21-06-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 15.11.2010
બાપદાદા મધુબન
“ સ્વ - પરિવર્તન ની ગતિ
ને તીવ્ર કરી સંસ્કાર - સ્વભાવ ની સમાપ્તિ નો સમારોહ મનાવો , દરેક
સંકલ્પ , બોલ અને
કર્મ માં બ્રહ્મા બાપ ને કોપી કરો”
આજે બાપદાદા બધાનાં
મસ્તક પર ત્રણ ભાગ્ય ની ચમકતી નિશાનીઓ જોઈ રહ્યાં છે. એક છે બાપ દ્વારા પાલના નું
ભાગ્ય, બીજું છે શિક્ષક રુપ માં શિક્ષા નું ભાગ્ય, ત્રીજું છે સદ્દગુરુ દ્વારા
વરદાનો નું ભાગ્ય. ત્રણેય ભાગ્ય ચમકતા જોઈ રહ્યાં છે. દરેક નું મસ્તક ત્રણેય ભાગ્ય
થી ચમકી રહ્યું છે. આવું ભાગ્ય બીજા કોઈનાં મસ્તક માં ચમકતું દેખાતું નથી. પરંતુ
તમારા બધાનું મસ્તક ભાગ્ય થી ચમકી રહ્યું છે. તમે બધા પણ પોતાનાં ભાગ્ય ને જોઈ રહ્યાં
છો ને! બાપદાદાએ જોયું ભાગ્ય તો બધાને મળ્યું છે પરંતુ ભાગ્ય ની ચમક બધાની એક જેવી
નથી. કોઈની ચમક ખૂબ તેજ છે, કોઈની ચમક થોડી ઓછી દેખાય છે. આમ બાપદાદાએ બધાને એક સાથે
એક જેવું જ ભાગ્ય આપ્યું છે. ભણતર એક જ ભણાવે છે. પાલના એક જેવી આપી છે અને વરદાન
પણ એક જેવાં આપ્યાં છે. આદિ રત્ન કે પાછળ આવવા વાળા બધાને એક જ મોરલી દ્વારા પાલના
મળે છે, ભણતર મળે છે. વરદાન પણ એક જ બધાને મળે છે. આદિ રત્નો ની મોરલી અલગ નથી હોતી,
એક જ હોય છે. પરંતુ નંબરવાર ચમકતું ભાગ્ય દેખાઈ રહ્યું છે. બાપદાદા નાં પ્રેમ ની
પાલના બધાને એક જેવી મળી રહી છે. દરેક નાં મુખ થી આ જ નીકળે “મારા બાબા”, ભલે આગળ
આવવા વાળા, ભલે પાછળ આવવા વાળા પરંતુ દરેક પોતાનાં અધિકાર થી કહે છે “મારા બાબા”.
કોઈથી પણ પૂછો બાપ થી પ્રેમ મળ્યો છે? તો ફલક થી કહે છે મને બાપ નો પ્રેમ સૌથી વધારે
મળે છે. આ ‘મારા બાબા’ દિલ થી કહેવાવાળા શું ફલક થી કહે છે? કે મારો પ્રેમ સૌથી
વધારે છે. બાબા નો પ્રેમ પહેલાં મારા થી છે કારણકે પ્રેમ જ બાપ ની પાલના છે. આ મારા
બાબા માનવાથી તમે બાબા નાં બની ગયાં અને બાપ તમારા બની ગયાં.
આજે તમે બધા આવ્યાં
છો તો પ્રેમ નાં પ્લેન માં આવ્યાં છો ને? પ્રેમે ખેંચીને બધાને અહીં લાવ્યાં છે. બધા
પ્રેમથી આરામ થી પહોંચી ગયાં. આ પરમાત્મ-પ્રેમ ફક્ત હમણાં સંગમ પર પ્રાપ્ત થાય છે.
ભવિષ્ય દેવ આત્માઓનો પ્રેમ પ્રાપ્ત થાય છે પરંતુ પરમાત્મ-પ્રેમ આ એક જન્મ માં
પ્રાપ્ત થાય છે. તો બાપદાદા પણ એવાં પાત્ર આત્માઓને જોઈને શું કહે છે? વાહ બાળકો
વાહ! તમે જ કોટો માં કોઈ પાત્ર બન્યાં છો અને દરેક કલ્પ તમે જ પાત્ર બનશો. એવો નશો
ચાલતાં-ફરતાં રહે છે ને! તમારું દિલ પણ આ ગીત ગાય છે વાહ મારું ભાગ્ય! આ ગીત ગાતા
રહો છો ને! બાપ ને પણ ખુશી થાય છે કે આ બધા બાળકો અધિકારી છે. પોતાને કોઈ પણ
પરમાત્મ-પ્રેમ માં ઓછું નથી સમજતાં. પ્રેમ માં બધા પાસ છે. બાપદાદા પૂછે છે કે સૌથી
વધારે પ્રેમ કોનો છે? તો કોણ કહેશે? બધા જાણે છે કે અમારો પ્રેમ ઓછો નથી, બાપ પણ કહે
છે પ્રેમ નાં સબ્જેક્ટ માં બધા પાસ છે ત્યારે મારા બાબા કહો છો. કેટલો પ્રેમ છે, તે
દરેક જાણો છો. તો બાપદાદાએ જોયું કે પ્રેમ માં તો બધા પાસ છે પરંતુ હવે સમય પ્રમાણે
સ્વ-પરિવર્તન, એની પણ આવશ્યકતા છે. ફક્ત સ્વ-પરિવર્તન, વિશેષ સંભળાવ્યું પણ હતું કે
આ સમયે સ્વ-પરિવર્તન માં વિશેષ સંસ્કાર પરિવર્તન, સ્વભાવ પરિવર્તન, એની આવશ્યકતા
છે.
હવે સ્વ-પરિવર્તન ની
ગતિ ફાસ્ટ જોઈએ. કરો પણ છો, અટેન્શન પણ છે પરંતુ ગતિ હવે ફાસ્ટ જોઈએ. બાપદાદા ને
યાદ છે પહેલાં પણ બાપ થી વાયદો કર્યો કે નવાં વર્ષ માં સ્વ-પરિવર્તન, સંસ્કાર
પરિવર્તન કરવાનાં જ છે પરંતુ બાપદાદાએ જોયું કે સંસ્કાર પરિવર્તન માં જેટલો ફાસ્ટ
પુરુષાર્થ જોઈએ, એની ગતિ વધારે ફાસ્ટ જોઈએ. તમે બધા શું સમજો છો કે સમય પ્રમાણે
જેટલી ફાસ્ટ ગતિ જોઈએ એ અનુસાર દરેક નો તીવ્ર પુરુષાર્થ છે કે વધારે હોવો જોઈએ?
કારણકે સમય અનુસાર, સમય માં પરિવર્તન ફાસ્ટ થઈ રહ્યું છે તો તમારું પણ તીવ્ર
પરિવર્તન ત્યારે થશે જે સંકલ્પ કર્યો અને થયો, અયથાર્થ સંકલ્પ એવો સમાપ્ત થવો જોઈએ
જેમ કે કોઈ કાગળ પર બિંદી લગાવો. કેટલા સમય માં લાગશે? અયથાર્થ અર્થાત્ ફાલતું
સંકલ્પ, એટલાં ફાસ્ટ પરિવર્તન થવા જોઈએ. શું એવી ગતિ જે બાપદાદા ઈચ્છે છે તે કરી શકો
છો? છે હિંમત? જે સમજે છે કે હમણાંથી આટલી રફતાર થી બિંદી લગાવી શકીએ છીએ, હિંમતે
બાળકો મદદ બાપ, તે હાથ ઉઠાવો. બાપદાદા બાળકો નાં દૃઢ સંકલ્પ જોઈ મુબારક આપે છે.
બાપદાદાએ પહેલાં પણ સંભળાવ્યું છે કે દૃઢ સંકલ્પ નો સંકલ્પ છે - કરવાનું જ છે. તો
આજ ની સભામાં બધાએ આ સંકલ્પ દૃઢ સંકલ્પ કર્યો છે ને! તમે જોયું, દાદીઓએ જોયું, બધાએ,
મેજોરીટીએ હાથ ઉઠાવ્યો. જોયું! તો કાલ થી સ્વભાવ-સંસ્કાર સમાપ્તિ ની સેરીમની મનાવવી
જોઈએ. મનાવીએ? જેમને હાથ ઉઠાવ્યો તે હાથ ઉઠાવો, સેરીમની મનાવીએ? આની સેરીમની તો ખૂબ
ધૂમધામ થી મનાવજો. જેવી રીતે લક્ષ હિંમત નું રાખ્યું છે તેવી રીતે લક્ષણ પણ હિંમત
નાં રાખશો તો કોઈ મોટી વાત નથી. જ્યારે લક્ષ જ છે બાપ સમાન બનવાનું તો હવે લક્ષ અને
લક્ષણ એક કરવાનાં છે. ફોલો બ્રહ્મા બાપ. જે પણ સંકલ્પ, બોલ, કર્મ કરો પહેલાં બ્રહ્મા
બાપ થી મેળવવો. કોપી કરો. દુનિયામાં કોપી કરવાની મનાઈ છે, પરંતુ બાપદાદા કહે છે
બ્રહ્મા બાપ ને કોપી કરો. નિરાકાર બાપ માટે તો કહીશું એમને દેહ નથી, તો દેહભાન શું
છે! પરંતુ બ્રહ્મા બાપ દેહધારી રહ્યાં છે. હકીકત માં જુઓ તમે જે સરેન્ડર થયાં,
સરેન્ડર થવા વાળા હાથ ઉઠાવો, જે સરેન્ડર છે તે હાથ ઉઠાવો. જ્યારે સરેન્ડર થયા તો
શું સંકલ્પ કર્યો? બાબા આ તન, મન, ધન બધું તમારું. એવી રીતે કર્યું ને! કર્યું?
કર્યું હતું? આમાં હાથ ઉઠાવો. તો હવે સરેન્ડર કર્યું, મારું નથી, તન પણ મારું નથી,
ધન પણ મારું નથી, જેવી રીતે બ્રહ્મા બાપે બાપ ની સેવા અર્થ શરીર આપી દીધું, તો
બ્રહ્મા બાપ જાણતાં હતાં કે આ શરીર મારું નથી, સેવાર્થ છે. તો જ્યારે તમે તન, મન,
ધન ત્રણેય અર્પણ કર્યું તો તમારું શરીર બાપ ની સેવાર્થ નિમિત્ત છે. જેવી રીતે
બ્રહ્મા બાપ નું શરીર સેવા અર્થ રહ્યું. તો તમારું શરીર તમારું નથી, સેવાર્થ છે. તો
આ જે સંસ્કાર છે દેહ-અભિમાન કે દેહભાન નાં, આ હોવાં જોઈએ? જો આ સ્મૃતિ માં રાખો કે
આ તન વિશ્વ સેવા અર્થ છે, મારું નથી, બાપે તમને સેવાર્થ આપ્યું છે. તો દેહભાન કે
દેહ-અભિમાન, દેહ-અભિમાન વધારે નુકસાન કરે છે. દેહભાન એનાથી હલ્કું છે, પરંતુ બંને
જ્યારે આપી દીધું, ફોર્મ ભરો છો તો શું લખો છો? ટીચર્સ ફોર્મ ભરાવે છે ને, તો શું
ભરાવો છો? કે આ મારું જીવન હમણાં સેવા પ્રત્યે છે. જે પણ બ્રાહ્મણ બને છે એ બધાનો
બાપ થી વાયદો છે - તન, મન, ધન બાપ નું, મારું નથી. તો આ સંસ્કાર જે ઉત્પન્ન થાય છે
તે દેહભાન કે દેહ-અભિમાન નાં હોય છે એટલે જે આજે પણ વાયદો કર્યો છે, સંસ્કાર સમાપ્તિ
નો, કારણકે જે વિઘ્ન નાખે છે બાપ ને પ્રત્યક્ષ કરવામાં, બધાને ઉમંગ આ છે, બાપદાદા
સાંભળતા રહે છે, કહેતા પણ રહો છો કે બાપ ને પ્રત્યક્ષ કરવાના છે. હમણાં સુધી
બ્રહ્માકુમારીઓ, બ્રહ્માકુમાર પ્રત્યક્ષ થયા છે, ભગવાન બાપ આવી ગયાં, આ બાપ ની
પ્રત્યક્ષતા ગુપ્ત છે. પુરુષાર્થ કરી રહ્યાં છે પરંતુ આ પ્રત્યક્ષ અવાજ ફેલાય, અમારા
બાબા આવી ગયાં, ભગવાનુવાચ છે, ન કે બ્રહ્માકુમારીઓનાં વાચ છે. હવે આ પ્રત્યક્ષતા
થવાની જ છે, આ સ્વભાવ-સંસ્કાર પરિવર્તન થવાથી તમારા એક-એક નાં ચહેરા અને ચલન થી
પ્રત્યક્ષ થશે. બાપને પ્રત્યક્ષ કરવાનાં છે, કરી રહ્યાં છો પરંતુ બધાનાં કાન માં આ
અવાજ ગુંજે ભગવાન આવી ગયાં, બાપ આવી ગયાં, થવાનું છે ને! હાથ ઉઠાવો થવાનું છે, થવાનું
છે? હાથ તો ખૂબ સારો ઉઠાવ્યો. બાપદાદા ખુશ છે કે બધાનાં મન માં લગન છે અને થવાનું જ
છે. એનાં માટે જેમ કાલ થી સંસ્કાર-સ્વભાવ ને પરિવર્તન કરશો એમ જ એનું સાધન છે કે
દરેક જે પણ બ્રાહ્મણ છે, દરેક બ્રાહ્મણ ને પોતાનાં ચાર્ટ માં શુભ ભાવના, શુભકામના
નું વિશેષ અટેન્શન રાખવું પડશે. જેવી રીતે દુનિયા વાળા ને કામ આપ્યું કે કેટલો સમય
શુભ ભાવના, શુભકામના રાખી શકો છો, એમને કહ્યું રાખી શકો છો અને તમે તો રાખી જ શકો
છો. કોઈ પણ સમયે કોઈનો પણ સ્વભાવ-સંસ્કાર ત્યારે સામનો કરે છે જ્યારે શુભભાવના,
શુભકામના, એ આત્મા પ્રત્યે એ સમયે નથી. તો તમે પણ જો અમૃતવેલા સંકલ્પ કરો કે મારે
દરેક આત્મા પ્રત્યે શુભભાવના, શુભકામના રાખવાની જ છે તો જે સંકલ્પ કર્યો, પરિવર્તન
કરવાનું જ છે, તે પૂરો કરી શકશો. વાતો આવશે, વાતો નું કામ છે આવવાનું, માયા છે ને!
અને તમારું કામ છે વિજય પ્રાપ્ત કરવાનું. તો કાલે પરસ્પર ગ્રુપ બનાવી જે નિમિત્ત છે
એમની પરસ્પર રુહરિહાન કરી જે સંકલ્પ કર્યો છે, એને હવે પ્રેક્ટિકલ માં કેવી રીતે
લાવીએ, એના પર રુહરિહાન કરજો. સમાપ્ત, બિંદી લગાવી દેજો. હાથ તો ઉઠાવ્યો છે ને! આગળ
વાળાએ હાથ ઉઠાવ્યો. તો તમારે નિમિત્ત બનવું પડશે. જેવી રીતે બ્રહ્મા બાપ આગળ કેટલાં
સંસ્કાર વાળા પહેલાં-પહેલાં આવ્યાં, આદિ માં બ્રહ્મા બાપે કેટલાં સંસ્કારો નો ખેલ
જોયો. પરંતુ બાપ નાં સહયોગ થી આગળ વધતા બીજાઓને પણ વધારતા રહ્યાં, જેની રીઝલ્ટ આજે
કેટલી સંખ્યા થઈ ગઈ છે. હલાવવા વાળી વાતો આવતા પણ અચળ રહ્યાં. એનાં પરિણામે કેટલાં
સેન્ટર ખુલ્યાં, કેટલાં પ્રોગ્રામ થઈ રહ્યાં છે.
આજકાલ કેટલાં
પ્રોગ્રામ થઈ રહ્યાં છે? થયા છે ને! આ પૂરી રીઝલ્ટ બ્રહ્મા બાપ ની હિંમત, પહેલાં
એકલા બ્રહ્મા બાપ હતાં, તમે પાછળ આવ્યાં છો પરંતુ એકલા હિંમત રાખી આગળ વધ્યાં.
રીઝલ્ટ માં પ્રેક્ટિકલ પ્રમાણ તમે બધા સાથી છો. તો છે ને હિંમત! બ્રહ્મા બાપે એકલા
હિંમત રાખી, તમે તો ઘણા સાથી છો. તો ફોલો ફાધર. બધા પોતાને બ્રહ્મા બાપ નાં બાળકો,
સાથી બાળકો સમજો છો ને, સાથે છીએ સાથે ચાલીશું અને બ્રહ્મા બાપ ની સાથે રાજ્ય માં
આવીશું. તો હમણાં સમય છે, જેવી રીતે બ્રહ્મા બાપે હિંમત રાખી, રીઝલ્ટ જોઈ રહ્યાં છો
તો આટલાં સંગઠન માં હિંમત નો પગ રાખ્યો તો શું નથી થઈ શકતું! કલ્પ-કલ્પ થયું છે,
થવાનું જ છે.
તો હવે બાપ શું ઈચ્છે
છે, તે સંભળાવ્યું. ફક્ત તમે બધા એક વાત કરો, તે એક વાત છે સાધારણ પુરુષાર્થ ને
તીવ્ર પુરુષાર્થ માં પરિવર્તન કરો. બાપદાદાએ જોયું કે ક્યાંક-ક્યાંક અલબેલાપણું આવે
છે, થઈ જ જવાનું છે, વિજય તો અમારો જન્મસિદ્ધ અધિકાર છે, આમ જ્ઞાન નાં હિસાબ થી
નિશ્ચિત છે પરંતુ અલબેલાપણા માં પણ આ શબ્દ આવે છે અમારો વિજય તો છે જ, થયેલો જ છે,
કોઈ કામ રુકેલું નથી, થવાનું જ છે. એક છે પુરુષાર્થ નો આ શબ્દ, બીજો અલબેલાપણો નો
પણ આ જ શબ્દ છે. કોઈ કામ રુકવાનું નથી, થવાનું જ છે… તો આ અલબેલાપણું છે, આ પણ
સંસ્કાર ચેક કરજો. અલબેલાપણા ની નિશાની છે કે એમનાં જીવન માં નાની-નાની વાતો માં
થકાવટ દેખાશે. ચહેરા માં તે ખુશી ની ઝલક નહીં દેખાશે, સેવા થી પુણ્ય બની રહ્યું છે,
તો ચહેરા પર ખુશી થવી જોઈએ. કોઈ ન કોઈ પ્રકાર ની થકાવટ નું કારણ કોઈ ન કોઈ વાત નું
અલબેલાપણું છે. જ્યારે કરવાનું જ છે તો ખુશી થી કરો. ચહેરો તમારી સેવા કરે, ચલન
તમારી સેવા કરે. તો આજે મેજોરીટી નો સંસ્કાર સમાપ્તિ નો હાથ જોઈ બાપદાદા વારંવાર
મુબારક આપી રહ્યાં છે.
અચ્છા, આ ગ્રુપ માં
જે પહેલીવાર આવ્યાં છે તે ઉઠો. જોયું કેટલાં છે? ઘણા છે. હાથ હલાવો. જે પહેલીવાર
આવ્યાં છે, એમને પોતાનાં બાપ થી મળવાની મુબારક છે. તો વિશેષ સમય પ્રમાણે હમણાં તમારે
તીવ્ર પુરુષાર્થ કરવો પડશે અને બાપદાદા નું આ કહેવાનું છે કે જે તીવ્ર પુરુષાર્થ
કરશે, ઢીલો-ઢાલો નહીં, તે લાસ્ટ સો ફાસ્ટ અને ફર્સ્ટ થઈ જશે. એવી કમાલ કરજો. ચાન્સ
છે. એવું નહીં સમજો અમે તો લાસ્ટ છીએ, નહીં, ફાસ્ટ જઈ શકો છો. પરંતુ દરેક સમયે
તીવ્ર પુરુષાર્થ કરવાનો જ છે. બદલવાનું જ છે. ગે-ગે નથી કરવાનું, જોઈશું, વિચારીશું…
ગે-ગે નથી કરવાનું. સારું છે તમારું ઘર, દાતા નું ઘર સારું લાગે છે ને! તો બધા
ભાઈ-બહેનો પણ તમારું સ્વાગત કરે છે. અચ્છા.
હવે ચારેય તરફ નાં
બ્રાહ્મણ બાળકોને બાપદાદા નાં સ્નેહભર્યાં યાદપ્યાર સ્વીકાર થાય, બાપદાદા જાણે છે
દૂર બેઠા પણ ઘણા બાળકો જોઈ પણ રહ્યાં છે, મિલન પણ મનાવી રહ્યાં છે, એ ચારેય તરફ નાં
બાળકોને બાપદાદા આ જ કહે છે જેવી રીતે હમણાં બધા મેજોરીટીએ હાથ ઉઠાવ્યો,
સંસ્કાર-સમાપ્ત, હવે તમે બધા પણ મળીને એક જ સંકલ્પ રુપી હાથ ઉઠાવી જ રહ્યાં છો કે
અમે બધા મળીને સમાપ્તિ નાં સમય ને સમીપ લાવવા માટે આ સંકલ્પ કરી રહ્યાં છીએ અને
ચારેય તરફ સંપૂર્ણ સમય થવા પર બ્રહ્મા બાપ શિવ બાપ બંનેને પ્રત્યક્ષ કરીશું કે અમારા
બાપ આવી ગયાં. બધાનાં મુખ પર બાપ ની પ્રત્યક્ષતા થઈ જાય, હવે આ વર્ષ માં આ જ દૃઢ
સંકલ્પ રાખો કે બાપ ને પ્રત્યક્ષ કરવાના જ છે. અડધું કામ તો કર્યું છે. બાળકોએ બાપ
ને વિશ્વની આગળ પ્રત્યક્ષ કર્યા છે, હવે બાળકો નું કાર્ય છે ભગવાન આવી ગયાં, આ અવાજ
વિશ્વ નાં એક-એક બાળક સુધી પહોંચે. તો બધાને બાપદાદા જોઈ દરેક ને દિલ નો સ્નેહ, દિલ
નો પ્રેમ, દિલ નાં ઉમંગ-ઉત્સાહ સહિત યાદપ્યાર આપી રહ્યાં છે. અચ્છા.
સેવા નો ટર્ન કર્ણાટક
ઝોન નો છે :-
સેવા નો ચાન્સ લેવો અર્થાત્ બાપ નાં સમીપ આવવાનો ચાન્સ મળવો. જુઓ, સેવા ને કારણે
કેટલાં લોકોને આવવાનો ચાન્સ મળે છે. બધાની દુવાઓ આપ નિમિત્ત ટીચર્સ ને મળે છે કારણકે
સેવાની હિંમત રાખી અને ચાન્સ આટલાઓને મળ્યો. બાપદાદાએ જોયું કે નવાં-નવાં પણ
પહેલીવાર ઘણા આવ્યાં છે, જે પહેલીવાર આવ્યાં છે કર્ણાટક વાળા, તે લાંબો હાથ ઉઠાવો.
પહેલીવાર પણ ઘણા આવ્યાં છે. સારું છે. કર્ણાટક ની વૃદ્ધિ સારી છે, હમણાં જેવી રીતે
વૃદ્ધિ થઈ છે તેવી રીતે તીવ્ર પુરુષાર્થ ની વિધિ એની પણ ચારેય તરફ લહેર ફેલાવો.
નંબર લઈ લો. સંસ્કાર સમાપ્તિ નો નંબર લઈ લો. લઈ શકો છો? જે સમજે છે અમે પહેલો નંબર
લઈ શકીએ છીએ, તે હાથ ઉઠાવો. સારું છે. એવું પરસ્પર સંગઠન કરીને પ્રોગ્રામ બનાવો, બધા
એક છીએ. ભિન્ન-ભિન્ન સ્થાન છે પરંતુ છે એક. આ કમાલ કરીને દેખાડો. છે ને હિંમત?
હિંમત છે? તો બાપદાદા ની પાસે સમાચાર તો આવતા રહે છે. તો મધુબન માં દર મહિને પોતાનાં
પરિવર્તન નાં સમાચાર લખજો. લખશો ને! દરેક મહિના નાં. વીત્યું સો વીત્યું, હવે
નંબરવન થઈને દેખાડો. સારું છે. બાપદાદાએ જોયું સેવા સારી છે, હવે સંગઠન જોવા ઈચ્છે
છે. ઉદાહરણ બનો. રેડી? રેડી છો? હાથ ઉઠાવો. તમે જોજો, એક મહિના માં રીઝલ્ટ આવશે.
સારું. ખૂબ-ખૂબ વિશેષ યાદપ્યાર.
વરદાન :-
સંપૂર્ણ
સમર્પણ ની વિધિ દ્વારા પોતાપણા નો અધિકાર સમાપ્ત કરવાવાળા સમાન સમર્થી ભવ
જે વાયદો છે કે સાથે
રહીશું, સાથે ચાલીશું અને સાથે રાજ્ય કરીશું - આ વાયદા ને ત્યારે નિભાવી શકશો જ્યારે
સાથી નાં સમાન બનશો. સમાનતા આવશે સમર્પણ થી. જ્યારે બધુંજ સમર્પણ કરી દીધું તો
પોતાનો કે અન્ય નો અધિકાર સમાપ્ત થઈ જાય છે. જ્યાં સુધી કોઈનો પણ અધિકાર છે તો સર્વ
સમર્પણ માં કમી છે એટલે સમાન નથી બની શકતાં. તો સાથે રહેવાં, સાથે ઉડવા માટે
જલ્દી-જલ્દી સમાન બનો.
સ્લોગન :-
પોતાનાં સમય,
શ્વાંસ અને સંકલ્પ ને સફળ કરવા જ સફળતા નો આધાર છે.
આ અવ્યક્ત ઇશારા - સદા
હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .
જે સરળ સ્વભાવ વાળા
હશે એમનામાં સમેટવાની શક્તિ સ્વતઃ હશે. સરળ સ્વભાવ વાળા બધાનાં સહયોગી અને સ્નેહી
પણ હશે. અને જેટલાં સરળ સ્વભાવ વાળા હશે એટલી માયા ઓછી સામનો કરશે. સરળ સ્વભાવ વાળા
નાં વ્યર્થ સંકલ્પ નથી ચાલતાં. એમનો સમય પણ વ્યર્થ નથી જતો. એમની બુદ્ધિ વિશાળ અને
દુરાંદેશી રહે છે, એટલે એમની આગળ કોઈ પણ સમસ્યા સામનો નથી કરી શકતી.
વિશેષ સુચના - મહિના
નાં ત્રીજા રવિવાર નો યોગ અભ્યાસ
આજે મહિના નો ત્રીજો
રવિવાર છે, બધા ભાઈ-બહેનો સંગઠિત રુપ માં એકત્રિત થઈને સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા
સુધી પોતાનાં ફરિશ્તા સ્વરુપ દ્વારા ભટકતાં, દુઃખી, અશાંત આત્માઓને સુખ-શાંતિ ની
પવિત્ર કિરણો આપીને એમને સહારા દાતા પરમાત્મા બાપ ની સ્મૃતિ અપાવવાની સેવા કરે.