20-06-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારી પાસે અવિનાશી જ્ઞાન - રત્નો નો અથાહ ખજાનો છે , તમે એનું દાન કરો , તમારા દર ( દ્વાર ) થી કોઈ પણ પાછું ન જવું જોઈએ”

પ્રશ્ન :-
સર્વ સંબંધો ની સેક્રીન (મીઠાંશ) બાપ પોતાનાં બાળકો ને કઈ શ્રીમત આપે છે?

ઉત્તર :-
મીઠાં બાળકો - પોતાનો બુદ્ધિયોગ બધી તરફ થી હટાવી એક મને યાદ કરતાં રહો. દુનિયાની કોઈ પણ વસ્તુ, મિત્ર-સંબંધી વગેરે યાદ ન આવે કારણકે આ સમયે બધાં દુઃખ આપવા વાળા છે. વિશ્વ નાં માલિક બનવું છે તો જરુર ૬૩ જન્મો નો હિસાબ-કિતાબ ચુક્તું કરવાની મહેનત કરવી પડે. સર્વસ્વ ભૂલી અશરીરી બનો ત્યારે હિસાબ-કિતાબ ચુક્તું થાય. હું સર્વ સંબંધો નો સેક્રીન છું.

ઓમ શાંતિ!
બાપદાદા બાળકોને પૂછે છે કે કોની યાદ માં બેઠાં છો? (શિવબાબા ની) બુલંદ અવાજ માં કહેવું જોઈએ - શિવબાબા ની યાદ માં બેઠા છીએ. આપ બાળકો અર્થાત્ આત્માઓનું કનેક્શન (સંબંધ) છે શિવબાબા થી. તમે શિવબાબા નાં બનો છો આમનાં દ્વારા, કારણકે શિવબાબા આમનાં દ્વારા જ મળે છે. આ વચ્ચે દલાલ પણ કહેવાય છે. તમારું દલાલ થી કોઈ કનેક્શન નથી. આ તો ફક્ત વચ્ચે મારફત છે. લેણ-દેણ નો બધાનો હિસાબ-કિતાબ બાપ થી થવાનો છે, આમનાથી નહીં. આમની પણ લેણ-દેણ બાપ થી છે. આ પણ એ બાપ ને કહે છે - બાબા, મારું સર્વસ્વ તમારું છે. તમને પણ એક તો નિશ્ચય આ છે કે આપણે આત્મા છીએ અને બીજું આ પણ નિશ્ચય છે કે આપણે આત્માઓ હમણાં પરમપિતા પરમાત્મા થી વારસો લઇ રહ્યાં છીએ. મન્સા-વાચા-કર્મણા, તન-મન-ધન થી આપણે શિવબાબા નાં મદદગાર બનીએ છીએ. આ સર્વસ્વ શિવબાબા ને અર્પણ કરેલું છે. પછી શિવબાબા ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે - આમ-આમ આ કરો. આને કહેવાય છે શ્રીમત.

બાપ પોતે કહે છે કે હું આ જૂનાં તન માં પ્રવેશ કરું છું. આ પણ પતિત થી પાવન બની રહ્યાં છે. આ કોણે કહ્યું? શિવબાબાએ. આ પણ પાવન બની રહ્યાં છે. આમનો પણ મારી સાથે હિસાબ-કિતાબ છે. આમની સાથે કોઈ નો હિસાબ-કિતાબ નથી. તમે ચિઠ્ઠી લખો છો - શિવબાબા કેર ઓફ બ્રહ્મા. પરંતુ માયા એવી છે જે નિરંતર યાદ કરવા નથી દેતી. બુદ્ધિયોગ ઘડી-ઘડી તોડી દે છે. જો આ જ પાક્કો પુરુષાર્થ કરશો તો પછી બીજું સર્વસ્વ ભૂલી જશો. શરીર પણ ભૂલી જશો. આ શરીર હશે પરંતુ આત્મા ને આ બધી વસ્તુ થી નફરત હશે. આ અવસ્થા જમાવવાની પ્રેક્ટિસ કરવાની હોય છે. અંત માં આપણને પોતાનું શરીર પણ યાદ ન આવે. બાપ કહે છે - પોતાને અશરીરી સમજી મુજ બાપ ને યાદ કરો. હું સદૈવ અશરીરી છું, તમે પણ અશરીરી હતાં. પછી તમે પાર્ટ ભજવ્યો. હવે ફરી તમારે પાર્ટ ભજવવાનો છે, આ મહેનત છે. વિશ્વ નાં માલિક બનવું કોઈ ઓછી વાત છે શું! મનુષ્ય જ વિશ્વનાં માલિક બની શકે છે. આ દેવતાઓ પણ મનુષ્ય છે પરંતુ આમને દૈવીગુણ વાળા દેવતા કહેવાય છે. લક્ષ્મી-નારાયણ વિશ્વ નાં માલિક હતાં, એમને પોતાનાં બાળકો હશે. તે જ એમને મા-બાપ માનશે. પરંતુ આજકાલ મનુષ્ય અંધશ્રદ્ધા થી આ લક્ષ્મી-નારાયણ ને ત્વમેવ માતાશ્ચ પિતા… કહે છે. હકીકત માં આ મહિમા છે શિવબાબા ની. દેવતાઓની મહિમા ગાય છે આપ સર્વગુણ સંપન્ન… પરંતુ એમની પૂજા કેમ કરે છે, આ કોઈને ખબર નથી. હમણાં તમે એવી મહિમા નહીં ગાશો કે તુમ માત-પિતા… હાં, તમે જાણો છો શિવબાબા એ નિરાકાર પરમપિતા પરમાત્મા છે. એમના થી જ સુખ અઢળક મળે છે. બાકી જે પણ સંબંધી વગેરે છે એમનાથી દુઃખ જ મળે છે. આ તો એક સેક્રીન છે, જેમનાથી સર્વ સંબંધ ની રસના મળે છે એટલે બાપ કહે છે મામા, કાકા, ચાચા વગેરે સૌથી બુદ્ધિયોગ હટાવી મામેકમ્ યાદ કરો. તમે ગાઓ પણ છો દુ:ખહર્તા સુખકર્તા… સર્વ નાં સદ્દગતિ દાતા એક જ છે, એ જ આપણાં સર્વસ્વ છે. લૌકિક બાપ થી પણ દુઃખ મળે છે. બાકી શિક્ષક છે જે કોઈને દુઃખ નથી આપતાં. શિક્ષક પાસે જઈને ભણવાથી તમે શરીર નિર્વાહ કરો છો. હુનર (કળા) શીખવાડવા વાળા પણ હોય છે. તે બધાં અલ્પકાળ માટે શીખવાડે છે. ભક્તિ માં પણ મહિમા એક રામ અથવા પરમપિતા પરમાત્મા ની જ કરે છે, એમને જ યાદ કરે છે. હકીકત માં ભક્તિ પણ એક ની જ કરવાની છે. એ એક જ તમને પૂજ્ય બનાવે છે. તમે પહેલાં-પહેલાં એક શિવબાબા ની પૂજા કરો છો. એને સતોપ્રધાન ભક્તિ કહેવાય છે. પછી આત્મા પણ સતોપ્રધાન થી સતો-રજો-તમો બને છે. તમે સમજો છો આપણે પૂજારી બનીએ છીએ. તમે પહેલાં એક શિવ ની પૂજા કરો છો પછી કળાઓ ઓછી થતી જાય છે. ભક્તિ પણ સતોપ્રધાન થી, સતો-રજો-તમો બની જાય છે. આખો ડ્રામા તમારા ઉપર જ બનેલો છે. પોતે જ પૂજ્ય, પોતે જ પુજારી, જે ૮૪ જન્મ પૂરા લે છે, એમની જ કહાણી છે. એમને જ બાપ બેસી બતાવે છે - તમે ૮૪ જન્મ કેવી રીતે લીધા છે. હિસાબ જ એમનો છે. જે પહેલાં-પહેલાં પૂજ્ય દેવી-દેવતા બને છે, તે જ પુજારી બને છે. બાપ કહે છે - હું કલ્પ-કલ્પ આવીને તમને ભણાવું છું અને દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરું છું, રાજ્યોગ શીખવાડું છું. ભગવાન તો એક જ હોય છે. તેઓ તો કહે ઠિક્કર-ભિત્તર, કણ-કણ માં પરમાત્મા છે. પરતું એવું તો ન થઈ શકે. ભગવાન ની તો મહિમા અપરંપાર છે. કહે છે - હે બાબા, તમારી ગત-મત ન્યારી અર્થાત્ તમારી જે શ્રીમત મળે છે, તે સૌથી ન્યારી છે. બાપ ને કહે જ છે ગતિ-સદ્દગતિ દાતા પરમપિતા પરમાત્મા, તો બુદ્ધિ ઉપર માં જાય છે. દુઃખ નાં સમયે એમની જ યાદ આવે છે. જો રામ-સીતા બુદ્ધિ માં હોય તો પછી આખું રામાયણ બુદ્ધિ માં આવી જાય. તમે તો પોકારો જ છો, એ એક બાપ ને. સિવાય એક બાપ નાં કોઈ પણ સાકારી મનુષ્ય કે આકારી દેવતા થી બુદ્ધિ નથી લગાવવાની. પતિત-પાવન છે જ એક બાપ. કોઈ પણ સત્સંગ માં જઈને આ જ ગાય છે - પતિત-પાવન સીતારામ, અર્થ કંઈ નથી. આ બધું છે - ભક્તિમાર્ગ નું ગાયન. બધાં રાવણ ની જેલ માં છે. ભક્તિમાર્ગ માં બહુજ ભટકે છે. અહીં ભટકવાની કોઈ વાત નથી. બાપ સમજાવે છે, બાળકોએ પોઇન્ટ બુદ્ધિ માં સારી રીતે ધારણ કરવાની છે, ભણતર નિયમિત ભણવાનું છે. જો કોઈ કારણ થી સવારે નથી આવી શકતાં તો બપોર નાં આવી જવું જોઈએ. કોઈને હેરાન પણ નથી કરવાનું. આખો દિવસ પડ્યો છે. કોઈ પણ સમયે જઈને ભણવાનું છે. આ બાળકીઓ સવાર થી લઇને સાંજ સુધી સેવા પર છે. આખો દિવસ સર્વિસ સ્ટેશન (સેવાકેન્દ્રો) ખુલેલાં છે. કોઈ પણ આવે, એમને રસ્તો બતાવવાનો છે. પહેલાં-પહેલાં તો બતાવવાનું છે - વિચાર કરો તમને બે બાપ છે. દુઃખ માં પારલૌકિક બાપ ને યાદ કરે છે ને. હમણાં શિવબાબા કહે છે, મામેકમ્ યાદ કરો. મોત તો સામે ઊભું છે. આ એ જ મહાભારત લડાઈ છે. ભલે મોટા પદમપતિ, કરોડપતિ છે, મોટા-મોટા મકાન વગેરે બનાવે છે. પરતું તે રહેવાનાં થોડી છે, આ બધું તૂટી જવાનું છે. તે સમજે છે -કળિયુગ ની આયુ લાખો વર્ષ છે. આને કહેવાય છે ઘોર અંધકાર. કોઈની પાસે પૈસા છે, પૂછે છે મકાન બનાવીએ. બાબા કહેશે પૈસા છે તો ભલે બનાવો. પૈસા પણ તો માટી માં ભળી જવાનાં છે. આ તો ટેમ્પરરી (અલ્પકાલિન) છે. નહીં તો આ બધાં પૈસા પણ ચાલ્યા જશે. કંઈ પણ રહેશે નહીં, ભલે બનાવો. પછી એમાં ગીતા પાઠશાળા નો પ્રબંધ રાખો. જે તમારા દ્વાર પર કોઈ પણ આવે એમને ભિક્ષા એવી આપો જે એમને એકદમ વિશ્વ નાં માલિક બનાવી દો. તમારી પાસે અખૂટ જ્ઞાન-ધન છે, એટલું કોઈની પાસે નથી. તમારી પાસે સૌથી સાહૂકાર તે છે, જેમની પાસે બહુજ જ્ઞાન-રત્ન બુદ્ધિ માં ભરેલાં છે. કોઈ પણ આવે તો તમે એમની ઝોલી ભરી દો. તમારી પાસે એટલો ખજાનો છે. ફક્ત આ બોર્ડ લગાવી દો - આવો તો અમે તમને સદા સુખી સ્વર્ગ નો વારસો મેળવવાનો રસ્તો બતાવીએ. પરતું બાળકોમાં તે નશો નથી રહેતો. અહીં નશો ચઢે છે, બાહર જવાથી ભૂલી જવાય છે. શોખ હોવો જોઈએ. કોઈ પણ આવે એને રસ્તો બતાવો જે બેડો પાર થઈ જાય. તમારા પાસે બહુજ અઢળક ધન છે. કોઈ પણ ભિખારી આવે કે લખપતિ આવે તો તમે એમને પણ બહુ જ રત્ન આપી શકો છો. બાબા અહીં નશો ચઢાવે છે પછી સોડાવોટર થઈ જાય છે. બાબા તમારી અવિનાશી જ્ઞાન-રત્નો થી ઝોલી ભરી દે છે. પરંતુ નંબરવાર છે. કોઈની તકદીર માં છે તો પૂરી રીતે ધારણ કરી લે છે. બાબા કહે છે - કોશિશ કરી તમે નિરંતર યાદ માં રહો. એવું નહીં કે સેવાકેન્દ્ર માં જઈને એક જગ્યાએ બેસવાનું છે. ના, ચાલતાં-ફરતાં જે પણ સમય મળે બાપ ને યાદ કરતાં રહેવાનું છે. હથ કાર ડે દિલ અર્થાત્ બુદ્ધિ નો યોગ બાપ ની સાથે હોય. બાપ ની યાદ થી તમારું બહુ જ કલ્યાણ થશે. ૨૧ જન્મ માટે તમે સાહૂકાર બની જાઓ છો. બેહદ નાં બાપ બેહદ નો વારસો આપે છે. ભારત સ્વર્ગ હતું. હમણાં નર્ક છે.

બાપ કહે છે - હવે મને યાદ કરો તો તમારો આત્મા સતોપ્રધાન બની જશે. બાપ ને યાદ કરશો તો નશો ચઢશે. આપણાં જેવાં ધનવાન સૃષ્ટિ માં કોઇ નથી. બાપ જ યાદ નહીં હશે તો ધન ક્યાંથી આવશે. સ્વર્ગ માં તો આપ બાળકો ને અપાર સુખ મળે છે. શાસ્ત્રો માં તો કેટલીય દંતકથાઓ લખી દીધી છે. ગાય પણ છે - રામ રાજા, રામ પ્રજા… ધર્મ નો ઉપકાર છે. પછી કહે રામ ની સીતા ચોરાઈ ગઈ, વાનરો ની સેના લીધી… પહેલાં પોતે પણ વાંચતા હતાં, કંઈ પણ સમજતાં નહોતાં. હમણાં કેટલું સમજ માં આવે છે. કેટલી વન્ડરફુલ (અદ્દભુત) વાતો લખી છે. બાપ કહે છે - મારે પ્રકૃતિ નો આધાર લેવો પડે છે. ત્રિમૂર્તિ માં પણ બ્રહ્મા, વિષ્ણુ, શંકર દેખાડે છે. પરંતુ આ પણ સમજતાં નથી કે વિષ્ણુ કોણ છે? ક્યાંના રહેવા વાળા છે? વિષ્ણુ નાં મંદિર ને નર-નારાયણ નું મંદિર કહે છે. પરંતુ અર્થ કંઈ પણ નથી સમજતાં. વિષ્ણુ નાં આ બે રુપ લક્ષ્મી-નારાયણ છે, જે સતયુગ માં રાજ્ય કરતાં હતાં. હમણાં તમે મનુષ્ય થી દેવતા બની રહ્યાં છો. કોઈ પણ આવે તો બોલો આ બ્રહ્માકુમાર-કુમારીઓ છે. તો પ્રજાપિતા બ્રહ્મા સર્વ નાં બાપ થયાં. ખુબ અનેકાનેક પ્રજા છે. નામ તો સાંભળ્યું છે ને. ભગવાને બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ રચ્યાં. બાપે જરુર બાળકોને વારસો તો આપ્યો હશે ને. આપ બાળકોને વિશ્વનાં માલિક બનાવે છે. તમે શિવબાબા પાસેથી વારસો મેળવો છો. એક છે લૌકિક બાપ, બીજા છે પારલૌકિક બાપ. હવે આ તમને અલૌકિક બાપ મળ્યાં છે, આ તો ઝવેરી હતાં. આ થોડી કંઈ જાણતા હતાં. આમનાં માટે કહે છે કે આમનાં અનેક જન્મો નાં અંત નાં જન્મ નાં પણ અંત માં આમનામાં પ્રવેશ કરું છું. વાનપ્રસ્થી બનવાનો રિવાજ પણ ભારત માં છે. ૬૦ વર્ષ નાં પછી ગુરુની પાસે ચાલ્યાં જાય છે. બાપ આમનામાં પ્રવેશ કરી કહે છે હવે તમારે ઘરે જવાનું છે. મુક્તિ બધાં ઈચ્છે છે પરંતુ મુક્તિ ને જાણતાં કોઈ પણ નથી. બ્રહ્મ માં લીન તો કોઈ થઇ નથી શકતું. આ તો સૃષ્ટિ નું ચક્ર ફરતું જ રહે છે, બધાએ પાર્ટ ભજવવાનો જ છે. કહે છે વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રાફી રીપીટ. આ અનાદિ ડ્રામા બનેલો છે. ૮૪ જન્મો નો પાર્ટ તમારે ભજવવાનો જ છે. આ જ્ઞાન-ડાન્સ થાય છે. તે લોકો પછી ડમરું દેખાડે છે. હવે સૂક્ષ્મવતન વાસી શંકર ડમરુ કેવી રીતે વગાડશે?

બાપે સમજાવ્યું છે - તમે વાનર જેવા હતાં. તો આપ વાનરો ની સેના લીધી. તમારા આગળ બાબા જ્ઞાન નું ડમરું વગાડી રહ્યાં છે. તમને જ્ઞાન આપે છે. હમણાં તમારો ચહેરો અને ચરિત્ર બંને બદલાઈ રહ્યાં છે. કામ-ચિતા પર બેસી તમે કાળા થઈ ગયાં છો. બાબા પાછા તમને જ્ઞાન-ચિતા પર બેસાડી ચહેરો અને ચરિત્ર બંને બદલી શ્યામ થી ગોરા બનાવી દે છે. અહીં બાબા કેટલો નશો ચઢાવે છે પછી નશો ગુમ કેમ થવો જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપે જે અથાહ જ્ઞાન નું ધન આપ્યું છે, તેને ધારણ કરી સ્વયં પણ સાહૂકાર બનવાનું છે અને બધાને દાન પણ કરવાનું છે. જે પણ આવે એની ઝોલી ભરી દેવાની છે.

2. બાપ ની યાદ થી જ કલ્યાણ થવાનું છે, એટલે જેટલું થઈ શકે ચાલતાં-ફરતાં બાપ ની યાદ માં રહેવાનું છે. સર્વ સંબંધો ની રસના એક બાપ થી લેવાની છે.

વરદાન :-
સદા બીઝી રહેવાની વિધિ દ્વારા વ્યર્થ સંકલ્પો ની કમ્પ્લેન ને સમાપ્ત કરવાવાળા સંપૂર્ણ કર્માતીત ભવ

સંપૂર્ણ કર્માતીત બનવામાં વ્યર્થ સંકલ્પો નું તોફાન જ વિઘ્ન નાંખે છે. આ વ્યર્થ સંકલ્પો ની કમ્પ્લેન ને સમાપ્ત કરવા માટે પોતાનાં મન ને દરેક સમયે બીઝી રાખો, સમય ની બુકિંગ કરવાની રીત શીખો. આખાં દિવસ માં મન ને ક્યાં-ક્યાં બીઝી રાખવાનું છે - આ પ્રોગ્રામ બનાવો. રોજ પોતાનાં મન ને ૪ વાતો માં બીઝી કરી દો: ૧. મિલન (રુહરિહાન) ૨. વર્ણન (સેવા) ૩. મગન અને ૪. લગન. એનાથી સમય સફળ થઈ જશે અને વ્યર્થ ની કમ્પ્લેન ખલાસ થઈ જશે.

સ્લોગન :-
સફળતા ને પરમાત્મ-બર્થરાઈટ સમજવા વાળા જ સદા પ્રસન્નચિત્ત રહી શકે છે.

અવ્યક્ત ઇશારા - સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .

સરળતા લાવવા માટે ફક્ત એક વાત ધ્યાન પર જરુર રાખવાની છે. પોતાની સ્થિતિ સ્તુતિ નાં આધાર પર ન હોય. ઘણા બાળકો કર્તવ્ય નાં ફળ ની ઈચ્છા વધારે રાખે છે એટલે જ્યારે સ્તુતિ નથી થતી તો સ્થિતિ હલચલ માં આવી જાય છે. નિંદા થાય છે તો નિધન નાં બની જાય છે. પોતાની સ્ટેજ ને છોડી ધની ને પણ ભૂલી જાય છે એટલે સ્તુતિ નાં આધાર પર સ્થિતિ નહીં રાખતાં.