20-04-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે ઈશ્વરીય સેલવેશન આર્મી ( મુક્તિસેના ) છો , તમારે બધાને સદ્દગતિ આપવાની છે , બધાની પ્રીત એક બાપ થી જોડાવડાવાની છે”

પ્રશ્ન :-
મનુષ્ય પોતાની અક્કલ કઈ વાત માં લગાવે છે અને તમારે પોતાની અક્કલ ક્યાં લગાવવાની છે?

ઉત્તર :-
મનુષ્ય તો પોતાની અક્કલ આકાશ અને સૃષ્ટિ નો અંત પામવામાં લગાવી રહ્યાં છે પરંતુ એનાથી તો કોઈ ફાયદો નથી. એનો અંત તો મળી નથી શકતો. આપ બાળકો પોતાની અક્કલ લગાવો છો - પૂજ્ય બનવામાં. તેમને દુનિયા નહીં પૂજશે. આપ બાળકો તો પૂજ્ય દેવતા બનો છો.

ગીત :-
તુમ્હેં પાકે હમને…

ઓમ શાંતિ!
બાળકો સમજી ગયાં છે, આ છે જ્ઞાન માર્ગ. તે છે ભક્તિમાર્ગ. હવે પ્રશ્ન ઉઠે છે કે ભક્તિમાર્ગ સારો કે જ્ઞાનમાર્ગ સારો? બે વસ્તુ થઈ ને. કહેવાય છે જ્ઞાન થી સદ્દગતિ થાય છે. જરુર કહેશે ભક્તિ અને જ્ઞાન બંને અલગ-અલગ છે. મનુષ્ય સમજે છે કે ભક્તિ કરવાથી જ્ઞાન મળશે ત્યારે સદ્દગતિ થશે. ભક્તિની વચ્ચે જ્ઞાન આવી નથી શકતું. ભક્તિ બધાનાં માટે છે, જ્ઞાન પણ બધાનાં માટે છે. આ સમયે છે પણ કળિયુગ નો અંત તો જરુર બધાની દુર્ગતિ થશે એટલે પોકારે પણ છે અને ગાય પણ છે કે બીજા સંગ તોડી હવે તમારો સંગ જોડીએ. હવે એ કોણ છે? કોની સાથે જોડશે? આ તો સમજતાં નથી. ખાસ કરીને બુદ્ધિ કૃષ્ણ તરફ જાય છે. અમે સાચ્ચી પ્રીત તમારાં સંગ જોડીએ. તો જ્યારે કૃષ્ણ થી જ પ્રીત જોડે છે તો પછી ગુરુ-ગોસાઈ બીજા કોઇની દરકાર જ નથી. કૃષ્ણ ને જ યાદ કરવાનાં છે. કૃષ્ણ નું ચિત્ર તો બધાની પાસે છે. કૃષ્ણ જયંતી પણ મનાવે છે પછી બીજા કોઈની પાસે જવાની દરકાર જ નથી. જેમ મીરાએ એક સંગ જોડ્યો. કામ-કાજ કરતાં કૃષ્ણ ને જ યાદ કરતી રહી. ઘર માં રહેવાનું-કરવાનું, ખાવાનું, પીવાનું તો હોય છે. સાચ્ચી પ્રીત એક કૃષ્ણ થી જોડી. જેમ કે તે આશિક અને તે માશૂક થઈ ગયાં. કૃષ્ણ ને યાદ કરવાથી ફળ પણ મળે છે. કૃષ્ણ ને તો બધાં જાણે છે. ગવાયેલું પણ છે સાચ્ચી પ્રીત અમે તમારી સાથે જોડી બીજા સંગ તોડી. હવે ઊંચે થી ઊંચા સાચાં તો પરમપિતા જ છે. બધાને વારસો આપવા વાળા એક જ બાપ છે. એમને કોઈ પણ જાણતું નથી. ભલે કહે છે - પરમપિતા પરમાત્મા શિવ, પરંતુ ક્યારે આવે છે, આ નથી જાણતાં. શિવ જયંતી હોય છે તો જરુર આવતાં હશે. ક્યારે, કેવી રીતે આવે, શું આવીને કરે? કોઈને ખબર નથી. કોઈ પણ મનુષ્ય માત્ર નથી જાણતાં કે સર્વ ની સદ્દગતિ કરે છે. પરંતુ કેવી રીતે કરે છે? સદ્દગતિ નો અર્થ શું છે! કાંઈ પણ નથી સમજતાં. શિવબાબાએ તો જરુર સ્વર્ગ ની બાદશાહી આપી હશે ને? આપ બાળકો જે તે ધર્મ નાં હતાં, તમને આ ખબર નહોતી, ભૂલી ગયાં હતાં તો પછી બીજા કેવી રીતે જાણી શકશે. હમણાં શિવબાબા દ્વારા તમે જાણ્યું છે અને બીજાઓને બતાવો છો. તમે છો ઈશ્વરીય સેલવેશન આર્મી (મુક્તિસેના). સેલવેશન કહો કે સદ્દગતિ નાં આર્મી કહો. હવે આપ બાળકો પર જવાબદારી રહી. તમે ચિત્રો પર પણ સમજાવી શકો છો. ભાષાઓ ખૂબ છે. મુખ્ય ભાષાઓમાં ચિત્ર બનાવવાં પડે છે. ભાષાઓની પણ મોટી ઝંઝટ છે, એટલે પ્રદર્શન પણ બનાવવાં પડે. ચિત્રો પર સમજાવવું ખૂબ સહજ થાય છે. ગોળા માં પણ બધું જ્ઞાન છે, સીડી ફક્ત ભારતવાસીઓનાં માટે છે. આમાં બીજા કોઈ ધર્મ છે જ નહીં. એવું થોડી ભારત તમોપ્રધાન બને છે તો બીજા નથી બનતાં. તમોપ્રધાન તો બધાં બને છે. તો તેમનાં માટે પણ હોવું જોઈએ. આ બધાં સર્વિસ (સેવા) નાં વિચાર બુદ્ધિ માં આવવાં જોઈએ. બે બાપ નું રહસ્ય પણ સમજાવવાનું છે. વારસો રચયિતા પાસેથી મળે છે. આ પણ બધાં ધર્મવાળા જાણે છે કે લક્ષ્મી-નારાયણ ભારત નાં પહેલાં મહારાજા-મહારાણી હતાં અથવા ભગવાન-ભગવતી હતાં. અચ્છા, તેમને આ સ્વર્ગ નું રાજ્ય કેવી રીતે મળ્યું? જરુર ભગવાન દ્વારા મળ્યું. કેવી રીતે ક્યારે મળ્યું? આ કોઈને પણ ખબર નથી. ગીતા માં શ્રીકૃષ્ણનું નામ નાખ્યું પછી પ્રલય દેખાડી દીધો છે. રીઝલ્ટ કંઈ પણ નથી. આ આપ બાળકોએ સમજાવવાનું છે. ચિત્ર તો બધી તરફ છે. લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર પણ હશે. ભલે ડ્રેસ, ફીચર્સ વગેરે બીજા હશે. જેમણે જે આવડ્યું તે બેસી બનાવ્યું છે. શ્રીનાથ-શ્રીનાથિની, આ રાધા-કૃષ્ણ છે ને. શ્રી રાધા, શ્રીકૃષ્ણ તો તાજ વાળા નથી. કાળા પણ નથી. રાજધાની લક્ષ્મી-નારાયણ ની છે, ન કે રાધા-કૃષ્ણની. મંદિર તો અનેક પ્રકાર નાં બનાવ્યાં છે. નામ તો એક જ રાખશે લક્ષ્મી-નારાયણ. ડિનાયસ્ટી લક્ષ્મી-નારાયણ ની કહેશે. રામ-સીતા નો સંપ્રદાય, લક્ષ્મી-નારાયણ નો સંપ્રદાય, રાધા-કૃષ્ણ નો સંપ્રદાય નથી હોતો. આ વાતો મનુષ્યો નાં વિચાર માં જ નથી. આપ બાળકો પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો, જેમને સર્વિસ નો શોખ છે - તે તો ઉછળે છે. કોઈ કહે છે અમે સમજીએ છીએ પરંતુ ધીરે-ધીરે મુખ ખોલવાની પણ યુક્તિઓ રચવી પડે છે. ઘણાં સમજે છે વેદ-શાસ્ત્ર અધ્યયન કરવાથી, યજ્ઞ-તપ વગેરે કરવાથી, તીર્થ વગેરે કરવાથી પરમાત્મા ને પામી શકાય છે. પરંતુ ભગવાન કહે છે આ બધાં મારાથી દૂર કરવાનાં રસ્તા છે. ડ્રામા માં બધાએ દુર્ગતિ ને પામવાનું જ છે તો પછી એવી વાતો બતાવે છે. આગળ હું પણ કહેતો હતો કે ભગવાન જેમકે ચોટલી છે, કોઈ ક્યાંય થી પણ જાય, તો મનુષ્યોએ અનેક પ્રકારનાં રસ્તા પકડ્યાં છે. ભક્તિમાર્ગ નાં રસ્તા પકડી-પકડી જ્યારે થાકી જાય છે ત્યારે પછી પણ ભગવાન ને જ પોકારે છે કે હે પતિત-પાવન, તમે આવીને પાવન બનવાનો રસ્તો બતાવો. તમારાં વગર પાવન થઈ નથી શકતાં, થાકી ગયાં છીએ. ભક્તિ દિવસ-પ્રતિ-દિવસ પૂરું થકાવશે. હમણાં મેળા વગેરે પર કેટલાં લાખો જઈને ભેગાં થાય છે, કેટલી ગંદકી થાય છે. હવે તો છે અંત. દુનિયા બદલવાની છે. હકીકત માં દુનિયા એક જ છે. બે ભાગ બનાવ્યાં છે. તો મનુષ્ય સમજશે સ્વર્ગ, નર્ક અલગ-અલગ દુનિયા છે પરંતુ આ અડધી-અડધી છે. ઉપર માં સતયુગ પછી ત્રેતા, દ્વાપર, કળિયુગ. કળિયુગ માં તમોપ્રધાન બનવાનું જ છે. સૃષ્ટિ જૂની થાય છે, આ વાતો ને કોઈ સમજતાં નથી. મૂંઝાયેલાં છે. કોઈ કૃષ્ણ ને ભગવાન, તો કોઈ રામ ને ભગવાન કહી દે છે. આજકાલ તો મનુષ્ય પોતાને ભગવાન કહી દે છે. અમે ઈશ્વર નાં અવતાર છીએ. દેવતાઓથી પણ મનુષ્ય આગળ થઈ ગયાં છે. દેવતાઓ ને તો પણ દેવતા જ કહેશે. આ તો પછી મનુષ્ય ને ભગવાન કહી દે છે. આ છે ભક્તિમાર્ગ. દેવતાઓ તો સ્વર્ગ માં રહેવાવાળા હતાંં, હમણાં કળિયુગ આયરન એજ માં પછી મનુષ્ય ભગવાન કેવી રીતે થઈ શકે? બાપ કહે છે - હું આવું જ છું સંગમયુગ પર, જ્યારે કે મારે આવીને દુનિયાને ટ્રાન્સફર (પરિવર્તન) કરવાની છે. કળિયુગ થી સતયુગ થઈ બાકી બધાં શાંતિધામ માં ચાલ્યાં જશે. તે છે નિરાકારી દુનિયા. આ છે સાકારી દુનિયા. નિરાકારી ઝાડ પણ સમજાવવા માટે મોટું બનાવવું પડે. બ્રહ્મ મહતત્વ પણ એટલું મોટું છે, જેટલું મોટું આકાશ છે. બન્ને નો અંત પામી ન શકાય. ભલે કોશિશ કરે છે - એરોપ્લેન (વિમાન) વગેરે માં જઈશું પરંતુ અંત નથી પામી શકતાં. સમુદ્ર જ સમુદ્ર… આકાશ જ આકાશ છે. ત્યાં તો કંઈ પણ નથી. ભલે કોશિશ ખૂબ કરે છે પરંતુ આ બધી વાતો થી ફાયદો શું? સમજે છે અમે પોતાની અક્કલ બતાવીએ છીએ. આ છે મનુષ્ય ની અક્કલ, સાયન્સ (વિજ્ઞાન) નો ઘમંડ પણ મનુષ્યો માં છે. ભલે કેટલો પણ કોઈ અંત પામે, પરંતુ તેમને આખી દુનિયા પૂજશે તો નહીં. દેવતાઓની તો પૂજા થાય છે. આપ બાળકોને બાપ કેટલાં ઉંચ બનાવે છે. બધાને લઈ જાય છે શાંતિધામ. ભલે આ બધાં જાણે છે, અમે મૂળવતન થી આવીએ છીએ પરંતુ જે પ્રકારે તમે સમજો છો તેમ દુનિયા નથી જાણતી. તે શું છે, કેવી રીતે આત્માઓ ત્યાં રહે છે પછી નંબરવાર આવે છે. આ કોઈ નથી જાણતું. બ્રહ્મ મહતત્વ માં નિરાકારી ઝાડ છે. આ નથી સમજતાં, સતયુગ માં થોડા રહે છે. બાકી બધી આત્માઓ મૂળવતન માં રહે છે. જેમ આ સાકારી વતન છે તેમ જ મૂળવતન છે. વતન ક્યારેય ખાલી નથી થતું, ન આ ન તે. જ્યારે અંત થાય છે તો ટ્રાન્સફર થઈ જાય છે. કોઈ તો આ વતન માં રહે છે. આખું વતન ખાલી થઈ જાય પછી તો પ્રલય થઈ જાય. પ્રલય થતો નથી. અવિનાશી ખંડ છે ને! આ બધી વાતો બુદ્ધિ માં રાખવાની છે. આખો દિવસ આ જ વિચાર ચાલતાં રહે અમે કોઈનું કલ્યાણ કરીએ. તમારા સંગ પ્રીત જોડાઈ તો એમનો પરિચય આપીએ ને! એ બાપ છે, એમનાથી વારસો મળે છે. કેવી રીતે મળે છે, તે અમે બતાવી શકીએ છીએ. બતાવવા વાળામાં પણ નંબરવાર છે. કોઈ તો ખૂબ સારી રીતે ભાષણ કરે છે, કોઈ કરી નથી શકતાં તો શીખવું પડે. દરેક બાળકે પોતાનું કલ્યાણ કરવાનું છે. જ્યારે કે રસ્તો મળ્યો છે તો એક-બીજા નું કલ્યાણ કરવાનું છે. દિલ થાય છે બીજાઓને પણ બાપ પાસેથી વારસો અપાવીએ. રુહાની ખિદ્દમત (સેવા) કરીએ. બધાં એકબીજા ની સેવા કરે છે.

બાપ આવીને રુહાની સેવા શીખવાડે છે બીજું કોઈ પણ રુહાની સેવા નથી જાણતું. રુહાની બાપ જ રુહો ની સેવા કરે છે. શારીરિક સેવા તો જન્મ-જન્માંતર ખૂબ કરી, હવે અંતિમ જન્મ માં રુહાની સેવા કરવાની છે, જે બાપે શીખવાડી છે. કલ્યાણ આમાં છે બીજા કોઈ માં ફાયદો નથી. ગૃહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું છે, સંબંધ નિભાવવાનો છે. તેમને પણ આ જ સમજાવી ને કલ્યાણ કરવાનું છે. પ્રીત હશે તો કંઈક સાંભળશે. ઘણાં તો ડરે છે કે ખબર નહીં અમારે પણ સંન્યાસ કરવો પડે. આજકાલ તો સંન્યાસી ખૂબ છે ને? કફની પહેરી બે અક્ષર સંભળાવ્યાં, ખાવાનું તો મળી જ જાય છે, ક્યાંય ને ક્યાંથી. કોઈ દુકાન પર જશે, બે પૂરી આપી દેશે. પછી બીજા પાસે જશે, પેટ પૂજા થઈ જાય છે. ભીખ માંગવા વાળા પણ અનેક પ્રકાર નાં હોય છે. આ બાપ પાસેથી તો એક જ પ્રકાર નો વારસો મળે છે. બેહદ ની બાદશાહી મળે છે, સદા નિરોગી બને છે. સાહૂકાર મુશ્કિલ આવે છે. ગરીબો નું પણ કલ્યાણ કરવું જોઈએ. બાબા પ્રદર્શન ખૂબ બનાવડાવી રહ્યાં છે કારણ કે ગામડા ખૂબ છે ને. મિનિસ્ટર (મંત્રી) વગેરે સમજશે છે કે આ નોલેજ સારું છે તો બધાં સાંભળવાં લાગી જશે. હાં, આગળ ચાલીને તમારું નામ પ્રસિદ્ધ થશે, પછી ખૂબ આવશે. કટ નીકળવામાં સમય લાગે છે. રાત-દિવસ કોઈ લાગી જાય તો કદાચ નીકળી પડે. આત્મા પ્યોર (પવિત્ર) થઈ જશે પછી આ શરીર પણ છોડશે. આ બધી સમજવાની વાતો છે. પ્રદર્શન માં પણ સમજાવવાનું છે. મુખ્ય છે બધી ભારત ની વાત. ભારત નું રાઈઝ (ઉત્થાન) થઈ જાય છે તો બધાનું રાઈઝ થઈ જાય છે. પ્રોજેક્ટર થી પણ પ્રદર્શન માં વધારે સર્વિસ થઈ શકે છે. ધીરે-ધીરે વૃદ્ધિ ને પામતાં જશે. દિવસ-પ્રતિ-દિવસ તમારું નામ પ્રસિદ્ધ થતું જશે. આ પણ લખવું જોઈએ કે ૫ હજાર વર્ષ પહેલાં પણ એવું થયું હતું. આ તો ખૂબ વન્ડરફુલ (અદ્દભુત) વાતો છે. બાબા ઈશારો આપે છે. બાળકો ઘણી વાતો ભૂલી જાય છે. કંઈ પણ થાય છે તો કહીશું આજ થી ૫ હજાર વર્ષ પહેલાં પણ આવું થયું હતું. છે ખુબ ક્લિયર (સ્પષ્ટ) વાત. પરંતુ જ્યારે કોઈની બુદ્ધિ માં આ બેસે. સમાચાર પત્ર માં નાખી શકાય, તો કંઈ સમજે તો ખરા. જ્ઞાનમાર્ગ માં ખૂબ ફર્સ્ટક્લાસ અવસ્થા જોઈએ. એવી-એવી વાતો ને યાદ કરી હર્ષિત પણ રહેવાનું હોય છે. પ્રેક્ટિસ (અભ્યાસ) પડી જાય તો પછી અવસ્થા ખૂબ ખુશમિજાજ થઈ જાય છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બીજા બધાથી બુદ્ધિ ની પ્રીત તોડી એક બાપ સાથે જોડવાની છે બીજા બધાની પ્રીત એક બાપ સાથે જોડાવવાની સેવા કરવાની છે.

2. સાચ્ચા-સાચ્ચા રુહાની ખિદ્દમતગાર (સેવાધારી) બનવાનું છે. પોતાનું પણ કલ્યાણ કરવાનું છે અને બીજાઓને પણ રસ્તો બતાવવાનો છે. અવસ્થા ખૂબ ખુશમિજાજ બનાવવાની છે.

વરદાન :-
પોતાનાં શ્રેષ્ઠ વ્યવહાર દ્વારા સર્વ આત્માઓ ને સુખ આપવા વાળા મહાન આત્મા ભવ

જે મહાન આત્માઓ હોય છે એમના દરેક વ્યવહાર થી સર્વ આત્માઓ ને સુખ નું દાન મળે છે. તે સુખ આપે અને સુખ લે છે. તો ચેક કરો કે મહાન આત્મા નાં હિસાબ થી આખા દિવસ માં બધાને સુખ આપ્યું, પુણ્ય નું કામ કર્યું. પુણ્ય અર્થાત્ કોઈને એવી વસ્તુ આપવી જેનાથી એ આત્મા થી આશીર્વાદ નીકળે. તો ચેક કરો કે દરેક આત્મા થી આશીર્વાદ મળી રહ્યાં છે. કોઈને પણ દુઃખ આપ્યું અથવા લીધું તો નથી! ત્યારે કહેવાશે મહાન આત્મા.

સ્લોગન :-
કર્યા પછી વિચારવું જ પશ્ચાતાપ નું રુપ છે.

અવ્યક્ત ઇશારા - મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો

સંસ્કાર અથવા નેચર તો દરેક નાં પોત-પોતાનાં છે પરંતુ સર્વ નાં સ્નેહી અને સર્વ વાતો માં, સંબંધ માં સફળ મન્સા માં વિજયી અને વાણી માં મધુરતા ત્યારે આવી શકે છે જ્યારે ઇઝી નેચર હોય. ઇઝી નેચર અર્થાત્ જેવો સમય, જેવા વ્યક્તિ, જેવા સરકમસ્ટાન્સ એમને પારખતા પોતાને ઇઝી કરી દેવા. ઇઝી અર્થાત્ મિલનસાર, મોલ્ડ કરી લેવા વાળા. ઇઝી એટલે અલબેલા નહીં.