21-10-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સવારે - સવારે ઉઠી બાબા સાથે મીઠી - મીઠી વાતો કરો , વિચાર સાગર મંથન કરવા માટે સવાર નો સમય ખૂબ સરસ છે”

પ્રશ્ન :-
ભક્ત પણ ભગવાન ને સર્વશક્તિમાન્ કહે છે અને આપ બાળકો પણ, પરંતુ બંને માં અંતર શું છે?

ઉત્તર :-
તે કહે છે ભગવાન તો જે ઈચ્છે તે કરી શકે છે. બધું જ એમનાં હાથ માં છે. પરંતુ તમે જાણો છો બાબાએ કહ્યું છે હું પણ ડ્રામા નાં બંધન માં બંધાયેલો છું. ડ્રામા સર્વશક્તિમાન્ છે. બાપ ને સર્વશક્તિમાન્ એટલે કહેવાય છે કારણકે એમની પાસે સર્વ ને સદ્દગતિ આપવાની શક્તિ છે. એવું રાજ્ય સ્થાપન કરે છે જેને ક્યારેય કોઈ છીનવી ન શકે.

ઓમ શાંતિ!
કોણે કહ્યું? બાબાએ. ઓમ્ શાંતિ - આ કોણે કહ્યું? દાદાએ. હવે આપ બાળકોએ આ જાણ્યું છે. ઊંચા માં ઊંચા ની મહિમા તો ખૂબ ભારે છે. કહે છે સર્વશક્તિમાન્ છે તો શું નથી કરી શકતાં. હવે આ ભક્તિમાર્ગ વાળા તો સર્વશક્તિમાન્ નો અર્થ ખૂબ ભારે કાઢતા હશે. બાપ કહે છે ડ્રામા અનુસાર બધું જ થાય છે, હું કાંઈ પણ કરતો નથી. હું પણ ડ્રામા નાં બંધન માં બંધાયેલો છું. ફક્ત તમે બાપ ને યાદ કરવાથી સર્વશક્તિમાન્ બની જાઓ છો. પવિત્ર બનવાથી તમોપ્રધાન થી સતોપ્રધાન બની જાઓ છો. બાપ સર્વશક્તિમાન્ છે, એમણે શીખવાડવાનું હોય છે. બાળકો, મને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જશે પછી સર્વશક્તિમાન્ બની વિશ્વ પર રાજ્ય કરશો. શક્તિ નહીં હશે તો રાજ્ય કેવી રીતે કરશો? શક્તિ મળે છે યોગ થી એટલે ભારત નો પ્રાચીન યોગ ખૂબ ગવાય છે. આપ બાળકો નંબરવાર યાદ કરી વધારે ખુશી માં આવો છો. તમે જાણો છો આપણે આત્માઓ બાપ ને યાદ કરવાથી વિશ્વ પર રાજ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. કોઈની તાકાત નથી જે છીનવી શકે. ઊંચા માં ઊંચા બાપ ની મહિમા બધા કરે છે પરંતુ સમજતા કાંઈ નથી. એક પણ મનુષ્ય નથી જેમને એ ખબર હોય કે આ નાટક છે. જો સમજતા હોય કે નાટક છે તો શરુઆત થી અંત સુધી તે યાદ આવવું જોઈએ. નહીં તો નાટક કહેવું જ ખોટું થઈ જાય છે. કહે પણ છે આ નાટક છે, અમે પાર્ટ ભજવવા આવ્યાં છીએ. તો એ નાટક નાં આદિ-મધ્ય-અંત ને પણ જાણવું જોઈએ ને? એમ પણ કહે છે અમે ઉપર થી આવીએ છીએ ત્યારે તો વૃદ્ધિ થતી રહે છે ને? સતયુગ માં તો થોડા મનુષ્ય હતાં. આટલાં બધા આત્માઓ ક્યાંથી આવ્યાં, આ કોઈ સમજતા નથી કે આ અનાદિ પૂર્વ નિર્ધારિત અવિનાશી ડ્રામા છે. જે આદિ થી અંત સુધી રિપીટ (પુનરાવૃત્તિ) થતો રહે છે. તમે બાયોસ્કોપ શરુ થી અંત સુધી જુઓ પછી બીજી વાર રિપીટ કરીને જો જોશો તો ચક્ર જરુર હૂબહૂ રિપીટ થશે. જરા પણ ફરક નહીં હશે.

બાપ મીઠાં-મીઠાં બાળકોને કેવી રીતે બેસીને સમજાવે છે. કેટલાં મીઠાં બાપ છે. બાબા તમે કેટલાં મીઠાં છો. બાબા, બસ, હવે તો અમે ચાલીએ છીએ પોતાનાં સુખધામ માં. હવે આ ખબર પડી છે કે આત્મા પાવન બની જશે તો દૂધ પણ ત્યાં પાવન મળશે. શ્રેષ્ઠાચારી માતાઓ ખૂબ મીઠી હોય છે, સમય પર બાળકો ને જાતેજ દૂધ પીવડાવે છે. બાળકો ને રડવાની જરુર નથી હોતી. એવું-એવું આ પણ વિચાર સાગર મંથન કરવાનું હોય છે. સવારે બાબા સાથે વાતો કરવાથી ખૂબ મજા આવે છે. બાબા તમે કેટલી સારી યુક્તિ બતાવો છો, શ્રેષ્ઠાચારી રાજ્ય સ્થાપન કરવાની. પછી અમે શ્રેષ્ઠાચારી માતાઓ નાં ખોળા માં જઈશું. અનેકવાર અમે જ તે નવી સૃષ્ટિ માં ગયા છીએ. હવે અમારી ખુશી નાં દિવસો આવે છે. આ ખુશી નો ખોરાક છે એટલે ગાયન પણ છે અતીન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપ-ગોપીઓ ને પૂછો. હવે આપણને બેહદ નાં બાપ મળ્યાં છે. આપણને ફરી થી સ્વર્ગ નાં માલિક શ્રેષ્ઠાચારી બનાવે છે. કલ્પ-કલ્પ આપણે પોતાનું રાજ્ય-ભાગ્ય લઈએ છીએ. હાર ખાઈએ છીએ પછી જીત મેળવીએ છીએ. હવે બાપ ને યાદ કરવાથી જ રાવણ પર જીત મેળવવાની છે પછી આપણે પાવન બની જઈશું. ત્યાં લડાઈ દુઃખ વગેરે નું નામ નથી, કોઈ ખર્ચો નથી. ભક્તિમાર્ગ માં જન્મ-જન્માંતર કેટલાં ખર્ચા કર્યા, કેટલાં ધક્કા ખાધાં, કેટલાં ગુરુ કર્યા છે. હવે પછી આડધાકલ્પ આપણે કોઈ ગુરુ નહીં કરીશું. શાંતિધામ, સુખધામ જઈશું. બાપ કહે છે તમે સુખધામ નાં રાહી છો. હવે દુઃખધામ થી સુખધામ માં જવાનું છે. વાહ આપણા બાબા, કેવી રીતે આપણને ભણાવી રહ્યાં છે. આપણું યાદગાર પણ અહીં છે. આ તો ખૂબ વન્ડર (અદ્દભુત) છે. આ દેલવાડા મંદિર ની તો અપરમઅપાર મહિમા છે. હમણાં આપણે રાજયોગ શીખીએ છીએ. તેનું યાદગાર તો જરુર બનશે ને? આ હૂબહૂ આપણું યાદગાર છે. બાબા, મમ્મા અને બાળકો બેઠાં છે. નીચે યોગ શીખી રહ્યાં છે, ઉપર માં સ્વર્ગ ની રાજાઈ છે. ઝાડ માં પણ કેટલું ક્લિયર (સ્પષ્ટ) છે. બાબાએ કેવી રીતે સાક્ષાત્કાર કરાવી પછી ચિત્ર બનાવડાવ્યાં છે. બાબાએ જ સાક્ષાત્કાર કરાવ્યો અને પછી સુધારો પણ કર્યો. કેટલું વન્ડર છે. બધી નવી નોલેજ છે. કોઈને પણ આ નોલેજ ની ખબર નથી. બાપ જ સમજાવે છે, મનુષ્ય કેટલાં તમોપ્રધાન બનતા જાય છે. મનુષ્ય સૃષ્ટિ વધતી જાય છે. ભક્તિ ની પણ વૃદ્ધિ થતા-થતા તમોપ્રધાન બનતી જાય છે. અહીં હમણાં તમે સતોપ્રધાન બનવાનો પુરુષાર્થ કરો છો. ગીતા માં પણ શબ્દ છે મનમનાભવ. ફક્ત એ નથી જાણતા કે ભગવાન કોણ છે? હવે આપ બાળકોએ સવારે-સવારે ઉઠીને વિચાર સાગર મંથન કરવાનું છે કે મનુષ્યો ને ભગવાન નો પરિચય કેવી રીતે આપીએ? ભક્તિ માં પણ મનુષ્ય સવારે-સવારે ઉઠીને કોઠી માં બેસી ભક્તિ કરે છે. તે પણ વિચાર સાગર મંથન થયું ને? હમણાં તમને જ્ઞાન નું ત્રીજું નેત્ર મળે છે. બાપ ત્રીજું નેત્ર આપવાની કથા સંભળાવે છે. આને જ પછી તીજરી ની કથા કહી દીધી છે. તીજરી ની કથા, અમરકથા, સત્ય નારાયણ ની કથા પણ પ્રખ્યાત છે. સંભળાવવા વાળા એક જ બાપ છે જે પછી ભક્તિમાર્ગ માં ચાલે છે. જ્ઞાન થી આપ બાળકો સાલવેન્ટ (ભરપુર) બનો છો, એટલે દેવતાઓ ને પદમપતિ કહેવાય છે. દેવતાઓ ખૂબ ધનવાન, પદમપતિ બને છે. કળિયુગ ને પણ જુઓ અને સતયુગ ને પણ જુઓ - રાત-દિવસ નું અંતર છે. આખી દુનિયા ની સફાઈ થવામાં સમય લાગે છે ને? આ બેહદ ની દુનિયા છે. ભારત છે જ અવિનાશી ખંડ. આ ક્યારેય પ્રાયઃલોપ થતો નથી. એક જ ખંડ રહે છે - અડધોકલ્પ. પછી બીજા ખંડ ઈમર્જ (જાગૃત) થશે નંબરવાર. આપ બાળકો ને કેટલું જ્ઞાન મળે છે. બોલો - દુનિયા ની હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે ચક્ર લગાવે છે - આવીને સમજો. પ્રાચીન ઋષિ મુનિઓ નું કેટલું માન છે, પરંતુ તે પણ સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં. તે હઠયોગી છે. હા, બાકી તેમનાં માં પવિત્રતા ની તાકાત છે જેનાથી ભારત ને ટકાવે છે. નહીં તો ભારત ખબર નહીં શું થઈ જાત? મકાન નું સારકામ વગેરે કરાવાય છે ને - તો શોભા થાય છે. ભારત મહાન પવિત્ર હતું, હવે તે જ પતિત બન્યું છે. ત્યાં તમારું સુખ પણ લાંબો સમય ચાલે છે. તમારી પાસે ખૂબ ધન રહે છે. તમે ભારત માં જ રહેતાં હતાં. તમારું રાજ્ય હતું, કાલ ની વાત છે. પછી પાછળ અન્ય ધર્મ આવ્યાં છે. તેમણે આવીને થોડો સુધારો કરી પોતાનું નામ પ્રસિદ્ધ કર્યુ છે. હવે તે પણ બધા તમોપ્રધાન બની ગયા છે. હવે આપ બાળકો ને કેટલી ખુશી થવી જોઈએ. આ બધી વાતો નવાં ને નથી સંભળાવવા ની. પહેલાં-પહેલાં તો બાપ નો પરિચય આપવાનો છે. બાપ નું નામ, રુપ, દેશ, કાળ જાણો છો? ઊંચા માં ઊંચા બાપ નો પાર્ટ (ભૂમિકા) તો પ્રસિદ્ધ થાય છે ને? હવે તમે જાણો છો - એ બાપ જ આપણને ડાયરેક્શન (માર્ગદર્શન) આપી રહ્યાં છે. તમે ફરી થી પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યાં છો. આપ બાળકો મારા મદદગાર છો. તમે પવિત્ર બનો છો. તમારા માટે પવિત્ર દુનિયા જરુર સ્થાપન થવાની છે. તમે આ લખી શકો છો કે જૂની દુનિયા બદલાઈ રહી છે. પછી આ સૂર્યવંશી-ચંદ્રવંશી રાજ્ય હશે. પછી રાવણ રાજ્ય થશે. ચિત્રો પર સમજાવવાનું ખૂબ મીઠું લાગે છે, આમાં તિથિ-તારીખ બધું લખેલું છે. ભારત નો પ્રાચીન રાજયોગ એટલે યાદ. યાદ થી વિકર્મ વિનાશ થાય છે અને ભણતર થી પદ મળે છે. દૈવીગુણ ધારણ કરવાના છે. હા, એટલું જરુર છે માયા નાં તોફાન આવશે. સવારે ઉઠીને બાબા સાથે વાતો કરવી ખૂબ સારું છે. ભક્તિ અને જ્ઞાન બંને માટે આ સમય સારો છે. મીઠી-મીઠી વાતો કરવી જોઈએ. હવે આપણે શ્રેષ્ઠાચારી દુનિયા માં જઈશું. વૃદ્ધો નાં દિલ માં તો આ રહે છે ને કે અમે શરીર છોડી ગર્ભ માં જઈશું. બાબા કેટલો નશો ચઢાવે છે. આવી-આવી વાતો બેસીને કરો તો પણ તમારું જમા થઈ જાય. શિવબાબા આપણને નર્કવાસી થી સ્વર્ગવાસી બનાવી રહ્યાં છે. પહેલાં-પહેલાં આપણે આવીએ છીએ, આખો ઓલરાઉન્ડ (સર્વાંગી) પાર્ટ આપણે ભજવ્યો છે. હવે બાબા કહે છે આ છી-છી વસ્ત્ર ને છોડી દો. દેહ સહિત આ આખી દુનિયા ને ભૂલી જાઓ. આ છે બેહદ નો સંન્યાસ. ત્યાં પણ તમે વૃદ્ધ થશો તો સાક્ષાત્કાર થશે - અમે બાળક બનીએ છીએ. ખુશી થાય છે. બાળપણ તો સૌથી સારું છે. આવું-આવું સવારે બેસી વિચાર સાગર મંથન કરવાનું છે. પોઈન્ટ્સ (જ્ઞાન) નીકળશે તો તમને ખુશી થશે. ખુશી માં કલાક-દોઢ કલાક વીતી જાય છે. જેટલી પ્રેક્ટિસ (અભ્યાસ) થતી જશે એટલી ખુશી વધતી જશે. ખૂબ મજા આવશે અને પછી હરતાં-ફરતાં યાદ કરવાના છે. ફુરસદ ખૂબ છે, હા વિધ્ન પડશે, એમાં કોઈ શંકા નથી. ધંધા માં મનુષ્ય ને નિંદર નથી આવતી. સુસ્ત લોકો નિંદર કરે છે. તમે જેટલું થઈ શકે શિવબાબા ને જે યાદ કરતા રહો. તમને બુદ્ધિ માં રહે છે શિવબાબા માટે અમે ભોજન બનાવીએ છીએ. શિવબાબા નાં માટે અમે આ કરીએ છીએ. ભોજન પણ શુદ્ધિ થી બનાવવાનું છે. એવી ચીજ ન હોય જેનાથી ખિટપિટ થઈ જાય. બાબા સ્વયં પણ યાદ કરે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સવારે-સવારે ઉઠીને બાબા સાથે મીઠી-મીઠી વાતો કરવાની છે. રોજ ખુશી નો ખોરાક ખાતા અતીન્દ્રિય સુખ નો અનુભવ કરવાનો છે.

2. સતયુગી રાજધાની સ્થાપન કરવામાં બાપ નાં પૂરાં મદદગાર બનવા માટે પાવન બનવાનું છે, યાદ થી વિકર્મ વિનાશ કરવાના છે, ભોજન પણ શુદ્ધિ થી બનાવવાનું છે.

વરદાન :-
દિવ્ય ગુણો નાં આહવાન દ્વારા સર્વ અવગુણો ની આહુતિ આપવા વાળા સંતુષ્ટ આત્મા ભવ

જેવી રીતે દિવાળી પર વિશેષ સફાઈ અને કમાણી નું ધ્યાન રાખે છે. એવી રીતે તમે પણ બધા પ્રકાર ની સફાઈ અને કમાણી નું લક્ષ રાખી સંતુષ્ટ આત્મા બનો. સંતુષ્ટતા દ્વારા જ સર્વ દિવ્ય ગુણો નું આહવાન કરી શકશો. પછી અવગુણો ની આહુતી સ્વતઃ થઈ જશે. અંદર જે કમજોરીઓ, કમીઓ, નિર્બળતા, કોમળતા રહેલી છે, એને સમાપ્ત કરી હવે નવું ખાતું શરુ કરો અને નવાં સંસ્કારો નાં નવાં વસ્ત્ર ધારણ કરી સાચ્ચી દિવાળી મનાવો.

સ્લોગન :-
સ્વમાન ની સીટ પર સદા સેટ રહેવું છે તો દૃઢ સંકલ્પ નો બેલ્ટ સારી રીતે બાંધી લો.

માતેશ્વરી જી નાં અણમોલ મહાવાક્ય

“ આ અવિનાશી ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ પણ ભાષા શીખવી નથી પડતી”

આપણું જે ઈશ્વરીય જ્ઞાન છે તે ખુબજ સહજ અને મીઠું છે, આનાથી જન્મ-જન્માંતર માટે કમાણી જમા થાય છે. આ જ્ઞાન એટલું સહજ છે જે કોઈ પણ મહાન આત્મા, અહિલ્યા જેવી પથ્થર બુદ્ધિ, કોઈ પણ ધર્મવાળા બાળક થી લઈને વૃદ્ધ સુધી કોઈ પણ પ્રાપ્ત કરી શકે છે. જુઓ, આટલું સહજ હોવા છતાં પણ દુનિયા વાળા આ જ્ઞાન ને ખૂબ ભારે સમજે છે. કોઈ સમજે છે જ્યારે અમે ખૂબ વેદ, શાસ્ત્ર, ઉપનિષદ ભણીને મોટાં-મોટાં વિદ્વાન બનીએ, તેનાં માટે પછી ભાષા શીખવી પડે. ખૂબ હઠયોગ કરે ત્યારે જ પ્રાપ્તિ થઈ શકશે પરંતુ આ તો આપણે પોતાનાં અનુભવ થી જાણી ચૂક્યાં છીએ કે આ જ્ઞાન ખુબજ સહજ અને સરળ છે કારણકે સ્વયં પરમાત્મા ભણાવી રહ્યાં છે, આમાં ન કોઈ હઠક્રિયા, ન જપ-તપ, ન શાસ્ત્રવાદી પંડિત બનવાની, ન કોઈ આનાં માટે સંસ્કૃત ભાષા શીખવાની જરુર છે, આ તો નેચરલ (સ્વભાવિક) આત્મા એ પોતાનાં પરમપિતા પરમાત્મા ની સાથે યોગ લગાવવાનો છે. ભલે કોઈ આ જ્ઞાન ને ન પણ ધારણ કરી શકે તો પણ ફક્ત યોગ થી પણ ખૂબ ફાયદો થશે. આનાથી એક તો પવિત્ર બનાય છે, બીજું પછી કર્મબંધન ભસ્મીભૂત થાય છે અને કર્માતીત બનાય છે, એટલી તાકાત છે આ સર્વશક્તિવાન્ પરમાત્મા ની યાદ માં. ભલે એ પોતાનાં સાકાર બ્રહ્મા તન દ્વારા આપણને યોગ શીખવાડી રહ્યાં છે પરંતુ યાદ છતાં પણ ડાયરેક્ટ એ જ્યોતિ સ્વરુપ શિવ પરમાત્મા ને કરવાના છે, એ યાદ થી જ કર્મબંધન નો મેલ ઉતરશે. અચ્છા. ઓમ્ શાંતિ.

અવ્યક્ત ઈશારા - સ્વયં અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિ નો પ્રયોગ કરો

શાંતિ ની શક્તિ નો પ્રયોગ પહેલાં સ્વ પ્રત્યે, તન ની વ્યાધિ ની ઉપર કરીને જુઓ. આ શક્તિ દ્વારા કર્મ બંધન નું રુપ, મીઠાં સંબંધ નાં રુપ માં બદલાઈ જશે. આ કર્મભોગ, કર્મ નાં કડા (કઠોર) બંધન સાઈલેન્સ ની શક્તિ થી પાણી ની લકીર ની જેમ અનુભવ થશે. ભોગવવા વાળો નથી, ભોગના ભોગવી રહ્યો છું - આ નહીં પરંતુ સાક્ષી દૃષ્ટા થઈ આ હિસાબ-કિતાબ નું દૃશ્ય પણ જોતા રહેશો.