23-06-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
મહાન સૌભાગ્યશાળી છો કારણકે તમને ભગવાન તે ભણતર ભણાવે છે જે હમણાં સુધી કોઈ ઋષિ -
મુનિએ પણ નથી ભણ્યું”
પ્રશ્ન :-
ડ્રામા ની કઈ ભાવિ આપ
બાળકો જાણો છો, દુનિયાનાં મનુષ્ય નહીં?
ઉત્તર :-
તમે જાણો છો આ રુદ્ર-જ્ઞાન-યજ્ઞ થી વિનાશ જ્વાળા પ્રજ્વલિત થઈ છે. હવે આખી જૂની
દુનિયા આમાં સ્વાહા થઇ જશે. આ ભાવિ કોઈ ટાળી નથી શકતું. આ એવો અશ્વમેધ અવિનાશી
રુદ્ર-યજ્ઞ છે જેમાં બધી સામગ્રી સ્વાહા થશે પછી આપણે આ પતિત દુનિયામાં નહીં આવીશું.
આને ઈશ્વર ની ભાવિ નહીં, ડ્રામા ની ભાવિ કહેવાશે.
ગીત :-
મુખડા દેખ લે
પ્રાણી…
ઓમ શાંતિ!
આપ બાળકો પણ
મનુષ્ય છો. આ મનુષ્યો ની સૃષ્ટિ છે. આ સમયે તમે બ્રાહ્મણ ધર્મ નાં મનુષ્ય બન્યાં
છો. બાપ શિક્ષા આપે છે આત્માઓને. આત્મા ને હમણાં પોતાનાં સ્વધર્મ ની ખબર છે કે આપણે
આત્મા આ શરીર ને ચલાવવા વાળા છીએ. આત્મા નો આ રથ છે. જેમ બાપ આ રથ પર આવીને સવાર થયાં
છે, તમારો આત્મા પણ આ રથ પર સવાર છે. ફક્ત આત્માને આ જ્ઞાન ભૂલાઈ ગયું છે કે આપણે
આત્મા શાંત સ્વરુપ છીએ. આપણું રહેવાનું સ્થાન જ મૂળવતન માં છે. આ શરીર આપણને અહીં
મળે છે. એવી-એવી પોતાની સાથે વાતો કરવાની છે. બાપ કહે છે તમે આત્મા શાંત સ્વરુપ છો.
જો તમે ઈચ્છો અમે શાંતિ માં બેસીએ તો પોતાને આત્મા સમજી શાંતિધામ નાં નિવાસી સમજો.
થોડો સમય શાંતિ માં બેસી શકો છો. મનુષ્ય શાંતિ જ માંગે છે. મન ને શાંતિ જોઈએ - આ
આત્માએ કહ્યું, પરંતુ મનુષ્ય આ નથી જાણતાં કે હું આત્મા છું. આ ભૂલી ગયાં છે. એક
વાર્તા પણ છે ને - રાણી નાં ગળા માં હાર હતો અને શોધતી હતી બહાર. તો બાપ પણ સમજાવે
છે શાંતિ તો તમારો સ્વધર્મ છે. બાળકોએ સમજ્યું છે અમે આત્માઓ શાંત સ્વરુપ છીએ. અહીં
આવ્યાં છીએ પાર્ટ ભજવવાં. આ ઓરગન્સ (અવયવો) થી ડિટેચ (અલગ) થઈ જાઓ છો તો આત્મા શાંત
છે. આત્મા પોતાનાં સ્વધર્મ શાંતિ માં જેટલું ઈચ્છે બેસી શકે છે. ઈચ્છો છો અમે આ
શરીર થી કામ ન કરીએ, તો શાંતિ માં બેસી જાઓ. આ છે સાચ્ચી શાંતિ, આને તમે શોધતાં નથી.
તમારો સ્વધર્મ શાંત છે. હમણાં અહીં પાર્ટ ભજવી રહ્યાં છો. બાપ દ્વારા ખબર પડી છે,
આપણે ૮૪ જન્મો નો પાર્ટ ભજવ્યો. આ ૮૪ જન્મોનાં ચક્ર ની કોઈને ખબર નથી. ફક્ત આપ બાળકો
જ સમજો છો. પહેલાં આપણે સૂર્યવંશી રાજા કે પ્રજા હતાં પછી ચંદ્રવંશી સો વૈશ્યવંશી
સો શૂદ્રવંશી બન્યાં. હવે ફરીથી આપણે સૂર્યવંશી બનવાનું છે.
આપ બાળકો સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને જાણી ગયાં છો, તમે કેટલાં સૌભાગ્યશાળી છો. બાપ
તો યથાર્થ વાત સમજાવે છે. આ છે જ સદ્દગતિ માર્ગ. આ સમજાવવાનું છે કે સર્વ નાં
સદ્દગતિ દાતા એક છે. હવે જાણી ગયાં છો આપણને બાબા આવીને ૨૧ જન્મોનાં માટે સદ્દગતિ
પ્રાપ્ત કરાવી રહ્યાં છે. બહાર મનુષ્ય આ વાતો ને જાણતાં જ નથી. તમે
બ્રહ્માકુમાર-કુમારીઓ જ જાણો છો. કોઈ પૂછે છે - તમે બી.કે. શું જાણો છો? પરીક્ષા તો
થવી જ જોઈએ કે બ્રાહ્મણ કે બ્રાહ્મણી છે કે નહીં. જો તમે બ્રહ્માનાં બાળકો છો તો
સૃષ્ટિ ચક્ર ને જરુર જાણતાં હશો. બાપ રચયિતા ને જાણો છો? ઋષિ-મુનિ વગેરે તો રચતા અને
રચના ને જાણતાં જ નથી. તો એટલે નાસ્તિક થયાં. તમે પણ નાસ્તિક હતાં. તમે પણ રચતા બાપ
અને રચના નાં આદિ-મધ્ય-અંત ને નહોતાં જાણતાં. સ્કૂલ માં પહેલાં અભણ જ આવે છે. પછી
કહેશે સ્કૂલ માં આ-આ ભણ્યું છે. હવે તમે છો ઈશ્વરીય ભણતર માં. પરમપિતા પરમાત્મા તમને
ભણાવી રહ્યાં છે. આ બુદ્ધિમાં સમજવું જોઈએ. રચતા તો એક શિવબાબા જ છે. રુદ્રએ
જ્ઞાન-યજ્ઞ રચ્યો આ શાસ્ત્રોમાં પણ છે. હવે રુદ્ર અને શિવ પરમાત્મા માં ફરક તો કાંઈ
નથી. આ પણ છે કે રુદ્ર-જ્ઞાન-યજ્ઞ થી વિનાશ જ્વાળા નીકળી. ફક્ત રુદ્ર શિવ ની જગ્યાએ
કૃષ્ણ નું નામ નાખી દીધું છે. છે એ જ ગીતા. કહે છે આ જ્ઞાન-યજ્ઞ થી વિનાશ જ્વાળા
પ્રજ્વલિત થઇ. તો સ્વરાજ્ય નાં માટે આ જ્ઞાન-યજ્ઞ છે. આમાં જૂની દુનિયા સ્વાહા થવાની
છે. યજ્ઞ માં બધી આહુતિ અર્થાત્ સામગ્રી નાખે છે. બધું સ્વાહા કરી દે છે. તો આ
રુદ્ર-જ્ઞાન-યજ્ઞ માં આખી જૂની દુનિયા સ્વાહા થઇ જશે. તમે હવે રાજયોગ શીખી રહ્યાં
છો. આ પતિત દુનિયામાં પછી આવશો નહીં. આ દુનિયા ફરી ખતમ થઈ જવાની છે. તમે જાણો છો,
કુદરતી આપદાઓ વગેરે બધું થશે. આ બધું જ્ઞાન તમારી બુદ્ધિમાં બેસવું જોઈએ. શિવબાબા
કહે છે - મારી બુદ્ધિમાં જ બધું જ્ઞાન છે. બાપ સત્ છે, ચૈતન્ય છે, જ્ઞાન નાં સાગર
છે. સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. ઋષિ-મુનિ તો કહે છે, અમે રચતા અને રચના ને
નથી જાણતાં. તમને કોઈ પૂછશે તમને શું મળે છે? બોલો - જેને મોટા-મોટા ઋષિ-મુનિ વગેરે
કહેતા હતાં કે અમે રચતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં તે અમે જાણીએ છીએ.
રચતા બાપ નાં સિવાય રચના નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય કોઈ સમજાવી ન શકે. રચતા જ
સમજાવશે. તમને ખબર છે, માખીઓની પણ રાણી હોય છે. રાણી ની સાથે પાછળ-પાછળ બધી માખીઓ
જાય છે. રાણી અર્થાત્ માં ની સાથે તેનો કેટલો સંબંધ છે. બેહદ નાં બાપ પણ આવે છે તો
બધા બાળકો ને સાથે લઈ જાય છે. તમે જાણો છો - બાબા આવેલાં છે, આપણને આત્માઓને સાથે
લઈ જશે - શાંતિધામ માં. ફરી થી આપણો સતયુગ નો પાર્ટ શરું થશે. જે પાર્ટ ભજવવા માટે
તમે આ દેવી-દેવતા પદ મેળવી રહ્યાં છો. અહીં તમે આવો જ છો - મનુષ્ય થી દેવતા પદ
મેળવવાં. બધા ગુણ અહીં ધારણ કરવાનાં છે. આ લક્ષ્મી-નારાયણ જેવાં બનવાનું છે. એમને
દિવ્ય દૃષ્ટિ નાં સિવાય કોઈ જોઈ ન શકે. હવે તમે જાણો છો આપણે સૂર્યવંશી દેવતા બનીશું.
તમારી બુદ્ધિમાં છે કે સ્વર્ગની રાજધાની કેવી રીતે સ્થાપન થાય છે! સતયુગ માં હતું જ
દેવતાઓનું રાજ્ય પરંતુ દેવતાઓનાં રાજ્ય માં પણ પછી રાક્ષસ વગેરે દેખાડ્યાં છે. આ
કોઈ જાણતું જ નથી. ભારત કેટલું પવિત્ર હતું, મહિમા પણ ગાય છે સર્વગુણ સંપન્ન… તેમની
આગળ માથું પણ ટેકવે છે. મંદિર પણ ખુબ બનેલાં છે. પરંતુ આ ખબર નથી કે આદિ સનાતન
દેવી-દેવતા ધર્મ સતયુગ નો ક્યારે અને કેવી રીતે સ્થાપન થયો? ભારત જે આટલો ઉંચ હતો,
તે નીચો કેવી રીતે બન્યો? આ કોઈને પણ ખબર નથી. કહે છે આ ભાવિ બની બનેલ છે. કોની ભાવિ
છે? તે પણ નથી સમજતાં. ડ્રામા ની ભાવિ સમજે તો સમજ માં આવે. ડ્રામા નાં રચયિતા,
ક્રિયેટર, ડાયરેક્ટર કોણ છે? ફક્ત કહી દે છે ઈશ્વર ની ભાવિ. ડ્રામા કહેવાથી ડ્રામા
નાં આદિ-મધ્ય-અંત ને જાણવું જોઈએ. ફક્ત પુસ્તક વાંચવાથી ડ્રામા ની ખબર ન પડી શકે.
જ્યાં સુધી જઈને કોઈ ડ્રામા જોવે નહીં. જેવી રીતે સમાચાર-પત્ર માં પણ આવ્યું હતું -
એક કૃષ્ણ ચરિત્ર નો ડ્રામા બનેલો છે. પરંતુ જોયાં વગર કોઈ સમજી થોડી શકે છે! જોશે
ત્યારે સમજશે ડ્રામા માં આ બધું થવાનું છે. આપ બાળકો પણ ડ્રામા ને હમણાં સમજો છો.
મનુષ્ય કહે છે - દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી નું આ ચક્ર ફરતું રહે છે. પરંતુ કેવી
રીતે ફરે છે? આ કોઈને ખબર જ નથી. નામ પણ લખેલાં છે - સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ
પછી સંગમયુગ. પરંતુ મનુષ્યોએ સમજી લીધું છે - યુગે-યુગે આવે છે. સતયુગ-ત્રેતા નો પણ
સંગમ હોય છે. પરંતુ તે સંગમ નું કોઇ મહત્ત્વ નથી. ત્યાં તો કંઈ થતું નથી. આ વાતો તમે
જાણો છો - સતયુગી સૂર્યવંશીઓએ પછી ચંદ્રવંશીઓને રાજ્ય કેવી રીતે આપ્યું? એવું નથી
કે ચંદ્રવંશીઓએ સૂર્યવંશીઓ ઉપર જીત મેળવી. ના, જે ચંદ્રવંશી નાં રાજા થાય છે તો
સૂર્યવંશી રાજા-રાણી તેમને રાજ્ય-ભાગ્ય નું તિલક આપી તખ્ત પર બેસાડે છે. રાજા રામ,
રાણી સીતા નું ટાઈટલ (શીર્ષક) મળે છે. કોણે આપ્યું? કહેશે સૂર્યવંશીઓએ ટ્રાન્સફર
કર્યું, હવે તમે રાજ્ય કરો. જે દૃશ્યો આપ બાળકોએ સાક્ષાત્કાર માં જોયાં છે. બાકી
કોઈ લડાઈ વગેરે નથી થતી. જેવી રીતે કોઈને રાજાઈ અપાય છે, એવી રીતે આપે છે. તેમનાં
પગ વગેરે ધોઈ ને તેમને રાજ્ય-તિલક આપે છે. ત્યાં કોઈ ગુરુ-ગુસાઈ તો હોતાં નથી. હવે
આપ બાળકોની બુદ્ધિમાં છે આપણે દૈવી-સ્વભાવ વાળા બનીએ છીએ. સૂર્યવંશી, ચંદ્રવંશી
રાજ્ય માં આપણે કેટલાં સુખી હોઈશું. બાબા આપણને દુઃખ થી કાઢી સુખ માં લઈ જાય છે બીજા
કોઈ સુખી બનાવી ન શકે. સાધૂ લોકો સ્વયં પણ ઈચ્છે છે - અમે શાંતિધામ માં જઈએ. બાપ કહે
છે - હું આ સાધૂઓ વગેરેનો પણ ઉદ્ધાર કરી બધાને શાંતિધામ માં લઇ જાઉં છું. સંન્યાસી
તો આવે જ દ્વાપર માં છે. સ્વર્ગમાં આપણે દેવતાઓ જ રહીએ છીએ. ત્યાં પણ વિભાગ અલગ-અલગ
છે. સૂર્યવંશીઓનો અલગ, ચંદ્રવંશીઓનો અલગ પછી ત્યારબાદ ઈસ્લામી, બૌદ્ધિ, સંન્યાસી
વગેરે જે પણ આવે છે, બધાનો વિભાગ અલગ-અલગ બનેલ છે. જ્યારે આપણે રાજ્ય કરતાં હતાં તો
બીજા કોઈ હતાં નહીં. મૂળવતન માં પણ એવી માળા નંબરવાર બનેલી છે. આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ વાળાનો છે પહેલો સંપ્રદાય. પછી બીજો સંપ્રદાય નીકળે છે. આ સંપ્રદાય છે મોટામાં
મોટો અને બીજા જે ધર્મ સ્થાપક આવે છે - બધાં એમાંથી નીકળેલાં છે. તમે કહેશો
ઈસ્લામીઓનો છે સેકન્ડ નંબર સંપ્રદાય. પછી બૌદ્ધિઓનો સંપ્રદાય થર્ડ નંબર. આપણે છીએ
ફર્સ્ટ બાકી હદ નાં બીજા નાનાં-નાનાં તો લાખો હશે. અહીં તો મુખ્ય છે ૪ સંપ્રદાય.
પહેલાં-પહેલાં આપણે આવીએ છીએ પછી ઈસ્લામી, બૌદ્ધિ, ક્રિશ્ચિન વગેરે આવે છે. હમણાં
આપણે નીચે પડી ગયાં છીએ. આપણે જ ૮૪ જન્મ લઇ પાર્ટ ભજવવો પડે છે. જે હમણાં અંત માં
છે, તે જ પછી પહેલાં હશે. દેવી-દેવતાઓ હવે પતિત હોવાનાં કારણે પોતાને દેવી-દેવતા કહી
નથી શકતાં. દેવતાઓને તો પૂજે છે એનાંથી સિદ્ધ છે - તેમનાં સંપ્રદાય નાં છે. સિક્ખ
લોકો ગુરુનાનક ને માને છે, તેમનાં સંપ્રદાય નાં છે. સતયુગ માં પહેલો નંબર આપણો
સંપ્રદાય છે. તેનાથી ઊંચ સંપ્રદાય કોઈ હોતો નથી. આપણે ઊંચે થી ઊંચ સંપ્રદાય વાળા
છીએ. આપણે સૌથી વધારે સુખ ભોગવીએ છીએ, પછી તે જ કંગાળ બને છે. સૌથી વધારે દુઃખી આ
છે. કર્જો પણ આ લેતા રહે છે. કેટલાં સાહૂકાર હતાં, હવે કેટલાં ગરીબ છે. બધું જ
ગુમાવી બેઠાં છે. આ છે જ દુઃખધામ. હવે બાપ ફરી તમને સુખધામ નાં માલિક બનાવે છે. બાકી
બધાં ચાલ્યાં જશે શાંતિધામ. અડધોકલ્પ તમે સુખ ભોગવો છો, બાકી બધાં શાંતિ માં રહે
છે. ઈચ્છે પણ છે - અમે મુક્તિ માં જઈએ. સુખ ને કાગ વિષ્ટા સમાન સમજે છે. તેમને
સુખધામ નો અનુભવ જ નથી. તમને અનુભવ છે. મહિમા પણ ગાય છે પરંતુ પતિત હોવાનાં કારણે
ભૂલી ગયાં છે. હવે બાપ યાદ અપાવે છે - હે ભારતવાસી, તમે દેવી-દેવતા ધર્મ નાં છો.
દ્વાપર થી નામ બદલી કરી દીધું છે. દેવતા ધર્મ વાળા જ પતિત બની ગયાં. ગાતા પણ રહે છે
હે પતિત-પાવન, આવો. બાપે બતાવ્યું છે - તમે કેટલાં જન્મ પાવન દુનિયામાં હતાં. કેટલાં
જન્મ પતિત દુનિયામાં છો. હવે ફરી પાવન દુનિયામાં જવાનું છે. આ પાઠશાળાઓ ની પાઠશાળા
છે, યજ્ઞ નો યજ્ઞ છે. આખી જૂની દુનિયા આમાં ખતમ થવાની છે. હોળિકા પ્રગટાવે છે, આ બધા
પર્વ હમણાનાં છે. આત્મા ચાલ્યો જશે, બાકી શરીર ખતમ થઇ જશે. આ નોલેજ કોઈ સંન્યાસી
વગેરે આપી ન શકે. ગીતા માં કંઈક છે પરંતુ લોટ માં લૂણ (મીઠું) જ્ઞાન પ્રાયઃલોપ થઈ
જાય છે. શિવબાબા કહે છે - મેં આ યજ્ઞ રચ્યો છે, આમાં તન-મન-ધન બધું સ્વાહા કરો છો,
જીવતે જીવ મરો છો. આ જ્ઞાન તમને હમણાં મળી રહ્યું છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને
ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સુખધામ માં
જવાનાં માટે પોતાનો દૈવી સ્વભાવ બનાવવાનો છે. ડ્રામા નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય ને
બુદ્ધિ માં રાખી હર્ષિત રહેવાનું છે. બધાને આ જ રહસ્ય સમજાવવાનું છે.
2. સ્વરાજ્ય લેવાનાં
માટે આ બેહદ યજ્ઞ માં જીવતે જીવ પોતાનું તન-મન-ધન સ્વાહા કરવાનું છે. બધું જ નવી
દુનિયા માટે ટ્રાન્સફર (બદલી) કરી લેવાનું છે.
વરદાન :-
પોતાનાં મસ્તક
દ્વારા ત્રીજા નેત્ર નો સાક્ષાત્કાર કરાવવા વાળા સાચાં યોગી ભવ
યાદગાર માં યોગી નાં
મસ્તક પર ત્રીજું નેત્ર દેખાડે છે. આપ સાચાં યોગી બાળકો પણ પોતાનાં મસ્તક દ્વારા
ત્રીજા નેત્ર નો સાક્ષાત્કાર કરાવવા માટે સદા બુદ્ધિ દ્વારા એક બાપ નાં સંગ માં રહો.
એક બાપ બીજા અમે, ત્રીજું ન કોઈ, જ્યારે એવી સ્થિતિ હશે ત્યારે ત્રીજા નેત્ર નો
સાક્ષાત્કાર થશે. જો બુદ્ધિ માં કોઈ ત્રીજું આવી ગયું તો પછી ત્રીજું નેત્ર બંધ થઈ
જશે એટલે સદૈવ ત્રીજું નેત્ર ખુલ્લું રહે - એના માટે યાદ રાખવાનું કે ત્રીજું કોઈ ન
હોય.
સ્લોગન :-
પ્રશ્નચિત્ત
બનવું અર્થાત્ પરેશાન થવું અને પરેશાન કરવું.
આ અવ્યક્ત ઇશારા - સદા
હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .
જે જેવું કર્મ કરે છે
તેવું એમનું નામ પણ પડે છે. કર્મ જો શ્રેષ્ઠ છે તો નામ પડશે શ્રેષ્ઠમણી. શ્રેષ્ઠમણી
બનવા માટે મન, વાણી, કર્મ માં સરળતા અને સહનશીલતા આ બંને ગુણ આવશ્યક છે. જો સરળતા
છે તો પણ શ્રેષ્ઠ નથી એટલે સરળતા અને સહનશીલતા બંને સાથે-સાથે જોઈએ.