20-07-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બેગર
( કંગાળ ) થી પ્રિન્સ ( રાજકુમાર ) બનવાનો આધાર પવિત્રતા છે , પવિત્ર બનવાથી જ
પવિત્ર દુનિયાની રાજાઈ મળે છે”
પ્રશ્ન :-
આ પાઠશાળા નો કયો પાઠ
તમને મનુષ્ય થી દેવતા બનાવી દે છે?
ઉત્તર :-
તમે આ પાઠશાળા માં રોજ આ જ પાઠ ભણો છો કે આપણે શરીર નથી આત્મા છીએ. આત્મ-અભિમાની
બનવાથી જ તમે મનુષ્ય થી દેવતા, નર થી નારાયણ બની જાઓ છો. આ સમયે બધાં મનુષ્ય માત્ર
પુજારી અર્થાત્ પતિત દેહ-અભિમાની છે એટલે પતિત-પાવન બાપ ને પોકારતાં રહે છે.
ગીત :-
છોડ ભી દે
આકાશ સિંહાસન…
ઓમ શાંતિ!
બાળકો જાણે છે
કે આ ઓમ્ શાંતિ કોણે કહ્યું? કયા બાળકો? આત્માઓ જાણે છે કે ઓમ્ શાંતિ કોનાં આત્માએ
કહ્યું? પરમપિતા પરમાત્માએ કહ્યું. બાળકો જાણે છે કે મનુષ્ય નાં આત્માએ નથી કહ્યું,
આ પરમપિતા પરમાત્મા શિવે કહ્યું. એ સર્વ નાં બાપ ઊંચે થી ઊંચા છે. હવે ગીત માં
સાંભળ્યું ભારત પર ખૂબ માયા નો પડછાયો પડેલો છે. ખુબ પતિત બની ગયાં છે એટલે પોકારે
છે કે હે પતિત-પાવન ફરીથી આવો, પાવન બનાવવાં. આત્મા જ બોલાવે છે પોતાનાં બાપ ને,
જેમને ભગવાન કહે છે. કહે છે એ જ પતિત-પાવન છે. એક ની જ મહિમા થાય છે. એ છે બધાં
આત્માઓનાં બેહદ નાં બાપ. અહીં બધાં પતિત બની ગયાં છે ત્યારે પોકારે છે - હે પરમપિતા
પરમાત્મા. એ જ જ્ઞાન નાં સાગર પણ છે, પતિત-પાવન પણ છે. એ પિતા પણ છે તો શિક્ષક પણ
છે કારણકે જ્ઞાનસાગર પણ છે, વર્લ્ડ ઓથોરિટી (સત્તા) પણ છે. બધાં વેદો, શાસ્ત્રો,
ગ્રંથો ને જાણવાવાળા પણ છે. એમને કહે જ છે નોલેજફુલ. તો આ સમયે બધાં પારલૌકિક બાપ
ને પોકારે છે કારણ કે બધાં દુઃખી છે. કહે છે - ગોડફાધર. એમનું નામ પણ જોઈએ ને. એમનું
નામ ગવાયેલું છે શિવબાબા. એ જ ઊંચે થી ઊંચા જ્ઞાન નાં સાગર, સુખ નાં સાગર, શાંતિ
નાં સાગર છે. આ મનુષ્ય આત્મા પોતાનાં બાપની મહિમા કરે છે. ઊંચે થી ઊંચો આત્મા કયો
છે? પરમપિતા પરમાત્મા. એ છે પરમ, પતિત મનુષ્ય એમને યાદ કરે છે. સતયુગ માં જ્યારે
પાવન ભારત હતું, દેવી-દેવતાઓનું રાજ્ય હતું તો કોઈ પતિત નહોતું. આ છે તમોપ્રધાન
દુનિયા અર્થાત્ દુનિયામાં જે મનુષ્ય રહે છે બધાં પાપ આત્માઓ છે. આ જ ભારત પાવન હતું,
આ જ ભારત પતિત થઈ ગયું છે. અહીં કળિયુગ માં બધાં પતિત છે. તમે જાણો છો જ્ઞાન નાં
સાગર, પતિત-પાવન પરમપિતા પરમાત્મા પરમધામ થી આવીને આપણને બ્રહ્મા દ્વારા ભણાવે છે.
જરુર એમને શરીર તો જોઈએ ને. આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. જ્ઞાન નાં સાગર જે ઓથોરિટી
છે એ જ બધું જાણે છે. ભારત માં ચિત્ર પણ દેખાડે છે વિષ્ણુ ની નાભી થી બ્રહ્મા
નીકળ્યાં, એમનાં હાથ માં શાસ્ત્ર આપે છે. હમણાં વિષ્ણુ કોઈ બધાં શાસ્ત્રો નો સાર નથી
સંભળાવતાં. પરમપિતા પરમાત્મા જ્ઞાન નાં સાગર બ્રહ્મા દ્વારા બધા શાસ્ત્રોનો સાર
સમજાવે છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર નાં પણ એ રચયિતા છે. બ્રહ્મા ને કે વિષ્ણુ ને
જ્ઞાન નાં સાગર નહીં કહેશે. શંકર ની તો વાત જ છોડી દો. હમણાં જ્ઞાન નાં સાગર કોણ?
નિરાકાર ઊંચે થી ઊંચા પરમાત્મા જ પતિત-પાવન છે. આ મહિમા છે એ પરમપિતા પરમાત્મા ની.
અહીં પણ આત્માની જ મહિમા થાય છે. આત્મા જ શરીર દ્વારા કહે છે - હું પ્રેસિડન્ટ છું,
હું બેરિસ્ટર છું, હું ફલાણો મિનિસ્ટર છું. આત્મા જ પદ લે છે. શરીર દ્વારા આત્મા કહે
છે હું એક શરીર છોડી બીજું લઉં છું. આ સમયે જ્યારે બાપ આવે છે, કહે છે બાળકો
આત્મ-અભિમાની બનો. હું તમારો બાપ આવેલો છું - તમને આ જ પાઠ ભણાવવાં. આ પાઠશાળા છે -
મનુષ્ય થી દેવતા, નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનવાની. બાપ ને બધા આત્માઓ બોલાવે
છે કે હે પરમપિતા પરમાત્મા… હવે નિરાકારી દુનિયાથી સાકારી દુનિયામાં આવો. રુપ બદલો.
તમે નિરાકારી આત્માઓ તો જ્યારે શરીર માં આવો છો તો ગર્ભ માં આવો છો, પુનર્જન્મ લો
છો. બાપ સમજાવે છે - તમે ૮૪ જન્મ ગર્ભ થી લીધાં છે. એક શરીર છોડી પછી ગર્ભ માં જાઓ
છો, એવી રીતે ૮૪ જન્મ લો છો. હું તો ગર્ભ માં નથી આવતો. ભારતવાસી અસલ માં દેવી-દેવતા
ધર્મ નાં હતાં. પછી સીડી નીચે ઉતરતાં આવ્યાં, ક્ષત્રિય વર્ણ માં પછી વૈશ્ય, શૂદ્ર
વર્ણ માં કળાઓ ઓછી થતી જાય છે. ભારત સોળે કળા સંપૂર્ણ હતો પછી ચૌદ કળા બન્યો.
ભારતવાસી પોતાનાં જન્મો ને નથી જાણતાં. ૮૪ જન્મ ભારતવાસી જ લે છે. બીજા કોઈ ધર્મ
વાળા ૮૪ જન્મ નથી લેતાં. તમે સ્વદર્શન ચક્રધારી બન્યાં છો, આ જ્ઞાન ની વાત છે.
સ્વદર્શન ચક્રધારી બનવાથી તમે ચક્રવર્તી મહારાજા બનો છો સ્વર્ગ નાં. તમે સારી રીતે
જાણો છો આપણે અહીં આવ્યાં છીએ પતિત થી પાવન બનવાં. આ છે જ પતિત દુનિયા. પતિત-પાવન,
સર્વ નાં સદ્દગતિ દાતા તો એક જ બાપ છે. બધાં એમને જ પોકારે છે. બાપ ને યાદ કરે છે,
કૃષ્ણ ને નહીં. કૃષ્ણએ ગીતા નથી સંભળાવી. ગીતા છે સર્વ શાસ્ત્રમઈ શિરોમણી. ભારત ની
ગીતા કયા ધર્મ નું શાસ્ત્ર છે? આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નું. કોણે ગીતા ગાઈ?
રાજ્યોગ કોણે શીખવાડ્યો? પરમપિતા પરમાત્મા પતિત-પાવન બાપે. તો આપણો આત્મા જે
નિરાકાર હતો, તેમણે હમણાં આ સાકાર શરીર ધારણ કર્યું છે. સાકાર મનુષ્ય ને ક્યારેય
ભગવાન નહીં કહેશે. ભલે સતયુગ માં લક્ષ્મી-નારાયણ છે તો પણ ભગવાન નહીં કહેશે. આ તો
કરીને ઉપાધિ (શિર્ષક) અપાય છે. કાયદા અનુસાર ભગવાન એક છે. ક્રિયેટર (રચિયતા) ઈઝ વન.
બાકી તે છે દેવતાઓ. ૫ હજાર વર્ષ ની વાત છે. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું, એમને
મહારાજા-મહારાણી કહેવાતા હતાં. ભગવાન મહારાજા નથી બનતાં. એ તો બાપ જ છે જે આવીને
ભારતવાસીઓને આવાં દેવી-દેવતા બનાવે છે. હમણાં તો દેવી-દેવતા ધર્મ નું કોઈ નથી. આને
કહેવાય છે રાવણ સંપ્રદાય કારણ કે રાવણ રાજ્ય છે. રાવણ ને વર્ષે-વર્ષે બાળતાં રહે છે
કારણ કે આ જૂનો દુશ્મન છે પરંતુ આને ભારતવાસી જાણતાં નથી. શાસ્ત્રો માં પણ વર્ણન નથી
કે રાવણ કોણ છે. રાવણ ને ૧૦ માથા કેમ દેખાડે છે. આ વાતો ને સારી રીતે સમજવાની છે.
મનુષ્ય તો બિલકુલ પથ્થરબુદ્ધિ છે. પારસબુદ્ધિ આ લક્ષ્મી-નારાયણ વગેરે ને કહેશે.
પારસનાથ, પારસનાથિણી નું રાજ્ય હતું. યથા રાજા-રાણી તથા પ્રજા. ભારત જેવો સુખધામ
બીજો કોઈ ખંડ હોતો નથી. જ્યારે ભારત માં સ્વર્ગ હતું તો કોઈ બીમારી, દુઃખ, રોગ નહોતાં.
સંપૂર્ણ સુખ હતું. ગવાયેલું છે - ઈશ્વર ની મહિમા અપરમપાર છે. એમ ભારતની પણ મહિમા
અપરમપાર છે. બધો આધાર પવિત્રતા પર છે. પોકારે પણ એવી રીતે છે, બધાં પતિત છે. પીસ (શાંતિ)
નથી, પ્રોસ્પર્ટી (સમૃદ્ધિ) પણ નથી. હમણાં તમે સમજ્યું છે - આપણે ભારતવાસી સૂર્યવંશી
દેવી-દેવતા હતાં પછી ધીરે-ધીરે પતિત બન્યાં છીએ. આને કહેવાય છે મૃત્યુલોક. આને આગ
લાગવાની છે. આ છે શિવ જ્ઞાન યજ્ઞ, રુદ્ર જ્ઞાન યજ્ઞ પણ કહે છે. મનુષ્ય નામ તો અનેક
રાખી દે છે. જ્યાં પણ શિવ ની મૂર્તિ જુએ છે, તો અનેક ભિન્ન-ભિન્ન નામ રાખી દે છે.
એક નાં જ અનેક નામ થી મંદિર બનાવે છે. તો બાપ બેસી સમજાવે છે - જ્ઞાન, ભક્તિ, વૈરાગ.
હવે ભક્તિ પૂરી થાય છે, તમને ભક્તિ થી વૈરાગ આવે છે અર્થાત્ આ જૂની દુનિયાથી વૈરાગ
છે. આ જૂની દુનિયા વિનાશ થવાની છે.
બાળકો પૂછે છે બાબા
અમે પતિત થી પાવન કેવી રીતે બનીએ. કોઈ નવાં આવે છે તો એલાઉ (પરવાનગી) નથી કરાતું.
જેમ કોલેજ માં કોઈ નવાં જઈને બેસે તો કંઈ પણ સમજી ન શકે બીજા કોઈને ખબર જ નથી,
મનુષ્ય થી દેવતા કેવી રીતે બની રહ્યાં છે. મનુષ્ય જે પતિત છે તે જ પાવન બને છે. આ
સમયે ભારત પણ બેગર (કંગાળ) છે. સતયુગ માં ભારત પ્રિન્સ (રાજકુમાર) હતું. શ્રીકૃષ્ણ
સતયુગ નાં પહેલાં નંબર પ્રિન્સ હતાં. એમનામાં બધાં ગુણ છે. રાજ્ય લક્ષ્મી-નારાયણ
નું કહેવાશે. શ્રીકૃષ્ણ પ્રિન્સ હતાં, રાધે પ્રિન્સેસ (રાજકુમારી) હતી. શ્રીકૃષ્ણ
પ્રિન્સ ની જ મહિમા ગવાય છે - સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ… તેમણે કોઈ ગીતા નથી
સંભળાવી. એ તો સતયુગ નાં પ્રિન્સ હતાં. તે પતિત મનુષ્યો ને પાવન બનાવવા માટે ગીતા
પાઠ સંભળાવે - આ થઇ નથી શકતું. આ બધાં શાસ્ત્ર છે ભક્તિમાર્ગ નાં. કેટલી શાસ્ત્રોની
મહિમા છે. સતયુગ માં કોઈ શાસ્ત્ર, ચિત્ર વગેરે ભક્તિમાર્ગ નાં હોતા જ નથી. ત્યાં તો
જ્ઞાન ની પ્રારબ્ધ હોય છે - ૨૧ જન્મો નાં માટે. ફરીથી સતયુગ નું રાજ્ય ભાગ્ય લઈ
રહ્યાં છો. ભારતવાસી સતયુગ માં ૫ હજાર વર્ષ પહેલાં વિશ્વ નાં માલિક હતાં, બીજા કોઈ
પણ પાર્ટીશન (વિભાજન) વગેરે નહોતાં. ૫ હજાર વર્ષની વાત છે. હમણાં કળિયુગ નો અંત છે
ને. વિનાશ સામે ઉભો છે. ભગવાને આ જ્ઞાન-યજ્ઞ રચ્યો છે. પતિત કળિયુગ ને પાવન સતયુગ
બનાવવાં, તો જરુર પતિત દુનિયાનો વિનાશ થશે. ગવાયેલું પણ છે બ્રહ્મા દ્વારા આદિ
સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના, તે હવે શિવબાબા બ્રહ્મા દ્વારા કરાવી રહ્યાં છે.
તમે હમણાં મનુષ્ય થી દેવતા બની રહ્યાં છો. ગાય પણ છે પરમપિતા પરમાત્મા બ્રહ્મા
દ્વારા સ્થાપના કરાવે છે. એ તો થયાં પ્રજાપિતા, તેમના બધાં બાળકો છે. બરોબર બ્રહ્મા
દ્વારા જ સ્વર્ગની સ્થાપના થઈ હતી. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં પણ હું સંગમ પર આવ્યો
હતો - તમને આ રાજ્યોગ શીખવાડવાં. શ્રીકૃષ્ણ નહીં, હું આવ્યો હતો. શ્રીકૃષ્ણ પતિત
દુનિયામાં આવી ન શકે. બાપ જ આવે છે. એ જ સર્વનાં સદ્દગતિ દાતા છે. મનુષ્ય, મનુષ્ય
ને સદ્દગતિ આપી નથી શકતાં. યાદ પણ બધાં એક ને જ કરે છે. પરમપિતા પરમાત્મા ક્યાં રહે
છે? આપ બાળકો જાણો છો પરમધામ માં રહે છે. તે છે બ્રહ્મ મહતત્વ. ત્યાં આત્માઓ પવિત્ર,
જેવી રીતે મહાત્માઓ છે. અહીં પણ મહાન આત્મા, પતિત આત્મા કહે છે ને. હકીકત માં અહીં
મહાન આત્મા એક પણ નથી. આત્મા ને જ પાવન સતોપ્રધાન બનવાનું છે, જ્ઞાન અને યોગ થી, નહીં
કે પાણી થી. આત્મા જ પતિત બન્યો છે. આત્મા માં જ ખાદ પડે છે. આત્મા જ ગોલ્ડન,
સિલ્વર, કોપર, આયરન બને છે. હમણાં આત્માઓ જે પતિત છે તેમને પાવન કોણ બનાવે? સિવાય
પરમપિતા પરમાત્મા નાં બીજું કોઈ બનાવી ન શકે. બાપ જ બેસી સમજાવે છે - મામેકમ્ યાદ
કરો તો તમારા પાપ ભસ્મ થઈ જશે. જેટલું યાદ કરશો એટલાં પતિત થી પાવન બનશો. મહેનત આમાં
છે. જ્ઞાન તો બધું બુદ્ધિમાં છે. આ ચક્ર કેવી રીતે ફરે છે! આપણે ૮૪ જન્મ કેવી રીતે
લઈએ છીએ! સતયુગ માં કેટલો સમય રાજ્ય ચાલે છે! પછી રાવણ કેવી રીતે આવે છે! રાવણ છે
કોણ! આ પણ કોઈ ને ખબર નથી. ક્યારથી રાવણ ને બાળતાં આવે છે. આ પણ કોઈને ખબર નથી. દર
વર્ષે બાળે છે. સતયુગ માં તો નહીં બાળશે. હમણાં છે જ રાવણ રાજ્ય. રામ રાજ્ય તો કોઈ
સ્થાપન કરી નથી શકતું. આ તો બાપ નું જ કામ છે. પતિત મનુષ્ય તો કરી નથી શકતાં. તે તો
બધું વિનાશ થઇ જશે. પતિત દુનિયા જ વિનાશ થવાની છે. સતયુગ માં એક પણ એવું નહીં કહેશે
કે હે પતિત-પાવન આવો. તે તો પાવન દુનિયા છે ને. તમે હમણાં જાણો છો કે આ
લક્ષ્મી-નારાયણ ને એવાં સ્વર્ગ નાં માલિક કોણે બનાવ્યાં. પછી એમણે ૮૪ જન્મ કેવી રીતે
લીધાં. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળાઓએ જ ૮૪ જન્મ લીધાં છે. તે જ આ સમયે શૂદ્રવંશી
બન્યાં છે. હવે ફરી બ્રાહ્મણ વંશી બનો છો. હમણાં તમે છો બ્રાહ્મણ ચોટલી. આ છે ઊંચે
થી ઊંચી ચોટલી. બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ કુળભૂષણ. હમણાં તમે શિવબાબા નાં બાળકો
પણ છો. પૌત્ર-પૌત્રીઓ પણ છો. શિવવંશી પછી બ્રહ્માકુમાર-કુમારીઓ છો. વારસો મળે છે
દાદા થી. બાપ કહે છે - મને નિરંતર યાદ કરો. પાવન બનો તો તમે મારી પાસે મુક્તિધામ
માં આવી જશો. આ વાતો ને સમજશે એ જ જેમણે કલ્પ પહેલાં સમજ્યું છે. એ તો હજારો છે.
કોઈ પૂછે છે, કેટલાં બી.કે. છે? બોલો, હજારો નાં અંદાજ માં છે. આ દૈવી ઝાડની વૃદ્ધિ
થતી જાય છે. હવે ફરી થી સેપલિંગ (કલમ) લગાવી રહ્યાં છે - આદિ સનાતન દેવી-દેવતા ધર્મ
ની કારણકે દેવતા ધર્મ નથી. બધાં પોતાને હિન્દુ કહેતા રહે છે. બીજા ધર્મો માં
કન્વર્ટ (બદલી) થઈ ગયાં છે. ફરી બધાં નીકળી આવશે, આવીને બાપ પાસેથી વારસો લેશે. તમે
આવ્યાં છો બેહદનાં બાપ થી બેહદ નાં સુખ નો વારસો મેળવવાં અર્થાત્ મનુષ્ય થી દેવતા
બનવાં. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પતિત થી
પાવન બનવા માટે જ્ઞાન અને યોગ માં મજબૂત થવાનું છે. આત્મા માં જે ખાદ પડી છે તેને
યાદ ની મહેનત થી કાઢવાની છે.
2. આપણે બ્રહ્મા મુખ
વંશાવલી બ્રાહ્મણ ચોટલી છીએ આ નશામાં રહેવાનું છે. બ્રાહ્મણ જ વારસા નાં અધિકારી છે
કારણ કે શિવબાબા નાં પૌત્ર છે.
વરદાન :-
પોતાની
પાવરફુલ વૃત્તિ દ્વારા પતિત વાયુમંડળ ને પરિવર્તન કરવા વાળા માસ્ટર પતિત - પાવની ભવ
કેવું પણ વાયુમંડળ
હોય પરંતુ સ્વયં ની શક્તિશાળી વૃત્તિ વાયુમંડળ ને બદલી શકે છે. વાયુમંડળ વિકારી હોય
પરંતુ સ્વયં ની વૃત્તિ નિર્વિકારી હોય. જે પતિતો ને પાવન બનાવવા વાળા છે એ પતિત
વાયુમંડળ નાં વશીભૂત નથી થઈ શકતાં. માસ્ટર પતિત-પાવની બની સ્વયં ની પાવરફુલ વૃત્તિ
થી અપવિત્ર અથવા કમજોરી નાં વાયુમંડળ મિટાવો, એનું વર્ણન કરી વાયુમંડળ નહીં બનાવો.
કમજોર અથવા પતિત વાયુમંડળ નું વર્ણન કરવું પણ પાપ છે.
સ્લોગન :-
હવે ધરણી માં
પરમાત્મ-ઓળખ નું બીજ નાંખો તો પ્રત્યક્ષતા થશે.
અવ્યક્ત ઇશારા -
જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શક્તિશાળી યાદ નો અનુભવ કરો .
યોગ એટલે શાંતિ ની
શક્તિ. આ શાંતિ ની શક્તિ બહુ જ સહજ સ્વ ને અને બીજાને પરિવર્તન કરે છે, એનાથી
વ્યક્તિ પણ બદલાઈ જશે તો પ્રકૃતિ પણ બદલાઈ જશે. વ્યક્તિઓને તો મુખ નો કોર્સ કરાવી
લો છો પરંતુ પ્રકૃતિ ને બદલવા માટે શાંતિ ની શક્તિ અર્થાત્ યોગબળ જ જોઈએ. યોગ માં
જ્યારે બીજા બધા સંકલ્પ શાંત થઈ જાય છે, એક જ સંકલ્પ રહે “બાપ અને હું” આને જ
પાવરફુલ યોગ કહેવાય છે. બાપ સાથે મિલન ની અનુભૂતિ નાં સિવાય બીજાં બધા સંકલ્પ સમાઈ
જાય ત્યારે કહેવાશે જ્વાળા રુપ ની યાદ, જેનાથી પરિવર્તન થાય છે.