22-03-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમને
નશો હોવો જોઈએ કે આપણા પારલૌકિક બાપ વન્ડર ઓફ ધ વર્લ્ડ ( સ્વર્ગ ) બનાવે છે , જેનાં
આપણે માલિક બનીએ છીએ”
પ્રશ્ન :-
બાપ નાં સંગ થી તમને કઈ-કઈ પ્રાપ્તિઓ થાય છે?
ઉત્તર :-
બાપ નાં સંગ થી આપણે મુક્તિ, જીવન-મુક્તિ નાં અધિકારી બની જઈએ છીએ. બાપ નો સંગ તારી
દે છે (પાર લઈ જાય છે). બાબા આપણને પોતાનાં બનાવીને આસ્તિક અને ત્રિકાળદર્શી બનાવી
દે છે. આપણે રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણી જઈએ છીએ.
ગીત :-
ધીરજ ધર મનુઆ…
ઓમ શાંતિ!
આ કોણ કહે છે?
બાળકો ને બાપ જ કહે છે, બધા બાળકો ને કહેવાનું હોય છે, કારણ કે બધા દુઃખી છે,
અધીર્ય (અધીરા) છે. બાપ ને યાદ કરે છે કે આવીને દુઃખ થી લિબ્રેટ (મુક્ત) કરો, સુખ
નો રસ્તો બતાવો. હવે મનુષ્યો ને, એમાં પણ ખાસ ભારતવાસીઓ ને આ યાદ નથી કે આપણે
ભારતવાસી બહુ જ સુખી હતાં. ભારત પ્રાચીન માં પ્રાચીન વન્ડરફુલ લેન્ડ (ધરતી) હતી.
વન્ડર ઓફ ધ વર્લ્ડ કહે છે ને? અહીં માયા નાં રાજ્ય માં ૭ વન્ડર્સ ગવાય છે. તે છે
સ્થૂળ વન્ડર્સ. બાપ સમજાવે છે આ માયા નાં વન્ડર્સ છે, જેમાં દુઃખ છે. રામ, બાપ નું
વન્ડર છે સ્વર્ગ. તે જ વન્ડર ઓફ વર્લ્ડ છે. ભારત સ્વર્ગ હતું, હીરા જેવું હતું. ત્યાં
દેવી-દેવતાઓ નું રાજ્ય હતું. આ ભારતવાસી બધા ભૂલી ગયા છે. ભલે દેવતાઓ ની આગળ માથું
નમાવે છે, પૂજા કરે છે પરંતુ જેમની પૂજા કરે છે, તેમની બાયોગ્રાફી (જીવનકહાણી) ને
જાણવી જોઈએ ને? આ બેહદ નાં બાપ સમજાવે છે, અહીં તમે આવ્યાં છો પારલૌકિક બાપ ની પાસે.
પારલૌકિક બાપ છે સ્વર્ગ સ્થાપન કરવા વાળા. આ કાર્ય કોઈ મનુષ્ય ન કરી શકે. આમને (બ્રહ્મા
ને) પણ બાપ કહે છે-હે શ્રીકૃષ્ણ નો આત્મા, તું પોતાનાં જન્મો ને નથી જાણતો. તમે
શ્રીકૃષ્ણ હતાં તો સતોપ્રધાન હતાં પછી ૮૪ જન્મ લેતા હવે તમે તમોપ્રધાન બન્યાં છો,
ભિન્ન-ભિન્ન નામ તમારા પડ્યાં છે. હમણાં તમારું નામ બ્રહ્મા રાખ્યું છે. બ્રહ્મા સો
વિષ્ણુ અથવા શ્રીકૃષ્ણ બનશો. વાત એક જ છે - બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા.
બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ સો પછી દેવતા બને છે. પછી એ જ દેવી-દેવતા ફરી શુદ્ર
બને છે. હમણાં તમે બ્રાહ્મણ બન્યાં છો. હમણાં બાપ આપ બાળકો ને સમજાવે છે, આ છે
ભગવાનુવાચ. તમે તો થઈ ગયા સ્ટુડન્ટ. તો તમને કેટલી ખુશી થવી જોઈએ? પરંતુ એટલી ખુશી
રહેતી નથી. ધનવાન ધન નાં નશા માં ખૂબ ખુશ રહે છે ને? અહીં ભગવાન નાં બાળક બન્યાં છો
તો પણ એટલી ખુશી માં નથી રહેતાં. સમજતા નથી, પથ્થર બુદ્ધિ છે ને? તકદીર માં નથી તો
જ્ઞાન ની ધારણા કરી નથી શકતાં. હવે તમને બાપ મંદિર લાયક બનાવી રહ્યાં છે. પરંતુ માયા
નો સંગ પણ ઓછો નથી. ગાયન છે સંગ તારે, કુસંગ બોરે. બાપ નો સંગ તમને
મુક્તિ-જીવનમુક્તિ માં લઈ જાય છે પછી રાવણ નો કુસંગ તમને દુર્ગતિ માં લઈ જાય છે. ૫
વિકારો નો સંગ થઈ જાય છે ને? ભક્તિ માં નામ કહે છે સત્સંગ પરંતુ સીડી તો નીચે ઉતરતા
રહે છે, સીડી થી કોઈ ધક્કો ખાશે તો જરુર નીચે જ પડશે ને? સર્વ નાં સદ્દગતિ દાતા એક
બાપ જ છે. કોઈ પણ હશે ભગવાન નો ઈશારો ઉપર માં કરશે. હવે બાપ વગર બાળકો ને પરિચય કોણ
આપે? બાપ જ બાળકો ને પોતાનો પરિચય આપે છે. તેમને પોતાનાં બનાવી સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત ની નોલેજ આપે છે. બાપ કહે છે હું આવીને તમને આસ્તિક પણ બનાવું છું,
ત્રિકાળદર્શી પણ બનાવું છું. આ ડ્રામા છે, આ કોઈ સાધુ-સંત વગેરે નથી જાણતાં. તે હોય
છે હદ નાં ડ્રામા, આ છે બેહદ નો. આ બેહદ નાં ડ્રામા માં આપણે સુખ પણ ખૂબ જોઈએ છીએ
તો દુઃખ પણ ખૂબ જોઈએ છીએ. આ ડ્રામા માં કૃષ્ણ અને ક્રિશ્ચિન નો પણ કેવો હિસાબ-કિતાબ
છે. તેમણે ભારત ને લડાવી રાજાઈ લીધી. હમણાં તમે લડતા નથી. તે પરસ્પર લડે છે, રાજાઈ
તમને મળી જાય છે. આ ડ્રામા માં નોંધ છે. આ વાતો કોઈ પણ જાણતા નથી. જ્ઞાન આપવા વાળા
જ્ઞાન નાં સાગર એક જ બાપ છે, જે સર્વ ની સદ્દગતિ કરે છે. ભારત માં દેવી-દેવતાઓ નું
રાજ્ય હતું તો સદ્દગતિ હતી. બાકી બધા આત્માઓ મુક્તિધામ માં હતાં. ભારત સોના નું હતું.
તમે જ રાજ્ય કરતા હતાં. સતયુગ માં સૂર્યવંશી રાજ્ય હતું. હમણાં તમે સત્યનારાયણ ની
કથા સાંભળો છો. નર થી નારાયણ બનવાની આ કથા છે. આ પણ મોટા શબ્દો માં લખી દો - સાચ્ચી
ગીતા થી ભારત સચખંડ, વર્થ પાઉન્ડ (હીરાતુલ્ય) બને છે. બાપ આવીને સાચ્ચી ગીતા સંભળાવે
છે. સહજ રાજયોગ શીખવાડે છે તો વર્થ પાઉન્ડ બની જાય છે. બાબા ટોટકા તો ખૂબ સમજાવે
છે, પરંતુ બાળકો દેહ-અભિમાન નાં કારણે ભૂલી જાય છે. દેહી-અભિમાની બને તો ધારણા પણ
થાય. દેહ-અભિમાન નાં કારણે ધારણા થતી નથી.
બાપ સમજાવે છે હું
થોડી કહું છું કે હું સર્વવ્યાપી છું. મને તો કહો પણ છો તુમ માત-પિતા… તો આનો અર્થ
શું? તમારી કૃપા થી સુખ ધનેરા. હમણાં તો દુઃખ છે. આ ગાયન કયા સમય નું છે - આ પણ
સમજતા નથી. જેમ પક્ષી ચૂં-ચૂં કરતા રહે છે, અર્થ કાંઈ નથી. તેમ આ પણ ચૂં-ચૂં કરતા
રહે છે, અર્થ કાંઈ નથી. બાપ સમજાવે છે, આ બધું છે અનરાઈટિયસ (અસત્ય). કોણે
અનરાઈટિયસ બનાવ્યાં છે? રાવણે. ભારત સચખંડ હતું તો બધા સાચ્ચું બોલતા હતાં, ચોરી,
ઠગી વગેરે કાંઈ પણ નહોતું. અહીં કેટલી ચોરી વગેરે કરે છે. દુનિયા માં તો ઠગી જ ઠગી
છે. આને કહેવાય જ છે - પાપ ની દુનિયા, દુઃખ ની દુનિયા. સતયુગ ને કહેવાય છે સુખ ની
દુનિયા. આ છે વિશશ વૈશ્યાલય, સતયુગ છે શિવાલય. બાપ કેટલું સારી રીતે સમજાવે છે! નામ
પણ કેટલું સરસ છે - બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ-વિદ્યાલય. હવે બાપ આવીને સમજદાર
બનાવે છે. કહે છે આ વિકારો ને જીતો તો તમે જગતજીત બનશો. આ કામ જ મહાશત્રુ છે. બાળકો
બોલાવે પણ એટલે છે કે અમને આવીને ગોડ-ગોડેઝ (દેવી-દેવતા) બનાવો.
બાપ ની યથાર્થ મહિમા
આપ બાળકો જ જાણો છો. મનુષ્ય તો નથી બાપ ને જાણતા, નથી બાપ ની મહિમા ને જાણતાં. તમે
જાણો છો એ પ્રેમ નાં સાગર છે. બાપ આપ બાળકોને આટલું જ્ઞાન સંભળાવે છે, આ જ એમનો
પ્રેમ છે. શિક્ષક વિદ્યાર્થી ને ભણાવે છે તો વિદ્યાર્થી શું થી શું બની જાય છે. આપ
બાળકોએ પણ બાપ જેવા પ્રેમ નાં સાગર બનવાનું છે, પ્રેમ થી કોઈ ને પણ સમજાવવા નાં છે.
બાપ કહે છે તમે પણ એક-બીજા ને પ્રેમ કરો. નંબરવન પ્રેમ છે-બાપ નો પરિચય આપો. તમે
ગુપ્તદાન કરો છો. એક-બીજા માટે ઘૃણા પણ ન રહેવી જોઈએ. નહીં તો તમારે પણ ડંડા ખાવા
પડશે. કોઈનો તિરસ્કાર કરશો તો ડંડા ખાશો. ક્યારેય પણ કોઈ થી નફરત ન રાખો, તિરસ્કાર
ન કરો. દેહ-અભિમાન માં આવવાથી જ પતિત બન્યાં છો. બાપ દેહી-અભિમાની બનાવે છે તો તમે
પાવન બનો છો. બધાને આ જ સમજાવો કે હવે ૮૪ નું ચક્ર પૂરું થયું છે. જે સૂર્યવંશી
મહારાજા-મહારાણી હતાં એ જ ફરી ૮૪ જન્મ લેતા ઉતરતાં-ઉતરતાં હવે આવીને પટ પર પડ્યાં
છે. હવે બાપ ફરી થી મહારાજા-મહારાણી બનાવી રહ્યાં છે. બાપ ફક્ત કહે છે મામેકમ્ યાદ
કરો તો પાવન બની જશો. આપ બાળકોએ રહેમદિલ બની આખો દિવસ સર્વિસ નાં વિચાર ચલાવવા જોઈએ.
બાપ ડાયરેક્શન (માર્ગદર્શન) આપતા રહે છે-મીઠાં બાળકો, રહેમદિલ બની જે બિચારા દુઃખી
આત્માઓ છે, એ દુઃખી આત્માઓ ને સુખી બનાવો. તેમને પત્ર લખવો જોઈએ બહુ જ શોર્ટ માં (સંક્ષિપ્ત
માં). બાપ કહે છે મને યાદ કરો અને વારસા ને યાદ કરો. એક શિવબાબા ની જ મહિમા છે.
મનુષ્યો ને બાપ ની મહિમા ની પણ ખબર નથી. હિન્દી માં પણ ચિઠ્ઠી લખી શકો છો. સર્વિસ
કરવાની પણ બાળકો માં હિંમત જોઈએ. ઘણાં છે જે આપઘાત કરવા બેસી જાય છે, તેમને પણ તમે
સમજાવી શકો છો કે જીવ-ઘાત મહાપાપ છે. હમણાં આપ બાળકોને શ્રીમત આપવા વાળા છે શિવબાબા.
એ છે શ્રી શ્રી શિવબાબા. તમને બનાવે છે શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ. શ્રી શ્રી તો એ
એક જ છે. એ ક્યારેય ચક્ર માં આવતા નથી. બાકી તમને શ્રી નું ટાઈટલ (શીર્ષક) મળે છે.
આજકાલ તો બધાને શ્રી નું ટાઈટલ આપતા રહે છે. ક્યાં તે નિર્વિકારી, ક્યાં આ વિકારી -
રાત-દિવસ નો ફરક છે. બાપ રોજ સમજાવતા રહે છે - એક તો દેહી-અભિમાની બનો અને બધા ને
સંદેશ પહોંચાડો. પૈગંબર નાં બાળકો તમે પણ છો. સર્વ નાં સદ્દગતિ દાતા એક જ છે. બાકી
ધર્મ સ્થાપક ને ગુરુ થોડી કહેવાશે? સદ્દગતિ કરવા વાળા છે જ એક. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ થી પણ
ઘૃણા કે નફરત નથી કરવાની. રહેમદિલ બની દુઃખી આત્માઓ ને સુખી બનાવવાની સેવા કરવાની
છે. બાપ સમાન માસ્ટર પ્રેમ નાં સાગર બનવાનું છે.
2. “ભગવાન નાં આપણે
બાળકો છીએ” આ જ નશા અથવા ખુશી માં રહેવાનું છે. ક્યારેય માયા નાં ઉલ્ટા સંગ માં નથી
જવાનું. દેહી-અભિમાની બનીને જ્ઞાન ની ધારણા કરવાની છે.
વરદાન :-
બાપ સમાન
વરદાની બની દરેક નાં દિલ ને આરામ આપવા વાળા માસ્ટર દિલારામ ભવ
જે બાપ સમાન વરદાની
મૂર્ત બાળકો છે તે ક્યારેય કોઈની કમજોરી ને નથી જોતા, તે બધા ની ઉપર રહેમદિલ હોય
છે. જેમ બાપ કોઈની પણ કમજોરીઓ દિલ પર નથી રાખતા એમ વરદાની બાળકો પણ કોઈની કમજોરી
દિલ માં ધારણ નથી કરતા, તે દરેક નાં દિલ ને આરામ આપવા વાળા માસ્ટર દિલારામ હોય છે
એટલે સાથી હોય કે પ્રજા બધા એમનાં ગુણગાન કરે છે. બધાની અંદર થી આ જ આશીર્વાદ નીકળે
છે કે આ અમારા સદા સ્નેહી, સહયોગી છે.
સ્લોગન :-
સંગમયુગ પર
શ્રેષ્ઠ આત્મા એ છે જે સદા બેફિકર બાદશાહ છે.
માતેશ્વરીજી નાં
અણમોલ મહાવાક્ય
૧ . “ જ્ઞાની તું
આત્મા બાળકો ની ભૂલ થવાથી ૧૦૦ ગુણા દંડ”
આ અવિનાશી જ્ઞાન-યજ્ઞ
માં આવી સાક્ષાત્ પરમાત્મા નો હાથ લઈને પછી કારણે-અકારણે જો તેમનાં થી વિકર્મ થઈ
જાય છે તો તેની સજા બહુ જ ભારે છે. જેમ જ્ઞાન લેવાથી તેમને ૧૦૦ ગુણા ફાયદો છે, તેમ
જ્ઞાન લેતા કોઈ ભૂલ થઈ જાય છે તો પછી ૧૦૦ ગુણા દંડ પણ છે એટલે બહુ જ ખબરદારી રાખવાની
છે. ભૂલ કરતા રહેશો તો કમજોર પડતાં રહેશો એટલે નાની-મોટી ભૂલ ને પકડતા રહો, આગળ માટે
પરીક્ષણ કરી ચાલતાં રહો. જુઓ, જેમ સમજદાર મોટા વ્યક્તિ ખોટું કામ કરે છે તો તેનાં
માટે મોટી સજા છે અને જો નીચે પડેલો વ્યક્તિ છે કાંઈ ખોટું કામ કરે છે તો તેનાં માટે
એટલી સજા નથી. હવે તમે પણ પરમાત્મા નાં બાળક કહેવાઓ છો એટલાં જ તમારે દૈવી ગુણ ધારણ
કરવાના છે, સાચાં બાપની પાસે આવો છો તો સાચાં બનીને રહેવાનું છે.
૨ . લોકો કહે છે
પરમાત્મા જાની-જાનનહાર છે, હવે જાની-જાનનહાર નો અર્થ એ નથી કે બધા નાં દિલો ને જાણે
છે. પરંતુ સૃષ્ટિ રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણવા વાળા છે. બાકી એવું નથી પરમાત્મા
રચયિતા, પાલનકર્તા અને સંહારકર્તા છે તો આનો મતલબ એ છે કે પરમાત્મા ઉત્પન્ન કરે છે,
ખવડાવે છે અને મારે છે, પરંતુ એવું નથી. મનુષ્ય પોતાનાં કર્મો નાં હિસાબ-કિતાબ થી
જન્મ લે છે, તેનો મતલબ એ નથી કે પરમાત્મા બેસી તેમનાં ખરાબ સંકલ્પ અને સારા સંકલ્પો
ને જાણશે. એ તો જાણે છે કે અજ્ઞાનીઓ નાં દિલ માં શું ચાલતું હશે? આખો દિવસ માયાવી
સંકલ્પ ચાલતાં હશે અને જ્ઞાની ની અંદર શુદ્ધ સંકલ્પ ચાલતાં હશે, બાકી એક-એક સંકલ્પ
ને થોડી રીડ કરશે (વાંચશે)? બાકી પરમાત્મા જાણે છે, હવે તો બધાનો આત્મા દુર્ગતિ ને
પહોંચી ગયો છે. તેમની સદ્દગતિ કેવી રીતે થવાની છે? આ બધી જાણ જાની-જાનનહાર ને છે.
હવે મનુષ્ય જે કર્મ ભ્રષ્ટ બન્યાં છે, તેમને શ્રેષ્ઠ કર્મ કરાવવા, શીખવાડવું અને
તેમને કર્મબંધન થી છુટકારો આપવો, આ પરમાત્મા જાણે છે. પરમાત્મા કહે છે મુજ રચયિતા
અને મારી રચના નાં આદિ-મધ્ય-અંત ની આ બધી નોલેજ ને હું જાણું છું, તે જાણકારી તો આપ
બાળકો ને આપી રહ્યો છું. હવે આપ બાળકોએ એ બાપ ની નિરંતર યાદ માં રહેવાનું છે ત્યારે
જ સર્વ પાપો થી મુક્ત થશો અર્થાત્ અમરલોક માં જશો, હવે આ જાણવાને જ જાની-જાનનહાર કહે
છે. અચ્છા. ઓમ્ શાંતિ.
અવ્યક્ત ઈશારા -
સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો
ક્યારેય પણ સભ્યતા ને
છોડીને સત્યતા ને સિદ્ધ નહીં કરતાં. સભ્યતા ની નિશાની છે નિર્માણતા. આ નિર્માણતા
નિર્માણ નું કાર્ય સહજ કરે છે. જ્યાં સુધી નિર્માણ નથી બન્યાં ત્યાં સુધી નિર્માણ
નથી કરી શકતાં. જ્ઞાન ની શક્તિ શાંતિ અને પ્રેમ છે. અજ્ઞાન ની શક્તિ થી ક્રોધ ને બહુ
જ સારી રીતે સંસ્કાર બનાવી લીધાં છે અને ઉપયોગ પણ કરતા રહો છો પછી માફી પણ લેતા રહો
છો. એવી રીતે હવે દરેક ગુણ ને, દરેક જ્ઞાન ની વાત ને સંસ્કાર રુપ માં બનાવો તો
સભ્યતા આવતી જશે.