23-09-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - અંદર દિવસ - રાત બાબા
- બાબા ચાલતું રહે તો અપાર ખુશી રહેશે , બુદ્ધિ માં રહેશે - બાબા આપણને કુબેર નો
ખજાનો આપવા આવ્યાં છે”
પ્રશ્ન :-
બાબા કયા બાળકો ને ઈમાનદાર ફૂલ કહે છે? તેમની નિશાની સંભળાવો.
ઉત્તર :-
ઈમાનદાર ફૂલ તે છે જે ક્યારેય પણ માયા ને વશ નથી થતાં. માયા ની ખિટપિટ માં નથી આવતાં.
એવાં ઈમાનદાર ફૂલ છેલ્લે આવીને પણ ફાસ્ટ જવાનો પુરુષાર્થ કરે છે. તે જૂનાઓ કરતાં પણ
આગળ જવાનું લક્ષ રાખે છે. પોતાનાં અવગુણો ને કાઢવાનાં પુરુષાર્થ માં રહે છે. બીજા
નાં અવગુણો ને નથી જોતાં.
ઓમ શાંતિ!
શિવભગવાનુવાચ.
એ થયા રુહાની બાપ કારણ કે શિવ તો સુપ્રીમ રુહ છે ને, આત્મા છે ને? બાપ તો રોજ-રોજ
નવી-નવી વાતો સમજાવતા રહે છે. ગીતા સંભળાવવા વાળા સંન્યાસી વગેરે ખૂબ છે. તે બાપ ને
યાદ કરી ન શકે. ‘બાબા’ શબ્દ ક્યારેય એમનાં મુખ થી નીકળી ન શકે. આ શબ્દ છે જ ગૃહસ્થ
માર્ગ વાળા માટે. તે તો છે નિવૃત્તિ માર્ગ વાળા. તે બ્રહ્મ ને જ યાદ કરે છે. મુખ થી
ક્યારેય શિવબાબા નહીં કહેવાશે. ભલે તમે તપાસ કરો. સમજો, મોટા-મોટા વિદ્વાન, સંન્યાસી
ચિન્મિયાનંદ વગેરે ગીતા સંભળાવે છે, એવું નથી કે તે ગીતા નાં ભગવાન શ્રીકૃષ્ણ ને
સમજી તેમની સાથે યોગ લગાવી શકે છે. ના. તે તો છતાં પણ બ્રહ્મ ની સાથે યોગ લગાવવા
વાળા બ્રહ્મ-જ્ઞાની અથવા તત્વ-જ્ઞાની છે. શ્રીકૃષ્ણને ક્યારેય કોઈ બાબા કહે, એ બની
ન શકે. તો શ્રીકૃષ્ણ, ગીતા સંભળાવવા વાળા બાબા તો ન થયાં ને? શિવ ને બધાં બાબા કહે
છે કારણ કે એ સર્વ આત્માઓનાં બાપ છે. સર્વ આત્માઓ એમને પોકારે છે - પરમપિતા પરમાત્મા.
એ છે સુપ્રીમ, પરમ છે કારણ કે પરમધામ માં રહેવા વાળા છે. તમે પણ બધાં પરમધામ માં રહો
છો, પરંતુ એમને પરમ આત્મા કહે છે. એ ક્યારેય પુનર્જન્મ માં નથી આવતાં. સ્વયં કહે છે
મારો જન્મ દિવ્ય અને અલૌકિક છે. આ રીતે કોઈ રથ માં પ્રવેશ કરી તમને વિશ્વ નાં માલિક
બનવાની યુક્તિ બતાવે, એ બીજું કોઈ હોઈ ન શકે. ત્યારે બાપ કહે છે - હું જે છું, જેવો
છું, મને કોઈ પણ નથી જાણતું. હું જ્યારે સ્વયં નો પરિચય આપું ત્યારે જાણી શકે છે. આ
બ્રહ્મ ને અથવા તત્વો ને માનવાવાળા, શ્રીકૃષ્ણ ને પછી પોતાનાં બાપ કેવી રીતે માનશે?
આત્માઓ તો બધાં બાળકો થયાં ને? શ્રીકૃષ્ણ ને બધાં પિતા કેવી રીતે કહેશે? એવું થોડી
કહશે કે કૃષ્ણ બધાનાં બાપ છે? આપણે બધાં બ્રધર્સ (ભાઈઓ) છીએ. એવું પણ નથી શ્રીકૃષ્ણ
સર્વવ્યાપી છે. બધાં શ્રીકૃષ્ણ થોડી બની શકે છે? જો બધાં શ્રીકૃષ્ણ હોય તો એમનાં પણ
બાપ જોઈએ. મનુષ્ય ખૂબ ભૂલેલા છે. નથી જાણતા એટલે તો કહે છે મને કોટો માં કોઈ જાણે
છે. શ્રીકૃષ્ણ ને તો કોઈ પણ જાણી લેશે. બધાં વિદેશ વાળા પણ એમને જાણે છે. લોર્ડ
કૃષ્ણ કહે છે ને? ચિત્ર પણ છે, અસલી ચિત્ર તો નથી. ભારતવાસીઓ દ્વારા સાંભળે છે, એમની
પૂજા ખૂબ થાય છે તો પછી ગીતા માં આ લખી દીધું છે - શ્રીકૃષ્ણ ભગવાન. હવે ભગવાન ને
ભલા લોર્ડ કહેવાય શું? લોર્ડ કૃષ્ણ કહે છે ને? લોર્ડ નું ટાઈટલ હકીકત માં મોટા
વ્યક્તિઓને મળે છે. તે તો બધાને આપતા રહે છે, આને કહેવાય છે અંધેર નગરી… કોઈ પણ
પતિત મનુષ્ય ને લોર્ડ કહી દે છે. ક્યાં આ આજ નાં પતિત મનુષ્ય, ક્યાં શિવ તથા
શ્રીકૃષ્ણ? બાપ કહે છે જે તમને જ્ઞાન આપું છું તે પછી ગુમ થઈ જાય છે. હું જ આવીને
નવી દુનિયા સ્થાપન કરું છું. જ્ઞાન પણ હું હમણાં જ આપું છું. હું જ્યારે જ્ઞાન આપું
ત્યારે જ બાળકો સાંભળે. મારા વગર કોઈ સંભળાવી ન શકે. જાણતા જ નથી.
શું સંન્યાસી શિવબાબા
ને યાદ કરી શકે છે? તે કહી પણ નથી શકતા કે નિરાકાર ભગવાન ને યાદ કરો. ક્યારેય
સાંભળ્યું છે? ખૂબ ભણેલા-ગણેલા મનુષ્ય પણ સમજતા નથી. હવે બાપ સમજાવે છે શ્રીકૃષ્ણ
ભગવાન નથી. મનુષ્ય તો એમને જ ભગવાન કહેતા રહે છે. કેટલો ફરક પડી ગયો છે! બાપ તો
બાળકોને બેસીને ભણાવે છે. એ બાપ, શિક્ષક, ગુરુ પણ છે. શિવબાબા બધાને બેસીને સમજાવે
છે. ન સમજવાનાં કારણે ત્રિમૂર્તિ માં શિવ રાખતા જ નથી. બ્રહ્મા ને રાખે છે, જેમને
પ્રજાપિતા બ્રહ્મા કહે છે. પ્રજા ને રચવાવાળા. પરંતુ એમને ભગવાન નહીં કહેવાશે.
ભગવાન પ્રજા નથી રચતા. ભગવાન નાં તો બધાં આત્માઓ બાળકો છે. પછી કોઈ દ્વારા પ્રજા રચે
છે. તમને કોણે એડોપ્ટ કર્યાં? બ્રહ્મા દ્વારા બાપે એડોપ્ટ કર્યાં. બ્રાહ્મણ જ્યારે
બનશે ત્યારે જ તો દેવતા બનશે. આ વાત તો તમે ક્યારેય સાંભળી નથી. પ્રજાપિતા નો પણ
જરુર પાર્ટ છે. એક્ટ (કર્મ) જોઈએ ને? આટલી પ્રજા ક્યાંથી આવશે? કુખ વંશાવલી પણ તો
બની ન શકે. તે કુખ વંશાવલી બ્રાહ્મણ કહેવાશે - આપણી અટક છે બ્રાહ્મણ. નામ તો બધાનું
અલગ-અલગ છે. પ્રજાપિતા બ્રહ્મા તો કહેવાય જ ત્યારે છે જ્યારે શિવબાબા આમના માં
પ્રવેશ કરે છે. આ નવી વાતો છે. બાપ સ્વયં કહે છે - મને કોઈ જાણતા નથી, સૃષ્ટિ ચક્ર
ને પણ નથી જાણતાં. ત્યારે તો ઋષિ-મુનિ બધાં નેતી-નેતી કહી ગયા છે. નથી પરમાત્મા ને,
નથી પરમાત્મા ની રચના ને જાણતાં. બાપ કહે છે જ્યારે હું આવીને પોતાનો પરિચય આપું
ત્યારે જ જાણે. આ દેવતાઓ ને ત્યાં ખબર થોડી પડે છે-આપણે આ રાજ્ય કેવી રીતે પ્રાપ્ત
કર્યું? એમનામાં જ્ઞાન હોતું જ નથી. પદ પ્રાપ્ત કરી લીધું પછી જ્ઞાન ની આવશ્યકતા નથી.
જ્ઞાન જોઈએ જ સદ્દગતિ માટે. આ તો સદ્દગતિ મેળવેલા છે. આ ખૂબ સમજવાની ગુહ્ય વાતો છે.
સમજદાર જ સમજે. બાકી જે વૃદ્ધ-વૃદ્ધ માતાઓ છે, એમનામાં એટલી બુદ્ધિ તો નથી, તે પણ
ડ્રામા પ્લાન અનુસાર દરેક નો પોતાનો પાર્ટ છે. એવું તો નહીં કહેશે - હે ઈશ્વર,
બુદ્ધિ આપો. બધાને એક જેવી બુદ્ધિ હું આપું તો બધાં નારાયણ બની જશે. બધાં એક-બીજા
ની ઉપર ગાદી પર બેસશે શું? હા, મુખ્ય ઉદ્દેશ છે આ બનવાનો. બધાં પુરુષાર્થ કરી રહ્યા
છે નર થી નારાયણ બનવાનો. બનશે તો પુરુષાર્થ અનુસાર ને? જો બધાં હાથ ઉઠાવે - અમે
નારાયણ બનશું તો બાપ ને અંદર હસવું આવશે ને? બધાં એક જેવાં બની કેવી રીતે શકે?
નંબરવાર તો હોય છે ને? નારાયણ ધ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. જેમ એડવર્ડ ફર્સ્ટ, સેકન્ડ,
થર્ડ…. હોય છે ને? ભલે મુખ્ય ઉદ્દેશ એ જ છે, પરંતુ પોતે સમજી શકે છે ને - ચલન એવી
છે તો શું પદ મેળવશે? પુરુષાર્થ તો જરુર કરવાનો છે. બાબા નંબરવાર ફૂલ લઈ આવે છે,
નંબરવાર ફૂલ આપી પણ શકે છે પરંતુ એવું કરી ન શકે. ફંક થઈ જશે. બાબા જાણે છે, જોશે,
કોણ વધારે સર્વિસ કરી રહ્યા છે? આ સારું ફૂલ છે. પાછળ નંબરવાર તો હોય જ છે. ખૂબ જૂનાં
પણ બેઠાં છે પરંતુ એમાં નવાં-નવાં, મોટાં-મોટાં સારા ફૂલ છે. કહેશે આ નંબરવન
ઈમાનદાર ફૂલ છે, કોઈ ખિટપિટ, ઈર્ષા વગેરે આમનામાં નથી. ઘણાં માં કોઈ ન કોઈ ખામીઓ
જરુર છે. સંપૂર્ણ તો કોઈને કહી ન શકાય. સોળે કળા સંપૂર્ણ બનવા માટે ખૂબ મહેનત જોઈએ.
હમણાં કોઈ સંપૂર્ણ બની ન શકે. હમણાં તો સારા-સારા બાળકોમાં પણ ઈર્ષા ખૂબ છે. ખામીઓ
તો છે ને? બાપ જાણે છે બધાં કયા-કયા પ્રકાર નો પુરુષાર્થ કરી રહ્યા છે. દુનિયાવાળા
શું જાણે? તે તો કંઈ સમજતા નથી. ખૂબ થોડા સમજે છે. ગરીબ ઝટ સમજી જાય છે. બેહદ નાં
બાપ આવેલા છે ભણાવવાં. એ બાપ ને યાદ કરવાથી આપણા પાપ કપાઈ જશે. આપણે બાપ ની પાસે
આવ્યા છીએ, બાબા પાસે થી નવી દુનિયાનો વારસો જરુર મળશે. નંબરવાર તો હોય જ છે - ૧૦૦
થી લઈને એક નંબર સુધી પરંતુ બાપ ને જાણી લીધાં, થોડું પણ સાંભળ્યું તો સ્વર્ગ માં
જરુર આવશે. ૨૧ જન્મો માટે સ્વર્ગ માં આવવું કાંઈ ઓછું છે શું? એવું તો નથી, કોઈ મરે
છે તો કહેશે ૨૧ જન્મ માટે સ્વર્ગ માં ગયાં. સ્વર્ગ છે જ ક્યાં? કેટલી ગેરસમજ કરી
દીધી છે? મોટાં-મોટાં સારા લોકો પણ કહે છે ફલાણા સ્વર્ગ પધાર્યા. સ્વર્ગ કોને કહે
છે? અર્થ કંઈ પણ નથી સમજતાં. આ ફક્ત તમે જ જાણો છો. છો તમે પણ મનુષ્ય, પરંતુ તમે
બ્રાહ્મણ બન્યા છો. પોતાને બ્રાહ્મણ જ કહો છો. આપ બ્રાહ્મણો નાં એક બાપદાદા છે. તો
સંન્યાસીઓને પણ તમે પૂછી શકો છો કે આ જે મહાવાક્ય અથવા ભગવાનુવાચ છે કે દેહ સહિત
દેહનાં બધાં ધર્મ છોડી મામેકમ્ યાદ કરો - શું આ શ્રીકૃષ્ણ કહે છે મામેકમ્ યાદ કરો?
તમે શ્રીકૃષ્ણ ને યાદ કરો છો શું? ક્યારેય હા નહીં કહેશે. ત્યાં જ પ્રસિદ્ધ થઈ જશે.
પરંતુ બિચારી અબળાઓ જાય છે, તે શું જાણે. તે પોતાનાં અનુયાયીઓની આગળ ક્રોધિત થઈ જાય
છે. દુર્વાષા નું નામ પણ છે ને? એમનામાં અહંકાર ખૂબ હોય છે. અનુયાયીઓ છે અસંખ્ય.
ભક્તિનું રાજ્ય છે ને? તેમને પૂછવાની કોઈ માં તાકાત નથી રહેતી. નહીં તો તેમને કહી
શકે છે તમે તો શિવબાબા ની પૂજા કરો છો. હવે ભગવાન કોને કહેવાશે? શું ઠીક્કર-ભિત્તર
માં ભગવાન છે? આગળ ચાલીને આ બધી વાતો ને સમજશે. હમણાં નશો કેટલો છે. છે બધાં પુજારી.
પૂજ્ય નહીં કહેવાશે.
બાપ કહે છે મને તો
વિરલા કોઈ જાણે છે. હું જે છું, જેવો છું - આપ બાળકોમાં પણ વિરલા કોઈ એક્યુરેટ જાણે
છે. એમને અંદર ખૂબ ખુશી રહે છે. આ તો સમજે છે ને - બાબા જ આપણને સ્વર્ગની બાદશાહી
આપે છે. કુબેર નો ખજાનો મળે છે. અલ્લાહ અલ્લાઉદીન નો ખેલ પણ દેખાડે છે ને? ઠકા
કરવાથી ખજાનો નીકળી આવ્યો. ખૂબ ખેલ દેખાડે છે - ખુદા દોસ્ત, બાદશાહ શું કરતા હતાં,
તેના પર પણ કહાણી છે. પુલ પર જે આવતા હતાં એમને એક દિવસની રાજાઈ આપી રવાના કરી દેતા
હતાં. આ બધી છે કહાણીઓ. હવે બાપ સમજાવે છે ખુદા આપ બાળકો નાં દોસ્ત છે, એમનામાં
પ્રવેશ કરી તમારી સાથે ખાય-પીએ છે, રમે પણ છે. શિવબાબા નો અને બ્રહ્મા બાબા નો રથ
એક જ છે, તો જરુર શિવબાબા પણ રમી તો શકતા હશે ને? બાપ ને યાદ કરી રમે છે તો બંને
આમનામાં છે. છે તો બે ને - બાપ અને દાદા. પરંતુ કોઈ પણ સમજતા નથી, કહે છે રથ પર
આવ્યા, તો તે પછી ઘોડા-ગાડી નો રથ બનાવી દીધો છે. એવું પણ નહીં કહેશે શ્રીકૃષ્ણ માં
શિવબાબા બેસી જ્ઞાન આપે છે. તે પછી કહી દે છે શ્રીકૃષ્ણ ભગવાનુવાચ. એવું તો નથી
કહેતા બ્રહ્મા ભગવાનુવાચ. ના. આ છે રથ. શિવ ભગવાનુવાચ. બાપ આપ બાળકોને સ્વયં નો અને
રચના નાં આદિ-મધ્ય-અંત નો પરિચય, સમય ગાળો બતાવે છે. જે વાત કોઈ પણ નથી જાણતાં. સમજુ
જે હશે તે બુદ્ધિ થી કામ લેશે. સંન્યાસીઓ એ તો સંન્યાસ કરવાનો છે. તમે પણ શરીર સહિત
બધાં નો સંન્યાસ કરો છો, જાણો છો આ જૂનું શરીર છે, આપણે તો હવે નવી દુનિયામાં જવાનું
છે. આપણે આત્મા અહીં નાં રહેવાવાળા નથી. અહીં પાર્ટ ભજવવા આવ્યા છીએ. આપણે રહેવાસી
પરમધામ નાં છીએ. આ પણ આપ બાળકો જાણો છો ત્યાં નિરાકારી ઝાડ કેવું છે? બધાં આત્માઓ
ત્યાં રહે છે, આ અનાદિ ડ્રામા બનેલો છે. કેટલાં કરોડો જીવ આત્માઓ છે. આટલાં બધાં
ક્યાં રહે છે? નિરાકારી દુનિયામાં. બાકી આ સિતારાઓ તો આત્મા નથી. મનુષ્યોએ તો આ
સિતારાઓ ને પણ દેવતા કહી દીધાં છે. પરંતુ તે કોઈ દેવતા નથી. જ્ઞાન-સૂર્ય તો આપણે
શિવબાબા ને કહીશું. તો એમને પછી દેવતા થોડી કહેવાશે? શાસ્ત્રો માં તો શું-શું વાતો
લખી દીધી છે? આ છે બધી ભક્તિમાર્ગ ની સામગ્રી. જેનાથી તમે નીચે જ ઉતરતા આવ્યા છો.
૮૪ જન્મ લેશે તો જરુર નીચે ઉતરશો ને? હમણાં છે આયરન એજ દુનિયા (કળિયુગ). સતયુગ ને
કહેવાય છે ગોલ્ડન એજ દુનિયા. ત્યાં કોણ રહેતા હતાં? દેવતાઓ. તે ક્યાં ગયાં - એ કોઈને
પણ ખબર નથી. સમજે પણ છે પુનર્જન્મ લે છે. બાપે સમજાવ્યું છે પુનર્જન્મ લેતાં-લેતાં
દેવતા થી બદલાઈને હિંદુ બની ગયાં. પતિત બન્યા છે ને? બીજા કોઈ નો પણ ધર્મ બદલાતો નથી.
એમનો ધર્મ કેમ બદલાય છે - કોઈને ખબર નથી. બાપ કહે છે ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ થઈ
ગયા છે. દેવી-દેવતા હતાં તો પવિત્ર જોડી હતી. પછી રાવણ રાજ્ય માં તમે અપવિત્ર બની
ગયાં છો. તો દેવી-દેવતા કહી ન શકાય એટલે નામ પડી ગયું છે હિન્દુ. દેવી-દેવતા ધર્મ
શ્રીકૃષ્ણ ભગવાને નથી સ્થાપન કર્યો. જરુર શિવબાબા એ જ આવીને કર્યો હશે. શિવ જયંતિ,
શિવરાત્રિ પણ મનાવવામાં આવે છે પરંતુ તેમણે શું આવીને કર્યું, એ કોઈને પણ ખબર નથી.
એક શિવપુરાણ પણ છે. હકીકત માં શિવ ની એક ગીતા જ છે, જે શિવબાબા એ સંભળાવી છે, બીજું
કોઈ શાસ્ત્ર નથી. તમે કોઈપણ હિંસા નથી કરતાં. તમારું કોઈ શાસ્ત્ર તો બનતું નથી. તમે
નવી દુનિયામાં ચાલ્યા જાઓ છો. સતયુગ માં કોઈ પણ શાસ્ત્ર, ગીતા વગેરે હોતા નથી. ત્યાં
કોણ ભણશે? તે તો કહી દે છે આ વેદ-શાસ્ત્ર વગેરે પરંપરા થી ચાલ્યા આવે છે. તેમને કંઈ
પણ ખબર નથી. સ્વર્ગ માં કોઈ શાસ્ત્ર વગેરે હોતા નથી. બાપે તો દેવતા બનાવી દીધાં,
બધાની સદ્દગતિ થઈ ગઈ પછી શાસ્ત્ર વાંચવાની શું જરુર છે? ત્યાં શાસ્ત્ર હોતા નથી.
હમણાં બાપે તમને જ્ઞાન ની ચાવી આપી છે, જેનાથી બુદ્ધિનું તાળું ખુલી ગયું છે. પહેલાં
તાળું એકદમ બંધ હતું, કંઈ પણ સમજતા નહોતાં. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ ની
ઈર્ષા વગેરે નથી કરવાની. ખામીઓને કાઢી સંપૂર્ણ બનવાનો પુરુષાર્થ કરવાનો છે. ભણતર થી
ઊંચુ પદ પ્રાપ્ત કરવાનું છે.
2. શરીર સહિત બધાં નો
સંન્યાસ કરવાનો છે. કોઈ પણ પ્રકારની હિંસા નથી કરવાની. અહંકાર નથી રાખવાનો.
વરદાન :-
અવિનાશી અને બેહદ નાં અધિકાર
ની ખુશી તથા નશા દ્વારા સદા નિશ્ચિંત ભવ
દુનિયામાં ખૂબ મહેનત
કરીને અધિકાર લે છે, તમને મહેનત વગર અધિકાર મળી ગયો. બાળક બનવું અર્થાત્ અધિકાર લેવો.
“વાહ હું શ્રેષ્ઠ અધિકારી આત્મા”, આ બેહદ નાં અધિકાર નાં નશા અને ખુશી માં રહો તો
સદા નિશ્ચિંત રહેશો. આ અવિનાશી અધિકાર નિશ્ચિત જ છે. જ્યાં નિશ્ચિત હોય છે ત્યાં
નિશ્ચિંત હોય છે. પોતાની બધી જવાબદારીઓ બાપ હવાલે કરી દો તો બધી ચિંતાઓ થી મુક્ત થઈ
જશો.
સ્લોગન :-
જે ઉદારચિત્ત,
વિશાળ દિલવાળા છે તે જ એકતા ની નીંવ છે.