21-12-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
સાચ્ચી કમાણી કરવાનો પુરુષાર્થ પહેલાં સ્વયં કરો પછી પોતાનાં મિત્ર - સંબંધીઓને પણ
કરાવો , ચેરિટી બિગેન્સ એટ હોમ”
પ્રશ્ન :-
સુખ અથવા ચૈન પ્રાપ્ત કરવાની વિધિ શું છે?
ઉત્તર :-
પવિત્રતા. જ્યાં પવિત્રતા છે ત્યાં સુખ-ચૈન છે. બાપ પવિત્ર દુનિયા સતયુગ ની સ્થાપના
કરે છે. ત્યાં વિકાર હોતા નથી. જે દેવતાઓ નાં પુજારી છે તે ક્યારેય એવો પ્રશ્ન ન કરી
શકે કે વિકારો વગર દુનિયા કેમ ચાલશે? હવે તમારે ચૈન ની દુનિયા માં જવાનું છે એટલે આ
પતિત દુનિયાને ભૂલવાની છે. શાંતિધામ અને સુખધામ ને યાદ કરવાના છે.
ઓમ શાંતિ!
ઓમ્ શાંતિ નો
અર્થ તો બાળકો ને સમજાવેલો છે. શિવબાબા પણ ઓમ્ શાંતિ કહી શકે છે તો સાલિગ્રામ બાળકો
પણ કહી શકે છે. આત્મા કહે છે ઓમ્ શાંતિ. સન ઓફ સાઈલેન્સ ફાધર (શાંતિ નાં પિતા નાં
બાળક). શાંતિ માટે જંગલ વગેરે માં જઈને કોઈ ઉપાય નથી કરાતો. આત્મા તો છે જ શાંત. પછી
ઉપાય શું કરવાનો છે? આ બાપ સમજાવે છે. એ બાપ ને જ કહે છે કે ત્યાં લઈ ચાલો જ્યાં
સુખ-ચૈન મેળવીએ. ચૈન અથવા સુખ બધા મનુષ્ય ઈચ્છે છે. પરંતુ સુખ અને શાંતિ ની પહેલાં
તો જોઈએ પવિત્રતા. પવિત્ર ને પાવન, અપવિત્ર ને પતિત કહેવાય છે. પતિત દુનિયા વાળા
પોકારતા રહે છે કે આવીને અમને પાવન દુનિયા માં લઈ ચાલો. એ છે જ પતિત દુનિયા થી
મુક્ત કરી પાવન દુનિયા માં લઈ જવા વાળા. સતયુગ માં છે પવિત્રતા, કળિયુગ માં છે
અપવિત્રતા. તે નિર્વિકારી દુનિયા, આ વિકારી દુનિયા. આ તો બાળકો જાણે છે દુનિયાની
વૃદ્ધિ થતી રહે છે. સતયુગ નિર્વિકારી દુનિયા છે તો જરુર મનુષ્ય થોડા હશે. તે થોડા
કોણ હશે? બરોબર સતયુગ માં દેવી-દેવતાઓ નું રાજ્ય છે, એને જ ચૈન ની દુનિયા અથવા
સુખધામ કહેવાય છે. આ છે દુ:ખધામ. દુ:ખધામ ને બદલી સુખધામ બનાવવા વાળા એક જ પરમપિતા
પરમાત્મા છે. સુખ નો વારસો જરુર બાપ જ આપશે. હવે એ બાપ કહે છે દુઃખધામ ને ભૂલો,
શાંતિધામ અને સુખધામ ને યાદ કરો એને જ મનમનાભવ કહેવાય છે. બાપ આવીને બાળકો ને
સુખધામ નો સાક્ષાત્કાર કરાવે છે. દુ:ખધામ નો વિનાશ કરાવી શાંતિધામ માં લઈ જાય છે. આ
ચક્ર ને સમજવાનું છે. ૮૪ જન્મ લેવા પડે છે. જે પહેલાં સુખધામ માં આવે છે, એમનાં છે
૮૪ જન્મ, ફક્ત આટલી વાતો યાદ કરવાથી પણ બાળકો સુખધામ નાં માલિક બની શકે છે.
બાપ કહે છે બાળકો,
શાંતિધામ ને યાદ કરો અને પછી વારસા ને અર્થાત્ સુખધામ ને યાદ કરો. પહેલાં-પહેલાં તમે
શાંતિધામ માં જાઓ છો તો પોતાને શાંતિધામ, બ્રહ્માંડ નાં માલિક સમજો. ચાલતાં-ફરતાં
પોતાને ત્યાંનાં વાસી સમજશો તો આ દુનિયા ભૂલાતી જશે. સતયુગ છે સુખધામ પરંતુ બધા તો
સતયુગ માં આવી ન શકે. આ વાતો સમજશે જ તે જે દેવતાઓનાં પુજારી છે. આ છે સાચ્ચી કમાણી,
જે સાચાં બાપ શીખવાડે છે. બાકી બધી છે જુઠ્ઠી કમાણીઓ. અવિનાશી જ્ઞાન-રત્નો ની કમાણી
જ સાચ્ચી કમાણી કહેવાય છે, બાકી વિનાશી ધન-સંપત્તિ એ છે જુઠ્ઠી કમાણી. દ્વાપર થી
લઈને તેઓ જુઠ્ઠી કમાણી કરતા આવ્યા છે. આ અવિનાશી સાચ્ચી કમાણી ની પ્રારબ્ધ સતયુગ થી
શરુ થઈ ત્રેતા માં પૂરી થાય છે અર્થાત્ અડધોકલ્પ ભોગવો છો. પછી ત્યારબાદ જુઠ્ઠી
કમાણી શરુ થાય છે, જેથી અલ્પકાળ ક્ષણભંગુર સુખ મળે છે. આ અવિનાશી જ્ઞાન-રત્ન, જ્ઞાન
સાગર જ આપે છે. સાચ્ચી કમાણી સાચાં બાપ કરાવે છે. ભારત સચખંડ હતો, ભારત જ હવે
જુઠ્ઠખંડ બન્યો છે. બીજા ખંડો ને સચ ખંડ, જુઠ્ઠ ખંડ નથી કહેવાતાં. સચ ખંડ બનાવવા
વાળા બાદશાહ સત્ય એ છે. સાચાં છે એક ગોડ ફાધર, બાકી છે જુઠ્ઠા ફાધર. સતયુગ માં પણ
સાચાં ફાધર મળે છે કારણકે ત્યાં જુઠ્ઠું પાપ હોતું નથી. આ છે જ પાપ આત્માઓની દુનિયા,
તે છે પુણ્ય આત્માઓ ની દુનિયા. તો હમણાં આ સાચ્ચી કમાણી માટે કેટલો પુરુષાર્થ કરવો
જોઈએ? જેમણે કલ્પ પહેલાં કમાણી કરી છે, તે જ કરશે. પહેલાં પોતે સાચ્ચી કમાણી કરી પછી
પિયર અને સાસરા ને આ જ સાચ્ચી કમાણી કરાવવાની છે. ચેરિટી બિગેન્સ એટ હોમ.
સર્વવ્યાપી નાં જ્ઞાન
વાળા ભક્તિ કરી ન શકે. જ્યારે બધા ભગવાન નાં રુપ છે પછી ભક્તિ કોની કરે છે? તો આ જ
દુબન (કાદવ) માંથી કાઢવામાં મહેનત કરવી પડે છે. સંન્યાસી લોકો ચેરિટી બિગેન્સ એટ
હોમ શું કરશે? પહેલાં તો તે ઘરબાર નાં સમાચાર સંભળાવતા જ નથી. બોલો, કેમ નથી
સંભળાવતાં? ખબર તો પડવી જોઈએ ને? બતાવવામાં શું છે? ફલાણા ઘર નાં હતાં પછી સંન્યાસ
ધારણ કર્યો! તમને પૂછે તો તમે ઝટ બતાવી શકો છો. સંન્યાસીઓનાં અનુયાયીઓ તો ઘણાં છે.
તે પછી જો કહે કે ભગવાન એક છે તો બધા એમને પૂછશે તમને કોણે આ જ્ઞાન સંભળાવ્યું? કહે
બી. કે., એ તો આખો તેમનો ધંધો જ ખલાસ થઈ જાય. આવી રીતે કોણ પોતાની ઈજ્જત ગુમાવશે?
પછી કોઈ ખાવાનું પણ ન દે એટલે સંન્યાસીઓ માટે તો ખૂબ મુશ્કેલ છે. પહેલાં તો પોતાનાં
મિત્રો-સંબંધીઓ વગેરે ને જ્ઞાન આપી સાચ્ચી કમાણી કરાવવી પડે જેનાથી તે ૨૧ જન્મ સુખ
મેળવે. વાત છે ખૂબ સહજ. પરંતુ ડ્રામા માં આટલા શાસ્ત્ર મંદિર વગેરે બનવાની પણ નોંધ
છે.
પતિત દુનિયા માં રહેવા
વાળા કહે છે હવે પાવન દુનિયા માં લઈ ચાલો. સતયુગ ને ૫૦૦૦ વર્ષ થયાં. એમણે તો કળિયુગ
ની આયુ જ લાખો વર્ષ કહી દીધી છે તો પછી મનુષ્ય કેવી રીતે સમજે કે સુખધામ ક્યાં છે?
ક્યારે બનશે? તે તો કહે છે મહાપ્રલય થાય છે ત્યાર પછી સતયુગ આવે છે. પહેલાં-પહેલાં
શ્રીકૃષ્ણ અંગૂઠો ચૂસતાં સાગર માં પીપળ નાં પાંદડા પર આવે છે. હવે ક્યાંની વાત ક્યાં
લઈ ગયા છે! હવે બાપ કહે છે બ્રહ્મા દ્વારા હું બધા વેદો-શાસ્ત્રો નો સાર સંભળાવું
છું એટલે વિષ્ણુ ની નાભિ-કમળ થી બ્રહ્મા દેખાડે છે અને પછી હાથ માં શાસ્ત્ર આપી દીધાં
છે. હવે બ્રહ્મા તો જરુર અહીં હશે. સૂક્ષ્મવતન માં તો શાસ્ત્ર નહીં હોય ને? બ્રહ્મા
અહીં હોવા જોઈએ. વિષ્ણુ લક્ષ્મી-નારાયણ નાં રુપ પણ તો અહીં હોય છે. બ્રહ્મા સો
વિષ્ણુ બને છે પછી વિષ્ણુ સો બ્રહ્મા બને છે. હવે બ્રહ્મા થી વિષ્ણુ નીકળે કે વિષ્ણુ
થી બ્રહ્મા નીકળે? આ બધી સમજવાની વાતો છે. પરંતુ આ વાતો ને સમજશે તે જે સારી રીતે
ભણશે. બાપ કહે છે જ્યાં સુધી તમારું શરીર છુટે ત્યાં સુધી સમજતા જ રહેશો. તમે
બિલકુલ જ ૧૦૦ ટકા બેસમજ, કંગાળ બની ગયા છો. તમે જ સમજદાર દેવી-દેવતા હતાં, હવે ફરીથી
તમે દેવી-દેવતા બની રહ્યા છો. મનુષ્ય તો બનાવી ન શકે. તમે જ દેવતા હતાં પછી ૮૪ જન્મ
લેતાં-લેતાં એકદમ કળાહીન થઈ ગયા છો. તમે સુખધામ માં ખૂબ ચૈન માં હતાં, હવે બેચેન
છો. તમે ૮૪ જન્મો નો હિસાબ બતાવી શકો છો. ઈસ્લામી, બૌદ્ધી, સિક્ખ, ઈસાઈ મઠ-પંથ બધા
કેટલાં જન્મ લેશે? આ હિસાબ કાઢવો તો સહજ છે. સ્વર્ગ નાં માલિક તો ભારતવાસી જ બનશે.
સેપલિંગ (કલમ) લાગે છે ને? આ છે સમજણ. પોતે સમજી જાય તો પછી પહેલાં-પહેલાં પોતાનાં
માતા-પિતા, બહેન-ભાઈઓ ને જ્ઞાન આપવું પડે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતા કમળફૂલ સમાન
રહેવાનું છે પછી ચેરિટી બિગેન્સ એટ હોમ. પિયરઘર, સાસરા ઘરે નોલેજ સંભળાવવી પડે. ધંધા
માં પણ પહેલાં પોતાનાં ભાઈઓ ને જ ભાગીદાર બનાવે છે. અહીં પણ એવું છે. ગાયન પણ છે
કન્યા તે જે પિયરઘર અને સાસરાઘર નો ઉદ્ધાર કરે. અપવિત્ર ઉદ્ધાર કરી ન શકે. તો કઈ
કન્યા? આ બ્રહ્મા ની કન્યા, બ્રહ્માકુમારી છે ને? અહીં અધરકન્યા, કુંવારીકન્યા નું
મંદિર પણ બનેલું છે ને? અહીં તમારા યાદગાર બનેલા છે. આપણે ફરી થી આવ્યા છીએ ભારત ને
સ્વર્ગ બનાવવા માટે. આ દેલવાડા મંદિર બિલકુલ એક્યુરેટ છે, ઉપર સ્વર્ગ દેખાડ્યું છે.
સ્વર્ગ તો અહીં જ છે. રાજયોગ ની તપસ્યા પણ અહીં જ થાય છે. જેમનું મંદિર છે એમણે આ
જાણવું તો જોઈએ ને? હવે અંદર જગત પિતા, જગત અંબા, આદિ દેવ, આદિ દેવી બેઠાં છે. અચ્છા,
આદિ દેવ કોનાં બાળક છે? શિવબાબા નાં. અધર કુમારી, કુંવારી કન્યા બધા રાજયોગ માં બેઠાં
છે. બાપ કહે છે મનમનાભવ, તો તમે વૈકુંઠનાં માલિક બનશો. મુક્તિ, જીવન-મુક્તિધામ ને
યાદ કરો. તમારો આ સંન્યાસ છે, જૈની લોકો નો સંન્યાસ કેટલો ડિફિકલ્ટ (મુશ્કેલ) છે?
વાળ વગેરે કાઢવાનો કેટલો કઠોર રીવાજ છે? અહીં તો છે જ સહજ રાજયોગ. આ છે પણ
પ્રવૃત્તિમાર્ગ નો. આ ડ્રામા માં નોંધ છે. કોઈ જૈન મુનિ એ પોતાનો નવો ધર્મ સ્થાપન
કર્યો પરંતુ તેને આદિ સનાતન દેવી-દેવતા ધર્મ તો નહીં કહેવાશે ને? તે તો હમણાં
પ્રાય:લોપ છે. કોઈએ જૈન ધર્મ ચલાવ્યો અને ચાલી પડ્યો. આ પણ ડ્રામા માં છે. આદિ દેવ
ને પિતા અને જગત અંબા ને માતા કહેવાશે. આ તો બધા જાણે છે કે આદિ દેવ બ્રહ્મા છે.
આદમ-બીબી, એડમ-ઈવ પણ કહે છે. ક્રિશ્ચન લોકો ને થોડી ખબર છે કે આ એડમ, ઈવ હમણાં
તપસ્યા કરી રહ્યા છે? મનુષ્ય સૃષ્ટિનાં વિભાગ નાં આ હેડ છે. આ રહસ્ય પણ બાપ સમજાવે
છે. આટલાં મંદિર શિવ નાં તથા લક્ષ્મી-નારાયણ નાં બન્યા છે તો એમની બાયોગ્રાફી (જીવન
કહાની) જાણવી જોઈએ ને? આ પણ જ્ઞાનસાગર બાપ જ સમજાવે છે. પરમપિતા પરમાત્માને જ
નોલેજફુલ જ્ઞાન નાં સાગર, આનંદ નાં સાગર કહેવાય છે. આ પરમાત્માની મહિમા કોઈ
સાધુ-સંત વગેરે નથી જાણતાં. તે તો કહી દે છે પરમાત્મા સર્વવ્યાપી છે પછી મહિમા કોની
કરે? પરમાત્માને ન જાણવાના કારણે જ પછી સ્વયં ને જ શિવોહમ્ કહી દે છે. નહીં તો
પરમાત્મા ની મહિમા કેટલી ઊંચી છે? એ તો મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ છે. મુસલમાન લોકો
પણ કહે છે અમને ખુદાએ ઉત્પન્ન કર્યા, તો આપણે રચના થયાં. રચના, રચના ને વારસો ન આપી
શકે. ક્રિયેશન ને ક્રિયેટર પાસે થી વારસો મળે છે, આ વાત ને કોઈ પણ નથી સમજતાં. એ
બીજરુપ સત્ છે, ચૈતન્ય છે, સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું એમને જ્ઞાન છે. બીજ સિવાય આ
આદિ-મધ્ય-અંત નું જ્ઞાન કોઈ મનુષ્યમાત્ર માં હોઈ ન શકે. બીજ ચૈતન્ય છે તો જરુર
નોલેજ એમનામાં જ હશે. એ જ આવીને તમને આખી સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ની નોલેજ આપે છે.
આ પણ બોર્ડ લગાવી દેવું જોઈએ કે આ ચક્ર ને જાણવાથી તમે સતયુગ નાં ચક્રવર્તી રાજા
અથવા સ્વર્ગ નાં રાજા બની જશો. કેટલી સહજ વાત છે? બાપ કહે છે જ્યાં સુધી જીવવાનું
છે, મને યાદ કરવાનો છે. હું સ્વયં તમને આ વશીકરણ મંત્ર આપું છું. હવે તમારે યાદ
કરવાના છે બાપ ને. યાદ થી જ વિકર્મ વિનાશ થશે. આ સ્વદર્શન ચક્ર ફરતું રહે તો માયાનું
માથું કપાઈ જશે. હું તમારા આત્માને પવિત્ર બનાવીને લઈ જઈશ પછી તમે સતોપ્રધાન શરીર
લેશો. ત્યાં વિકાર હોતા નથી. કહે છે વિકાર વગર સૃષ્ટિ કેવી રીતે ચાલશે? બોલો, તમે
કદાચ દેવતાઓનાં પુજારી નથી. લક્ષ્મી-નારાયણની તો મહિમા ગાય છે સંપૂર્ણ નિર્વિકારી.
જગતઅંબા, જગતપિતા નિર્વિકારી છે, રાજયોગની તપસ્યા કરી પતિત થી પાવન, સ્વર્ગ નાં
માલિક બન્યા છે. તપસ્યા કરે જ છે પુણ્ય આત્મા બનવા માટે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જૂની
દુનિયા ને બુદ્ધિ થી ભૂલવા માટે ચાલતાં-ફરતાં સ્વયં ને શાંતિધામ નાં વાસી સમજવાના
છે. શાંતિધામ અને સુખધામ ને યાદ કરી સાચ્ચી કમાણી કરવાની છે અને બીજાઓને પણ કરાવવાની
છે.
2. રાજયોગ ની તપસ્યા
કરી સ્વયં ને પુણ્ય આત્મા બનાવવાના છે. માયા નું માથું કાપવા માટે સ્વદર્શન ચક્ર સદા
ફરતું રહે.
વરદાન :-
સંપન્નતા
દ્વારા સદા સંતુષ્ટતા નો અનુભવ કરવા વાળા સંપત્તિવાન ભવ
સ્વરાજ્ય ની સંપત્તિ
છે જ્ઞાન, ગુણ અને શક્તિઓ. જે આ સર્વ સંપત્તિઓ થી સંપન્ન સ્વરાજ્ય અધિકારી છે તે સદા
સંતુષ્ટ છે. એમની પાસે અપ્રાપ્તિ નું નામ-નિશાન નથી. હદની ઈચ્છાઓ ની અવિદ્યા - એને
કહેવાય છે સંપત્તિવાન. તે સદા દાતા હશે, મંગતા નથી. તે અખંડ સુખ-શાંતિમય સ્વરાજ્ય
નાં અધિકારી હોય છે. કોઈ પણ પ્રકાર ની પરિસ્થિતિ એમની અખંડ શાંતિ ને ખંડિત નથી કરી
શકતી.
સ્લોગન :-
જ્ઞાન-નેત્ર
થી ત્રણેય કાળો અને ત્રણેય લોક ને જાણવા વાળા માસ્ટર નોલેજફુલ છે.