21-07-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - હમણાં
સુધી તમે સાંભળેલી - સંભળાવેલી વાતો પર ચાલતાં આવ્યાં , હવે બાપ તમને ડાયરેક્ટ
સંભળાવીને આપ સમાન નોલેજફુલ બનાવે છે”
પ્રશ્ન :-
સારા પુરુષાર્થી બાળકો
ની નિશાની તથા એમની અવસ્થા નું ગાયન શું છે?
ઉત્તર :-
સારા પુરુષાર્થી બાળકો - મધર-ફાધર (માત-પિતા) ને પૂરે-પૂરું ફોલો (અનુસરણ) કરશે.
પોતાનાં જીવન પર તરસ ખાશે. પૂરે-પૂરું અટેન્શન (ધ્યાન) રાખશે. થોડો પણ સમય કાઢી બાબા
ની યાદ માં જરુર બેસશે. એમની અવસ્થા નું ગાયન છે - અચળ, અડોલ, સ્થિર. એમને જ મહાવીર
કહેવાય છે.
ગીત :-
ભોલેનાથ સે
નિરાલા…
ઓમ શાંતિ!
ભક્તિમાર્ગ
માં દુનિયા ફક્ત ગાય છે. આપ બાળકો હમણાં સમજો છો - ભક્તિમાર્ગ માં આપણે પણ ગાતાં હતાં.
હવે એ જ ભોળાનાથ સન્મુખ છે, ભોળાનાથ શબ્દ ભક્તિમાર્ગ નો છે. જ્ઞાનમાર્ગ નો શબ્દ છે
શિવબાબા. તમે સમજો છો અનાદિ પૂર્વ નિર્ધારિત ડ્રામા-પ્લાન અનુસાર હમણાં સંગમયુગ પર
બાપે આવીને આપણાં દ્વારા આ પુરુષાર્થ કરાવવાનો જ છે. કલ્પ-કલ્પ આ પુરુષાર્થ કરાવતાં
આવ્યાં છે. કેટલો સમય આપ બાળકોએ ભક્તિ કરી છે, આ પણ સિદ્ધ કરી બતાવે છે. જેમણે
પહેલાં-પહેલાં ભક્તિ શરું કરી છે તે જ આવીને જ્ઞાન લેશે અને પછી સૂર્યવંશી બનશે.
સતયુગ માં ફક્ત એક લક્ષ્મી-નારાયણ તો નથી આવતાં. એમની રાજધાની પણ છે ને. એને કહેવાય
છે દૈવી વર્ણ. ભારત માં દૈવી વર્ણ હતો. હવે આસુરી વર્ણ છે. આ છે સંગમ. હવે આસુરી થી
દૈવી વર્ણ માં જવાનું છે. બરોબર આ મહાભારત લડાઈ પણ તે જ છે જે ગવાયેલી છે. ફક્ત નામ
શિવ નાં બદલે કૃષ્ણ નું નાખી દીધું છે. એક ગીતા ખંડન થઇ તો બધાં શાસ્ત્ર ખંડન થઇ
જાય છે. મૂળ વાત ગીતા ની છે. ગીતા પાઠશાળાઓ કે ગીતા ભવન કેટલાં છે! ગીતા જ્ઞાન
સાંભળવાની પાઠશાળા. સ્વયં સંભળાવવા વાળા નથી. જે થઈને જાય છે તે પછી ગાયન ચાલે છે.
બાળકોને તો રોજ બાપ બહુજ પ્રેમ થી સમજાવે છે. બાળકો જાણે છે - બાબા પ્રેમ નાં સાગર
છે. બધાં ને પ્રેમ થી શીખવાડે છે. બાબા ક્યારેય ગુસ્સો નથી કરતાં, સદૈવ પ્રેમ થી
સમજાવે છે. બાળકો તમે સતોપ્રધાન હતાં પછી પુનર્જન્મ લેતા આવ્યાં છો. આપ ભારતવાસી જ
અસલ દેવી-દેવતા ધર્મ નાં છો. આ પણ બતાવે છે. પહેલાં-પહેલાં વારસો લેવાં કોણ આવશે?
જેમણે કલ્પ પહેલાં લીધો છે, તે જ કહેશે બાબા તમારાં સિવાય અમારું સહાયક બીજું કોઈ
નથી. બાપ ક્ષમા પણ ત્યારે કરશે જ્યારે સંગમયુગ હશે. આ તો બાળકો જાણે છે કે રાવણ
રાજ્ય અને રામરાજ્ય અહીં જ હોય છે. રાવણ રાજ્ય છે ત્યારે તો રામરાજ્ય ઈચ્છે છે. તમે
જ્યારે શિવબાબા કહો છો તો બુદ્ધિ નિરાકાર તરફ જ જાય છે. નિરાકાર જ યાદ આવે છે. આત્મા
જ બાપ ને પોકારે છે. એવું પણ નથી કે પરમાત્મા કોઈ બેસી સાંભળે છે. બાપ સમજાવે છે
ડ્રામા પ્લાન અનુસાર પતિતો ને પાવન બનાવવા માટે તો હું શરીર માં આવું છું. એવું નથી
કે પોકાર સાંભળીને આવું છું. ભક્તિ જ્યારે પૂરી થાય છે ત્યારે મારે આવવાનું જ છે. આ
સમજવાની વાતો છે. તે સમય આવે છે, બાળકો પોકારવા લાગે છે. આ તો ક્યાંય લખેલું નથી કે
ક્યારે આવશે? એમણે કલ્પ ની આયુ ખોટી લખી દીધી છે. આ ચિત્ર ઘર-ઘર માં હોવાં જોઈએ. જે
રોજ જુએ અને યાદ કરે કે આ બાબા, આ દાદા, આ વારસો. બાપ કહે છે બાળકો સતોપ્રધાન બનવા
માટે મને યાદ કરો તો ખાદ નીકળી જશે. આ યુક્તિ બાપ જ સમજાવે છે. આ બાપ પણ કહે છે કે
હું પણ પુરુષાર્થ કરું છું. બાળકો એક-બીજા ને સાવધાન કરી ઉન્નતી ને પામવાનું છે. આ
ચિત્રો ની સમજાવટ ખુબ સારી છે. શિવબાબા બ્રહ્મા દ્વારા સ્થાપના કરી રહ્યાં છે. સામે
મહાભારે મહાભારત લડાઈ ઉભી છે. આટલાં અનેક ધર્મ વિનાશ થશે, તેનાં માટે લડાઈ જરુર
જોઈએ. આ વાતો બાળકોએ ભુલવી ન જોઈએ. બરોબર હવે કળિયુગ ઘોર અંધકાર છે. કેટલાં અનેક
મનુષ્ય છે, જરુર વિનાશ થવાનો છે. સતયુગ માં એક ધર્મ હશે. જરુર ૮૪ જન્મ નું ચક્ર પણ
એમણે જ લગાવ્યું છે. આ તો સહજ છે. બાકી આટલાં બધાં ધર્મો નો જરુર વિનાશ થશે. ફરી એક
ધર્મ ની સ્થાપના બરાબર થઈ રહી છે. સર્વ નાં સદ્દગતિ દાતા બાપ છે. બાપ થી જ બાળકોને
વારસો મળે છે. બાળકો જાણે છે - આપણે જે આ ભણતર ભણીએ છીએ તે ભવિષ્ય ૨૧ જન્મો માટે
ભણીએ છીએ. ભગવાનુવાચ - હું તમને ભણાવી ને ૨૧ જન્મો માટે સ્વર્ગ નાં માલિક બનાવું
છું. સૂર્યવંશી, ચંદ્રવંશી વંશજ ની બરોબર સ્થાપના થાય છે. જે જેટલો પુરુષાર્થ કરશે,
એટલું ઊંચું પદ મેળવશે, તો શિવબાબા કહે છે આ મધર-ફાધર ને ફોલો કરો. આમને સૂક્ષ્મવતન,
વૈકુંઠ માં પણ જુઓ છો. સ્વયં ને પણ જુઓ છો, તમે પણ મહારાજા-મહારાણી બનો છો. વૈકુંઠ
નો પણ સાક્ષાત્કાર થાય છે. માનો પણ છો બરોબર ભારત વૈકુંઠ હતું, શ્રીકૃષ્ણપુરી હતી.
આજે કંસપુરી છે, કાલે કૃષ્ણપુરી થશે. રાત બદલાઈ દિવસ થાય છે. આ છે અડધોકલ્પ બેહદ નો
દિવસ અને અડધોકલ્પ બેહદ ની રાત. અંધારા માં ઠોકરો જ ખાતાં રહે છે. બ્રહ્માની રાત તો
બ્રાહ્મણ ની રાત. પછી તમે બ્રાહ્મણ થી દેવતા બનો છો. સતયુગ માં બ્રાહ્મણ હોતાં નથી,
દેવતા હોય છે.
આ પણ બાળકો જાણે છે
ભારત પવિત્ર રાજસ્થાન હતું પછી અપવિત્ર રાજસ્થાન બન્યું છે. ભારત સદૈવ રાજસ્થાન
રહ્યું છે. રાજાઈ ચાલતી આવે છે બીજા ધર્મ વાળાઓની શરુઆત થી જ રાજાઈ નથી ચાલતી.
ભગવાન જ રાજાઈ સ્થાપન કરે છે. ભગવાન જ આવીને રાજયોગ શીખવાડે છે. એ છે નિરાકાર જ્ઞાન
નાં સાગર, સુખ નાં સાગર… તમે જાણો છો બાબા પાસેથી આપણને વારસો મળી રહ્યો છે. જરુર
આપણાં પુરુષાર્થ ની વાર છે. જેટલો જે પુરુષાર્થ કરશે, જેટલો રસ્તો બતાવશે. બાપ કહે
છે - મુજ બાપ ને યાદ કરો તો તમે પતિત થી પાવન બની પાવન દુનિયાનાં માલિક બની જશો,
કેટલું સહજ છે. લૌકિક મા-બાપ જ્ઞાન માં જો છે તો બાળકોને પણ આપ સમાન બનાવવાં પડે.
મા-બાપ સાચ્ચી કમાણી કરે છે તો બાળકોને સાચ્ચી કમાણી કરાવવી જોઈએ. કોઈ-કોઈ બાળકો
સારા હોય છે. કહે છે અમે રુહાની ભણતર ભણીને ઘર-ઘર માં આ પૈગામ (સંદેશ) આપતાં રહીશું.
બાપ પણ કહે છે કે પૈગંબર અને મેસેન્જર (સંદેશવાહક) હું છું, તમને મેસેજ (સંદેશ) આપું
છું કે ઘરે ચાલો બીજા ધર્મ સ્થાપક તો ફક્ત આવીને પોત-પોતાનો ધર્મ સ્થાપન કરે છે.
હું બધાંને મેસેજ આપું છું કે હવે પાછા જવાનું છે. આ દુનિયા હવે રહેવાનાં લાયક નથી.
મને યાદ કરો તો પાવન બની જશો. તમે પાવન હતાં પછી રાવણે પતિત બનાવ્યાં છે. હું ફરી
પાવન બનાવવા આવ્યો છું. થોડા સમય માં જ આ બોમ્બ વગેરે ચાલશે તો સમજશો કે આ એ જ
મહાભારત લડાઈ છે. તો જરુર ભગવાન પણ હશે. પરંતુ તેઓ સમજે છે ગીતા નાં ભગવાન કૃષ્ણ
છે. કેટલી મુંઝવણ છે. મૂંઝાયા ન હોત તો ભગવાન ને આવવાની શું દરકાર! ભક્તિમાર્ગ ને
ભૂલ-ભૂલૈયા નો ખેલ કહેવાય છે. હવે બાપ કહે છે મને યાદ કરવાથી બધી ભૂલો ખતમ થઇ જશે.
પહેલાં પોતાને દેહ સમજતાં હતાં. હવે પોતાને દેહી સમજો છો. આ સાવધાની બાપ જ આપે છે
કે બાળકો દેહી-અભિમાની બનો. અહીં તમે બાપ ની સન્મુખ બેઠાં છો. ત્યાં સેવાકેન્દ્ર પર
બાળકીઓ બેસી સમજાવશે કે શિવબાબા આમ કહે છે. અહીં તો ડાયરેક્ટ બાપ કહે છે હું આત્માઓ
ને બેસી વાત કરું છું. આપ બાળકો જાણો છો બાબા આમનાં દ્વારા આપણને સમજાવી રહ્યાં છે.
આ ખુબ કલ્યાણકારી મેળો છે. બાપ કહે છે નિરંતર મને યાદ કરો. બાબા પાસેથી આપણે સ્વર્ગ
નો વારસો લેવાનો છે. બાપ અને સ્વર્ગ ને યાદ કરવાનું છે. કોઈ પણ વિકર્મ નથી કરવાનાં.
જો વિકર્મ કરશો તો સો-ગુણા બની જશે. વિકર્મ કરાવવા વાળી છે માયા, એનાં પર જીત
મેળવવાની છે એટલે હનુમાન, મહાવીર ની કથા છે. તમે હનુમાન, મહાવીર છો ને. આપણે તો
બાબાનાં બની ગયાં. માયા થી હારી ન શકીએ. તો બાબા ને યાદ કરતાં-કરતાં સતોપ્રધાન,
વિકર્માજીત બની જશો. નહીં બનશો તો પોતાનું પદ ભ્રષ્ટ કરશો. પુરુષાર્થી બાળકો જે હોય
છે તે પોતાનાં જીવન પર તરસ ખાય છે. કંઈ પણ થઈ જાય, યાદ ની યાત્રા માં રહેશે,
અચળ-અડોલ સ્થિર રહેશે. વિનાશ તો થવાનો જ છે. સર્વ નાં કાકા, ચાચા, મામા, ગુરુ,
ગોસાઈ વગેરે બધાં ખતમ થઇ જશે. સદ્દગુરુ કહે છે કે હું તમને સાથે લઈ જવા વાળો છું.
મનુષ્ય તો બિલકુલ અંધારા માં છે, તમે જાણો છો શિવબાબા આપણને સાથે લઈ જશે. કહે છે ને
- કાળ ખાઈ ગયો. પરતું હું તો તમને શાંતિધામ માં લઈ જાઉં છું. આત્મા શરીર છોડી ચાલ્યો
જાય છે. કાળ નથી લઈ જતો, આત્માને નીકળવાનું હોય છે. હવે તો હું પોતે આવ્યો છું -
તમને પાછા લઈ જવાં. બાબા કોઈ મારવા આવ્યાં છે શું? ના. તમારે જૂનું શરીર છોડવાનું
છે. આત્મા તમોપ્રધાન થી સતોપ્રધાન થવાનો છે. હમણાં પ તત્વ પણ તમોપ્રધાન છે, એટલે
શરીર પણ એવાં બને છે. ત્યાં સતોપ્રધાન તત્વો થી તમારાં શરીર પણ ગોરા બનશે. બાપ કહે
છે હું ફરીથી સતયુગી આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સ્થાપન કરું છું. તમે જ ૮૪ જન્મ
ભોગવ્યાં છે. તમે પોતાનાં ધર્મ ને ભૂલી ગયાં છો બીજા કોઈ પોતાનાં ધર્મ ને ભૂલ્યાં
નથી. તમે હમણાં જાણો છો આપણે અસલ માં દેવી-દેવતા ધર્મ વાળા એટલાં ઊંચે થી પછી નીચાં
કેવી રીતે બનીએ છીએ! બાપ બેસી કલ્પ-કલ્પ તમને જ સમજાવે છે. તમે પછી બીજાઓને સમજાવતાં
રહેશો. હમણાં ૮૪ નું ચક્ર પૂરું થાય છે, વિનાશ સામે ઉભો છે. સ્વર્ગ નાં માલિક બનવા
માટે પોતાને લાયક બનાવવાનું છે. તે બનવાનું છે યાદ થી. સવારે ઉઠી બાબા ને યાદ કરો.
બાબા વંડર (અદ્દભુત) છે - તમે કેવી રીતે આવો છો! ગીતા માં કૃષ્ણનું નામ આપી દીધું
છે પરંતુ આ તો હવે જાણીએ છીએ - તમે સન્મુખ વાત કરી રહ્યાં છો. તે છે
સાંભળેલી-સંભળાવેલી ભક્તિમાર્ગ ની વાતો. હમણાં તો અમને આત્માઓ ને આપ બાપ મળ્યાં છો,
આત્મા ને બાપ મળે છે તો એ પ્રેમ માં આવીને મળે છે. બાળકો બાપની સાથે બહુજ પ્રેમ થી
મળે છે. અહીં તો એ નિરાકાર બાપ છે ગુપ્ત એટલે બાબા હંમેશા કહે છે આમને મળો છો તો
શિવબાબા ને યાદ કરી મળો. મનુષ્ય તો કંઈ પણ નથી જાણતાં. તમારામાં પણ જે કોઈ જાણે છે,
મારાં બનીને પછી ભૂલી જાય છે. દેહ-અભિમાન આવી જાય છે. પ્રતિજ્ઞા પણ કરે છે - બાબા
હું તમારો થઈ ચૂક્યો છું. મેલ (પુરુષ), ભલે ફિમેલ (સ્ત્રી), બંને નો આત્મા કહે છે.
પરંતુ શરીર માં છે તો પુરુષ કહે છે - તમારો બની ચૂક્યો છું. સ્ત્રી કહેશે - હું બની
ચૂકી છું. બાબા અમે તમારા થી પૂરો વારસો લઈશું. પૂરાં યાદ કરીશું. યાદ વગર કટ નીકળી
નથી શકતી, તમોપ્રધાન થી સતોપ્રધાન બની ન શકે. સતયુગ માં તમને અખંડ અટલ, સુખ-શાંતિ,
સંપત્તિ નું ૨૧ જન્મ રાજ્ય મળે છે. સ્વર્ગ નાં રચયિતા બાપ જરુર પોતાનો વારસો આપશે.
ગાય પણ છે પરવાહ છે પાર બ્રહ્મ માં રહેવા વાળા પરમપિતા પરમાત્મા ની. એ તો એક જ વાર
આવે છે. આ પણ સમજવાની વાતો છે ને. ઘણાં તો સમજતા જ નથી, આગળ જઈ આંખ ખૂલશે. થોડી મોટી
લડાઈ લાગે. હકીકત માં આ યજ્ઞ રચાયેલો છે. લડાઈ પણ છે. આ યજ્ઞ ની કોઈને ખબર જ નથી.
રુદ્ર-જ્ઞાન-યજ્ઞ રચ્યો જ હતો કે વિનાશ થાય. તે પછી યજ્ઞ રચે છે કે વિનાશ ન થાય,
શાંતિ થઈ જાય. આ યજ્ઞ તો પણ રચાશે. એમને આ ખબર નથી કે વિનાશ થશે પછી શું રહેશે? હમણાં
આપ બાળકો આખાં વિશ્વ નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો. બધા ની બેહદ ની જન્મ કહાણી ને
જાણો છો. એવું કોઈ નથી, જે કહે કે પરમપિતા પરમાત્મા ની અમે જીવનકહાણી બતાવીએ છીએ.
પરમાત્માને જ બધા બોલાવે છે ને. ઘડી-ઘડી યાદ કરે છે. કહે છે ને - ભગવાને આ બાળક
આપ્યું, આ કર્યું. કોઈ-કોઈ આ સમજે છે - જેની વસ્તુ હતી, એમણે લઈ લીધી. એવાં પણ કોઈ
સમજદાર પુરુષ હોય છે. અનેક પ્રકાર નાં મનુષ્ય છે. હવે તમને બાપ મળ્યાં છે તો બાપ ને
જ યાદ કરવાનાં છે. યાદ થી જ કમાણી થાય છે. તમે વિષ્ણુપુરી નાં માલિક બની જશો. તમે
સતયુગ થી લઈને કળિયુગ અંત સુધી આખાં ચક્ર ને જાણો છો. તમારી બુદ્ધિમાં હૂબહૂ એવું
છે, જેમ બાપની બુદ્ધિ માં છે એટલે એમને જ્ઞાન નાં સાગર, નોલેજફુલ કહેવાય છે. હમણાં
તમે બાપ પાસેથી વારસો લઈ રહ્યાં છો. આપ બાળકોએ અચળ, સ્થિર રહેવું જોઈએ. એવું નહીં
કે માયા ઘડી-ઘડી આવીને હલાવ્યાં કરે. છુઈમુઈ ન બનવું જોઈએ. બાપ ને યાદ ન કરવાથી
મુરઝાઈ જાય છે. બાપ ને યાદ કરવાનો પુરુષાર્થ તમે કરી રહ્યાં છો. સમય નજીક આવશે, પછી
તમે જોશો અમારો પુરુષાર્થ હમણાં પૂરો થયો. અંત આવી ગયો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. રુહાની
ભણતર ભણી સાચ્ચી કમાણી કરવાની અને કરાવવાની છે. ઘરે જવાનો મેસેજ બધાને આપવાનો છે.
હવે કોઈ પણ વિકર્મ નથી કરવાનાં.
2. સવારે ઉઠીને પ્રેમ
થી બાપ ને યાદ કરવાનાં છે. નાની-મોટી વાતો માં છુઈમુઈ નથી બનવાનું. અવસ્થા ને
અચળ-અડોલ બનાવવાની છે.
વરદાન :-
નોલેજ ની લાઇટ
- માઈટ દ્વારા પોતાનાં લક ( ભાગ્ય ) ને જગાડવા વાળા સદા સફળતામૂર્ત ભવ
જે બાળકો નોલેજ ની
લાઈટ અને માઈટ થી આદિ-મધ્ય-અંત ને જાણીને પુરુષાર્થ કરે છે, એમને સફળતા અવશ્ય
પ્રાપ્ત થાય છે. સફળતા પ્રાપ્ત થવી પણ લક (ભાગ્ય) ની નિશાની છે. નોલેજફુલ બનવું જ
લક ને જગાડવાનું સાધન છે. નોલેજ ફક્ત રચયિતા અને રચના ની નથી પરંતુ નોલેજફુલ અર્થાત્
દરેક સંકલ્પ, દરેક શબ્દ અને દરેક કર્મ માં જ્ઞાન-સ્વરુપ થાઓ ત્યારે સફળતામૂર્ત બનશો.
જો પુરુષાર્થ બરોબર હોવા છતાં પણ સફળતા નથી દેખાતી તો આ જ સમજવું જોઈએ કે આ અસફળતા
નથી, પરિપકવતા નું સાધન છે.
સ્લોગન :-
ન્યારા બનીને
કર્મેન્દ્રિયો થી કર્મ કરાવો તો કર્માતીત સ્થિતિ નો અનુભવ સહજ કરી શકશો.
આ અવ્યક્ત ઈશારા -
જ્વાળા સ્વરુપ સ્થિતિ માં રહી શકિતશાળી યાદ નો અનુભવ કરો .
જ્યારે યોગ માં બેસો
છો તો સમાવવાની શક્તિ સેકન્ડ માં યુઝ કરો. સેવા નાં સંકલ્પ પણ સમાઈ જાય એટલી શક્તિ
હોય જે સ્ટોપ કહ્યું અને સ્ટોપ થઈ જાય. ફુલ બ્રેક લાગે, ઢીલી બ્રેક નહીં. જો એક
સેકન્ડ નાં બદલે વધારે સમય લાગી જાય છે તો સમાવવાની શક્તિ કમજોર કહેવાશે.