગળ જશે.
અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપ ની
અવ્યભિચારી યાદ માં રહી દેહભાન ને ખતમ કરવાનું છે. પોતાની કર્માતીત અવસ્થા બનાવવાનો
પુરુષાર્થ કરવાનો છે. આ શરીર માં રહેતાં અવિનાશી કમાણી જમા કરવાની છે.
2. જ્ઞાની તું આત્મા
બની બીજાઓની સર્વિસ કરવાની છે, બાપ પાસે થી જે સાંભળ્યું છે તેને ધારણ કરી બીજાઓને
સંભળાવવાનું છે. ૫ વિકારોનું દાન આપી રાહુ નાં ગ્રહણ થી મુક્ત થવાનું છે.
વરદાન :-
એકમત અને એકરસ
અવસ્થા દ્વારા ધરણી ને ફળદાયક બનાવવા વાળા હિંમતવાન ભવ
જ્યારે આપ બાળકો
હિંમતવાન બનીને સંગઠન માં એકમત અને એકરસ અવસ્થા માં રહો અથવા એક જ કાર્ય માં લાગી
જાઓ છો તો સ્વયં પણ સદા પ્રફુલ્લિત રહો છો અને ધરણી ને પણ ફળદાયક બનાવો છો. જેવી
રીતે આજકાલ સાયન્સ દ્વારા હમણાં-હમણાં બીજ વાવ્યું, હમણાં-હમણાં ફળ મળ્યું, એવી રીતે
જ સાઈલેન્સ નાં બળ થી સહજ અને તીવ્રગતિ થી પ્રત્યક્ષતા જોશે. જ્યારે સ્વયં
નિર્વિઘ્ન એક બાપ ની લગન માં મગન, એકમત અને એકરસ રહેશો તો અન્ય આત્માઓ પણ સ્વત:
સહયોગી બનશે અને ધરણી ફળદાયક બની જશે.
સ્લોગન :-
જે અભિમાન ને
શાન સમજી લે છે તે નિર્માણ નથી રહી શકતાં.
અવ્યક્ત ઈશારા -
એકાંત પ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો
એકાંતવાસી અને રમણીકતા!
બંને શબ્દો માં બહુ જ અંતર છે, પરંતુ સંપૂર્ણતા માં બંને ની સમાનતા રહે, જેટલા જ
એકાંતવાસી એટલી જ પછી સાથે-સાથે રમણીકતા પણ હોય. એકાંત માં રમણીકતા ગાયબ ન થવી જોઈએ.
બંને સમાન અને સાથે-સાથે રહે. હમણાં-હમણાં એકાંતવાસી, હમણાં-હમણાં રમણીક, જેટલી
ગંભીરતા એટલા જ મિલનસાર પણ હોય. મિલનસાર અર્થાત્ સર્વ નાં સંસ્કાર અને સ્વભાવ સાથે
મળવા વાળા.