22-11-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
ની શ્રીમત પર ચાલવું જ બાપ નો રીગાર્ડ ( સન્માન ) રાખવો છે . મનમત પર ચાલવા વાળા
ડિસરીગાર્ડ ( અપમાન ) કરે છે”
પ્રશ્ન :-
ગૃહસ્થ વ્યવહાર માં રહેવાવાળા ને કઈ એક વાત માટે બાબા મનાઈ નથી કરતા પરંતુ એક
ડાયરેક્શન આપે છે - તે કયું?
ઉત્તર :-
બાબા કહે છે – બાળકો, તમે ભલે બધાનાં કનેક્શન (સંપર્ક) માં આવો, કોઈ પણ નોકરી વગેરે
કરો, સંપર્ક માં આવવું પડે છે, રંગીન કપડા પહેરવા પડે છે તો પહેરો, બાબા ની મનાઈ નથી.
બાબા તો ફક્ત ડાયરેક્શન આપે છે – બાળકો, દેહ સહિત દેહ નાં બધા સંબંધો માંથી મમત્વ
કાઢી મને યાદ કરો.
ઓમ શાંતિ!
શિવબાબા
બાળકોને સમજાવે છે અર્થાત્ આપ સમાન બનાવવાનો પુરુષાર્થ કરાવે છે. જેમ હું જ્ઞાન નો
સાગર છું તેમ બાળકો પણ બને. આ તો મીઠાં બાળકો જાણે છે બધા એક સમાન નહીં બનશે.
પુરુષાર્થ તો દરેકે પોત-પોતાનો કરવાનો હોય છે. સ્કૂલ માં સ્ટુડન્ટ (વિદ્યાર્થી) તો
ઘણાં ભણે છે પરંતુ બધા એક સમાન પાસ વિથ ઓનર્સ નથી થતાં. તો પણ શિક્ષક પુરુષાર્થ
કરાવે છે. આપ બાળકો પણ પુરુષાર્થ કરો છો. બાપ પૂછે છે તમે શું બનશો? બધા કહેશે અમે
આવ્યા જ છીએ નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનવા. આ તો ઠીક છે પરંતુ સ્વયંની
એક્ટિવિટી (પ્રવૃત્તિ) પણ જુઓ ને! બાપ પણ ઊંચા માં ઊંચા છે. શિક્ષક પણ છે, ગુરુ પણ
છે. આ બાપને કોઈ જાણતા નથી. આપ બાળકો જાણો છો શિવબાબા આપણા બાબા પણ છે, શિક્ષક પણ
છે, સદ્દગુરુ પણ છે. પરંતુ એ જેવા છે તેવા એમને જાણવા પણ મુશ્કેલ છે. બાપ ને જાણશો
તો શિક્ષકપણું ભૂલાઈ જશે, પછી ગુરુપણું ભૂલાઈ જશે. રીગાર્ડ પણ બાપ નો બાળકોએ રાખવાનો
હોય છે. રીગાર્ડ કોને કહેવાય છે? બાપ જે ભણાવે છે તે સારી રીતે ભણે છે એટલે રિગાર્ડ
રાખે છે. બાપ તો બહુ જ મીઠાં છે. અંદર ખૂબ ખુશી નો પારો ચઢેલો રહેવો જોઈએ. અપાર ખુશી
રહેવી જોઈએ. દરેક પોતાને પૂછે - અમને આવી ખુશી છે? એક સમાન બધા તો રહી નથી શકતાં.
ભણતર માં પણ વાસ્ટ ડિફરન્સ (ખૂબ જ અંતર) છે. તે સ્કૂલોમાં પણ કેટલો ફરક રહે છે? તે
તો કોમન (સાધારણ) શિક્ષક ભણાવે છે, આ તો છે અનકોમન (અસાધારણ). આવા શિક્ષક કોઈ હોતા
જ નથી. કોઈને આ ખબર જ નથી કે નિરાકાર ફાધર (પિતા) શિક્ષક પણ બને છે. ભલે શ્રી કૃષ્ણ
નું નામ આપ્યું છે પરંતુ તેમને ખબર જ નથી કે એ ફાધર કેવી રીતે હોઈ શકે? શ્રીકૃષ્ણ
તો દેવતા છે ને? આમ તો કૃષ્ણ નામ પણ અનેક નું છે. પરંતુ કૃષ્ણ કહેવા થી જ શ્રીકૃષ્ણ
સામે આવી જશે. તે તો દેહધારી છે ને? તમે જાણો છો આ શરીર એમનું નથી. સ્વયં કહે છે -
મેં લોન (ઉધાર) લીધું છે. આ પહેલાં પણ મનુષ્ય હતાં, હમણાં પણ મનુષ્ય છે. આ ભગવાન નથી.
એ તો એક જ નિરાકાર છે. હવે આપ બાળકો ને કેટલાં રહસ્ય સમજાવે છે. પરંતુ છતાં પણ અંતે
બાપ સમજવું, શિક્ષક સમજવું, આ હમણાં થઈ નથી શકતું, ઘડી-ઘડી ભૂલાઈ જશે. દેહધારી તરફ
બુદ્ધિ ચાલી જાય છે. અંતે બાપ, બાપ, શિક્ષક, સદ્દગુરુ છે - આ નિશ્ચય, બુદ્ધિ માં
હમણાં નથી. હમણાં તો ભૂલી જાય છે. સ્ટુડન્ટસ ક્યારેય શિક્ષક ને ભૂલશે શું? હોસ્ટેલ
માં જે રહે છે તે તો ક્યારેય નહીં ભૂલશે. જે સ્ટુડન્ટ હોસ્ટેલ માં રહે છે તેમને તો
પાક્કું હશે ને? અહીં તો તે પણ પાક્કો નિશ્ચય નથી. નંબરવાર પુરુષાર્થ અનુસાર
હોસ્ટેલ માં બેઠાં છે તો જરુર સ્ટુડન્ટસ છે પરંતુ આ પાક્કો નિશ્ચય નથી, જાણે છે બધાં
પોત-પોતાનાં પુરુષાર્થ અનુસાર પદ લઈ રહ્યા છે. તે ભણતર માં તો છતાં પણ કોઈ બેરિસ્ટર
બને છે, એન્જિનિયર બને છે, ડોક્ટર બને છે. અહીં તો તમે વિશ્વ નાં માલિક બની રહ્યા
છો. તો આવાં સ્ટુડન્ટ ની બુદ્ધિ કેવી હોવી જોઈએ? ચલન, વાર્તાલાપ કેવા સારા હોવા
જોઈએ?
બાપ સમજાવે છે - બાળકો,
તમારે ક્યારેય રડવાનું નથી. તમે વિશ્વ નાં માલિક બનો છો, યા હુસેન ન મચાવવું જોઈયે.
યા હુસેન મચાવવું - આ છે હાઈએસ્ટ રડવું. બાપ તો કહે છે જિન રોયા તિન ખોયા... વિશ્વ
ની ઊંચા માં ઊંચી બાદશાહી ખોઈ બેસે છે. કહે તો છે અમે નર થી નારાયણ બનવા આવ્યા છીએ
પરંતુ ચલન ક્યાં? નંબરવાર પુરુષાર્થ અનુસાર બધા પુરુષાર્થ કરી રહ્યા છે. કોઈ તો સારી
રીતે પાસ થઈ સ્કોલરશિપ લઈ લે છે, કોઈ નપાસ થઈ જાય છે. નંબરવાર તો હોય જ છે. તમારા
માં પણ કોઈ તો ભણે છે, કોઈ ભણતા પણ નથી. જેમ ગામડા વાળા ને ભણવાનું ગમતું નથી. ઘાસ
કાપવા માટે કહો તો ખુશીથી જશે. તેમાં સ્વતંત્ર જીવન સમજે છે. ભણવામાં બંધન સમજે છે,
એવા પણ ઘણાં હોય છે. સાહૂકારો માં જમીનદાર લોકો પણ ઓછા નથી હોતાં. પોતાને સ્વતંત્ર
બહુ જ ખુશી માં સમજે છે. નોકરી નામ તો નથી ને? ઓફિસરી વગેરે માં તો મનુષ્ય નોકરી કરે
છે ને? હમણાં આપ બાળકોને બાપ ભણાવે છે વિશ્વનાં માલિક બનાવવાં. નોકરી માટે નથી
ભણાવતા. તમે તો આ ભણતર થી વિશ્વ નાં માલિક બનવાના છો ને? બહુ જ ઊંચું ભણતર થયું. તમે
તો વિશ્વ નાં માલિક બિલકુલ સ્વતંત્ર બની જાઓ છો. વાત કેટલી સરળ છે. એક જ ભણતર છે
જેનાંથી તમે આટલા ઊંચા મહારાજા-મહારાણી બનો છો તે પણ પવિત્ર. તમે તો કહો છો કોઈ પણ
ધર્મ વાળા હોય, આવીને ભણે. સમજશે - આ ભણતર તો ખૂબ ઊંચું છે. વિશ્વ નાં માલિક બનો
છો, આ તો બાપ ભણાવે છે. તમારી હવે બુદ્ધિ કેટલી વિશાળ બની છે. હદની બુદ્ધિ થી બેહદની
બુદ્ધિ માં આવ્યા છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. કેટલી ખુશી રહે છે - આપણે બધાં
બીજાને વિશ્વનાં માલિક બનાવીએ. હકીકત માં નોકરી તો ભલે ત્યાં પણ હોય છે, દાસ-દાસીઓ,
નોકર વગેરે તો જોઈએ ને? ભણેલા ની આગળ અભણ નમશે એટલે બાપ કહે છે સારી રીતે ભણો તો તમે
આ બની શકો છો. કહે પણ છે અમે આ બનીશું. પરંતુ ભણશો નહીં તો શું બનશો? નથી ભણતા તો
પછી બાપ ને એટલાં રિગાર્ડ થી યાદ નથી કરતાં. બાપ કહે છે જેટલાં તમે યાદ કરશો તો
તમારા વિકર્મ વિનાશ થશે. બાળકો કહે છે બાબા, જેમ તમે ચલાવો, બાપ પણ મત આમનાં દ્વારા
જ આપશે ને? પરંતુ તેમની મત પણ લેતા નથી, છતાં પણ જૂની સડેલી મનુષ્ય મત પર જ ચાલે
છે. જુએ પણ છે શિવબાબા આ રથ દ્વારા મત આપે છે છતાં પણ પોતાની મત પર ચાલે છે. જેને
પાઈ-પૈસા ની કોડી જેવી મત કહેવાય, તેનાં પર ચાલે છે. રાવણની મત પર ચાલતાં- ચાલતાં આ
સમયે કોડી જેવા બની ગયા છે. હવે રામ શિવબાબા મત આપે છે. નિશ્ચય માં જ વિજય છે, આમાં
ક્યારેય નુકસાન નહીં થશે. નુકસાન ને પણ બાપ ફાયદા માં બદલી દેશે. પરંતુ નિશ્ચય
બુદ્ધિ વાળા ને. સંશય બુદ્ધિ વાળા અંદર ઘુટકા (મૂંઝાતા) ખાતા રહેશે. નિશ્ચય બુદ્ધિ
વાળા ને ક્યારેય ઘુટકા, ક્યારેય નુકસાન નથી થઈ શકતું. બાબા સ્વયં ગેરેન્ટી કરે છે -
શ્રીમત પર ચાલવાથી ક્યારેય અકલ્યાણ થઈ નથી શકતું. મનુષ્ય મતને દેહધારીની મત કહેવાય
છે. અહીં તો છે જ મનુષ્ય મત. ગવાય પણ છે મનુષ્ય મત, ઈશ્વરીય મત અને દૈવી મત. હમણાં
તમને ઈશ્વરીય મત મળી છે, જેનાથી તમે મનુષ્ય થી દેવતા બનો છો. પછી ત્યાં તો સ્વર્ગ
માં તમે સુખ જ મેળવો છો. કોઈ દુઃખની વાત નથી. તે પણ સ્થાઈ સુખ થઈ જાય છે. આ સમયે
તમારે ફીલિંગ (અનુભૂતિ) માં લાવવાનું હોય છે, ભવિષ્ય ની ફીલિંગ આવે છે.
હમણાં આ છે
પુરુષોત્તમ સંગમયુગ, જયારે શ્રીમત મળે છે. બાપ કહે છે હું કલ્પ-કલ્પ, કલ્પ નાં
સંગમયુગ પર આવું છું, એમને તમે જાણો છો. એમની મત પર તમે ચાલો છો. બાપ કહે છે - બાળકો,
ગૃહસ્થ વ્યવહાર માં ભલે રહો, કોણ કહે છે તમે કપડા વગેરે બદલો. ભલે કંઈ પણ પહેરો.
અનેકો સાથે સંપર્ક માં આવવું પડે છે. રંગીન કપડા માટે કોઈ મનાઈ નથી કરતાં. કોઈ પણ
કપડા પહેરો, એની સાથે કોઈ સંબંધ નથી. બાપ કહે છે દેહ સહિત દેહ નાં બધા સંબંધ છોડો.
બાકી પહેરો બધું જ. ફક્ત સ્વયં ને આત્મા સમજી બાપને યાદ કરો, આ પાક્કો નિશ્ચય કરો.
આ પણ જાણો છો આત્મા જ પતિત અને પાવન બને છે, મહાત્માને પણ મહાન આત્મા કહેવાશે, મહાન
પરમાત્મા નહીં કહેવાશે. કહેવાનું પણ શોભતું નથી. કેટલાં સરસ મુદ્દાઓ છે સમજવા નાં.
સદ્દગુરુ સર્વને સદ્દગતિ આપવા વાળા તો એક જ બાપ છે. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ થતું
નથી. હમણાં આપ બાળકો સમજો છો બાબા આપણને ફરી થી આવા દેવતા બનાવે છે. પહેલાં આ બુદ્ધિ
માં નહોતું. કલ્પ ની આયુ કેટલી છે, એ પણ નહોતા જાણતાં. હવે તો બધી સ્મૃતિ આવી છે. આ
પણ બાળકો સમજે છે આત્માને જ પાપ આત્મા, પુણ્ય આત્મા કહેવાય છે. પાપ પરમાત્મા
ક્યારેય નથી કહેવાતું. પછી કોઈ કહે પરમાત્મા સર્વવ્યાપી છે તો પણ કેટલી બેસમજ છે. આ
બાપ જ સમજાવે છે. હવે તમે જાણો છો ૫ હજાર વર્ષ પછી પાપ આત્માઓ ને પુણ્ય આત્મા બાપ જ
આવીને બનાવે છે. એક ને નહીં, બધા બાળકોને બનાવે છે. બાપ કહે છે આપ બાળકોને બનાવવા
વાળો હું જ બેહદ નો બાપ છું. જરુર બાળકોને બેહદ નું સુખ આપીશ. સતયુગ માં હોય જ છે
પવિત્ર આત્માઓ. રાવણ પર જીત મેળવવાથી જ તમે પુણ્ય આત્મા બની જાઓ છો. તમે ફીલ કરો
છો, માયા કેટલાં વિઘ્ન નાખે છે? એકદમ નાક માં દમ કરી દે છે. તમે સમજો છો માયા સાથે
યુદ્ધ કેવી રીતે ચાલે છે? તેમણે પછી કૌરવો અને પાંડવો નું યુદ્ધ, લશ્કર વગેરે
શું-શું દેખાડ્યું છે! આ યુદ્ધની કોઈને પણ ખબર નથી. આ છે ગુપ્ત. આને તમે જ જાણો છો.
માયા સાથે આપણે આત્માઓ એ યુદ્ધ કરવાનું છે. બાપ કહે છે સૌથી મોટો (જૂનો) તમારો
દુશ્મન છે જ કામ. યોગબળ થી તમે એનાં પર વિજય મેળવો છો. યોગબળ નો અર્થ પણ કોઈ નથી
સમજતાં. જે સતોપ્રધાન હતાં તે જ તમોપ્રધાન બન્યા છે. બાપ સ્વયં કહે છે અનેક જન્મોનાં
અંત માં હું આમનામાં પ્રવેશ કરું છું. એ જ તમોપ્રધાન બન્યા છે, તત્ ત્વમ્. બાબા એક
ને થોડી કહેશે? નંબરવાર બધાને કહે છે. નંબરવાર કોણ-કોણ છે, અહીં તમને ખબર પડી છે.
આગળ જઈને તમને ઘણી ખબર પડશે. માળા નો તમને સાક્ષાત્કાર કરાવશે. સ્કૂલ માં જ્યારે
ટ્રાન્સફર થાય છે તો બધી ખબર પડી જાય છે ને? રીઝલ્ટ (પરિણામ) આખું આવી જાય છે.
બાબાએ બાળકીને પૂછ્યું
- તમારા પરીક્ષા નાં પેપર ક્યાંથી આવે છે? બોલી લંડન થી. હવે તમારા પેપર ક્યાંથી
નીકળશે? ઉપર થી. તમારા પેપર ઉપરથી આવશે. બધા સાક્ષાત્કાર કરશે. કેવું વન્ડરફુલ ભણતર
છે. કોણ ભણાવે છે, કોઈને ખબર નથી. કૃષ્ણ ભગવાનુવાચ કહી દે છે. ભણવામાં બધા નંબરવાર
છે. તો ખુશી પણ નંબરવાર થશે. આ જે ગાયન છે અતીન્દ્રિય સુખ ગોપ-ગોપીઓ ને પૂછો - આ
અંત ની વાત છે. બાપે સમજાવ્યું છે, ભલે બાબા જાણે છે - આ બાળકો ક્યારેય પડવાનાં નથી
પરંતુ છતાં પણ ખબર નહીં શું થાય છે? ભણતર જ નથી ભણતા, તકદીર માં નથી. થોડું પણ તેમને
કહેવામાં આવે કે જઈને પોતાનું ઘર વસાવો તે દુનિયા માં, તો ઝટ ચાલ્યા જશે. ક્યાંથી
નીકળી ક્યાં ચાલ્યા જાય છે? તેમની ચલન, બોલવાનું, કરવાનું જ એવું હોય છે. સમજે છે
અમને જો આટલું મળે તો અમે જઈને અલગ રહીએ. ચલનથી સમજાય છે. આનો મતલબ નિશ્ચય નથી,
લાચારી થી બેઠાં છે. ઘણાં છે જે જ્ઞાન નો 'ગ' પણ નથી જાણતાં. ક્યારેય બેસતા પણ નથી.
માયા ભણવા નથી દેતી. એવા બધા સેન્ટર પર છે. ક્યારેય ભણવા આવતા નથી. વન્ડર છે ને?
કેટલું ઊંચું ભણતર છે. ભગવાન ભણાવે છે. બાબા કહે, આ કામ ન કરો, માનશે જ નહીં. જરુર
ઉલ્ટું કામ કરીને દેખાડશે. રાજધાની સ્થાપન થઈ રહી છે, તેમાં તો દરેક પ્રકારનાં જોઈએ
ને? ઉપરથી લઈને નીચે સુધી બધા બને છે. પદ માં ફરક તો રહે છે ને? અહીં પણ નંબરવાર પદ
છે. ફક્ત ફરક શું છે? ત્યાં આયુષ્ય લાંબુ અને સુખ હોય છે. અહીં આયુષ્ય ટૂંકું અને
દુઃખ છે. બાળકોની બુદ્ધિ માં આ વન્ડરફુલ વાતો છે. કેવો આ ડ્રામા બનેલો છે. પછી
કલ્પ-કલ્પ આપણે એ જ પાર્ટ ભજવીશું. કલ્પ-કલ્પ ભજવતા રહીએ છીએ. આટલાં નાનકડા આત્મા
માં કેટલો પાર્ટ ભરેલો છે? તે જ ફિચર્સ, તે જ એક્ટિવિટી... આ સૃષ્ટિ નું ચક્ર ફરતું
જ રહે છે. બની બનાઈ બન રહી… આ ચક્ર ફરી પણ રિપીટ થશે. સતોપ્રધાન, સતો, રજો, તમો માં
આવશે. આમાં મૂંઝાવાની વાત નથી. અચ્છા, સ્વયંને આત્મા સમજો છો? આત્મા નાં બાપ શિવબાબા
છે આ તો સમજો છો ને? જે સતોપ્રધાન બને છે એ જ પછી તમોપ્રધાન બને છે પછી બાપ ને યાદ
કરો તો સતોપ્રધાન બની જશો. આ તો સારું છે ને? બસ, અહીં સુધી સ્પષ્ટ કરવું જોઈએ. બોલો,
બેહદ નાં બાપ આ સ્વર્ગ નો વારસો આપે છે. એ જ પતિત-પાવન છે. બાપ નોલેજ આપે છે, આમાં
શાસ્ત્ર વગેરેની તો વાત જ નથી. શાસ્ત્ર શરુ માં ક્યાંથી આવશે? આ તો જ્યારે અનેક થઈ
જાય છે ત્યારે પછી શાસ્ત્ર બનાવે છે. સતયુગ માં શાસ્ત્ર હોતા નથી. પરંપરા તો કોઈ
ચીજ હોતી નથી. નામ-રુપ તો બદલાઈ જશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ક્યારેય પણ
યા હુસેન નથી મચાવવાનું. બુદ્ધિ માં રહે - આપણે વિશ્વ નાં માલિક બનવાના છીએ, આપણી
ચલન, વાર્તાલાપ બહુ જ સારા હોવા જોઈએ. ક્યારેય પણ રડવાનું નથી.
2. નિશ્ચય બુદ્ધિ બની
એક બાપની મત પર ચાલતાં રહેવાનું છે, ક્યારેય મૂંઝાવાનું તથા ઘુટકા નથી ખાવાનાં.
નિશ્ચય માં જ વિજય છે, એટલે પોતાની પાઈ-પૈસાની મત નથી ચલાવવાની.
વરદાન :-
કોઈપણ
પરિસ્થિતિ માં ફુલસ્ટોપ લગાવીને સ્વયં ને પરિવર્તન કરવાવાળા સર્વની દુવાઓનાં પાત્ર
ભવ
કોઈપણ પરિસ્થિતિ માં
ફુલસ્ટોપ ત્યારે લગાવી શકો છો જ્યારે બિંદુ સ્વરુપ બાપ અને બિંદુ સ્વરુપ આત્મા
બંનેની સ્મૃતિ હોય. કંટ્રોલિંગ પાવર હોય. જે બાળકો કોઈ પણ પરિસ્થિતિ માં સ્વયં ને
પરિવર્તન કરી ફુલ સ્ટોપ લગાવવા માં સ્વયં ને પહેલાં ઓફર કરે છે, તે દુવાઓ નાં પાત્ર
બની જાય છે. તેમને સ્વયં ને સ્વયં પણ દુવાઓ અર્થાત્ ખુશી મળે છે, બાપ દ્વારા અને
બ્રાહ્મણ પરિવાર દ્વારા પણ દુવાઓ મળે છે.
સ્લોગન :-
જે સંકલ્પ કરો
છો તેને વચ્ચે- વચ્ચે દૃઢતા નો ઠપ્પો લગાવો તો વિજયી બની જશો.