20-09-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે બાપ સમાન ખુદાઈ ખિદ્દમતગાર ( ઈશ્વરીય સેવાધારી ) બનવાનું છે , સંગમ પર બાપ આવે છે આપ બાળકોની ખિદ્દમત ( સેવા ) કરવાં”

પ્રશ્ન :-
આ પુરુષોત્તમ સંગમયુગ જ સૌથી સુહાવનો (સુખદ) અને કલ્યાણકારી છે. કેવી રીતે ?

ઉત્તર :-
આ સમયે આપ બાળકો સ્ત્રી અને પુરુષ બન્ને જ ઉત્તમ બનો છો. આ સંગમયુગ છે જ કળિયુગ અંત અને સતયુગ આદિ ની વચ્ચે નો સમય. આ સમયે જ બાપ આપ બાળકો માટે ઈશ્વરીય યુનિવર્સિટી ખોલે છે, જ્યાં તમે મનુષ્ય થી દેવતા બનો છો. આવી યુનિવર્સિટી આખાં કલ્પ માં ક્યારેય નથી હોતી. આ સમયે બધાં ની સદ્દગતિ થાય છે.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકોને સમજાવે છે. અહીં બેઠાં-બેઠાં એક તો તમે બાપ ને યાદ કરો છો કારણ કે તે પતિત-પાવન છે, એમને યાદ કરવાથી જ પાવન સતોપ્રધાન બનવાનું તમારું લક્ષ છે. એવું નથી, સતો સુધી લક્ષ છે. સતોપ્રધાન બનવાનું છે એટલે બાપ ને પણ જરુર યાદ કરવાનાં છે પછી સ્વીટ હોમ ને પણ યાદ કરવાનું છે કારણ કે ત્યાં જવાનું છે પછી માલ-મિલકત પણ જોઈએ એટલે પોતાનાં સ્વર્ગધામ ને પણ યાદ કરવાનું છે કારણ કે આ પ્રાપ્તિ થાય છે. બાળકો જાણે છે આપણે બાપ નાં બાળકો બન્યા છીએ, બરોબર બાપ પાસે થી શિક્ષા લઈને આપણે સ્વર્ગ માં જઈશું-નંબરવાર પુરુષાર્થ અનુસાર. બાકી જે પણ જીવ નાં આત્માઓ છે તે શાંતિધામ માં ચાલ્યા જશે. ઘરે તો જરુર જવાનું છે. બાળકો ને આ પણ ખબર પડી, હમણાં છે રાવણ રાજ્ય. આની તુલના માં સતયુગ ને પછી નામ અપાય છે રામ રાજ્ય. બે કળા ઓછી થઈ જાય છે. એમને સૂર્યવંશી, આમને ચંદ્રવંશી કહેવાય છે. જેમ ક્રિશ્ચન ની ડિનાયસ્ટી (વંશ) એક જ ચાલે છે, એમ આ પણ છે એક જ ડિનાયસ્ટી. પરંતુ આમાં સૂર્યવંશી અને ચંદ્રવંશી છે. આ વાતો કોઈ પણ શાસ્ત્ર માં નથી. બાપ સમજાવે છે, જેને જ જ્ઞાન અથવા નોલેજ કહેવાય છે. સ્વર્ગ સ્થાપન થઈ ગયું પછી નોલેજ ની જરુર નથી. આ નોલેજ બાળકોને પુરુષોત્તમ સંગમયુગ પર જ શીખવાડાય છે. તમારા સેન્ટર પર તથા મ્યુઝિયમ માં ખૂબ મોટા-મોટા શબ્દો માં જરુર લખેલું હોય કે બહેનો અને ભાઈઓ, આ પુરુષોત્તમ સંગમયુગ છે, જે એક જ વાર આવે છે. પુરુષોત્તમ સંગમયુગ નો અર્થ પણ નથી સમજતાં તો આ પણ લખવાનું છે-કળિયુગ અંત અને સતયુગ આદિ નો સંગમ. તો સંગમયુગ સૌથી સુખદ, કલ્યાણકારી થઈ જાય છે. બાપ પણ કહે છે હું પુરુષોત્તમ સંગમયુગ પર જ આવું છું. તો સંગમયુગ નો અર્થ પણ સમજાવ્યો છે. વૈશ્યાલય નો અંત, શિવાલય નો આદિ - એને કહેવાય છે પુરુષોત્તમ સંગમયુગ. અહીં બધાં છે વિકારી, ત્યાં બધાં છે નિર્વિકારી. તો જરુર ઉત્તમ તો નિર્વિકારી ને કહેવાશે ને? પુરુષ અને સ્ત્રી બન્ને ઉત્તમ બને છે એટલે નામ જ છે પુરુષોત્તમ. આ વાતો ની બાપ અને આપ બાળકો સિવાય કોઈને ખબર નથી કે આ સંગમયુગ છે. કોઈ નાં વિચાર માં નથી આવતું કે પુરુષોત્તમ સંગમયુગ ક્યારે હોય છે? હમણાં બાપ આવ્યા છે, એ છે મનુષ્ય સૃષ્ટિ નાં બીજ રુપ. એમની જ એટલી મહિમા છે, એ જ્ઞાન નાં સાગર, આનંદ નાં સાગર, પતિત-પાવન છે. જ્ઞાન થી સદ્દગતિ કરે છે. એવું તમે ક્યારેય નહીં કહેશો કે ભક્તિ થી સદ્દગતિ. જ્ઞાન થી સદ્દગતિ થાય છે અને સદ્દગતિ છે જ સતયુગ માં. તો જરુર કળિયુગ નાં અંત અને સતયુગ આદિ નાં સંગમ પર આવશે. કેટલું સ્પષ્ટ કરી બાપ સમજાવે છે. નવાં પણ આવે છે, હૂબહૂ જેમ કલ્પ-કલ્પ આવ્યા છે, આવતા રહે છે. રાજધાની આવી રીતે જ સ્થાપન થવાની છે. આપ બાળકોને ખબર છે - આપણે ખુદાઈ ખિદ્દમતગાર સાચાં-સાચાં થયાં. એક ને થોડી ભણાવશે? એક ભણે છે પછી એમનાં દ્વારા તમે ભણીને બીજા ને ભણાવો છો એટલે અહીં આ મોટી યુનિવર્સિટી ખોલવી પડે છે. આખી દુનિયા માં બીજી કોઈ યુનિવર્સિટી જ નથી. નથી કોઈ દુનિયા માં જાણતું કે ઈશ્વરીય યુનિવર્સિટી પણ હોય છે. હવે આપ બાળકો જાણો છો-ગીતા નાં ભગવાન શિવ આવીને આ યુનિવર્સિટી ખોલે છે. નવી દુનિયાનાં માલિક દેવી-દેવતા બનાવે છે. આ સમયે આત્મા જે તમોપ્રધાન બની ગયો છે, પછી એને જ સતોપ્રધાન બનવાનું છે. આ સમયે બધાં તમોપ્રધાન છે ને? ભલે કેટલાં કુમાર પણ પવિત્ર રહે છે, કુમારીઓ પણ પવિત્ર રહે છે, સંન્યાસી પણ પવિત્ર રહે છે પરંતુ આજકાલ તે પવિત્રતા નથી. પહેલાં-પહેલાં જ્યારે આત્માઓ આવે છે, તે પવિત્ર રહે છે. પછી અપવિત્ર બની જાય છે કારણ કે તમે જાણો છો સતોપ્રધાન, સતો, રજો, તમો થી બધાએ પસાર થવાનું હોય છે. અંત માં બધાં તમોપ્રધાન બની જાય છે. હવે બાપ સન્મુખ બેસીને સમજાવે છે - આ ઝાડ ની તમોપ્રધાન જડજડીભૂત અવસ્થા થયેલી છે, જૂનું થઈ ગયું છે તો જરુર એનો વિનાશ થવો જોઈએ. આ છે વિવિધ ધર્મો નું ઝાડ, એટલે કહેવાય છે વિરાટ લીલા. કેટલું મોટું બેહદનું ઝાડ છે! તે તો જડ ઝાડ હોય છે, જે બીજ નાખો તે ઝાડ નીકળે છે. આ પછી છે વિવિધ ધર્મો નું, વિવિધ ચિત્ર. છે બધાં મનુષ્ય, પરંતુ તેમાં વિવિધતા બહુ જ છે, એટલે વિરાટ લીલા કહેવાય છે. બધાં ધર્મ કેવી રીતે નંબરવાર આવે છે? એ પણ તમે જાણો છો. બધાએ જવાનું છે, પછી આવવાનું છે. આ ડ્રામા બનેલો છે. છે પણ કુદરતી ડ્રામા. કુદરત આ છે જે આટલાં નાનાં આત્મા અથવા પરમાત્મા માં કેટલો પાર્ટ ભરેલો છે? પરમ-આત્મા ને મિલાવી ને પરમાત્મા કહેવાય છે. તમે એમને બાબા કહો છો કારણ કે બધાં આત્માઓ નાં સુપ્રીમ બાપ છે ને? બાળકો જાણે છે આત્મા જ પૂરો પાર્ટ ભજવે છે. મનુષ્ય આ નથી જાણતાં. એ તો કહી દે છે-આત્મા નિર્લેપ છે. વાસ્તવ માં આ શબ્દ ખોટા છે. આ પણ મોટાં-મોટાં શબ્દો માં લખી દેવું જોઈએ-આત્મા નિર્લેપ નથી. આત્મા જ જેમ-જેમ સારા કે ખરાબ કર્મ કરે છે તો એવું તે ફળ પામે છે. ખરાબ સંસ્કારો થી પતિત બની જાય છે, ત્યારે તો દેવતાઓની આગળ જઈ તેમની મહિમા ગાય છે. હવે તમને ૮૪ જન્મોની જાણ થઈ ગઈ છે, બીજા કોઈ પણ મનુષ્ય નથી જાણતાં. તમે તેમને ૮૪ જન્મ સિદ્ધ કરી બતાવો છો તો કહે છે-શું શાસ્ત્ર બધાં જ જુઠ્ઠા છે? કારણ કે સાંભળ્યું છે મનુષ્ય ૮૪ લાખ યોનિઓ લે છે. હવે બાપ બેસીને સમજાવે છે હકીક્ત માં સર્વ શાસ્ત્રમઈ શિરોમણી છે જ ગીતા. બાપ હવે આપણને રાજયોગ શીખવાડે છે જે ૫ હજાર વર્ષ પહેલા શીખવાડ્યો હતો.

તમે જાણો છો કે આપણે પવિત્ર હતાં, પવિત્ર ગૃહસ્થ ધર્મ હતો. હવે આને ધર્મ નહીં કહેવાશે. અધર્મી બની ગયા છે અર્થાત્ વિકારી બની ગયાં છે. આ ખેલ ને તમે બાળકો સમજી ગયાં છો. આ બેહદનો ડ્રામા છે જે દર ૫ હજાર વર્ષ પછી રીપીટ થતો રહે છે. લાખો વર્ષની વાત તો કોઈ સમજી પણ નહીં શકે. આ તો જાણે કાલ ની વાત છે. તમે શિવાલય માં હતા, આજે વેશ્યાલય માં છો ફરી પાછા કાલે શિવાલય માં હશો. સતયુગને કહેવાય છે શિવાલય, ત્રેતા ને સેમી કહેવાય છે. આટલાં વર્ષ ત્યાં રહીશું. પુનર્જન્મ માં તો આવવાનું જ છે. આને કહેવાય છે રાવણ રાજ્ય. તમે અડધોકલ્પ પતિત બન્યાં, હવે બાપ કહે છે ગૃહસ્થ વ્યવહાર માં રહેતા કમળફૂલ સમાન પવિત્ર બનો. કુમાર અને કુમારીઓ તો છે જ પવિત્ર. તેમને પછી સમજાવાય છે-આવાં ગૃહસ્થ માં ફરી જવાનું નથી જે ફરી પવિત્ર બનવાનો પુરુષાર્થ કરવો પડે. ભગવાનુવાચ છે કે પાવન બનો, તો બેહદ નાં બાપ નું માનવું પડે ને? તમે ગૃહસ્થ વ્યવહાર માં રહેતા કમળફૂલ સમાન રહી શકો છો. પછી બાળકોને પતિત બનવાની આદત શા માટે નાખો છો? જ્યારે કે બાપ ૨૧ જન્મો માટે પતિત થવાથી બચાવે છે. આમાં લોક-લાજ કુળ ની મર્યાદા પણ છોડવી પડે. આ છે બેહદની વાત. બેચલર્સ (કુમાર) તો બધાં ધર્મો માં ઘણાં જ હોય છે પરંતુ સલામતી થી રહેવું જરા મુશ્કેલ હોય છે, છતાં પણ રાવણ રાજ્ય માં રહે છે ને? વિદેશ માં પણ એવાં બહુ જ મનુષ્ય લગ્ન નથી કરતા, પછી પાછળ થી કરી લે છે કમ્પેનિયનશિપ (સાથ) માટે. કુદૃષ્ટિ થી નથી કરતાં. આવાં પણ દુનિયામાં બહુજ હોય છે. પૂરી સંભાળ કરે છે, પછી જ્યારે મરે છે તો કંઇક એમને આપીને જાય છે. કંઇક ધર્મ માટે મૂકી જાય છે. ટ્રસ્ટ બનાવીને જાય છે. વિદેશ માં પણ મોટાં-મોટાં ટ્રસ્ટ હોય છે જે પછી અહીં પણ મદદ કરે છે. અહીં એવાં ટ્રસ્ટ નથી હોતા જે વિદેશ માં પણ મદદ કરે. અહીં તો ગરીબ લોકો છે, શું મદદ કરશે? ત્યાં તો તેમની પાસે પૈસા ઘણાં છે. ભારત તો ગરીબ છે ને? ભારતવાસીઓની શું હાલત છે? ભારત કેટલું સિરતાજ હતું, ગઈકાલ ની વાત છે. પોતે પણ કહે છે કે ૩ હજાર વર્ષ પહેલાં વૈકુંઠ હતું. બાપ જ બનાવે છે. તમે જાણો છો બાપ કેવી રીતે ઉપર થી નીચે આવે છે-પતિતો ને પાવન બનાવવાં. તે છે જ જ્ઞાન નાં સાગર, પતિત-પાવન, સર્વ નાં સદ્દગતિ દાતા અર્થાત્ બધાં ને પાવન બનાવવા વાળા. આપ બાળકો જાણો છો મારી મહિમા તો બધા ગાય છે. હું અહીં પતિત દુનિયામાં જ આવું છું તેને પાવન બનાવવાં. તમે પાવન બની જાઓ છો તો પછી પહેલાં-પહેલાં પાવન દુનિયામાં આવો છો. ઘણું જ સુખ માણો છો પછી રાવણ રાજ્ય માં નીચે પડો છો. ભલે ગાય તો છે પરમપિતા પરમાત્મા જ્ઞાન નાં સાગર, શાંતિ નાં સાગર, પતિત-પાવન છે. પરંતુ પાવન બનાવવા માટે ક્યારે આવશે? એ કોઈ પણ જાણતું જ નથી. બાપ કહે છે તમે મારી મહિમા કરો છો ને? હવે હું આવ્યો છું તમને પોતાનો પરિચય આપી રહ્યો છું. હું દર ૫ હજાર વર્ષ પછી આ પુરુષોત્તમ સંગમયુગ પર આવું છું, કેવી રીતે આવું છું? તે પણ સમજાવું છું. ચિત્ર પણ છે. બ્રહ્મા કોઈ સૂક્ષ્મવતન માં નથી હોતાં. બ્રહ્મા અહીં છે, અને બ્રાહ્મણ પણ અહીં છે, જેમને ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર કહેવાય છે, જેમનો પછી વંશજ બને છે. મનુષ્ય સૃષ્ટિ નો વંશજ તો પ્રજાપિતા બ્રહ્માથી જ ચાલે છે ને? પ્રજાપિતા છે તો જરુર એમની પ્રજા હશે. કુખ વંશાવલી તો હોઈ ન શકે, જરુર એડોપ્ટેડ હશે. ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર છે તો જરુર એડોપ્ટ કર્યા હશે. તમે બધાં એડોપ્ટેડ બાળકો છો. હમણાં તમે બ્રાહ્મણ બન્યા છો ફરી તમારે દેવતા બનવાનું છે. શુદ્ર થી બ્રાહ્મણ પછી બ્રાહ્મણ થી દેવતા, આ બાજોલી નો ખેલ છે. વિરાટ રુપ નું પણ ચિત્ર છે ને? ત્યાંથી બધાએ અહીં આવવાનું છે જરુર. જ્યારે બધાં આવી જાય છે પછી ક્રિયેટર (રચયિતા) પણ આવે છે. તે ક્રિયેટર, ડાયરેક્ટર છે, કર્મ પણ કરે છે. બાપ કહે છે - હે આત્માઓ, તમે મને જાણો છો? તમે આત્માઓ મારા બધાં બાળકો છો ને? તમે પહેલાં સતયુગ માં શરીરધારી બની કેટલો સરસ સુખ નો પાર્ટ ભજવ્યો ફરી ૮૪ જન્મ પછી તમે કેટલાં દુઃખ માં આવી ગયા છો? ડ્રામા માં ક્રિયેટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર હોય છે ને? આ છે બેહદ નો ડ્રામા. બેહદ ડ્રામા ને કોઈ પણ જાણતું નથી. ભક્તિમાર્ગ માં એવી-એવી વાતો બતાવે છે જે મનુષ્ય ની બુદ્ધિ માં એ જ બેસી ગઈ છે. હવે બાપ કહે છે - મીઠાં-મીઠાં બાળકો, આ બધાં ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર છે. ભક્તિમાર્ગ ની ઘણી સામગ્રી છે, જેમ બીજ ની સામગ્રી ઝાડ છે, આટલાં નાનાં બીજ થી ઝાડ કેટલું અથાહ ફેલાઈ જાય છે! ભક્તિ નો પણ આટલો વિસ્તાર છે. જ્ઞાન તો બીજ છે, એમાં કોઈ પણ સામગ્રી ની આવશ્યકતા નથી રહેતી. બાપ કહે છે સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો બીજા કોઈ વ્રત, નિયમ નથી. એ બધું બંધ થઈ જાય છે. તમને સદ્દગતિ મળી જશે પછી કોઇ વાત ની આવશ્યકતા નથી. તમે જ બહુ જ ભક્તિ કરી છે. તેનું ફળ તમને આપવા માટે આવ્યો છું. દેવતાઓ શિવાલય માં હતા ને? ત્યારે તો મંદિર માં જઈને તેમની મહિમા ગાય છે. હવે બાપ સમજાવે છે - મીઠા-મીઠા બાળકો, મેં ૫ હજાર વર્ષ પહેલાં પણ તમને સમજાવ્યું હતું કે સ્વયં ને આત્મા સમજો. દેહ નાં સર્વ સંબંધ છોડી મુજ એક બાપ ને યાદ કરો તો આ યોગ અગ્નિ થી તમારા પાપ ભસ્મ થઇ જશે. બાપ જે કંઈ હમણાં સમજાવે છે, કલ્પ-કલ્પ સમજાવતા આવ્યા છે. ગીતા માં પણ કોઈ-કોઈ શબ્દ સરસ છે. મનમનાભવ અર્થાત્ મને યાદ કરો. શિવબાબા કહે છે હું અહીં આવ્યો છું. કોના શરીર માં આવું છું? એ પણ બતાવું છું. બ્રહ્મા દ્વારા બધાં વેદો-શાસ્ત્રો નો સાર તમને સંભળાવું છું. ચિત્ર પણ દેખાડે છે પરંતુ અર્થ નથી સમજતાં. હવે તમે સમજો છો - શિવબાબા કેવી રીતે બ્રહ્મા-તન દ્વારા બધાં શાસ્ત્ર વગેરે નો સાર સંભળાવે છે. ૮૪ જન્મો નાં ડ્રામા નું રહસ્ય પણ તમને સમજાવે છે. એમનાં જ અનેક જન્મો નાં અંત માં આવું છું. એ જ ફરી પહેલાં નંબર નાં પ્રિન્સ બને છે ફરી ૮૪ જન્મો માં આવે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ રાવણ રાજ્ય માં રહેતા પતિત, લોક-લાજ કુળ ની મર્યાદા ને છોડી બેહદ બાપ ની વાત માનવાની છે, ગૃહસ્થ વ્યવહાર માં કમળફૂલ સમાન રહેવાનું છે.

2. આ વિવિધ વિરાટ-લીલા ને સારી રીતે સમજવાની છે, આમાં પાર્ટ ભજવવા વાળો આત્મા નિર્લેપ નથી, સારા-ખરાબ કર્મ કરી અને તેનું ફળ પામે છે, આ રહસ્ય ને સમજીને શ્રેષ્ઠ કર્મ કરવાનાં છે.

વરદાન :-
બાપ નાં સંસ્કારો ને પોતાનાં ઓરીજનલ સંસ્કાર બનાવવા વાળા શુભભાવના , શુભકામનાધારી ભવ

હજી સુધી ઘણાં બાળકો માં ફીલિંગ નાં, કિનારા કરવાનાં, પરચિંતન કરવાનાં કે સાંભળવા નાં ભિન્ન-ભિન્ન સંસ્કાર છે, જેમને કહી દો છો કે શું કરીએ મારા એ સંસ્કાર છે…? એ મારો શબ્દ જ પુરુષાર્થ માં ઢીલા કરે છે. આ રાવણની વસ્તુ છે, મારી નથી. પરંતુ જે બાપ નાં સંસ્કાર છે તે જ બ્રાહ્મણોનાં ઓરીજનલ સંસ્કાર છે. તે સંસ્કાર છે વિશ્વ કલ્યાણકારી, શુભ ચિંતનધારી. સૌનાં પ્રત્યે શુભભાવના, શુભકામનાધારી.

સ્લોગન :-
જેમનામાં સમર્થી છે તે જ સર્વશક્તિઓનાં ખજાના નાં અધિકારી છે.