23-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  19.03.20    બાપદાદા મધુબન


“ નિર્માણ અને નિર્માન નાં બેલેન્સ થી દુવાઓનું ખાતુ જમા કરો”
 


આજે બાપદાદા પોતાનાં હોલી હેપ્પી હંસો ની સભા માં આવ્યા છે. ચારેય તરફ હોલી હંસ દેખાઈ રહ્યા છે. હોલી હંસો ની વિશેષતા ને બધાં સારી રીતે જાણો છો. સદા હોલી હેપ્પી હંસ અર્થાત્ સ્વચ્છ અને સાફ દિલ. આવાં હોલી હંસો નું સ્વચ્છ અને સાફ દિલ હોવાનાં કારણે દરેક શુભ આશાઓ સહજ પૂર્ણ થાય છે. સદા તૃપ્ત આત્મા રહે છે. શ્રેષ્ઠ સંકલ્પ કર્યો અને પૂર્ણ થયો. મહેનત નથી કરવી પડતી. કેમ? બાપદાદા ને સૌથી પ્રિય, સૌથી સમીપ સાફ દિલ પ્રિય છે. સાફ દિલ સદા બાપદાદા નાં દિલતખ્ત નશીન, સર્વ શ્રેષ્ઠ સંકલ્પ પૂર્ણ થવાના કારણે વૃત્તિ માં, દૃષ્ટિ માં, બોલ માં, સંબંધ-સંપર્ક માં, સરળ અને સ્પષ્ટ એક સમાન દેખાય છે. સરળતા ની નિશાની છે - દિલ, દિમાગ, બોલ એક સમાન. દિલ માં એક, બોલ માં બીજું (અન્ય) - આ સરળતા ની નિશાની નથી. સરળ સ્વભાવ વાળા સદા નિર્માણચિત્ત, નિરહંકારી, નિર-સ્વાર્થી હોય છે. હોલી હંસ ની વિશેષતા-સરળ ચિત્ત, સરળ વાણી, સરળ વૃત્તિ, સરળ દૃષ્ટિ.

બાપદાદા આ વર્ષે બધાં બાળકોમાં બે વિશેષતાઓ ચલન અને ચહેરા માં જોવા ઈચ્છે છે. બધાં પૂછે છે ને-હવે શું કરવાનું છે? આ સિઝન ની વિશેષ સમાપ્તિ પછી શું કરવાનું છે? બધાં વિચારો છો ને-આગળ શું થવાનું છે? આગળ શું કરવાનું છે? સેવા નાં ક્ષેત્ર માં તો યથાશક્તિ મેજોરીટીએ ખૂબ સારી પ્રગતિ કરી છે, આગળ વધી રહ્યા છે. બાપદાદા આ ઉન્નતિ માટે મુબારક પણ આપે છે-ખૂબ સારું, ખૂબ સારું, ખૂબ સારું. સાથે-સાથે રીઝલ્ટ માં એક વાત દેખાઈ આવી, શું તે સંભળાવે? ટીચર્સ, સંભળાવે? ડબલ વિદેશી, સંભળાવે? પાંડવ, સંભળાવે? હાથ ઉઠાવો, ત્યારે સંભળાવશે, નહીં તો નહીં સંભળાવે. (બધાએ હાથ ઉઠાવ્યો) ખૂબ સારું. એક વાત શું જોઈ? કારણ કે આજે વતન માં બાપદાદા ની પરસ્પર રુહરિહાન હતી, કેવી રીતે રુહરિહાન કરશે? બંને કેવી રીતે એક બીજા સાથે રુહરિહાન કરશે? જેવી રીતે અહીં આ દુનિયામાં તમે લોકો મોનો એક્ટિંગ કરો છો ને? ખૂબ સારી-સારી કરો છો. તો તમારા લોકો નો સાકારી દુનિયામાં તો એક આત્મા બે પાર્ટ ભજવે છે અને બાપદાદા બે આત્માઓ એક શરીર છે. ફરક થયો ને? તો ખૂબ મજા ની વાતો થાય છે.

તો આજે વતન માં બાપદાદા ની રુહરિહાન ચાલી-કઈ વાત પર? તમે બધાં જાણો છો કે બ્રહ્મા બાપ ને ઉમંગ શું થાય છે? જાણો છો ને સારી રીતે? બ્રહ્મા બાપનો ઉમંગ હતો-જલ્દી થી જલ્દી થાય. તો શિવ બાપે કહ્યું બ્રહ્મા બાપ ને - વિનાશ અથવા પરિવર્તન કરવું તો એક તાળી પણ નહીં, ચપટી વગાડવાની વાત છે. પરંતુ તમે પહેલાં ૧૦૮ નહીં, અડધી માળા બનાવીને આપો. તો બ્રહ્મા બાપે શું ઉત્તર આપ્યો હશે? બતાવો. (તૈયાર થઈ રહ્યા છે) સારું-અડધી માળા પણ તૈયાર નથી થઈ? પૂરી માળા ની તો વાત છોડો, અડધી માળા તૈયાર થઈ છે? (બધાં હસી રહ્યા છે) હસ્યા એટલે કંઈક છે! જે બોલે છે અડધી માળા તૈયાર છે, તે એક હાથ ઉઠાવો. તૈયાર થઈ છે? ખૂબ થોડા છે. જે સમજે છે કે થઈ રહી છે, તે હાથ ઉઠાવો. મેજોરીટી કહે છે થઈ રહી છે અને માઈનોરિટી કહે છે થઈ ગઈ છે. જેમણે હાથ ઉઠાવ્યો છે કે તૈયાર થઈ છે, એમને બાપદાદા કહે છે કે તમે નામ લખીને આપજો. સારી વાત છે ને? બાપદાદા જ જોશે બીજા કોઈ નહીં જોશે, બંધ હશે. બાપદાદા જોશે કે એવાં સારા ઉમેદવાર રત્ન કોણ-કોણ છે. બાપદાદા પણ સમજે છે હોવા જોઈએ. તો આમની પાસેથી નામ લેજો, આમનો ફોટો કાઢો.

તો બ્રહ્મા બાપે શું જવાબ આપ્યો? તમે બધાએ તો સારો-સારો જવાબ આપ્યો. બ્રહ્મા બાપે કહ્યું તો બસ, ફક્ત આટલી વાર છે જે તમે ચપટી વગાડશો, તે તૈયાર થઈ જશે. તો સારી વાત થઈ ને? તો શિવબાપે કહ્યું સારું, આખી માળા તૈયાર છે? અડધી માળા નો તો જવાબ મળ્યો, પૂરી માળા માટે પૂછ્યું. એમાં કહ્યું થોડો સમય જોઈએ. આ રુહરિહાન ચાલી. કેમ થોડો સમય જોઈએ? રુહરિહાન માં તો પ્રશ્ન-ઉત્તર જ ચાલે છે ને? કેમ થોડો સમય જોઈએ? કઈ વિશેષ કમી છે જેના કારણે અડધી માળા પણ રોકાયેલી છે? તો ચારેય તરફનાં બાળકો દરેક એરિયા, એરિયા ને ઈમર્જ કરતા ગયા, જેવી રીતે તમારા ઝોન છે ને, એવી રીતે જ એક-એક ઝોન નથી, ઝોન તો ખૂબ-ખૂબ મોટા છે ને? તો એક-એક વિશેષ શહેર ને ઈમર્જ કરતા ગયા અને બધાનાં ચહેરા જોતા ગયા, જોતા-જોતા બ્રહ્મા બાપે કહ્યું કે એક વિશેષતા હવે જલ્દી થી જલ્દી બધાં બાળકો ધારણ કરી લેશે તો માળા તૈયાર થઈ જશે. કઈ વિશેષતા? તો આ જ કહ્યું કે જેટલી સર્વિસ માં ઉન્નતિ કરી છે, સર્વિસ કરતા આગળ વધી રહ્યા છે. સારા આગળ વધ્યા છે પરંતુ એક વાત નું બેલેન્સ ઓછું છે. એ આ જ વાત કે નિર્માણ કરવામાં તો સારા આગળ વધી ગયા છે પરંતુ નિર્માણ ની સાથે નિર્માન-આ છે નિર્માણ અને તે છે નિર્માન. માત્રા નું અંતર છે. પરંતુ નિર્માણ અને નિર્માન બંને નાં બેલેન્સ માં અંતર છે. સેવા ની ઉન્નતિ માં નિર્માનતા ની બદલે ક્યાંક-ક્યાંક, ક્યારેક-ક્યારેક સ્વ-અભિમાન પણ મિક્સ થઈ જાય છે. જેટલા સેવા માં આગળ વધે છે, એટલી જ વૃતિ માં, દૃષ્ટિ માં, બોલ માં, ચાલ માં નિર્માનતા દેખાય, આ બેલેન્સ ની હવે ખૂબ આવશ્યકતા છે. હમણાં સુધી જે બધાં સંબંધ-સંપર્ક વાળાઓનાં બ્લેસિંગ મળવા જોઈએ તે બ્લેસિંગ નથી મળતાં. બીજું, પુરુષાર્થ કોઈ કેટલો પણ કરે છે, સારું છે, પરંતુ પુરુષાર્થ ની સાથે જો દુવાઓનું ખાતું જમા નથી તો દાતા-પણા ની સ્ટેજ, રહેમદિલ બનવાની સ્ટેજ ની અનુભૂતિ નહીં થશે. આવશ્યક છે-સ્વ પુરુષાર્થ અને સાથે-સાથે બાપદાદા અને પરિવાર નાં નાના-મોટાની દુવાઓ. આ દુવાઓ જે છે-આ પુણ્ય નું ખાતું જમા કરવું છે. આ માર્ક્સ માં એડિશન થાય છે. કેટલી પણ સર્વિસ કરો, પોતાની સર્વિસ ની ધૂન માં આગળ વધતા ચાલો, પરંતુ બાપદાદા બધાં બાળકોમાં આ વિશેષતા જોવા ઈચ્છે છે કે સેવા ની સાથે નિર્માનતા, મિલનસાર - આ પુણ્ય નું ખાતુ જમા થવું ખૂબ-ખૂબ આવશ્યક છે. પછી નહીં કહેતા કે મેં તો ખૂબ સર્વિસ કરી, મેં તો આ કર્યુ, મેં તો એ કર્યુ, મેં તો આમ કર્યુ, પરંતુ નંબર પાછળ કેમ? એટલે બાપદાદા પહેલાથી જ ઈશારો આપે છે કે વર્તમાન સમયે આ પુણ્ય નું ખાતુ ખૂબ-ખૂબ જમા કરો. એવું નહીં વિચારો-આ તો છે જ એવાં, આ તો બદલાવાનાં નથી. જ્યારે પ્રકૃતિ ને બદલી શકો છો, એડજેસ્ટ કરશો ને પ્રકૃતિ ને? તો શું બ્રાહ્મણ આત્મા ને એડજેસ્ટ નથી કરી શકતાં? વિરોધી ને એડજેસ્ટ કરો-આ છે નિર્માણ અને નિર્માન નું બેલેન્સ. સાંભળ્યું?

લાસ્ટ માં હોમવર્ક તો આપશે ને? કંઈક તો હોમવર્ક મળશે ને? તો બાપદાદા આવવા વાળી સિઝન માં આવશે પરંતુ… કન્ડીશન રાખશે. જુઓ, સાકાર માં પાર્ટ પણ ચાલ્યો, અવ્યક્ત પાર્ટ પણ ચાલ્યો. આટલો સમય અવ્યક્ત પાર્ટ ચાલવાનું સ્વપ્ન માં પણ નહોતું. તો બંને પાર્ટ ડ્રામા અનુસાર ચાલ્યાં. હવે કોઈ તો કન્ડીશન રાખવી પડશે કે નહીં, શું સલાહ છે? શું આવી રીતે ચાલતું રહેશે? કેમ? આજે વતન માં પ્રોગ્રામ પણ પૂછ્યો. તો બાપદાદા ની રુહરિહાન માં આ પણ ચાલ્યું કે આ ડ્રામા નો પાર્ટ ક્યાં સુધી? શું કોઈ તારીખ છે? (દહેરાદુનની પ્રેમ બહેન ને) જન્મપત્રી સંભળાવો, ક્યાં સુધી? હવે આ ક્વેશ્ચન ઉઠ્યો છે, ક્યાં સુધી? તો પરંતુ… ને માટે ૬ મહિના તો છે જ ને? ૬ મહિના પછી જ બીજી સિઝન શરુ થાય છે. તો બાપદાદા રીઝલ્ટ જોવા ઈચ્છે છે. દિલ સાફ, કોઈ પણ દિલ માં જૂનાં સંસ્કાર નાં, અભિમાન-અપમાન ની મહેસુસતા નો ડાઘ ન હોય.

બાપદાદા ની પાસે પણ દિલ નાં ચિત્ર કાઢવાની મશીનરી છે. અહીં એક્સરે માં આ સ્થૂળ દિલ દેખાય છે ને? તો વતન માં દિલ નું ચિત્ર ખૂબ સ્પષ્ટ દેખાય છે. ઘણાં પ્રકાર નાં નાના-મોટા ડાઘ, ઢીલા સ્પષ્ટ દેખાય છે.

આજે હોળી મનાવવા આવ્યા છો ને? લાસ્ટ ટર્ન હોવાનાં કારણે પહેલાં હોમવર્ક બતાવી દીધું પરંતુ હોળી નો અર્થ બીજાઓને પણ સંભળાવો છો કે હોળી મનાવવી અર્થાત્ વીતેલા ને વીતેલું કરવું. હોળી મનાવવી અર્થાત્ દિલ માં કોઈ પણ નાનો-મોટો ડાઘ ન રહે, બિલકુલ સાફ દિલ, સર્વ પ્રાપ્તિ સંપન્ન. બાપદાદાએ પહેલાં પણ સંભળાવ્યું છે કે બાપદાદા નો બાળકો સાથે પ્રેમ હોવાના કારણે એક વાત સારી નથી લાગતી. તે છે-મહેનત ખૂબ કરે છે. જો દિલ સાફ થઈ જાય તો મહેનત નથી, દિલારામ દિલ માં સમાયેલા રહેશે અને તમે દિલારામ નાં દિલ માં સમાયેલા રહેશો. દિલ માં બાપ સમાયેલા છે. કોઈ પણ રુપ ની માયા, ભલે સૂક્ષ્મ રુપ હોય કે રોયલ રુપ હોય, ભલે મોટું રુપ હોય, કોઈ પણ રુપ થી માયા આવી ન શકે. સ્વપ્ન માત્ર, સંકલ્પ માત્ર પણ માયા આવી ન શકે. તો મહેનત મુક્ત થઈ જશો ને? બાપદાદા મન્સા માં પણ મહેનત મુક્ત જોવા ઈચ્છે છે. મહેનત મુક્ત જ જીવનમુક્તિ નો અનુભવ કરી શકે છે. હોળી મનાવવી એટલે મહેનત મુક્ત, જીવનમુક્ત અનુભૂતિ માં રહેવું. હવે બાપદાદા મન્સા શક્તિ દ્વારા સેવા ને શક્તિશાળી બનાવવા ઈચ્છે છે. વાણી દ્વારા સેવા ચાલતી રહે છે, ચાલતી રહેશે, પરંતુ આમાં સમય લાગે છે. સમય ઓછો છે, સેવા હજું પણ ખૂબ છે. રીઝલ્ટ આપ બધાએ સંભળાવ્યું. હજી સુધી ૧૦૮ ની માળા પણ કાઢી નથી શકતાં. ૧૬ હજાર, ૯ લાખ-આ તો ખૂબ દૂર થઈ ગયાં. આના માટે ફાસ્ટ વિધિ જોઈએ. પહેલાં પોતાની મન્સા ને શ્રેષ્ઠ, સ્વચ્છ બનાવો, એક સેકન્ડ પણ વ્યર્થ ન જાય. હજી સુધી મેજોરીટી નાં વેસ્ટ સંકલ્પ ની ટકાવારી રહેલી છે. અશુદ્ધ નથી પરંતુ વેસ્ટ છે એટલે મન્સા સેવા ફાસ્ટ ગતિ થી નથી થઈ શકતી. હમણાં હોળી મનાવવી અર્થાત્ મન્સા ને વ્યર્થ થી પણ હોલી બનાવવી.

હોળી મનાવી? મનાવવું અર્થાત્ બનવું. દુનિયા વાળા તો ભિન્ન-ભિન્ન રંગો થી હોળી મનાવે છે પરંતુ બાપદાદા બધાં બાળકો ઉપર દિવ્ય ગુણો નાં, દિવ્ય શક્તિ નાં, જ્ઞાન-ગુલાબ નાં રંગ નાખી રહ્યા છે.

આજે વતન માં બીજા પણ સમાચાર હતાં. એક તો સંભળાવ્યા-રુહરિહાન નાં. બીજા એ હતાં કે જે પણ તમારા સારા-સારા સેવા સાથી એડવાન્સ પાર્ટી માં ગયા છે, એમનો આજે વતન માં હોળી મનાવવાનો દિવસ હતો. તમને બધાને પણ જ્યારે કોઈ મોકો હોય છે તો યાદ તો આવે છે ને? પોતાની દાદીઓની, સખીઓની, પાંડવો ની યાદ તો આવે છે ને? ખૂબ મોટું ગ્રુપ થઈ ગયું છે એડવાન્સ પાર્ટી નું. જો નામ ગણો તો ખૂબ છે. તો વતન માં આજે બધાં પ્રકાર નાં આત્માઓ હોળી મનાવવા આવ્યા હતાં. બધાં પોત-પોતાનાં પુરુષાર્થ ની પ્રારબ્ધ પ્રમાણે ભિન્ન-ભિન્ન પાર્ટ ભજવી રહ્યા છે. એડવાન્સ પાર્ટી નો પાર્ટ હજી સુધી ગુપ્ત છે. તમે વિચારો છો ને-શું કરી રહ્યા છે? તે તમારા લોકો નું આહવાન કરી રહ્યા છે કે સંપૂર્ણ બની દિવ્ય જન્મ દ્વારા નવી સૃષ્ટિ નાં નિમિત્ત બનો. બધાં પોતાનાં પાર્ટ માં ખુશ છે. આ સ્મૃતિ નથી કે અમે સંગમયુગ થી આવ્યા છીએ. દિવ્યતા છે, પવિત્રતા છે, પરમાત્મ-લગન છે, પરંતુ જ્ઞાન ક્લિયર ઈમર્જ નથી. ન્યારાપણું છે, પરંતુ જો જ્ઞાન ઈમર્જ થઈ જાય તો બધાં ભાગીને મધુબન માં તો આવી જાય ને? પરંતુ એમનો પાર્ટ ન્યારો છે, જ્ઞાન ની શક્તિ છે. શક્તિ ઓછી નથી થઈ. નિરંતર મર્યાદા પૂર્વક ઘર નું વાતાવરણ, મા-બાપ ની સંતુષ્ટતા અને સ્થૂળ સાધન પણ બધાં પ્રાપ્ત છે. મર્યાદા માં ખૂબ પાક્કા છે. નંબરવાર તો છે પરંતુ વિશેષ આત્માઓ પાક્કા છે. મહેસૂસ કરે છે કે અમારો પૂર્વ જન્મ અને પુનર્જન્મ મહાન રહ્યો છે અને રહેશે. ફીચર્સ પણ બધાનાં મેજોરીટી એક રોયલ ફેમિલી નાં તૃપ્ત આત્માઓ, ભરપૂર આત્માઓ, હર્ષિત આત્માઓ અને દિવ્ય ગુણ સંપન્ન આત્માઓ દેખાય છે. આ તો થઈ એમની હિસ્ટ્રી, પરંતુ વતન માં શું થયું? હોળી કેવી રીતે મનાવી? તમે લોકોએ જોયું હશે કે હોળી માં ભિન્ન-ભિન્ન રંગો નાં, કોરા રંગ, થાળીઓ ભરીને રાખે છે. તો વતન માં પણ જેવી રીતે કોરો રંગ હોય છે ને-એવા ખૂબ મહીન ચમકતા હીરા હતાં પરંતુ વજન વાળા નહોતાં, જેવી રીતે રંગ ને હાથ માં લો તો હળવા હોય છે ને? એવી રીતે ભિન્ન-ભિન્ન રંગ નાં હીરાઓની થાળીઓ ભરેલી હતી. તો જ્યારે બધાં આવી ગયાં, તો વતન માં સ્વરુપ કયું હોય છે, જાણો છો? લાઈટ નું જ હોય છે ને? જોયું છે ને? તો લાઈટ ની પ્રકાશમય કાયા તો પહેલાં જ ચમકતી રહે છે. તો બાપદાદા એ બધાને પોતાનાં સંગમયુગી શરીર માં ઈમર્જ કર્યા. જ્યારે સંગમયુગી શરીર માં ઈમર્જ થયા તો એક-બીજા માં ખૂબ મિલન મનાવવા લાગ્યાં. એડવાન્સ પાર્ટી નાં જન્મની વાતો ભૂલી ગયા અને સંગમ ની વાતો ઈમર્જ થઈ ગઈ. તો તમે સમજો છો કે સંગમયુગ ની વાતો જ્યારે એક-બીજા સાથે કરે છે તો કેટલી ખુશી માં આવી જાય છે. ખૂબ ખુશી માં એક-બીજા ને લેન-દેન કરી રહ્યા હતાં. બાપદાદાએ પણ જોયું-આ ખૂબ મોજ માં આવી ગયા છે તો મળવા દો આમને. પરસ્પર પોતાનાં જીવન ની ઘણી કહાણીઓ એક-બીજા ને સંભળાવી રહ્યા હતાં, બાબાએ આવું કહ્યું, બાબાએ આવી રીતે મને પ્રેમ કર્યો, શિક્ષા આપી. બાબા આવું કહે છે, બાબા-બાબા, બાબા-બાબા જ હતું. થોડા સમય પછી શું થયું? બધાનાં સંસ્કારો ની તો તમને ખબર છે. તો સૌથી રમણીક કોણ હતું આ ગ્રુપ માં? (દીદી અને ચંદ્રમણી દાદી) તો દીદી પહેલાં ઉઠી. ચંદ્રમણી દાદી નો હાથ પકડ્યો અને રાસ શરુ કરી દીધો અને દીદી જેવી રીતે અહીં નશા માં ચાલ્યા જતા હતાં ને, તેવી રીતે નશા માં ખૂબ રાસ કર્યો. મમ્મા ને વચ્ચે રાખ્યા અને સર્કલ લગાવ્યું, એકબીજા ની છુપા-છુપી નો ખેલ કર્યો, ખૂબ રમ્યા અને બાપદાદા પણ જોઈ-જોઈ ખૂબ હર્ષાતા હતાં. હોળી મનાવવા આવ્યા તો રમ્યા પણ. થોડા સમય પછી બધાં બાપદાદા ની ભૂજાઓમાં સમાઈ ગયાં અને બધાં એકદમ લવલીન થઈ ગયાં અને એના પછી બાપદાદાએ બધાની ઉપર ભિન્ન-ભિન્ન રંગો નાં જે હીરા હતાં, ખૂબ મહીન હતાં, જેવી રીતે કોઈ વસ્તુ નો ભૂક્કો હોય છે ને, એવાં હતાં. પરંતુ ચમક ખૂબ હતી તો બાપદાદાએ બધાની ઉપર નાખ્યા. તો ચમકતું શરીર હતું ને તો એનાં ઉપર તે ભિન્ન-ભિન્ન રંગ નાં હીરા પડવાથી બધાં ખૂબ જેમ કે સજી ગયાં. લાલ, પીળો, લીલો… જે સાત રંગ કહો છો ને? તો સાત જ રંગ હતાં. તો બધાં ખૂબ એવા ચમકી ગયા જે સતયુગ માં પણ આવો ડ્રેસ નહીં હશે. બધાં મોજ માં તો હતાં જ. પછી એક-બીજા પર પણ નાખવા લાગ્યાં. રમણીક બહેનો પણ તો ખૂબ હતી ને? ખૂબ-ખૂબ મોજ મનાવી. મોજ પછી શું થાય છે? બાપદાદાએ એડવાન્સ બધાને ભોગ ખવડાવ્યો, તમે તો કાલે ભોગ લગાવશો ને પરંતુ બાપદાદાએ મધુબન નો, સંગમયુગ નો ભિન્ન-ભિન્ન ભોગ બધાને ખવડાવ્યો અને એમાં વિશેષ હોળી નો ભોગ કયો છે? (ઘેવર-જલેબી) તમે લોકો ગુલાબ નું ફૂલ પણ તળો છો ને. તો વેરાયટી સંગમયુગ નાં જ ભોગ ખવડાવ્યા. પરસ્પર પહેલાં પણ ભોગ એમણે લઈ લીધો છે, તમને કાલે મળશે. સારું. મતલબ તો ખૂબ મનાવ્યો, નાચ્યા, ગાયા. બધાએ મળીને વાહ બાબા, મારા બાબા, મીઠાં બાબા નાં ગીતો ગાયા. તો નાચ્યા, ગાયા, ખાધું અને છેલ્લે શું થાય છે? વધાઈ અને વિદાઈ. તો તમે પણ મનાવ્યો કે ફક્ત સાંભળ્યું? પરંતુ પહેલાં હવે ફરિશ્તા બની પ્રકાશમય કાયા વાળા બની જાઓ. બની શકો છો કે નહીં? મોટું શરીર છે? ના. સેકન્ડ માં ચમકતા ડબલ લાઈટ નું સ્વરુપ બની જાઓ. બની શકો છો? બિલકુલ ફરિશ્તા. (બાપદાદા એ બધાને ડ્રિલ કરાવી)

હવે પોતાની ઉપર ભિન્ન-ભિન્ન રંગો નાં ચમકતા હીરા સૂક્ષ્મ શરીર પર નાખો અને સદા આવાં દિવ્ય ગુણોનાં રંગ, શક્તિઓનાં રંગ, જ્ઞાન નાં રંગ થી સ્વયં ને રંગતા રહો. અને સૌથી મોટો રંગ બાપદાદા નાં સંગ નાં રંગ માં સદા રંગાયેલા રહો. એવાં અમર ભવ. અચ્છા.

એવાં દેશ-વિદેશ નાં ફરિશ્તા સ્વરુપ બાળકો ને, સદા સાફ દિલ, પ્રાપ્તિ સંપન્ન બાળકો ને, સાચ્ચી હોળી મનાવવી અર્થાત્ અર્થ સહિત ચિત્ર પ્રત્યક્ષ રુપ માં લાવવા વાળા બાળકો ને, સદા નિર્માણ અને નિર્માન નું બેલેન્સ રાખવા વાળા બાળકો ને, સદા દુવાઓનાં પુણ્ય નું ખાતુ જમા કરવા વાળા બાળકો ને ખૂબ-ખૂબ પદમગુણા યાદ-પ્યાર અને નમસ્તે.

વરદાન :-
મધુરતા દ્વારા બાપ ની સમીપતા નો સાક્ષાત્કાર કરવાવાળા મહાન આત્મા ભવ

જે બાળકોનાં સંકલ્પ માં પણ મધુરતા, બોલ માં પણ મધુરતા અને કર્મ માં પણ મધુરતા છે તે જ બાપ નાં સમીપ છે. એટલે બાપ પણ એમને રોજ કહે છે મીઠાં-મીઠાં બાળકો અને બાળકો પણ રિસ્પોન્સ આપે છે - મીઠાં-મીઠાં બાબા. તો આ રોજ નાં મધુર બોલ મધુરતા સંપન્ન બનાવી દે છે. આવી રીતે મધુરતા ને પ્રત્યક્ષ કરવાવાળા શ્રેષ્ઠ આત્માઓ જ મહાન છે. મધુરતા જ મહાનતા છે. મધુરતા નથી તો મહાનતા નો અનુભવ નથી થતો.

સ્લોગન :-
કોઈ પણ કાર્ય ડબલ લાઈટ બનીને કરો તો મનોરંજન નો અનુભવ કરશો.