20-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - માયા - રાવણ નાં સંગ માં આવીને તમે ભટકી ગયાં , પવિત્ર છોડવાઓ અપવિત્ર બની ગયા , હવે ફરી પવિત્ર બનો”

પ્રશ્ન :-
દરેક બાળકો ને પોતાનાં ઉપર કયું વન્ડર લાગે છે? બાપ ને બાળકો પર કયું વન્ડર લાગે છે?

ઉત્તર :-
બાળકો ને વન્ડર લાગે છે કે અમે શું હતાં? કોના બાળકો હતાં? આવાં બાપ નો અમને વારસો મળ્યો હતો, એ બાપ ને જ અમે ભૂલી ગયાં. રાવણ આવ્યો, એટલી ફાગી (અસત્યતા) આવી ગઈ જે રચયિતા અને રચના બધું ભૂલી ગયાં. બાપ ને બાળકો પર વન્ડર લાગે છે, જે બાળકોને મેં આટલાં ઊંચા બનાવ્યા, રાજ્ય-ભાગ્ય આપ્યું, તે જ બાળકો મારી ગ્લાનિ કરવા લાગ્યાં. રાવણ નાં સંગ માં આવીને બધું જ ગુમાવી દીધું.

ઓમ શાંતિ!
શું વિચારી રહ્યા છો? નંબરવાર પુરુષાર્થ અનુસાર દરેક નો જીવ આત્મા હવે પોતાનાં ઉપર વંડર ખાઈ રહ્યો છે કે અમે શું હતાં? કોના બાળકો હતાં? અને બરોબર બાપ પાસે થી વારસો મળ્યો હતો, પછી કેવી રીતે અમે ભૂલી ગયાં? આપણે સતોપ્રધાન દુનિયામાં આખાં વિશ્વનાં માલિક હતાં, ખૂબ સુખી હતાં. પછી આપણે સીડી ઉતર્યા. રાવણ આવ્યો એટલે એટલી ફાગી આવી ગઈ જે રચયિતા અને રચના ને આપણે ભૂલી ગયાં. ફાગી માં મનુષ્ય રસ્તો વગેરે ભૂલી જાય છે ને? તો આપણે પણ ભૂલી ગયાં-આપણું ઘર ક્યાં છે? ક્યાં નાં રહેવાવાળા હતાં? હવે બાબા જોઈ રહ્યા છે મારા બાળકો જેમને હું આજ થી ૫ હજાર વર્ષ પહેલાં રાજ્ય-ભાગ્ય આપીને ગયો, ખૂબ આનંદ-મોજ માં હતાં, આ ભૂમિ પછી શું થઈ ગઈ? કેવી રીતે રાવણ નાં રાજ્ય માં આવી ગયાં? પારકા રાજ્ય માં તો જરુર દુઃખ જ મળશે. કેટલાં તમે ભટક્યા? અંધશ્રદ્ધા માં બાપ ને શોધતા રહ્યા પરંતુ મળ્યા ક્યાં? જેને પથ્થર-ઠીક્કર માં નાખી દીધાં એ મળશે પછી કેવી રીતે? અડધોકલ્પ તમે ભટકી-ભટકી ને જેમ કે ફાં થઈ ગયાં. પોતાનાં જ અજ્ઞાન નાં કારણે રાવણ રાજ્ય માં તમે કેટલું દુઃખ ઉઠાવ્યું છે? ભારત ભક્તિમાર્ગ માં કેટલો ગરીબ બની ગયો છે. બાપ બાળકોની તરફ જુએ છે તો વિચાર આવે છે ભક્તિમાર્ગ માં કેટલાં ભટક્યા છે! અડધોકલ્પ ભક્તિ કરી છે, શેના માટે? ભગવાન ને મળવા માટે. ભક્તિ પછી જ ભગવાન ફળ આપે છે. શું આપે છે? તે તો કોઈ જાણતું નથી, બિલકુલ બુધ્ધુ બની ગયા છે. આ બધી વાતો બુદ્ધિમાં આવવી જોઈએ - આપણે શું હતાં? પછી કેવી રીતે રાજ્ય-ભાગ્ય કરતા હતાં? પછી કેવી રીતે સીડી નીચે ઉતરતા-ઉતરતા રાવણની જંજીરો માં બંધાતા ગયાં? અપરંઅપાર દુઃખ હતાં. પહેલાં-પહેલાં તમે અપરંઅપાર સુખ માં હતાં. તો દિલ માં આવવું જોઈએ, પોતાનાં રાજ્ય માં કેટલું સુખ હતું પછી પારકા રાજ્ય માં કેટલું દુઃખ ઉઠાવ્યું? જેવી રીતે તે લોકો સમજે છે અંગ્રેજો નાં રાજ્ય માં અમે દુઃખ ઉઠાવ્યું છે. હમણાં તમે બેઠાં છો, અંદર વિચાર આવવો જોઈએ આપણે કોણ હતાં, કોના બાળકો હતાં? બાપે આપણને આખાં વિશ્વ નું રાજ્ય આપ્યું પછી કેવી રીતે આપણે રાવણ રાજ્ય માં જકડાઈ ગયાં? કેટલાં દુઃખ જોયા? કેટલાં ગંદા કર્મ કર્યાં? સૃષ્ટિ દિવસે-દિવસે ઉતરતી જ ગઈ છે. મનુષ્ય નાં સંસ્કાર દિવસે-દિવસે ક્રિમિનલ (વિકારી) થતા ગયાં. તો બાળકો ને સ્મૃતિ માં આવવું જોઈએ. બાપ જુએ છે આ પવિત્ર છોડવાઓ હતાં, જેને રાજ્ય-ભાગ્ય આપ્યું તે પછી મારા કર્તવ્યને જ ભૂલી ગયાં. હવે ફરી તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવા ઈચ્છો છો તો મુજ બાપ ને યાદ કરો તો બધાં પાપ કપાઈ જાય. પરંતુ યાદ પણ નથી કરી શકતાં, વારંવાર કહે છે બાબા, અમે ભૂલી જઈએ છીએ. અરે, તમે યાદ નહીં કરશો તો પાપ કેવી રીતે કપાશે? એક તો તમે વિકારો માં પડી પતિત બન્યા અને બીજું પછી બાપ ને ગાળો આપવા લાગ્યાં. માયા નાં સંગ માં તમે એટલા નીચે પડ્યા કે જેમણે તમને આસમાન માં ચઢાવ્યા, એમને ઠીક્કર-ભિત્તર માં લઈ ગયાં. માયા નાં સંગ માં તમે એવાં કામ કર્યા છે! બુદ્ધિમાં આવવું જોઈએ ને? એકદમ પથ્થર બુદ્ધિ તો ન બનવું જોઈએ. બાપ રોજ-રોજ કહે છે હું ફર્સ્ટ ક્લાસ પોઈન્ટ્સ તમને સંભળાવું છું.

જેવી રીતે બોમ્બે માં સંગઠન થયું તો એમાં બતાવી શકે છે કે બાપ કહે છે-હે ભારતવાસીઓ, તમને મેં રાજ્ય-ભાગ્ય આપ્યું. તમે દેવતાઓ હેવન માં હતાં પછી તમે રાવણ રાજ્ય માં કેવી રીતે આવ્યા? આ પણ ડ્રામા માં પાર્ટ છે. તમે રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને સમજો ત્યારે ઊંચ પદ મેળવી શકો. અને મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થાય. અહીં ભલે બધાં બેઠાં છે છતાં પણ કોઈની બુદ્ધિ ક્યાં, કોઈની બુદ્ધિ ક્યાં? બુદ્ધિમાં આવવું જોઈએ - આપણે ક્યાં હતાં? હમણાં આપણે પારકા રાવણ રાજ્ય માં આવીને પડ્યા છીએ, તો કેટલાં દુઃખી થયા છીએ.? આપણે શિવાલય માં તો ખૂબ સુખી હતાં. હવે બાપ આવ્યા છે વૈશ્યાલય થી કાઢવા, તો પણ નીકળતાં જ નથી. બાપ કહે છે તમે શિવાલય ચાલશો પછી ત્યાં આ વિષ નહીં મળશે. અહીંનું ગંદું ખાવા-પીવાનું નહીં મળશે. આ તો વિશ્વ નાં માલિક હતાં ને? પછી એ ક્યાં ગયાં? ફરીથી પોતાનું રાજ્ય-ભાગ્ય લઈ રહ્યા છે. કેટલું સહજ છે! આ તો બાપ સમજાવે છે, બધાં સર્વિસેબલ નહીં હશે. નંબરવાર રાજધાની સ્થાપન કરવાની છે, જેવી રીતે ૫ હજાર વર્ષ પહેલાં કરી હતી. સતોપ્રધાન બનવાનું છે, બાપ કહે છે આ છે તમોપ્રધાન જૂની દુનિયા. એક્યુરેટ જૂની જ્યારે થશે ત્યારે તો બાપ આવશે ને? બાપ વગર તો કોઈ સમજાવી ન શકે. ભગવાન આ રથ દ્વારા આપણને ભણાવી રહ્યા છે, આ યાદ રહે તો પણ બુદ્ધિમાં જ્ઞાન હોય. પછી બીજાઓને બતાવીને આપ સમાન પણ બનાવે. બાપ સમજાવે છે પહેલાં તો તમારા ક્રિમિનલ કેરેક્ટર્સ હતાં, જે મુશ્કેલ સુધરે છે. આંખો ની ક્રિમિનલિટી (વિકૃતિ) નીકળતી નથી. એક તો કામ ની ક્રિમિનલિટી તે મુશ્કેલ છૂટે છે પછી સાથે પાંચ વિકાર છે. ક્રોધ ની ક્રિમિનલિટી પણ કેટલી છે? બેઠાં-બેઠાં ભૂત આવી જાય છે. આ પણ ક્રિમિનલીટી થઈ. સિવિલાઈઝડ તો થયા નથી. પરિણામ શું થશે? ૧૦૦ ગણુ પાપ ચઢી જશે. વારંવાર ક્રોધ કરતા રહેશે. બાપ સમજાવે છે તમે હવે રાવણ રાજ્ય માં તો નથી ને? તમે તો ઈશ્વરની પાસે બેસેલા છો. તો આ વિકારો થી છૂટવાની પ્રતિજ્ઞા કરવાની છે. બાપ કહે છે હવે મને યાદ કરો. ક્રોધ નહીં કરો. પ વિકારો તમને અડધોકલ્પ નીચે ઉતારતા આવ્યા છે. સૌથી ઊંચા પણ તમે હતાં. સૌથી વધારે નીચે પડ્યા પણ તમે છો. આ પ ભૂતોએ તમને નીચે પાડ્યા છે. હવે શિવાલય માં જવા માટે આ વિકારોને કાઢવાના છે. આ વૈશ્યાલય થી દિલ હટાવતા રહો. બાપ ને યાદ કરો તો અંત મતી સો ગતિ થઈ જશે. તમે ઘર માં પહોંચી જશો બીજા કોઈ આ રસ્તો બતાવી નથી શકતાં. ભગવાનુવાચ, મેં તો ક્યારેય પણ કહ્યું નથી કે હું સર્વવ્યાપી છું. મેં તો રાજયોગ શીખવાડ્યો અને કહ્યું તમને વિશ્વ નાં માલિક બનાવું છું પછી ત્યાં તો આ જ્ઞાન ની જરુર જ નથી રહેતી. મનુષ્ય થી દેવતા બની જાઓ છો, તમે વારસો મેળવી લો છો. એમાં હઠયોગ વગેરે ની વાત નથી. પોતાને આત્મા સમજો, પોતાને શરીર કેમ સમજો છો? શરીર સમજવાથી પછી જ્ઞાન ઉઠાવી નથી શકતાં. આ પણ ભાવિ. તમે સમજો છો કે આપણે રાવણ રાજ્ય માં હતાં, હવે રામ રાજ્ય માં જવા માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ. હમણાં આપણે પુરષોત્તમ સંગમયુગ વાસી છીએ.

ભલે ગૃહસ્થ માં રહો. આટલા બધાં અહીં ક્યાં રહેશે? બ્રાહ્મણ બનીને બધાં અહીં બ્રહ્માની પાસે પણ નથી રહી શકતાં. રહેવાનું પણ પોતાનાં ઘર માં છે અને બુદ્ધિ થી સમજવાનું છે-આપણે શૂદ્ર નથી, આપણે બ્રાહ્મણ છીએ. બ્રાહ્મણો ની ચોટલી કેટલી નાની છે! તો ગૃહસ્થ માં રહેતા, શરીર નિર્વાહ માટે ધંધો વગેરે કરતા ફક્ત બાપ ને યાદ કરો. આપણે શું હતાં? હમણાં આપણે પારકા રાજ્ય માં બેઠાં છીએ. કેટલાં આપણે દુઃખી હતાં? હવે બાબા આપણને ફરી લઈ જાય છે તો ગૃહસ્થ વ્યવહાર માં રહેતા તે અવસ્થા જમાવવાની છે. શરુ માં કેટલાં મોટા-મોટા ઝાડ આવ્યા, પછી એમાંથી કોઈ રહ્યા, બાકી ચાલ્યા ગયાં. તમારી બુદ્ધિ માં છે આપણે પોતાનાં રાજ્ય માં હતાં પછી હમણાં ક્યાં આવીને પડ્યા છીએ? ફરી પોતાનાં રાજ્ય માં જઈએ છીએ. તમે લખો છો, કહો છો બાબા, ફલાણા ખૂબ સારા રેગ્યુલર હતાં પછી આવતા નથી. નથી આવતા એટલે વિકાર માં પડ્યાં. પછી જ્ઞાન ની ધારણા થઈ ન શકે. ઉન્નતિ ને બદલે પડતા-પડતા પાઈ-પૈસા નું પદ મેળવી લેશે. ક્યાં રાજા, ક્યાં નીંચ પદ? ભલે સુખ તો ત્યાં છે જ પરંતુ પુરુષાર્થ કરાવાય છે ઊંચ પદ મેળવવા નો. મોટું પદ કોણ મેળવી શકે છે? આ તો બધાં સમજી શકે છે, હમણાં બધાં પુરુષાર્થ કરી રહ્યા છે. કિંગ મહેન્દ્ર (ભોપાલ નાં ) પણ પુરુષાર્થ કરી રહ્યા છે. તે કિંગ તો પાઈ-પૈસા નાં છે, આ તો સૂર્યવંશી રાજધાની માં જવા વાળા છે. પુરુષાર્થ એવો હોય જે વિજય માળા માં જઈ શકે. બાપ બાળકોને સમજાવે છે-પોતાનાં દિલ માં તપાસ કરતા રહેવાનું છે-મારી આંખો ક્યાંય ક્રિમિનલ તો નથી થતી? જો સિવિલાઇઝ થઈ જાય તો બાકી શું જોઈએ? ભલે વિકાર માં નહીં જશે પરંતુ કંઈ ને કંઈ આંખો દગો આપતી રહે છે. નંબરવન છે કામ, ક્રિમિનલ આંખ ખૂબ ખરાબ છે એટલે નામ જ છે ક્રિમિનલ-આઈઝડ, સિવિલ-આઈઝડ. બેહદ નાં બાપ બાળકો ને જાણે તો છે ને? આ શું કર્મ કરે છે? કેટલી સર્વિસ કરે છે? ફલાણા ની ક્રિમિનલ આઈઝ હજી સુધી ગઈ નથી, હજી સુધી એવા ગુપ્ત સમાચાર આવે છે. આગળ ચાલી વધારે એક્યુરેટ લખશે. પોતે પણ અનુભવ કરશે અમે તો આટલો સમય ખોટું બોલતા, ઉતરતાં આવ્યા છીએ. જ્ઞાન પુરું બુદ્ધિ માં બેઠું નહોતું. આ જ કારણ હતું જે અમારી અવસ્થા ન બની. બાપ થી અમે છુપાવતા હતાં. એમ ઘણાં છુપાવે છે. સર્જન થી પ વિકારો ની બીમારી છુપાવવાની નથી, સાચ્ચુ બતાવવું જોઈએ-અમારી બુદ્ધિ આ તરફ જાય છે, શિવબાબા તરફ નથી જતી. બતાવતા નથી તો તેની વૃદ્ધિ થતી રહે છે. હવે બાપ સમજાવે છે-બાળકો, દેહી-અભિમાની બનો, પોતાને આત્મા સમજો. આત્મા ભાઈ-ભાઈ છે. તમે કેટલાં સુખી હતાં જ્યારે પૂજ્ય હતાં. હમણાં તમે પુજારી દુઃખી બની ગયાં છો. તમને શું થઈ ગયું? બધા કહે છે એ ગૃહસ્થ આશ્રમ તો પરંપરા થી ચાલ્યો આવે છે. શું રામ-સીતા ને બાળકો નહોતાં? પરંતુ ત્યાં વિકાર થી બાળકો નથી થતાં. અરે, તે તો છે જ સંપૂર્ણ નિર્વિકારી દુનિયા. ત્યાં ભ્રષ્ટાચાર થી જન્મ નથી થતો, વિકાર નહોતાં. ત્યાં આ રાવણ રાજ્ય હોતું જ નથી, તે તો રામરાજ્ય છે. ત્યાં રાવણ ક્યાંથી આવ્યો? મનુષ્યની બુદ્ધિ બિલકુલ ચટ ખાતા માં છે. કોણે કરી? મેં તમને સતોપ્રધાન બનાવ્યા હતાં, તમારો બેડો પાર કર્યો હતો પછી તમને તમોપ્રધાન કોણે બનાવ્યાં? રાવણે. આ પણ તમે ભૂલી ગયા છો. કહે છે આ તો પરંપરા થી ચાલ્યું આવ્યું છે, અરે, પરંપરા ક્યારથી? કોઈ હિસાબ તો બતાવો. કંઈ પણ સમજતા નથી. બાપ સમજાવે છે-તમને કેટલું રાજ્ય-ભાગ્ય આપીને ગયો. તમે ભારતવાસી ખૂબ ખુશી માં હતાં, બીજું કોઈ જ નહોતું. ક્રિશ્ચન પણ કહે છે પેરેડાઇઝ હતું, ચિત્ર પણ દેવતાઓનાં છે, એનાથી કોઈ જૂની વસ્તુ તો નથી. જૂનાં માં જૂનાં આ લક્ષ્મી-નારાયણ હશે અથવા એમની કોઈ વસ્તુ હશે. સૌથી જૂનાં માં જૂનાં છે શ્રીકૃષ્ણ. નવા માં નવા પણ શ્રીકૃષ્ણ હતાં. જૂનાં કેમ કહે છે? કારણ કે ભૂતકાળ થઈ ગયો (પહેલાં આવી ગયા) ને? તમે જ ગોરા હતાં પછી સાવરાં (શ્યામ) બન્યાં. સાંવરા કૃષ્ણને પણ જોઈને ખૂબ ખુશ થાય છે. ઝૂલા માં પણ સાંવરા ને ઝુલાવશે. એમને શું ખબર કે ગોરા ક્યારે હતાં? કૃષ્ણને કેટલો પ્રેમ કરે છે.? રાધાએ શું કર્યું?

બાપ કહે છે તમે અહીં સત્ નાં સંગ માં બેઠાં છો, બહાર કુસંગ માં જવાથી પછી ભૂલી જાઓ છો. માયા ખૂબ પ્રબળ છે. ગજ ને ગ્રાહ હપ કરી લે છે. એવું પણ છે - હમણાં ભાગ્યા કે ભાગ્યા. થોડો પણ પોતાનો અહંકાર આવવાથી વધારે જ સત્યાનાશ કરી લે છે. બેહદ નાં બાપ તો સમજાવતા રહેશે. એમાં ફંક ન થવું જોઈએ. બાબાએ આવું કેમ કહ્યું? મારી ઈજ્જત ગઈ! અરે, ઈજ્જત તો રાવણ રાજ્ય માં ચટ થઈ ગઈ છે. દેહ-અભિમાન માં આવવાથી પોતાનું જ નુકસાન કરી દેશે. પદ ભ્રષ્ટ થઈ પડશે. ક્રોધ, લોભ પણ ક્રિમિનલ આંખ છે. આંખો થી વસ્તુ જુએ છે, ત્યારે તો લોભ થાય છે.

બાપ આવીને પોતાનો બગીચો જુએ છે-કયા-કયા પ્રકારનાં ફૂલ છે. અહીં થી જઈને પછી એ બગીચામાં ફૂલોને જુએ છે. શિવબાબા ને ફૂલ પણ બરોબર ચઢાવે છે. તે તો છે નિરાકાર, ચૈતન્ય ફૂલ. તમે હમણાં પુરુષાર્થ કરી એવાં ફૂલ બનો છો. બાબા કહે છે - મીઠાં-મીઠાં બાળકો, જે કંઈ વીત્યું, એને ડ્રામા સમજો. વિચારો નહીં. કેટલી મહેનત કરે છે, થતું તો કંઈ નથી, રહેતાં નથી. અરે, પ્રજા પણ તો જોઈએ ને? થોડું પણ સાંભળ્યું તો તે પ્રજા થઈ ગઈ. પ્રજા તો ખૂબ બનવાની છે. જ્ઞાન નો ક્યારેય વિનાશ નથી થતો. એક વાર સાંભળ્યું-શિવબાબા છે, તો પણ બસ, પ્રજા માં આવી જશે. અંદર તમને આ સ્મૃતિ આવવી જોઈએ આપણે જે રાજ્ય માં હતાં, તે ફરીથી હમણાં મેળવી રહ્યા છીએ. એના માટે પૂરો પુરુષાર્થ કરવો જોઈએ. બિલકુલ એક્યુરેટ સેવા ચાલી રહી છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. શિવાલય માં જવા માટે આ વિકારો ને કાઢવાનાં છે. આ વૈશ્યાલય થી દિલ હટાવતા જવાનું છે. શુદ્રો નાં સંગ થી કિનારો કરી લેવાનો છે.

2. જે કંઈ વિત્યું એને ડ્રામા સમજી કોઈ પણ વિચાર નથી કરવાનો. અહંકાર માં ક્યારેય નથી આવવાનું. ક્યારેય શિક્ષા મળવા પર ફંક નથી થવાનું.

વરદાન :-
ખુશીઓનાં ખજાના થી સંપન્ન બની દુઃખી આત્માઓ ને ખુશી નું દાન આપવા વાળા પુણ્ય આત્મા ભવ

આ સમયે દુનિયામાં દરેક સમય નું દુઃખ છે અને તમારી પાસે દરેક સમય ની ખુશી છે. તો દુઃખી આત્માઓને ખુશી આપવી - આ સૌથી મોટામાં મોટું પુણ્ય છે. દુનિયા વાળા ખુશી માટે કેટલો સમય, સંપત્તિ ખર્ચ કરે છે અને તમને સહજ અવિનાશી ખુશી નો ખજાનો મળી ગયો. હવે ફક્ત જે મળ્યું છે એને વહેંચતા જાઓ. વહેંચવું એટલે વધવું. જે પણ સંબંધ માં આવે તે અનુભવ કરે કે આમને કોઈ શ્રેષ્ઠ પ્રાપ્તિ થઈ છે જેની ખુશી છે.

સ્લોગન :-
અનુભવી આત્મા ક્યારેય પણ કોઈ વાત થી દગો નથી ખાઈ શકતો, તે સદા વિજયી રહે છે.