21-03-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે પોતાનાં યોગબળ થી આખી સૃષ્ટિ ને પાવન બનાવવાની છે , તમે યોગબળ થી જ માયા પર જીત મેળવીને જગતજીત બની શકો છો”

પ્રશ્ન :-
બાપ નો પાર્ટ શું છે, એ પાર્ટ ને આપ બાળકોએ કયા આધાર પર જાણ્યો છે?

ઉત્તર :-
બાપ નો પાર્ટ છે - બધાનાં દુઃખ હરી ને (દૂર કરીને) સુખ આપવું, રાવણ ની જંજીરો (માયાજાળ માંથી) થી છોડાવવાં. જ્યારે બાપ આવે છે તો ભક્તિ ની રાત પૂરી થાય છે. બાપ તમને સ્વયં પોતાનો અને પોતાની મિલકત નો પરિચય આપે છે. તમે એક બાપ ને જાણવાથી જ બધું જાણી જાઓ છો.

ગીત :-
તુમ્હીં હો માતા, પિતા તુમ્હીં હો…

ઓમ શાંતિ!
બાળકોએ ઓમ્ શાંતિ નો અર્થ સમજ્યો છે, બાપે સમજાવ્યું છે આપણે આત્મા છીએ, આ સૃષ્ટિ ડ્રામા ની અંદર આપણો મુખ્ય પાર્ટ છે. કોનો પાર્ટ છે? આત્મા શરીર ધારણ કરી પાર્ટ ભજવે છે. તો બાળકોને હવે આત્મ-અભિમાની બનાવી રહ્યાં છે. આટલો સમય દેહ-અભિમાની હતાં. હવે સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવાના છે. આપણા બાબા આવેલા છે ડ્રામા પ્લાન અનુસાર. બાપ આવે પણ છે રાત્રિ માં. ક્યારે આવે છે? તેની તિથિ-તારીખ કાંઈ નથી. તિથિ-તારીખ તેમની હોય છે જે લૌકિક જન્મ લે છે. આ તો છે પારલૌકિક બાપ. એમનો લૌકિક જન્મ નથી. શ્રીકૃષ્ણ ની તિથિ, તારીખ, સમય વગેરે બધું આપે છે. આમનો તો કહેવાય છે દિવ્ય જન્મ. બાપ આમનાં માં પ્રવેશ કરીને બતાવે છે કે આ બેહદ નો ડ્રામા છે. આમાં અડધોકલ્પ છે રાત. જ્યારે રાત અર્થાત્ ઘોર અંધકાર થાય છે ત્યારે હું આવું છું. તિથિ-તારીખ કાંઈ નથી. આ સમયે ભક્તિ પણ તમોપ્રધાન છે. અડધો કલ્પ છે બેહદ નો દિવસ. બાપ સ્વયં કહે છે મેં આમનાં માં પ્રવેશ કર્યો છે. ગીતા માં છે ભગવાનુવાચ, પરંતુ ભગવાન મનુષ્ય હોઈ ન શકે. શ્રીકૃષ્ણ પણ દૈવી ગુણોવાળા છે. આ મનુષ્ય લોક છે. આ દેવલોક નથી. ગાય પણ છે બ્રહ્મા દેવતાય નમઃ… એ છે સૂક્ષ્મવતનવાસી. બાળકો જાણે છે ત્યાં હાડ-માસ નથી હોતાં. તે છે સૂક્ષ્મ સફેદ પડછાયો. જ્યારે મૂળવતન માં છે તો આત્મા ને નથી સૂક્ષ્મશરીર પડછાયા વાળું, નથી હાડકા વાળું. આ વાતો ને કોઈ પણ મનુષ્ય-માત્ર નથી જાણતાં. બાપ જ આવીને સંભળાવે છે, બ્રાહ્મણ જ સાંભળે છે, બીજા કોઈ નથી સાંભળતાં. બ્રાહ્મણ વર્ણ હોય જ છે ભારત માં, તે પણ ત્યારે હોય છે જ્યારે પરમપિતા પરમાત્મા પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ ધર્મ ની સ્થાપના કરે છે. હવે આમને રચયિતા પણ નહીં કહેવાશે. નવી રચના કોઈ રચતા નથી. ફક્ત રિજ્યુવનેટ (કાયાકલ્પ) કરે છે. બોલાવે પણ છે-હે બાબા, પતિત દુનિયા માં આવીને અમને પાવન બનાવો. હમણાં તમને પાવન બનાવી રહ્યાં છે. તમે પછી યોગબળ થી આ સૃષ્ટિ ને પાવન બનાવી રહ્યાં છો. માયા પર તમે જીત મેળવીને જગતજીત બનો છો. યોગબળ ને સાયન્સ બળ (વિજ્ઞાનબળ) પણ કહેવાય છે. ઋષિ-મુની વગેરે બધા શાંતિ ઈચ્છે છે પરંતુ શાંતિ નો અર્થ તો જાણતા નથી. અહીં તો જરુર પાર્ટ ભજવવાનો છે ને? શાંતિધામ છે સ્વીટ સાઈલેન્સ હોમ. આપ આત્માઓ ને હવે એ ખબર છે કે આપણું ઘર શાંતિધામ છે. અહીં આપણે પાર્ટ ભજવવા આવ્યાં છીએ. બાપ ને પણ બોલાવે છે - હે પતિત-પાવન, દુઃખહર્તા-સુખકર્તા, આવો, અમને આ રાવણ ની જંજીરો થી છોડાવો. ભક્તિ છે રાત, જ્ઞાન છે દિવસ. રાત મુર્દાબાદ થાય છે, પછી જ્ઞાન જિંદાબાદ થાય છે. આ રમત છે સુખ અને દુઃખ ની. તમે જાણો છો પહેલાં આપણે સ્વર્ગ માં હતાં પછી ઉતરતાં-ઉતરતાં આવીને નીચે હેલ માં પડ્યાં છીએ. કળિયુગ ક્યારે ખલાસ થશે પછી સતયુગ ક્યારે આવશે? આ કોઈ નથી જાણતું. તમે બાપ ને જાણવાથી બાપ દ્વારા બધું જ જાણી ગયા છો. મનુષ્ય ભગવાન ને શોધવા માટે કેટલાં ધક્કા ખાય છે. બાપ ને જાણતા જ નથી. જાણે ત્યારે જ્યારે બાપ આવીને પોતાનો અને મિલકત નો પરિચય આપે. વારસો બાપ પાસે થી જ મળે છે, મા પાસે થી નહીં. આમને મમ્મા પણ કહે છે, પરંતુ એમની પાસે થી વારસો નથી મળતો, આમને યાદ પણ નથી કરવાનાં. બ્રહ્મા, વિષ્ણુ, શંકર પણ શિવ નાં બાળકો છે-આ પણ કોઈ નથી જાણતાં. બેહદ ની આખી દુનિયા નાં રચયિતા એક જ બાપ છે. બાકી બધી છે તેમની રચના અથવા હદ નાં રચયિતા. હવે આપ બાળકોને બાપ કહે છે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થાય. મનુષ્ય બાપ ને નથી જાણતા તો કોને યાદ કરે? એટલે બાપ કહે છે કેટલાં નિધન નાં બની ગયા છે. આ પણ ડ્રામા માં નોંધ છે.

ભક્તિ અને જ્ઞાન બંને માં સૌથી શ્રેષ્ઠ કર્મ છે - દાન કરવું. ભક્તિમાર્ગ માં ઈશ્વર અર્થ દાન કરે છે. શા માટે? કોઈ કામના (ઈચ્છા) તો જરુર રહે છે. સમજે છે જેવાં કર્મ કરીશું તેવાં ફળ બીજા જન્મ માં મેળવીશું, આ જન્મ માં જે કરશે તેનું ફળ બીજા જન્મ માં મેળવશે. જન્મ-જન્માંતર નહીં મેળવશે. એક જન્મ માટે ફળ મળે છે. સૌથી સારા માં સારું કર્મ હોય છે દાન. દાની ને પુણ્યાત્મા કહેવાય છે. ભારત ને મહાદાની કહેવાય છે. ભારત માં જેટલું દાન થાય છે એટલું બીજા કોઈ ખંડ માં નથી. બાપ પણ આવીને બાળકો ને દાન કરે છે, બાળકો પછી બાપ ને દાન કરે છે. કહે છે બાબા તમે આવશો તો અમે પોતાનું તન-મન-ધન બધું તમારે હવાલે કરી દઈશું. તમારા વગર અમારું કોઈ નથી. બાપ પણ કહે છે મારા માટે આપ બાળકો જ છો. મને કહે છે જ હેવનલી ગોડફાધર અર્થાત્ સ્વર્ગ ની સ્થાપના કરવાવાળા. હું આવીને તમને સ્વર્ગ ની બાદશાહી આપું છું. બાળકો મારા અર્થ બધું જ આપી દે છે-બાબા, બધું જ તમારું છે. ભક્તિમાર્ગ માં પણ કહેતાં હતાં-બાબા આ બધું તમારું આપેલું છે. પછી તે ચાલ્યું જાય છે તો દુઃખી થઈ જાય છે. તે છે ભક્તિ નું અલ્પકાળ નું સુખ. બાપ સમજાવે છે ભક્તિમાર્ગ માં તમે મને દાન-પુણ્ય કરો છો ઇનડાયરેક્ટ (પરોક્ષ રીતે). તેનું ફળ તો તમને મળતું રહે છે. હવે આ સમયે હું તમને કર્મ-અકર્મ-વિકર્મ નાં રહસ્ય સમજાવું છું. ભક્તિમાર્ગ માં તમે જેવાં કર્મ કરો છો તેનું અલ્પકાળ સુખ પણ મારા દ્વારા તમને મળે છે. આ વાતો ની દુનિયામાં કોઈને ખબર નથી. બાપ જ આવીને કર્મો ની ગતિ સમજાવે છે. સતયુગ માં ક્યારેય કોઈ ખરાબ કર્મ કરતા જ નથી. સદૈવ સુખ જ સુખ છે. યાદ પણ કરે છે સુખધામ, સ્વર્ગ ને. હમણાં બેઠાં છે નર્ક માં. છતાં પણ કહી દે છે-ફલાણા સ્વર્ગ પધાર્યાં. આત્મા ને સ્વર્ગ કેટલું ગમે છે! આત્મા જ કહે છે ને-ફલાણા સ્વર્ગ પધાર્યાં. પરંતુ તમોપ્રધાન હોવાનાં કારણે તેમને કાંઈ ખબર નથી પડતી કે સ્વર્ગ શું, નર્ક શું છે? બેહદ નાં બાપ કહે છે તમે બધા કેટલાં તમોપ્રધાન બની ગયા છો. ડ્રામા ને તો જાણતા નથી. સમજે પણ છે કે સૃષ્ટિ નું ચક્ર ફરે છે તો જરુર હૂબહૂ ફરશે ને? તે ફક્ત કહેવા માત્ર કહી દે છે. હમણાં આ છે સંગમયુગ. આ એક જ સંગમયુગ નું ગાયન છે. અડધોકલ્પ દેવતાઓ નું રાજ્ય ચાલે છે પછી તે રાજ્ય ક્યાં ચાલ્યું જાય છે, કોણ જીતી લે છે? આ પણ કોઈને ખબર નથી. બાપ કહે છે રાવણ જીતી લે છે. તેમણે પછી દેવતાઓ અને અસુરો ની લડાઈ બેસીને દેખાડી છે.

હવે બાપ સમજાવે છે - ૫ વિકારો રુપી રાવણ થી હારો છો પછી જીત પણ મેળવો છો રાવણ પર. તમે તો પૂજ્ય હતાં પછી પુજારી પતિત બની જાઓ છો તો રાવણ થી હાર્યા ને? આ તમારો દુશ્મન હોવાનાં કારણે તમે સદૈવ બાળતા આવ્યાં છો. પરંતુ તમને ખબર નથી. હવે બાપ સમજાવે છે રાવણ નાં કારણે તમે પતિત બન્યાં છો. આ વિકારો ને જ માયા કહેવાય છે. માયાજીત, જગતજીત. આ રાવણ સૌથી જૂનો દુશ્મન છે. હવે શ્રીમત થી તમે આ ૫ વિકારો પર જીત મેળવો છો. બાપ આવ્યાં છે જીત પહેરાવવાં. આ રમત છે ને? માયા થી હારે હાર, માયા થી જીતે જીત. જીત બાપ જ અપાવે છે એટલે એમને સર્વશક્તિવાન્ કહેવાય છે. રાવણ પણ ઓછો શક્તિવાન્ નથી. પરંતુ તે દુઃખ આપે છે એટલે ગાયન નથી. રાવણ છે બહુ જ દુશ્તર. તમારી રાજાઈ જ છીનવી લે છે. હવે તમે સમજી ગયા છો-આપણે કેવી રીતે હારીએ છીએ પછી કેવી રીતે જીત મેળવીએ છીએ? આત્મા ઈચ્છે પણ છે અમને શાંતિ જોઈએ. અમે પોતાનાં ઘરે જઈએ. ભક્ત ભગવાન ને યાદ કરે છે પરંતુ પથ્થર બુદ્ધિ હોવાનાં કારણે સમજતા નથી. ભગવાન બાબા છે, તો બાપ પાસે થી જરુર વારસો મળતો હશે. મળે પણ જરુર છે પરંતુ ક્યારે મળે છે પછી કેવી રીતે ગુમાવે છે? આ નથી જાણતાં. બાપ કહે છે હું આ બ્રહ્મા તન દ્વારા તમને બેસીને સમજાવું છું. મને પણ ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો) જોઈએ ને? મને પોતાની કર્મેન્દ્રિયો તો નથી. સૂક્ષ્મવતન માં પણ કર્મેન્દ્રિયો છે. ચાલતાં-ફરતાં જેમ મુવી, બાઈસ્કોપ હોય છે, આ મુવી, ટોકી બાઈસ્કોપ નીકળ્યાં છે તો બાપ ને પણ સમજાવવા માં સહજ થાય છે. તેમનું છે બાહુબળ, તમારું છે યોગબળ. તે બે ભાઈઓ પણ જો પરસ્પર મળી જાય તો વિશ્વ પર રાજ્ય કરી શકે છે. પરંતુ હમણાં તો ફૂટ પડેલી છે. આપ બાળકો ને સાઈલેન્સ (શાંતિ) નો શુદ્ધ ઘમંડ રહેવો જોઈએ. તમે મનમનાભવ નાં આધાર થી સાઈલેન્સ દ્વારા જગતજીત બની જાઓ છો. તે છે સાયન્સ ઘમંડી. તમે સાઈલેન્સ ઘમંડી પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો છો. યાદ થી તમે સતોપ્રધાન બની જશો. ખૂબ સહજ ઉપાય બતાવે છે. તમે જાણો છો શિવબાબા આવ્યાં છે આપણને બાળકો ને ફરીથી સ્વર્ગ નો વારસો આપવાં. તમારા જે પણ કળિયુગી કર્મબંધન છે, બાપ કહે છે તેને ભૂલી જાઓ. ૫ વિકાર પણ મને દાન માં આપી દો. તમે જે મારું-મારું કરતા આવ્યાં છો, મારો પતિ, મારા ફલાણા, આ બધું ભૂલતા જાઓ. આ બધું જોવા છતાં પણ તેમાંથી મમત્વ કાઢી નાખો. આ વાત બાળકોને જ સમજાવે છે. જે બાપ ને જાણતા જ નથી, તે તો આ ભાષા ને પણ સમજી ન શકે. બાપ આવીને મનુષ્ય થી દેવતા બનાવે છે. દેવતાઓ હોય જ છે સતયુગ માં. કળિયુગ માં હોય છે મનુષ્ય. હજી સુધી તેમની નિશાનીઓ છે અર્થાત્ ચિત્ર છે. મને કહે જ છે પતિત-પાવન. હું તો ડીગ્રેડ (પતિત) થતો નથી. તમે કહો છો અમે પાવન હતાં પછી ડીગ્રેડ થઈને પતિત બન્યાં છીએ. હવે આપ આવીને પાવન બનાવો તો અમે પોતાનાં ઘરે જઈએ. આ છે સ્પ્રિચ્યુઅલ (આધ્યાત્મિક) નોલેજ. અવિનાશી જ્ઞાન-રત્ન છે ને? આ છે નવી નોલેજ. હમણાં તમને આ નોલેજ શિખવાડું છું. રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય બતાવું છું. હમણાં આ તો છે જૂની દુનિયા. આમાં તમારા જે પણ મિત્ર, સંબંધી વગેરે છે, દેહ સહિત બધા માંથી મમત્વ કાઢી નાખો.

હવે આપ બાળકો પોતાનું બધું બાપ ને હવાલે કરો છો. બાપ પછી સ્વર્ગ ની બાદશાહી ૨૧ જન્મો માટે તમારે હવાલે કરી આપે છે. લેવડ-દેવડ તો થાય છે ને? બાપ તમને ૨૧ જન્મો માટે રાજ્ય-ભાગ્ય આપે છે. ૨૧ જન્મ, ૨૧ પેઢી ગવાય છે ને અર્થાત્ ૨૧ જન્મ પૂરું જીવન ચાલે છે. વચ્ચે ક્યારેય શરીર છૂટી નથી શકતું. અકાળે મૃત્યુ નથી થતું. તમે અમર બની અને અમરપુરી નાં માલિક બનો છો. તમને ક્યારેય કાળ ખાઈ ન શકે. હમણાં તમે મરવા માટે પુરુષાર્થ કરી રહ્યાં છો. બાપ કહે છે દેહ સહિત દેહ નાં બધા સંબંધ છોડી એક બાપ સાથે સંબંધ રાખવાનો છે. હવે જવાનું જ છે સુખ નાં સંબંધ માં. દુઃખ નાં બંધનો ને ભૂલતા જશો. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પવિત્ર બનવાનું છે. બાપ કહે છે મામેકમ્ યાદ કરો, સાથે-સાથે દૈવી ગુણ પણ ધારણ કરો. આ દેવતાઓ જેવું બનવાનું છે. આ છે મુખ્ય-ઉદ્દેશ. આ લક્ષ્મી-નારાયણ સ્વર્ગ નાં માલિક હતાં, તેમણે કેવી રીતે રાજ્ય મેળવ્યું? પછી ક્યાં ગયાં? આ કોઈને ખબર નથી. હવે આપ બાળકોએ દૈવી ગુણ ધારણ કરવાના છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું. બાપ છે જ દુઃખહર્તા, સુખકર્તા. તો તમારે પણ સુખ નો રસ્તો બધાને બતાવવાનો છે અર્થાત્ આંધળાઓ ની લાઠી બનવાનું છે. હમણાં બાપે તમને જ્ઞાન નું ત્રીજું નેત્ર આપ્યું છે. તમે જાણો છો બાપ કેવી રીતે પાર્ટ ભજવે છે. હમણાં બાપ જે તમને ભણાવી રહ્યાં છે પછી આ ભણતર પ્રાયઃલોપ થઈ જશે. દેવતાઓ માં આ નોલેજ રહેતી નથી. તમે બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ જ રચયિતા અને રચના નાં જ્ઞાન ને જાણો છો. બીજા કોઈ જાણી નથી શકતાં. આ લક્ષ્મી-નારાયણ વગેરે માં પણ જો આ જ્ઞાન હોત તો પરંપરા ચાલ્યું આવત. ત્યાં જ્ઞાન ની જરુર જ નથી રહેતી કારણકે ત્યાં છે જ સદ્દગતિ. હવે તમે બધું જ બાપ ને દાન આપો છો તો પછી બાપ તમને ૨૧ જન્મો માટે બધું આપી દે છે. આવું દાન ક્યારેય થતું નથી. તમે જાણો છો આપણે સર્વંશ (સર્વસ્વ) આપીએ છીએ - બાબા, આ બધું જ તમારું છે, તમે જ અમારું બધું છો. ત્વમેવ માતા ચ પિતા… પાર્ટ તો ભજવે છે ને? બાળકોને એડોપ્ટ પણ કરે છે પછી સ્વયં જ ભણાવે છે. પછી સ્વયં જ ગુરુ બની બધાને લઈ જાય છે. કહે છે તમે મને યાદ કરો તો પાવન બની જશો પછી તમને સાથે લઈ જઈશ. યજ્ઞ રચાયેલો છે. આ છે શિવ જ્ઞાન-યજ્ઞ, આમાં તમે તન-મન-ધન બધું સ્વાહા કરી દો છો. ખુશી થી બધું અર્પણ થઈ જાય છે. બાકી આત્મા રહી જાય છે. બાબા, બસ હવે અમે તમારી શ્રીમત પર જ ચાલીશું. બાપ કહે છે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પવિત્ર બનવાનું છે. ૬૦ વર્ષ ની આયુ જ્યારે થાય છે તો વાનપ્રસ્થ અવસ્થા માં જવાની તૈયારી કરે છે પરંતુ તે કોઈ પાછા જવા માટે થોડી તૈયારી કરે છે? હમણાં તમે સદ્દગુરુ નો મંત્ર લો છો મનમનાભવ. ભગવાનુવાચ-તમે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. બધાને કહો તમારા બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. શિવબાબા ને યાદ કરો, હવે જવાનું છે પોતાનાં ઘરે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કળિયુગી સર્વ કર્મબંધનો ને બુદ્ધિ થી ભૂલી ૫ વિકારો નું દાન કરી આત્મા ને સતોપ્રધાન બનાવવાનો છે. એક જ સાઈલેન્સ નાં શુદ્ધ ઘમંડ માં રહેવાનું છે.

2. આ રુદ્ર યજ્ઞ માં ખુશી થી પોતાનું તન-મન-ધન બધું અર્પણ કરી સફળ કરવાનું છે. આ સમયે બધું બાપ નાં હવાલે કરી ૨૧ જન્મો ની બાદશાહી બાપ પાસે થી લઈ લેવાની છે.

વરદાન :-
રોબ નાં અંશ નો પણ ત્યાગ કરવા વાળા સ્વમાનધારી પુણ્ય આત્મા ભવ

સ્વમાનધારી બાળકો બધાને માન આપવા વાળા દાતા હોય છે. દાતા અર્થાત્ રહેમદિલ. એમનાં માં ક્યારેય કોઈ પણ આત્મા પ્રત્યે સંકલ્પ માત્ર પણ રોબ નથી રહેતો. આ એવાં કેમ? આવું ન કરવું જોઈએ, ન થવું જોઈએ, જ્ઞાન આવું કહે છે શું…? આ પણ સૂક્ષ્મ રોબ નો અંશ છે. પરંતુ સ્વમાનધારી પુણ્ય આત્માઓ નીચે પડેલા ને ઉઠાવશે, સહયોગી બનાવશે તે ક્યારેય આ સંકલ્પ પણ ન કરી શકે કે આ તો પોતાનાં કર્મો નું ફળ ભોગવી રહ્યાં છે, કરશે તો જરુર મેળવશે… આમને નીચે પડવું જ જોઈએ… આવાં સંકલ્પ આપ બાળકો નાં નથી હોતાં.

સ્લોગન :-
સંતુષ્ટતા અને પ્રસન્નતા ની વિશેષતા ઉડતી કળા નો અનુભવ કરાવે છે.

અવ્યક્ત ઈશારા - સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો

સત્યતા ની શક્તિ ની નિશાની છે “નિર્ભયતા”. કહેવાય છે ‘સચ તો બિઠો નચ’ અર્થાત્ સત્યતા ની શક્તિવાળા સદા બેફિકર નિશ્ચિંત હોવાનાં કારણે, નિર્ભય હોવાનાં કારણે ખુશી માં નાચતા રહેશે. જો પોતાનાં સંસ્કાર તથા સંકલ્પ કમજોર છે તો તે કમજોરી મન ની સ્થિતિ ને હલચલ માં લાવે છે એટલે પહેલાં પોતાની સુક્ષ્મ કમજોરીઓ ને અવિનાશી રુદ્ર-યજ્ઞ માં સ્વાહા કરો.