21-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  16.12.20    બાપદાદા મધુબન


“ સાક્ષાત્ બ્રહ્મા બાપ સમાન કર્મયોગી ફરિશ્તા બનો ત્યારે સાક્ષાત્કાર શરુ થાય”

 


આજે બ્રાહ્મણ-સંસાર નાં રચયિતા બાપદાદા પોતાનાં બ્રાહ્મણ-સંસાર ને જોઈ-જોઈ હર્ષિત થઈ રહ્યા છે. કેટલો નાનો પ્યારો સંસાર છે! દરેક બ્રાહ્મણ નાં મસ્તક પર ભાગ્ય નો સિતારો ચમકી રહ્યો છે. નંબરવાર હોવા છતાં પણ દરેક નાં સિતારા માં ભગવાન ને ઓળખવાની અને બનવાનાં શ્રેષ્ઠ ભાગ્ય ની ચમક છે. જે બાપ ને ઋષિ-મુનિ, તપસ્વી નેતી-નેતી કહીને ચાલ્યા ગયા, એ બાપ ને બ્રાહ્મણ-સંસાર નાં ભોળા-ભોળા આત્માઓએ જાણી લીધાં, મેળવી લીધાં. આ ભાગ્ય કયા આત્માઓને પ્રાપ્ત થયું છે? જે સાધારણ આત્માઓ છે. બાપ પણ સાધારણ તન માં આવે છે, તો બાળકો પણ સાધારણ આત્માઓ જ ઓળખે છે. આજ ની આ સભા માં જુઓ કોણ બેઠાં છે? કોઈ અરબ-ખરાબપતિ બેઠાં છે? સાધારણ આત્માઓનું જ ગાયન છે. બાપ ગરીબ-નિવાઝ ગવાયેલા છે. અરબ-ખરબપતિ નિવાઝ નથી ગવાયેલા. બુદ્ધિવાનો ની બુદ્ધિ શું કોઈ અરબ-ખરબપતિ ની બુદ્ધિ ને નથી પલટાવી શકતી? શું મોટી વાત છે? પરંતુ ડ્રામા નો ખૂબ સારો કલ્યાણકારી નિયમ બનેલો છે, પરમાત્મ-કાર્ય માં ફુરી-ફુરી (ટીપે-ટીપે) તળાવ થવાનું છે. અનેક આત્માઓનું ભવિષ્ય બનવાનું છે. ૧૦-૨૦ નું નહીં. અનેક આત્માઓનું સફળ થવાનું છે એટલે ગાયન છે-ટીપે-ટીપે તળાવ. તમે બધાં જેટલા તન-મન-ધન સફળ કરતા રહો છો એટલા જ સફળતા નાં સિતારા બની ગયા છો. બધાં સફળતા નાં સિતારા બન્યા છો? બન્યા છો કે હજી બનવાનું છે, વિચારી રહ્યા છો. વિચારો નહીં. કરીશું, જોઈશું, કરવાનું તો છે જ… આ વિચારવું પણ સમય ગુમાવવો છે. ભવિષ્ય અને વર્તમાન ની પ્રાપ્તિ ગુમાવવાની છે.

બાપદાદાની પાસે કોઈ-કોઈ બાળકો નો એક સંકલ્પ પહોંચે છે. બહારવાળા તો બિચારા છે પરંતુ બ્રાહ્મણ આત્માઓ બિચારા નથી, વિચારવાન છે, સમજદાર છે. પરંતુ ક્યારેક-ક્યારેક કોઈ-કોઈ બાળકો માં એક કમજોર સંકલ્પ ઉઠે છે, બતાવે? બતાવે? બધાં હાથ ઉઠાવી રહ્યા છે, ખૂબ સારું. ક્યારેક-ક્યારેક વિચારે છે કે શું વિનાશ થવાનો છે કે થવાનો નથી? ૯૯ નું ચક્કર પણ પૂરું થઈ ગયું, ૨૦૦૦ પણ પૂરું થવાનું જ છે. હવે ક્યાં સુધી? બાપદાદા વિચારે છે-હસવાની વાત છે કે વિનાશ નું વિચારવું અર્થાત્ બાપ ને વિદાય આપવી કારણ કે વિદાય થશે તો બાપ તો પરમધામ માં ચાલ્યા જશે ને? તો સંગમ થી થાકી ગયા છો શું? હીરાતુલ્ય કહો છો અને ગોલ્ડન ને વધારે યાદ કરો છો, થવાનું તો છે પરંતુ ઈન્તઝાર (પ્રતીક્ષા) કેમ કરો છો? ઘણાં બાળકો વિચારે છે સફળ તો કરીએ પરંતુ વિનાશ થઈ જાય કાલે-પરમદિવસે તો, અમારું તો કામ માં આવ્યું જ નહીં? અમારું તો સેવા માં લાગ્યું નહીં? તો કરીએ, વિચારીને કરીએ. હિસાબ થી કરીએ, થોડું-થોડું કરીને કરીએ. આ સંકલ્પ બાપ ની પાસે પહોંચે છે. પરંતુ સમજો, આજે આપ બાળકોએ પોતાનું તન સેવા માં સમર્પણ કર્યુ, મન વિશ્વ-પરિવર્તન નાં વાઈબ્રેશન માં નિરંતર લગાવ્યું, ધન જે પણ છે, છે તો પ્રાપ્તિ ની આગળ કંઈ નહીં પરંતુ જે પણ છે, આજે તમે કર્યુ અને કાલે વિનાશ થઈ જાય છે તો શું તમારું સફળ થયું કે વ્યર્થ ગયું? વિચારો, સેવામાં તો લાગ્યું નથી, તો શું સફળ થયું? તમે કોના પ્રત્યે સફળ કર્યું? બાપદાદા પ્રત્યે સફળ કર્યુ ને? તો બાપદાદા તો અવિનાશી છે, એ તો વિનાશ નથી થતાં! અવિનાશી ખાતા માં, અવિનાશી બાપદાદા ની પાસે તમે આજે જમા કર્યુ, એક કલાક પહેલાં જમા કર્યુ, તો અવિનાશી બાપ ની પાસે તમારું ખાતું એક નું પદમ ગણું જમા થઈ ગયું. બાપ બંધાયેલા છે, એક નાં પદમ આપવા માટે. તો બાપ તો નહીં ચાલ્યા જશે ને? જૂની સૃષ્ટિ વિનાશ થશે ને? એટલે તમારું દિલ થી કરેલું, મજબૂરી થી કરેલું, દેખા-દેખી માં કરેલું, તેનું પૂરું નથી મળતું. મળે જરુર છે કારણ કે દાતા ને આપ્યું છે પરંતુ પૂરું નથી મળતું એટલે એ નહીં વિચારો સારું હમણાં વિનાશ તો ૨૦૦૧ સુધી પણ દેખાતો નથી, હમણાં તો પ્રોગ્રામ બની રહ્યા છે, મકાન બની રહ્યા છે. મોટા-મોટા પ્લાન બની રહ્યા છે, તો ૨૦૦૧ સુધી તો દેખાતું નથી, દેખાશે નહીં. ક્યારેય પણ આ વાતો ને પોતાનો આધાર બનાવીને અલબેલા નહીં થતાં. અચાનક થવાનું છે. આજે અહીં બેઠાં છો, કલાક પછી પણ થઈ શકે છે. થવાનું નથી, ડરી નહીં જાઓ કે ખબર નહીં એક કલાક પછી શું થવાનું છે? સંભવ છે. આટલું એવરરેડી રહેવાનું જ છે. શિવરાત્રી સુધી કરવાનું છે, આ વિચારો નહીં. સમય ની પ્રતીક્ષા ન કરો. સમય તમારી રચના છે, આપ માસ્ટર રચયિતા છો. રચયિતા રચના ને અધિન નથી હોતાં. સમય રચના તમારા ઓર્ડર પર ચાલવા વાળો છે. તમે સમય ની પ્રતીક્ષા ન કરો, પરંતુ હમણાં સમય તમારી પ્રતીક્ષા કરી રહ્યો છે. ઘણાં બાળકો વિચારે છે, ૬ મહિના પછી બાપદાદાએ કહ્યું છે તો ૬ મહિના તો થશે જ. થશે જ ને? પરંતુ બાપદાદા કહે છે આ હદ ની વાતો નો આધાર નહીં લો, એવરરેડી રહો. નિરાધાર, એક સેકન્ડ માં જીવનમુક્તિ. ચેલેન્જ કરો છો એક સેકન્ડ માં જીવનમુક્તિ નો વારસો લો. તો શું તમે એક સેકન્ડ માં સ્વયં ને જીવનમુક્ત નથી બનાવી શકતાં? એટલે ઇન્તઝાર ( પ્રતીક્ષા ) નહીં , સંપન્ન બનવાનો ઈંતજામ ( પ્રબંધ ) કરો .

બાપદાદા ને બાળકોનાં ખેલ જોઈને હસવું પણ આવે છે. કયા ખેલ પર હસવું આવે છે? બતાવે શું? આજે મોરલી નથી ચલાવી રહ્યા, સમાચાર સંભળાવી રહ્યા છે. હજી સુધી ઘણાં બાળકો ને રમકડા થી રમવું ખૂબ ગમે છે. નાની-નાની વાતો નાં રમકડાં થી રમવું, નાની વાત ને અપનાવવી, આ સમય ગુમાવે છે. આ સાઈડ સીન્સ્ છે. ભિન્ન-ભિન્ન સંસ્કાર ની વાતો તથા ચલન આ સંપૂર્ણ મંઝિલ ની વચ્ચે સાઈડસીન્સ છે. આમાં અટકી જવું અર્થાત્ વિચારવું, પ્રભાવ માં આવવું, સમય ગુમાવવો, રુચિ થી સાંભળવું, સંભળાવવું, વાયુમંડળ બનાવવું… આ છે અટકવું, આમાં સંપૂર્ણતા ની મંઝિલ થી દૂર થઈ જાઓ છો. મહેનત ખૂબ, ઈચ્છા ખૂબ “બાપ સમાન બનવું જ છે”, શુભ સંકલ્પ, શુભ ઈચ્છા છે પરંતુ મહેનત કરતા-કરતા પણ અડચણ આવી જાય છે. બે કાન છે, બે આંખો છે, મુખ છે તો દેખાય પણ, સંભળાય પણ, બોલવામાં પણ આવે, પરંતુ બાપ નું ખૂબ જૂનું સ્લોગન સદા યાદ રાખો-જોવા છતાં નહીં જુઓ, સાંભળવા છતાં નહીં સાંભળો. સાંભળવા છતાં નહીં વિચારો, સાંભળતા-સાંભળતા અંદર સમાવો, ફેલાવો નહીં. આ જૂનું સ્લોગન યાદ રાખવું જરુરી છે કારણ કે દિવસે-દિવસે જે પણ બધાનાં જાણે કે જૂનાં શરીરનાં હિસાબ ચૂક્તુ થઈ રહ્યા છે, એવી રીતે જ જૂનાં સંસ્કાર પણ, જૂની બીમારીઓ પણ બધાની નીકળીને ખતમ થવાની છે, એટલે ગભરાઓ નહીં કે હમણાં તો ખબર નથી વધારે જ વાતો વધતી રહી છે, પહેલાં તો નહોતી. જે નહોતી, તે પણ હમણાં નીકળી રહી છે, નીકળવાની છે. તમારા સમાવવાની શક્તિ, સહન શક્તિ, સમેટવાની શક્તિ, નિર્ણય કરવા ની શક્તિ નું પેપર છે. શું ૧૦ વર્ષ પહેલાં વાળા પેપર આવશે શું? બી.એ. નાં ક્લાસ નાં પેપર એમ.એ. નાં ક્લાસ માં આવશે શું? એટલે ગભરાઓ નહીં, શું થઈ રહ્યું છે? આ થઈ રહ્યું છે, પેલું થઈ રહ્યું છે… ખેલ જુઓ. પેપર તો પાસ થઈ જાઓ (પેપર તો પાસ કરી લો), પાસ વિથ ઓનર થઈ જાઓ.

બાપદાદાએ પહેલાં પણ સંભળાવ્યું છે કે પાસ થવાનું સૌથી સહજ સાધન છે, બાપદાદા ની પાસે રહો, જે તમારા કામ નાં નઝારા નથી, તેને પાસ (પસાર) થવા દો, પાસે રહો , પાસ કરો ( પસાર કરો ), પાસ થઈ જાઓ . શું મુશ્કેલ છે? ટીચર્સ સંભળાવો, મધુવન વાળા સંભળાવો. મધુબન વાળા હાથ ઉઠાવો. હોશિયાર છે મધુબન વાળા આગળ આવી જાય છે, ભલે આવો. બાપદાદા ને ખુશી છે. પોતાનો હક લો છો ને? સારું છે, બાપદાદા નારાજ નથી, ભલે આગળ બેસો. મધુબન માં રહો છો કંઈક તો પાસે ખાતરી થવી જોઈએ ને? પરંતુ પાસ શબ્દ યાદ રાખજો. મધુબન માં નવી-નવી વાતો હોય છે ને? ડાકુ પણ આવે છે. ઘણી નવી-નવી વાતો હોય છે, હમણાં બાપ જનરલ માં શું સંભળાવે, થોડું ગુપ્ત રાખે છે પરંતુ મધુબન વાળા જાણે છે. મનોરંજન કરો, મૂંઝો નહીં. યા છે મૂંઝાવું, યા છે મનોરંજન સમજીને મોજ માં પાસ કરવું. તો મૂંઝાવું સારું છે કે પાસ કરીને મોજ માં રહેવાનું સારું છે? પાસ કરવું છે ને? પાસ થવાનું છે ને? તો પાસ કરો. શું મોટી વાત છે? કોઈ મોટી વાત નથી. વાત ને મોટી કરવી કે નાની કરવી, પોતાની બુદ્ધિ પર છે. જે વાત ને મોટી કરી દે છે, એમના માટે અજ્ઞાનકાળ માં પણ કહે છે કે આ રસ્સી (દોરી) ને સાપ બનાવવા વાળા છે. સિંધી ભાષા માં કહે છે ને કે “નોરી કો નાગ" બનાવે છે. આવાં ખેલ નહીં કરો. હવે આ ખેલ ખતમ.

આજે વિશેષ સમાચાર તો સંભળાવ્યા ને, બાપદાદા હવે એક સહજ પુરુષાર્થ સંભળાવે છે, મુશ્કેલ નથી. બધાને આ સંકલ્પ તો છે જ કે બાપ સમાન બનવાનું જ છે. બનવું જ છે, પાક્કુ છે ને? વિદેશીઓ, બનવું જ છે ને? ટીચર્સ, બનવાનું છે ને? આટલાં ટીચર્સ આવ્યા છે! વાહ! કમાલ છે ટીચર્સ ની! બાપદાદાએ આજે ખુશખબરી સાંભળી, ટીચર્સ ની. કઈ ખુશખબરી છે, બતાવો. ટીચર્સ ને આજે ગોલ્ડન મેડલ (બેજ) મળ્યો છે? જેને ગોલ્ડન મેડલ મળ્યો છે, હાથ ઉઠાવો. પાંડવો ને પણ મળ્યો છે? બાપ નાં હમજીન્સ તો રહેવા ન જોઈએ. પાંડવ બ્રહ્મા બાપ નાં હમજીન્સ છે. (એમને બીજા પ્રકારના ગોલ્ડન મળ્યા છે) પાંડવો ને રોયલ ગોલ્ડ મેડલ છે. ગોલ્ડન મેડલ વાળા ને બાપદાદા ની અરબ-ખરાબ વાર મુબારક છે, મુબારક છે, મુબારક છે.

બાપદાદા જે દેશ-વિદેશ માં સંભળાવી રહ્યા છે, અને ગોલ્ડન મેડલ મળી ચૂક્યો છે, તે બધાં પણ સમજે અમને પણ બાપદાદાએ મુબારક આપી છે, ભલે પાંડવ છે, કે શક્તિઓ છે, કોઈ પણ કાર્ય નાં નિમિત્ત બનવા વાળાને ખાસ આ દાદીઓ, પરિવાર માં રહેવાવાળાને પણ કોઈ વિશેષતા નાં આધાર પર ગોલ્ડન મેડલ આપે છે. તો જેમને પણ, જે પણ વિશેષતા નાં આધાર પર ભલે સરેન્ડર નાં આધાર પર, કે કોઈપણ સેવા માં વિશેષ આગળ વધવા વાળા ને દાદીઓ દ્વારા પણ ગોલ્ડન મેડલ મળ્યો છે, તો દૂર બેસીને સાંભળવા વાળા ને પણ ખૂબ-ખૂબ મુબારક છે. તમે બધાં દૂર બેસીને મોરલી સાંભળવા વાળા માટે, ગોલ્ડન મેડલ વાળાઓ માટે એક હાથ ની તાળી વગાડો, તે તમારી તાળી જોઈ રહ્યા છે. તે પણ હસી રહ્યા છે, ખુશ થઈ રહ્યા છે.

બાપદાદા સહજ પુરુષાર્થ સંભળાવી રહ્યા હતાં-હવે સમય તો અચાનક આવવાનો છે, એક કલાક પહેલાં પણ બાપદાદા એનાઉન્સ નહીં કરશે, નહીં કરશે, નહીં કરશે. નંબર કેવી રીતે બનશે? જો અચાનક નહીં થશે તો પેપર કેવી રીતે થયું? પાસ વિથ ઓનર નું સર્ટિફિકેટ, ફાઈનલ સર્ટિફિકેટ તો અચાનક માં જ થવાનું છે એટલે દાદીઓનો એક સંકલ્પ બાપદાદાની પાસે પહોંચ્યો છે. દાદીઓ ઈચ્છે છે કે હવે બાપદાદા સાક્ષાત્કાર ની ચાવી ખોલે, આ એમનો સંકલ્પ છે. તમે બધાં પણ ઈચ્છો છો? બાપદાદા ચાવી ખોલે કે તમે નિમિત્ત બનશો? સારું, બાપદાદા ચાવી ખોલે, ઠીક છે. બાપદાદા હા જી કરે છે, (તાળી વગાડી દીધી) પહેલાં પૂરું સાંભળો. બાપદાદા ને ચાવી ખોલવામાં શું વાર છે, પરંતુ કરાવશે કોના દ્વારા? પ્રત્યક્ષ કોણે કરવાના છે? બાળકોએ કે બાપે? બાપ ને પણ બાળકો દ્વારા કરવાના છે કારણ કે જો જ્યોતિબિંદુ નો સાક્ષાત્કાર પણ થઈ જાય તો ઘણાં તો બિચારા… બિચારા છે ને? તો સમજશે જ નહીં કે આ શું છે. અંત માં શક્તિઓ અને પાંડવ બાળકો દ્વારા બાપ ને પ્રત્યક્ષ થવાનું છે. તો બાપદાદા આ જ કહી રહ્યા છે કે જ્યારે બધાં બાળકો નો એક જ સંકલ્પ છે કે બાપ સમાન બનવાનું જે છે, આમાં તો બે વિચાર નથી ને? એક જ વિચાર છે ને? તો બ્રહ્મા બાપ ને ફોલો કરો. અશરીરી, બિંદી ઓટોમેટિકલી થઈ જશો. બ્રહ્મા બાપ સાથે તો બધાનો પ્રેમ છે ને? સૌથી વધારે જોવાયું છે, આમ તો બધાનો છે પરંતુ ફોરેનર્સ નો બ્રહ્મા બાપ સાથે ખૂબ પ્રેમ છે. આ નેત્ર દ્વારા જોયા નથી પરંતુ અનુભવ નાં નેત્ર દ્વારા ફોરેનર્સે મેજોરીટી બ્રહ્મા બાપ ને જોયા છે અને ખૂબ પ્રેમ છે. આમ તો ભારતની ગોપિકાઓ, ગોપ પણ છે છતાં પણ બાપદાદા ફોરેનર્સ ની ક્યારેક-ક્યારેક અનુભવ ની કહાણીઓ સાંભળે છે, ભારતવાસી થોડું ગુપ્ત રાખે છે, તે બ્રહ્મા બાબા પ્રત્યે સંભળાવે છે તો એમની કહાણીઓ બાપદાદા પણ સાંભળે છે અને બીજાઓને પણ સંભળાવે છે, મુબારક છે ફોરેનર્સ ને. લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, રશિયા, જર્મની… મતલબ તો ચારેય તરફ નાં ફોરેનર્સ ને જે દૂર બેસીને પણ સાંભળી રહ્યા છે, એમને પણ બાપદાદા મુબારક આપે છે, ખાસ બ્રહ્મા બાબા મુબારક આપી રહ્યા છે. ભારત વાળાઓનું થોડું ગુપ્ત છે, પ્રસિદ્ધ એટલું નથી કરી શકતાં, ગુપ્ત રાખે છે. હવે પ્રત્યક્ષ કરો. બાકી ભારત માં પણ ખૂબ સારા-સારા છે. એવી ગોપિકાઓ છે, જો એમનો અનુભવ આજકાલ નાં પ્રાઈમ મિનિસ્ટર, પ્રેસીડન્ટ પણ સાંભળે તો એમની આંખ માંથી પણ પાણી આવી જાય. એવા અનુભવ છે પરંતુ ગુપ્ત રાખે છે એટલાં ખોલતા નથી, ચાન્સ પણ ઓછો મળે છે. તો બાપદાદા આ કહી રહ્યા છે કે બ્રહ્મા બાપ સાથે બધાનો પ્રેમ તો છે, એટલે તો પોતાને શું કહેવડાવો છો? બ્રહ્માકુમારી કે શિવકુમારી? બ્રહ્માકુમારી કહેવડાવો છો ને? તો બ્રહ્મા બાપ સાથે પ્રેમ તો છે જ ને? તો ચાલો, અશરીરી બનવામાં થોડી મહેનત કરવી પણ પડે છે પરંતુ બ્રહ્મા બાપ હમણાં કયા રુપ માં છે? કયા રુપ માં છે? બોલો? (ફરિશ્તા રુપમાં છે) તો બ્રહ્મા સાથે પ્રેમ અર્થાત્ ફરિશ્તા રુપ થી પ્રેમ. ચાલો, બિંદુ બનવાનું મુશ્કેલ લાગે છે, ફરિશ્તા બનવાનું તો એનાથી સહજ છે ને? સંભળાવો, બિંદુ રુપ કરતાં ફરિશ્તા રુપ તો સહજ છે ને? આપ એકાઉન્ટનું કામ કરતા બિંદુ બની શકો છો? ફરિશ્તા તો બની શકો છો ને? બિંદુ રુપ માં કર્મ કરતા ક્યારેક-ક્યારેક વ્યક્ત શરીર માં આવી જવું પડે છે પરંતુ બાપદાદાએ જોયું કે સાયન્સ વાળાઓએ એક લાઈટ નાં આધાર થી રોબર્ટ (યંત્ર-માનવ) બનાવ્યો છે, સાંભળ્યું છે ને? ચાલો જોયું નથી, સાંભળ્યું તો છે! માતાઓએ સાંભળ્યું છે? તમને ચિત્ર દેખાડી દેશે. તે લાઈટ નાં આધાર થી રોબર્ટ બનાવ્યા છે અને તે બધાં કામ કરે છે. અને ફાસ્ટ ગતિ થી કરે છે, લાઈટ નાં આધાર થી. અને સાયન્સનું પ્રત્યક્ષ પ્રમાણ છે. તો બાપદાદા કહે છે શું સાઈલેન્સ ની શક્તિ થી, સાઈલેન્સ ની લાઈટ થી તમે કર્મ નથી કરી શકતાં? નથી કરી શકતાં? એન્જિનિયર અને સાયન્સ વાળા બેઠાં છે ને? તો તમે પણ એક રુહાની રોબર્ટ ની સ્થિતિ તૈયાર કરો . જેને કહેવાશે રુહાની કર્મયોગી , ફરિશ્તા કર્મયોગી . પહેલાં તમે તૈયાર થઈ જજો. એન્જિનિયર છે, સાયન્સવાળા છે તો પહેલાં તમે અનુભવ કરજો. કરશો? કરી શકો છો? સારું, એવાં પ્લાન બનાવો. બાપદાદા આવાં રુહાની ચાલતાં-ફરતાં કર્મયોગી ફરિશ્તા જોવા ઈચ્છે છે. અમૃતવેલે ઉઠો, બાપદાદા સાથે મિલન મનાવો, રુહરિહાન કરો, વરદાન લો. જે કરવાનું છે તે કરો. પરંતુ બાપદાદા સાથે રોજ અમૃતવેલા કર્મયોગી ફરિશ્તા ભવ નું વરદાન લઈને પછી કામકાજ માં આવો. આ થઈ શકે છે?

આ નવા વર્ષ માં લક્ષ રાખો - સંસ્કાર પરિવર્તન , સ્વયં નું પણ અને સહયોગ દ્વારા બીજાઓનું પણ . કોઈ કમજોર છે તો સહયોગ આપો, ન વર્ણન કરો, ન વાતાવરણ બનાવો. સહયોગ આપો. આ વર્ષ નો વિષય “સંસ્કાર પરિવર્તન”. ફરિશ્તા સંસ્કાર, બ્રહ્મા બાપ સમાન સંસ્કાર. તો સહજ પુરુષાર્થ છે કે મુશ્કેલ છે? થોડો-થોડો મુશ્કેલ છે? ક્યારેય પણ કોઈ વાત મુશ્કેલ હોતી નથી, પોતાની કમજોરી મુશ્કેલ બનાવે છે, એટલે બાપદાદા કહે છે “હે માસ્ટર સર્વશક્તિવાન્ બાળકો, હવે શક્તિઓનું વાયુમંડળ ફેલાવો”. હમણાં વાયુમંડળ ને તમારી ખૂબ-ખૂબ-ખૂબ આવશ્યકતા છે. જેવી રીતે આજકાલ વિશ્વ માં પોલ્યુશન (પ્રદુષણ) નો પ્રોબ્લેમ છે, એવી રીતે વિશ્વ માં એક ઘડી મન માં શાંતિ-સુખ નાં વાયુમંડળ ની આવશ્યકતા છે કારણ કે મન નું પોલ્યુશન ખૂબ છે, હવા નાં પોલ્યુશન કરતાં પણ વધારે છે. અચ્છા!

ચારેય તરફ નાં બાપદાદા સમાન બનવું જ છે, એવું લક્ષ રાખવા વાળા, નિશ્ચય બુદ્ધિ વિજયી આત્માઓ ને, સદા જૂનાં સંસાર અને જૂનાં સંસ્કાર અને દૃઢ સંકલ્પ દ્વારા પરિવર્તન કરવાવાળા માસ્ટર સર્વશક્તિવાન્ આત્માઓ ને, સદા કોઈ પણ કારણ થી, પરિસ્થિતિ થી, સ્વભાવ-સંસ્કાર થી, કમજોર સાથીઓ ને, આત્માઓ ને સહયોગ આપવા વાળા, કારણ જોવા વાળા નહીં, નિવારણ કરવા વાળા એવાં હિંમતવાન આત્માઓ ને, સદા બ્રહ્મા બાપ નાં સ્નેહ નું રિટર્ન આપવા વાળા કર્મયોગી ફરિશ્તા આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.

વરદાન :-
શુભચિંતક સ્થિતિ દ્વારા સર્વ નો સહયોગ પ્રાપ્ત કરવાવાળા સર્વ નાં સ્નેહી ભવ

શુભચિંતક આત્માઓ પ્રત્યે દરેક નાં દિલ માં સ્નેહ ઉત્પન્ન થાય છે અને તે સ્નેહ જ સહયોગી બનાવી દે છે. જ્યાં સ્નેહ હોય છે, ત્યાં સમય, સંપત્તિ, સહયોગ સદા ન્યોછાવર કરવા માટે તૈયાર થઈ જાય છે. તો શુભચિંતક, સ્નેહી બનાવશે અને સ્નેહ બધાં પ્રકાર નાં સહયોગ માં ન્યોછાવર બનાવશે એટલે સદા શુભચિંતન થી સંપન્ન રહો અને શુભચિંતક બની સર્વ ને સ્નેહી, સહયોગી બનાવો.

સ્લોગન :-
આ સમયે દાતા બનો તો તમારા રાજ્ય માં જન્મ-જન્મ દરેક આત્મા ભરપૂર રહેશે.


સુચના:- આજે મહિના નો ત્રીજો રવિવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, બધાં બ્રહ્મા વત્સ સંગઠિત રુપ માં સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી વિશેષ તમારા માસ્ટર સર્વશક્તિવાન્ સ્વરુપ માં સ્થિત થઈ, સર્વ નિર્બળ, કમજોર આત્માઓ ને શુભભાવના ની કિરણો આપો. પરમાત્મ-શક્તિઓ નો અનુભવ કરાવતા ચારેય તરફ શક્તિશાળી વાયુમંડળ બનાવવાની સેવા કરો.