21-01-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - સવારે
- સવારે ઉઠી બાપ સાથે મીઠી રુહરિહાન કરો , બાપે જે શિક્ષાઓ આપી છે તેને વાગોળતા (
મનન કરતા ) રહો”
પ્રશ્ન :-
આખો દિવસ ખુશી-ખુશી માં વીતે, તેનાં માટે કઈ યુક્તિ રચવી જોઈએ?
ઉત્તર :-
રોજ અમૃતવેલે ઉઠીને જ્ઞાન ની વાતો માં રમણ કરો. પોતે પોતાની સાથે વાતો કરો. આખા
ડ્રામા નાં આદિ-મધ્ય-અંત નું સિમરણ કરો, બાપ ને યાદ કરો તો આખો દિવસ ખુશી માં વીતશે.
વિદ્યાર્થી પોતાનાં ભણતર નું રિહર્સલ (પૂર્વ-અભ્યાસ) કરે છે. આપ બાળકો પણ પોતાનું
રિહર્સલ કરો.
ગીત :-
આજ અંધેરે મેં
હૈં ઇન્સાન…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
સિકિલધા બાળકોએ ગીત સાંભળ્યું. તમે ભગવાન નાં બાળકો છો ને? તમે જાણો છો ભગવાન આપણને
માર્ગ દેખાડી રહ્યા છે. તેઓ પોકારતા રહે છે કે અમે અંધારા માં છીએ કારણકે ભક્તિ
માર્ગ છે જ અંધકાર નો માર્ગ. ભક્ત કહે છે અમે તમને મળવા માટે ભટકી રહ્યા છીએ.
ક્યારેક તીર્થો પર, ક્યારેક ક્યાંક દાન-પુણ્ય કરે, મંત્ર જપે છે. અનેક પ્રકાર નાં
મંત્ર આપે છે તો પણ કોઈ સમજે થોડી છે કે અમે અંધકાર માં છીએ? અંજવાળું શું ચીજ છે?
કાંઈ પણ સમજતા નથી, કારણકે અંધકાર માં છે. હવે તમે તો અંધકાર માં નથી. તમે વૃક્ષ
માં પહેલાં-પહેલાં આવો છો. નવી દુનિયામાં જઈને રાજ્ય કરો છો, પછી સીડી ઉતરો છો. એની
વચ્ચે ઈસ્લામી, બૌદ્ધી, ક્રિશ્ચન આવે છે. હવે બાપ ફરી કલમ લગાવી રહ્યા છે. સવારે
ઉઠીને આવી-આવી જ્ઞાન ની વાતો માં રમણ કરવું જોઈએ. કેટલું આ વન્ડરફુલ નાટક છે? આ
ડ્રામા નાં ફિલ્મ રીલ નો સમય છે ૫૦૦૦ વર્ષ. સતયુગ ની આયુ આટલી, ત્રેતા ની આયુ આટલી…
બાબા માં પણ આ બધું જ્ઞાન છે ને? દુનિયામાં બીજું કોઈ નથી જાણતું. તો બાળકોએ સવારે
ઉઠીને એક તો બાપ ને યાદ કરવાના છે અને જ્ઞાન નું સિમરણ કરવાનું છે ખુશી માં. હમણાં
આપણે આખા ડ્રામા નાં આદિ-મધ્ય-અંત ને જાણી ચૂક્યા છીએ. બાપ કહે છે કલ્પ ની આયુ જ
૫૦૦૦ વર્ષ છે. મનુષ્ય કહી દે છે લાખો વર્ષ. કેટલું વન્ડરફુલ નાટક છે? બાપ જે શિક્ષા
આપે છે એને પછી વાગોળવી જોઈએ, રિહર્સલ કરવું જોઈએ. વિદ્યાર્થી પણ ભણતર નું રિહર્સલ
કરે છે ને? તમે મીઠાં-મીઠાં બાળકો આખા ડ્રામા ને જાણી ગયા છો. બાબાએ કેટલું સહજ રીતે
બતાવ્યું છે કે આ અનાદિ, અવિનાશી ડ્રામા છે. આમાં જીતે છે અને પછી હારે છે. હવે
ચક્ર પૂરું થયું, આપણે હવે ઘરે જવાનું છે. બાપ નું ફરમાન (આદેશ) મળ્યું છે મુજ બાપ
ને યાદ કરો. આ ડ્રામા નું જ્ઞાન એક જ બાપ આપે છે. નાટક ક્યારેય લાખો વર્ષો નું થોડી
હોય છે? કોઈ ને યાદ પણ ન રહે. ૫ હજાર વર્ષ નું ચક્ર છે જે આખું તમારી બુદ્ધિ માં
છે. કેટલો સરસ હાર અને જીત નો ખેલ છે. સવારે ઉઠીને એવા-એવા વિચાર ચાલવા જોઈએ. આપણને
બાબા રાવણ પર જીત અપાવે છે. આવી-આવી વાતો સવારે-સવારે ઉઠીને પોતાની સાથે કરવી જોઈએ
તો આદત પડતી જશે. આ બેહદ નાં નાટક ને કોઈ નથી જાણતાં. એક્ટર બનીને આદિ-મધ્ય-અંત ને
નથી જાણતાં. હમણાં આપણે બાબા દ્વારા લાયક બની રહ્યા છીએ.
બાબા પોતાનાં બાળકો
ને આપ સમાન બનાવે છે. આપ સમાન પણ શું, બાપ તો બાળકો ને પોતાનાં ખભા પર ચઢાવે છે.
બાબા નો કેટલો પ્રેમ છે બાળકો સાથે! કેટલું સારી રીતે સમજાવે છે મીઠાં-મીઠાં બાળકો,
હું તમને વિશ્વ નાં માલિક બનાવું છું. હું નથી બનતો, આપ બાળકો ને બનાવું છું. આપ
બાળકો ને ગુલ-ગુલ બનાવીને પછી શિક્ષક બનીને ભણાવું છું. પછી સદ્દગતિ માટે જ્ઞાન
આપીને તમને શાંતિધામ-સુખધામ નાં માલિક બનાવું છું. હું તો નિર્વાણધામ માં બેસી જાઉં
છું. લૌકિક બાપ પણ મહેનત કરી, ધન કમાઈને બધું બાળકો ને આપીને પોતે વાનપ્રસ્થ માં
જઈને ભજન વગેરે કરે છે. પરંતુ અહીં તો બાપ કહે છે જો વાનપ્રસ્થ અવસ્થા છે તો બાળકો
ને સમજાવીને તમારે આ સર્વિસ માં લાગી જવાનું છે. પછી ગૃહસ્થ વ્યવહાર માં ફસાવાનું
નથી. તમે પોતાનું અને બીજાઓ નું કલ્યાણ કરતા રહો. હમણાં તમારા બધાની વાનપ્રસ્થ
અવસ્થા છે. બાપ કહે છે હું આવ્યો છું તમને વાણી થી પરે લઈ જવા માટે. અપવિત્ર આત્માઓ
તો જઈ ન શકે. આ બાપ સન્મુખ સમજાવી રહ્યા છે. મજા પણ સન્મુખ માં છે. ત્યાં તો પછી
બાળકો બેસીને સંભળાવે છે. અહીં બાપ સન્મુખ છે ત્યારે તો મધુબન ની મહિમા છે ને? તો
બાપ કહે છે - સવારે ઉઠવાની આદત પાડો. ભક્તિ પણ મનુષ્ય સવારે ઉઠીને કરે છે પરંતુ
તેનાથી વારસો તો મળતો નથી, વારસો મળે છે રચયિતા બાપ પાસે થી. ક્યારેય રચના પાસે થી
વારસો મળી ન શકે એટલે કહે છે અમે રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં.
જો તે જાણતા હોત તો તે પરંપરા ચાલ્યું આવત. બાળકોએ આ પણ સમજાવવા નું છે કે આપણે
કેટલાં શ્રેષ્ઠ ધર્મવાળા હતાં પછી કેવા ધર્મ-ભ્રષ્ટ, કર્મ-ભ્રષ્ટ બન્યા છીએ. માયા
ગોદરેજ નું તાળું બુદ્ધિ ને લગાવી દે છે એટલે ભગવાન ને કહે છે તમે બુદ્ધિવાનો ની
બુદ્ધિ છો, આમની બુદ્ધિ નું તાળું ખોલો. હમણાં તો બાપ સન્મુખ સમજાવી રહ્યા છે. હું
જ્ઞાન નો સાગર છું, તમને આમનાં દ્વારા સમજાવું છું. કયું જ્ઞાન? આ સૃષ્ટિ ચક્ર નાં
આદિ, મધ્ય, અંત નું જ્ઞાન જે કોઈ પણ મનુષ્ય આપી ન શકે.
બાપ કહે છે, સત્સંગ
વગેરે માં જવા કરતાં પણ સ્કૂલ માં ભણવું સારું છે. ભણતર કમાણી નું સાધન છે. સત્સંગો
માં તો મળતું કાંઈ નથી. દાન-પુણ્ય કરો, આ કરો, ભેટ રાખો, ખર્ચા જ ખર્ચા છે. પૈસા પણ
રાખો, માથું પણ નમાવો, કપાળ જ ઘસાઈ જાય. હમણાં આપ બાળકો ને જે જ્ઞાન મળી રહ્યું છે
તેનું સિમરણ કરવાની આદત પાડો અને બીજા ને પણ સમજાવવાનું છે. બાપ કહે છે હમણાં આપ
આત્મા પર બૃહસ્પતિ (વૃક્ષપતિ) ની દશા છે. વૃક્ષપતિ ભગવાન તમને ભણાવી રહ્યા છે, તમને
કેટલી ખુશી થવી જોઈએ? ભગવાન ભણાવીને આપણને ભગવાન-ભગવતી બનાવે છે, ઓહો! આવા બાપ ને
જેટલાં યાદ કરીશું તો વિકર્મ વિનાશ થશે. આવી-આવી વિચાર સાગર મંથન કરવાની આદત પાડવી
જોઈએ. દાદા અમને આ બાપ દ્વારા વારસો આપી રહ્યા છે. સ્વયં કહે છે હું આ રથ નો આધાર
લઉં છું. તમને જ્ઞાન મળી રહ્યું છે ને? જ્ઞાનગંગાઓ જ્ઞાન સાંભળીને પવિત્ર બનાવે છે
કે ગંગા નું પાણી? હવે બાપ કહે છે-બાળકો, તમે ભારત ની સાચ્ચી-સાચ્ચી સેવા કરો છો.
તે સમાજ સેવક તો હદ ની સેવા કરે છે. આ છે રુહાની સાચ્ચી સેવા. ભગવાનુવાચ બાપ સમજાવે
છે, ભગવાન પુનર્જન્મ રહિત છે. શ્રીકૃષ્ણ તો પૂરાં ૮૪ જન્મ લે છે. તેમનું ગીતા માં
નામ લગાવી દીધું છે. નારાયણ નું કેમ નથી લગાવતાં? આ પણ કોઈને ખબર નથી કે શ્રીકૃષ્ણ
જ નારાયણ બને છે. શ્રીકૃષ્ણ રાજકુમાર હતાં પછી રાધા સાથે સ્વયંવર થયો. હવે આપ બાળકો
ને જ્ઞાન મળ્યું છે. સમજો છો શિવબાબા આપણને ભણાવે છે. એ બાબા પણ છે, શિક્ષક,
સદ્દગુરુ પણ છે. સદ્દગતિ આપે છે. ઊંચા માં ઊંચા ભગવાન શિવ જ છે. એ કહે છે મારી નિંદા
કરવાવાળા ઊંચ પદ મેળવી નથી શકતાં. બાળકો જો નથી ભણતા તો શિક્ષક ની ઈજ્જત જાય છે.
બાપ કહે છે તમે મારી ઈજ્જત નહીં ગુમાવતાં. ભણતા રહો. મુખ્ય-ઉદ્દેશ તો સામે છે. તે
પછી ગુરુ લોકો પોતાનાં માટે કહી દે છે, જેનાં કારણે મનુષ્ય ડરી જાય છે. સમજે છે કોઈ
શ્રાપ ન મળી જાય. ગુરુ થી મળેલો મંત્ર જ સંભળાવતા રહે છે. સંન્યાસીઓને પૂછાય છે તમે
ઘરબાર કેવી રીતે છોડ્યું? કહે છે આ વ્યક્ત વાતો નહીં પૂછો. અરે, કેમ નથી બતાવતાં?
અમને શું ખબર તમે કોણ છો? શુરુડ બુદ્ધિ વાળા આવી વાત કરે છે. અજ્ઞાન કાળ માં
કોઈ-કોઈ ને નશો રહે છે. સ્વામી રામતીર્થ નાં અનન્ય શિષ્ય સ્વામી નારાયણ હતાં. તેમનાં
પુસ્તક વગેરે બાબા નાં વાંચેલા છે. બાબા ને આ બધું વાંચવાનો શોખ રહેતો હતો. નાનપણ
માં વૈરાગ આવતો હતો. પછી એકવાર બાયસ્કોપ (ફિલ્મ) જોયું, બસ, વૃત્તિ ખરાબ થઈ. સાધુપણું
બદલાઈ ગયું. તો હવે બાપ સમજાવે છે તે બધા ગુરુ વગેરે છે ભક્તિમાર્ગ નાં. સર્વ નાં
સદ્દગતિ દાતા તો એક જ છે, જેમને બધા યાદ કરે છે. ગાય પણ છે મારા તો એક ગિરધર ગોપાલ
બીજું ન કોઈ. ગિરધર શ્રીકૃષ્ણ ને કહે છે. હકીકત માં ગાળો આ બ્રહ્મા ખાય છે.
શ્રીકૃષ્ણ નો આત્મા જ્યારે અંત માં ગામડા નો છોકરો તમોપ્રધાન છે ત્યારે ગાળો ખાય
છે. અસલ માં તો આ જ શ્રીકૃષ્ણ નો આત્મા છે ને? ગામડા માં ઉછર્યા છે. રસ્તે ચાલતાં
બ્રાહ્મણ ફસાઈ ગયો અર્થાત્ બાબાએ પ્રવેશ કર્યો, કેટલી ગાળો ખાધી? અમેરિકા સુધી અવાજ
ચાલ્યો ગયો. વન્ડરફુલ ડ્રામા છે. હવે તમે જાણો છો તો ખુશી થાય છે. હવે બાપ સમજાવે
છે આ ચક્ર કેવી રીતે ફરે છે? આપણે કેવા બ્રાહ્મણ હતાં પછી દેવતા, ક્ષત્રિય… બન્યાં.
આ ૮૪ નું ચક્ર છે. આ બધું સ્મૃતિ માં રાખવાનું છે. રચયિતા અને રચના નાં
આદિ-મધ્ય-અંત ને જાણવાના છે, જે કોઈ નથી જાણતાં. આપ બાળકો સમજો છો આપણે વિશ્વ નાં
માલિક બનીએ છીએ, આમાં કોઈ તકલીફ તો નથી. એવું થોડી કહે છે આસન વગેરે લગાવો? હઠયોગ
એવા શીખવાડે છે વાત નહીં પૂછો. કોઈ-કોઈ નું મગજ જ ખરાબ થઈ જાય છે. બાપ કેટલી સહજ
કમાણી કરાવે છે! આ છે ૨૧ જન્મો માટે સાચ્ચી કમાણી. તમારી હથેળી પર સ્વર્ગ છે. બાપ
બાળકો માટે સ્વર્ગ ની સૌગાત લાવે છે. આવું બીજા કોઈ મનુષ્ય કહી ન શકે. બાપ જ કહે
છે, આમનો આત્મા પણ સાંભળે છે. તો બાળકોએ સવારે ઉઠી એવા-એવા વિચાર કરવા જોઈએ. ભક્ત
લોકો પણ સવારે ગુપ્ત માળા ફેરવે છે. તેને ગૌમુખ કહે છે. તેમાં અંદર હાથ નાંખી માળા
ફેરવે છે. રામ-રામ… જાણે કે વાજું વાગે છે. હકીકત માં ગુપ્ત તો આ છે, બાપ ને યાદ
કરવાં. અજપાજાપ આને કહેવાય છે. ખુશી રહે છે, કેટલો વન્ડરફુલ ડ્રામા છે? આ બેહદ નું
નાટક છે જે તમારા સિવાય બીજા કોઈની બુદ્ધિ માં નથી. તમારા માં પણ નંબરવાર પુરુષાર્થ
અનુસાર છે. છે ખૂબ સહજ. આપણને તો હમણાં ભગવાન ભણાવે છે. બસ, એમને જ યાદ કરવાના છે.
વારસો પણ એમની પાસે થી મળે છે. આ બાબાએ તો ધખ થી બધું છોડી દીધું કારણકે વચ્ચે બાબા
ની પ્રવેશતા હતી ને? બધું જ આ માતાઓ ને અર્પણ કરી દીધું. બાપે કહ્યું આટલી મોટી
સ્થાપના કરવાની છે, બધું આ સેવા માં લગાવી દો. એક પૈસો પણ કોઈને આપવાનો નથી.
નષ્ટોમોહા આટલા જોઈએ. ઊચી મંઝિલ છે. મીરાએ લોકલાજ વિકારી કુળ ની મર્યાદા છોડી તો
કેટલું તેનું નામ છે! આ બાળકીઓ પણ કહે છે અમે લગ્ન નહીં કરીએ. લખપતિ હોય, કોઈ પણ
હોય, અમે તો બેહદ નાં બાપ પાસે થી વારસો લઈશું. તો આવો નશો ચઢવો જોઈએ. બાળકો ને
બેહદ નાં બાપ શૃંગારે છે. આમાં પૈસા વગેરે ની જરુર પણ નથી. લગ્ન નાં દિવસે વનવાસ
માં બેસાડે છે, જૂનાં ફાટેલા કપડાં વગેરે પહેરાવે છે. પછી લગ્ન પછી નવાં કપડાં,
દાગીના વગેરે પહેરાવે છે. આ બાપ કહે હું તમને જ્ઞાન રત્નો થી શૃંગારું છું, પછી તમે
આ લક્ષ્મી-નારાયણ બનશો. આવું બીજું કોઈ કહી ન શકે.
બાપ જ આવીને પવિત્ર
પ્રવૃત્તિ માર્ગ ની સ્થાપના કરે છે એટલે વિષ્ણુ ને પણ ૪ ભુજા દેખાડે છે. શંકર ની
સાથે પાર્વતી, બ્રહ્મા ની સાથે સરસ્વતી દેખાડે છે. હવે બ્રહ્મા ની કોઈ સ્ત્રી તો નથી.
આ તો બાપ નાં બની ગયાં. કેવી વન્ડરફુલ વાતો છે? માતા-પિતા તો આ છે ને? આ પ્રજાપિતા
પણ છે, પછી આમનાં દ્વારા બાપ રચે છે તો મા પણ થયાં. સરસ્વતી બ્રહ્મા ની દીકરી ગવાય
છે. આ બધી વાતો બાપ સમજાવે છે. જેમ બાબા સવારે ઉઠીને વિચાર-સાગર-મંથન કરે છે,
બાળકોએ પણ ફોલો (અનુકરણ) કરવાનું છે. આપ બાળકો જાણો છો કે આ હાર-જીત નો વન્ડરફુલ
ખેલ બનેલો છે, આને જોઈને ખુશી થાય છે, ઘૃણા નથી આવતી. આપણે આ સમજીએ છીએ, આપણે આખા
ડ્રામા નાં આદિ-મધ્ય-અંત ને જાણી ગયા છીએ એટલે ઘૃણા ની તો વાત જ નથી. આપ બાળકોએ
મહેનત પણ કરવાની છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેવાનું છે, પાવન બનવાનું બીડું ઉઠાવવાનું
છે. અમે યુગલ સાથે રહી પવિત્ર દુનિયાનાં માલિક બનીશું. પછી કોઈ-કોઈ તો નપાસ પણ થઈ
જાય છે. બાબા નાં હાથ માં કોઈ શાસ્ત્ર વગેરે નથી. આ તો શિવબાબા કહે છે હું બ્રહ્મા
દ્વારા તમને બધા વેદો-શાસ્ત્રો નો સાર સંભળાવું છું, શ્રીકૃષ્ણ નહીં. કેટલો ફરક છે?
અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ભણતર પર
પૂરું ધ્યાન આપવાનું છે. એવાં કોઈ કર્મ ન થાય જેનાથી બાપ, શિક્ષક અને સદ્દગુરુ ની
નિંદા થાય. ઈજ્જત ગુમાવવાનાં કોઈ કર્મ નથી કરવાનાં.
2. વિચાર-સાગર-મંથન
કરવાની આદત પાડવાની છે. બાપ પાસે થી જે જ્ઞાન મળ્યું છે તેનું સિમરણ કરી અપાર ખુશી
માં રહેવાનું છે. કોઈ થી પણ ઘૃણા નથી કરવાની.
વરદાન :-
સંપૂર્ણતા ની
રોશની દ્વારા અજ્ઞાન નો પડદો હટાવવા વાળા સર્ચ લાઈટ ભવ
હવે પ્રત્યક્ષતા નો
સમય સમીપ આવી રહ્યો છે એટલે અંતર્મુખી બની ગુહ્ય અનુભવો નાં રત્નો થી સ્વયં ને
ભરપૂર બનાવો, એવા સર્ચલાઈટ બનો જે તમારી સંપૂર્ણતા ની રોશની થી અજ્ઞાન નો પડદો હટી
જાય કારણકે આપ ધરતી નાં સિતારા આ વિશ્વ ને હલચલ થી બચાવી સુખી સંસાર, સ્વર્ણિમ
સંસાર બનાવવા વાળા છો. આપ પુરુષોત્તમ આત્માઓ વિશ્વ ને સુખ-શાંતિ નાં શ્વાસ આપવાને
નિમિત્ત છો.
સ્લોગન :-
માયા અને
પ્રકૃતિ નાં આકર્ષણ થી દૂર રહો તો સદા હર્ષિત રહેશો.
પોતાની શક્તિશાળી
મન્સા દ્વારા સકાશ આપવાની સેવા કરો
જ્યારે મન્સા માં સદા
શુભ ભાવના કે શુભ દુવાઓ આપવાનો નેચરલ અભ્યાસ થઈ જશે તો મન્સા તમારી બીઝી થઈ જશે. મન
માં જે હલચલ થાય છે, એનાથી સ્વતઃ જ કિનારો થઈ જશે. પોતાનાં પુરુષાર્થ માં જે
ક્યારેક દિલ શિકસ્ત થાઓ છો તે નહીં થશો. જાદુ મંત્ર થઈ જશે.