23-10-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો – દેહી - અભિમાની બનીને
સર્વિસ ( સેવા ) કરો તો દરેક કદમમાં સફળતા મળતી રહેશે”
પ્રશ્ન :-
કઈ સ્મૃતિમાં રહો તો દેહ-અભિમાન નહીં આવશે?
ઉત્તર :-
સદા સ્મૃતિ રહે કે આપણે ગોડલી સર્વન્ટ (ઈશ્વરીય સેવાધારી) છીએ. સર્વન્ટ (સેવાધારી)
ને ક્યારેય પણ દેહ-અભિમાન ન આવી શકે. જેટલાં-જેટલાં યોગમાં રહેશો એટલું દેહ-અભિમાન
તૂટતું જશે.
પ્રશ્ન :-
દેહી-અભિમાનીઓને ડ્રામા અનુસાર કયો દંડ મળી જાય છે?
ઉત્તર :-
તેમની બુદ્ધિમાં આ જ્ઞાન બેસતું જ નથી. સાહૂકાર લોકોમાં ધન નાં કારણે દેહ-અભિમાન રહે
છે એટલે તેઓ આ જ્ઞાનને સમજી નથી શકતા, આ પણ દંડ મળી જાય છે. ગરીબ સહજ સમજી લે છે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
બ્રહ્મા દ્વારા સલાહ આપી રહ્યા છે. યાદ કરો તો આ બનશો. સતોપ્રધાન બની પોતાના
પેરેડાઇઝ (વૈકુંઠ) રાજ્યમાં પ્રવેશ કરશો. આ ફક્ત તમને નથી કહેતા પરંતુ આ અવાજ તો આખા
ભારત અને વિલાયત (વિદેશ) માં પણ જશે બધા ની પાસે. અનેકોને સાક્ષાત્કાર પણ થશે. કોનો
સાક્ષાત્કાર થવો જોઈએ? તે પણ બુદ્ધિથી કામ લેવું જોઈએ. બાપ બ્રહ્મા દ્વારા જ
સાક્ષાત્કાર કરાવી કહે છે - પ્રિન્સ (રાજકુમાર) બનવું છે તો જાઓ બ્રહ્મા અથવા
બ્રાહ્મણોની પાસે. યુરોપવાસી પણ આમને સમજવા ઈચ્છે છે. ભારત પેરેડાઇઝ (વૈકુંઠ) હતું
તો કોનું રાજ્ય હતું? આ પૂરું કોઈ જાણતું નથી. ભારત જ હેવન સ્વર્ગ હતું. હમણાં તમે
બધા ને સમજાવી રહ્યા છો. આ સહજ રાજયોગ છે, જેનાથી ભારત સ્વર્ગ અથવા હેવન બને છે.
વિદેશ વાળાની તો પણ બુદ્ધિ કંઈક સારી છે. તેઓ જ ઝટ સમજશે. તો હવે સર્વિસેબલ (સેવાધારી)
બાળકોએ શું કરવું જોઈએ? એમને જ ડાયરેક્શન (માર્ગદર્શન) આપવા પડે છે. બાળકોને
પ્રાચીન રાજયોગ શીખવાડવાનો છે. તમારી પાસે મ્યુઝિયમ, પ્રદર્શની વગેરેમાં ઘણા આવે
છે. ઓપિનિયન (મંતવ્ય) લખે છે કે - આ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. પરંતુ પોતે સમજતા
નથી. થોડુંક ટચ થાય છે તો આવે છે છતાં પણ ગરીબ પોતાનું સારું ભાગ્ય બનાવશે અને
સમજવાનો પુરુષાર્થ કરશે. સાહૂકારો ને તો પુરુષાર્થ કરવો નથી. દેહ અભિમાન બહુ જ છે
ને! તો ડ્રામા અનુસાર જેમકે બાબાએ દંડ આપી દીધો છે. તો પણ તેમનાં દ્વારા અવાજ કરાવવો
પડે છે. વિદેશ વાળા તો આ નોલેજ ઈચ્છે છે. સાંભળીને બહુ જ ખુશ થઈ જાય છે. ગવર્મેન્ટ
(સરકાર) નાં ઓફિસર્સ (અધિકારીઓ) પાછળ કેટલી મહેનત કરે છે, પરંતુ તેમને ફુરસત જ નથી.
તેમને ભલે ઘરે બેઠા સાક્ષાત્કાર પણ થઈ જાય તો પણ બુદ્ધિમાં નહીં આવશે. તો બાળકોને
બાબા સલાહ આપે છે, ઓપિનિયન (મંતવ્ય) સારી-સારી ભેગી કરી તેની એક સારી પુસ્તક બનાવો.
સલાહ આપી શકો છો - જુઓ, કેટલું બધા ને આ સારું લાગે છે. વિદેશ વાળા અથવા ભારતવાસી
પણ સહજ રાજયોગ જાણવા ઈચ્છે છે. સ્વર્ગનાં દેવી-દેવતાઓની રાજાઈ જે સહજ રાજયોગ થી
ભારતને પ્રાપ્ત થાય છે તો કેમ નહીં આ મ્યુઝિયમ ગવર્મેન્ટ હાઉસ માં અંદર લગાવી દઈએ.
જ્યાં કોન્ફરન્સ (સભા) વગેરે થતી રહે છે. આ ખ્યાલ બાળકોમાં ચાલવો જોઈએ. હજી સમય
લાગશે. આટલી જલ્દી નરમ બુદ્ધિ નહીં થાય. ગોદરેજ નું તાળું બુદ્ધિને લાગેલું છે. હમણાં
અવાજ નીકળે તો રિવોલ્યુશન (ક્રાંતિ) થઈ જાય. હા, થવાનું જરુર છે. બોલો, ગવર્મેન્ટ
હાઉસમાં પણ મ્યુઝિયમ હોય તો અનેક ફોરેનર્સ (વિદેશી) પણ આવીને જુએ. વિજય તો બાળકો નો
જરુર થવાનો છે. તો ખ્યાલ (વિચાર) આવવો જોઈએ. દેહી-અભિમાની ને જ આવા-આવા ખ્યાલ આવશે
કે શું કરવું જોઈએ? જે બિચારાઓને ખબર પડે અને બાપ થી વારસો લઈ લે. આપણે લખીએ પણ છીએ
વગર કોઈ ખર્ચે...... તો સારા-સારા જે બાળકો આવે છે, સલાહ આપે છે. ડેપ્યુટી પ્રાઇમ
મિનિસ્ટર (ઉપ-પ્રધાનમંત્રી) ઓપનિંગ (ઉદ્ઘાટન) કરવા આવે છે પછી પ્રાઇમ મિનિસ્ટર (પ્રધાનમંત્રી),
પ્રેસિડેન્ટ (રાષ્ટ્રપતિ) પણ આવશે કારણકે તેમને પણ જઈને બતાવશે આ તો વન્ડરફુલ નોલેજ
છે. સાચી શાંતિ તો આવી રીતે સ્થાપન થવાની છે. ગમે છે. સમજણ પણ ગમવાની છે. આજે નહીં
ગમશે તો કાલે ગમશે. બાબા કહેતા રહે છે - મોટા-મોટા વ્યક્તિઓ ની પાસે જાઓ. આગળ ચાલી
તેઓ પણ સમજશે. મનુષ્યો ની બુદ્ધિ તમોપ્રધાન છે એટલે ઊલ્ટા કામ કરતા રહે છે.
દિવસે-દિવસે વધારે જ તમોપ્રધાન બનતા જાય છે.
તમે સમજાવવાની કોશિશ
કરો છો કે આ વિકારી ધંધો બંધ કરો, પોતાની ઉન્નતિ કરો. બાપ આવ્યા છે પવિત્ર દેવતા
બનાવવા. છેવટે તે દિવસ પણ આવશે જે ગવર્મેન્ટ હાઉસમાં મ્યુઝિયમ હશે. બોલો, ખર્ચો તો
અમે અમારો કરીએ છીએ. ગવર્મેન્ટ તો ક્યારેય પૈસા નહીં આપશે. આપ બાળકો કહેશો અમે અમારા
ખર્ચા થી દરેક ગવર્મેન્ટ હાઉસમાં આ મ્યુઝિયમ લગાવી શકીએ છીએ. એક મોટા ગવર્મેન્ટ
હાઉસમાં થઈ જાય તો પછી બધા માં થઈ જાય. સમજાવવા વાળા પણ જરુર જોઈએ. તેમને કહીશું
સમય નિશ્ચિત કરો, જે કોઈ આવીને રસ્તો બતાવે. વગર કોડી ખર્ચે જીવન બનાવવા નો રસ્તો
બતાવશે. આ આગળ થવાનું છે. પરંતુ બાપ બાળકો દ્વારા જ બતાવે છે. સારા-સારા બાળકો જે
પોતાને મહાવીર સમજે છે તેમને જ માયા પકડે છે. ખૂબ ઊંચી મંઝિલ છે. બહુ જ ખબરદારી
રાખવાની છે. બોક્સિંગ ઓછી નથી. મોટામાં મોટી બોક્સિંગ છે. રાવણને જીતવાનું યુદ્ધનું
મેદાન છે. થોડું પણ દેહ નું અભિમાન ન આવે “હું આવી સર્વિસ કરું છું, આ કરું છું…”
આપણે તો ગોડલી સર્વન્ટ છીએ. આપણે તો સંદેશ આપવાનો જ છે, આમાં ગુપ્ત મહેનત બહુ જ છે.
તમે જ્ઞાન અને યોગબળ થી સ્વયંને સમજાવો છો. આમાં ગુપ્ત રહી વિચાર સાગર મંથન કરો
ત્યારે નશો ચઢે. એવી રીતે પ્રેમ થી સમજાવશો, બેહદ નાં બાપનો વારસો દરેક કલ્પમાં
ભારતવાસીઓને મળે છે. ૫ હજાર વર્ષ પહેલા આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. હમણાં તો
કહેવાય છે વેશ્યાલય. સતયુગ છે શિવાલય. એ છે શિવબાબા ની સ્થાપના, આ છે રાવણ ની
સ્થાપના. રાત-દિવસનો ફરક છે. બાળકો ફીલ (અનુભવ) કરે છે બરોબર અમે કેવા બની ગયા હતા?
બાબા આપ સમાન બનાવે છે. મૂળ વાત છે - દેહી-અભિમાની બનવાનું છે. દેહી-અભિમાની બની
વિચાર કરવાનો છે કે આજે અમારે ફલાણા પ્રાઇમ મિનિસ્ટર ને જઈને સમજાવાનું છે. તેમને
દૃષ્ટિ આપીએ તો સાક્ષાત્કાર થઈ શકે છે. તમે દૃષ્ટિ આપી શકો છો. જો દેહી-અભિમાની થઈને
રહો તો તમારી બેટરી ભરાતી જશે. દેહી-અભિમાની થઈને બેસો, સ્વયંને આત્મા સમજી બાપ સાથે
યોગ લગાવો તો તમારી બેટરી ભરાઈ શકે છે. ગરીબ ઝટ પોતાની બેટરી ભરી શકે છે કારણકે બાપ
ને બહુ જ યાદ કરે છે. જ્ઞાન ભલે સારું છે યોગ ઓછો છે તો બેટરી ભરાઈ ન શકે કારણકે
દેહનો અહંકાર ખૂબ છે. યોગ કંઈ પણ છે નહીં, એટલે જ્ઞાન બાણ માં જૌહર (બળ) નથી ભરાતું.
તલવાર માં પણ જૌહર (ધાર) હોય છે. તે જ તલવાર ૧૦ રુપિયા, તે જ તલવાર ૫૦ રુપિયા. ગુરુ
ગોવિંદસિંહ ની તલવાર નું ગાયન છે, આમાં હિંસાની વાત નથી. દેવતાઓ છે ડબલ અહિંસક. આજે
ભારત આવું, કાલે ભારત આવું બનશે. તો બાળકો ને કેટલી ખુશી હોવી જોઈએ? કાલે આપણે રાવણ
રાજ્યમાં હતા તો નાકમાં દમ હતું. આજે આપણે પરમપિતા પરમાત્મા ની સાથે રહ્યા છીએ.
હમણાં તમે ઈશ્વરીય
પરિવાર નાં છો. સતયુગ માં તમે હશો દૈવી પરિવાર નાં. હમણાં સ્વયં ભગવાન આપણને ભણાવી
રહ્યા છે, આપણને કેટલો પ્રેમ મળે છે ભગવાનનો. અડધો કલ્પ રાવણ નો પ્રેમ મળવાથી વાનર
બની ગયા છીએ. હવે બેહદનાં બાપનો પ્રેમ મળવાથી તમે દેવતા બની જાઓ છો. ૫ હજાર વર્ષની
વાત છે. તેમણે લાખો વર્ષ કહી દીધા છે. આ પણ તમારા જેવા પુજારી હતા. સૌથી લાસ્ટ (છેલ્લા)
નંબર ઝાડમાં ઉભા છે. સતયુગ માં તમને કેટલું અથાહ ધન હતું. પછી જે મંદિર બનાવ્યા તેમાં
પણ આટલું અથાહ ધન હતું, જેને આવી ને લૂંટ્યું. મંદિર તો બીજા પણ હશે. પ્રજા નાં પણ
મંદિર હશે. પ્રજા તો વધારે જ સાહૂકાર હોય છે. પ્રજા થી રાજા લોકો કર્જો ઊપાડે છે. આ
બહુ જ ગંદી દુનિયા છે. સૌથી ગંદુ શહેર છે કલકત્તા. આને ચેન્જ (પરિવર્તન) કરવાની આપ
બાળકોએ મહેનત કરવાની છે. જે કરશે તે મેળવશે. દેહ-અભિમાન આવ્યું અને પડ્યા. મનમનાભવ
નો અર્થ નથી સમજતા. ફક્ત શ્લોક કંઠસ્થ કરી લે છે. જ્ઞાન તો તેમના માં હોઈ ન શકે -
સિવાય આપ બ્રાહ્મણોનાં. કોઈ મઠ-પંથ વાળા તો દેવતા બની ન શકે. પ્રજાપિતા
બ્રહ્માકુમાર-કુમારીઓ બ્રાહ્મણ બન્યા વગર દેવતા કેવી રીતે બની શકશે? જે કલ્પ પહેલા
બન્યા હતા તે જ બનશે. સમય લાગે છે. ઝાડ મોટું થઈ ગયું તો પછી વૃદ્ધિ પામતું રહેશે.
કીડી નાં માર્ગથી વિહંગ માર્ગ થશે. બાપ સમજાવે છે - મીઠાં બાળકો, બાપને યાદ કરો,
સ્વદર્શન ચક્ર ફેરાવો. તમારી બુદ્ધિ માં આખું ૮૪નું ચક્ર છે. તમે બ્રાહ્મણ જ ફરી
દેવતા અને ક્ષત્રિય કુળ નાં બનો છો. સૂર્યવંશી-ચંદ્રવંશી નો પણ અર્થ કોઈ નથી સમજતા.
મહેનત કરી સમજાવાય છે. છતાં પણ નથી સમજતા તો સમજાય છે હમણાં સમય નથી. તો પણ આવે છે.
સમજે છે બ્રહ્માકુમારીઓ નું બહારમાં નામ આવું છે. અંદર આવીને જુએ છે તો કહે છે, આ
ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. આ તો મનુષ્ય માત્ર નાં કેરેક્ટર (ચરિત્ર) સુધારે છે.
દેવતાઓનાં કેરેક્ટર જુઓ કેવાં છે. સંપૂર્ણ નિર્વિકારી... બાપ કહે છે કામ મહાશત્રુ
છે. આ ૫ ભૂતોનાં કારણે જ તમારું કેરેક્ટર બગડેલાં છે. જે સમયે સમજાવે છે તે સમયે
સારા બને છે. બહાર જવાથી બધું જ ભૂલી જાય છે. ત્યારે કહે છે સૌ-સૌ કરે શૃંગાર... આ
બાબા ગાળો નથી દેતા, સમજાવે છે. દૈવી ચલન રાખો, ક્રોધમાં આવીને ભસો છો શા માટે?
સ્વર્ગમાં ક્રોધ હોતો નથી. બાપ કંઈ પણ સામે સમજાવતા હતા, ક્યારેય પણ ગુસ્સો નહોતો
આવતો. બાબા બધું રિફાઇન કરીને સમજાવે છે. ડ્રામા કાયદા અનુસાર ચાલતો રહે છે. ડ્રામા
માં કોઈ ભૂલ નથી. અનાદિ-અવિનાશી બનેલો છે. જે એક્ટ સારી ચાલે છે તે ફરી ૫ હજાર વર્ષ
બાદ થશે. ઘણા કહે છે આ પહાડ તૂટ્યો પછી કેવી રીતે બનશે? નાટક જુઓ, મહેલ તૂટ્યા, પછી
નાટક રિપીટ થશે તો તે જ બનેલા મહેલ દેખાશે. આ હૂબહૂ રિપીટ થતું રહે છે. સમજવાની પણ
બુદ્ધિ જોઈએ. કોઈની બુદ્ધિમાં બેસવું ખૂબ મુશ્કિલ હોય છે. વર્લ્ડ ની
હિસ્ટ્રી-જોગ્રાફી છે ને? રામ રાજ્ય માં આ દેવી-દેવતાઓનું રાજ્ય હતું, એમણી પૂજા થતી
હતી. બાપે સમજાવ્યું છે તમે જ પૂજ્ય, તમે જ પુજારી બનો છો. હમ સો નો અર્થ પણ બાળકોને
સમજાવ્યો છે. હમ સો દેવતા, હમ સો ક્ષત્રિય... બાજોલી છે ને? આને સારી રીતે સમજવાની
છે અને બીજાઓને સમજાવવાની કોશિશ કરવાની છે. બાબા એવું નથી કહેતા ધંધો છોડો. ના.
ફક્ત સતોપ્રધાન બનવાનું છે, હિસ્ટ્રી-જોગ્રાફી નું રહસ્ય સમજી ને સમજાવો. મૂળ વાત
છે મનમનાભવ. સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરો તો સતોપ્રધાન બનશો. યાદ ની યાત્રા
છે નંબરવન. બાપ કહે છે હું બધા બાળકો ને સાથે લઈ જઈશ. સતયુગ માં કેટલા થોડા મનુષ્ય
છે. કળિયુગમાં આટલાં અસંખ્ય મનુષ્ય છે. કોણ બધા ને પાછા લઈ જશે? આટલા બધા જંગલ ની
સફાઈ કોણે કરી? બાગવાન, ખેવૈયા બાપને જ કહે છે. એ જ દુ:ખ થી છોડાવીને પેલે પાર લઈ
જાય છે. ભણતર કેટલું મીઠું લાગે છે કારણકે નોલેજ ઈઝ સોર્સ ઓફ ઇનકમ (આવક નું સાધન
છે). તમને કારુન નો ખજાનો મળે છે. ભક્તિમાં કંઈ નથી મળતું. અહીં પગે પડવાની વાત નથી.
તેઓ તો ગુરુની આગળ સુઈ જાય છે, આનાથી બાપ છોડાવે છે. આવા બાપને યાદ કરવા જોઈએ. એ
આપણા બાપ છે, આ સમજી લીધું છે ને? બાબા થી વારસો જરુર મળે છે. એ ખુશી રહે છે. લખે
છે અમે સાહૂકાર ની પાસે ગયા તો લજ્જા (શરમ) આવતી હતી, અમે ગરીબ છીએ. બાબા કહે છે -
ગરીબ છો તો બહુ જ સારું. સાહૂકાર હોત તો અહીં આવત જ નહીં. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા એ જ
ખુશી કે નશા માં રહેવાનું છે કે હમણાં આપણે ઈશ્વરીય પરિવારનાં છીએ, સ્વયં ભગવાન
આપણને ભણાવી રહ્યા છે, એમનો પ્રેમ આપણને મળી રહ્યો છે જે પ્રેમથી આપણે દેવતા બનીશું.
2. આ પૂર્વ નિર્ધારિત
ડ્રામાને એક્યુરેટ સમજવાનો છે, આમાં કોઈ ભૂલ થઈ ન શકે. જે એક્ટ (કર્મ) થઈ એ ફરી
રિપીટ થશે. આ વાતને સારી બુદ્ધિ થી સમજીને ચાલો તો ક્યારેય ગુસ્સો નહીં આવશે.
વરદાન :-
તોફાન ને તોહફા ( ગિફ્ટ ) સમજી
સહજ ક્રોસ કરવા વાળા સંપૂર્ણ અને સંપન્ન ભવ
જ્યારે બધા નું લક્ષ
સંપૂર્ણ અને સંપન્ન બનવાનું છે તો નાની-નાની વાતોમાં ગભરાઓ નહીં. મૂર્તિ બની રહ્યા
છો તો કંઈક હેમર તો લાગશે જ. જે જેટલા આગળ હોય છે એમને તોફાન પણ બધાથી વધારે ક્રોસ
કરવાના હોય છે પરંતુ તે તોફાન એમને તોફાન નથી લાગતા, તોહફા લાગે છે. આ તોફાન પણ
અનુભવી બનવાની ગિફ્ટ બની જાય છે એટલે વિઘ્નો ને વેલકમ કરો અને અનુભવી બનતા આગળ વધતા
ચાલો.
સ્લોગન :-
અલબેલાપણાને
સમાપ્ત કરવું છે તો સ્વ-ચિંતનમાં રહેતા સ્વની ચેકિંગ કરો.