22-06-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
આવ્યાં છે આપ બાળકોની ખિદ્દમત ( સેવા ) કરવાં , તમે પણ બાપ સમાન બની બધા ની સેવા કરો”
પ્રશ્ન :-
બ્રહ્મા બાપ ને કયો
એક વિચાર ચાલતો, જેના પર શિવબાબા કહેતાં વેટ એન્ડ સી (થોભો અને જુઓ), ચિંતા નહીં કરો?
ઉત્તર :-
બાબા નો વિચાર ચાલતો, સમય ખુબ નાજુક થતો જાય છે, બાળકોએ અવિનાશી જ્ઞાન રત્ન લેવા
બાપ નાં પાસે આવવાનું જ છે, આટલાં અનેક બાળકો ક્યાં આવીને રહેશે? કેટલાં મકાન બનાવવાં
પડશે? શિવબાબા કહે વેટ એન્ડ સી. કલ્પ પહેલા જેમ આવીને રહ્યાં હતાં તેમ જ રહેશે. તમે
ફિકર નહીં કરો, તમે ફક્ત ભણતાં રહો, મનમનાભવ. તમારે કર્માતીત બનવાનો પુરુષાર્થ
કરવાનો છે.
ગીત :-
તુમ્હેં પાકે
હમને…
ઓમ શાંતિ!
બાપ પણ કહે છે
બાળકો ઓમ્ શાંતિ. બીજું શું કહેશે! બાળકો ને કહે છે - બાળકો ઓમ્ શાંતિ, તત્ત્વમ્.
હે બાળકો, તમે પણ શાંત સ્વરુપ છો. તમે પણ માસ્ટર પતિત-પાવન છો. એવું બીજું કોઈ કહી
નહીં શકે. કહેવાય છે - જેવાં કાગ તેવાં બાળકો. આપ બાળકો પણ જાણો છો જેવાં બાબા તેવાં
આપણે. બાપ કહે છે હું જ્ઞાન નો સાગર છું. આપ બાળકો પણ સમજશો કે અમે માસ્ટર જ્ઞાન
સાગર છીએ, એટલે નદીઓ થયાં. સાગર નાં બાળ-બચ્ચા પણ હશે ને! મોટી-મોટી નદીઓ પણ છે.
મોટા-મોટા તળાવ, મોટા-મોટા સરોવર પણ છે. તે છે જડ, તમે છો ચૈતન્ય. સાગર થી જ નીકળેલાં
છે. ઘણાં બાળકો પણ આ વાતો ને સમજતાં નથી કારણ કે ભણેલી-ગણેલી બાળકીઓ તો નથી. બાબાએ
એક વાર પૂછ્યું હતું - ખાંડ શેનાથી બને છે? ગોળ શેનાથી બને છે? તો બોલ્યાં લાલ શેરડી
થી ગોળ બને છે, સફેદ શેરડી થી સાકર બને છે. બિચારી ભણેલી તો છે નહીં. હવે તમને કેટલી
મોટી વાતો સમજાવે છે. પાણી નાં સાગર થી પાણી ની જ નદીઓ નીકળે છે. મનુષ્ય ઘણાં જ વધતાં
જાય છે તો પાણી પણ ખુબ જોઈએ ને. કેટલી નહેરો વગેરે બનાવતાં રહે છે. તો આપ બાળકોએ
ઉઠતાં-બેસતાં, ચાલતાં-ફરતાં આ જ વિચાર રાખવાનો છે કે અમે આ પતિત દુનિયા ને પાવન
બનાવીએ છીએ. ગીત માં પણ કહે છે બાબા અમે તમારા થી વિશ્વની બાદશાહી નો વારસો લઈએ છીએ.
આ અમારાથી કોઈ છીનવી નહીં શકે. ૨૧ જન્મ આ રાજાઈ કાયમ રહેશે. બેહદ નાં બાપ આવી ને
બેહદ નું રાજ્ય ભાગ્ય આપે છે. રાજ્ય ભાગ્ય ચલાવવાનાં લાયક બનાવે છે, પવિત્ર બનાવે
છે. બોલાવે પણ છે, હે પતિત-પાવન આવો. આ કોઈ શ્રીકૃષ્ણ ને નથી બોલાવતાં. નિરાકાર
ભગવાન ને બોલાવે છે. જ્યારે કહે છે, હે પતિત-પાવન, તો શ્રીકૃષ્ણ બુદ્ધિ માં યાદ નથી
આવતાં, પરમાત્મા યાદ આવે છે. બાપ આવીને દરેક વાત સમજાવે છે. હમણાં આપ બાળકો સન્મુખ
બેઠા છો. આ કોઈ સાધુ-સંત નથી. તમે જાણો છો નિરાકાર શિવબાબા આ બ્રહ્મા તન માં પ્રવેશ
કરી આપણને ભણાવે છે. ગાયન પણ છે - પરમપિતા પરમાત્મા, બ્રહ્મા તન દ્વારા આદિ સનાતન
દેવી-દેવતા ધર્મની સ્થાપના કરે છે. વિનાશ, સ્થાપના પછી જ થાય છે. એનાથી સિદ્ધ છે કે
જૂની દુનિયામાં આવે છે. બ્રહ્મા દ્વારા સ્થાપના નવી દુનિયા ની, શંકર દ્વારા અનેક
ધર્મો નો વિનાશ કરાવે છે. સતયુગ માં એક ધર્મ હતો, હમણાં તો અનેક ધર્મ છે. એક ધર્મ
વાળા દેવી-દેવતાઓ ની નિશાની ચક્ર વગેરે છે. આ લક્ષ્મી-નારાયણ ને કહે જ છે વિશ્વ નાં
માલિક. સ્વર્ગ નાં માલિક તો વિશ્વ નાં માલિક થઈ ગયાં. આ વાતો હમણાં આપ બાળકો ની
બુદ્ધિ માં બેઠી છે. બાપ કહે છે - બાળકો, મનમનાભવ. આ બાળકોને ઘડી-ઘડી સાવધાની મળે
છે. બાપ ને અને વારસા ને યાદ કરો. આ ભૂલો નહીં બીજા પોઇન્ટ્સ ભૂલાઈ જાય છે, આ તો
મુખ્ય છે ને. બાપ જ પતિત-પાવન છે. આ યુક્તિ બતાવે છે પાવન થવાની. બાપ કહે છે, તમે
સતોપ્રધાન હતાં. હવે તમોપ્રધાન પતિત બની ગયાં છો. ૮૪ જન્મ પૂરા લીધાં છે. હવે તમારે
ફરી સતોપ્રધાન બનવાનું છે. સતોપ્રધાન બનો ત્યારે જ તમે ચાલી શકશો પવિત્ર દુનિયામાં.
નિરાકારી દુનિયા પણ પવિત્ર છે, સાકારી દુનિયા પણ પવિત્ર છે. અપવિત્ર પતિત દુનિયા આ
છે. આત્મા પણ તમોપ્રધાન તો શરીર પણ તમોપ્રધાન છે. આ તો સૃષ્ટિ નું નાટક છે, આમાં
બ્રહ્માંડ અને સૂક્ષ્મવતન પણ આવી જાય છે. સૃષ્ટિ નું ચક્ર અહીં ફરે છે. સતયુગ ત્રેતા
અહીં છે. આ કોઈ સૂક્ષ્મવતન કે મૂળવતન માં નથી હોતું. આ અહીં જ છે. આને મનુષ્ય સૃષ્ટિ
કહેવાય છે. એ છે આત્માઓની નિરાકારી દુનિયા. તે છે બ્રહ્મા, વિષ્ણુ, શંકર ની આકારી
દુનિયા. આ સાકારી સૃષ્ટિ કેટલી મોટી છે. સતયુગ માં કેટલી નાની સૃષ્ટિ હોય છે. ત્યાં
છે જ એક ધર્મ. બાકી મનુષ્ય જે કહે છે કે ત્યાં પણ દૈત્ય વગેરે હતાં, આ બધું છે ખોટું.
તમે સમજો છો કે નવી
દુનિયાની સ્થાપના, જૂની દુનિયાનો વિનાશ ગવાયેલ છે. બધાનો વિનાશ થશે અને સતયુગ
સ્વર્ગની સ્થાપના થશે. તમે પણ બાપ ની સાથે ખિદ્દમત (સેવાઓ) કરી રહ્યાં છો. બાપ પણ
આવે જ છે બાળકો ની ખિદ્દમત કરવાં. આ છે બેહદ નાં બાપ. જુએ છે મારા બાળકો ખુબ દુઃખી
છે તો જરુર તરસ પડશે ને. એ છે જ રહેમદિલ બાપ. હમણાં તો આખી દુનિયામાં અશાંતિ છે. એક
બાપ સિવાય બીજું કોઈ શાંતિ આપી ન શકે. હઠયોગી પણ અસંખ્ય છે. આત્મા માટે કહી દે તે
નિર્લેપ છે. મનુષ્ય ને ઉલ્ટી વાતો સંભળાવી દે છે. હકીકત માં આત્માની સફાઈ (સ્વચ્છતા)
જોઈએ. આત્મા માં જ ખાદ પડી છે બીજા કોઈને ખબર નથી. કહે પણ છે આ પાપ આત્મા છે. બહુજ
પાપ કરે છે. આ મહાત્મા છે, પુણ્ય આત્મા છે. એવું નહીં કહેશે મહાન પરમાત્મા છે.
સંન્યાસીઓ માટે કહેશે પવિત્ર આત્મા છે કારણકે સંન્યાસ કરેલો છે. હવે બાપ સમજાવે છે
- આત્માને પવિત્ર બનાવવા વાળા સિવાય એક પરમાત્મા બાપ, બીજું કોઈ હોઈ ન શકે. પતિત
દુનિયામાં પાવન આત્મા કોઈ હોઈ ન શકે. હમણાં કલમ લાગે છે. ધીરે-ધીરે વૃદ્ધિ થતી જશે.
આ તો નાનાં-નાનાં મઠ, પંથ વગેરે ડાળ-ડાળીઓ છે. એમાં કોઈ મહેનત થોડી લાગે છે. અનેક
પ્રકાર નાં મંત્ર આપે છે. જાત-જાત નાં મંત્ર આપે છે. આ પણ વશીકરણ મંત્ર છે, જેનાથી
તમે પ વિકારો પર જીત મેળવો છો. રામ-રામ નો મંત્ર જપે છે, એનાથી ફાયદો કંઈ પણ નથી. આ
તો બાપ કહે છે મને યાદ કરો તો તમારા પાપ નાશ થઈ જશે. તમે પવિત્ર આત્મા બની જશો. યાદ
ને યોગ કહે છે. ભારતનો પ્રાચીન યોગ ખુબ પ્રખ્યાત છે. આ યોગ થી જ તમે વિશ્વ પર જીત
મેળવો છો. ભારતનો રાજયોગ ખુબ નામીગ્રામી છે. આ બાપ સિવાય બીજું કોઈ શીખવાડી ન શકે.
તમે છો બ્રહ્માકુમાર-કુમારીઓ. બી. કે. તો અહીં જ હશે ને! પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો
તો જરુર બ્રહ્માની સાથે જ હશે. બ્રાહ્મણ કુળ પણ જરુર જોઈએ. આને કહેવાય છે -
સર્વોત્તમ ઊંચ થી ઊંચ બ્રાહ્મણ કુળ. હમણાં તમે બ્રાહ્મણ છો પછી ઉછળ ખાશો. બાજોલી રમો
છો ને. શૂદ્ર થી બ્રાહ્મણ બનો છો પછી દેવતા, ક્ષત્રિય… તો હમણાં બાપ સમજાવે છે
મીઠાં-મીઠાં બાળકો, બહુજ થોડી વાત છે, બાપ ની યાદ માં રહો. આ પણ તો બુદ્ધિમાં છે -
બાબા આપણને ૮૪ જન્મોનાં રહસ્ય બતાવી રહ્યાં છે. ૮૪ લાખ અથવા ૮૪ જન્મો નો હિસાબ તો
જોઈએ ને. કોઈને ખબર નથી. ૮૪ લાખ નો તો હિસાબ કોઈ બતાવી ન શકે. મનુષ્ય ૮૪ જન્મો નું
ચક્ર લગાવે છે. આત્મા ઉપર થી આવે છે પાર્ટ ભજવવા માટે. સતયુગ થી લઈને કળિયુગ અંત
સુધી આવતાં જ રહે છે. દરેક પોત-પોતાનો પાર્ટ ભજવતાં રહે છે. આ વાતો ને મનુષ્ય માત્ર
નથી જાણતાં. એક બાપ જ જાણી શકે છે. મનુષ્ય ને ક્યારેય પરમપિતા, ગોડફાધર નથી કહેવાતું.
ગોડફાધર કહેવાથી પછી નિરાકાર શિવ તરફ બુદ્ધિ જાય છે. જીવ આત્મા નાં બાપ તો હશે ને.
આત્મા એક શરીર છોડી બીજું લે છે. નિરાકાર બાપ નું નામ શિવ છે. તમારું પણ એક જ નામ
છે, આત્મા. પછી શરીર મળતા ભિન્ન-ભિન્ન નામ પડે છે. પરમપિતા પરમાત્મા પણ શરીર માં
આવીને જ્ઞાન સંભળાવે છે. શરીર વગર થોડી સંભળાવશે! તો બાપ સમજાવે છે કે આમને તો
પોતાનું નામ છે, મારું શરીર નું કોઈ નામ નથી, ન હું પુનર્જન્મ માં આવું છું. હું
આમનામાં પ્રવેશ કરું છું, આમને પણ ખબર નથી પડતી. કોઈ તિથિ-તારીખ નથી. હાં, હું કલ્પ
નાં અંત અર્થાત્ રાત્રી માં આવું છું. હમણાં રાત છે ને. આ છે જ પતિતો ની દુનિયા.
હું આવું છું પાવન દુનિયા અર્થાત્ દિવસ બનાવવાં. આ પણ નથી જાણતાં કે બાબાએ ક્યારે
પ્રવેશ કર્યો? હા, વિનાશ સાક્ષાત્કાર કર્યો. બહુજ ધ્યાન માં જતાં હતાં, તે કોઈ
તિથિ-તારીખ વેળા નથી કાઢી શકાતું. કૃષ્ણ ને પણ પૂજે છે, એમનો રાત્રિ નો જન્મ દેખાડે
છે. કયા સમયે, કેટલી મિનિટ વગેરે બધું કાઢે છે. બાપ સમજાવે છે - હું તો છું જ
નિરાકાર. જેમ બીજા મનુષ્ય જન્મ લે છે તેમ મારો જન્મ થોડી હોય છે! મારો તો દિવ્ય
અલૌકિક જન્મ છે. હું આમનામાં પ્રવેશ કરું છું પછી ચાલ્યો જાઉં છું. બળદ પર આખો દિવસ
સવારી થોડી કરે છે? મને જે સમયે બાળકો યાદ કરે છે, હું હાજર છું. બાપ આવીને બાળકો
ને મળે છે, ગુડમોર્નિંગ કરે છે. જેમ મનુષ્ય એકબીજા ને મળે છે, રામ-રામ કે નમસ્તે કહે
છે. આ તો રુહાની બેહદ નાં બાપ સમજાવે છે. હું આપ સર્વ બાળકો નો બાપ છું. તો શિવબાબા
નાં સંતાન તમે બધાં આત્માઓ ભાઈ-ભાઈ છો. આ ખુશી નો પારો ચઢવો જોઇએ. બેહદ નાં બાપ
આવેલાં છે, આપણને બેહદ નો વારસો આપી રહ્યાં છે. બાળકોને જોઈ બાપ ને પણ ખુશી થાય છે,
અનેક બાળકો છે. બાળકો જાણે છે અમને બાબા સ્વર્ગ નાં માલિક બનાવી રહ્યાં છે, રાજાઈ
આપે છે. પ્રજા પણ તો કહેશે - અમારું રાજ્ય છે. જેમ ભારતવાસી કહે છે કે આ અમારો ભારત
દેશ છે. રાજા, પ્રજા બંને કહે છે અમારો દેશ છે. આપ બાળકો નર્કવાસી છો પછી સ્વર્ગવાસી
બનશો. બાપ ને અને વારસા ને યાદ કરવાનાં છે બીજી કોઈ તકલીફ બાબા નથી આપતાં. રહેવાનું
પણ છે ગૃહસ્થ વ્યવહાર માં. અહીં આવીને થોડી રહેવાનું છે. બધાં અહીં ભાગીને આવે તો
આટલાં બધાને બાબા ક્યાં રાખી શકે છે. આટલાં બધાં અનેક બાળકો એક જ વાર કેવી રીતે ભેગા
થઈ શકે છે. બધાં સેવાકેન્દ્રો નાં બાળકો એક જ વાર સાથે મળી કેવી રીતે શકે છે? ક્યાં
રહી શકશે? મુશ્કેલ છે ને? દિવસ-પ્રતિ-દિવસ બાળકો વૃદ્ધિ ને પામતાં રહે છે, આની પણ
કાંઈક યુક્તિ રચવી પડે. આ બધાં આસ-પાસ વાળા મકાન લેવાં પડશે. મકાન વાળાઓને પૂછશું,
કેટલાં માંગો છો. સમય પર તો લેવાં પડશે ને. પૈસા ની તો કોઈ વાત નથી. સમય ખુબ નાજુક
થતો જાય છે. બાપ અને બાળકો બંને અવિનાશી છે. અવિનાશી ખજાનો બાળકો ને આપે છે. ખુબ
અસંખ્ય બાળકોને આવવાનું થશે. બાબા વિચાર કરે છે આટલાં અનેકો ક્યાં આવીને રહેશે. બાબા
કહે છે તમે ફિકર કેમ કરો છો - “વેટ એન્ડ સી”. તમે ભણતા રહો, મનમનાભવ.
આપ બાળકોએ આ ખ્યાલ
માં રાખવાનું છે કે હમણાં આપણે કર્માતીત અવસ્થા માં જવાનું છે, સતોપ્રધાન બનવાનું
છે. યાદ થી જ પાવન બનીશું. બાબા વાત તો બહુજ સહજ બતાવે છે. અતિ સહજ છે ફક્ત બાબા ને
યાદ કરવાનાં છે. જુઓ, ગાય નાં બાળકોને જ્યારે મા યાદ આવે છે તો બૂમો પાડે છે ને. તે
તો છે જાનવર. આપ બાળકોએ પણ રડીઓ મારી (બુમો પાડી) ને? આગળ ચાલી બહુજ બૂમો પાડશે, બહુ
જ યાદ કરશે. આપ બાળકો તો હવે જાણો છો કે બાબા આવેલાં છે, વિનાશ તો થવાનો જ છે.
કુદરતી આપદાઓ આવવાની છે. બધાં પરસ્પર લડતાં-ઝઘડતાં રહે છે. કેટલો ખર્ચો કરી બોમ્બ્સ
બનાવે છે, બહુજ પૈસા જાય છે. ખર્ચો તો થાય છે ને. આટલો ખર્ચો ક્યાંથી લાવ્યાં? ડરે
પણ છે - મોત થી. તો પણ બોમ્બ્સ બનાવવાનું તો બંધ નથી કરતાં. બોમ્બ્સ ની લડાઈ ચાલશે.
હમણાં બનાવે જ એવાં છે - જે બોમ્બ પડ્યો અને મનુષ્ય મરી જાય. વસ્તુ બનાવવામાં પહેલાં
સમય લાગે છે પછી તો મિનટ-મોટર. જલ્દી-જલ્દી બનાવતાં જાય છે. બોમ્બ્સ પણ કોઈ થોડા
બનશે શું? તમે બાળકો જાણો છો કે આ જૂની સૃષ્ટિ નો વિનાશ થવાનો છે. હવે બેહદ નાં બાપ
પાસે થી વારસો લેવાનો છે.
ગીતા છે આપ ભારતવાસીઓ
ની, દેવી-દેવતા ધર્મ નું શાસ્ત્ર. બાકી તો નાનાં-નાનાં છે, એમનું કોઈ ગાયન નથી.
બ્રાહ્મણ ધર્મ છે સૌથી ઊંચો. બ્રાહ્મણોનું કામ છે કથા સંભળાવવી. તમે કહી શકો છો અમે
બ્રહ્માકુમાર-કુમારીઓ છીએ બ્રહ્મા નાં બાળકો, અમને દાદા નો વારસો મળી રહ્યો છે.
અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ડ્રામા નાં
દરેક રહસ્ય ને જાણવા છતાં કોઈ પણ વાત ની ફિકર નથી કરવાની. ભણતર ભણતાં રહેવાનું છે.
મનમનાભવ થઈને કર્માતીત બનવાનો વિચાર રાખવાનો છે. સ્વયં ને સતોપ્રધાન બનાવવાનાં છે.
2. આપણે આત્માઓ
શિવબાબા નાં સંતાન આપસ માં ભાઈ-ભાઈ છીએ. શિવબાબા પાસેથી વારસો લઇ રહ્યાં છીએ. આ ખુશી
માં રહેવાનું છે.
વરદાન :-
અંતર સ્વરુપ
માં સ્થિત રહી પોતાનાં અથવા બાપ નાં ગુપ્ત રુપ ને પ્રત્યક્ષ કરવા વાળા સાચ્ચા સ્નેહી
ભવ
જે બાળકો સદા અંતર ની
સ્થિતિ માં અથવા અંતર સ્વરુપ માં સ્થિત રહી અંતરમુખી રહે છે, તે ક્યારેય કોઈ વાત
માં લિપ્ત નથી થઈ શકતાં. જૂની દુનિયા, સંબંધ, સંપત્તિ, પદાર્થ જે અલ્પકાળ અને
દેખાવ-માત્ર છે એનાથી દગો નથી ખાતા. અંતર સ્વરુપ ની સ્થિતિ માં રહેવાથી સ્વયં નું
શક્તિ સ્વરુપ જે ગુપ્ત છે તે પ્રત્યક્ષ થઈ જાય છે અને એ જ સ્વરુપ થી બાપ ની
પ્રત્યક્ષતા થાય છે. તો આવાં શ્રેષ્ઠ કર્તવ્ય કરવા વાળા સાચ્ચા સ્નેહી છે.
સ્લોગન :-
નિશ્ચય અને
જન્મ સિદ્ધ અધિકાર ની શાન માં રહો તો પરેશાન નહીં થશો.
અવ્યકત ઇશારા - સદા
હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .
સ્વચ્છતા પણ સરળતા ની
નિશાની છે. જેટલી સરળતા એટલી સ્વચ્છતા હશે એટલે બધાને પોતાની તરફ આકર્ષિત કરશે.
સચ્ચાઈ અને સફાઈ પણ ત્યારે થશે જ્યારે પોતાનાં સ્વભાવ ને સરળ બનાવશે. સરળ સ્વભાવ
વાળા બહુરુપી પણ બની શકે છે. એવી રીતે સરળ સ્વભાવી સદા હર્ષિત રહે અને સર્વ ને
આકર્ષિત કરે છે.