22-12-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 17.03.2003
બાપદાદા મધુબન
“ સદા પોતાનાં સ્વમાન માં
રહેજો , સન્માન આપજો , બધાનાં સહયોગી બનજો અને સમર્થ બનાવજો”
આજે ભાગ્ય વિધાતા
બાપદાદા ચારેય તરફ નાં દરેક બાળકો નાં મસ્તક માં ભાગ્ય ની ત્રણ રેખાઓ જોઈ રહ્યા છે.
એક પરમાત્મ-પાલના ની ભાગ્યવાન રેખા, બીજી સત્ શિક્ષક ની શ્રેષ્ઠ શિક્ષા ની ભાગ્યવાન
રેખા, ત્રીજી શ્રીમત ની ચમકતી રેખા. ચારેય તરફ નાં બાળકો નાં મસ્તક વચ્ચે ત્રણેય
રેખાઓ ખૂબ સારી ચમકી રહી છે. તમે બધા પણ તમારા ત્રણેય ભાગ્ય ની રેખાઓ ને જોઈ રહ્યા
છો ને? જ્યારે ભાગ્ય વિધાતા આપ બાળકોનાં બાપ છે તો તમારા સિવાય શ્રેષ્ઠ ભાગ્ય બીજા
કોઈ નાં હોઈ શકે છે? બાપદાદા જોઈ રહ્યા છે વિશ્વ નાં અનેક કરોડ આત્માઓ છે પરંતુ એ
કરોડો માં છ લાખ પરિવાર… કેટલાં થોડા છે? કોટો માં કોઈ થઈ ગયા ને? આમ તો માનવ નાં
જીવન માં આ ત્રણેય વાતો પાલના, ભણતર અને શ્રેષ્ઠ મત, ત્રણેય આવશ્યક છે. પરંતુ આ
પરમાત્મ-પાલના અને દેવ આત્માઓ તથા માનવ આત્માઓ ની મત, પાલના, ભણતર માં રાત-દિવસ નું
અંતર છે. તો આટલું શ્રેષ્ઠ ભાગ્ય જે સંકલ્પ માં પણ નહોતું પરંતુ હવે દરેક નું દિલ
ગાય છે - પા લિયા (મેળવી લીધું). મેળવી લીધું કે મેળવવાનું છે? શું કહેશો? મેળવી
લીધું ને? બાપ પણ એવા બાળકોનાં ભાગ્ય ને જોઈ હર્ષિત થાય છે. બાળકો કહે છે વાહ બાબા
વાહ! અને બાપ કહે છે વાહ બાળકો વાહ! બસ એ જ ભાગ્ય ને ફક્ત સ્મૃતિ માં નથી રાખવાનું
પરંતુ સદા સ્મૃતિ સ્વરુપ રહેવાનું છે. ઘણાં બાળકો વિચારે બહુ જ સારું છે પરંતુ
વિચાર સ્વરુપ નથી બનવાનું, સ્મૃતિ સ્વરુપ બનવાનું છે. સ્મૃતિ સ્વરુપ સો સમર્થ
સ્વરુપ છે. વિચાર સ્વરુપ સમર્થ સ્વરુપ નથી.
બાપદાદા બાળકો ની
અલગ-અલગ લીલા જોતા હસતા રહે છે. કોઈ-કોઈ વિચાર સ્વરુપ રહે છે, સ્મૃતિ સ્વરુપ સદા નથી
રહેતાં. ક્યારેક વિચાર સ્વરુપ, ક્યારેક સ્મૃતિ સ્વરુપ. જે સ્મૃતિ સ્વરુપ રહે છે તે
નિરંતર નેચરલ સ્વરુપ રહે છે. જે વિચાર સ્વરુપ રહે છે એમને મહેનત કરવી પડે છે. આ
સંગમયુગ મહેનત નો યુગ નથી, સર્વ પ્રાપ્તિઓ નાં અનુભવો નો યુગ છે. ૬૩ જન્મ મહેનત કરી
પરંતુ હમણાં મહેનત નું ફળ પ્રાપ્ત કરવાનો યુગ અર્થાત્ સમય છે.
બાપદાદા જોઈ રહ્યા હતાં
કે દેહભાન ની સ્મૃતિ માં રહેવામાં શું મહેનત કરી? હું ફલાણો છું, હું ફલાણો છું… આ
મહેનત કરી? નેચરલ રહ્યા ને? નેચર બની ગઈ ને બોડી કોન્શિયસ ની. એટલી પાક્કી નેચર થઈ
ગઈ જે હમણાં પણ ક્યારેક-ક્યારેક ઘણાં બાળકો ને આત્મ-અભિમાની બનતી વખતે બોડી
કોન્શિયસ પોતાની તરફ આકર્ષિત કરી લે છે. વિચારે છે કે હું આત્મા છું, હું આત્મા
છું, પરંતુ દેહભાન એવું નેચરલ રહ્યું છે જે વારંવાર ન ઈચ્છતા, ન વિચારતા દેહભાન માં
આવી જાય છે. બાપદાદા કહે છે હવે મરજીવા જન્મ માં આત્મ-અભિમાની અર્થાત્ દેહી-અભિમાની
સ્થિતિ પણ એમ જ નેચર અને નેચરલ હોય. મહેનત ન કરવી પડે-હું આત્મા છું, હું આત્મા
છું. જેવી રીતે કોઈ પણ બાળક જન્મ લે છે અને જ્યારે એને થોડું સમજ માં આવે છે તો એને
પરિચય આપે છે તમે કોણ છો? કોના છો? એવી રીતે જ જ્યારે બ્રાહ્મણ જન્મ લીધો તો આપ
બ્રાહ્મણ બાળકો ને જન્મતા જ શું પરિચય મળ્યો? તમે કોણ છો? આત્મા નો પાઠ પાક્કો
કરાવાયો ને? તો આ પહેલો પરિચય નેચરલ નેચર બની જાય. નેચર નેચરલ અને નિરંતર રહે છે,
યાદ કરવું નથી પડતું. એમ દરેક બ્રાહ્મણ બાળકો ની હવે સમય પ્રમાણે દેહી-અભિમાની
સ્ટેજ નેચરલ હોય. ઘણાં બાળકોની છે, વિચારવું નથી પડતું, સ્મૃતિ સ્વરુપ છે. હવે
નિરંતર અને નેચરલ સ્મૃતિ સ્વરુપ બનવાનું જ છે. છેલ્લું અંતિમ પેપર બધા બ્રાહ્મણોનું
આ જ નાનકડું છે - “નષ્ટોમોહા સ્મૃતિ સ્વરુપ.”
તો આ વર્ષે શું કરશો?
ઘણાં બાળકો પૂછે છે-આ વર્ષે શું વિશેષ લક્ષ રાખીએ? તો બાપદાદા કહે છે સદા દેહી -
અભિમાની , સ્મૃતિ સ્વરુપ ભવ . જીવનમુક્તિ તો પ્રાપ્ત થવાની જ છે પરંતુ જીવનમુક્ત
બનતા પહેલાં મહેનત મુક્ત બનો. આ સ્થિતિ સમય ને સમીપ લાવશે અને તમારા સર્વ વિશ્વ નાં
ભાઈ અને બહેનો ને દુઃખ, અશાંતિ થી મુક્ત કરશે. તમારી આ સ્થિતિ આત્માઓ માટે મુક્તિ
ધામ નો દરવાજો ખોલશે. તો પોતાનાં ભાઈ-બહેનો ઉપર રહેમ નથી આવતો? કેટલાં ચારેય તરફ
આત્માઓ બૂમો પાડી રહ્યા છે તો તમારી મુક્તિ સર્વ ને મુક્તિ અપાવશે. આ ચેક કરો-નેચરલ
સ્મૃતિ સો સમર્થ સ્વરુપ ક્યાં સુધી બન્યા છો? સમર્થ સ્વરુપ બનવું જ વ્યર્થ ને સહજ
સમાપ્ત કરી દેશે. વારંવાર મહેનત નહીં કરવી પડશે.
હવે આ વર્ષે બાપદાદા
બાળકો નાં સ્નેહ માં કોઈ પણ બાળકો ની કોઈ પણ સમસ્યા માં મહેનત જોવા નથી ઈચ્છતાં.
સમસ્યા સમાપ્ત અને સમાધાન સમર્થ સ્વરુપ. શું આ થઈ શકે છે? બોલો, દાદીઓ, થઈ શકે છે?
ટીચર્સ બોલો, થઈ શકે છે? પાંડવ, થઈ શકે છે? પછી બહાના નહીં બતાવતા, આ હતું ને, આ થયું
ને! આ નહીં હોત તો ન થાત! બાપદાદા બહુ જ મીઠાં-મીઠાં ખેલ જોઈ ચૂક્યા છે. કંઈ પણ થાય,
હિમાલય કરતાં મોટું, સો ગુણા સમસ્યા નું સ્વરુપ હોય, ભલે તન દ્વારા કે મન દ્વારા,
ભલે વ્યક્તિ દ્વારા કે પ્રકૃતિ દ્વારા સમસ્યા, પર-સ્થિતિ તમારી સ્વ-સ્થિતિ નાં આગળ
કંઈ પણ નથી અને સ્વ-સ્થિતિ નું સાધન છે-સ્વમાન. નેચરલ રુપ માં સ્વમાન હોય. યાદ ન
કરવા પડે, વારંવાર મહેનત ન કરવી પડે, ના-ના હું સ્વદર્શન ચક્રધારી છું, હું નૂરે
રત્ન છું, હું દિલ તખ્તનશીન છું… છું જ. બીજા કોઈ બનવાના છે શું? કલ્પ પહેલાં કોણ
બન્યા હતાં? બીજા બન્યા હતાં કે તમે જ બન્યા હતાં? તમે જ હતાં, તમે જ છો, દરેક કલ્પ
તમે જ બનશો. આ નિશ્ચિત છે. બાપદાદા બધા ચહેરા જોઈ રહ્યા છે આ એ જ કલ્પ પહેલાં વાળા
છે. આ કલ્પ નાં છો કે અનેક કલ્પ નાં છો? અનેક કલ્પ નાં છો ને? હાથ ઉઠાવો જે દરેક
કલ્પ વાળા છે? પછી તો નિશ્ચિંત છો ને? તમને પાસે સર્ટિફિકેટ મળી ગયું છે ને કે
લેવાનું છે? મળી ગયું છે ને? મળી ગયું છે કે લેવાનું છે? કલ્પ પહેલાં મળી ગયું છે,
હમણાં કેમ નહીં મળશે? તો આ જ સ્મૃતિ સ્વરુપ બનો કે સર્ટિફિકેટ મળેલું છે. ભલે પાસ
વિથ ઓનર નું અથવા પાસ નું, આ ફરક તો હશે, પરંતુ અમે જ છીએ. પાક્કુ છે ને? કે ટ્રેન
માં જતા-જતા ભૂલતા જશો, પ્લેન માં જઈને ઉડી જશે? ના.
જેમ જુઓ આ વર્ષે
સંકલ્પ દૃઢ કર્યો કે શિવરાત્રી ચારેય તરફ ઉમંગ-ઉત્સાહ થી મનાવવી છે, મનાવી લીધી ને?
દૃઢ સંકલ્પ થી જે વિચાર્યુ તે થઈ ગયું ને? તો આ કઈ વાત ની કમાલ છે? એકતા અને દૃઢતા.
વિચાર્યુ હતું ૬૭ પ્રોગ્રામ કરવાનું પરંતુ બાપદાદાએ જોયું કે એનાથી પણ વધારે ઘણાં
બાળકોએ પ્રોગ્રામ કર્યા છે. આ છે સમર્થ સ્વરુપ ની નિશાની, ઉમંગ-ઉત્સાહ નું
પ્રત્યક્ષ પ્રમાણ. સ્વત:જ ચારેય તરફ કરી લીધાં ને? એમ જ બધા મળીને એક-બીજા ની હિંમત
વધારીને આ સંકલ્પ કરો - હવે સમય ને સમીપ લાવવાનો જ છે. આત્માઓને મુક્તિ અપાવવાની
છે. પરંતુ ત્યારે થશે જ્યારે તમે વિચાર સ્મૃતિ સ્વરુપ માં લાવશો.
બાપદાદાએ સાંભળ્યું
છે કે વિદેશ વાળાઓનું પણ વિશેષ સ્નેહ મિલન અથવા મીટીંગ છે અને ભારત વાળા ની પણ
મીટિંગ છે તો મીટિંગ માં ફક્ત સેવા નાં પ્લાન નહીં બનાવતા, બનાવજો પરંતુ બેલેન્સ
નાં બનાવજો. એવા એક-બીજા નાં સહયોગી બનો જે બધા માસ્ટર સર્વશક્તિવાન્ બની આગળ ઉડતા
ચાલે. દાતા બનીને સહયોગ આપો. વાતો નહીં જુઓ, સહયોગી બનો. સ્વમાન માં રહો અને સન્માન
આપીને સહયોગી બનો કારણકે કોઈ પણ આત્મા ને જો તમે દિલ થી સન્માન આપો છો, આ બહુ જ-બહુ
જ મોટું પુણ્ય છે કારણકે કમજોર આત્માને ઉમંગ-ઉત્સાહ માં લાવ્યા તો કેટલું મોટું
પુણ્ય છે? પડી ગયેલાં ને પાડવાના નથી, ગળે લગાવવાના છે અર્થાત્ બહાર થી ગળે નહીં
લગાવતા, ગળે લગાવવા અર્થાત્ બાપ સમાન બનાવવાં. સહયોગ આપવો.
તો પૂછ્યું છે ને કે
આ વર્ષ શું-શું કરવાનું છે? બસ, સન્માન આપજો અને સ્વમાન માં રહેજો. સમર્થ બની સમર્થ
બનાવજો. વ્યર્થ ની વાતો માં નહીં જતાં. જે કમજોર આત્મા છે જ કમજોર, એમની કમજોરી ને
જોતા રહેશો તો સહયોગી કેવી રીતે બનશે? સહયોગ આપો તો દુવાઓ મળશે. સૌથી સહજ પુરુષાર્થ
છે, બીજું કંઈ પણ ન કરી શકો તો સૌથી સહજ પુરુષાર્થ છે - દુવાઓ આપો, દુવાઓ લો.
સન્માન આપો અને મહિમા યોગ્ય બનો. સન્માન આપવા વાળા જ સર્વ દ્વારા માનનીય બને છે. અને
જેટલા હમણાં માનનીય બનશો, એટલા જ રાજ્ય અધિકારી અને પૂજ્ય આત્મા બનશો. આપતા જાઓ
લેવાનું નથી, લો અને આપો આ તો બિઝનેસ વાળાઓ નું કામ છે. તમે તો દાતા નાં બાળકો છો.
બાકી બાપદાદા ચારેય તરફ નાં બાળકોની સેવા ને જોઈ ખુશ છે, બધાએ સારી સેવા કરી છે.
પરંતુ હવે આગળ વધવાનું છે ને? વાણી દ્વારા બધાએ સારી સેવા કરી, સાધનો દ્વારા પણ સારી
સેવા કરી રિઝલ્ટ કાઢ્યું. અનેક આત્માઓ નાં ઠપકા પણ સમાપ્ત કર્યાં. સાથે-સાથે સમય ની
તીવ્ર ગતિ ની રફતાર (ઝડપ) જોઈ બાપદાદા આ જ ઈચ્છે છે કે ફકત થોડા આત્માઓ ની સેવા નથી
કરવાની પરંતુ વિશ્વનાં સર્વ આત્માઓ નાં મુક્તિદાતા નિમિત્ત તમે છો કારણકે બાપનાં
સાથી છો, તો સમયની રફતાર પ્રમાણે હમણાં એક જ સમયે એક સાથે ત્રણ સેવાઓ કરવાની છે:-
એક વાણી , બીજી સ્વ શક્તિશાળી સ્થિતિ અને ત્રીજી શ્રેષ્ઠ રુહાની વાયબ્રેશન . જ્યાં
પણ સેવા કરો ત્યાં એવા રુહાની વાયબ્રેશન ફેલાવો જે વાયબ્રેશન નાં પ્રભાવ માં સહજ
આકર્ષિત થતા રહે. જુઓ, હમણાં લાસ્ટ જન્મ માં પણ તમારા બધાનાં જડ ચિત્ર કેવી સેવા કરી
રહ્યા છે? શું વાણી થી બોલે છે? વાયબ્રેશન એવા હોય જે ભક્તો ની ભાવના નું ફળ સહજ મળી
જાય છે. એવા વાયબ્રેશન શક્તિશાળી હોય, વાયબ્રેશન માં સર્વ શક્તિઓની કિરણો ફેલાતી
હોય, વાયુમંડળ બદલાઈ જાય. વાયબ્રેશન એવી વસ્તુ છે જે દિલ માં છાપ લાગી જાય છે. તમને
બધાને અનુભવ છે કે કોઈ આત્મા પ્રત્યે જો કોઈ સારા અથવા ખરાબ વાયબ્રેશન તમારા દિલ
માં બેસી જાય છે તો કેટલો સમય ચાલે છે? ઘણો સમય ચાલે છે ને? કાઢવા ઈચ્છો તો પણ નથી
નીકળતા, કોઈ નાં ખરાબ વાયબ્રેશન બેસી જાય છે તો સહજ નીકળે છે? તો તમારા સર્વ
શક્તિઓની કિરણો નાં વાયબ્રેશન, છાપ નું કામ કરશે. વાણી ભૂલાઈ શકે છે, પરંતુ
વાયબ્રેશન ની છાપ સહજ નથી નીકળતી. અનુભવ છે ને? છે ને અનુભવ?
આ ગુજરાતે, બોમ્બેએ
જે ઉમંગ-ઉત્સાહ દેખાડ્યો, એને પણ બાપદાદા પદમ-પદમગુણા મુબારક આપે છે. શા માટે?
વિશેષતા શું રહી? કેમ મુબારક આપે છે? ફંકશન તો મોટા-મોટા કરતા રહો છો પરંતુ ખાસ
મુબારક કેમ આપી રહ્યા છે? કારણકે બંને તરફની વિશેષતા રહી-એકતા અને દૃઢતા ની. જ્યાં
એકતા અને દૃઢતા છે ત્યાં એક વર્ષ ની બદલે એક મહિનો વર્ષ સમાન છે. સાંભળ્યું, ગુજરાત
અને બોમ્બેએ. સારું.
હવે સેકન્ડ માં જ્ઞાન
સૂર્ય સ્થિતિ માં સ્થિત થઈ ચારેય તરફ નાં ભયભીત, હલચલ વાળા આત્માઓ ને, સર્વ શક્તિઓ
ની કિરણો ફેલાવો. ખૂબ ભયભીત છે. શક્તિ આપો. વાયબ્રેશન ફેલાવો. અચ્છા. (બાપદાદાએ
ડ્રિલ કરાવી)
ચારેય તરફ નાં બાળકોનાં
ભિન્ન-ભિન્ન યાદ-પ્યાર અને સમાચાર નાં પત્ર અને ઈમેલ બાપ ની પાસે પહોંચી ગયા છે.
દરેક કહે છે મારી પણ યાદ આપજો, મારી પણ યાદ આપજો. બાપદાદા કહે છે દરેક પ્યારા બાળકો
ની બાપદાદા ની પાસે યાદ પહોંચી ગઈ છે. દૂર બેસીને પણ બાપદાદા નાં દિલતખ્ત નશીન છે.
તો તમને બધાને જેમણે પણ કહ્યું છે ને-યાદ આપજો, યાદ આપજો. તો બાબા ની પાસે પહોંચી
ગઈ. આ જ બાળકો નો પ્રેમ અને બાપદાદા નો પ્રેમ બાળકો ને ઉડાવી રહ્યો છે. અચ્છા.
ચારેય તરફ નાં અતિ
શ્રેષ્ઠ ભાગ્યવાન, કોટો માં કોઈ વિશેષ આત્માઓ ને સદા સ્વમાન માં રહેવા વાળા, સન્માન
આપવા વાળા, સર્વિસેબલ બાળકો ને, સદા સ્મૃતિ સ્વરુપ સો સમર્થ સ્વરુપ આત્માઓ ને, સદા
અચલ અડોલ સ્થિતિ નાં આસન પર સ્થિત સર્વ શક્તિ સ્વરુપ બાળકો ને બાપદાદા નાં યાદ-
પ્યાર અને નમસ્તે.
દાદીજી સાથે :-
બાપદાદા તમારા ઉપર
વિશેષ ખુશ છે. કેમ ખુશ છે? વિશેષ આ વાત પર ખુશ છે કે જેવી રીતે બ્રહ્મા બાપ પણ બધાને
ઓર્ડર કરતા હતા-આ કરવાનું છે, હમણાં કરવાનું છે, એવી રીતે તમે પણ બ્રહ્મા બાપ ને
ફોલો કર્યાં (તમે પણ મારી સાથે છો). તે તો છે જ, નિમિત્ત તો તમે બન્યા ને? અને એવો
દૃઢ સંકલ્પ કર્યો જે ચારેય તરફ સફળતા છે, એટલે તમારા માં રુહાની તાકાત બહુ જ ગુપ્ત
ભરેલી છે. તબિયત ઠીક છે, રુહાની શક્તિ એટલી ભરેલી છે જે તબિયત કંઈ પણ નથી. કમાલ છે
ને?
દાદીઓનું મળવાનું
જોઈને બધાને મન થાય છે કે અમે પણ દાદી હોત તો મળત ને? તમે પણ દાદી બનશો. હમણાં
બાપદાદાએ પ્લાન બનાવ્યો છે દિલ માં, હજી આપ્યો નથી. તો જે સેવા નાં, બ્રહ્મા બાબાનાં
સાકાર સમય માં સેવા માં આદિ-રત્ન નીકળે છે, એમનું સંગઠન પાક્કું કરવાનું છે. (ક્યારે
કરશો?) જ્યારે તમે કરો (કહો). આ ડ્યુટી તમારી (દાદી જાનકી ની) છે. તમારો દિલ નો
સંકલ્પ પણ છે ને? કારણકે જેવી રીતે આપ દાદીઓ નું એકતા અને દૃઢતા નું સંગઠન પાક્કું
છે, એવી રીતે આદી સેવા નાં રત્નો નું સંગઠન પાક્કું હોય, એની બહુ જ-બહુ જ આવશ્યકતા
છે કારણ કે સેવા તો વધવાની જ છે. તો સંગઠન ની શક્તિ જે ઈચ્છે તે કરી શકે છે. સંગઠન
ની નિશાની નાં યાદગાર છે પાંચ પાંડવ. પાંચ છે પરંતુ સંગઠન ની નિશાની છે. અચ્છા-હમણાં
જે સાકાર બ્રહ્મા હતાં ત્યાર થી સેવા માટે સેન્ટર પર રહે છે, સેવા માં છે, તે ઉઠો.
ભાઈ પણ છે, પાંડવો વગર થોડી ગતિ છે? અહીં તો થોડા છે પરંતુ બીજા પણ છે. સંગઠન ને જમા
કરવાની જવાબદારી આમની (દાદી જાનકી ની) છે, આ (દાદી) તો બેકબોન છે. ખૂબ સારા-સારા
રત્ન છે. અચ્છા. બધુ ઠીક છે. કંઈ પણ કરતા રહો છો પરંતુ તમારા સંગઠન ની મહાનતા છે.
કિલ્લો મજબૂત છે. અચ્છા.
વરદાન :-
સ્વમાન ની સીટ
પર સેટ થઈ દરેક પરિસ્થિતિ ને પાર કરવા વાળા સદા વિજયી ભવ
સદા પોતાનાં આ સ્વમાન
ની સીટ પર સ્થિત રહો કે હું વિજયી-રત્ન છું, માસ્ટર સર્વશક્તિવાન્ છું - તો જેવી
સીટ હોય છે તેવા લક્ષણ આવે છે. કોઈ પણ પરિસ્થિતિ સામે આવે તો સેકન્ડ માં પોતાની આ
સીટ પર સેટ થઈ જાઓ. સીટ વાળા નો જ ઓર્ડર મનાય છે. સીટ પર રહો તો વિજયી બની જશો.
સંગમયુગ છે જ સદા વિજયી બનવાનો યુગ, આ યુગ ને વરદાન છે, તો વરદાની બની વિજયી બનો.
સ્લોગન :-
સર્વ આસક્તિઓ
પર વિજય પ્રાપ્ત કરવા વાળા શિવ શક્તિ પાંડવ સેના છે.