22-07-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - દેહી
અભિમાની બનો તો શીતળ થઈ જશો , વિકારો ની વાસ નીકળી જશે , અંતર્મુખી થઈ જશો , ફૂલ બની
જશો”
પ્રશ્ન :-
બાપદાદા બધાં બાળકો ને કયા બે વરદાન આપે છે? એને સ્વરુપ માં લાવવાની વિધિ શું છે?
ઉત્તર :-
બાબા બધાં બાળકોને શાંતિ અને સુખ નું વરદાન આપે છે. બાબા કહે છે-બાળકો, તમે શાંતિ
માં રહેવાનો અભ્યાસ કરો. કોઈ ઉલ્ટું-સુલ્ટું બોલે છે તો તમે જવાબ ન આપો. તમારે શાંત
રહેવાનું છે. ફાલતુ ઝરમૂઈ, ઝંગમૂઈ ની વાતો નથી કરવાની. કોઈ ને પણ દુઃખ નથી આપવાનું.
મોઢા માં શાંતિ નો મુલહરો નાખી દો તો આ બંને વરદાન સ્વરુપ માં આવી જશે.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
બાળકો ક્યારેક સન્મુખ છે, ક્યારેક દૂર ચાલ્યા જાય છે. સન્મુખ પછી તે જ રહે છે જે
યાદ કરે છે કારણ કે યાદ ની યાત્રા માં જ બધું સમાયેલું છે. ગવાય છે ને-નજર થી નિહાલ.
આત્મા ની નજર જાય છે પરમપિતા માં, બીજું કંઈ પણ એને ગમતું નથી. એમને યાદ કરવાથી
વિકર્મ વિનાશ થાય છે. તો પોતાનાં પર કેટલી ખબરદારી રાખવી જોઈએ? યાદ ન કરવાથી માયા
સમજી જાય છે - આમનો યોગ તૂટેલો છે તો પોતાની તરફ ખેંચે છે. કંઈ ને કંઈ ઉલ્ટા કર્મ
કરાવી દે છે. એવાં બાપની નિંદા કરાવે છે. ભક્તિ માર્ગ માં ગાય છે-બાબા, મારા તો એક
તમે, બીજું ન કોઈ. ત્યારે બાપ કહે છે-બાળકો, મંઝિલ ખૂબ ઊંચી છે. કામ કરતા બાપ ને
યાદ કરવાં-આ છે ઊંચ માં ઊંચી મંઝિલ. આમાં પ્રેક્ટિસ ખૂબ સારી જોઈએ. નહીં તો નિંદક
બની જાય છે, ઉલ્ટા કામ કરવા વાળા. સમજો, કોઈ માં ક્રોધ આવ્યો, પરસ્પર લડે-ઝઘડે છે
તો પણ નિંદા કરાવી ને, એમાં ખૂબ ખબરદારી રાખવાની છે. પોતાનાં ગૃહસ્થ વ્યવહાર માં
રહેતા બુદ્ધિ બાપ સાથે લગાવવાની છે. એવું નથી કે કોઈ સંપૂર્ણ થઈ ગયા છે. ના. કોશિશ
એવી કરવી જોઈએ - અમે દેહી-અભિમાની બનીએ. દેહ-અભિમાન માં આવવાથી કંઈ ને કંઈ ઉલ્ટા
કામ કરે છે એટલે બાપ ની નિંદા કરાવે છે. બાપ કહે છે એવાં સદ્દગુરુ ની નિંદા કરાવવા
વાળા લક્ષ્મી-નારાયણ બનવાનું પદ મેળવી ન શકે એટલે પૂરો પુરુષાર્થ કરતા રહો, એમાં તમે
ખૂબ જ શીતળ બની જશો. પાંચ વિકારો ની વાતો બધી નીકળી જશે. બાપ પાસે થી ખૂબ તાકાત મળી
જશે. કામ-કાજ પણ કરવાનું છે. બાપ એવું નથી કહેતા કે કર્મ ન કરો. ત્યાં તો તમારા
કર્મ, અકર્મ થઈ જશે. કળિયુગ માં જે કર્મ થાય છે, તે વિકર્મ થઈ જાય છે. હમણાં
સંગમયુગ પર તમારે શીખવાનું હોય છે. ત્યાં શીખવાની વાત નથી. અહીં ની શિક્ષા જ ત્યાં
સાથે ચાલશે. બાપ બાળકોને સમજાવે છે-બાહ્યમુખતા સારી નથી. અંતર્મુખી ભવ. તે પણ સમય
આવશે જ્યારે તમે બાળકો અંતર્મુખ થઈ જશો. બાપ સિવાય બીજું કોઈ યાદ નહીં આવે. તમે
આવ્યા પણ એવી રીતે હતાં, કોઈ ની યાદ નહોતી. ગર્ભ માંથી જ્યારે બહાર નીકળ્યા ત્યારે
ખબર પડી કે આ મારા મા-બાપ છે, આ ફલાણા છે. તો પછી હવે જવાનું પણ એવી રીતે છે. આપણે
એક બાપ નાં છીએ બીજું કોઈ એમનાં સિવાય બુદ્ધિમાં યાદ ન આવે. ભલે સમય પડ્યો છે પરંતુ
પુરુષાર્થ તો પૂરી રીતે કરવાનો છે. શરીર પર તો કોઈ ભરોસો નથી. કોશિશ કરતા રહેવું
જોઈએ, ઘર માં પણ ખૂબ શાંતિ હોય, કલેશ નહીં. નહીં તો બધાં કહેશે એમનામાં કેટલી અશાંતિ
છે? તમારે બાળકોએ તો રહેવાનું છે બિલકુલ શાંત. તમે શાંતિ નો વારસો લઈ રહ્યા છો ને?
હમણાં તમે રહો છો કાંટાઓ ની વચ્ચે. ફૂલો ની વચ્ચે નથી. કાંટાઓની વચ્ચે રહી ફૂલ
બનવાનું છે. કાંટાઓનાં કાંટા નથી બનવાનું. જેટલાં તમે બાપ ને યાદ કરશો એટલા શાંત
રહેશો. કોઈ ઉલ્ટું-સુલ્ટુ બોલે, તમે શાંતિ માં રહો. આત્મા છે જ શાંત. આત્મા નો
સ્વધર્મ છે શાંત. તમે જાણો છો હવે આપણે એ ઘર માં જવાનું છે. બાપ પણ છે શાંતિ નાં
સાગર. કહે છે તમારે પણ શાંતિ નાં સાગર બનવાનું છે. ફાલતુ ઝરમૂઈ-ઝંગમૂઈ ખૂબ નુકસાન
કરે છે. બાપ ડાયરેક્શન આપે છે-એવી વાતો ન કરવી જોઈએ, એનાથી તમે બાપ ની નિંદા કરાવો
છો. શાંતિ માં કોઈ નિંદા તથા વિકર્મ થતા નથી. બાપ ને યાદ કરતા રહેવાથી વધારે જ
વિકર્મ વિનાશ થશે. અશાંત ન પોતે થાઓ, ન બીજાઓ ને કરો. કોઈને દુઃખ આપવાથી આત્મા
નારાજ થાય છે. ઘણાં છે જે રિપોર્ટ લખે છે-બાબા, આ ઘર માં આવે છે તો ધમચક્ર મચાવી દે
છે. બાબા લખે છે તમે પોતાનાં શાંતિ સ્વધર્મ માં રહો. હાતમતાઈ ની કહાણી પણ છે ને,
એમને કહ્યું તમે મોઢા માં મુહલરો નાંખી દો તો અવાજ નીકળશે જ નહીં. બોલી નહીં શકે.
આપ બાળકોએ શાંતિ માં રહેવાનું છે. મનુષ્ય શાંતિ માટે ખૂબ ધક્કા ખાય છે. તમે બાળકો
જાણો છો આપણા મીઠાં બાબા શાંતિ નાં સાગર છે. શાંતિ કરાવતા-કરાવતા વિશ્વ માં શાંતિ
સ્થાપન કરે છે. પોતાનાં ભવિષ્ય પદ ને પણ યાદ કરો. ત્યાં હોય જ છે એક ધર્મ, બીજો કોઈ
ધર્મ હોતો નથી. એને જ વિશ્વ માં શાંતિ કહેવાય છે. પછી જ્યારે બીજા-બીજા ધર્મ માં આવે
છે તો હંગામા થાય છે. હમણાં કેટલી શાંતિ રહે છે? સમજો છો આપણું ઘર તે જ છે. આપણો
સ્વધર્મ છે શાંત. એવું તો નહીં કહેવાશે કે શરીર નો સ્વધર્મ શાંત છે. શરીર વિનાશી
વસ્તુ છે, આત્મા અવિનાશી વસ્તુ છે. જેટલો સમય આત્માઓ ત્યાં રહે છે તો કેટલી શાંતિ
રહે છે. અહીં તો આખી દુનિયામાં અશાંતિ છે એટલે શાંતિ માંગતા રહે છે. પરંતુ કોઈ ઈચ્છે
સદા શાંતિ માં રહીએ, એ તો થઈ ન શકે. ભલે ૬૩ જન્મ ત્યાં રહે છે તો પણ આવવું જરુર પડશે.
પોતાનો પાર્ટ દુઃખ-સુખ નો ભજવીને પછી ચાલ્યા જશે. ડ્રામા ને સારી રીતે ધ્યાન માં
રાખવાનો હોય છે.
આપ બાળકોને પણ ધ્યાન માં રહે કે બાબા આપણને વરદાન આપે છે-સુખ અને શાંતિ નાં. બ્રહ્મા
નો આત્મા પણ બધું સાંભળે છે. સૌથી નજીક તો એમનાં કાન સાંભળે છે. એમનું મુખ કાન ની
નજીક છે. તમારું પછી કેટલું દૂર છે. આ ઝટ સાંભળી લે છે. બધી વાતો સમજી શકે છે. બાપ
કહે છે મીઠાં-મીઠાં બાળકો! મીઠાં-મીઠાં તો બધાને કહે છે કારણ કે બાળકો તો બધાં છે.
જે પણ જીવ આત્માઓ છે તે બધાં બાપ નાં બાળકો અવિનાશી છે. શરીર તો વિનાશી છે. બાપ
અવિનાશી છે. બાળકો આત્માઓ પણ અવિનાશી છે. બાપ બાળકો સાથે વાર્તાલાપ કરે છે - આને
કહેવાય છે રુહાની જ્ઞાન. સુપ્રીમ રુહ રુહો ને સમજાવે છે. બાપ નો પ્રેમ તો છે જ. જે
પણ બધાં રુહ છે, ભલે તમોપ્રધાન છે. જાણે છે કે આ બધાં જ્યારે ઘર માં હતાં તો
સતોપ્રધાન હતાં. બધાને કલ્પ-કલ્પ આવીને શાંતિ નો રસ્તો બતાવું છું. વર આપવાની વાત
નથી. એવું નથી કહેતાં ધનવાન ભવ, આયુષ્યવાન ભવ. ના. સતયુગ માં તમે એવા હતાં પરંતુ
આશીર્વાદ નહોતા આપતાં. કૃપા અથવા આશીર્વાદ નથી માંગવાનાં. બાપ, બાપ પણ છે, ટીચર પણ
છે-આ જ વાત યાદ કરવાની છે. ઓહો! શિવબાબા બાપ પણ છે, ટીચર પણ છે, જ્ઞાન નાં સાગર પણ
છે. બાપ જ બેસી પોતાનું અને રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સંભળાવે છે, જેનાથી તમે
ચક્રવર્તી મહારાજા બની જાઓ છો. આ બધાં ઓલરાઉન્ડર ચક્ર છે ને? બાપ સમજાવે છે આ સમયે
આખી દુનિયા રાવણ રાજ્ય માં છે. રાવણ ફક્ત લંકા માં નથી. આ છે બેહદ ની લંકા. ચારેય
તરફ પાણી છે. આખી લંકા રાવણ ની હતી, હવે ફરી રામ ની બને છે. લંકા તો સોના ની હતી.
ત્યાં સોનું ખૂબ હોય છે. એક દૃષ્ટાંત પણ બતાવે છે ધ્યાન માં ગયા, ત્યાં એક સોના ની
ઈંટ જોઈ. જેવી રીતે અહીં માટી ની છે, ત્યાં સોના ની હશે. તો વિચાર કર્યો સોનું લઈ
જઈએ. કેવાં-કેવાં નાટક બનાવે છે. ભારત તો નામીગ્રામી છે, બીજા ખંડો માં આટલાં
હીરા-ઝવેરાતો નહોતાં. બાપ કહે છે હું બધાને પાછા લઈ જાઉં છું, ગાઈડ બનીને. ચાલો
બાળકો, હવે ઘરે જવાનું છે. આત્માઓ પતિત છે, પાવન થયા વગર ઘરે જઈ નથી શકતાં. પતિત ને
પાવન બનાવવા વાળા એક બાપ જ છે એટલે બધાં અહીં જ છે. પાછા કોઈ પણ જઈ નથી શકતાં. લો (કાયદો)
નથી કહેતો. બાપ કહે છે-બાળકો, માયા તમને વધારે જ જોર થી દેહ-અભિમાન માં લાવશે. બાપ
ને યાદ કરવા નહીં દેશે. તમારે ખબરદાર રહેવાનું છે. આનાં પર જ યુદ્ધ છે. આંખો ખૂબ દગો
આપે છે. આ આંખો ને કબ્જા માં (અધિકાર) રાખવાની છે. જોવાયું ભાઈ-બહેન માં પણ દૃષ્ટિ
ઠીક નથી રહેતી તો હવે સમજાવાય છે ભાઈ-ભાઈ સમજો. આ તો બધાં કહે છે કે અમે બધાં
ભાઈ-ભાઈ છીએ. પરંતુ સમજતા કંઈ પણ નથી. જેવી રીતે દેડકો ડ્રાઉં-ડ્રાઉં કરતો રહે છે,
અર્થ કંઈ નથી સમજતો. હમણાં તમે દરેક વાત નો યથાર્થ અર્થ સમજી ગયા છો.
બાપ મીઠાં-મીઠાં બાળકોને સમજાવે છે કે તમે ભક્તિ માર્ગ માં પણ આશિક હતાં, માશૂક ને
યાદ કરતા હતાં. દુઃખ માં ઝટ એમને યાદ કરે છે-હાય રામ! હે ભગવાન રહેમ કરો! સ્વર્ગ
માં તો એવું ક્યારેય નહીં કહેવાશે. ત્યાં રાવણ રાજ્ય જ નથી હોતું. તમને રામ રાજ્ય
માં લઈ જાય છે તો એમની મત પર ચાલવું જોઈએ. હમણાં તમને મળે છે ઈશ્વરીય મત પછી મળશે
દૈવી મત. આ કલ્યાણકારી સંગમયુગ ને કોઈ પણ નથી જાણતું કારણ કે બધાને બતાવાયું છે,
કળિયુગ હજી નાનું બાળક છે. લાખો વર્ષ પડ્યા છે. બાબા કહે છે આ છે ભક્તિનું ઘોર
અંધારું. જ્ઞાન છે પ્રકાશ. ડ્રામા અનુસાર ભક્તિ ની પણ નોંધ છે, આ પછી પણ થશે. હમણાં
તમે સમજો છો ભગવાન મળી ગયા તો ભટકવાની જરુર નથી રહેતી. તમે કહો છો અમે જઈએ છીએ બાબા
ની પાસે અથવા બાપદાદા ની પાસે. આ વાતો ને મનુષ્ય તો સમજી ન શકે. તમારા માં પણ જેમને
પૂરો નિશ્ચય નથી બેસતો તો માયા એકદમ હપ કરી લે છે. એકદમ ગજ ને ગ્રાહ હપ કરી લે છે.
આશ્ચર્યવત્ સુનંતી… જૂનાં તો ચાલ્યા ગયા, એમનું પણ ગાયન છે, સારા-સારા મહારથીઓને
માયા હરાવી દે છે. બાબા ને લખે છે-બાબા, તમે પોતાની માયા ને નહીં મોકલો. અરે, આ મારી
થોડી છે? રાવણ પોતાનું રાજ્ય કરે છે, હું પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યો છું. આ
પરંપરા થી ચાલતું આવે છે. રાવણ જ તમારો સૌથી મોટો દુશ્મન છે. જાણે છે રાવણ દુશ્મન
છે, એટલે એને દર વર્ષે બાળે છે. મૈસૂર માં તો દશેરા ખૂબ મનાવે છે, સમજતા કંઈ નથી.
તમારું નામ છે શિવશક્તિ સેના. એમણે પછી નામ વાનર સેના નાખી દીધું છે. તમે જાણો છો
બરોબર આપણે વાંદરા જેવા હતાં, હવે શિવબાબા પાસે થી શક્તિ લઈ રહ્યા છો, રાવણ પર જીત
મેળવવા. બાપ જ આવીને રાજયોગ શીખવાડે છે. આનાં પર કથાઓ પણ અનેક બનાવી દીધી છે. અમરકથા
પણ કહે છે. તમે જાણો છો બાબા આપણને અમરકથા સંભળાવે છે. બાકી કોઈ પહાડ વગેરે પર નથી
સંભળાવતાં. કહે છે શંકરે પાર્વતી ને અમરકથા સંભળાવી. શિવ શંકર નું ચિત્ર પણ રાખે
છે. બંનેને મિલાવી દીધાં છે. આ બધો છે ભક્તિ માર્ગ. દિવસે-દિવસે બધાં તમોપ્રધાન થતા
ગયા છે. સતોપ્રધાન થી સતો થાય છે તો બે કળા ઓછી થાય છે. ત્રેતા ને પણ હકીકત માં
સ્વર્ગ નથી કહેવાતું. બાપ આવે છે આપ બાળકો ને સ્વર્ગવાસી બનાવવાં. બાપ જાણે છે
બ્રાહ્મણ કુળ અને સૂર્યવંશી-ચંદ્રવંશી કુળ બંને સ્થાપન થઈ રહ્યા છે. રામચંદ્ર ને
ક્ષત્રિય ની નિશાની આપી છે. તમે બધાં ક્ષત્રિય છો ને, જે માયા પર જીત મેળવો છો. ઓછા
માર્ક્સ થી પાસ થવા વાળા ને ચંદ્રવંશી કહેવાય છે, એટલે રામ ને બાણ વગેરે આપી દીધાં
છે. હિંસા તો ત્રેતા માં પણ નથી થતી. ગાયન પણ છે રામ રાજા, રામ પ્રજા… પરંતુ આ
ક્ષત્રિયપણા ની નિશાની આપી દીધી છે તો મનુષ્ય મૂંઝાય છે. આ હથિયાર વગેરે હોતાં નથી.
શક્તિઓ માટે પણ કટારી વગેરે દેખાડે છે. સમજતા કંઈ પણ નથી. તમે બાળકો હમણાં સમજી ગયા
છો કે બાપ જ્ઞાન નાં સાગર છે એટલે બાપ જ આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવે છે બેહદ નાં
બાપ ને જે બાળકો પર લવ છે, તે હદ નાં બાપ ને હોઈ ન શકે. ૨૧ જન્મો માટે બાળકો ને
સુખદાયી બનાવી દે છે. તો લવલી બાપ થયા ને? કેટલાં લવલી છે બાપ, જે તમારા બધાં દુઃખ
દૂર કરી દે છે. સુખ નો વારસો મળી જાય છે. ત્યાં દુઃખનું નામો-નિશાન નથી હોતું. હમણાં
આ બુદ્ધિમાં રહેવું જોઈએ ને? આ ભૂલવું ન જોઈએ? કેટલું સહજ છે? ફક્ત મોરલી વાંચી ને
સંભળાવવાની છે, તો પણ કહે છે બ્રાહ્મણી જોઈએ. બ્રાહ્મણી વગર ધારણા નથી થતી. અરે,
સત્ય-નારાયણ ની કથા તો નાનાં બાળકો પણ યાદ કરી સંભળાવે છે. હું તમને રોજ-રોજ સંભળાવું
છું ફક્ત અલ્ફ ને યાદ કરો. આ જ્ઞાન તો ૭ દિવસ માં બુદ્ધિમાં બેસી જવું જોઈએ. પરંતુ
બાળકો ભૂલી જાય છે, બાબા તો વંડર ખાય છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને
ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ પાસે
થી આશીર્વાદ અથવા કૃપા નથી માંગવાનાં. બાપ, ટીચર, ગુરુ ને યાદ કરી પોતાની ઉપર પોતે
જ કૃપા કરવાની છે. માયા થી ખબરદાર રહેવાનું છે, આંખો દગો આપે છે, એને પોતાનાં
અધિકાર માં રાખવાની છે.
2. ફાલતુ
ઝરમૂઇ-ઝંગમુઈ ની વાતો ખૂબ નુકસાન કરે છે એટલે જેટલું બની શકે શાંત રહેવાનું છે, મોઢા
માં મુહલરો નાખી દેવાનો છે. ક્યારેય પણ ઉલ્ટું-સુલ્ટુ નથી બોલવાનું. નથી પોતે અશાંત
થવાનું, નથી કોઈને અશાંત કરવાનાં.
વરદાન :-
બાપ ની મદદ થી
સૂલી ને કાંટો બનાવવા વાળા સદા નિશ્ચિંત અને ટ્રસ્ટી ભવ
પાછળ નો હિસાબ સૂલી
છે પરંતુ બાપ ની મદદ થી તે કાંટો બની જાય છે. પરિસ્થિતિઓ આવવાની જરુર છે કારણ કે બધું
અહીં જ ચૂક્તુ કરવાનું છે પરંતુ બાપ ની મદદ એને કાંટો બનાવી દે છે, મોટી વાત ને નાની
બનાવી દે છે કારણ કે મોટા બાપ સાથે છે. એ જ નિશ્ચય નાં આધાર થી સદા નિશ્ચિંત રહો અને
ટ્રસ્ટી બની મારા ને તારા માં બદલીને હળવા થઈ જાઓ તો બધો બોજ એક સેકન્ડ માં સમાપ્ત
થઈ જશે.
સ્લોગન :-
શુભ ભાવના નાં
સ્ટોક દ્વારા નેગેટિવ ને પોઝિટિવ માં પરિવર્તન કરો.