22-04-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે બાપ ની યાદ માં એક્યુરેટ રહો તો તમારો ચહેરો સદા ચમકતો ખુશનમાઃ રહેશે”

પ્રશ્ન :-
યાદ માં બેસવાની વિધિ કઈ છે તથા એનાથી લાભ શું-શું થાય છે?

ઉત્તર :-
જ્યારે યાદ માં બેસો છો તો બુદ્ધિ થી બધાં ધંધાધોરી વગેરે ની પંચાયત ને ભૂલી પોતાને દેહી (આત્મા) સમજો. દેહ અને દેહ નાં સંબંધો ની મોટી જાળ છે, તે જાળ ને હપ કરીને દેહ-અભિમાન થી પરે થઈ જાઓ અર્થાત્ આપ મુયે મર ગઈ દુનિયા. જીવતે જીવ બધું ભૂલી એક બાપ ની યાદ રહે, આ છે અશરીરી અવસ્થા, આનાંથી આત્મા ની કટ ઉતરતી જશે.

ગીત :-
રાત કે રાહી…

ઓમ શાંતિ!
બાળકો યાદ ની યાત્રા માં બેઠા છે, જેને કહેવાય છે નેષ્ઠા માં અથવા શાંતિ માં બેઠાં છે. ફક્ત શાંતિ માં નથી બેસતાં, કાંઈ કરી રહ્યાં છે. સ્વધર્મ માં સ્થિત છે. પરંતુ યાત્રા પર પણ છો. આ યાત્રા શીખવાડવા વાળા બાપ, સાથે પણ લઈ જાય છે. તે હોય છે શરીરધારી બ્રાહ્મણ, જે સાથે લઈ જાય છે. તમે છો રુહાની બ્રાહ્મણ, બ્રાહ્મણો નો વર્ણ અથવા કુળ કહેવાશે. હવે બાળકો યાદ ની યાત્રા માં બેઠા છો બીજા સત્સંગો માં બેસતાં હશે તો ગુરુ ની યાદ આવશે. ગુરુ આવીને પ્રવચન સંભળાવે. તે છે બધો ભક્તિમાર્ગ. આ યાદ ની યાત્રા છે, જેનાથી વિકર્મ વિનાશ થાય છે. તમે યાદ માં બેસો છો, જંક અર્થાત્ કટ નીકાળવા માટે. બાપ નું ડાયરેક્શન છે યાદ થી કટ નીકળશે કારણકે પતિત-પાવન હું જ છું. હું કોઈની યાદ થી નથી આવતો. મારું આવવાનું પણ ડ્રામા માં નોંધ છે. જ્યારે પતિત દુનિયા બદલાઈ ને પાવન દુનિયા થવાની છે, આદિ સનાતન દેવી-દેવતા ધર્મ જે પ્રાય:લોપ છે, તેની સ્થાપના ફરીથી બ્રહ્મા દ્વારા કરે છે. જે બ્રહ્મા નાં માટે જ સમજાવ્યું છે - બ્રહ્મા સો વિષ્ણુ, સેકન્ડ માં બને છે. પછી વિષ્ણુ થી બ્રહ્મા બનવામાં ૫ હજાર વર્ષ લાગે છે. આ પણ બુદ્ધિ થી સમજવાની વાતો છે. તમે જે શુદ્ર હતાં, હવે બ્રાહ્મણ વર્ણ માં આવ્યાં છો. તમે બ્રાહ્મણ બનો છો તો શિવબાબા બ્રહ્મા દ્વારા તમને આ યાદ ની યાત્રા શીખવાડે છે, ખાદ નીકાળવા માટે. આ રચના નું ચક્ર કેવી રીતે ફરે છે તે તો સમજી ગયાં. આમાં કોઈ વાર નથી લાગતી. હમણાં છે પણ બરાબર કળિયુગ. તે ફક્ત કહે છે - કળિયુગ નો હમણાં આદિ છે, બાપ બતાવે છે કળિયુગ નો અંત છે. ઘોર અંધકાર છે. બાપ કહે છે, તમને આ બધાં વેદ-શાસ્ત્રો નો સાર સમજાવું છું.

આપ બાળકો સવારે જ્યારે અહીં બેસો છો તો યાદ માં બેસવાનું હોય છે. નહીં તો માયા નાં તોફાન આવશે. ધંધાધોરી તરફ બુદ્ધિયોગ જશે. આ બધી બહાર ની પંચાયત છે ને? જેમ કરોળિયા કેટલી જાળ કાઢે છે. બધું હપ પણ કરી લે છે. દેહ નો કેટલો પ્રપંચ છે. કાકા, મામા, ગુરુ-ગોસાઈ… કેટલી જાળ દેખાય છે. તે બધી હપ કરવાની છે દેહ સહિત. એકલાં દેહી બનવાનું છે. મનુષ્ય શરીર છોડે છે - તો બધુંજ ભૂલી જાય છે. આપ મુયે મર ગઈ દુનિયા. આ તો બુદ્ધિ માં જ્ઞાન છે કે આ દુનિયા ખતમ થવાની છે. બાપ સમજાવે છે - જેમનું મુખ નથી ખુલતું તો ફક્ત યાદ કરો. જેમ આ (બ્રહ્મા) બાપ ને યાદ કરે છે. કન્યા, પતિ ને યાદ કરે છે કારણ કે પતિ, પરમેશ્વર થઈ જાય છે એટલે બાપ થી બુદ્ધિ નીકળી પતિ માં ચાલી જાય છે. આ તો પતિઓનાં પતિ છે, બ્રાઈડગ્રૂમ (સાજન) છે ને? તમે બધાં છો બ્રાઈડ્સ (સજનીઓ), ભગવાન ની બધાં ભક્તિ કરે છે. બધી ભક્તિઓ રાવણ નાં પહેરા માં કેદ છે તો બાપ ને જરુર તરસ પડશે ને? બાપ રહેમદિલ છે, એમને જ રહેમદિલ કહેવાય છે. આ સમયે ગુરુ તો અનેક પ્રકાર નાં છે. જે કંઈ શિક્ષા આપે છે, તેમને ગુરુ કહી દે છે. અહીં તો બાપ પ્રેક્ટિકલ માં રાજયોગ શીખવાડે છે. આ રાજ્યોગ કોઈને શીખવાડતાં આવડશે જ નહીં, પરમાત્મા સિવાય. પરમાત્માએ જ આવીને રાજયોગ શીખવાડ્યો હતો. પછી એનાથી શું થયું? આ કોઈને ખબર નથી. ગીતા નું પ્રમાણ તો ઘણાં આપે છે, નાની કુમારીઓ પણ ગીતા કંઠસ્થ કરી લે છે, તો કાંઈ ને કાંઈ મહિમા થાય છે. ગીતા કોઈ ગુમ થઈ નથી. ગીતા ની ખૂબ મહિમા છે. ગીતા-જ્ઞાન થી જ બાપ આખી દુનિયાને રિજ્યુવનેટ (નવી) કરે છે. તમારી કાયા કલ્પતરુ, કલ્પવૃક્ષ સમાન અથવા અમર બનાવી દે છે.

આપ બાળકો બાપ ની યાદ માં રહો છો, બાબા નું આહવાન નથી કરતાં. તમે બાપ ની યાદ માં રહી પોતાની ઉન્નતિ કરી રહ્યાં છો. બાપ નાં ડાયરેક્શન પર ચાલવાનો પણ શોખ હોવો જોઈએ. અમે શિવબાબા ને યાદ કરી ને જ ભોજન ખાઈશું. એટલે શિવબાબા ની સાથે ખાઓ છો. ઓફીસ માં પણ કંઈ ન કંઈ સમય મળે છે. બાબા ને લખે છે, ખુરશી પર બેસીએ છીએ તો યાદ માં બેસી જઈએ છીએ. ઓફિસર આવીને જુવે છે, આ બેઠા-બેઠા ગુમ થઈ જાય છે અર્થાત્ અશરીરી થઈ જાય છે. કોઈની આંખ બંધ થઈ જાય છે, કોઈની ખુલ્લી રહે છે. કોઈ એવી રીતે બેસેલાં હશે - કાંઈ પણ જેમ કે જોશે નહીં. જેમ કે ગુમ રહે છે. એવું-એવું થાય છે. બાબાએ દોરી ખેંચી લીધી અને મોજ માં બેઠા છે. એને પૂછશે તમને શું થયું? કહેશે - અમે તો બાપ ની યાદ માં બેઠા હતાં. બુદ્ધિ માં રહે છે અમારે જવાનું છે બાબા ની પાસે. બાપ કહે છે, સોલ-કોન્શિયસ બનવાથી તમે મારી પાસે આવી જશો. ત્યાં પવિત્ર બન્યાં વગર થોડી જઈ શકશે? હવે પવિત્ર બનાય કેવી રીતે? એ બાપ જ બતાવી શકે છે. મનુષ્ય બતાવી ન શકે. તમે કંઈક ને કંઈક સમજ્યું હશે તો બીજાઓનું પણ કલ્યાણ કરશો. તમારે કોઈનું કલ્યાણ કરવાં, બાપ નો પરિચય આપવાનો પુરુષાર્થ જરુર કરવાનો છે. ભક્તિમાર્ગ માં પણ ઓ ગોડફાધર કહી યાદ કરે છે. ગોડ ફાધર રહેમ કરો. પોકારવા ની એક આદત થઈ ગઈ છે. બાપ આપ બાળકોને પોતાનાં સમાન કલ્યાણકારી બનાવે છે. માયાએ બધાં ને કેટલાં બેસમજ બનાવી દીધાં છે. લૌકિક બાપ પણ બાળકોની ચલન ઠીક નથી જોતાં તો કહે છે કે તમે તો બેસમજ છો. એક વર્ષ માં બાપ ની બધી મિલકત ઉડાવી દેશો. તો બેહદ નાં બાપ પણ કહે છે, તમને શું બનાવ્યાં હતાં, હમણાં પોતાની ચલન તો જુઓ. હવે આપ બાળકો સમજો છો કેવો વન્ડરફુલ (અદ્દભુત) ખેલ છે. ભારત નો કેટલો ડાઉનફાલ (પતન) થઈ જાય છે. ડાઉન ફાલ ઓફ ભારતવાસી (ભારત નું પતન). તેઓ પોતાને એવાં સમજતા નથી કે અમે પડેલા છીએ, અમે કળિયુગી તમોપ્રધાન બન્યાં છીએ. ભારત સ્વર્ગ હતું અર્થાત્ મનુષ્ય સ્વર્ગવાસી હતાં, એ જ મનુષ્ય હવે નર્કવાસી છે. આ જ્ઞાન કોઈમાં નથી. આ બાબા પણ જાણતાં નહોતાં. હવે બુદ્ધિ માં ચમત્કાર આવ્યો છે. ૮૪ જન્મ લેતા-લેતા સીડી તો જરુર ઉતરવી પડશે, ઉપર ચઢવાની જગ્યા પણ નથી. ઉતરતા-ઉતરતા પતિત બનવાનું છે. આ વાત કોઈ ની બુદ્ધિમાં નથી. બાપે આપ બાળકોને સમજાવ્યું છે, તમે પછી ભારતવાસીઓને સમજાવો છો કે તમે સ્વર્ગવાસી હતાં હવે નર્કવાસી બન્યાં છો. ૮૪ જન્મ પણ તમે લીધાં છે. પુનર્જન્મ તો માનો છો ને. તો જરુર નીચે ઉતરવાનું છે. કેટલાં પુનર્જન્મ લીધાં છે, એ પણ બાપે સમજાવ્યું છે. આ સમયે તમે અનુભવ કરો છો, આપણે પાવન દેવી-દેવતા હતાં પછી રાવણે પતિત બનાવ્યાં છે. બાપે આવીને ભણાવવું પડે છે, શૂદ્ર થી દેવતા બનાવવા માટે. બાપ ને લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) કહે છે, પરંતુ અર્થ નથી સમજતાં. હવે તે સમય જલ્દી આવશે જે બધાને ખબર પડશે, જુઓ શું થી શું બની ગયાં છે! ડ્રામા કેવી રીતે બનેલો છે, કોઈને સ્વપ્ન માં પણ નહોતું કે અમે લક્ષ્મી-નારાયણ જેવા બની શકીએ છીએ. બાપ કેટલું સ્મૃતિ માં લઈ આવે છે. હવે બાપ પાસેથી વારસો લેવો છે તો શ્રીમત પર ચાલવાનું છે. યાદ ની યાત્રા ની પ્રેક્ટિસ કરવાની છે. તમને ખબર છે કે પાદરી લોકો ચાલતાં જાય છે, કેટલાં સાઇલેન્સ (શાંતિ) માં એવાં ચાલે છે. તે ક્રાઈસ્ટ ની યાદ માં રહે છે. તેમનો ક્રાઈસ્ટ ની સાથે પ્રેમ છે. આપ રુહાની પન્ડાઓની પ્રીત બુદ્ધિ છે પરમપ્રિય પરમપિતા પરમાત્મા ની સાથે. બાળકો જાણે છે, નંબરવાર પુરુષાર્થ અનુસાર કલ્પ પહેલાં ની જેમ રાજધાની જરુર સ્થાપન થશે, જેટલો પુરુષાર્થ કરી શ્રીમત પર ચાલશો. બાપ તો ખુબ સારી-સારી મત આપે છે. છતાં પણ ગ્રહચારી એવી બેસી જાય છે જે શ્રીમત પર ચાલતાં જ નથી. તમે જાણો છો શ્રીમત પર ચાલવામાં જ વિજય છે. નિશ્ચય માં જ વિજય છે. બાપ કહે છે તમે મારી મત પર ચાલો. કેમ સમજો છો કે આ બ્રહ્મા મત આપે છે? હંમેશા સમજો શિવબાબા સલાહ આપે છે. એ તો સર્વિસ ની જ મત આપશે. કોઈ કહેશે, બાબા આ વ્યાપાર-ધંધો કરું? બાબા કોઈ આ વાતો માટે મત નહીં આપશે. બાપ કહે છે, હું આવ્યો છું પતિત થી પાવન બનાવવાની યુક્તિ બતાવવા, ન કે આ વાતો નાં માટે. મને બોલાવે પણ છે - હે પતિત-પાવન, આવીને અમને પાવન બનાવો તો હું તે યુક્તિ બતાવું છું, બહુજ સહજ. તમારું નામ જ છે ગુપ્ત સેના. તેમણે પછી હથિયાર, બાણ વગેરે દેખાડયાં છે. પરંતુ આમાં બાણ વગેરે ની કોઈ વાત જ નથી. આ બધો છે ભક્તિમાર્ગ.

બાપ આવીને સાચ્ચો માર્ગ બતાવે છે - જેનાથી અડધોકલ્પ તમે સચખંડ માં ચાલ્યાં જાઓ છો. ત્યાં બીજા કોઈ ખંડ હોતાં જ નથી. કોઈને સમજાવો તો પણ માનશે નહીં કે આ કેવી રીતે થઈ શકે છે કે ફક્ત ભારત જ હતું. ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં ભારત સ્વર્ગ હતું ને, ત્યારે બીજા કોઈ ધર્મ નહોતાં. પછી ઝાડ વૃદ્ધિને પામતું રહે છે. તમે ફક્ત પોતાનાં બાપ ને, પોતાનાં ધર્મ, કર્મ ને ભૂલી ગયાં છો. દેવી-દેવતા ધર્મ નાં પોતાને સમજે તો ગંદી વસ્તુ વગેરે કંઈ પણ ન ખાત. પરંતુ ખાય છે - કારણ કે તે ગુણ નથી એટલે પોતાને હિન્દુ કહી દે છે. નહીં તો લજ્જા આવવી જોઈએ, અમારા મોટા આવાં પવિત્ર અને અમે આવાં પતિત બની ગયાં છીએ. પરંતુ પોતાનાં ધર્મ ને ભૂલી ગયાં છે. હવે તમે ડ્રામા નાં આદિ-મધ્ય-અંત ને સારી રીતે સમજી ગયાં છો. કોઈ પણ એવી વાત થાય તો તમે કહી શકો છો કે આ પોઇન્ટ હમણાં બાબાએ બતાવી નથી. બસ. નહીં તો મફત માં મૂંઝાય છે. બોલો, અમે ભણી રહ્યાં છીએ. બધું હમણાં જ જાણી લઈએ પછી તો વિનાશ થઈ જાય. પરંતુ ના. હમણાં માર્જિન (તક) છે. અમે ભણી રહ્યાં છીએ. અંત માં સંપૂર્ણ પવિત્ર થઈ જઈશું. નંબરવાર પુરુષાર્થ અનુસાર કટ નીકળતી જશે સતોપ્રધાન બની જઈશું. પછી આ પતિત દુનિયાનો વિનાશ થઇ જશે. આજકાલ કહે પણ છે કે પરમાત્મા ક્યાંક જરુર આવ્યાં છે. પરંતુ ગુપ્ત છે. સમય તો બરાબર વિનાશ નો છે ને? બાપ જ લિબરેટર, ગાઈડ છે જે પાછાં લઈ જશે, મચ્છરો સદૃશ્ય મરશે. આ પણ જાણે છે, બધાં એકરસ યાદ માં નથી બેસતાં. કોઈ નો એક્યુરેટ યોગ રહે છે, કોઈ નો અડધો કલાક, કોઈ નો ૧૫ મિનિટ. કોઈ તો એક મિનિટ પણ યાદ માં નથી રહેતાં. કોઈ કહે છે અમે આખો સમય બાપ ની યાદ માં રહીએ છીએ, તો જરુર તેમનો ચહેરો ખુશનમાઃ ચમકતો રહેશે. અતિન્દ્રિય સુખ એવાં બાળકો ને રહે છે. ક્યાંય પણ બુદ્ધિ ભટકતી નથી. તે સુખ અનુભવ કરતાં હશે. બુદ્ધિ પણ કહે છે એક માશૂક ની યાદ માં બેઠા રહીએ તો કેટલી કટ ઉતરી જાય. પછી આદત પડી જશે. યાદ ની યાત્રા થી તમે એવરહેલ્દી (સદા સ્વસ્થ), એવરવેલ્દી (સદા સંપન્ન) બનો છો. ચક્ર પણ યાદ આવી જાય છે. ફક્ત યાદ માં રહેવાની મહેનત છે. બુદ્ધિ માં ચક્ર પણ ફરતું રહેશે.

હમણાં તમે માસ્ટર બીજરુપ બનો છો. યાદ ની સાથે સ્વદર્શન ચક્ર ને પણ ફરાવવાનું છે. તમે ભારતવાસી લાઈટ-હાઉસ છો. સ્પ્રિચ્યુઅલ લાઈટ-હાઉસ બધાને રસ્તો બતાવો છો ઘર નો. તે પણ સમજાવવું પડે ને. તમે મુક્તિ-જીવનમુક્તિ નો રસ્તો બતાવો છો એટલે તમે છો સ્પ્રિચ્યુઅલ લાઈટ હાઉસ. તમારું સ્વદર્શન ચક્ર ફરતું રહે છે. નામ લખવાનું છે તો સમજાવવું પણ પડે. બાબા સમજાવતાં રહે છે, તમે સન્મુખ બેઠા છો. જે પિયા ની સાથે છે તેમનાં માટે સન્મુખ વરસાદ છે. સૌથી વધારે મજા સન્મુખ ની છે. પછી સેકન્ડ નંબર છે ટેપ. થર્ડ નંબર મોરલી. શિવબાબા બ્રહ્મા દ્વારા બધું સમજાવે છે. આ (બ્રહ્મા) પણ જાણે તો છે ને. છતાં પણ તમે એ જ સમજો કે “શિવબાબા કહે છે’’ આ ન સમજવાનાં કારણે ખુબ અવજ્ઞા કરે છે. શિવબાબા જે કહે છે, તે કલ્યાણકારી જ છે. ભલે અકલ્યાણ થઈ જાય, તે પણ કલ્યાણ નાં રુપ માં બદલાઈ જશે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ નાં દરેક ડાયરેક્શન પર ચાલીને પોતાની ઉન્નતિ કરવાની છે. એક બાપ સાથે સાચ્ચી-સાચ્ચી પ્રીત રાખવાની છે. યાદ માં જ ભોજન બનાવવાનું અને ખાવાનું છે.

2. સ્પ્રિચ્યુઅલ લાઈટ હાઉસ બની બધાને મુક્તિ-જીવનમુક્તિ નો રસ્તો બતાવવાનો છે. બાપ સમાન કલ્યાણકારી જરુર બનવાનું છે.

વરદાન :-
ઈશ્વરીય શાન માં સ્થિત રહી દરેક કર્મ શાનદાર બનાવવા વાળા સર્વ પરેશાનીઓથી મુક્ત ભવ

સદા એ જ ઈશ્વરીય શાન માં રહો કે હું બાપદાદા નો નૂરે રત્ન છું મારાં નયનો અથવા નજરો માં કોઈ પણ વસ્તુ સમાઈ નથી શકતી. આ શાન માં રહેવાથી ભિન્ન-ભિન્ન પ્રકાર ની પરેશાનીઓ સ્વતઃ સમાપ્ત થઈ જશે. કોઈ પણ પ્રકાર ની કમ્પ્લેન નથી રહી શકતી. જેટલા જે પોતાની ઊંચી શાન માં સ્થિત રહે છે એમને માન પણ સ્વતઃ પ્રાપ્ત થાય છે અને એમનાં દરેક કર્મ શાનદાર હોય છે.

સ્લોગન :-
ટ્રસ્ટી તે છે જે પોતાનું સર્વસ્વ બાપ હવાલે કરી દે.

અવ્યક્ત ઇશારા - મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો

તમારા દરેક બોલ માં મધુરતા, સંતુષ્ટતા, સરળતા ની નવીનતા હોય. બ્રાહ્મણ આત્માઓ નાં બોલ સાધારણ બોલ ન હોય. આ જ મહાનતા અને આ જ નવીનતા છે. મધુર બોલ, મધુર સંસ્કાર, મધુર સ્વભાવ દ્વારા બીજાનું પણ મુખ મીઠું કરાવતા રહો. “સદા અથક ભવ અને મધુર ભવ” નાં વરદાનો થી આગળ વધતા, ઉડતા રહો.