23-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે સમય પર પોતાનાં ઘરે પાછું જવાનું છે એટલે યાદ ની રફતાર ( ગતિ ) ને વધારો , આ દુઃખધામ ને ભૂલી શાંતિધામ અને સુખધામ ને યાદ કરો”

પ્રશ્ન :-
કયું એક ગુહ્ય રહસ્ય તમે મનુષ્ય ને સંભળાવો તો એમની બુદ્ધિ માં હલચલ મચી જશે?

ઉત્તર :-
એમને ગુહ્ય રહસ્ય સંભળાવો કે આત્મા આટલો નાનો બિંદુ છે, એમાં ફોર એવર (હંમેશા નો) પાર્ટ ભરાયેલો છે, જે પાર્ટ ભજવતો જ રહે છે. ક્યારેય થાકતો નથી. મોક્ષ કોઈને મળી નથી શકતો. મનુષ્ય ખૂબ દુઃખ જોઈને કહે છે મોક્ષ મળે તો સારું છે, પરંતુ અવિનાશી આત્મા પાર્ટ ભજવ્યા વગર રહી નથી શકતો. આ વાત ને સાંભળીને એમની અંદર હલચલ મચી જશે.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો ને બાપ સમજાવે છે, અહીં તો છે રુહાની બાળકો. બાપ રોજ-રોજ સમજાવે છે બરોબર આ દુનિયામાં ગરીબો ને કેટલું દુઃખ છે? હમણાં આ ફ્લડ્સ વગેરે થાય છે તો ગરીબો ને દુઃખ થાય છે, એમનાં સામાન વગેરે નો શું હાલ થઈ જાય છે. દુઃખ તો થાય છે ને? અપાર દુઃખ છે. સાહૂકારો ને સુખ છે પરંતુ તે પણ અલ્પકાળ માટે. સાહૂકાર પણ બીમાર પડે છે, મૃત્યુ પણ ખૂબ થાય છે-આજે ફલાણા મર્યા, આજે આ થયું. આજે પ્રેસિડેન્ટ છે, કાલે ગાદી છોડવી પડે છે. ઘેરાવો કરી એમને ઉતારી દે છે. આ પણ દુઃખ થાય છે. બાબાએ કહ્યું છે દુઃખો નું પણ લિસ્ટ કાઢો, કયા-કયા પ્રકાર નાં દુઃખ છે-આ દુઃખધામ માં. આપ બાળકો સુખધામ ને પણ જાણો છો, દુનિયા કંઈ પણ નથી જાણતી. દુઃખધામ-સુખધામ ની તુલના તે નથી કરી શકતાં. બાપ કહે છે તમે બધું જાણો છો, આ માનશો કે બરોબર સાચ્ચું કહે છે. અહીં જેમને મોટાં-મોટાં મકાન છે, એરોપ્લેન વગેરે છે, તે સમજે છે કળિયુગ હજી ૪૦ હજાર વર્ષ ચાલવાનો છે. પછી સતયુગ આવશે. ઘોર અંધારા માં છે ને? હવે એમને નજીક લઈ આવવાના છે. બાકી થોડો સમય છે. ક્યાં લાખો વર્ષ કહે છે? ક્યાં તમે પ હજાર વર્ષ સિદ્ધ કરી બતાવો છો? આ ૫ હજાર વર્ષ પછી ચક્ર રિપીટ થાય છે. ડ્રામા કોઈ લાખો વર્ષ નો થોડી હશે? તમે સમજી ગયા છો જે કંઈ થાય છે તે ૫ હજાર વર્ષ માં થાય છે. તો અહીં દુઃખધામ માં બીમારીઓ વગેરે બધું થાય છે. તમે તો મુખ્ય થોડી વાતો લખી દો. સ્વર્ગ માં દુઃખ નું નામ પણ નથી. હમણાં બાપ સમજાવે છે મોત સામે છે, આ એ જ ગીતા નો એપિસોડ ચાલી રહ્યો છે. જરુર સંગમ પર જ સતયુગ ની સ્થાપના થશે. બાપ કહે છે કે હું રાજાઓનાં રાજા બનાવું છું તો જરુર સતયુગ નાં બનાવશે ને? બાબા સારી રીતે સમજાવે છે.

હવે આપણે જઈએ છીએ સુખધામ. બાપે લઈ જવા પડે. જે નિરંતર યાદ કરે છે એ જ ઊંચ પદ મેળવશે, એનાં માટે બાબા યુક્તિઓ બતાવતા રહે છે. યાદ ની રફતાર વધારો. કુંભ નાં મેળા પર પણ સમય પર જવાનું હોય છે. તમારે પણ સમય પર જવાનું છે. એવું નથી કે જલ્દી-જલ્દી જઈને પહોંચશો. ના, આ જલ્દી-જલ્દી કરવાનું આપણા હાથ માં નથી. આ તો છે જ ડ્રામા ની નોંધ. મહિમા બધી ડ્રામા ની છે. અહીં કેટલાં જીવજંતુ વગેરે દુઃખ આપવા વાળા છે. સતયુગ માં આ હોતા નથી. અંદર વિચાર કરવો જોઈએ - ત્યાં આ-આ હશે. તો યાદ આવે છે ને? સતયુગ ની સ્થાપના બાપ કરે છે. અંત માં પૂરું નટશેલ (સાર) માં જ્ઞાન બુદ્ધિ માં આવી જાય છે. જેવી રીતે બીજ કેટલું નાનું, ઝાડ કેટલું મોટું છે? તે તો છે જડ વસ્તુ, આ છે ચૈતન્ય. આની કોઈને ખબર નથી, કલ્પ ની આયુ લાંબી-લાંબી કરી દીધી છે. ભારત જ ખૂબ સુખ મેળવે છે તો દુઃખ પણ ભારત જ મેળવે છે. બીમારીઓ વગેરે પણ ભારત માં વધારે છે. અહીં મચ્છરો સદૃશ્ય મનુષ્ય મરે છે કારણ કે આયુ નાની છે. અહીં ના સફાઈ કરવાવાળા અને વિદેશ નાં સફાઈ કરવા વાળા માં કેટલો ફરક છે? વિદેશ થી બધી ઇન્વેન્શન (શોધ) અહીં આવે છે. સતયુગ નું નામ જ પેરેડાઇઝ છે. ત્યાં બધાં સતોપ્રધાન છે. તમને બધાં સાક્ષાત્કાર થશે. આ છે હમણાં સંગમયુગ જ્યારે કે બાપ બેસી સમજાવે છે, સમજાવતા રહેશે, નવી-નવી વાતો સંભળાવતા રહેશે. બાપ કહે છે દિવસે-દિવસે ગુહ્ય-ગુહ્ય વાતો સંભળાવું છું. પહેલાં થોડી ખબર હતી, બાબા આટલાં બિંદુ છે, એમનામાં પૂરો પાર્ટ ભરાયેલો છે ફોર એવર. તમે પાર્ટ ભજવતા આવ્યા છો, તમે કોઈને પણ બતાવો તો બુદ્ધિ માં કેટલી હલચલ થઈ જશે કે આ શું કહે છે? એટલાં નાના બિંદુ માં બધો પાર્ટ ભરાયેલો છે, જે ભજવતા જ રહે, ક્યારેય થાકતા નથી! કોઈને પણ ખબર નથી. હવે આપ બાળકો ને સમજ પડતી જાય છે કે અડધોકલ્પ છે સુખ, અડધોકલ્પ છે દુઃખ. ખૂબ દુઃખ જોઈને જ મનુષ્ય કહે છે-આનાં કરતાં તો મોક્ષ મેળવી લઈએ. જ્યારે તમે સુખ માં, શાંતિ માં હશો, ત્યાં થોડી એવું કહેશે? આ બધી નોલેજ હમણાં તમારી બુદ્ધિ માં છે. જેવી રીતે બાપ બીજ હોવાનાં કારણે એમની પાસે પૂરાં ઝાડ ની નોલેજ છે. ઝાડ નું મોડેલ રુપ દેખાડ્યું છે. મોટું થોડી દેખાડી શકે? બુદ્ધિમાં પૂરી નોલેજ આવી જાય છે. તો આપ બાળકોની કેટલી વિશાળ બુદ્ધિ હોવી જોઈએ? કેટલું સમજાવવું પડે છે? ફલાણા-ફલાણા આટલાં સમય પછી ફરી આવે છે પાર્ટ ભજવવા, આ કેટલો મોટો વિશાળ ડ્રામા છે? આ આખો ડ્રામા તો ક્યારેય કોઈ જોઈ પણ ન શકે. અસંભવ છે. દિવ્ય દૃષ્ટિ થી તો સારી વસ્તુ જોવાય છે. ગણેશ, હનુમાન આ બધાં છે ભક્તિમાર્ગ નાં. પરંતુ મનુષ્ય ની ભાવના બેસેલી છે તો છોડી નથી શકતાં. હમણાં આપ બાળકોએ પુરુષાર્થ કરવાનો છે, કલ્પ પહેલાં ની જેમ પદ મેળવવા માટે ભણવાનું છે. તમે જાણો છો પુનર્જન્મ તો દરેકે લેવાનો જ છે. સીડી કેવી રીતે ઉતરો છો, આ તો બાળકો જાણી ગયા છો. જે સ્વયં જાણે છે તે બીજાઓને પણ સમજાવવા લાગી પડશે. કલ્પ પહેલાં પણ આ જ કર્યુ હશે. આવી રીતે જ મ્યુઝિયમ બનાવીને કલ્પ પહેલાં પણ બાળકોને શીખવાડ્યું હશે. પુરુષાર્થ કરતા રહે છે, કરતા રહેશે. ડ્રામા માં નોંધ છે. આમ તો અનેક થઈ જશે. ગલી-ગલી, ઘર-ઘર માં આ સ્કૂલ હશે. છે ફક્ત ધારણા કરવાની વાત. બોલો, તમારા બે બાપ છે. મોટા કોણ થયાં? એમને જ પોકારો છો રહેમ કરો. કૃપા કરો. બાપ કહે છે માંગવાથી કંઈ પણ નથી મળતું. મેં તો રસ્તો બતાવી દીધો છે. હું આવું જ છું રસ્તો બતાવવાં. આખું ઝાડ તમારી બુદ્ધિમાં છે.

બાપ કેટલી મહેનત કરતા રહે છે. બાકી ખૂબ થોડો સમય બચ્યો છે. મને સર્વિસેબલ બાળકો જોઈએ. ઘર-ઘર માં ગીતા પાઠશાળા જોઈએ. બીજા ચિત્ર વગેરે ન રાખો ફક્ત બહાર લખી દો. ચિત્ર તો આ બેજ જ બસ છે. અંત માં આ બેજ જ તમને કામ માં આવશે. ઈશારા ની વાત છે. ખબર પડી જાય છે કે બેહદનાં બાપ જરુર સ્વર્ગ જ રચશે. તો બાપ ને યાદ કરશો ત્યારે તો સ્વર્ગ માં જશો ને. આ તો સમજો છો આપણે પતિત છીએ, યાદ થી જ પાવન બનીશું બીજો કોઈ ઉપાય નથી. સ્વર્ગ છે પાવન દુનિયા, સ્વર્ગ નાં માલિક બનવું છે તો પાવન જરુર બનવાનું છે. સ્વર્ગ માં જવા વાળા પછી નર્ક માં ગોથા કેવી રીતે ખાશે? એટલે કહેવાય છે મનમનાભવ. બેહદ નાં બાપ ને યાદ કરો તો અંત મતી સો ગતિ થશે. સ્વર્ગ માં જવા વાળા વિકાર માં થોડી જશે? ભક્ત લોકો એટલાં વિકાર માં નથી જતાં. સંન્યાસી પણ એવું નહીં કહેશે પવિત્ર બનો કારણ કે સ્વયં જ લગ્ન કરાવે છે. તે ગૃહસ્થીઓને કહેશે - મહિના-મહિના માં વિકાર માં જાઓ. બ્રહ્મચારીઓને એવું નહીં કહેશે કે તમારે લગ્ન નથી કરવાનાં. તમારી પાસે ગંધર્વ વિવાહ કરે છે છતાં પણ બીજા દિવસે ખેલ ખલાસ કરી દે છે. માયા ખૂબ કશિશ કરે છે. તો પણ પવિત્ર બનવાનો પુરુષાર્થ આ સમયે જ થાય છે, પછી છે પ્રારબ્ધ. ત્યાં તો રાવણ રાજ્ય જ નથી. ક્રિમિનલ વિચાર જ નથી હોતાં. ક્રિમિનલ રાવણ બનાવે છે. સિવિલ શિવબાબા બનાવે છે. આ પણ યાદ કરવાનું છે. ઘર-ઘર માં ક્લાસ થશે તો બધાં સમજાવવા વાળા બની જશે. ઘર-ઘર માં ગીતા પાઠશાળા બનાવી ઘરવાળા ને સુધારવાના છે. આવી રીતે વૃદ્ધિ થતી રહેશે. સાધારણ અને ગરીબ, તે જાણે કે હમજીન્સ થયાં. મોટાં-મોટાં વ્યક્તિઓ ને નાનાં-નાનાં વ્યક્તિઓનાં સત્સંગ માં આવવામાં પણ શરમ આવશે કારણ કે સાંભળ્યું છે ને જાદુ છે, ભાઈ-બહેન બનાવે છે. અરે, આ તો સારું છે ને? ગૃહસ્થી માં કેટલી ઝંઝટ થાય છે? પછી કેટલા દુઃખી થાય છે? આ છે જ દુઃખ ની દુનિયા. અપાર દુઃખ છે પછી ત્યાં સુખ પણ અપાર હશે. તમે કોશિશ કરો લિસ્ટ બનાવવાની. ૨૫-૩૦ મુખ્ય-મુખ્ય દુઃખ ની વાતો કાઢો.

બેહદનાં બાપ પાસે થી વારસો મેળવવા માટે કેટલો પુરુષાર્થ કરવો જોઈએ. બાપ આ રથ દ્વારા આપણને સમજાવે છે, આ દાદા પણ સ્ટુડન્ટ છે. દેહધારી બધાં સ્ટુડન્ટ છે. ટીચર ભણાવવા વાળા છે વિદેહી. તમારે પણ વિદેહી બનવાનું છે એટલે બાપ કહે છે શરીર નું ભાન છોડતા જાઓ. આ મકાન વગેરે કંઈ પણ નહીં રહેશે. ત્યાં બધું નવું મળવાનું છે, અંત માં તમને ખૂબ સાક્ષાત્કાર થશે. આ તો જાણો છો એ તરફ વિનાશ ખૂબ થઈ જશે, એટોમિક બોમ્બ્સ થી. અહીં માટે છે લોહી ની નદીઓ, આમાં સમય લાગે છે. અહીં નું મોત ખૂબ ખરાબ છે. આ અવિનાશી ખંડ છે, નક્શા માં જોશો હિન્દુસ્તાન તો એક જાણે કે ખૂણો છે. ડ્રામા અનુસાર અહીં એની અસર આવતી જ નથી. અહીં લોહી ની નદીઓ વહે છે. હમણાં તૈયારીઓ કરી રહ્યા છે. બની શકે છે અંત માં એમને બોમ્બ્સ પણ લોન માં આપશે. બાકી તે બોમ્બ્સ જે ફેંકવાથી જ દુનિયા ખતમ થઈ જાય, તે થોડી લોન પર દેશે? નીચી ક્વોલિટી નાં આપશે. કામની વસ્તુ થોડી કોઈને અપાય છે? વિનાશ તો કલ્પ પહેલાં ની જેમ થઈ જ જવાનો છે. નવી વાત નથી. અનેક ધર્મ વિનાશ, એક ધર્મ ની સ્થાપના. ભારત ખંડ નો ક્યારેય વિનાશ નથી થતો. થોડા તો બચવાના જ છે. બધાં મરી જાય પછી તો પ્રલય થઈ જાય. દિવસે-દિવસે તમારી બુદ્ધિ વિશાળ થતી જશે. તમને ખૂબ રિગાર્ડ મળશે. હમણાં એટલો રિગાર્ડ થોડી છે? ત્યારે તો ઓછા પાસ થાય છે. બુદ્ધિમાં આવતું નથી, કેટલી સજાઓ ખાવી પડશે, પછી આવશે પણ મોડે થી. નીચે પડે (વિકાર માં જાય) છે તો પછી કરેલી કમાણી ચટ થઈ જાય છે. કાળા નાં કાળા બની જશે. પછી તે ઉભા થઈ ન શકે. કેટલાં જાય છે, કેટલા જવા વાળા પણ છે. સ્વયં પણ સમજી શકે છે આ હાલત માં શરીર છૂટી જાય તો અમારી શું ગતિ થશે? સમજની વાત છે ને? બાપ કહે છે આપ બાળકો છો શાંતિ સ્થાપન કરવાવાળા, તમારા માં જ અશાંતિ હશે તો પદ ભ્રષ્ટ થઈ જશે. કોઈ ને પણ દુઃખ આપવાની જરુર નથી. બાપ કેટલાં પ્રેમ થી બધાને બાળકો-બાળકો કહીને વાત કરે છે. બેહદ નાં બાપ છે ને? આખી દુનિયાની એમનામાં નોલેજ છે ત્યારે તો સમજાવે છે. આ દુનિયા માં કેટલાં પ્રકારનાં દુઃખ છે. અનેક દુઃખ ની વાતો તમે લખી શકો છો. જ્યારે તમે આ સિદ્ધ કરી બતાવશો તો સમજશે કે આ વાત તો બિલકુલ ઠીક છે. આ અપાર દુઃખ તો એક બાપ સિવાય બીજા કોઈ દૂર કરી ન શકે. દુઃખો ની લિસ્ટ હશે તો કંઈ ને કંઈ બુદ્ધિ માં બેસશે. બાકી તો સાંભળ્યું ન સાંભળ્યું કરી દેશે, એના માટે જ ગવાય છે, રીઢ (બકરી) કયા જાને સાજ સે… બાપ સમજાવે છે આપ બાળકોએ એવાં ગુલ-ગુલ બનવાનું છે. કોઈ અશાંતિ, ગંદગી ન હોવી જોઈએ. અશાંતિ ફેલાવવા વાળા દેહ-અભિમાની થયાં, એનાથી દૂર રહેવાનું છે. અડવાનું પણ નથી. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જેવી રીતે ભણાવવા વાળા ટીચર વિદેહી છે, એમને દેહ નું ભાન નથી, એવી રીતે વિદેહી બનવાનું છે. શરીર નું ભાન છોડતા જવાનું છે. ક્રિમિનલ આંખ ની બદલે સિવિલ આંખ બનાવવાની છે.

2. પોતાની બુદ્ધિને વિશાળ બનાવવાની છે. સજાઓથી છૂટવા માટે બાપ નો તથા ભણતર નો રિગાર્ડ રાખવાનો છે. ક્યારેય પણ દુઃખ નથી આપવાનું. અશાંતિ નથી ફેલાવવાની.

વરદાન :-
બ્રાહ્મણ જીવન નાં નેચરલ નેચર દ્વારા પથ્થર ને પણ પાણી બનાવવા વાળા માસ્ટર પ્રેમ નાં સાગર ભવ

જેવી રીતે દુનિયાવાળા કહે છે કે પ્રેમ પથ્થર ને પણ પાણી કરી દે છે, એવી રીતે આપ બ્રાહ્મણો નો નેચરલ નેચર માસ્ટર પ્રેમ નાં સાગર છે. તમારી પાસે આત્મિક પ્રેમ, પરમાત્મ-પ્રેમ ની એવી શક્તિ છે, જેનાથી ભિન્ન-ભિન્ન નેચર ને પરિવર્તન કરી શકો છો. જેવી રીતે પ્રેમ નાં સાગરે પોતાનાં પ્રેમ સ્વરુપ ની અનાદિ નેચર થી આપ બાળકો ને પોતાનાં બનાવી લીધાં. એવી રીતે આપ પણ માસ્ટર પ્રેમ નાં સાગર બની વિશ્વનાં આત્માઓ ને સાચ્ચો, નિઃસ્વાર્થ, આત્મિક પ્રેમ આપો તો એમની નેચર પરિવર્તન થઈ જશે.

સ્લોગન :-
પોતાની વિશેષતાઓ ને સ્મૃતિ માં રાખી એમને સેવા માં લગાવો તો ઉડતી કળા માં ઉડતા રહેશો.