21-02-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - પાસ વિથ ઓનર થવું છે તો બુદ્ધિયોગ થોડો પણ ક્યાંય ન ભટકે , એક બાપ ની યાદ રહે , દેહ ને યાદ કરવા વાળા ઊંચ પદ નથી મેળવી શકતાં”

પ્રશ્ન :-
સૌથી ઊંચી મંઝિલ કઈ છે?

ઉત્તર :-
આત્મા જીવતે જીવ મરીને એક બાપ નો બને બીજું કોઈ યાદ ન આવે, દેહ-અભિમાન બિલકુલ છૂટી જાય - આ છે ઊંચી મંઝિલ. નિરંતર દેહી-અભિમાની અવસ્થા બની જાય - આ છે મોટી મંઝિલ. આનાથી જ કર્માતીત અવસ્થા પ્રાપ્ત કરશો.

ગીત :-
તૂ પ્યાર કા સાગર હૈ…

ઓમ શાંતિ!
હવે આ ગીત પણ ખોટું છે. પ્રેમ ની બદલે હોવું જોઈએ જ્ઞાન નાં સાગર. પ્રેમ નો કોઈ લોટો નથી હોતો. લોટો, ગંગાજળ વગેરે નો હોય છે. તો આ છે ભક્તિમાર્ગ ની મહિમા. આ છે ખોટું અને તે છે સાચ્ચું. બાપ પહેલાં-પહેલાં તો જ્ઞાન નાં સાગર છે. બાળકો માં થોડું પણ જ્ઞાન છે તો ખૂબ ઊંચું પદ પ્રાપ્ત કરે છે. બાળકો જાણે છે કે હવે આ સમયે આપણે બરોબર ચૈતન્ય દેલવાડા મંદિર ની જેવા છીએ. તે છે જડ દેલવાડા મંદિર અને આ છે ચૈતન્ય દેલવાડા. આ પણ વન્ડર છે ને? જ્યાં જડ યાદગાર છે ત્યાં તમે ચૈતન્ય આવીને બેઠાં છો. પરંતુ મનુષ્ય કાંઈ સમજે થોડી છે? આગળ ચાલીને સમજશે છે કે બરોબર આ ગોડ ફાધરલી યુનિવર્સિટી (ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય) છે, અહીં ભગવાન ભણાવે છે. આના કરતાં મોટી યુનિવર્સિટી બીજી કોઈ હોઈ ન શકે. અને આ પણ સમજશે કે આ તો બરોબર ચૈતન્ય દેલવાડા મંદિર છે. આ દેલવાડા મંદિર તમારું એક્યુરેટ યાદગાર છે. ઉપર છત માં સૂર્યવંશી-ચંદ્રવંશી છે, નીચે આદિ દેવ, આદિ દેવી અને બાળકો બેઠાં છે. આમનું નામ છે-બ્રહ્મા, પછી સરસ્વતી છે બ્રહ્મા ની પુત્રી. પ્રજાપિતા બ્રહ્મા છે તો જરુર ગોપ-ગોપીઓ પણ હશે ને? તે છે જડ ચિત્ર. જે ભૂતકાળ માં થઈને (બનીને) ગયા છે તેમનાં પછી ચિત્ર બનેલા છે. કોઈ મરે છે તો ઝટ તેમનું ચિત્ર બનાવી દે છે, તેમની પોઝિશન (પદ), બાયોગ્રાફી (જીવનચરિત્ર) ની તો ખબર નથી. ઓક્યુપેશન (કર્તવ્ય) ન લખે તો તે ચિત્ર કોઈ કામ નું ન રહે. ખબર પડે છે ફલાણાએ આ-આ કર્તવ્ય કર્યા છે. હવે આ જે દેવતાઓ નાં મંદિર છે, તેમનાં ઓક્યુપેશન, બાયોગ્રાફી ની કોઈને ખબર નથી. ઊંચા માં ઊંચા શિવબાબા ને કોઈ પણ જાણતા નથી. આ સમયે આપ બાળકો બધાની બાયોગ્રાફી ને જાણો છો. મુખ્ય કોણ-કોણ થઈને ગયા છે જેમને પૂજે છે? ઊંચા માં ઊંચા છે ભગવાન. શિવરાત્રી પણ મનાવે છે તો જરુર એમનું અવતરણ થયું છે, પરંતુ ક્યારે થયું? એમને શું આવીને કર્યું? આ કોઈને પણ ખબર નથી. શિવ ની સાથે છે જ બ્રહ્મા. આદિ દેવ અને આદિ દેવી કોણ છે, તેમને આટલી ભુજાઓ કેમ આપી છે? કારણકે વૃદ્ધિ તો થાય છે ને? પ્રજાપિતા બ્રહ્મા દ્વારા કેટલી વૃદ્ધિ થાય છે? બ્રહ્મા માટે જ કહે છે-૧૦૦ ભુજાઓ, હજાર ભુજાઓ વાળા. વિષ્ણુ તથા શંકર માટે આટલી ભુજાઓ નહીં કહેવાશે. બ્રહ્મા માટે કેમ કહે છે? આ પ્રજાપિતા બ્રહ્માની જ આખી વંશાવલી છે ને? આ કોઈ ભુજાઓ ની વાત નથી. તેઓ ભલે કહે છે હજાર ભુજાઓ વાળા બ્રહ્મા, પરંતુ અર્થ થોડી સમજે છે? હવે તમે પ્રેક્ટિકલ માં જુઓ બ્રહ્મા ની કેટલી ભુજાઓ છે? આ છે બેહદ ની ભુજાઓ. પ્રજાપિતા બ્રહ્મા ને તો બધા માને છે પરંતુ ઓક્યુપેશન નથી જાણતાં. આત્મા ની તો ભુજાઓ નથી હોતી, ભુજાઓ શરીર ની હોય છે. આટલાં કરોડ બ્રધર્સ (ભાઈઓ) છે તો તેમની ભુજાઓ કેટલી થઈ? પરંતુ પહેલાં જ્યારે કોઈ પૂરી રીતે જ્ઞાન ને સમજી જાય, ત્યાર પછી આ વાતો સંભળાવવાની છે. પહેલી-પહેલી મુખ્ય વાત છે એક, બાપ કહે છે મને યાદ કરો અને વારસા ને યાદ કરો પછી જ્ઞાન નાં સાગર પણ ગવાયેલું છે. કેટલાં અથાહ પોઈન્ટ્સ સંભળાવે છે. આટલાં બધા પોઈન્ટ્સ તો યાદ રહી ન શકે. તંત (સાર) બુદ્ધિ માં રહી જાય છે. અંત માં તંત થઈ જાય છે-મનમનાભવ.

જ્ઞાન નાં સાગર શ્રીકૃષ્ણ ને નહીં કહેવાશે. એ છે રચના. રચયિતા એક જ બાપ છે. બાપ જ સર્વ ને વારસો આપશે, ઘરે લઈ જશે. બાપ નું તથા આત્માઓ નું ઘર છે જ સાઈલેન્સ હોમ (શાંતિધામ). વિષ્ણુપુરી ને બાપ નું ઘર નહીં કહેવાશે. ઘર છે મૂળવતન, જ્યાં આત્માઓ રહે છે. આ બધી વાતો સેન્સિબલ (સમજદાર) બાળકો જ ધારણ કરી શકે છે. આટલું જ્ઞાન કોઈની બુદ્ધિ માં યાદ રહી ન શકે. ન આટલા કાગળ લખી શકે. આ મોરલીઓ પણ બધીજ ભેગી કરતા જાય તો આ આખા હોલ (ઓરડા) થી પણ વધારે થઈ જાય. તે ભણતર માં પણ કેટલાં અનેક પુસ્તકો હોય છે. પરીક્ષા પાસ કરી લીધી પછી તંત બુદ્ધિ માં બેસી જાય છે. બેરિસ્ટર ની પરીક્ષા પાસ કરી લીધી, એક જન્મ માટે અલ્પકાળ નું સુખ મળી જાય છે. તે છે વિનાશી કમાણી. તમને તો આ બાપ અવિનાશી કમાણી કરાવે છે-ભવિષ્ય માટે. બાકી જે પણ ગુરુ-ગોસાઈ વગેરે છે તે બધા વિનાશી કમાણી કરાવે છે. વિનાશ ની નજીક આવતા જાય છે, કમાણી ઓછી થતી જાય છે. તમે કહેશો કમાણી તો વધતી જાય છે, પરંતુ ના. આ તો બધું ખતમ થઈ જવાનું છે. પહેલાં રાજાઓ વગેરે ની કમાણી ચાલતી હતી. હવે તો તે પણ નથી. તમારી કમાણી તો કેટલો સમય ચાલે છે. તમે જાણો છો આ પૂર્વ-નિર્ધારિત ડ્રામા છે, જેને દુનિયામાં કોઈ નથી જાણતાં. તમારા માં પણ નંબરવાર છે, જેમની ધારણા થાય છે. ઘણાં તો બિલકુલ કાંઈ પણ સમજાવી નથી શકતાં. કોઈ કહે છે અમે મિત્ર-સંબંધીઓ વગેરેને સમજાવીએ છીએ, તે પણ તો અલ્પકાળ થયું ને? બીજાઓને પ્રદર્શન વગેરે કેમ નથી સમજાવતાં? પૂરી ધારણા નથી. પોતાને મિયામીઠ્ઠુ તો નથી સમજવાના ને? સર્વિસ (સેવા) નો શોખ છે તો જે સારી રીતે સમજાવે છે, તેમનું સાંભળવું જોઈએ. બાપ ઊંચ પદ પ્રાપ્ત કરાવવા આવ્યા છે તો પુરુષાર્થ કરવો જોઈએ ને? પરંતુ તકદીર માં નથી તો શ્રીમત પણ નથી માનતા, પછી પદ ભ્રષ્ટ થઈ જાય છે. ડ્રામા પ્લાન અનુસાર રાજધાની સ્થાપન થઈ રહી છે. તેમાં તો બધા પ્રકાર નાં જોઈએ ને? બાળકો સમજી શકે છે કોઈ સારી પ્રજા બનવાવાળા છે, કોઈ ઓછી સારી. બાપ કહે છે હું તમને રાજયોગ શીખવાડવા આવ્યો છું. દેલવાડા મંદિર માં રાજાઓ નાં ચિત્ર છે ને? જે પૂજ્ય બને છે એ જ પછી પુજારી બને છે. રાજા-રાણી નું પદ તો ઊંચુ છે ને? પછી વામમાર્ગ માં આવે છે ત્યારે પણ રાજાઈ અથવા મોટા-મોટા સાહૂકાર તો છે. જગન્નાથ નાં મંદિર માં બધાને તાજ દેખાડ્યો છે. પ્રજા ને તો તાજ નહીં હોય. તાજ વાળા રાજાઓ પણ વિકાર માં દેખાડે છે. સુખ-સંપત્તિ તો તેમને ખૂબ હશે. સંપત્તિ ઓછી-વધારે તો હોય છે. હીરા નાં મહેલ અને ચાંદી નાં મહેલો માં ફરક તો હોય છે. તો બાપ બાળકો ને કહેશે-સારો પુરુષાર્થ કરી ઊંચ પદ મેળવો. રાજાઓ ને સુખ વધારે હોય છે, ત્યાં બધા સુખી હોય છે. જેમ અહીં બધાને દુઃખ છે, બીમારી વગેરે તો બધાને હોય જ છે. ત્યાં સુખ જ સુખ છે, છતાં પણ પદ તો નંબરવાર છે. બાપ સદૈવ કહે છે પુરુષાર્થ કરતા રહો, સુસ્ત ન બનો. પુરુષાર્થ થી સમજાઈ જાય છે ડ્રામા અનુસાર આમની સદ્દગતિ આ પ્રકારે આટલી જ થાય છે.

પોતાની સદ્દગતિ માટે શ્રીમત પર ચાલવાનું છે. શિક્ષક ની મત પર સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ન ચાલે તો કોઈ કામ નાં નથી. નંબરવાર પુરુષાર્થ અનુસાર તો બધા છે. જો કોઈ કહે કે અમે આ નહીં કરી શકીએ તો બાકી શું શીખશે? શીખીને હોશિયાર થવું જોઈએ, જે કોઈપણ કહે આ સમજાવે તો ખૂબ સારું છે પરંતુ આત્મા જીવતે જીવ મરીને એક બાપ નો બને, બીજું કોઈ યાદ ન આવે, દેહ-અભિમાન છૂટી જાય-આ છે ઊંચી મંઝિલ. બધું જ ભૂલવાનું છે. પૂરી દેહી-અભિમાની અવસ્થા બની જાય-આ ઊંચી મંઝિલ છે. ત્યાં આત્માઓ છે જ અશરીરી પછી અહીં આવીને દેહ ધારણ કરે છે. હવે ફરી અહીં આ દેહ માં હોવા છતાં સ્વયં ને અશરીરી સમજવાનું છે. આ મહેનત ઘણી ભારે (વધારે) છે. સ્વયં ને આત્મા સમજી કર્માતીત અવસ્થા માં રહેવાનું છે. સાપ ને પણ અક્કલ છે ને-જૂની ખાલ છોડી દે છે. તો તમારે દેહ-અભિમાન થી કેટલું નીકળવાનું છે? મૂળવતન માં તો તમે છો જ દેહી-અભિમાની. અહીં દેહ માં રહેતાં સ્વયં ને આત્મા સમજવાનું છે. દેહ-અભિમાન તૂટી જવું જોઈએ. કેટલી ભારે (ઊંચી) પરીક્ષા છે. ભગવાન ને સ્વયં આવીને ભણાવવું પડે છે. આવું બીજા કોઈ કહી ન શકે કે દેહ નાં સર્વ સંબંધ છોડી મારા બનો, સ્વયં ને નિરાકાર આત્મા સમજો. કોઈ પણ ચીજ નું ભાન ન રહે. માયા એક-બીજા નાં દેહ માં ખૂબ ફસાવે છે એટલે બાબા કહે છે આ સાકાર ને પણ યાદ નથી કરવાનાં. બાબા કહે છે તમારે તો પોતાનાં દેહ ને પણ ભૂલવાનો છે, એક બાપ ને યાદ કરવાના છે. આમાં ખૂબ મહેનત છે. માયા સારા-સારા બાળકો ને પણ નામ-રુપ માં લટકાવી દે છે. આ આદત બહુ જ ખરાબ છે. શરીર ને યાદ કરવા - આ તો ભૂતો ની યાદ થઈ ગઈ. અમે કહીએ છીએ એક શિવબાબા ને યાદ કરો. તમે પછી ૫ ભૂતો ને યાદ કરતા રહો છો. દેહ સાથે બિલકુલ લગાવ ન હોવો જોઈએ. બ્રાહ્મણી પાસે થી પણ શીખવાનું છે, નહીં કે તેમનાં નામ-રુપ માં લટકવાનું છે. દેહી-અભિમાની બનવામાં જ મહેનત છે. બાબા ની પાસે ભલે ચાર્ટ ઘણાં બાળકો મોકલી દે છે પરંતુ બાબા તેનાં પર વિશ્વાસ નથી કરતાં. કોઈ તો કહે છે અમે શિવબાબા સિવાય બીજા કોઈને યાદ નથી કરતાં, પરંતુ બાબા જાણે છે - પાઈ પણ યાદ નથી કરતાં. યાદ ની તો ખૂબ મહેનત છે. ક્યાંક ને ક્યાંક ફસાઈ જાય છે. દેહધારી ને યાદ કરવા, આ તો ૫ ભૂતો ની યાદ છે. આને ભૂત પૂજા કહેવાય છે. ભૂત ને યાદ કરે છે. અહીં તો તમારે એક શિવબાબા ને યાદ કરવાના છે. પૂજા ની તો વાત નથી. ભક્તિ નું નામ-નિશાન ખોવાઈ જાય છે પછી ચિત્રો ને શું યાદ કરવાના છે. તે પણ માટી નાં બનેલા છે. બાપ કહે છે આ પણ બધું ડ્રામા માં નોંધ છે. હવે ફરી તમને પુજારી થી પૂજ્ય બનાવું છું. કોઈ પણ શરીર ને યાદ નથી કરવાના, એક બાપ સિવાય. આત્મા જ્યારે પાવન બની જશે તો પછી શરીર પણ પાવન મળશે. હમણાં તો આ શરીર પાવન નથી. પહેલાં આત્મા જ્યારે સતોપ્રધાન થી સતો, રજો, તમો માં આવે છે તો શરીર પણ તે અનુસાર મળે છે. હવે તમારો આત્મા પાવન બનતો જશે પરંતુ શરીર હમણાં પાવન નહીં બનશે. આ સમજવાની વાતો છે. આ પોઈન્ટ્સ પણ તેમની બુદ્ધિ માં બેસશે જે સારી રીતે સમજીને સમજાવતા રહે છે. સતોપ્રધાન આત્માએ બનવાનું છે. બાપ ને યાદ કરવાની જ ખૂબ મહેનત છે. ઘણાં ને તો જરા પણ યાદ નથી રહેતી. પાસ વિથ ઓનર બનવા માટે બુદ્ધિયોગ થોડો પણ ક્યાંય ન ભટકે. એક બાપ ની જ યાદ રહે. પરંતુ બાળકો નો બુદ્ધિયોગ ભટકતો રહે છે. જેટલા અનેક ને આપ સમાન બનાવશો એટલું જ પદ મળશે. દેહ ને યાદ કરવાવાળા ક્યારેય ઊંચું પદ મેળવી ન શકે. અહીં તો પાસ વિથ ઓનર થવાનું છે. મહેનત વગર આ પદ કેવી રીતે મળશે? દેહ ને યાદ કરવાવાળા કાંઈ પુરુષાર્થ નથી કરી શકતાં. બાપ કહે છે પુરુષાર્થ કરવાવાળા ને ફોલો (અનુકરણ) કરો. આ (બ્રહ્મા બાબા) પણ પુરુષાર્થી છે ને?

આ ખૂબ વિચિત્ર જ્ઞાન છે. દુનિયામાં કોઈને પણ ખબર નથી. કોઈની પણ બુદ્ધિ માં નહીં બેસે કે આત્મા નું પરિવર્તન કેવી રીતે થાય છે? આ બધી ગુપ્ત મહેનત છે. બાબા પણ ગુપ્ત છે. તમે રાજાઈ કેવી રીતે પ્રાપ્ત કરો છો, લડાઈ-ઝઘડો કાંઈ પણ નથી. જ્ઞાન અને યોગ ની જ વાત છે. આપણે કોઈ ની સાથે લડતા નથી. આ તો આત્મા ને પવિત્ર બનાવવા માટે મહેનત કરવાની છે. આત્મા જેમ-જેમ પતિત બનતો જાય છે શરીર પણ પતિત લે છે પછી આત્મા એ પાવન બનીને જવાનું છે, બહુ જ મહેનત છે. બાબા સમજી શકે છે-કોણ-કોણ પુરુષાર્થ કરે છે? આ છે શિવબાબા નો ભંડારો. શિવબાબા નાં ભંડારા માં તમે સર્વિસ કરો છો. સર્વિસ નહીં કરશો તો પાઈ પૈસા નું પદ જઈને મેળવશો. બાપ ની પાસે સર્વિસ માટે આવ્યા અને સર્વિસ ન કરી તો શું પદ મળશે? આ રાજધાની સ્થાપન થઈ રહી છે, આમાં નોકર-ચાકર વગેરે બધા બનશે ને? હમણાં તમે રાવણ પર જીત મેળવો છો, બાકી બીજી કોઈ લડાઈ નથી. આ સમજાવાય છે, કેટલી ગુપ્ત વાત છે. યોગબળ થી વિશ્વ ની બાદશાહી તમે લો છો. તમે જાણો છો આપણે આપણા શાંતિધામ નાં રહેવા વાળા છીએ. આપ બાળકો ને બેહદ નું ઘર જ યાદ છે. અહીં આપણે પાર્ટ ભજવવા આવ્યા છીએ પછી જઈએ છે પોતાનાં ઘરે. આત્મા કેવી રીતે જાય છે આ પણ કોઈ સમજતા નથી. ડ્રામા પ્લાન અનુસાર આત્માઓ ને આવવાનું જ છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ દેહધારી સાથે લગાવ નથી રાખવાનો. શરીર ને યાદ કરવા પણ ભૂતો ને યાદ કરવા છે, એટલે કોઈનાં નામ-રુપ માં નથી લટકવાનું. પોતાનાં દેહ ને પણ ભૂલવાનો છે.

2. ભવિષ્ય માટે અવિનાશી કમાણી જમા કરવાની છે. સેન્સિબલ બની જ્ઞાન નાં પોઈન્ટ્સ ને બુદ્ધિ માં ધારણ કરવાનાં છે. જે બાપે સમજાવ્યું છે તે સમજીને બીજાઓ ને સંભળાવવાનું છે

વરદાન :-
કલ્પ - કલ્પ નાં વિજય ની સ્મૃતિ નાં આધાર પર માયા દુશ્મન નું આહવાન કરવા વાળા મહાવીર વિજયી ભવ

મહાવીર વિજયી બાળકો પેપર ને જોઈને ગભરાતા નથી કારણકે ત્રિકાળદર્શી હોવાનાં કારણે જાણે છે કે અમે કલ્પ-કલ્પ નાં વિજયી છીએ. મહાવીર ક્યારેય એવું ન કહી શકે કે બાબા અમારી પાસે માયા ને ન મોકલો-કૃપા કરો, આશીર્વાદ કરો, શક્તિ આપો, શું કરું? કોઈ રસ્તો બતાવો… આ પણ કમજોરી છે. મહાવીર તો દુશ્મન ને આહવાન કરે છે કે આવો અને અમે વિજયી બનીએ.

સ્લોગન :-
સમય ની સૂચના છે-સમાન બનો, સંપન્ન બનો.

અવ્યક્ત ઈશારા - એકાંતપ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો

કોઈપણ સિદ્ધિ માટે એક તો એકાંત બીજી એકાગ્રતા બંને ની વિધિ દ્વારા સિદ્ધિ મેળવે છે. જેવી રીતે તમારા યાદગાર ચિત્રો દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવા વાળા ની વિશેષ બે વાતોની વિધિ અપનાવે છે-એકાંતવાસી અને એકાગ્રતા. આ જ વિધિ તમે પણ સાકાર માં અપનાવો. એકાગ્રતા ઓછી હોવાનાં કારણે જ દૃઢ નિશ્ચય ની કમી રહે છે. એકાંતવાસી ઓછા હોવાનાં કારણે જ સાધારણ સંકલ્પ બીજ ને કમજોર બનાવી દે છે એટલે આ વિધિ દ્વારા સિદ્ધિ-સ્વરુપ બનો.