22-01-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
અનાદિ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે , આ બહુજ સારો બનેલો છે , આનાં પાસ્ટ ( ભૂતકાળ ),
પ્રેઝન્ટ ( વર્તમાન ) અને ફ્યુચર ( ભવિષ્ય ) ને આપ બાળકો સારી રીતે જાણો છો”
પ્રશ્ન :-
કઈ કશિશ નાં આધાર પર બધી આત્માઓ તમારી પાસે ખેંચાઈને આવશે?
ઉત્તર :-
પવિત્રતા અને યોગ ની કશિશ નાં આધાર પર. આનાંથી જ તમારી વૃદ્ધિ થતી જશે. આગળ ચાલીને
બાપ ને ફટ થી જાણી જશે. જોશે આટલાં અનેક બધાં વારસો લઇ રહ્યાં છે તો ઘણાં જ આવશે.
જેટલું મોડું થશે એટલી તમારા માં કશિશ થતી જશે.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
ને આ તો ખબર છે કે આપણે આત્માઓ પરમધામ થી આવીએ છીએ - બુદ્ધિ માં છે? જ્યારે બધા
આત્માઓ આવીને પૂરા થાય છે, બાકી થોડાં રહે છે ત્યારે બાપ આવે છે. હમણાં આપ બાળકો ને
કોઈને પણ સમજાવવું ખુબ સહજ છે. દૂરદેશ નાં રહેવા વાળા સૌથી અંત માં આવે છે. બાકી
થોડાં રહે છે. હમણાં સુધી પણ વૃદ્ધિ થતી રહે છે ને? આ પણ જાણો છો - બાપ ને કોઈ પણ
જાણતા નથી તો પછી રચના નાં આદિ-મધ્ય-અંત ને કેવી રીતે જાણશે? આ બેહદ નો ડ્રામા છે
ને? તો ડ્રામા નાં એક્ટર્સ ને ખબર હોવી જોઈએ. જેમ હદ નાં એક્ટર્સ ને પણ ખબર હોય છે
- ફલાણા-ફલાણા ને આ પાર્ટ મળેલો છે. જે ચીજ પાસ્ટ (ભૂતકાળ) થઈ જાય છે તેનો જ પછી
નાનો ડ્રામા (નાટક) બનાવે છે. ફ્યુચર (ભવિષ્ય) નો તો બનાવી ન શકાય. પાસ્ટ જે થયું
છે તેને લઈને બીજી કંઈક વાર્તાઓ પણ બનાવીને ડ્રામા તૈયાર કરે છે, તે જ બધાને દેખાડે
છે. ફ્યુચર ને તો જાણતા જ નથી. હવે તમે સમજો છો બાપ આવ્યા છે, સ્થાપના થઇ રહી છે,
આપણે વારસો પામી રહ્યા છીએ. જે જે આવતાં રહે છે, તેમને આપણે રસ્તો બતાવીએ છીએ -
દેવી-દેવતા પદ મેળવવાં. આ દેવતાઓ આટલા ઊંચા કેવી રીતે બન્યાં? આ પણ કોઈને ખબર નથી.
હકીકત માં આદિ સનાતન તો દેવી-દેવતા ધર્મ જ છે. પોતાનાં ધર્મ ને ભૂલી જાય છે તો કહી
દે છે - અમારાં માટે તો બધાં ધર્મ એક જ છે.
હવે આપ બાળકો જાણો છો
બાબા આપણને ભણાવી રહ્યા છે. બાપ નાં ડાયરેક્શન થી જ ચિત્ર વગેરે બનાવાય છે. બાબા
દિવ્ય-દૃષ્ટિ થી ચિત્ર બનાવડાવતા હતાં. કોઈ તો પછી પોતાની બુદ્ધિ થી પણ બનાવે છે.
બાળકોને આ પણ સમજાવ્યું છે, આ જરુર લખો પાર્ટધારી એક્ટર્સ તો છે પરંતુ ક્રિયેટર,
ડાયરેક્ટર વગેરે ને કોઈ નથી જાણતું. બાપ હવે નવાં ધર્મ ની સ્થાપના કરી રહ્યાં છે.
જૂની થી નવી દુનિયા બનવાની છે. આ પણ બુદ્ધિમાં રહેવું જોઈએ. જૂની દુનિયામાં જ બાપ
આવીને તમને બ્રાહ્મણ બનાવે છે. બ્રાહ્મણ જ પછી દેવતા બનશે. યુક્તિ જુઓ કેવી સારી
છે. ભલે આ છે અનાદિ પૂર્વ નિર્ધારિત ડ્રામા, પરંતુ બન્યો બહુજ સારો છે. બાપ કહે છે
તમને ગુહ્ય-ગુહ્ય વાતો નિત્ય સંભળાવતો રહું છું. જ્યારે વિનાશ શરુ થશે તો આપ બાળકો
ને પાસ્ટની આખી હિસ્ટ્રી ખબર હશે. પછી સતયુગ માં જશો તો પાસ્ટ ની હિસ્ટ્રી કાંઈ પણ
યાદ નહીં રહેશે. પ્રેક્ટિકલ એક્ટ કરતા રહો છો. પાસ્ટ નું કોને સંભળાવશો? આ
લક્ષ્મી-નારાયણ પાસ્ટ ને બિલકુલ જાણતા નથી. તમારી બુદ્ધિમાં તો પાસ્ટ, પ્રેઝન્ટ,
ફ્યુચર બધું છે-કેવી રીતે વિનાશ થશે? કેવી રીતે રાજાઈ થશે? કેવી રીતે મહેલ બનાવશું?
બનશે તો જરુર ને? સ્વર્ગ નાં દૃશ્યો જ અલગ છે. જેમ-જેમ પાર્ટ ભજવતા રહેશો ખબર પડતી
જશે. આને કહેવાય છે - ખૂને નાહેક ખેલ. નાહેક નુકસાન થતું રહે છે ને? અર્થક્વેક (ધરતીકંપ)
થાય છે, કેટલું નુકસાન થાય છે? બોમ્બ્સ ફેંકે છે, આ નાહેક છે ને? કોઇ કાંઇ કરે થોડી
જ છે! વિશાળ બુદ્ધિ જે છે તે સમજે છે-વિનાશ બરાબર થયો હતો. જરુર મારામારી થઈ હતી.
આવો ખેલ પણ બનાવે છે. આ તો સમજી પણ શકાય છે. કોઈ સમયે કોઈ ની બુદ્ધિમાં ટચ (સ્પર્શ)
થાય છે. તમે તો પ્રેક્ટિકલ માં છો. તમે તે રાજધાની નાં માલિક પણ બનો છો. તમે જાણો
છો હવે તે નવી દુનિયામાં ચાલવાનું જરુર છે. બ્રાહ્મણ જે બને છે, બ્રહ્મા દ્વારા અથવા
બ્રહ્માકુમાર-કુમારીઓ દ્વારા નોલેજ લે છે તો ત્યાં આવી જાય છે. રહે તો પોતાનાં
ઘર-ગૃહસ્થ માં છે ને? ઘણાંને તો જાણી પણ ન શકો. સેવાકેન્દ્ર પર કેટલાં આવે છે! આટલાં
બધાં યાદ થોડી રહી શકે છે? કેટલાં બ્રાહ્મણ છે, વુદ્ધિ થતાં-થતાં અસંખ્ય થઇ જશે.
એક્યુરેટ હિસાબ કાઢી નહીં શકો. રાજા ને ખબર થોડી પડે છે-એક્યુરેટ અમારી પ્રજા કેટલી
છે? ભલે જનસંખ્યા વગેરે નીકાળે છે છતાં પણ ફરક પડી જાય છે. હમણાં તમે પણ વિદ્યાર્થી,
આ પણ વિદ્યાર્થી છે. બધાં ભાઈઓએ (આત્માઓ) યાદ કરવાનાં છે-એક બાપ ને. નાનાં બાળકોને
પણ શીખવાડાય છે - બાબા-બાબા કહો. આ પણ તમે જાણો છો આગળ જતાં બાપ ને ફટ થી જાણી જશે.
જોશે આટલાં બધાં વારસો લઇ રહ્યા છે તો બહુજ આવશે. જેટલું મોડું થશે એટલી તમારા માં
કશિશ (ખેંચ) થતી જશે. પવિત્ર બનવાથી કશિશ થાય છે, જેટલાં યોગ માં રહેશો એટલી કશિશ
થશે, બીજાને પણ ખેંચશો. બાપ પણ ખેંચે છે ને? બહુજ વૃદ્ધિને પામતા રહેશો. એનાં માટે
યુક્તિઓ પણ રચાઈ રહી છે. ગીતા નાં ભગવાન કોણ? શ્રીકૃષ્ણ ને યાદ કરવા તો બહુજ સહજ
છે. તે તો સાકાર રુપ છે ને? નિરાકાર બાપ કહે છે મામેકમ્ યાદ કરો-આ વાત પર જ બધો
આધાર છે એટલે બાબાએ કહ્યું હતું આ વાત પર બધાથી લખાવતા રહો. મોટી-મોટી લિસ્ટ બનાવશો
તો મનુષ્ય ને ખબર પડશે.
તમે બ્રાહ્મણ જ્યારે
પાક્કા નિશ્ચયબુદ્ધિ થશો, ઝાડ વૃદ્ધિ ને પામતું રહેશે. માયા નાં તોફાન પણ અંત સુધી
ચાલશે. વિજય પામી લીધી પછી ન પુરુષાર્થ રહેશે, ન માયા રહેશે. યાદ માં જ વધારે કરીને
હારે છે. જેટલાં તમે યોગ માં મજબૂત રહેશો, એટલાં હારશો નહીં. આ રાજધાની સ્થાપન થઈ
રહી છે. બાળકો ને નિશ્ચય છે અમારી રાજાઈ હશે પછી અમે હીરા-ઝવેરાત ક્યાંથી લાવશું!
ખાણો બધી ક્યાંથી આવશે? આ બધું હતું તો ખરું ને? આમાં મુંઝાવાની તો વાત જ નથી. જે
થવાનું છે તે પ્રેક્ટિકલ માં જોશો. સ્વર્ગ બનવાનું તો જરુર છે. જે સારી રીતે ભણે
છે, તેમને તો નિશ્ચય રહેશે અમે જઈને ભવિષ્ય માં પ્રિન્સ બનીશું. હીરા-ઝવેરાત નાં
મહેલ હશે. આ નિશ્ચય પણ સર્વિસેબલ (સેવાધારી) બાળકો ને જ હશે જે ઓછું પદ પામવા વાળા
હશે, તેમને તો ક્યારેય આવાં-આવાં ખ્યાલ આવશે પણ નહીં કે અમે મહેલ વગેરે કેવી રીતે
બનાવીશું. જે બહુજ સર્વિસ કરશે તે મહેલો માં જશે ને? દાસ-દાસીઓ તો તૈયાર મળશે.
સર્વિસેબલ બાળકો ને જ આવાં-આવાં વિચાર આવશે. બાળકો પણ સમજે છે કોણ-કોણ સારી સર્વિસ
કરવા વાળા છે. આપણે તો ભણેલા ની આગળ ભરી ઢોશું. જેમ આ બાબા છે, બાબાને ખ્યાલાત રહે
છે ને? ઘરડા અને બાળક સમાન થઈ ગયા એટલે આમની એક્ટિવિટી (પ્રવૃત્તિ) પણ બાળપણ જેવી
હોય છે. બાબા ની તો એક જ એક્ટ છે-બાળકો ને ભણાવવાની, શીખવાડવાની. વિજય માળા નાં દાણા
બનવું છે તો પુરુષાર્થ પણ બહુજ જોઈએ. બહુજ મીઠા બનવાનું છે. શ્રીમત પર ચાલવું પડે
ત્યારે જ ઉંચ બનશો. આ તો સમજ ની વાત છે ને? બાપ કહે છે હું જે સંભળાવું છું તેનાં
પર જ્જ (ન્યાય) કરો. આગળ જઈને બીજા પણ તમને સાક્ષાત્કાર થતા રહેશે. નજીક આવતા રહેશો
તો યાદ આવતી રહેશે. ૫ હજાર વર્ષ થયા છે પોતાની રાજધાની થી આવ્યા છીએ. ૮૪ જન્મો નું
ચક્ર લગાવીને આવ્યા છીએ. જેમ વાસ્કોડિગામા માટે કહે છે-વિશ્વ નું ચક્ર લગાવ્યું. તમે
આ વર્લ્ડ (વિશ્વ) માં ૮૪ નું ચક્ર લગાવ્યું છે. તે વાસ્કોડિગામા એક ગયો ને? આ પણ એક
છે, જે તમને ૮૪ જન્મો નું રહસ્ય સમજાવે છે. ડિનાયસ્ટી (વંશજ) ચાલે છે. તો પોતાનાં
અંદર જોવાનું છે-અમારા માં કોઈ દેહ-અભિમાન તો નથી ને? ફંક તો નથી થઈ જતાં? ક્યાંય
બગડતાં તો નથી?
તમે યોગબળ માં હશો,
શિવબાબા ને યાદ કરતા રહેશો તો તમને કોઈ પણ ચમાટ વગેરે મારી નહીં શકે. યોગબળ જ ઢાલ
છે. કોઈ કાંઈ પણ કરી નહીં શકે. જો કોઇ માર ખાય છે તો જરુર દેહ-અભિમાન છે.
દેહી-અભિમાની ને માર કોઈ મારી ન શકે. ભૂલ સ્વયંની જ હોય છે. વિવેક એવું કહે છે -
દેહી-અભિમાની ને કોઈ કંઈ પણ કરી નહીં શકે એટલે કોશિશ કરવાની છે દેહી-અભિમાની બનવાની.
બધાને સંદેશ પણ આપવાનો છે. ભગવાનુવાચ, મનમનાભવ. કયા ભગવાન? આ પણ આપ બાળકોએ સમજાવવાનું
છે. બસ, આ એક જ વાત માં તમારો વિજય થવાનો છે. આખી દુનિયાનાં મનુષ્યો ની બુદ્ધિમાં
શ્રીકૃષ્ણ ભગવાનુવાચ છે. જ્યારે તમે સમજાવો છો તો કહે છે - વાત તો બરાબર છે. પરંતુ
જ્યારે તમારી જેમ સમજે ત્યારે કહે બાબા જે શીખવાડે છે તે ઠીક છે. શ્રીકૃષ્ણ થોડી
કહેશે - હું આવો છું, મને કોઈ જાણી નથી શકતું. શ્રીકૃષ્ણ ને તો બધાં જ જાણી લે. એવું
પણ નથી કે શ્રીકૃષ્ણ નાં તન થી ભગવાન કહે છે. ના. શ્રીકૃષ્ણ તો હોય જ છે સતયુગ માં.
ત્યાં કેવી રીતે ભગવાન આવશે? ભગવાન તો આવે જ છે પુરુષોત્તમ સંગમયુગ પર. તો આપ બાળકો
અનેક થી લખાવતાં જાઓ. તમારી એવી મોટી પુસ્તક છપાયેલી હોવી જોઈએ, તેમાં બધાનું લખાણ
હોય. જયારે જોશે આ તો આટલાં બધાએ આવું લખ્યું છે તો પોતે પણ લખશે. પછી તમારી પાસે
અનેક નું લખાણ થઇ જશે-ગીતા નાં ભગવાન કોણ? ઉપર માં પણ લખેલું હોય કે ઊંચે થી ઊંચા
બાપ જ છે, શ્રીકૃષ્ણ તો ઊંચે થી ઊંચા નથી. તે કહી ન શકે કે મામેકમ્ યાદ કરો. બ્રહ્મા
થી પણ ઊંચે થી ઊંચા ભગવાન છે ને? મુખ્ય વાત જ આ છે જેમાં બધાનું દેવાળું નીકળી જશે.
બાબા કંઈ એવું નથી
કહેતા કે અહીં બેસવાનું છે. ના, સદ્દગુરુ ને પોતાનાં બનાવ્યા પછી પોતાનાં ઘર માં
જઈને રહો. શરુ માં તો તમારી ભઠ્ઠી હતી. શાસ્ત્રો માં પણ ભઠ્ઠીની વાત છે પરંતુ ભઠ્ઠી
કોને કહેવાય છે? આ કોઈ નથી જાણતું. ભઠ્ઠી હોય છે ઇંટો ની. એમાં કોઈ પાક્કી, કોઈ
ખંજર નીકળે છે. અહીં પણ જુઓ, સોનું નથી, બાકી ભિત્તર-ઠીક્કર છે. જૂની ચીજ નું માન
બહુજ છે. શિવબાબા નું, દેવતાઓ નું પણ માન છે ને? સતયુગ માં તો માન ની વાત જ નથી.
ત્યાં થોડી જૂની ચીજો બેસીને શોધે છે. ત્યાં પેટ ભરેલું રહે છે. શોધવાની દરકાર નથી
રહેતી. તમારે ખોદવું કરવું નથી પડતું, દ્વાપર પછી ખોદવાનું શરુ કરશો. મકાન બનાવો
છો, કાંઈ નીકળી આવે છે તો સમજે છે નીચે કંઈક છે. સતયુગ માં તમને કોઈ પરવાહ નથી. ત્યાં
તો સોનું જ સોનું હોય છે. ઇંટો જ સોના ની હોય છે. કલ્પ પહેલા જે થયું છે, જે નોંધ
છે તે જ સાક્ષાત્કાર થાય છે. આત્માઓને બોલાવાય છે, તે પણ ડ્રામા માં નોંધ છે. આમાં
મુંઝવાની દરકાર નથી. સેકન્ડ બાય સેકન્ડ પાર્ટ ભજવાય છે, પછી ગુમ થઈ જાય છે. આ ભણતર
છે. ભક્તિ માર્ગ માં તો અનેક ચિત્ર છે. તમારા આ ચિત્ર બધાં અર્થ સહિત છે. અર્થ વગર
કોઈ ચિત્ર નથી. જ્યાં સુધી તમે કોઈને સમજાવો નહીં ત્યાં સુધી કોઈ સમજી ન શકે.
સમજાવવા વાળા સમજદાર નોલેજફુલ એક બાપ જ છે. હમણાં તમને મળે છે ઇશ્વરીય મત. ઈશ્વરીય
ઘરાના અથવા કુળ નાં તમે છો. ઈશ્વર આવીને ઘરાના ની જ સ્થાપન કરે છે. હમણાં તમને
રાજાઈ કાંઈ નથી. રાજધાની હતી, હમણાં નથી. દેવી-દેવતાઓ નો ધર્મ પણ જરુર છે.
સૂર્યવંશી-ચંદ્રવંશી રાજાઈ છે ને? ગીતા થી બ્રાહ્મણ કુળ પણ બને છે,
સૂર્યવંશી-ચંદ્રવંશી કુળ પણ બને છે. બાકી બીજા કોઈ હોઈ ન શકે. આપ બાળકો સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત ને જાણી ગયા છો. પહેલાં તો સમજતા હતાં-બહુજ પ્રલય થાય છે. અંત માં
દેખાડે છે - સાગર માં પીપળ નાં પાંદડા પર શ્રીકૃષ્ણ આવે છે. પહેલા નંબર માં તો
શ્રીકૃષ્ણ જ આવે છે ને? બાકી સાગર ની વાત નથી, હવે આપ બાળકો ને સમજ ઘણી સારી આવી
છે. ખુશી પણ એમને થશે જે રુહાની ભણતર સારી રીતે ભણતા હશે. જો સારી રીતે ભણે છે તે જ
પાસ વિથ ઓનર થાય છે. જો કોઈ થી દિલ લાગેલું હશે તો ભણતી વખતે પણ તે યાદ આવતાં રહેશે.
બુદ્ધિ ત્યાં ચાલી જશે એટલે ભણતર હંમેશા બ્રહ્મચર્ય માં થાય છે. અહીં આપ બાળકોને
સમજાવાય છે એક બાપ નાં સિવાય બીજે ક્યાંય પણ બુદ્ધિ ન જવી જોઈએ. પરંતુ જાણે છે ઘણાં
ને જૂની દુનિયા યાદ આવી જાય છે. પછી અહીં બેઠાં પણ સાંભળતા જ નથી. ભક્તિ માર્ગ માં
પણ આવાં હોય છે. સત્સંગ માં બેઠાં પણ બુદ્ધિ ક્યાં-ક્યાં ભાગતી રહેશે. આ તો બહુજ
મોટી જબરજસ્ત પરીક્ષા છે. કોઈ તો જાણે બેઠાં છતાં પણ સાંભળતા નથી. ઘણાં બાળકો ને તો
ખુશી થાય છે. સામે ખુશી માં ઝૂલતા રહેશે. બુદ્ધિ બાપની સાથે હશે પછી અંત મતિ સો ગતિ
થઈ જશે. એનાં માટે ખુબ સરસ પુરુષાર્થ કરવાનો છે. અહીં તો તમને ખુબ ધન મળે છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. વિજય માળા
નાં દાણા બનવા માટે ખુબ સરસ પુરુષાર્થ કરવાનો છે, બહુજ મીઠા બનવાનું છે, શ્રીમત પર
ચાલવાનું છે.
2. યોગ જ સેફ્ટી (સુરક્ષા)
માટે ઢાલ છે એટલે યોગબળ જમા કરવાનું છે. દેહી-અભિમાની બનવાની પૂરી કોશિશ કરવાની છે.
વરદાન :-
“ વિશેષ” શબ્દ
ની સ્મૃતિ દ્વારા સંપૂર્ણતા ની મંઝિલ ને પ્રાપ્ત કરવા વાળા સ્વ પરિવર્તક ભવ
સદા આ જ સ્મૃતિ માં
રહે કે વિશેષ આત્મા છીએ, વિશેષ કાર્ય નાં નિમિત્ત છીએ અને વિશેષતા દેખાડવા વાળા છીએ.
આ વિશેષ શબ્દ વિશેષ યાદ રાખો - બોલવાનું પણ વિશેષ, જોવાનું પણ વિશેષ, કરવાનું પણ
વિશેષ, વિચારવાનું પણ વિશેષ… દરેક વાત માં આ વિશેષ શબ્દ લાવવાથી સહજ સ્વ-પરિવર્તક
સો વિશ્વ-પરિવર્તક બની જશો અને જે સંપૂર્ણતા ને પ્રાપ્ત કરવાનું લક્ષ છે, એ મંઝિલ
ને પણ સહજ જ પ્રાપ્ત કરી લેશો.
સ્લોગન :-
વિધ્નો થી
ગભરાવાની બદલે પેપર સમજી ને પાર કરો.
પોતાની શક્તિશાળી મનસા
દ્વારા સકાસ આપવાની સેવા કરો
હમણાં મન્સા ની
ક્વોલિટી ને વધારો તો ક્વોલિટી વાળી આત્માઓ સમીપ આવશે. એમાં ડબલ સેવા છે - સ્વ ની
પણ અને બીજા ની. સ્વ માટે અલગ મહેનત નહીં કરવી પડે. પ્રારબ્ધ પ્રાપ્ત છે, એવી સ્થિતિ
અનુભવ થશે. આ સમય ની શ્રેષ્ઠ પ્રારબ્ધ છે “સદા સ્વયં સર્વ પ્રાપ્તિઓથી સંપન્ન રહેવું
અને બધાને સંપન્ન બનાવવા”.