22-02-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમને
જે બાપ સંભળાવે છે તે જ સાંભળો , આસુરી વાતો ન સાંભળો , ન બોલો , હિયર નો ઈવિલ , સી
નો ઈવિલ…”
પ્રશ્ન :-
આપ બાળકો ને કયો નિશ્ચય બાપ દ્વારા જ થયો છે?
ઉત્તર :-
બાપ તમને નિશ્ચય કરાવે છે કે હું તમારો બાપ પણ છું, શિક્ષક પણ છું, સદ્દગુરુ પણ
છું, તમે પુરુષાર્થ કરો આ સ્મૃતિ માં રહેવાનો. પરંતુ માયા તમને આ જ ભૂલાવે છે.
અજ્ઞાનકાળ માં તો માયા ની વાત નથી.
પ્રશ્ન :-
કયો ચાર્ટ
રાખવામાં વિશાળ બુદ્ધિ જોઈએ?
ઉત્તર :-
સ્વયં ને આત્મા
સમજીને બાપ ને કેટલો સમય યાદ કર્યા-આ ચાર્ટ રાખવામાં ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ.
દેહી-અભિમાની બની બાપ ને યાદ કરો ત્યારે વિકર્મ વિનાશ થાય.
ઓમ શાંતિ!
સ્ટુડન્ટે (વિદ્યાર્થીએ)
આ સમજ્યું કે શિક્ષક આવેલા છે. આ તો બાળકો જાણે છે એ બાપ પણ છે, શિક્ષક પણ છે અને
સુપ્રીમ સદ્દગુરુ પણ છે. બાળકોની સ્મૃતિ માં છે પરંતુ નંબરવાર પુરુષાર્થ અનુસાર.
કાયદો કહે છે - જ્યારે એકવાર જાણી ગયા કે શિક્ષક છે અથવા આ બાપ છે, ગુરુ છે તો પછી
ભૂલી ન શકાય. પરંતુ અહીં માયા ભૂલાવી દે છે. અજ્ઞાનકાળ માં માયા ક્યારેય ભૂલાવતી નથી.
બાળક ક્યારેય ભૂલી નથી શકતા કે આ અમારા બાપ છે, તેમનું આ ઓક્યુપેશન (કર્તવ્ય) છે.
બાળક ને ખુશી રહે છે, હું બાપ નાં ધન નો માલિક છું. ભલે પોતે પણ ભણે છે પરંતુ બાપ
ની પ્રોપર્ટી (મિલકત) તો મળે છે ને? અહીં આપ બાળકો પણ ભણો છો અને બાપ ની તમને
પ્રોપર્ટી પણ મળે છે. તમે રાજયોગ શીખી રહ્યા છો. બાપ દ્વારા નિશ્ચય થઈ જાય છે - હું
બાપ નો છું, બાપ જ સદ્દગતિ નો રસ્તો બતાવી રહ્યા છે એટલે એ સદ્દગુરુ પણ છે. આ વાતો
ભૂલવી ન જોઈએ. જે બાપ સંભળાવે છે તે જ સાંભળવાનું છે. આ જે વાંદરા નું રમકડું દેખાડે
છે - હિયર નો ઈવિલ, સી નો ઈવિલ… આ છે મનુષ્ય ની વાત. બાપ કહે છે આસુરી વાતો ન બોલો,
ન સાંભળો, ન જુઓ. હિયર નો ઈવિલ… આ પહેલાં વાંદરાઓ નાં બનાવતા હતાં. હવે તો મનુષ્યો
નાં બનાવે છે. તમારી પાસે નલિની નું બનાવેલું છે. તો તમે બાપ ની ગ્લાનિ ની વાતો નહીં
સાંભળો. બાપ કહે છે મારી કેટલી ગ્લાનિ કરે છે? તમને ખબર છે - શ્રીકૃષ્ણ નાં ભક્તો
ની આગળ ધૂપ પ્રગટાવે છે તો રામ નાં ભક્ત નાક બંધ કરી લે છે. એક-બીજા ની સુગંધ પણ નથી
ગમતી. પરસ્પર જાણે દુશ્મન થઈ જાય છે. હવે તમે છો રામ વંશી. દુનિયા છે આખી રાવણ વંશી.
અહીં ધૂપ ની તો વાત નથી. તમે જાણો છો બાપ ને સર્વવ્યાપી કહેવાથી શું ગતિ થઈ છે!
ઠીક્કર-ભિત્તર માં કહેવાથી ઠીક્કર બુદ્ધિ થઈ ગઈ છે. તો બેહદ નાં બાપ જે તમને વારસો
આપે છે, એમની કેટલી ગ્લાનિ કરે છે. જ્ઞાન તો કોઈમાં નથી. તે જ્ઞાન રત્ન નથી, પરંતુ
પથ્થર છે. હવે તમારે બાપ ને યાદ કરવા પડે. બાપ કહે છે હું જે છું, જેવો છું, યથાર્થ
રીતે મને કોઈ નથી જાણતાં. બાળકો માં પણ નંબરવાર છે. બાપ ને યથાર્થ રીતે યાદ કરવાના
છે. એ પણ આટલું નાનું બિંદુ છે, એમનાં માં આ બધો પાર્ટ ભરેલો છે. બાપ ને યથાર્થ રીતે
જાણીને યાદ કરવાના છે, સ્વયં ને આત્મા સમજવાનું છે. ભલે આપણે બાળકો છીએ પરંતુ એવું
નથી કે બાપ નો આત્મા મોટો, આપણો નાનો છે. ના, ભલે બાપ નોલેજફુલ છે પરંતુ આત્મા કોઈ
મોટો ન હોઈ શકે. તમારા આત્મા માં પણ નોલેજ રહે છે પરંતુ નંબરવાર. સ્કૂલ માં પણ
નંબરવાર પાસ થાય છે ને? ઝીરો માર્ક કોઈ નાં નથી હોતાં. કાંઈ ન કાંઈ માર્કસ લઈ લે
છે. બાપ કહે છે હું જે તમને આ જ્ઞાન સંભળાવું છું, આ પ્રાયઃલોપ થઈ જાય છે. છતાં પણ
ચિત્ર છે, શાસ્ત્ર પણ બનાવેલા છે. બાપ આપ આત્માઓ ને કહે છે હિયર નો ઈવિલ… આ આસુરી
દુનિયાને શું જોવાની છે? આ છી-છી દુનિયા થી આંખો બંધ કરી લેવાની છે. હવે આત્મા ને
સ્મૃતિ આવી છે, આ છે જૂની દુનિયા. આની સાથે શું કનેક્શન (સંબંધ) રાખવાનું છે? આત્મા
ને સ્મૃતિ આવી છે કે આ દુનિયા ને જોતા પણ નથી જોવાની. પોતાનાં શાંતિધામ અને સુખધામ
ને યાદ કરવાના છે. આત્મા ને જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે તો આ સિમરણ કરવાનું
છે. ભક્તિ માર્ગ માં પણ સવારે ઉઠીને માળા ફેરવે છે. સવાર નું મુહૂર્ત સારું સમજે
છે. બ્રાહ્મણો નું મુહૂર્ત, બ્રહ્મા ભોજન ની પણ મહિમા છે. બ્રહ્મ-ભોજન નથી,
બ્રહ્મા-ભોજન. તમને પણ બ્રહ્માકુમારી ને બદલે બ્રહ્મકુમારી કહી દે છે, સમજતા નથી.
બ્રહ્મા નાં બાળકો તો બ્રહ્માકુમાર-કુમારીઓ હશે ને? બ્રહ્મ તો તત્વ છે, રહેવાનું
સ્થાન છે, તેની શું મહિમા હશે? બાપ બાળકો ને ઠપકો આપે છે - બાળકો, તમે એક તરફ તો
પૂજા કરો છો, બીજી તરફ પછી બધાની ગ્લાનિ કરો છો. ગ્લાનિ કરતા-કરતા તમોપ્રધાન બની ગયા
છો. તમોપ્રધાન પણ બનવાનું જ છે, ચક્ર રિપીટ થશે. જ્યારે કોઈ મોટા વ્યક્તિ આવે છે તો
તેમને ચક્ર પર જરુર સમજાવવાનું છે. આ ચક્ર ૫ હજાર વર્ષ નું જ છે, આનાં પર બહુ જ
અટેન્શન આપવાનું છે. રાત પછી દિવસ જરુર થવાનો જ છે. આ બની ન શકે કે રાત પછી દિવસ ન
થાય. કળિયુગ ની પછી સતયુગ જરુર આવવાનો છે. આ વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થાય
છે.
તો બાપ સમજાવે છે -
મીઠાં-મીઠાં બાળકો, સ્વયં ને આત્મા સમજો, આત્મા જ બધું કરે છે, પાર્ટ ભજવે છે. આ
કોઈને પણ ખબર નથી કે જો આપણે પાર્ટધારી છીએ તો નાટક નાં આદિ-મધ્ય-અંત ને જરુર જાણવા
જોઈએ. વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થાય છે તો ડ્રામા જ થયો ને? સેકન્ડ બાય
સેકન્ડ તે જ રિપીટ થશે જે પાસ્ટ (ભૂતકાળ) થઈ ગયું છે. આ વાતો બીજા કોઈ સમજી ન શકે.
ઓછી બુદ્ધિ વાળા હંમેશા નાપાસ જ થાય છે પછી શિક્ષક પણ શું કરી શકે? શિક્ષક ને શું
કહેશે કે કૃપા અથવા આશીર્વાદ કરો. આ પણ ભણતર છે. આ ગીતા પાઠશાળા માં સ્વયં ભગવાન
રાજયોગ શીખવાડે છે. કળિયુગ બદલાઈને સતયુગ જરુર બનવાનો છે. ડ્રામા અનુસાર બાપ ને પણ
આવવાનું છે. બાપ કહે છે હું કલ્પ-કલ્પ સંગમયુગે આવું છું, બીજા કોઈ થોડી કહી શકે કે
હું સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સંભળાવવા આવ્યો છું. પોતાને શિવોહમ્ કહે છે,
તેનાથી શું થયું? શિવબાબા તો આવે જ છે ભણાવવા માટે, સહજ રાજયોગ શીખવાડવા માટે. કોઈ
પણ સાધુ-સંત વગેરે ને શિવ ભગવાન ન કહી શકાય. એવું તો ઘણાં કહે છે-અમે કૃષ્ણ છીએ, અમે
લક્ષ્મી-નારાયણ છીએ. હવે ક્યાં એ શ્રીકૃષ્ણ સતયુગ નાં પ્રિન્સ (રાજકુમાર), ક્યાં આ
કળિયુગી પતિત! એવું થોડી કહેવાશે કે આમનાં માં ભગવાન છે. તમે મંદિરો માં જઈને પૂછી
શકો છો-આ તો સતયુગ માં રાજ્ય કરતા હતાં પછી ક્યાં ગયાં? સતયુગ પછી જરુર ત્રેતા,
દ્વાપર, કળિયુગ થયાં. સતયુગ માં સૂર્યવંશી રાજ્ય હતું, ત્રેતા માં ચંદ્રવંશી… આ બધી
નોલેજ આપ બાળકોની બુદ્ધિ માં છે. આટલા બ્રહ્માકુમાર-કુમારીઓ છે, જરુર પ્રજાપિતા પણ
હશે. પછી બ્રહ્મા દ્વારા મનુષ્ય સૃષ્ટિ રચે છે. ક્રિયેટર (રચયિતા) બ્રહ્મા ને નથી
કહેવાતાં. એ પછી ગોડફાધર (પરમપિતા) છે. કેવી રીતે રચે છે, તે તો બાપ સન્મુખ જ બેસીને
સમજાવે છે, આ શાસ્ત્ર તો પછી બન્યા છે. જેમ ક્રાઈસ્ટે સમજાવ્યું, એમનું બાઈબલ બની
ગયું. પછી બેસીને ગાયન કરે છે. સર્વ નાં સદ્દગતિ દાતા, સર્વ નાં લિબરેટર, પતિત-પાવન
એક બાપ ગવાયેલા છે, એમને યાદ કરે છે કે ઓ ગોડફાધર રહેમ કરો. ફાધર એક હોય છે. આ છે
આખા વર્લ્ડ નાં ફાધર. મનુષ્યો ને ખબર નથી કે સર્વ દુઃખો થી લિબરેટ કરવાવાળા કોણ છે?
હમણાં સૃષ્ટિ પણ જૂની, મનુષ્ય પણ જૂનાં તમોપ્રધાન છે. આ છે જ આયરન એજડ વર્લ્ડ (કળિયુગી
દુનિયા). ગોલ્ડન એજ (સતયુગી દુનિયા) હતી ને? ફરી બનશે જરુર. આ વિનાશ થઈ જશે, વર્લ્ડ
વોર (વિશ્વ યુદ્ધ) થશે, અનેક કુદરતી આપદાઓ પણ આવે છે. સમય તો આ જ છે. મનુષ્ય સૃષ્ટિ
ની કેટલી વૃદ્ધિ થાય છે.
તમે તો કહેતા રહો છો-ભગવાન
આવેલા છે. આપ બાળકો બધાને ચેલેન્જ (પડકાર) આપો છો કે બ્રહ્મા દ્વારા એક આદિ સનાતન
દેવી-દેવતા ધર્મ ની સ્થાપના થઈ રહી છે. ડ્રામા અનુસાર બધા સાંભળતા રહે છે. દૈવીગુણ
પણ ધારણ કરે છે. તમે જાણો છો આપણા માં કોઈ ગુણ નહોતાં. નંબરવન અવગુણ છે-કામ વિકાર
નો, જે કેટલું હેરાન કરે છે. માયા ની કુશ્તી ચાલે છે. ન ઈચ્છતાં પણ માયા નાં તોફાન
પાડી દે છે. આયરન એજ તો છે ને? કાળું મોઢું કરી દે છે. શ્યામ મોઢું નહીં કહેવાશે.
શ્રીકૃષ્ણ માટે દેખાડે છે સાપે ડંખ માર્યો તો શ્યામ થઈ ગયાં. ઈજ્જત રાખવા માટે
શ્યામ કહી દીધું છે. કાળું મોઢું દેખાડવાથી ઈજ્જત ચાલી જાય. તો દૂરદેશ, નિરાકાર દેશ
થી મુસાફર આવે છે. આયરન એજેડ દુનિયા, કાળા શરીર માં આવીને આમને પણ ગોરા બનાવે છે.
હવે બાપ કહે છે તમારે ફરી સતોપ્રધાન બનવાનું છે. મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે
અને તમે વિષ્ણુપુરી નાં માલિક બની જશો. આ જ્ઞાન ની વાતો સમજવાની છે. બાબા રુપ પણ છે
તો વસંત પણ છે. તેજોમય બિંદુ રુપ છે. એમનાં માં જ્ઞાન પણ છે. નામ-રુપ થી ન્યારા તો
નથી. એમનું રુપ શું છે, આ દુનિયા નથી જાણતી. બાપ તમને સમજાવે છે, મને પણ આત્મા કહે
છે ફક્ત સુપ્રીમ આત્મા. પરમ આત્મા જે મળીને થઈ જાય છે પરમાત્મા. બાપ પણ છે, શિક્ષક
પણ છે. કહે પણ છે નોલેજફુલ. તેઓ સમજે છે નોલેજફુલ અર્થાત્ બધાનાં દિલોને જાણવાવાળા
છે. જો પરમાત્મા સર્વવ્યાપી છે તો પછી બધા નોલેજફુલ થઈ ગયાં. પછી એ એક ને કેમ કહે
છે? મનુષ્યો ની કેટલી તુચ્છ બુદ્ધિ છે. જ્ઞાન ની વાતો ને બિલકુલ નથી સમજતાં. બાપ
જ્ઞાન અને ભક્તિ નો કાન્ટ્રાસ્ટ (તફાવત) બતાવે છે - પહેલાં છે જ્ઞાન દિવસ
સતયુગ-ત્રેતા, પછી છે દ્વાપર-કળિયુગ રાત. જ્ઞાન થી સદ્દગતિ થાય છે. આ રાજયોગ નું
જ્ઞાન હઠયોગી સમજાવી ન શકે. નથી ગૃહસ્થી સમજાવી શકતા કારણકે અપવિત્ર છે. હવે રાજયોગ
કોણ શીખવાડે? જે કહે છે મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. નિવૃત્તિ માર્ગ નો
ધર્મ જ અલગ છે, તે પ્રવૃત્તિ માર્ગ નું જ્ઞાન કેવી રીતે સંભળાવશે? અહીં બધા કહે છે
- ગોડફાધર ઈઝ ટ્રુથ (પરમાત્મા સત્ય છે). બાપ જ સત્ય સંભળાવવા વાળા છે. આત્મા ને બાબા
ની સ્મૃતિ આવી છે એટલે આપણે બાપ ને યાદ કરીએ છીએ કે આવીને સાચ્ચી-સાચ્ચી કથા સંભળાવો
નર થી નારાયણ બનવાની. આ તમને સત્યનારાયણ ની કથા સંભળાવું છું ને? પહેલાં તમે ખોટી
કથાઓ સાંભળતા હતાં. હમણાં તમે સાચ્ચી સાંભળો છો. ખોટી કથાઓ સાંભળતા-સાંભળતા કોઈ
નારાયણ તો બની નથી શકતાં પછી તે સત્યનારાયણ ની કથા કેવી રીતે થઈ શકે? મનુષ્ય કોઈ ને
નર થી નારાયણ બનાવી ન શકે. બાપ જ આવીને સ્વર્ગ નાં માલિક બનાવે છે. બાપ આવે પણ ભારત
માં છે. પરંતુ ક્યારે આવે છે? આ સમજતા નથી. શિવ-શંકર ને મિલાવી ને કહાણીઓ બનાવી દીધી
છે. શિવપુરાણ પણ છે. ગીતા કહે છે શ્રીકૃષ્ણ ની, પછી તો શિવપુરાણ મોટું થઈ ગયું.
હકીકત માં નોલેજ તો ગીતા માં છે. ભગવાનુવાચ-મનમનાભવ. આ શબ્દ ગીતા સિવાય બીજા કોઈ
શાસ્ત્રો માં હોઈ ન શકે. ગવાય પણ છે સર્વશાસ્ત્રમઈ શિરોમણી ગીતા. શ્રેષ્ઠ મત છે જ
ભગવાન ની. પહેલાં-પહેલાં આ બતાવવું જોઈએ કે અમે કહીએ છીએ થોડા વર્ષ ની અંદર નવી
શ્રેષ્ઠાચારી દુનિયા સ્થાપન થઈ જશે. હમણાં છે ભ્રષ્ટાચારી દુનિયા. શ્રેષ્ઠાચારી
દુનિયામાં કેટલાં થોડા મનુષ્ય હશે! હમણાં તો કેટલાં અસંખ્ય મનુષ્ય છે! તેમનાં માટે
વિનાશ સામે છે. બાપ રાજયોગ શીખવાડી રહ્યા છે. વારસો બાપ પાસે થી મળે છે. માંગે પણ
છે બાપ પાસે થી. કોઈને ધન વધારે હશે, બાળક થશે, કહેશે ભગવાને આપ્યું. તો ભગવાન એક
થયા ને પછી બધા માં ભગવાન કેવી રીતે હોઈ શકે? હવે આત્માઓ ને બાપ કહે છે મને યાદ કરો.
આત્મા કહે છે અમને પરમાત્માએ જ્ઞાન આપ્યું છે જે પછી અમે ભાઈઓ ને આપીએ છીએ. સ્વયં
ને આત્મા સમજી બાપ ને કેટલો સમય યાદ કર્યા, આ ચાર્ટ રાખવામાં ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ.
દેહી-અભિમાની થઈ બાપ ને યાદ કરવા પડે ત્યારે વિકર્મ વિનાશ થાય. નોલેજ તો ખૂબ સહજ
છે, બાકી આત્મા સમજી બાપ ને યાદ કરતા પોતાની ઉન્નતિ કરવાની છે. આ ચાર્ટ કોઈ વિરલા
રાખે છે. દેહી-અભિમાની બની બાપ ની યાદ માં રહેવાથી ક્યારેય કોઈને દુઃખ નહીં દેશે.
બાપ આવે જ છે સુખ આપવા તો બાળકોએ પણ બધાને સુખ આપવાનું છે. ક્યારેય કોઈને દુઃખ નથી
આપવાનું. બાપ ની યાદ થી બધા ભૂત ભાગશે, બહુ જ ગુપ્ત મહેનત છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ આસુરી
છી-છી દુનિયાથી પોતાની આંખો બંધ કરી લેવાની છે. આ જૂની દુનિયા છે, આની સાથે કોઈ
કનેક્શન (સંબંધ) નથી રાખવાનું, આને જોવા છતાં પણ નથી જોવાની.
2. આ બેહદ ડ્રામા માં
આપણે પાર્ટધારી છીએ, આ સેકન્ડ બાય સેકન્ડ રિપીટ થતો રહે છે, જે પાસ્ટ (પહેલાં) થયું
તે ફરી રિપીટ થશે… આ સ્મૃતિ માં રાખી દરેક વાત માં પાસ થવાનું છે. વિશાળ બુદ્ધિ
બનવાનું છે.
વરદાન :-
રિયલ્ટી દ્વારા
રોયલ્ટી નું પ્રત્યક્ષ રુપ દેખાડવા વાળા સાક્ષાત્કાર મૂર્ત ભવ
હવે એવો સમય આવશે
જ્યારે દરેક આત્મા પ્રત્યક્ષ રુપ માં પોતાની રીયલ્ટી દ્વારા રોયલ્ટી નો સાક્ષાત્કાર
કરાવશે. પ્રત્યક્ષતા નાં સમયે માળા નાં મણકા નો નંબર અને ભવિષ્ય રાજ્ય નું સ્વરુપ
બંને જ પ્રત્યક્ષ થશે. હમણાં જે રેસ કરતા-કરતા થોડી રીસ ની ધૂળ નો પડદો ચમકતા હીરા
ને છુપાવી દે છે, અંત માં આ પડદો હટી જશે પછી છુપાયેલા હીરા પોતાનાં પ્રત્યક્ષ
સંપન્ન સ્વરુપ માં આવશે, રોયલ ફેમિલી હમણાં થી પોતાની રોયલ્ટી દેખાડશે અર્થાત્
પોતાનાં ભવિષ્ય પદ ને સ્પષ્ટ કરાવશે એટલે રીયલ્ટી દ્વારા રોયલ્ટી નાં સાક્ષાત્કાર
કરાવો.
સ્લોગન :-
કોઈ પણ વિધિ
થી વ્યર્થ ને સમાપ્ત કરી સમર્થ ને ઈમર્જ કરો.
અવ્યક્ત ઈશારા :-
એકાંતપ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો
સ્વયં નું કલ્યાણ કરવા
માટે અથવા સ્વયં નું પરિવર્તન કરવા માટે વિશેષ એકાંતવાસી અંતર્મુખી બનો. નોલેજફુલ
છો પરંતુ પાવરફુલ બનો. દરેક વાત નાં અનુભવ માં સ્વયં ને સંપન્ન બનાવો. કોનું બાળક
છું? શું પ્રાપ્તિ છે? આ પહેલાં પાઠ નાં અનુભવી મૂર્ત બનો, એકતા અને એકાગ્રતા ને
અપનાવો તો સહજ જ માયાજીત બની જશો.