20-03-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
જૂની દુનિયામાં અલ્પકાળ ક્ષણભંગુર સુખ છે , આ સાથે ન ચાલી શકે , સાથે અવિનાશી જ્ઞાન
- રત્ન ચાલે છે , એટલે અવિનાશી કમાણી જમા કરો”
પ્રશ્ન :-
બાપ નાં ભણતર માં તમને કઈ વિદ્યા નથી શીખવાડાતી?
ઉત્તર :-
ભૂત વિદ્યા. કોઈ નાં સંકલ્પો ને વાંચવાં, આ ભૂત વિદ્યા છે, તમને આ વિદ્યા નથી
શીખવાડાતી. બાપ કોઈ થોટ-રીડર નથી. એ જાની-જાનનહાર અર્થાત્ નોલેજફુલ છે. બાપ આવે છે
તમને રુહાની ભણતર ભણાવવા, જે ભણતર થી તમને ૨૧ જન્મો માટે વિશ્વ ની રાજાઈ મળે છે.
ઓમ શાંતિ!
ભારત માં
ભારતવાસી ગાય છે આત્માઓ અને પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ… હવે બાળકો જાણે છે આપણા
આત્માઓ નાં બાપ પરમપિતા પરમાત્મા આપણને રાજયોગ શીખવાડી રહ્યાં છે. પોતાનો પરિચય આપી
રહ્યાં છે અને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નો પણ પરિચય આપી રહ્યાં છે. કોઈ તો પાક્કા
નિશ્ચયબુદ્ધિ છે, કોઈ ઓછું સમજે છે, નંબરવાર તો છે ને? બાળકો જાણે છે આપણે જીવ
આત્માઓ પરમપિતા પરમાત્મા ની સન્મુખ બેઠાં છીએ. ગવાય છે આત્માઓ પરમાત્મા અલગ રહ્યાં
બહુકાળ... હવે મૂળવતન માં જ્યારે આત્માઓ છે તો અલગ થવાની વાત જ નથી ઉઠતી. અહીં
આવવાથી જ્યારે જીવ આત્મા બને છે તો પરમાત્મા બાપ થી બધા આત્માઓ અલગ થાય છે. પરમપિતા
પરમાત્મા થી અલગ થઈને અહીં પાર્ટ ભજવવા આવે છે. પહેલાં તો વગર અર્થ એમ જ ગાતા હતાં.
હમણાં તો બાપ બેસીને સમજાવે છે. બાળકો જાણે છે પરમપિતા પરમાત્મા થી આપણે અલગ થઈ અહીં
પાર્ટ ભજવવા આવ્યાં છીએ. તમે જ પહેલાં-પહેલાં છૂટા પડ્યાં છો તો શિવબાબા પણ
પહેલાં-પહેલાં તમને જ મળે છે. તમારા ખાતર બાપ ને આવવું પડે છે. કલ્પ પહેલાં પણ આ
બાળકો ને જ ભણાવ્યું હતું જે પછી સ્વર્ગ નાં માલિક બન્યાં. તે સમયે બીજા કોઈ ખંડ
નહોતાં. બાળકો જાણે છે આપણે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં હતાં જેને ડીટી રિલીજન (દૈવી
ધર્મ), ડીટી (દૈવી) રાજધાની પણ કહે છે. દરેક ને પોતાનો ધર્મ હોય છે. ધર્મ ને શક્તિ
કહેવાય છે. ધર્મ માં તાકાત રહે છે. આપ બાળકો જાણો છો આ લક્ષ્મી-નારાયણ કેટલાં તાકાત
વાળા હતાં! ભારતવાસી પોતાનાં ધર્મ ને જ નથી જાણતાં. કોઈની પણ બુદ્ધિ માં નથી આવતું
બરોબર ભારત માં આમનો જ ધર્મ હતો. ધર્મ ને ન જાણવાનાં કારણે અધર્મી બની ગયા છે. ધર્મ
માં આવવા થી તમારા માં કેટલી તાકાત રહે છે. તમે આયરન એજડ (કળિયુગી) પહાડ ને ઉઠાવી
ગોલ્ડ એજડ (સતયુગી) બનાવી દો છો. ભારત ને સોના નો પહાડ બનાવી દો છો. ત્યાં તો ખાણો
માં અઢળક સોનું ભરેલું રહે છે. સોના નાં પહાડ હશે જે પછી ત્યાં ખુલશે. સોના ને ઓગાળી
ને તેની ઈંટો બનાવાય છે. મકાન તો મોટી ઈંટો નું જ બનાવશે ને? માયા મછંદર નો ખેલ પણ
દેખાડે છે ને? તે બધી છે કહાણીઓ. બાપ કહે છે આ બધાનો સાર હું તમને સંભળાવું છું.
દેખાડે છે ધ્યાન માં જોયું અમે ઝોલી ભરીને લઈ જઈએ છે, ધ્યાન થી નીચે ઉતર્યા, તો
કાંઈ ન રહ્યું. જેમ તમારું પણ થાય છે. આને કહેવાય છે દિવ્ય દૃષ્ટિ. આમાં કાંઈ રાખ્યું
નથી. નૌધા ભક્તિ ખૂબ કરે છે. તે ભક્ત માળા જ અલગ છે, આ જ્ઞાન માળા અલગ છે. રુદ્ર
માળા અને વિષ્ણુ ની માળા છે ને? તે પછી છે ભક્તિ ની માળા. હમણાં તમે ભણી રહ્યાં છો
રાજાઈ માટે. તમારો બુદ્ધિયોગ છે શિક્ષક ની સાથે અને રાજાઈ ની સાથે. જેમ કોલેજ માં
ભણે છે તો બુદ્ધિયોગ શિક્ષક ની સાથે રહે છે. બેરિસ્ટર પોતે ભણાવીને આપ સમાન બનાવે
છે. આ બાબા સ્વયં તો બનતા નથી. આ વંડર છે અહીં. તમારું આ છે રુહાની ભણતર. તમારો
બુદ્ધિયોગ શિવબાબા ની સાથે છે, એમને જ નોલેજફુલ જ્ઞાન નાં સાગર કહેવાય છે.
જાની-જાનનહાર નો એવો મતલબ નથી કે એ બધા નાં દિલો ને બેસીને જાણશે કે અંદર શું ચાલી
રહ્યું છે? તે જે થોટ રીડર હોય છે તે બધું સંભળાવે છે. તેને ભુત વિદ્યા કહેવાય છે.
અહીં તો બાપ ભણાવે છે, મનુષ્ય થી દેવતા બનાવવાં. ગાયન પણ છે મનુષ્ય સે દેવતા… હવે
આપ બાળકો સમજો છો આપણે હમણાં બ્રાહ્મણ બન્યાં છીએ પછી બીજા જન્મ માં દેવતા બનીશું.
આદિ સનાતન દેવી-દેવતા જ ગવાય છે. શાસ્ત્રો માં તો અનેક વાર્તાઓ લખી દીધી છે. આ તો
બાપ ડાયરેક્ટ ભણાવે છે.
ભગવાનુવાચ - ભગવાન જ
જ્ઞાન નાં સાગર, સુખ નાં સાગર, શાંતિ નાં સાગર છે. આપ બાળકો ને વારસો આપે છે. આ
ભણતર છે તમારું ૨૧ જન્મો માટે. તો કેટલું સરસ રીતે ભણવું જોઈએ? આ રુહાની ભણતર બાપ
એક જ વાર આવીને ભણાવે છે, નવી દુનિયા ની સ્થાપના કરવા માટે. નવી દુનિયા માં આ
દેવી-દેવતાઓ નું રાજ્ય હતું. બાપ કહે છે હું બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ ની સ્થાપના કરી રહ્યો છું. જ્યારે આ ધર્મ હતો તો બીજા કોઈ ધર્મ નહોતાં. હમણાં
બીજા બધા ધર્મ છે એટલે ત્રિમૂર્તિ પર પણ તમે સમજાવો છો - બ્રહ્મા દ્વારા સ્થાપના એક
ધર્મ ની. હમણાં તે ધર્મ નથી. ગાય પણ છે મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહી, આપેહી
તરસ પરોઈ… અમારા માં કોઈ ગુણ નથી કહે છે તો બુદ્ધિ ગોડફાધર (પરમપિતા) તરફ જાય છે,
એમને જ મર્સીફુલ (દયાળું) કહેવાય છે. બાપ આવે જ છે બાળકો નાં બધા દુઃખો ને સમાપ્ત
કરી ૧૦૦ ટકા સુખ આપવાં. કેટલો રહેમ કરે છે? તમે સમજો છો બાબા ની પાસે અમે આવ્યાં
છીએ તો બાપ પાસે થી પૂરું સુખ લેવાનું છે. તે છે જ સુખધામ, આ છે દુઃખધામ. આ ચક્ર ને
પણ સારી રીતે સમજવાનું છે. શાંતિધામ, સુખધામ ને યાદ કરો તો અંત મતિ સો ગતિ થઈ જશે.
શાંતિધામ ને યાદ કરશો તો જરુર શરીર છોડવું પડે ત્યારે આત્માઓ શાંતિધામ માં જશે. એક
બાપ સિવાય બીજા કોઈ ની યાદ ન આવે. એકદમ લાઈન ક્લિયર જોઈએ. એક બાપ ને યાદ કરવા થી
અંદર ખુશી નો પારો ચઢે છે. આ જૂની દુનિયામાં તો અલ્પકાળ ક્ષણભંગુર સુખ છે. આ સાથે ન
ચાલી શકે. સાથે આ અવિનાશી જ્ઞાન-રત્ન જ ચાલે છે. એટલે આ જ્ઞાન-રત્નો ની કમાણી જ સાથે
ચાલે છે જે પછી તમે ૨૧ જન્મ પ્રારબ્ધ ભોગવશો. હાં, વિનાશી ધન પણ સાથે તેમનું જાય છે
જે બાપ ને મદદ કરે છે. બાબા અમારી પણ કોડીઓ લઈ ત્યાં મહેલ આપી દેજો. બાપ કોડીઓનાં
બદલે કેટલાં રત્ન આપે છે. જેમ અમેરિકન લોકો હોય છે, ખૂબ પૈસા ખર્ચ કરી જૂની-જૂની
ચીજો ખરીદે છે. જૂની ચીજો નાં મનુષ્ય ખૂબ પૈસા લઈ લે છે. અમેરિકન લોકો પાસે થી પાઈ
ની ચીજ નાં હજાર લઈ લેશે. બાબા પણ કેટલાં સારા ઘરાક છે. ભોળાનાથ ગવાયેલું છે ને?
મનુષ્યો ને આ પણ ખબર નથી, તે તો શિવ-શંકર એક કહી દે છે. તેમનાં માટે કહે છે ભરી દો
ઝોલી. હમણાં આપ બાળકો સમજો છો આપણ ને જ્ઞાન-રત્ન મળે છે, જેનાંથી આપણી ઝોલી ભરાય
છે. આ છે બેહદ નાં બાપ. તે પછી શંકર માટે કહી દે છે અને પછી દેખાડે છે-ધતુરો ખાતા
હતાં, ભાંગ પીતા હતાં. શું-શું વાતો બેસીને બનાવી છે! આપ બાળકો હવે સદ્દગતિ માટે
ભણતર ભણી રહ્યાં છો. આ ભણતર છે જ બિલકુલ શાંતિ માં રહેવાનું. આ બત્તીઓ વગેરે જે
પ્રગટાવે (કરે) છે, શો કરે છે, તે પણ એટલે કે મનુષ્ય આવીને પૂછે તમે શિવજયંતિ આટલી
કેમ મનાવો છો? શિવ જ ભારત ને ધનવાન બનાવે છે ને? આ લક્ષ્મી-નારાયણ ને સ્વર્ગ નાં
માલિક કોણે બનાવ્યાં - આ તમે જાણો છો. આ લક્ષ્મી-નારાયણ આગળ નાં જન્મ માં કોણ હતાં?
આ આગળ જન્મ માં જગત અંબા જ્ઞાન-જ્ઞાનેશ્વરી હતાં જે પછી રાજ-રાજેશ્વરી બને છે. હવે
પદ કોનું મોટું છે? દેખાય તો આ સ્વર્ગ નાં માલિક છે. જગતઅંબા ક્યાં નાં માલિક હતાં?
એમની પાસે કેમ જાય છે? બ્રહ્મા ને પણ ૧૦૦ ભુજા વાળા, ૨૦૦ ભુજા વાળા, ૧૦૦૦ ભુજા વાળા
દેખાડે છે ને? જેટલાં બાળકો થતાં જાય છે, ભુજાઓ વધતી જાય છે. જગત અંબા ને પણ લક્ષ્મી
થી વધારે ભુજાઓ આપી છે, તેમની જ પાસે જઈને બધું માંગે છે. ખૂબ આશાઓ લઈને જાય છે-બાળક
જોઈએ, આ જોઈએ… લક્ષ્મી ની પાસે ક્યારેય એવી આશાઓ લઈને નહીં જશે. તે તો ફક્ત ધનવાન
છે. જગત અંબા થી તો સ્વર્ગ ની બાદશાહી મળે છે. આ પણ કોઈને ખબર નથી-જગત અંબા થી શું
માંગવું જોઈએ? આ તો ભણતર છે ને? જગત અંબા શું ભણાવે છે? રાજયોગ. આને કહેવાય જ છે
બુદ્ધિયોગ. તમારી બીજા બધાં તરફ થી બુદ્ધિ નીકળી એક બાપ સાથે લાગી જાય છે. બુદ્ધિ
તો અનેક તરફ ભાગે છે ને? હવે બાપ કહે છે મારી સાથે બુદ્ધિયોગ લગાવો, નહીં તો વિકર્મ
વિનાશ નહીં થશે એટલે બાબા ફોટો પાડવાની પણ મનાઇ કરે છે. આ તો તેમનો દેહ છે ને?
બાપ સ્વયં દલાલ બનીને
કહે છે હવે તમારો તે હથિયાલો કેન્સલ (રદ્દ) છે. કામ ચિતા થી ઉતરી હવે જ્ઞાન ચિતા પર
બેસો. કામ ચિતા થી ઉતરો. સ્વયંને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે.
બીજું કોઈ મનુષ્ય આવું કહી ન શકે. મનુષ્ય ને ભગવાન પણ ન કહી શકાય. આપ બાળકો જાણો છો
બાપ જ પતિત-પાવન છે. એજ આવીને કામ ચિતા થી ઉતારી જ્ઞાન ચિતા પર બેસાડે છે. એ છે
રુહાની બાપ. એ આમનામાં બેસી કહે છે તમે પણ આત્મા છો, બીજાઓને પણ આ જ સમજાવતાં રહો.
બાપ કહે છે - મનમનાભવ. મનમનાભવ કહેવાથી જ સ્મૃતિ આવી જશે. આ જૂની દુનિયાનો વિનાશ પણ
સામે ઊભો છે. બાપ સમજાવે છે આ છે મહાભારી મહાભારત લડાઈ. કહેશે લડાઈ તો વિલાયત માં
પણ થાય છે પછી આને મહાભારત લડાઈ કેમ કહે છે? ભારત માં જ યજ્ઞ રચાયેલો છે. આનાથી જ
વિનાશ જ્વાળા નીકળી છે. તમારાં માટે નવી દુનિયા જોઈએ તો મીઠા બાળકો જૂની દુનિયાનો
જરુર વિનાશ થવો જોઈએ. તો આ લડાઈ નાં મૂળ અહીંથી નીકળે છે. આ રુદ્ર જ્ઞાન-યજ્ઞ થી
મહાભારી લડાઈ, વિનાશ જ્વાળા પ્રજ્વલિત થઇ. ભલે શાસ્ત્રો માં લખેલું છે પરંતુ કોણે
કહ્યું છે આ નથી જાણતાં. હમણાં બાપ સમજાવી રહ્યાં છે નવી દુનિયા માટે. હવે તમે
રાજાઈ લો છો, તમે દેવી-દેવતા બનો છો. તમારાં રાજ્ય માં બીજા કોઈ પણ હોવા ન જોઈએ.
આસુરી દુનિયાનો વિનાશ થાય છે. બુદ્ધિમાં યાદ રહેવું જોઈએ-કાલે આપણે રાજ્ય કર્યુ હતું.
બાપે રાજ્ય આપ્યું હતું પછી ૮૪ જન્મ લેતાં આવ્યાં. હવે ફરી બાબા આવેલાં છે. આપ
બાળકોમાં આ તો જ્ઞાન છે ને? બાપે આ જ્ઞાન આપ્યું છે. જ્યારે દૈવી ધર્મ ની સ્થાપના
થાય છે તો બાકી આખી આસુરી દુનિયાનો વિનાશ થાય છે. આ બાપ બેસી બ્રહ્મા દ્વારા બધી
વાતો સમજાવે છે. બ્રહ્મા પણ શિવ નું બાળક છે, વિષ્ણુ નું પણ રહસ્ય સમજાવ્યું છે કે
બ્રહ્મા થી વિષ્ણુ, વિષ્ણુ થી બ્રહ્મા બને છે. હવે તમે સમજી ગયા છો આપણે બ્રાહ્મણ
થી પછી દેવતા બનીશું ફરી ૮૪ જન્મ લઈશું. આ નોલેજ આપવા વાળા એક જ બાપ છે તો બીજા કોઈ
મનુષ્ય થી આ નોલેજ મળી કેવી રીતે શકે? આમાં બધી બુદ્ધિની વાત છે. બાપ કહે છે કે બીજી
બધી તરફ થી બુદ્ધિ તોડો. બુદ્ધિ જ બગડે છે. બાપ કહે છે કે મને યાદ કરો તો વિકર્મ
વિનાશ થશે. ગૃહસ્થ વ્યવહાર માં ભલે રહો. લક્ષ-હેતુ તો સામે ઊભું છે. જાણો છો આપણે
ભણીને આ બનીશું. તમારું ભણતર છે જ સંગમયુગ નું. હવે તમે ન આ તરફ નાં છો, ન તો એ તરફ.
તમે બહાર છો. બાપ ને ખેવૈયા પણ કહે છે, ગાય પણ છે અમારી નૈયા પાર લઈ જાઓ. આનાં પર
એક વાર્તા પણ બનેલી છે. કોઈ ચાલી પડે છે, કોઈ અટકી જાય છે. હવે બાપ કહે છે - હું આ
બ્રહ્માનાં મુખ દ્વારા બેસી સંભળાવું છું. બ્રહ્મા ક્યાંથી આવ્યાં? પ્રજાપિતા તો
જરુર અહીં જોઈએ ને? હું આમને એડોપ્ટ કરું છું, આમનું પણ નામ રાખું છું. તમે પણ
બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ છો, જે કળયુગ અંત માં છે, ફરી તેઓ જ સતયુગ આદિ માં જશે.
તમે જ પહેલાં-પહેલાં બાપ થી અલગ થઈ પાર્ટ ભજવવા આવ્યાં છો. આપણામાં પણ બધાં તો નહીં
કહેશે ને? આ પણ ખબર પડી જશે કોણ પુરા ૮૪ જન્મ લે છે! આ લક્ષ્મી-નારાયણ ની તો ગેરંટી
છે ને? આમનાં માટે જ ગાયન છે શ્યામ-સુંદર. દેવી-દેવતા સુંદર હતાં, શ્યામ થી સુંદર
બન્યાં છે. ગામડા નાં છોકરા થી બદલાઈ સુંદર બની જાય છે, આ સમયે બધા છોરા-છોરીઓ છે.
આ બેહદની વાત છે, આને કોઈ જાણતું નથી. કેટલી સારી-સારી સમજણ અપાય છે. દરેક નાં માટે
સર્જન એક જ છે. આ છે અવિનાશી સર્જન.
યોગ ને અગ્નિ કહેવાય
છે કારણકે યોગ થી જ આત્મા ની એલોય (ખાદ) નીકળે છે. યોગ અગ્નિ થી તમોપ્રધાન આત્મા
સતોપ્રધાન બને છે. જો આગ ઠંડી હશે તો એલોય નીકળશે નહીં. યાદ ને યોગ અગ્નિ કહેવાય
છે, જેનાથી વિકર્મ વિનાશ થાય છે. તો બાપ કહે છે તમને કેટલું સમજાવતો રહું છું. ધારણા
પણ થાય ને? અચ્છા, મનમનાભવ. આમાં તો થાકવું ન જોઈએ ને? બાપ ને યાદ કરવાનું પણ ભૂલી
જાય છે. આ પતિઓનાં પતિ તમારો જ્ઞાન થી કેટલો શ્રુંગાર કરે છે. નિરાકાર બાપ કહે છે
બીજા બધાથી બુદ્ધિયોગ તોડી મુજ પોતાનાં બાપ ને યાદ કરો. બાપ બધાનો એક જ છે. તમારી
હવે ચઢતી કળા થાય છે. કહે છે ને - તેરે ભાને સર્વ કા ભલા… બાપ આવ્યાં છે સર્વ નું
ભલું કરવાં. રાવણ તો બધાને દુર્ગતિ માં લઈ જાય છે, રામ બધાને સદ્દગતિ માં લઈ જાય
છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1) બાપ ની યાદ
થી અપાર સુખો નો અનુભવ કરવાને માટે બુદ્ધિની લાઈન ક્લિયર જોઈએ. યાદ જ્યારે અગ્નિનું
રુપ લે ત્યારે આત્મા સતોપ્રધાન બને.
2) બાપ કોડીઓનાં બદલે
રત્ન આપે છે. આવાં ભોળાનાથ બાપ થી પોતાની ઝોલી ભરવાની છે. શાંતિ માં રહેવાનું ભણતર
ભણી સદ્દગતિ ને પ્રાપ્ત કરવાની છે.
વરદાન :-
માયા નાં બંધનો
થી સદા નિર્બંધન રહેવા વાળા યોગયુક્ત , બંધનમુક્ત ભવ
બંધન મુક્ત ની નિશાની
છે સદા યોગયુક્ત. યોગયુક્ત બાળકો જવાબદારી નાં બંધન કે માયા નાં બંધન થી મુક્ત હશે.
મન નાં પણ બંધન ન હોય. લૌકિક જવાબદારીઓ તો ખેલ છે, એટલે ડાયરેક્શન પ્રમાણ ખેલ ની
રીતિ થી હસીને રમો તો ક્યારેય નાની-નાની વાતો માં થાકશો નહીં. જો બંધન સમજતા હોય તો
તંગ થાઓ છો. શું, કેમ નો પ્રશ્ન ઉઠે છે. પરંતુ જવાબદાર બાપ છે તમે નિમિત્ત છો. આ
સ્મૃતિ થી બંધનમુક્ત બનો તો યોગયુક્ત બની જશો.
સ્લોગન :-
કરનકરાવનહાર
ની સ્મૃતિ થી ભાન અને અભિમાન ને સમાપ્ત કરો.
અવ્યકત ઇશારા - સત્યતા
અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો .
અપવિત્રતા ફક્ત કોઈ
ને દુઃખ આપવું કે પાપ કર્મ કરવા નથી પરંતુ સ્વયં માં સત્યતા, સ્વચ્છતા વિધિપૂર્વક
જો અનુભવ કરો છો તો પવિત્ર છો. જેવી રીતે કહેવત છે સત્ય ની નૈયા ડૂબતી નથી પરંતુ
ડગમગ થાય છે. તો વિશ્વાસ ની નૈયા સત્યતા છે, ઓનેસ્ટી છે જે ડગમગ થશે પરંતુ ડૂબશે નહીં
એટલે સત્યતા ની હિંમત થી પરમાત્મ-પ્રત્યક્ષતા નાં નિમિત્ત બનો.