20-11-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
મનમનાભવ નાં વશીકરણ મંત્ર થી જ તમે માયા પર જીત મેળવી શકો છો , આ જ મંત્ર બધાને યાદ
અપાવો”
પ્રશ્ન :-
આ બેહદનાં ડ્રામા માં સૌથી જબરદસ્ત લેબર્સ (નોકર) કોણ-કોણ છે અને કેવી રીતે?
ઉત્તર :-
આ જૂની દુનિયાની સફાઈ કરવા વાળા સૌથી જબરદસ્ત લેબર્સ છે નેચરલ કેલામીટીઝ (કુદરતી
આપદાઓ). ધરતી હલે છે, પૂર આવે છે, સફાઈ થઈ જાય છે. આનાં માટે ભગવાન કોઈને ડાયરેક્શન
નથી આપતા. બાપ કેવી રીતે બાળકોને ડિસ્ટ્રોય (ખતમ) કરશે? આ તો ડ્રામામાં પાર્ટ છે.
રાવણનું રાજ્ય છે ને, આને ગોડલી કેલામીટીઝ નહીં કહીશું.
ઓમ શાંતિ!
બાપ જ બાળકો
ને સમજાવે છે - બાળકો, મનમનાભવ. એવું નથી કે બાળકો બેસી બાપને સમજાવી શકે. બાળકો નહીં
કહેશે શિવબાબા, મનમનાભવ. ના. આમ તો ભલે બાળકો પરસ્પર બેસી ચિટ-ચેટ (વાતચીત) કરે છે,
સલાહ કાઢે છે પરંતુ જે મૂળ મહામંત્ર છે, એ તો બાપ જ આપે છે. ગુરુ લોકો મંત્ર આપે
છે. આ રિવાજ ક્યાંથી નીકળ્યો? આ બાપ જે નવી સૃષ્ટિ રચવા વાળા છે, એ જ પહેલા-પહેલા
મંત્ર આપે છે મનમનાભવ. આનું નામ જ છે વશીકરણ મંત્ર અર્થાત્ માયા પર જીત મેળવવાનો
મંત્ર. આ કોઈ અંદરમાં જપવાનું નથી. આ તો સમજવાનું હોય છે. બાપ અર્થ સહિત સમજાવે છે.
ભલે ગીતામાં છે પરંતુ અર્થ કોઈ નથી સમજતા. આ ગીતાનો એપિસોડ (અધ્યાય) પણ છે. પરંતુ
ફક્ત નામ બદલી કરી દીધું છે. કેટલાં મોટાં-મોટાં પુસ્તક વગેરે ભક્તિમાર્ગ માં બને
છે. હકીકતમાં આ તો ઓરલી (મોઢે) બાપ બેસી બાળકોને સમજાવે છે. બાપનાં આત્મામાં જ્ઞાન
છે. બાળકો નાં પણ આત્મા જ જ્ઞાન ધારણ કરે છે. બાકી ફક્ત સહજ કરી સમજાવવા માટે આ
ચિત્ર વગેરે બનાવવામાં આવે છે. આપ બાળકો ની તો બુદ્ધિમાં આ પૂરી નોલેજ છે. તમે જાણો
છો બરોબર આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો બીજો કોઈ ખંડ ન હતો. પછી ફરી થી આ ખંડ
ઉમેરાય છે. તો તે પણ ચિત્ર એક ખુણા માં રાખી દેવું જોઈએ. જ્યાં તમે દેખાડો છો ભારતમાં
એમનું રાજ્ય હતું તો બીજા કોઈ ધર્મ ન હતાં. હમણાં તો કેટલા અસંખ્ય ધર્મ છે પછી આ બધા
નહીં રહેશે. આ છે બાબા નો પ્લાન. તે બિચારાઓ ને કેટલી ચિંતા લાગેલી છે. આપ બાળકો
સમજો છો આ તો બિલકુલ ઠીક છે. લખેલું પણ છે બાપ આવી બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે.
કોની? નવી દુનિયાની. જમુનાનો કિનારો આ છે કેપિટલ (રાજધાની) ત્યાં એક જ ધર્મ હોય છે.
ઝાડ બિલકુલ નાનું છે, આ ઝાડ નું જ્ઞાન પણ બાપ જ આપે છે. ચક્રનું જ્ઞાન આપે છે,
સતયુગમાં એક જ ભાષા હોય છે, બીજી કોઈ ભાષા નહીં હશે. તમે સિદ્ધ કરી શકો છો એક જ
ભારત હતું, એક જ રાજ્ય હતું, એક જ ભાષા હતી. પેરેડાઇઝ (વૈકુંઠ) માં સુખ-શાંતિ હતાં.
દુઃખનું નામ- નિશાન નહોતું. હેલ્થ, વેલ્થ, હેપીનેસ બધુ હતું. ભારત નવું હતું તો આયુ
પણ બહુ જ મોટી હતી કારણ કે પવિત્રતા હતી. પવિત્રતા માં મનુષ્ય તંદુરસ્ત રહે છે.
અપવિત્રતા માં જુઓ મનુષ્ય ની શું હાલત થઈ જાય છે. બેઠા-બેઠા અકાળે મૃત્યુ થઇ જાય
છે. જુવાન પણ મરી જાય છે. દુઃખ કેટલું થાય છે. ત્યાં અકાળે મૃત્યુ થતું નથી. પુરું
આયુષ્ય હોય છે. પૂરી પેઢી સુધી અર્થાત્ વૃદ્ધ અવસ્થા સુધી કોઈ મરતું નથી.
કોઈને પણ સમજાવો તો આ
બુદ્ધિ માં બેસાડવાનું છે - બેહદનાં બાપ ને યાદ કરો, તે જ પતિત-પાવન છે, તે જ
સદ્દ્ગતિ દાતા છે. તમારી પાસે એ નકશો પણ હોવો જોઈએ તો સિદ્ધ કરી સમજાવી શકશો. આજ નો
નકશો આ છે, કાલ નો નકશો આ છે. કોઈ તો સારી રીતે સાંભળે પણ છે. આ પૂરું સમજાવવાનું
હોય છે. આ ભારત અવિનાશી ખંડ છે. જ્યારે આ દેવી-દેવતા ધર્મ હતો તો બીજા કોઈ ધર્મ હતાં
નહીં. હમણાં તે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નથી. આ લક્ષ્મી-નારાયણ ક્યાં ગયા? કોઈ
બતાવી નહીં શકશે. કોઈ માં તાકાત નથી બતાવવાની. આપ બાળકો સારી રીતે રહસ્યયુક્ત સમજાવી
શકો છો. આમાં મૂંઝાવાની દરકાર નથી. તમે બધું જ જાણો છો અને પછી રીપીટ પણ કરી શકો
છો. તમે કોઈ ને પણ પૂછી શકો છો-આ ક્યાં ગયા? તમારો પ્રશ્ન સાંભળી ચકિત થઇ જશે. તમે
તો નિશ્ચય થી બતાવો છો, કેવી રીતે આ પણ ૮૪ જન્મ લે છે. બુદ્ધિમાં તો છે ને? તમે ઝટ
કહેશો સતયુગ નવી દુનિયામાં આપણું રાજ્ય હતું. એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો.
બીજો કોઈ ધર્મ નહોતો. એવરીથીંગ ન્યુ (બધું જ નવું). દરેક ચીજ સતોપ્રધાન હોય છે. સોનુ
પણ કેટલું અથાહ હોય છે. કેટલું સહજ નીકળતું હશે, જે પછી ઈંટો, મકાન વગેરે બનતા હશે.
ત્યાં તો બધું જ સોનાનું હોય છે. ખાણો બધી નવી હશે ને? ઇમિટેશન (નકલી) તો કાઢશે નહીં
જ્યારે રિયલ (સાચું) બહુ જ છે. અહીં રીયલ (સાચાં) નું નામ નથી. ઇમિટેશન (નકલી) નું
કેટલું જોર છે એટલે કહેવાય છે જુઠ્ઠી માયા, જૂઠ્ઠી કાયા.....સંપત્તિ પણ જુઠ્ઠી છે.
હીરા મોતી એવા-એવા પ્રકારનાં નીકળે છે જે ખબર પણ નહીં પડી શકતી કે સાચા છે કે ખોટા
છે? શો (દેખાવ) એટલો હોય છે જે પારખી નથી શકતા - જૂઠું છે કે સાચું? ત્યાં તો આ
જૂઠ્ઠી ચીજો વગેરે હોતી નથી. વિનાશ થાય છે તો બધું ધરતી માં ચાલ્યું જાય છે. આટલા
મોટા-મોટા પથ્થર, હીરા વગેરે મકાનો માં લગાવતા હશે. તે બધું ક્યાંથી આવ્યું હશે?
કોણ કટ કરતું (કાપતું) હશે? ભારત માં પણ એક્સપર્ટ બહુ જ છે, હોશિયાર થતા જશે. પછી
ત્યાં આ હોશિયારી લઈને આવશે ને? તાજ વગેરે ફક્ત હીરાનાં થોડી જ બનશે? તે તો બિલકુલ
રિફાઇન સાચાં હીરા હોય છે. આ વીજળી, ટેલિફોન, મોટર વગેરે પહેલા કંઈ નહોતું. બાબા
નાં આ જીવન ની અંદર શું-શું નીકળ્યું છે! ૧૦૦ વર્ષ થયા છે જે આ બધું નીકળ્યું છે.
ત્યાં તો બહુજ એક્સપર્ટ હોય છે. હજી સુધી શીખતા રહે છે. હોશિયાર થતા રહે છે. આ પણ
બાળકોને સાક્ષાત્કાર કરાવાય છે. ત્યાં હેલિકોપ્ટર પણ ફુલપ્રૂફ હોય છે. બાળકો પણ
બહુજ સતોપ્રધાન શુરુડ બુદ્ધિ વાળા હોય છે. આગળ થોડા ચાલો, તમને બધાજ સાક્ષાત્કાર થતાં
રહેશે. જેમ પોતાનાં દેશ ની નજીક આવે છે તો ઝાડ દેખાય છે ને? અંદર માં ખુશી થતી રહે
છે, હવે ઘર આવ્યું કે આવ્યું. હમણાં આવીને પહોંચ્યા છીએ. પાછળ થી તમને પણ એવા
સાક્ષાત્કાર થતા રહેશે. બાળકો સમજે છે મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાબા છે. એ છે જ
સુપ્રીમ (સર્વોચ્ચ) આત્મા. એમને બધાં યાદ પણ કરે છે. ભક્તિમાર્ગ માં તમે પણ યાદ કરતા
હતા ને પરમાત્મા ને? પરંતુ આ ખબર નહોતી કે એ નાનાં છે કે મોટા છે? ગાય પણ છે ચમકે
છે અજબ સિતારો ભ્રકુટી ની વચ્ચે… તો જરુર બિન્દી માફક હશે ને? એમને જ કહેવાય છે
સુપ્રીમ આત્મા એટલે પરમાત્મા. એમનામાં ખૂબીઓ તો બધી છે જ . જ્ઞાન નાં સાગર છે, શું
જ્ઞાન સંભળાવશે? એ તો જ્યારે સંભળાવે ત્યારે તો ખબર પડે ને? તમે પણ પહેલાં જાણતા હતા
શું? ફક્ત ભક્તિ જ જાણતા હતાં. હવે તો સમજો છો વન્ડર છે, આત્મા ને પણ આ આંખોથી જોઈ
નથી શકતાં તો બાપને પણ ભૂલી જાય છે. ડ્રામા માં પાર્ટ જ એવો છે જેમને વિશ્વનાં
માલિક બનાવે છે એનું નામ નાંખી દે છે અને બનાવવા વાળા નું નામ ગુમ કરી દે છે.
શ્રીકૃષ્ણ ને ત્રિલોકીનાથ, વૈકુંઠનાથ કહી દીધાં છે, અર્થ કંઈ પણ નથી સમજતા. ફક્ત
મહિમા આપી દે છે. ભક્તિ માર્ગ માં અનેક વાતો બેસી બનાવી છે. કહે છે ભગવાન માં એટલી
તાકાત છે, એ હજારો સૂર્યો થી તેજ છે, બધાંને ભસ્મ કરી શકે છે. આવી-આવી વાતો બનાવી
દીધી છે. બાપ કહે છે હું બાળકોને બાળીશ કેવી રીતે? આ તો હોઇ ન શકે. બાળકોને બાપ
ડીસ્ટ્રોય કરશે શું? ના, આ તો ડ્રામા માં પાર્ટ છે. જૂની દુનિયા ખતમ થવાની છે. જૂની
દુનિયાનાં વિનાશ માટે આ નેચરલ કેલેમીટીઝ બધાં લેબર્સ છે. કેટલા જબરદસ્ત લેબર્સ (નોકર)
છે. એવું નથી કે એમને બાપનું ડાયરેક્શન છે કે વિનાશ કરો. ના, તોફાન લાગશે, ફેમન (અકાળ)
થાય છે. ભગવાન કહે છે શું, આ કરો? ક્યારેય નહીં. આ તો ડ્રામા માં પાર્ટ છે. બાપ નથી
કહેતા બોમ્બસ બનાવો. આ બધી રાવણની મત કહીશું. આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. રાવણ
નું રાજ્ય છે તો આસુરી બુદ્ધિ બની જાય છે. કેટલા મરે છે. અંતમાં બધુ બાળી દેશે. આ
પૂર્વ નિર્ધારિત ખેલ છે, જે રિપીટ થાય છે. બાકી એવું નથી કે શંકર ની આંખ ખોલવાથી
વિનાશ થઇ જાય છે, આને ગોડલી કેલામીટીઝ પણ નહીં કહીશું. આ નેચરલ (કુદરતી) જ છે.
હવે બાપ આપ બાળકોને
શ્રીમત આપી રહ્યા છે. કોઈને દુઃખ વગેરે દેવાની વાત જ નથી. બાપ તો છે જ સુખનો રસ્તો
બતાવવા વાળા. ડ્રામા પ્લાન અનુસાર મકાન જૂનું થતું જ જશે. બાપ પણ કહે છે આ આખી
દુનિયા જૂની થઈ ગઈ છે. આ ખલાસ થવી જોઈએ. પરસ્પર લડે જુઓ કેવા છે! આસુરી બુદ્ધિ છે
ને? જ્યારે ઈશ્વરીય બુદ્ધિ છે તો કોઈ પણ મારવા વગેરેની વાત નથી. બાપ કહે છે હું તો
બધાં નો બાપ છું. મારો બધાં પર પ્રેમ છે. બાબા જુએ અહીં છે પછી અનન્ય બાળકો તરફ જ
નજર જાય છે, જે બાપ ને બહુ જ પ્રેમથી યાદ કરે છે. સેવા પણ કરે છે. અહીં બેઠા બાપની
નજર સેવાધારી બાળકો તરફ ચાલી જાય છે. ક્યારેક દહેરાદૂન, ક્યારેક મેરઠ, ક્યારેક
દિલ્હી...જે બાળકો મને યાદ કરે છે હું પણ એમને યાદ કરું છું. જે મને નથી પણ યાદ કરતા
તો પણ હું બધાંને યાદ કરું છું કારણકે મારે તો બધાંને લઈ જવાનાં છે ને? હા, જે મારા
દ્વારા સૃષ્ટિચક્ર ની નોલેજ ને સમજે છે નંબરવાર તેઓ પછી ઊચ્ચ પદ મેળવશે. આ બેહદ ની
વાતો છે. તે શિક્ષક વગેરે હોય છે હદ નાં. આ છે બેહદ નાં. તો બાળકોની અંદરમાં કેટલી
ખુશી હોવી જોઈએ? બાપ કહે છે બધાંનો પાર્ટ એક જેવો નથી હોઈ શકતો, આમનો તો પાર્ટ હતો.
પરંતુ ફોલો કરવા વાળા કોટોમાં કોઈ નીકળે. કહે છે - બાબા, હું ૭ દિવસનું બાળક છું,
એક દિવસનું બાળક છું. તો બચ્ચા થયા ને? તો બાપ દરેક વાત સમજાવતા રહે છે. નદી પણ
બરોબર પાર કરી આવ્યા હતા. બાબા નાં આવવાથી જ જ્ઞાન શરુ થયું છે. એમની કેટલી મહિમા
છે. એ ગીતાનાં અધ્યાય તો તમે જન્મ- જન્માંતર કેટલી વાર વાંચ્યા હશે. ફર્ક જુઓ કેટલો
છે. ક્યાં શ્રીકૃષ્ણ ભગવાનુવાચ, ક્યાં શિવ પરમાત્મા ઉવાચ. રાત-દિવસ નો ફરક છે. તમારી
બુદ્ધિ માં હવે છે અમે સચખંડમાં હતા, સુખ પણ બહુ જ જોયું. ૩/૪ સુખ જુઓ છો. બાપે
ડ્રામા સુખ માટે બનાવ્યો છે, ન કે દુઃખ માટે. આ તો પાછળથી તમને દુઃખ મળ્યું છે.
લડાઈ તો આટલી જલ્દી લાગી ન શકે. તમને બહુ જ સુખ મળે છે. અડધું-અડધું હોય તો પણ એટલી
મજા ન રહે. સાડા ત્રણ હજાર વર્ષ તો કોઈ લડાઈ નથી. બીમારી વગેરે નથી. અહીં તો જુઓ
બીમારી પાછળ બીમારી લાગેલી છે. સતયુગમાં થોડી જ આવા કીડા વગેરે હશે જે અનાજ ખાઇ લેશે?
એટલે તેનું નામ જ છે સ્વર્ગ. તો વર્લ્ડનો નકશો પણ તમારે દેખાડવો જોઈએ ત્યારે સમજી
શકશે. હકીકતમાં ભારત આ હતું, બીજો કોઈ ધર્મ હતો નહીં. પછી નંબરવાર ધર્મ સ્થાપન
કરવાવાળા આવે છે. હવે આપ બાળકોને વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રાફી ની ખબર છે. તમારા
સિવાય બાકી બધાં તો કહી દેશે નેતી-નેતી, અમે બાપને નથી જાણતા. કહી દે છે એમનાં કોઈ
નામ, રુપ, દેશ, કાળ છે નહીં. નામ-રુપ નથી તો પછી કોઈ દેશ પણ ન હોઈ શકે. કંઈ પણ સમજતા
નથી. હવે બાપ સ્વયંનો યથાર્થ પરિચય આપ બાળકોને આપે છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકીલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા અપાર
ખુશીમાં રહેવા માટે બેહદનાં બાપ જે બેહદની વાતો સંભળાવે છે, તેનું સિમરણ કરવાનું છે
અને બાપને ફોલો (અનુકરણ) કરતા જવાનું છે.
2. સદા તંદુરસ્ત રહેવા
માટે ‘પવિત્રતા’ ને અપનાવવાની છે. પવિત્રતા નાં આધાર થી હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ
નો વારસો બાપથી લેવાનો છે.
વરદાન :-
સર્વ
પ્રાપ્તિઓ ને સ્મૃતિ માં ઈમર્જ રાખી સદા સંપન્ન રહેવા વાળા સંતુષ્ટ આત્મા ભવ
સંગમયુગ પર બાપદાદા
દ્વારા જે પણ પ્રાપ્તિઓ થઈ છે એમની સ્મૃતિ ઇમર્જ રુપ માં રહે. તો પ્રાપ્તિઓની ખુશી
ક્યારેય નીચે હલચલ માં નહીં લાવશે. સદા અચલ રહેશે. સંપન્નતા અચલ બનાવે છે, હલચલ થી
છોડાવી દે છે. જે સર્વ પ્રાપ્તિઓથી સંપન્ન છે તે સદા રાજી, સદા સંતુષ્ટ રહે છે.
સંતુષ્ટતા સૌથી મોટો ખજાનો છે. જેમની પાસે સંતુષ્ટતા છે એમની પાસે સર્વસ્વ છે. તે આ
જ ગીત ગાતા રહે છે કે પાના થા વો પા લિયા.
સ્લોગન :-
મહોબ્બત નાં
ઝુલામાં બેસી જાઓ તો મહેનત સ્વયં જ છૂટી જશે.