22-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - અહીં તમે બદલાવા માટે આવ્યા છો , તમારે આસુરી ગુણો ને બદલી દૈવી ગુણ ધારણ કરવાના છે , આ દેવતા બનવાનું ભણતર છે ”

પ્રશ્ન :-
આપ બાળકો કયું ભણતર બાપ પાસે થી જ ભણો છો જે બીજા કોઈ ભણાવી ન શકે?

ઉત્તર :-
મનુષ્ય થી દેવતા બનવાનું ભણતર, અપવિત્ર થી પવિત્ર બનીને નવી દુનિયામાં જવાનું ભણતર એક બાપ સિવાય બીજા કોઈ પણ ભણાવી ન શકે. બાપ જ સહજ જ્ઞાન અને રાજયોગ નાં ભણતર દ્વારા પવિત્ર પ્રવૃત્તિ માર્ગ સ્થાપન કરે છે.

ઓમ શાંતિ!
બાપ બાળકો ને સમજાવે છે. હકીકત માં બંને બાપ છે, એક હદ નાં, બીજા બેહદ નાં. એ બાપ પણ છે તો આ બાપ પણ છે. બેહદ નાં બાપ આવીને ભણાવે છે. બાળકો જાણે છે આપણે નવી દુનિયા સતયુગ માટે ભણી રહ્યા છીએ. આવું ભણતર ક્યાંય મળી નથી શકતું. આપ બાળકોએ સત્સંગ તો ખૂબ કર્યા છે. તમે ભક્ત હતાં ને? જરુર ગુરુ કરેલા છે, શાસ્ત્ર અધ્યયન કરેલા છે. પરંતુ હવે બાપે આવીને જગાડ્યા છે. બાપ કહે છે હવે આ જૂની દુનિયા બદલાવાની છે. હમણાં હું તમને નવી દુનિયા માટે ભણાવું છું, તમારો ટીચર છું. કોઈ પણ ગુરુ માટે ટીચર નહીં કહેવાશે. સ્કૂલ માં ટીચર ભણાવે છે, જેનાથી ઊંચું પદ મેળવે છે. પરંતુ તે ભણાવે છે અહીંયા માટે. હમણાં તમે જાણો છો કે આપણે જે ભણતર ભણીએ છીએ તે છે નવી દુનિયા માટે. ગોલ્ડન એજડ વર્લ્ડ કહેવાય છે. આ તો જાણો છો કે આ સમયે આસુરી ગુણો ને બદલી દૈવી ગુણ ધારણ કરવાના છે. અહીં તમે બદલાવા માટે આવ્યા છો. કેરેક્ટર (ચરિત્ર) ની મહિમા કરાય છે. દેવતાઓની આગળ જઈને કહે છે તમે આવાં છો, અમે આવાં છીએ. તમને હમણાં મુખ્ય લક્ષ મળ્યું છે. ભવિષ્ય માટે બાપ નવી દુનિયા પણ સ્થાપન કરે છે અને તમને ભણાવે પણ છે. ત્યાં તો વિકાર ની વાત હોતી નથી. તમે રાવણ પર જીત મેળવો છો, રાવણ રાજ્ય માં છે જ બધાં વિકારી. યથા રાજા-રાણી તથા પ્રજા. હમણાં તો છે પંચાયતી રાજ્ય. એની પહેલાં રાજા-રાણી નું રાજ્ય હતું, પરંતુ તે પણ પતિત હતાં. એ પતિત રાજાઓની પાસે મંદિર પણ હોય છે. નિર્વિકારી દેવતાઓની પૂજા કરતા હતાં. જાણે છે તે દેવતા પાસ્ટ (પહેલાં) થઈને ગયા છે. હમણાં એમનું રાજ્ય નથી. બાપ આત્માઓને પાવન બનાવે છે અને યાદ પણ અપાવે છે કે તમે દેવતા શરીર વાળા હતાં. તમારા આત્મા અને શરીર બંને પવિત્ર હતાં. હવે ફરીથી બાપ આવીને પતિત થી પાવન બનાવે છે, એટલે જ તમે અહીં આવ્યા છો.

બાબા ઓર્ડીનેન્સ (કાયદો) કાઢે છે-બાળકો, કામ મહાશત્રુ છે. આ તમને આદિ-મધ્ય-અંત દુઃખ આપે છે. હમણાં તમારે ગૃહસ્થ વ્યવહાર માં રહેતા પાવન બનવાનું છે. એવું નથી, દેવી-દેવતા પરસ્પર પ્રેમ નહીં કરતા હોય પરંતુ ત્યાં વિકારી દૃષ્ટિ નથી રહેતી, નિર્વિકારી થઈને રહે છે. બાપ પણ કહે છે ગૃહસ્થ વ્યવહાર માં રહેતા કમળ ફૂલ સમાન રહો. પોતાનું ભવિષ્ય એવું બનાવવાનું છે જેવી રીતે તમે પવિત્ર જોડી હતાં. દરેક આત્મા ભિન્ન નામ રુપ લઈને પાર્ટ ભજવતો આવ્યો છે. હમણાં તમારો આ છે અંતિમ પાર્ટ. પવિત્રતા માટે ખૂબ મૂંઝાય છે કે શું કરીએ, કેવી રીતે કમ્પેનિયન (સાથી) થઈને રહીએ? કમ્પેનિયન થઈને રહેવાનો અર્થ શું છે? વિદેશ માં જ્યારે વૃદ્ધ થાય છે તો પછી કમ્પેનિયન રાખવા માટે લગ્ન કરી લે છે, સંભાળ માટે. એવા ઘણાં છે જે બ્રહ્મચારી થઈને રહેવાનું પસંદ કરે છે. સંન્યાસીઓ ની તો વાત અલગ છે, ગૃહસ્થ માં રહેવાવાળા પણ ખૂબ હોય છે જે લગ્ન કરવાનું પસંદ નથી કરતાં. લગ્ન કર્યા પછી બાળકો વગેરે સંભાળવા, એવી ઝાળ ફેલાવીએ જ કેમ, જે પોતે જ ફસાઈ પડીએ? એવા ઘણાં અહીં પણ આવે છે. ૪૦ વર્ષ થઈ ગયા બ્રહ્મચારી રહીને, એના પછી શું લગ્ન કરશે? સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે. તો બાપ એમને જોઈ ખુશ થાય છે. આ તો છે જ બંધન-મુક્ત, બાકી રહ્યું શરીરનું બંધન, એમાં દેહ સહિત બધાને ભૂલવાના છે ફક્ત એક બાપ ને યાદ કરવાના છે. કોઈ પણ દેહધારી ક્રાઈસ્ટ વગેરેને યાદ નથી કરવાનાં. નિરાકાર શિવ તો દેહધારી નથી. એમનું નામ શિવ છે. શિવ નાં મંદિર પણ છે. આત્માને પાર્ટ મળેલો છે ૮૪ જન્મો નો. આ અવિનાશી ડ્રામા છે, એમાં કંઈ પણ બદલાઈ નથી શકતું.

તમે જાણો છો પહેલાં-પહેલાં આપણા ધર્મ, કર્મ જે શ્રેષ્ઠ હતાં તે હમણાં ભ્રષ્ટ બની ગયાં છે. એવું નથી, દેવતા ધર્મ જ ખતમ છે. ગાય પણ છે દેવતાઓ સર્વગુણ સંપન્ન હતાં. લક્ષ્મી-નારાયણ બંને પવિત્ર હતાં. પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો. હમણાં અપવિત્ર નિવૃત્તિ માર્ગ છે. ૮૪ જન્મો માં ભિન્ન-ભિન્ન નામ-રુપ બદલાતા આવ્યા છે. બાપે બતાવ્યું છે - મીઠાં-મીઠાં બાળકો, તમે પોતાનાં જન્મો ને જાણતા નથી, હું તમને ૮૪ જન્મો ની કહાણી સંભળાવું છું. તો જરુર પહેલાં જન્મ થી લઈને સમજાવવું પડે. તમે પવિત્ર હતાં, હમણાં વિકારી બન્યા છો તો દેવતાઓ ની આગળ જઈને માથું નમાવો છો. ક્રિશ્ચન લોકો ક્રાઈસ્ટ ની આગળ, બૌદ્ધી લોકો બુદ્ધ ની આગળ, સિક્ખ લોકો ગુરુનાનક નાં દરબાર ની આગળ જઈને માથું ટેકવે છે, એનાથી ખબર પડે છે કે આ કયા પંથ નાં છે. તમારા માટે તો કહી દે છે કે આ હિન્દુ છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ક્યાં ગયો? આ કોઈને ખબર નથી. પ્રાય:લોપ થઈ ગયો છે. ભારત માં ચિત્ર તો અથાહ બનાવ્યા છે. મનુષ્યો ની પણ અનેક મતો છે. શિવ નાં પણ અનેક નામ રાખી દીધાં છે. અસલ માં એમનું એક જ નામ શિવ છે. એવું પણ નથી, એમણે પુનર્જન્મ લીધાં છે ત્યારે નામ ફરતા જાય છે. ના. મનુષ્યો ની અનેક મતો છે, તો અનેક નામ રાખે છે. શ્રીનાથદ્વારા માં જાઓ તો ત્યાં પણ બેઠાં તો તે જ લક્ષ્મી-નારાયણ છે, જગન્નાથ નાં મંદિર માં પણ મૂર્તિ તે જ છે. નામ ભિન્ન-ભિન્ન રાખ્યા છે. જ્યારે તમે સૂર્યવંશી હતાં તો પૂજા વગેરે નહોતા કરતાં. તમે આખાં વિશ્વ પર રાજ્ય કરતા હતાં, સુખી હતાં. શ્રીમત પર શ્રેષ્ઠ રાજ્ય સ્થાપન કર્યુ હતું. એને કહેવાય છે સુખધામ. બીજા કોઈ એવું કહી નહીં શકશે કે અમને બાપ ભણાવે છે, મનુષ્ય થી દેવતા બનાવે છે. નિશાની પણ છે, જરુર એમનું જ રાજ્ય હતું. ત્યાં કિલ્લા વગેરે હોતા નથી. કિલ્લા વગેરે બનાવે છે સુરક્ષા માટે. આ દેવી-દેવતાઓનાં રાજ્યમાં કિલ્લા વગેરે નહોતાં. બીજા કોઈ ચઢાઈ કરવા વાળા હોતા નથી. હમણાં તમે જાણો છો આપણે એ જ દેવી-દેવતા ધર્મ માં ટ્રાન્સફર થઈ રહ્યા છીએ. એના માટે તમે રાજયોગનું ભણતર ભણી રહ્યા છો. રાજાઈ મેળવવાની છે. ભગવાનુવાચ-હું તમને રાજાઓનાં રાજા બનાવું છું. હમણાં તો કોઈ રાજા-રાણી નથી. કેટલાં લડાઈ-ઝઘડા વગેરે થતા રહે છે. આ છે કળિયુગ, આયરન એજેડ વર્લ્ડ. તમે ગોલ્ડન એજ માં હતાં. હમણાં પછી પુરુષોત્તમ સંગમયુગ પર ઉભા છો. બાપ તમને પહેલાં નંબરમાં લઈ જવા આવ્યા છે, બધાનું કલ્યાણ કરે છે. તમે જાણો છો આપણું પણ કલ્યાણ થાય છે પહેલાં-પહેલાં આપણે જરુર સતયુગ માં આવીશું . બાકી જે-જે ધર્મ છે તે બધાં શાંતિધામ માં ચાલ્યા જશે. બાપ કહે છે બધાએ પવિત્ર પણ બનવાનું છે. તમે છો જ પવિત્ર દેશ નાં રહેવા વાળા, જેને નિર્વાણ ધામ કહેવાય છે. વાણી થી પરે ફક્ત અશરીરી આત્માઓ રહે છે. બાપ તમને હવે વાણી થી પરે લઈ જાય છે. એવું તો કોઈ કહી ન શકે કે હું તમને નિર્વાણધામ, શાંતિધામ માં લઈ જાઉં છું. તે તો કહે છે અમે બ્રહ્મ માં લીન થઈશું. આપ બાળકો જાણો છો હમણાં આ તમોપ્રધાન દુનિયા છે, એમાં તમને સ્વાદ નહીં આવશે એટલે નવી દુનિયાની સ્થાપના અને જૂની દુનિયાનો વિનાશ કરવા માટે ભગવાન ને અહીં આવવું પડે છે. શિવ જયંતિ પણ અહીં મનાવે છે. તો શું આવીને કરે છે? કોઈ બતાવે. જયંતિ મનાવે છે તો જરુર આવે છે ને? રથ પર વિરાજમાન થાય છે. એમણે પછી તે ઘોડા-ગાડી નો રથ દેખાડ્યો છે. બાપ બતાવે છે, હું કયા રથ પર સવાર થાઉં છું. બાળકોને જણાવું છું. આ જ્ઞાન પછી પ્રાયઃલોપ થઈ જાય છે. આમનાં ૮૪ જન્મો નાં અંત માં બાબાને આવવું પડે છે. આ જ્ઞાન કોઈ આપી ન શકે. જ્ઞાન છે દિવસ, ભક્તિ છે રાત. નીચે ઉતરતા જ રહે છે. ભક્તિ નો કેટલો શો છે? કેટલાં કુંભ નાં મેળા, ફલાણા મેળા લાગતા રહે છે? એવું કોઈ પણ નથી કહેતું કે હવે તમારે પવિત્ર બનીને નવી દુનિયામાં જવાનું છે, બાપ જ બતાવે છે હમણાં સંગમયુગ છે. તમને ભણતર પણ તે જ મળે છે જે કલ્પ પહેલાં મળ્યું હતું, મનુષ્ય થી દેવતા બન્યા હતાં. ગાયન પણ છે મનુષ્ય સે દેવતા કિયે… જરુર બાપ જ બનાવશે ને? તમે જાણો છો આપણે અપવિત્ર ગૃહસ્થ ધર્મ વાળા હતાં, હમણાં બાપ આવીને પછી પવિત્ર પ્રવૃત્તિ માર્ગ નાં બનાવે છે. તમે ખૂબ ઊંચ પદ મેળવો છો. ઊંચા માં ઊંચા બાપ કેટલાં ઊંચ બનાવે છે? બાપ ની છે શ્રી-શ્રી અર્થાત્ શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ મત. આપણે શ્રેષ્ઠ બનીએ છીએ. શ્રી-શ્રી નાં અર્થ ની કોઈને ખબર નથી. એક શિવબાબા નું જ આ ટાઈટલ છે પરંતુ તે પછી પોતાને શ્રી-શ્રી કહી દે છે. માળા ફેરવાય છે. માળા છે ૧૦૮ ની, એમણે ૧૬૧૦૮ ની બનાવી છે. એમાં ૮ તો આવવાના જ છે. ચાર જોડી અને એક બાપ. આઠ રત્ન અને નવમો હું છું. એમને રત્ન કહે છે. એમને એવા બનાવવા વાળા બાપ છે. તમે બાપ દ્વારા પારસ બુદ્ધિ બનો છો. રંગુન માં એક તળાવ છે, કહે છે કે એમાં સ્નાન કરવાથી પરીઓ બની જાય છે. હકીકત માં આ છે જ્ઞાન-સ્નાન, જેનાથી તમે દેવતા બની જાઓ છો. બાકી તે તો બધી છે ભક્તિ માર્ગ ની વાતો. આ તો ક્યારેય થઈ નથી શકતું કે પાણીમાં સ્નાન કરવાથી પરી બની જાય. આ બધો છે ભક્તિ માર્ગ. શું-શું વાતો બનાવી દીધી છે? કંઈ પણ સમજતા નથી. હમણાં તમે સમજો છો તમારા જ યાદગાર દેલવાડા, ગુરુ શિખર વગેરે છે. બાપ ખૂબ ઊંચે રહે છે ને? તમે જાણો છો બાપ અને આપણે આત્માઓ જ્યાં નિવાસ કરીએ છીએ, તે છે મૂળવતન. સૂક્ષ્મવતન તો ફક્ત સાક્ષાત્કાર માત્ર છે. તે કોઈ દુનિયા નથી. સૂક્ષ્મવતન અથવા મૂળવતન માટે આ નહીં કહેવાશે કે વર્લ્ડ હિસ્ટ્રી રીપીટ. વર્લ્ડ તો એક જ છે. આને વર્લ્ડ ની હિસ્ટ્રી રીપીટ કહેવાય છે.

મનુષ્ય કહે છે વર્લ્ડ માં પીસ થાય. એ નથી જાણતા કે આત્મા નો સ્વધર્મ જ શાંત છે. બાકી જંગલ માં થોડી શાંતિ મળી શકે છે? તમને બાળકોને સુખ અને બીજા બધાને શાંતિ મળી જાય છે. જે પણ આવે છે પહેલાં શાંતિધામ માં જઈને સુખધામ માં આવશે. કોઈ કહેશે અમે જ્ઞાન ન લઈએ, અંત માં આવશે તો બાકી એટલો સમય મુક્તિધામ માં રહેશે. આ તો સારું છે, ઘણો સમય મુક્તિ માં રહેશે. અહીં કરીને એક-બે જન્મ પદ મેળવશે. તે શું થયું? જેવી રીતે મચ્છર નીકળે છે અને મરી જાય છે. તો એક જન્મ માં અહીં શું સુખ રાખ્યું છે? તે તો કોઈ કામનું ન રહ્યું જાણે કે પાર્ટ જ નથી. તમારો પાર્ટ તો ખૂબ ઊંચો છે. તમારા જેટલું સુખ કોઈ જોઈ ન શકે એટલે પુરુષાર્થ કરવો જોઈએ. કરતા પણ રહે છે. કલ્પ પહેલાં પણ તમે પુરુષાર્થ કર્યો હતો. પોતાનાં પુરુષાર્થ અનુસાર પ્રારબ્ધ મેળવી છે. પુરુષાર્થ વગર તો પ્રારબ્ધ મેળવી ન શકે. પુરુષાર્થ જરુર કરવાનો છે. બાપ કહે છે આ પણ ડ્રામા બનેલો છે. તમારો પણ પુરુષાર્થ ચાલી પડશે. એવી રીતે તો ચાલી ન શકે. તમારે પુરુષાર્થ તો જરુર કરવો પડે. પુરુષાર્થ વગર થોડી કંઈ થવાનું છે? ખાંસી જાતે જ કેવી રીતે ઠીક થશે? દવા લેવાનો પુરુષાર્થ કરવો પડે. કોઈ-કોઈ એવા પણ ડ્રામા પર બેસી જાય છે, જે ડ્રામા માં હશે. એવું ઉલ્ટું જ્ઞાન બુદ્ધિ માં નથી બેસાડવાનું. આ પણ માયા વિઘ્ન નાખે છે. બાળકો ભણતર ને જ છોડી દે છે. આને કહેવાય છે-માયા થી હાર. લડાઈ છે ને? તે પણ જબરજસ્ત છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રેષ્ઠ રાજ્ય સ્થાપન કરવા માટે શ્રીમત પર ચાલીને બાપ નાં મદદગાર બનવાનું છે. જેવી રીતે દેવતાઓ નિર્વિકારી છે, એવી રીતે ગૃહસ્થ માં રહેતા નિર્વિકારી બનવાનું છે. પવિત્ર પ્રવૃત્તિ બનાવવાની છે.

2. ડ્રામા નાં પોઈન્ટ ને ઉલ્ટા રુપ થી યુઝ નથી કરવાનાં. ડ્રામા કહીને બેસી નથી જવાનું. ભણતર પર પૂરું ધ્યાન આપવાનું છે. પુરુષાર્થ થી પોતાની શ્રેષ્ઠ પ્રારબ્ધ બનાવવાની છે.

વરદાન :-
કમળ પુષ્પ નું સિમ્બોલ ( પ્રતિક ) બુદ્ધિ માં રાખી , પોતાને સેમ્પલ સમજવા વાળા ન્યારા અને પ્યારા ભવ

પ્રવૃત્તિ માં રહેવા વાળા નું સિમ્બોલ છે “કમળ પુષ્પ”. તો કમળ બનો અને અમલ કરો. જો અમલ નથી કરતા તો કમળ નથી બની શકતાં. તો કમળ પુષ્પ નું સિમ્બોલ બુદ્ધિમાં રાખી સ્વયં ને સેમ્પલ સમજીને ચાલો. સેવા કરતા ન્યારા અને પ્યારા બનો. ફક્ત પ્યારા નથી બનવાનું પરંતુ ન્યારા બની પ્યારા બનવાનું કારણ કે પ્રેમ ક્યારેક લગાવ નાં રુપ માં બદલાઈ જાય છે એટલે કોઈ પણ સેવા કરતા ન્યારા અને પ્યારા બનો.

સ્લોગન :-
સ્નેહની છત્રછાયા ની અંદર માયા આવી નથી શકતી.