20-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - દેવતા બનતા પહેલાં તમારે બ્રાહ્મણ જરુર બનવાનું છે , બ્રહ્મા મુખ સંતાન જ સાચાં બ્રાહ્મણ છે જે રાજયોગ નાં ભણતર થી દેવતા બને છે”

પ્રશ્ન :-
બીજા બધાં સત્સંગો થી તમારો આ સત્સંગ કઈ વાત માં નિરાલો છે?

ઉત્તર :-
બીજા સત્સંગો માં કોઈ મુખ્ય ઉદ્દેશ નથી હોતો, વધારે જ ધન-સંપત્તિ વગેરે બધું ગુમાવીને ભટકતા રહે છે. આ સત્સંગ માં તમે ભટકતા નથી. આ સત્સંગ ની સાથે-સાથે સ્કૂલ પણ છે. સ્કૂલ માં ભણવાનું હોય છે, ભટકવાનું નહીં. ભણતર એટલે કમાણી. જેટલું તમે ભણીને ધારણ કરો અને કરાવો છો એટલી કમાણી છે. આ સત્સંગ માં આવવું એટલે ફાયદો જ ફાયદો.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકોને સમજાવે છે. રુહાની બાળકો જ આ કાન દ્વારા સાંભળે છે. બેહદ નાં બાપ બાળકોને કહે છે-પોતાને આત્મા સમજો. આ ઘડી-ઘડી સાંભળવાથી બુદ્ધિ ભટકવાનું બંધ થઇ સ્થિર થઈ જશે. પોતાને આત્મા સમજી બેસી જશે. બાળકો સમજે છે અહીં આપણે આવ્યા છીએ દેવતા બનવાં. આપણે એડોપ્ટેડ બાળકો છીએ. આપણે બ્રાહ્મણ ભણીએ છીએ. શું ભણીએ છીએ? બ્રાહ્મણ સો દેવતા બનીએ છીએ. જેવી રીતે કોઈ બાળક કોલેજ માં જાય છે તો સમજે છે કે અમે હવે ભણીને એન્જિનિયર, ડોક્ટર વગેરે બનીએ છીએ. બેસવાથી જ ઝટ સમજશે. તમે પણ બ્રહ્મા નાં બાળકો બ્રાહ્મણ બનો છો તો સમજો છો અમે બ્રાહ્મણ થી દેવતા બનીશું. ગાયન છે-મનુષ્ય સે દેવતા કિયે… પરંતુ કોણ બને છે? હિન્દુ તો બધાં દેવતા નથી બનતાં. હકીકત માં હિન્દુ તો કોઈ ધર્મ નથી. આદિ સનાતન કોઈ હિન્દુ ધર્મ નથી. કોઈને પણ પૂછો કે હિન્દુ ધર્મ કોણે સ્થાપન કર્યો? તો મૂંઝાઈ જશે. આ અજ્ઞાન થી નામ રાખી દીધું છે. હિન્દુસ્તાન માં રહેવાવાળા પોતાને હિન્દુ કહે છે. હકીકત માં આનું નામ ભારત છે, નહીં કે હિન્દુસ્તાન. ભારત ખંડ કહેવાય છે, નહીં કે હિન્દુસ્તાન ખંડ. છે જ ભારત. તો એમને આ પણ ખબર નથી કે આ કયો ખંડ છે? અપવિત્ર હોવાનાં કારણે પોતાને દેવતા તો સમજી નથી શકતાં. દેવી-દેવતા પવિત્ર હતાં. હમણાં તે ધર્મ નથી. બીજા બધાં ધર્મ ચાલ્યા આવે છે-બુદ્ધ નો બૌદ્ધ ધર્મ, ઈબ્રાહીમ નો ઈસ્લામ, ક્રાઈસ્ટ નો ક્રિશ્ચન. બાકી હિન્દુ ધર્મ નું તો કોઈ નથી. આ હિન્દુસ્તાન નામ તો વિદેશીઓએ રાખ્યું છે. પતિત હોવાનાં કારણે પોતાને દેવતા ધર્મ નાં સમજતા નથી. બાપે સમજાવ્યું છે આદિ સનાતન છે દેવી-દેવતા ધર્મ, જૂનાં માં જૂનો. શરુ નો ધર્મ કયો છે? દેવી-દેવતા. હિન્દુ નહીં કહેવાશે. હવે તમે બ્રહ્મા નાં એડોપ્ટેડ બાળકો બ્રાહ્મણ થઈ ગયાં. બ્રાહ્મણ થી દેવતા બનવા માટે ભણો છો. એવું નથી, હિન્દુ થી દેવતા બનવા માટે ભણો છો. બ્રાહ્મણ થી દેવતા બનો છો. આ સારી રીતે ધારણ કરવાનું છે. હમણાં તો જુઓ અનેક ધર્મ છે. વધતા જ જાય છે. જ્યારે પણ ક્યાંય ભાષણ વગેરે કરો છો તો આ સમજાવવાનું સારું છે. હમણાં છે કળિયુગ, બધાં ધર્મ હમણાં તમોપ્રધાન છે. ચિત્ર પર તમે સમજાવશો તો પછી તે ઘમંડ તૂટી જશે-હું ફલાણો છું, આ છું… સમજશે, અમે તો તમોપ્રધાન છીએ. પહેલાં-પહેલાં બાપ નો પરિચય આપી દીધો, પછી દેખાડવાનું છે આ જૂની દુનિયા બદલાવાની છે. દિવસે-દિવસે ચિત્ર પણ શોભનિક થતા જાય છે. જેવી રીતે સ્કૂલ માં નક્શા બાળકોની બુદ્ધિમાં હોય છે. તમારી બુદ્ધિમાં પછી આ રહેવું જોઈએ. નંબરવન નક્શો આ છે, ઉપર ત્રિમૂર્તિ પણ છે, બંને ગોળા પણ છે સતયુગ અને કળિયુગ. હમણાં આપણે પુરુષોત્તમ સંગમયુગ પર છીએ. આ જૂની દુનિયા નો વિનાશ થશે. એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સ્થાપન થઈ રહ્યો છે. તમે છો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં. હિન્દુ ધર્મ તો નથી. જેવી રીતે સંન્યાસીઓએ બ્રહ્મ, રહેવાના સ્થાન ને ઈશ્વર સમજી લીધું છે, તેવી રીતે હિન્દુસ્તાન માં રહેવાવાળાઓએ હિંદુ ધર્મ સમજી લીધો છે. એમનો પણ ફરક છે. તમારો પણ ફરક છે. દેવી-દેવતા નામ તો ખૂબ ઊંચું છે. કહે છે આ તો જાણે કે દેવતા છે. જેમનામાં સારા ગુણ હોય છે તો આવું કહે છે-આમનામાં દેવતાઈ ગુણ છે.

તમે સમજો છો - આ રાધા-કૃષ્ણ જ સ્વયંવર પછી લક્ષ્મી-નારાયણ બને છે, એમને વિષ્ણુ કહેવાય છે. ચિત્ર બધાનાં છે પરંતુ કોઈ જાણતા નથી. આપ બાળકોને હવે બાપ બેસી સમજાવે છે, બાપ ને જ બધાં યાદ કરે છે. એવાં કોઈ મનુષ્ય નહીં હશે જેના મુખ માં ભગવાન ન હોય. હવે ભગવાન ને કહેવાય છે નિરાકાર. નિરાકાર નો પણ અર્થ નથી સમજતાં. હવે તમે બધું જાણી જાઓ છો. પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ બની જાઓ છો. આ નોલેજ ભારતવાસીઓ માટે જ છે ન કે બીજા ધર્મ વાળાઓ માટે. બાકી આ સમજાવી શકો છો કે આટલી વૃદ્ધિ કેવી રીતે થાય છે? અને બીજા ખંડ આવતા જાય છે. ત્યાં તો ભારત ખંડ સિવાય બાકી કોઈ ખંડ નહીં રહેશે. હમણાં તે એક ધર્મ નથી, બાકી બધાં છે. વડ નાં ઝાડ નું દૃષ્ટાંત બરાબર છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મનું ફાઉન્ડેશન નથી, બાકી આખું ઝાડ ઊભું છે. તો કહેશે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, નહીં કે હિન્દુ ધર્મ. તમે હમણાં બ્રાહ્મણ બન્યા છો, દેવતા બનવા માટે પહેલાં બ્રાહ્મણ જરુર બનવું પડે. શૂદ્ર વર્ણ અને બ્રાહ્મણ વર્ણ કહેવાય છે. શૂદ્ર રાજધાની નહીં કહેવાશે. રાજાઓ-રાણીઓ છે. પહેલાં દેવી-દેવતા મહારાજા-મહારાણી હતાં. અહીં હિન્દુ મહારાજા-મહારાણી. ભારત તો એક જ છે પછી તે અલગ-અલગ કેવી રીતે થઈ ગયો? એનું નામ-નિશાન જ ગુમ કરી દીધું છે, ફક્ત ચિત્ર છે. નંબરવન છે સૂર્યવંશી. હમણાં તમે આવ્યા છો સૂર્યવંશી બનવા માટે. આ રાજયોગ છે ને? તમારી બુદ્ધિમાં છે આપણે આ લક્ષ્મી-નારાયણ બનીશું. દિલ માં ખુશી રહે છે - બાબા આપણને ભણાવે છે મહારાજા-મહારાણી બનાવવાં. સત્ય-નારાયણ ની સાચ્ચી-સાચ્ચી કથા આ છે. પહેલાં જન્મ-જન્માંતર તમે સત્ય-નારાયણની કથા સાંભળો છો. પરંતુ તે કોઈ સાચ્ચી કથાઓ નથી. ભક્તિમાર્ગ માં ક્યારેય મનુષ્ય થી દેવતા બની નથી શકતાં. મુક્તિ-જીવનમુક્તિ મેળવી નથી શકતાં. બધાં મનુષ્ય મુક્તિ-જીવનમુક્તિ મેળવે જરુર છે. હમણાં બધાં બંધન માં છે. ઉપર થી આજે પણ આત્મા આવશે તો જીવનમુક્તિ માં આવશે, નહીં કે જીવન બંધન માં. અડધો સમય જીવનમુક્તિ, અડધો સમય જીવનબંધ માં જશે. આ ખેલ બનેલો છે. આ બેહદ નાં ખેલ નાં આપણે બધાં એક્ટર્સ છીએ. અહીં આવીએ છીએ પાર્ટ ભજવવાં. આપણે આત્માઓ અહીંના નિવાસી નથી. કેવી રીતે આવીએ છીએ? આ બધી વાતો સમજાવાય છે. ઘણાં આત્માઓ અહીં જ પુનર્જન્મ લેતા રહે છે. આપ બાળકોને શરુથી લઈને અંત સુધી આખા વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી બુદ્ધિમાં છે. બેહદ નાં બાપ ઉપર બેસીને શું કરે છે, કંઈ નથી જાણતા એટલે એમને કહેવાય છે તુચ્છ બુદ્ધિ. તમે પણ તુચ્છ બુદ્ધિ હતાં. હવે બાપે તમને રચયિતા અને રચના નાં આદિ, મધ્ય, અંત નાં રહસ્ય સમજાવ્યા છે. તમે ગરીબ-સાધારણ બધું જાણો છો. તમે છો સ્વચ્છ બુદ્ધિ. સ્વચ્છ પવિત્ર ને કહેવાય છે. તુચ્છ બુદ્ધિ અપવિત્ર થયાં. તમે હમણાં જુઓ શું બની રહ્યા છો? સ્કૂલ માં પણ ભણતર થી ઊંચ પદ મેળવી શકે છે. તમારું ભણતર છે ઊંચા માં ઊંચું, જેનાથી તમે રાજાઈ પદ મેળવો છો. તે તો દાન-પુણ્ય કરવાથી રાજા ની પાસે જન્મ લે છે, પછી રાજા બને છે. પરંતુ તમે આ ભણતર થી રાજા બનો છો. બાપ જ કહે છે હું આપ બાળકોને રાજયોગ શીખવાડું છું. બાપ સિવાય રાજયોગ કોઈ શીખવાડી ન શકે. બાપ જ તમને રાજયોગ નું ભણતર ભણાવે છે. તમે પછી બીજાઓને સમજાવો છો. બાપ રાજયોગ શીખવાડે છે કે તમે પતિત થી પાવન બની જાઓ. પોતાને આત્મા સમજી નિરાકાર બાપ ને યાદ કરો તો તમે પવિત્ર બની જશો અને ચક્ર ને જાણવાથી ચક્રવર્તી રાજા સતયુગ માં બની જશો. આ તો સમજાવવાનું ખૂબ સહજ છે. હમણાં દેવતા ધર્મ નાં કોઈપણ નથી. બધાં કન્વર્ટ થઈ ગયા છે બીજા-બીજા ધર્મો માં. તમે કોઈને પણ સમજાવો તો પહેલાં-પહેલાં બાપ નો પરિચય આપો. બાપ સમજાવે છે બીજા ધર્મો માં કેટલાં ચાલ્યા ગયા છે? બૌદ્ધિ, મુસલમાન વગેરે અસંખ્ય થઈ ગયા છે. તલવાર નાં જોર થી પણ મુસલમાન બન્યા છે. બૌદ્ધી પણ ખૂબ બન્યા છે. એક જ વાર સ્પીચ કરી (ભાષણ કર્યુ) તો હજારો બૌદ્ધી બની ગયાં. ક્રિશ્ચન લોકો પણ એવી રીતે આવીને સ્પીચ કરે છે. સૌથી વધારે જનસંખ્યા આ સમયે એમની છે. તો હવે આપ બાળકોની બુદ્ધિમાં આખું સૃષ્ટિ ચક્ર ફરતું રહે છે, ત્યારે બાપ કહે છે તમે સ્વદર્શન ચક્રધારી છો. સ્વદર્શન ચક્ર વિષ્ણુ ને દેખાડે છે. મનુષ્ય આ નથી જાણતા કે વિષ્ણુ ને કેમ આપ્યું છે? સ્વદર્શન ચક્રધારી કૃષ્ણ અથવા નારાયણ ને કહે છે. આ પણ સમજાવવું જોઈએ કે એમનું શું કનેક્શન છે. આ ત્રણેય એક છે. હકીકત માં આ સ્વદર્શન ચક્ર તો આપ બ્રાહ્મણો માટે છે. સ્વદર્શન ચક્રધારી જ્ઞાન થી બનો છો. બાકી સ્વદર્શન ચક્ર કોઈ મારવા-કાપવા માટે નથી. આ જ્ઞાન ની વાતો છે. જેટલું તમારું આ જ્ઞાન નું ચક્ર ફરશે, એટલા તમારા પાપ ભસ્મ થશે. બાકી માથું કાપવાની કોઈ વાત નથી. ચક્ર કોઈ હિંસા નું નથી. આ ચક્ર તમને અહિંસક બનાવે છે. ક્યાં ની વાત ક્યાં લઈ ગયા છે. બાપ સિવાય કોઈ સમજાવી ન શકે.

તમને મીઠાં-મીઠાં બાળકો ને અથાહ ખુશી થાય છે. હવે તમે સમજો છો-આપણે આત્મા છીએ. પહેલાં તમે પોતાને આત્મા પણ ભૂલી ગયા, તો ઘર પણ ભૂલી ગયાં. આત્મા ને તો છતાં પણ આત્મા કહે છે. પરમાત્મા ને તો ઠિક્કર-ભિત્તર માં કહી દીધાં છે. આત્માઓનાં બાપ ની કેટલી ગ્લાનિ કરી છે. બાપ પછી આવીને આત્માઓને જ્ઞાન આપે છે. આત્મા માટે ક્યારેય નહીં કહેશે કે ઠિક્કર-ભિત્તર, કણ-કણ માં છે. જાનવર ની તો વાત જ અલગ છે. ભણતર વગેરે મનુષ્યો માટે જ હોય છે. હવે તમે સમજો છો, આપણે આટલાં જન્મ આ-આ બન્યા છીએ. ૮૪ જન્મ પૂરાં કર્યા. બાકી ૮૪ લાખ તો નથી. મનુષ્ય કેટલાં અજ્ઞાન અંધારા માં છે એટલે કહેવાય છે-જ્ઞાન સૂર્ય પ્રગટા… અડધોકલ્પ દ્વાપર-કળિયુગ માં અંધકાર, અડધોકલ્પ સતયુગ-ત્રેતા માં પ્રકાશ. દિવસ અને રાત, પ્રકાશ અને અંધકાર નું આ જ્ઞાન છે. આ બેહદની વાત છે. અડધોકલ્પ અંધારા માં કેટલી ઠોકરો ખાધી, ખૂબ ભટકવાનું થાય છે. સ્કૂલ માં જે ભણે છે, એને ભટકવાનું નથી કહેવાતું. સત્સંગો માં મનુષ્ય કેટલાં ભટકે છે? કમાણી કંઈ પણ નથી થતી, વધારે જ નુકસાન, એટલે એને ભટકવાનું કહેવાય છે. ભટકતા-ભટકતા, ધન-સંપત્તિ વગેરે બધું ગુમાવી કંગાળ બની પડ્યા છે. હવે આ ભણતર માં જે જેટલું-જેટલું સારી રીતે ધારણ કરશે અને કરાવશે, ફાયદો જ ફાયદો છે. બ્રાહ્મણ બની ગયા તો ફાયદો જ ફાયદો. તમે જાણો છો આપણે બ્રાહ્મણ જ સ્વર્ગવાસી બનીએ છીએ. સ્વર્ગવાસી તો બધાં બનશે. પરંતુ તમે એમાં ઊંચ પદ મેળવવાનો પુરુષાર્થ કરો છો.

હમણાં તમારા બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. તમે સ્વયં કહો છો-બાબા, અમને વાનપ્રસ્થ અથવા પવિત્ર દુનિયામાં લઈ જાઓ, તે છે આત્માઓની દુનિયા. નિરાકારી દુનિયા કેટલી નાની છે. અહીં તો હરવા-ફરવા માટે કેટલી મોટી જમીન છે. ત્યાં આ વાત નથી, શરીર નથી, પાર્ટ નથી. સ્ટાર ની જેમ આત્મા ઉભા છે. આ કુદરત છે ને? સૂર્ય, ચાંદ, તારાઓ કેવી રીતે ઉભા છે? આત્માઓ પણ બ્રહ્મ તત્વ માં પોતાનાં આધાર પર નેચરલ ઉભા છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાન નું સ્મરણ કરી સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. સ્વદર્શન ચક્ર ફેરવતા પાપો ને કાપવાના છે. ડબલ અહિંસક બનવાનું છે.

2. પોતાની બુદ્ધિ ને સ્વચ્છ પવિત્ર બનાવીને રાજયોગ નું ભણતર ભણવાનું છે અને ઊંચ પદ મેળવવાનું છે. દિલ માં સદા આ જ ખુશી રહે કે આપણે સત્ય-નારાયણ ની સાચ્ચી-સાચ્ચી કથા સાંભળી મનુષ્ય થી દેવતા બનીએ છીએ.

વરદાન :-
મન - બુદ્ધિ ને ઓર્ડર પ્રમાણે વિધિ - પૂર્વક કાર્ય માં લગાવવા વાળા નિરંતર યોગી ભવ

નિરંતર યોગી અર્થાત્ સ્વરાજ્ય અધિકારી બનવાનું વિશેષ સાધન મન અને બુદ્ધિ છે. મંત્ર જ મનમનાભવ નો છે. યોગ ને બુદ્ધિયોગ કહે છે. તો જો આ વિશેષ આધાર સ્તંભ પોતાનાં અધિકાર માં છે અર્થાત્ ઓર્ડર પ્રમાણે વિધિપૂર્વક કાર્ય કરે છે. જે સંકલ્પ જ્યારે કરવા ઈચ્છો તેવો સંકલ્પ કરી શકો, જ્યાં બુદ્ધિ ને લગાવવા ઈચ્છો ત્યાં લગાવી શકો, બુદ્ધિ આપ રાજાઓને ભટકાવે નહીં. વિધિ-પૂર્વક કાર્ય કરે ત્યારે કહેવાશે નિરંતર યોગી.

સ્લોગન :-
માસ્ટર-વિશ્વ શિક્ષક બનો, સમય ને શિક્ષક ન બનાવો.