23-03-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 02.11.2004
બાપદાદા મધુબન
“ સ્વ - ઉપકારી બની અપકારી
પર પણ ઉપકાર કરો , સર્વશક્તિ , સર્વગુણ સંપન્ન સન્માન દાતા બનો”
આજે સ્નેહ નાં સાગર
પોતાનાં ચારેય તરફ નાં સ્નેહી બાળકોને જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. ભલે સાકાર રુપ માં
સન્મુખ છે, ભલે સ્થૂળ રુપ માં દૂર બેઠાં છે પરંતુ સ્નેહ, બધાને બાપની પાસે બેઠાં છે
આ અનુભવ કરાવી રહ્યો છે. દરેક બાળક નો સ્નેહ બાપ ને સમીપ અનુભવ કરાવી રહ્યો છે. તમે
બધા બાળકો પણ બાપ નાં સ્નેહ માં સન્મુખ પહોંચ્યાં છો. બાપદાદાએ જોયું કે દરેક બાળક
નાં દિલ માં બાપદાદા નો સ્નેહ સમાયેલો છે. દરેક નાં દિલ માં “મારા બાબા” આ જ સ્નેહ
નું ગીત વાગી રહ્યું છે. સ્નેહ જ આ દેહ અને દેહ નાં સંબંધ થી ન્યારા બનાવી રહ્યો
છે. સ્નેહ જ માયાજીત બનાવી રહ્યો છે. જ્યાં દિલ નો સ્નેહ છે ત્યાં માયા દૂર થી જ
ભાગી જાય છે. સ્નેહ નાં સબ્જેક્ટ માં બધા બાળકો પાસ છે. એક છે સ્નેહ, બીજું છે
સર્વશક્તિવાન્ બાપ દ્વારા સર્વ શક્તિઓ નો ખજાનો.
તો આજે બાપદાદા એક
તરફ તો સ્નેહ ને જોઈ રહ્યાં છે. બીજી તરફ શક્તિ સેના ની શક્તિઓ ને જોઈ રહ્યાં છે.
જેટલો સ્નેહ સમાયેલો છે એટલી જ સર્વશક્તિઓ પણ સમાયેલી છે? બાપદાદાએ બધા બાળકો ને એક
જેવી શક્તિઓ આપી છે, માસ્ટર સર્વશક્તિવાન્ બનાવ્યાં છે. કોઈને સર્વ શક્તિવાન્, કોઈને
શક્તિવાન્ નથી બનાવ્યાં. તમે બધા પણ પોતાનું સ્વમાન માસ્ટર સર્વ શક્તિવાન્ કહો છો.
તો બાપદાદા ચારેય તરફનાં બાળકો ને પૂછે છે કે દરેક પોતાનાં માં સર્વ શક્તિઓ નો
અનુભવ કરે છે? સદા સર્વ શક્તિઓ પર અધિકાર છે? સર્વ શક્તિઓ બાપદાદા નો વારસો છે, તો
પોતાનાં વારસા પર અધિકાર છે? છે અધિકાર? ટીચર્સ, બોલો અધિકાર છે? વિચારી ને બોલજો.
પાંડવ, અધિકાર છે? સદા છે કે ક્યારેક-ક્યારેક છે? જે સમયે જે શક્તિ ની આવશ્યક્તા છે
તો આપ શક્તિ સેના નાં ઓર્ડર થી તે શક્તિ હાજર થઈ જાય છે? સમય પર જી-હજૂર હાજર કરે
છે? વિચારો, જુઓ, અધિકારી ઓર્ડર કરે અને શક્તિ જી-હજૂર હાજર કહે, જે પણ શક્તિ નું
આહવાન કરો, જેવો સમય, જેવી પરિસ્થિતિ તેવી શક્તિ કાર્ય માં લગાવી શકો. એવાં અધિકારી
આત્માઓ બન્યાં છો? કારણકે બાપે વારસો આપ્યો અને વારસા ને તમે પોતાનો બનાવ્યો, પોતાનો
બનાવ્યો છે ને? તો પોતાનાં પર અધિકાર હોય છે. જે સમયે જે વિધિ થી આવશ્યક્તા હોય, તે
સમયે કાર્ય માં લાગી જાય. માનો કે સમાવવાની શક્તિ ની તમને આવશ્યક્તા છે અને ઓર્ડર
કરો છો સમાવવાની શકિત ને, તો તમારો ઓર્ડર માની જી-હાજર થઈ જાય છે? થઈ જાય છે તો
ગરદન હલાવો, હાથ હલાવો. ક્યારેક-ક્યારેક થાય છે કે સદા થાય છે? સમાવવાની શક્તિ હાજર
થઈ જાય છે પરંતુ ૧૦ વાર સમાવી લીધું અને ૧૧ મી વખત થોડું નીચે-ઉપર થાય છે? સદા અને
સહજ હાજર થઈ જાય, સમય વીત્યાં પછી ન આવે, કરવા તો આ ઈચ્છતા હતાં પરંતુ થઈ ગયું, આમ
એવું ન થાય. આને કહેવાય છે સર્વશક્તિઓ નાં અધિકારી. આ અધિકાર બાપદાદાએ તો બધા ને
આપ્યો છે, પરંતુ જોવામાં આવે છે કે સદા અધિકારી બનવામાં નંબરવાર થઈ જાય છે. સદા અને
સહજ હોય, નેચરલ હોય, નેચર હોય, એની વિધિ છે, જેમ બાપ ને હજૂર પણ કહેવાય છે, કહે છે
હજૂર હાજર છે. હજૂર હાજર કહે છે. તો જે બાળકો હજૂર ની દરેક શ્રીમત પર હાજર હજૂર
કરીને ચાલે છે એની આગળ સર્વ શક્તિઓ પણ હજૂર હાજર કરે છે. દરેક આજ્ઞા માં જી-હાજર,
દરેક કદમ માં જી-હાજર. જો દરેક શ્રીમત માં જી-હાજર નથી તો દરેક શક્તિ પણ દરેક સમયે
હાજર નથી કરી શકતી. જો ક્યારેક-ક્યારેક બાપ ની શ્રીમત અથવા આજ્ઞા નું પાલન કરો છો,
તો શક્તિઓ પણ તમારો ક્યારેક-ક્યારેક હાજર થવાનો ઓર્ડર પાલન કરે છે. એ સમય અધિકારી
ની બદલે અધીન બની જાઓ છો. તો બાપદાદાએ આ રીઝલ્ટ ચેક કર્યુ, તો શું જોયું? નંબરવાર
છે. બધા નંબરવન નથી, નંબરવાર છે અને સદા સહજ નથી. ક્યારેક-ક્યારેક સહજ થઈ જાય,
ક્યારેક થોડી મુશ્કેલી થી શક્તિ ઈમર્જ થાય છે.
બાપદાદા દરેક બાળક ને
બાપ સમાન જોવા ઈચ્છે છે. નંબરવાર નથી જોવા ઈચ્છતા અને તમારા બધા નું લક્ષ પણ છે બાપ
સમાન બનવાનું. સમાન બનવાનું લક્ષ છે કે નંબરવાર બનવાનું લક્ષ છે? પૂછશે તો બધા કહે
છે સમાન બનવાનું છે. તો ચેક કરો - એક સર્વશક્તિઓ છે? સર્વ પર અન્ડરલાઈન કરો.
સર્વગુણ છે? બાપ સમાન સ્થિતિ છે? ક્યારેક સ્વયં ની સ્થિતિ, ક્યારેય કોઈ પર-સ્થિતિ
વિજય તો નથી પ્રાપ્ત કરી લેતી? પર-સ્થિતિ જો વિજય પ્રાપ્ત કરી લે છે તો એનું કારણ
જાણો છો ને? સ્થિતિ કમજોર છે ત્યારે પરિસ્થિતિ વાર કરી શકે છે. સદા સ્વ સ્થિતિ વિજયી
રહે, એનું સાધન છે - સદા સ્વમાન અને સન્માન નું બેલેન્સ. સ્વમાનધારી આત્મા સ્વતઃ
સન્માન આપવા વાળા દાતા છે. હકીકત માં કોઈને પણ સન્માન આપવું, આપવાનું નથી, સન્માન
આપવું એટલે માન લેવું છે. સન્માન આપવા વાળા બધા નાં દિલ માં માનનીય સ્વતઃ જ બની જાય
છે. બ્રહ્મા બાપે જોયું - આદિ દેવ હોવા છતાં, ડ્રામા નો ફર્સ્ટ આત્મા હોવા છતાં સદા
બાળકો ને સન્માન આપ્યું. પોતાનાં કરતાં પણ વધારે બાળકો નું માન આત્માઓ દ્વારા
અપાવ્યું એટલે દરેક બાળક નાં દિલ માં બ્રહ્મા બાપ માનનીય બન્યાં. તો માન દીધું કે
માન લીધું? સન્માન આપવું અર્થાત્ બીજા નાં દિલ માં દિલ નાં સ્નેહ નાં બીજ વાવવાં.
વિશ્વ ની આગળ પણ વિશ્વ કલ્યાણકારી આત્મા છે, આ ત્યારે અનુભવ કરો છો જ્યારે આત્માઓ
ને સ્નેહ થી સન્માન આપો છો.
તો બાપદાદાએ વર્તમાન
સમય માં આવશ્યક્તા જોઈ એકબીજા ને સન્માન આપવાની. સન્માન આપવા વાળા વિધાતા આત્મા
દેખાય છે. સન્માન આપવા વાળા જ બાપદાદા ની શ્રીમત (શુભ ભાવના, શુભકામના) માનવા વાળા
આજ્ઞાકારી બાળકો છે. સન્માન આપવું જ ઈશ્વરીય પરિવાર નો દિલ નો પ્રેમ છે. સન્માન વાળા
સ્વમાન માં સહજ જ સ્થિત થઈ શકે છે. કેમ? જે આત્માઓ ને સન્માન આપો છો એ આત્માઓ દ્વારા
જે દુવાઓ દિલ ની મળે છે તે દુવાઓ નો ભંડાર, સ્વમાન સહજ અને સ્વતઃ જ યાદ અપાવે છે
એટલે બાપદાદા ચારેય તરફ નાં બાળકો ને વિશેષ અન્ડરલાઈન કરાવી રહ્યાં છે - સન્માન દાતા
બનો.
બાપદાદા ની પાસે જે
પણ બાળક જેવા પણ આવ્યાં, કમજોર આવ્યાં, સંસ્કાર ને વશ આવ્યાં, પાપો નો બોજો લઈને
આવ્યાં, કઠોર સંસ્કાર લઈને આવ્યાં, બાપદાદાએ દરેક બાળક ને કઈ નજર થી જોયાં? મારા
સિકિલધા લાડલા બાળકો છે, ઈશ્વરીય પરિવાર નાં બાળકો છે. તો સન્માન આપ્યું અને તમે
સ્વમાનધારી બની ગયાં. તો ફોલો ફાધર. જો સહજ સર્વગુણ સંપન્ન બનવા ઈચ્છો છો તો સન્માન
દાતા બનો. સમજ્યાં? સહજ છે ને? સહજ છે કે મુશ્કેલ છે? ટીચર્સ, શું સમજો છો, સહજ છે?
કોઈને આપવાનું સહજ છે, કોઈને મુશ્કેલ છે કે બધાને આપવાનું સહજ છે? તમારું ટાઈટલ છે
- સર્વ ઉપકારી. આપકાર કરવાવાળા પર પણ ઉપકાર કરવા વાળા. તો ચેક કરો - સર્વ ઉપકારી
દૃષ્ટી, વૃત્તિ, સ્મૃતિ રહે છે? બીજા પર ઉપકાર કરવો, સ્વયં પર જ ઉપકાર કરવો છે. તો
શું કરવાનું છે? સન્માન આપવાનું છે ને? અલગ-અલગ વાતો માં ધારણા કરવા માટે જે મહેનત
કરો છો, એનાથી છૂટી જશો કારણકે બાપદાદા જોઈ રહ્યાં છે કે સમય ની ગતિ તીવ્ર થઈ રહી
છે. સમય પ્રતિક્ષા કરી રહ્યો છે, તો તમારે બધાએ પ્રબંધ કરવાનો છે. સમય ની પ્રતિક્ષા
સમાપ્ત કરવાની છે. શું પ્રબંધ કરવાનો છે? પોતાની સંપૂર્ણતા અને સમાનતા ની ગતિ તીવ્ર
કરવાની છે. કરી રહ્યાં છીએ નહીં. તીવ્ર ગતિ ને ચેક કરો - તીવ્ર ગતિ છે?
બાકી સ્નેહ થી
નવાં-નવાં બાળકો પણ પહોંચ્યાં છે. બાપદાદા નવાં-નવાં બાળકો ને જોઈ ખુશ થાય છે. જે
પહેલી વાર આવ્યાં છે તે હાથ ઉઠાવો. ઘણાં છે. ભલે પધાર્યા બાપ નાં ઘર માં, પોતાનાં
ઘર માં, મુબારક છે. સારું.
સેવા નો ટર્ન કર્ણાટક
નો છે:-
કર્ણાટક વાળા, ઉઠો. સેવા નાં ગોલ્ડન ચાન્સ ની મુબારક છે. જુઓ પહેલો નંબર લીધો છે તો
પહેલો નંબર જ રહેવાનું છે ને? પુરુષાર્થ માં, વિજયી બનવામાં બધા માં પહેલો નંબર
લેવાવાળા. બીજો નંબર નહીં લેતાં, પહેલો નંબર. છે હિંમત? હિંમત છે? તો હિંમત તમારી
અને હજાર ગુણા મદદ બાપ ની. સારો ચાન્સ લીધો છે. પોતાનાં પુણ્ય નું ખાતું ખૂબ-ખૂબ જમા
કરી લીધું. સારું કર્ણાટકે મેગા પ્રોગ્રામ કર્યો છે? નથી કર્યો, કેમ? કેમ નથી કર્યો?
કર્ણાટકે બધા માં પહેલો નંબર લેવો જોઈએ. (બેંગ્લોર માં કરીશું) સારું, જેમણે પણ મોટા
પ્રોગ્રામ કર્યા છે તે ઉઠો. કેટલાં પ્રોગ્રામ થઈ ગયા છે? (૮-૧૦ થઈ ગયા છે) તો
બાપદાદા મોટા પ્રોગ્રામ ની ખૂબ મુબારક આપી રહ્યાં છે. ઝોન કેટલાં છે? દરેક ઝોને મોટો
પ્રોગ્રામ કરવો જોઈએ કારણકે તમારા શહેર માં ઠપકો આપવા વાળા ઠપકો નહીં આપશે. મોટા
પ્રોગ્રામ માં તમે જાહેરાત પણ મોટી કરો છો ને? ભલે મીડિયા દ્વારા, ભલે પોસ્ટર,
હોલ્ડિંગ વગેરે ભિન્ન-ભિન્ન સાધન અપનાવો છો તો ઠપકા ઓછા થઈ જશે. બાપદાદા ને આ સેવા
પસંદ છે પરંતુ… પરંતુ છે. પ્રોગ્રામ તો મોટા કર્યા એની તો મુબારક છે જ પરંતુ દરેક
પ્રોગ્રામ થી ઓછા માં ઓછા ૧૦૮ ની માળા તો તૈયાર થવી જોઈએ. તે ક્યાં થઈ છે? ઓછા માં
ઓછા ૧૦૮. વધારે માં વધારે ૧૬ હજાર. પરંતુ આટલી જે એનર્જી લગાવી, આટલી સંપત્તિ લગાવી,
એનું રીઝલ્ટ ઓછા માં ઓછા ૧૦૮ તો તૈયાર થાય. બધા નું એડ્રેસ તો તમારી પાસે રહેવું
જોઈએ. મોટા પ્રોગ્રામ માં જે પણ લાવવા વાળા છે, એમની પાસે એમનો પરિચય તો રહેવાનો જ
છે તો એમને ફરી થી સમીપ લાવવા જોઈએ. એવું નહીં કે અમે કરી લીધું, પરંતુ જે પણ કાર્ય
કરાય છે એનું ફળ તો નીકળવું જોઈએ ને? તો દરેક મોટા પ્રોગ્રામ કરવા વાળાઓ એ આ રીઝલ્ટ
બાપદાદા ને આપવાનું છે. ભલે ભિન્ન-ભિન્ન સેન્ટર પર જાય, કોઈ શહેર નાં પણ હોય ત્યાં
જાય, પરંતુ રીઝલ્ટ નીકળવું જોઈએ. ઠીક છે ને? થઈ તો શકે છે ને? થોડું અટેન્શન આપશો
તો નીકળી આવશે, ૧૦૮ તો કંઈ પણ નથી. પરંતુ રિઝલ્ટ બાપદાદા જોવા ઈચ્છે છે, ઓછા માં ઓછા
સ્ટુડન્ટ તો બને. સહયોગ માં આગળ આવે, કોણ-કોણ કેટલાં કાઢે (બનાવે) છે, તે બાપદાદા આ
સિઝન માં રીઝલ્ટ જોવા ઈચ્છે છે. ઠીક છે ને? પાંડવ, ઠીક છે? તો જોશે નંબરવન કોણ છે?
કેટલાં પણ કાઢો, કાઢો જરુર. શું છે, પ્રોગ્રામ થઈ જાય છે પરંતુ આગળ નો (પછીનો)
સંપર્ક, તે થોડું અટેન્શન ઓછું થઈ જાય છે બાકી કાઢવાનું કોઈ મુશ્કેલ નથી. બાકી
બાપદાદા બાળકો ની હિંમત જોઈને ખુશ છે. સમજ્યાં? સારું.
સારું - હવે બધા એક
સેકન્ડ માં, એક સેકન્ડ એક મિનિટ નહીં, એક સેકન્ડ માં “હું ફરિશ્તા સો દેવતા છું” -
આ મન્સા ડ્રિલ સેકન્ડ માં અનુભવ કરો. આવી ડ્રિલ દિવસ માં એક સેકન્ડ માં વારંવાર કરો.
જેવી રીતે શારીરિક ડ્રિલ શરીર ને શક્તિશાળી બનાવે છે, તેવી રીતે આ મન ની ડ્રિલ મન
ને શક્તિશાળી બનાવવા વાળી છે. હું ફરિશ્તા છું, આ જૂની દુનિયા, જૂનો દેહ, જૂનાં દેહ
નાં સંસ્કાર થી ન્યારો ફરિશ્તા આત્મા છું. અચ્છા!
ચારેય તરફ નાં અતિ
સ્નેહી, સદા સ્નેહ નાં સાગર માં લવલીન આત્માઓ ને, સદા સર્વશક્તિઓ નાં અધિકારી
શ્રેષ્ઠ આત્માઓ ને, સદા બાપ સમાન બનવા વાળા બાપ નાં પ્રિય આત્માઓ ને, સદા સ્વમાન
માં રહેવાવાળા દરેક આત્મા ને સન્માન આપવા વાળા, સર્વ નાં માનનીય બનવા વાળા આત્માઓ
ને, સદા સર્વ ઉપકારી આત્માઓ ને બાપદાદા નાં દિલ નાં યાદ-પ્યાર અને દિલ ની દુવાઓ
સ્વીકાર હો. અને સાથે-સાથે વિશ્વ નાં માલિક આત્માઓ ને નમસ્તે.
દાદીજી સાથે:-
સન્માન આપવામાં નંબરવન પાસ છે. સારું છે, બધી દાદીઓ થી મધુબન ની રોનક છે. (સભા ને)
આ બધા ને દાદીઓ થી રોનક સારી લાગે છે ને? જેવી રીતે દાદીઓ ની રોનક થી મધુબન માં
રોનક થઈ જાય છે, એવી રીતે તમે બધા દાદી નથી, દીદીઓ અને દાદાઓ તો છો. તો બધી દાદીઓ
અને બધા દાદાઓ, બધાએ આ વિચારવાનું છે, કરવાનું છે, જ્યાં પણ રહો છો તે સ્થાન માં
રોનક છો. જેવી રીતે દાદીઓ થી રોનક છે, તેવી રીતે દરેક સ્થાન માં રોનક છો કારણકે દાદી
ની પાછળ દીદીઓ તો છે ને? નીચા નથી. દાદા પણ છે, દાદીઓ પણ છે. તો કોઈ પણ સેન્ટર પર
રુખાપણું (નીરસ પણું) ન હોવું જોઈએ, રોનક હોવી જોઈએ. તમે એક-એક વિશ્વ માં રોનક
કરવાવાળા આત્માઓ છો. તો જે પણ સ્થાન પર છો તે રોનક નું સ્થાન નજર આવે. ઠીક છે ને?
કારણકે દુનિયા માં હદ ની રોનક છે અને તમારા એક-એક થી બેહદ ની રોનક છે. સ્વયં ખુશી,
શાંતિ અને અતીન્દ્રિય સુખ ની રોનક માં હશો તો સ્થાન પણ રોનક માં આવી જશે કારણકે
સ્થિતિ થી સ્થાન માં વાયુમંડળ ફેલાય છે. તો બધાએ ચેક કરવાનું છે કે જ્યાં અમે રહીએ
છીએ, ત્યા રોનક છે? ઉદાસી તો નથી? બધા ખુશી માં નાચી રહ્યાં છે? એવું છે ને? આપ
દાદીઓ નું તો આ જ કામ છે ને? ફોલો દાદીઓ અને દાદાઓ. અચ્છા.
બધી તરફ થી જે પણ
સ્નેહી બાળકો બાપદાદા ને દિલ માં યાદ કરી રહ્યાં છે કે પત્ર, ઈમેલ દ્વારા યાદ મોકલી
છે, એ ચારેય તરફ નાં બાળકો ને બાપદાદા દૂર નથી જોઈ રહ્યાં પરંતુ દિલ તખ્ત પર જોઈ
રહ્યાં છે. સૌથી સમીપ દિલ છે. તો બાપદાદા દિલ થી યાદ મોકલવા વાળા ને અને યાદ મોકલી
નથી પરંતુ યાદ માં છે, એ બધા ને પણ દિલ તખ્ત નશીન જોઈ રહ્યાં છે. રિસ્પોન્ડ આપી
રહ્યાં છે. દૂર બેઠાં પણ નંબરવન તીવ્ર પુરુષાર્થી ભવ.
વરદાન :-
અલબેલાપણા ની
નિંદર તલાક આપવા વાળા નિંદ્રાજીત , ચક્રવર્તી ભવ
સાક્ષાત્કાર મૂર્ત બની
ભક્તો ને સાક્ષાત્કાર કરાવવા માટે અથવા ચક્રવર્તી બનવા માટે નિંદ્રાજીત બનો. જ્યારે
વિનાશ કાળ ભૂલાય છે ત્યારે અલબેલા પણા ની નિંદર આવે છે. ભક્તો ની પોકાર સાંભળો,
દુઃખી આત્માઓ નાં દુઃખ ની પોકાર સાંભળો, તરસી આત્માઓ નાં પ્રાર્થના નો અવાજ સાંભળો
તો ક્યારેય પણ અલબેલાપણા ની નિંદર નહીં આવશે. તો હવે સદા જાગતી જ્યોત બની અલબેલાપણા
ની નિંદર ને તલાક આપો અને સાક્ષાત્કાર મૂર્ત બનો.
સ્લોગન :-
તન-મન-ધન,
મન-વાણી-કર્મ - કોઈ પણ પ્રકાર થી બાપ નાં કર્તવ્ય માં સહયોગી બનો તો સહજયોગી બની જશો.
અવ્યક્ત ઈશારા -
સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો
જેવી રીતે બાપ ને
“ગોડ ઈઝ ટ્રુથ” કહે છે સત્યતા જ બાપ ને પ્રિય છે. સાચાં દિલ પર સાહેબ રાજી છે. તો
દિલતખ્ત નશીન સર્વિસેબલ બાળકો નાં સંબંધ-સંપર્ક માં, દરેક સંકલ્પ અને બોલ માં
સચ્ચાઈ અને સફાઈ દેખાશે. તેમનાં દરેક સંકલ્પ, દરેક વચન સત્ય હશે.