23-10-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ આવ્યાં છે આપ બાળકો ને તરતા શીખવાડવાં , જેનાથી તમે આ દુનિયા થી પાર થઈ જાઓ છો , તમારા માટે દુનિયા જ બદલાઈ જાય છે”

પ્રશ્ન :-
જે બાપ નાં મદદગાર બને છે, તેમને મદદ નાં રિટર્ન (વળતર) માં શું પ્રાપ્ત થાય છે?

ઉત્તર :-
જે બાળકો હમણાં બાપ નાં મદદગાર બને છે, તેમને બાપ એવાં બનાવી દે છે જે અડધોકલ્પ કોઈની મદદ લેવાની કે સલાહ લેવાની જરુર જ નથી રહેતી. કેટલાં મોટાં બાપ છે, કહે છે બાળકો, તમે મારા મદદગાર ન હોત તો હું સ્વર્ગ ની સ્થાપના કેવી રીતે કરત?

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં નંબરવાર અતિ મીઠાં રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ સમજાવે છે કારણકે ઘણાં બાળકો બેસમજ બની ગયા છે. રાવણે ખૂબ બેસમજ બનાવી દીધાં છે. હવે આપણને કેટલાં સમજદાર બનાવે છે. કોઈ આઈ.સી.એસ. ની પરીક્ષા પાસ કરે છે તો સમજે છે બહુ જ મોટી પરીક્ષા પાસ કરી છે. હવે તમે તો જુઓ કેટલી મોટી પરીક્ષા પાસ કરો છો! જરા વિચારો તો ખરા ભણાવવા વાળા કોણ છે? ભણવાવાળા કોણ છે? આ પણ નિશ્ચય છે - આપણે કલ્પ-કલ્પ દર પ હજાર વર્ષ પછી બાપ, શિક્ષક અને સદ્દગુરુ ને ફરી મળતા જ રહીએ છીએ. ફક્ત આપ બાળકો જ જાણો છો - આપણે કેટલાં ઊંચા માં ઊંચા બાપ દ્વારા ઊંચો વારસો મેળવીએ છીએ. શિક્ષક પણ વારસો આપે છે ને, ભણાવી ને? તમને પણ ભણાવીને તમારા માટે દુનિયા ને જ બદલી દે છે, નવી દુનિયા માં રાજ્ય કરવા માટે. ભક્તિમાર્ગ માં કેટલી મહિમા ગાય છે. તમે એમનાં દ્વારા પોતાનો વારસો મેળવી રહ્યાં છો. આ પણ આપ બાળકો જાણો છો કે જૂની દુનિયા બદલાઈ રહી છે. તમે કહો છો આપણે બધા શિવબાબા નાં બાળકો છીએ. બાપ ને પણ આવવું પડે છે-જૂની દુનિયા ને નવી બનાવવાં. ત્રિમૂર્તિ નાં ચિત્ર માં પણ દેખાડે છે કે બ્રહ્મા દ્વારા નવી દુનિયા ની સ્થાપના. તો જરુર બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ જોઈએ. બ્રહ્મા તો નવી દુનિયા સ્થાપના નથી કરતાં. રચયિતા છે જ બાપ. કહે છે હું આવીને યુક્તિ થી જૂની દુનિયા નો વિનાશ કરાવી નવી દુનિયા બનાવું છું. નવી દુનિયા નાં રહેવાસી ખૂબ થોડા હોય છે. સરકાર કોશિશ કરતી રહે છે કે જનસંખ્યા ઓછી થાય. હવે ઓછી તો નહીં થશે. લડાઈ માં કરોડો મનુષ્ય મરે છે છતાં મનુષ્ય ઓછા થોડી થાય છે, જનસંખ્યા તો છતા પણ વધતી જાય છે. આ પણ તમે જાણો છો. તમારી બુદ્ધિ માં વિશ્વ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે. તમે પોતાને સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પણ સમજો છો. તરતા પણ શીખો છો. કહે છે ને નૈયા મારી પાર કરો. ખૂબ પ્રસિદ્ધ હોય છે તો તરતા શીખે છે. હવે તમારું તરવાનું જુઓ કેવું છે, એકદમ ઉપર ચાલ્યાં જાઓ છો પછી અહીં આવો છો. તેઓ તો દેખાડે છે આટલાં માઈલ્સ ઉપર ગયાં. તમે આત્માઓ કેટલાં માઈલ્સ ઉપર જાઓ છો. તે તો સ્થૂળ વસ્તુ છે, જેની ગણતરી કરાય છે. તમારી અગણિત છે. તમે જાણો છો આપણે આત્માઓ આપણા ઘરે ચાલ્યાં જઈશું, જ્યાં સૂર્ય-ચંદ્ર વગેરે નથી હોતાં. તમને ખુશી છે - તે આપણું ઘર છે. આપણે ત્યાંનાં રહેવા વાળા છીએ. મનુષ્ય ભક્તિ કરે છે, પુરુષાર્થ કરે છે - મુક્તિધામ માં જવા માટે. પરંતુ કોઈ જઈ નથી શકતું. મુક્તિધામ માં ભગવાન ને મળવાની કોશિશ કરે છે. અનેક પ્રકાર નાં પ્રયત્ન કરે છે. કોઈ કહે છે અમે જ્યોતિ જ્યોત માં સમાઈ જઈએ. કોઈ કહે છે મુક્તિધામ માં જઈએ. મુક્તિધામ ની કોઈને ખબર નથી. આપ બાળકો જાણો છો બાબા આવેલા છે આપણા ઘરે લઈ જવાં. મીઠાં-મીઠાં બાબા આવેલા છે, આપણને ઘરે લઈ જવાને લાયક બનાવે છે. જેનાં માટે અડધોકલ્પ પુરુષાર્થ કરતા પણ બની નથી શક્યાં. ન કોઈ જ્યોતિ માં સમાઈ શક્યાં, નથી કોઈ મુક્તિધામ માં જઈ શક્યાં, નથી મોક્ષ ને મેળવી શક્યાં. જે કાંઈ પુરુષાર્થ કર્યો તે વ્યર્થ. હવે આપ બ્રાહ્મણ કુળભૂષણો નો પુરુષાર્થ સત્ય સિદ્ધ થાય છે. આ ખેલ કેવો બનેલો છે. તમને હવે આસ્તિક કહેવાય છે. બાપ ને સારી રીતે તમે જાણો છો અને બાપ દ્વારા સૃષ્ટિ ચક્ર ને પણ જાણ્યું છે. બાપ કહે છે મુક્તિ-જીવનમુક્તિ નું જ્ઞાન કોઈ માં પણ નથી. દેવતાઓ માં પણ નથી. બાપ ને કોઈ નથી જાણતા તો કોઈને લઈ કેવી રીતે જશે? કેટલાં અનેક ગુરુ લોકો છે, કેટલાં તેમનાં અનુયાયીઓ બને છે. સાચાં-સાચાં સદ્દગુરુ છે શિવબાબા. એમને તો ચરણ (પગ) નથી. એ કહે છે મારે તો ચરણ નથી. હું કેવી રીતે પોતાની પૂજા કરાવડાવું. બાળકો વિશ્વ નાં માલિક બને છે, એમની પાસે થોડી પૂજા કરાવીશ. ભક્તિમાર્ગ માં બાળકો બાપ ને પગે પડે છે. હકીકત માં તો બાપ ની પ્રોપર્ટી (મિલકત) નાં માલિક બાળકો છે. પરંતુ નમ્રતા દેખાડે છે. નાનાં બાળકો વગેરે બધા જઈને પગે પડે છે. અહીં બાપ કહે છે તમને પગે પડવાથી પણ છોડાવી દઉ છું. કેટલાં મોટા બાપ છે. કહે છે આપ બાળકો મારા મદદગાર છો. તમે મદદગાર ન હોત તો હું સ્વર્ગ ની સ્થાપના કેવી રીતે કરત? બાપ સમજાવે છે - બાળકો, હમણાં તમે મદદગાર બનો પછી હું તમને એવાં બનાવું છું જે કોઈની મદદ લેવાની જરુર જ નહીં રહેશે. તમને કોઈ ની સલાહ ની પણ જરુર નહીં રહેશે. અહીં બાપ બાળકો ની મદદ લઈ રહ્યાં છે. કહે છે - બાળકો, હવે છી-છી ન બનો. માયા થી હાર નહીં ખાઓ. નહીં તો નામ બદનામ કરી દે છે. બોક્સિંગ થાય છે તો એમાં જ્યારે કોઈ જીતે છે તો વાહ-વાહ થઈ જાય છે. હાર ખાવા વાળા નું મોઢું પીળું પડી જાય છે. અહીં પણ હાર ખાય છે. અહીં હાર ખાવા વાળા ને કહેવાય છે - કાળું મોઢું કરી દીધું. આવ્યાં છે ગોરા બનવા માટે પછી શું કરી દે છે? કરેલી કમાણી બધી ચટ થઈ જાય છે, પછી નવેસર થી શરુ કરવું પડે. બાપ નાં મદદગાર બની પછી હાર ખાઈ નામ બદનામ કરી દે છે. બે પાર્ટી છે. એક છે માયા નાં મુરીદ, એક છે ઈશ્વર નાં. તમે બાપ ને પ્રેમ કરો છો. ગાયન પણ છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. તમારી છે પ્રીત બુદ્ધિ. તો તમારે નામ બદનામ થોડી કરવાનું છે? તમે પ્રીત બુદ્ધિ પછી માયા થી હાર કેમ ખાઓ છો? હારવા વાળા ને દુઃખ થાય છે. જીતવા વાળા પર તાળીઓ વગાડી વાહ-વાહ કરે છે. આપ બાળકો સમજો છો અમે તો પહેલવાન છીએ. હવે માયા ને જીતવાની જરુર છે. બાપ કહે છે દેહ સહિત જે કાંઈ જુઓ છો, તે બધાને ભૂલી જાઓ. મામેકમ્ યાદ કરો. માયાએ તમને સતોપ્રધાન થી તમોપ્રધાન બનાવી દીધાં છે. હવે ફરી સતોપ્રધાન બનવાનું છે. માયાજીતે જગતજીત બનવાનું છે. આ છે જ હાર અને જીત, સુખ-દુઃખ નો ખેલ. રાવણ રાજ્ય માં હાર ખાય છે. હવે બાપ ફરી વર્થ પાઉન્ડ (હીરાતુલ્ય) બનાવે છે. બાબાએ સમજાવ્યું છે - એક શિવબાબા ની જયંતી જ વર્થ પાઉન્ડ છે. હવે આપ બાળકોએ આવાં લક્ષ્મી-નારાયણ બનવાનું છે. ત્યાં ઘર-ઘર માં દીપમાળા હોય છે, બધાની જ્યોત જાગી જાય છે. મેન પાવર થી જ્યોત જાગે છે. બાબા કેટલું સહજ રીતે સમજાવે છે. બાપ સિવાય મીઠાં-મીઠાં લાડલા સિકીલધા બાળકો કોણ કહેશે? રુહાની બાપ જ કહે છે - હે મારા મીઠાં લાડલા બાળકો, તમે અડધાકલ્પ થી ભક્તિ કરતા આવ્યાં છો. પાછા એક પણ જઈ નથી શકતાં. બાપ જ આવીને બધાને લઈ જાય છે.

તમે સંગમયુગ પર સારી રીતે સમજાવી શકો છો. બાપ કેવી રીતે આવીને બધા આત્માઓ ને લઈ જાય છે. દુનિયામાં આ બેહદ નાં નાટક ની કોઈને ખબર નથી, આ બેહદ નો ડ્રામા છે. આ પણ તમે સમજો છો, બીજું કોઈ કહી ન શકે. જો બોલે બેહદ નો ડ્રામા છે તો પછી ડ્રામા નું વર્ણન કેવી રીતે કરશે? અહીં તમે ૮૪ નાં ચક્ર ને જાણો છો. આપ બાળકોએ જાણ્યું છે, તમારે જ યાદ કરવાના છે. બાપ કેટલું સહજ બતાવે છે. ભક્તિમાર્ગ માં તમે કેટલાં ધક્કા ખાઓ છો. તમે કેટલાં દૂર સ્નાન કરવા જાઓ છો. એક લેક (સરોવર) છે કહે છે એમાં ડૂબકી લગાવવા થી પરી બની જવાય છે. હવે તમે જ્ઞાન સાગર માં ડૂબકી મારી પરીજાદા બની જાઓ છો. કોઈ સારી ફેશન કરે છે તો કહે છે આ તો જાણે પરી બની ગઈ છે. હવે તમે પણ રત્ન બનો છો. બાકી મનુષ્યો ને ઉડવાની પાંખો વગેરે હોય ન શકે. એમ ઉડી ન શકે. ઉડવા વાળો છે જ આત્મા. આત્મા જેને રોકેટ પણ કહેવાય છે, આત્મા કેટલો નાનો છે. જ્યારે બધા આત્માઓ જશે તો બની શકે છે કે આપ બાળકો ને સાક્ષાત્કાર પણ થાય. બુદ્ધિ થી સમજી શકો છો - અહીં તમે વર્ણન કરી શકો છો, થઈ શકે છે જેમ વિનાશ દેખાય છે તેમ આત્માઓ નું ઝુંડ પણ જોઈ શકાય છે કે કેવી રીતે જાય છે. હનુમાન, ગણેશ વગેરે તો નથી. પરંતુ તેમનો ભાવના અનુસાર સાક્ષાત્કાર થઈ જાય છે. બાબા તો છે જ બિન્દુ, એમનું શું વર્ણન કરશે? કહે પણ છે નાનો એવો સ્ટાર (સિતારો) છે જેને આ આંખો થી જોઈ નથી શકતાં. શરીર કેટલું મોટું છે, જેનાથી કર્મ કરવાના છે. આત્મા કેટલો નાનો છે એમાં ૮૪ નું ચક્ર નોંધાયેલું છે. એક પણ મનુષ્ય નહીં હશે જેને આ બુદ્ધિ માં હોય કે અમે ૮૪ જન્મ કેવી રીતે લઈએ છીએ. આત્મા માં કેવો પાર્ટ ભરેલો છે. વન્ડર (અદ્દભુત) છે. આત્મા જ શરીર લઈને પાર્ટ ભજવે છે. તે હોય છે હદ નું નાટક, આ છે બેહદ નું. બેહદ નાં બાપ સ્વયં આવીને પોતાનો પરિચય આપે છે. જે સારા સર્વિસેબલ (સેવાધારી) બાળકો છે, તે વિચાર સાગર મંથન કરતા રહે છે. કોઈને કેવી રીતે સમજાવીએ. કેટલું તમે એક-એક થી માથું મારો છો. તો પણ કહે છે બાબા અમે સમજતા જ નથી. કોઈ નથી ભણતા તો કહેવાય છે આ તો પથ્થર બુદ્ધિ છે. તમે જુઓ છો અહીં પણ કોઈ ૭ દિવસ માં જ ખૂબ ખુશી માં આવીને કહે છે - બાબા પાસે જઈએ. કોઈ તો કાંઈ પણ નથી સમજતાં. મનુષ્ય તો ફક્ત કહી દે છે પથ્થર બુદ્ધિ, પારસ બુદ્ધિ પરંતુ અર્થ નથી જાણતાં. આત્મા પવિત્ર બને છે તો પારસનાથ બની જાય છે. પારસનાથ નું મંદિર પણ છે. આખું સોના નું મંદિર નથી હોતું. ઉપર થોડું સોનું લગાવી દે છે. આપ બાળકો જાણો છો આપણને બાગવાન મળ્યાં છે, કાંટા થી ફૂલ બનવાની યુક્તિ બતાવે છે. ગાયન પણ છે ને ગાર્ડન ઓફ અલ્લાહ (ભગવાન નો બગીચો) તમારી પાસે શરુ માં એક મુસલમાન ધ્યાન માં જતો હતો - કહેતો હતો ખુદાએ (ભગવાન) મને ફૂલ આપ્યું. ઉભા-ઉભા જ પડી જતો હતો, ખુદા નો બગીચો જોતો હતો. હવે ખુદા નો બગીચો દેખાડવા વાળા સ્વયં ખુદા જ હશે. બીજું કોઈ કેવી રીતે દેખાડશે? તમને વૈકુંઠ નાં સાક્ષાત્કાર કરાવે છે. ખુદા જ લઈ જાય છે. સ્વયં તો ત્યાં રહેતાં નથી. ખુદા તો શાંતિધામ માં રહે છે. તમને વૈકુંઠ નાં માલિક બનાવે છે. કેટલી સારી-સારી વાતો તમે સમજો છો. ખુશી થાય છે. અંદર ખૂબ ખુશી થવી જોઈએ - હવે આપણે સુખધામ માં જઈએ છીએ. ત્યાં દુઃખ ની વાત નથી હોતી. બાપ કહે છે સુખધામ, શાંતિધામ ને યાદ કરો. ઘર ને કેમ નહીં યાદ કરશે. આત્મા ઘરે જવા માટે કેટલું માથું મારે છે. જપ-તપ વગેરે ખૂબ મહેનત કરે છે પરંતુ જઈ કોઈ પણ નથી શકતાં. ઝાડ થી નંબરવાર આત્માઓ આવતા રહે છે પછી વચ્ચે જઈ કેવી રીતે શકે? જ્યારે બાપ જ અહીં છે. આપ બાળકો ને રોજ સમજાવતા રહે છે - શાંતિધામ અને સુખધામ ને યાદ કરો. બાપ ને ભૂલવાના કારણે જ પછી દુઃખી થાય છે. માયા ની થપ્પડ લાગી જાય છે. હવે તો જરા પણ થપ્પડ નથી ખાવાની. મૂળ છે દેહ-અભિમાન.

તમે હમણાં સુધી જે બાપ ને યાદ કરતા રહેતાં હતાં - હે પતિત-પાવન આવો, એ બાપ પાસે થી તમે ભણી રહ્યાં છો. તમારા ઓબીડિયન્ટ સર્વન્ટ (આજ્ઞાકારી સેવાધારી) શિક્ષક પણ છે. આજ્ઞાકારી સેવાધારી બાપ પણ છે. મોટા વ્યક્તિઓ નીચે હંમેશાં લખે છે આજ્ઞાકારી સેવાધારી. બાપ કહે છે હું આપ બાળકો ને જુઓ કેવી રીતે સમજાવું છું. સપૂત બાળકો પર જ બાપ નો પ્રેમ હોય છે, જે કપૂત હોય છે અર્થાત્ બાપ નાં બનીને પછી ટ્રેટર (દગાબાજ) બની જાય છે, વિકાર માં ચાલ્યાં જાય છે તો બાપ કહેશે આવું બાળક તો ન જન્મત તો સારું હતું. એક નાં કારણે કેટલું નામ બદનામ થઈ જાય છે. કેટલાં ને તકલીફ થાય છે. અહીં તમે કેટલું ઊંચુ કામ કરી રહ્યાં છો. વિશ્વ નો ઉદ્ધાર કરી રહ્યાં છો અને તમને ત્રણ પગ પૃથ્વી નાં પણ નથી મળતાં. આપ બાળકો કોઈનાં ઘરબાર તો છોડાવતા નથી. તમે તો રાજાઓ ને પણ કહો છો - તમે પૂજ્ય ડબલ સિરતાજ હતાં, હવે પુજારી બની ગયા છો. હવે બાપ ફરીથી પૂજ્ય બનાવે છે તો બનવું જોઈએ ને? થોડી વાર છે. આપણે અહીંયા કોઈનાં લાખ લઈને શું કરશું? ગરીબો ને રાજાઈ મળવાની છે. બાપ ગરીબ નિવાઝ છે ને? તમે અર્થ સહિત સમજો છો કે બાપ ને ગરીબ નિવાઝ કેમ કહે છે? ભારત પણ કેટલું ગરીબ છે, એમાં પણ તમે ગરીબ માતાઓ છો. જે સાહૂકાર છે તે આ જ્ઞાન ને ઉઠાવી ન શકે. ગરીબ અબળાઓ કેટલી આવે છે, એમનાં પર અત્યાચાર થાય છે. બાપ કહે છે માતાઓ ને આગળ વધારવાની છે. પ્રભાતફેરી માં પણ પહેલાં-પહેલાં માતાઓ હોય. બેજ પણ તમારા ફર્સ્ટ ક્લાસ છે. આ ટ્રાન્સલાઈટ નું ચિત્ર તમારી આગળ હોય. બધાને સંભળાવો દુનિયા બદલાઈ રહી છે. બાપ પાસે થી વારસો મળી રહ્યો છે કલ્પ પહેલાં ની જેમ. બાળકોએ વિચાર સાગર મંથન કરવાનું છે - કેવી રીતે સર્વિસ (સેવા) ને અમલ માં લાવીએ. સમય તો લાગે છે ને? અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ સાથે પૂરે-પૂરી પ્રીત રાખી મદદગાર બનવાનું છે. માયા થી હાર ખાઈને ક્યારેય નામ બદનામ નથી કરવાનું. પુરુષાર્થ કરી દેહ સહિત જે કાંઈ દેખાય છે તેને ભૂલી જવાનું છે.

2. અંદર ખુશી રહે કે આપણે હવે શાંતિધામ, સુખધામ જઈએ છીએ. બાબા આજ્ઞાકારી શિક્ષક બની આપણને ઘરે લઈ જવાં માટે લાયક બનાવે છે. લાયક, સપૂત બનવાનું છે, કપૂત નહીં.

વરદાન :-
દરેક સંકલ્પ , સમય , વૃત્તિ અને કર્મ દ્વારા સેવા કરવાવાળા નિરંતર સેવાધારી ભવ

જેવી રીતે બાપ અતિ પ્રિય લાગે છે બાપ વગર જીવન નથી, એવી રીતે જ સેવા વગર જીવન નથી. નિરંતર યોગી ની સાથે-સાથે નિરંતર સેવાધારી બનો. સૂતા-સૂતા પણ સેવા થાય. સૂતા સમયે જો કોઈ તમને જુએ તો તમારા ચહેરા થી શાંતિ, આનંદ નાં વાયબ્રેશન અનુભવ કરે. દરેક કર્મેન્દ્રિય દ્વારા બાપ નાં યાદ ની સ્મૃતિ અપાવવાની સેવા કરતા રહો. પોતાની પાવરફુલ વૃત્તિ દ્વારા વાયબ્રેશન ફેલાવતા રહો, કર્મ દ્વારા કર્મયોગી ભવ નું વરદાન આપતા રહો, દરેક કદમ માં પદમ ની કમાણી જમા કરતા રહો ત્યારે કહેવાશો નિરંતર સેવાધારી અર્થાત્ સર્વિસેબલ.

સ્લોગન :-
પોતાની રુહાની પર્સનાલિટી ને સ્મૃતિ માં રાખો તો માયાજીત બની જશો.

અવ્યક્ત ઈશારા - સ્વયં અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિ નો પ્રયોગ કરો

જેવી રીતે વાણી ની પ્રેક્ટિસ કરતાં-કરતાં વાણી નાં શક્તિશાળી બની ગયા છો, એવી રીતે શાંતિ ની શક્તિ નાં પણ અભ્યાસી બનતા જાઓ. આગળ ચાલી વાણી કે સ્થૂળ સાધનો દ્વારા સેવાનો સમય નહીં મળશે. એવાં સમય પર શાંતિ ની શક્તિ નાં સાધન આવશ્યક હશે કારણકે જેટલાં જે મહાન શક્તિશાળી હોય છે તે અતિ સૂક્ષ્મ હોય છે. તો વાણી થી શુદ્ધ-સંકલ્પ સૂક્ષ્મ છે એટલે સૂક્ષ્મ નો પ્રભાવ શક્તિશાળી હશે.