23-12-2024
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
બાપ ની પાસે આવો છો રિફ્રેશ થવા , બાપ મળવાથી ભક્તિ માર્ગ નો બધો થાક દૂર થઈ જાય
છે”
પ્રશ્ન :-
આપ બાળકો ને બાબા કઈ વિધિ થી રિફ્રેશ કરે છે?
ઉત્તર :-
૧. બાબા જ્ઞાન સંભળાવી-સંભળાવી ને તમને રિફ્રેશ કરી દે છે. ૨. યાદ થી પણ આપ બાળકો
રિફ્રેશ થઈ જાઓ છો. હકીકત માં સતયુગ છે સાચી વિશ્રામ પુરી. ત્યાં કોઈ અપ્રાપ્ત વસ્તુ
નથી, જેને પ્રાપ્ત કરવા માટે પરિશ્રમ કરવો પડે. ૩. શિવબાબા નાં ખોળા માં આવતાં જ આપ
બાળકોને વિશ્રામ મળી જાય છે. બધો થાક દૂર થઈ જાય છે.
ઓમ શાંતિ!
બાપ બેસીને
સમજાવે છે, સાથે આ દાદા પણ સમજે છે કારણકે બાપ આ દાદા દ્વારા બેસી સમજાવે છે. જેમ
તમે સમજો છો, તેમ આ દાદા પણ સમજે છે. દાદાને ભગવાન નથી કહેવાતું, આ છે ભગવાનુવાચ.
બાપ શું સમજાવે છે? દેહી-અભિમાની ભવ કારણકે સ્વયંને આત્મા સમજ્યા વગર પરમ પિતા
પરમાત્મા ને યાદ કરી ન શકાય. આ સમયે તો બધાં જ આત્માઓ પતિત છે. પતિત ને જ મનુષ્ય
કહેવાય છે, પાવન ને દેવતા કહેવાય છે. આ બહુ જ સહજ સમજવાની અને સમજાવવાની વાતો છે.
મનુષ્ય જ પોકારે છે-હે પતિતો ને પાવન બનાવવાવાળા, આવો. દેવી-દેવતાઓ આવું ક્યારેય નહીં
કહેશે. પતિત-પાવન બાપ પતિતો નાં બોલાવવા પર આવે છે. આત્માઓ ને પાવન બનાવીને પછી નવી
પાવન દુનિયા પણ સ્થાપન કરે છે. આત્મા જ બાપ ને પોકારે છે. શરીર તો નહીં પોકારશે.
પારલૌકિક બાપ જે સદા પાવન છે, એમને જ બધાં યાદ કરે છે. આ છે જૂની દુનિયા. બાપ નવી
પાવન દુનિયા બનાવે છે. ઘણાં તો એવા પણ છે જે કહે છે અમને તો અહીં જ અપાર સુખ છે, ધન
સંપત્તિ ખુબ જ છે. તે સમજે છે અમારા માટે સ્વર્ગ આ જ છે. તે તમારી વાતો કેવી રીતે
માનશે? કળયુગી દુનિયા ને સ્વર્ગ સમજવું-આ પણ બેસમજી છે. કેટલી જડ્જડીભુત અવસ્થા થઈ
ગઈ છે. તો પણ મનુષ્ય કહે છે અમે તો સ્વર્ગ માં બેઠાં છીએ. બાળકો નથી સમજાવતા તો બાપ
કહેશે ને - તમે શું પથ્થર બુદ્ધિ છો? બીજા ને નથી સમજાવી શકતાં? જ્યારે સ્વયં પારસ
બુદ્ધિ બને ત્યારે તો બીજાઓ ને પણ બનાવે. પુરુષાર્થ સારો કરવો જોઈએ, આમાં શરમ ની
વાત નથી. પરંતુ મનુષ્યો ની બુદ્ધિમાં અડધા કલ્પ ની જે ઉંધી મતો ભરેલી છે તે કંઈ
જલ્દી ભૂલતા નથી. જ્યાં સુધી બાપ ને યથાર્થ રીતે નથી ઓળખ્યાં ત્યાં સુધી તે તાકાત
આવી નથી શકતી. બાપ કહે છે આ વેદો-શાસ્ત્રો વગેરે થી મનુષ્ય થોડા પણ સુધરતાં નથી.
દિન-પ્રતિદિન વધારે જ બગડતા જાય છે. સતોપ્રધાન થી તમોપ્રધાન જ બન્યા છે. આ કોઈની પણ
બુદ્ધિ માં નથી કે આપણે જ સતોપ્રધાન દેવી-દેવતા હતાં, કેવી રીતે નીચે પડ્યા છીએ.
કોઈને જરા પણ ખબર નથી અને પછી ૮૪ જન્મો ને બદલે ૮૪ લાખ જન્મ કહી દીધાં છે તો પછી
ખબર પણ કેવી રીતે પડે. બાપ વગર જ્ઞાન નો પ્રકાશ દેવા વાળા કોઈ નથી. બધા એક-બીજા ની
પાછળ દર-દર ધક્કા ખાતા રહે છે. નીચે પડતાં-પડતાં પટ પર પડી ગયા છે, બધી તાકાત ખતમ
થઈ ગઈ છે. બુદ્ધિ માં પણ તાકાત નથી જે બાપ ને યથાર્થ જાણી શકે. બાપ જ આવી ને બધાની
બુદ્ધિ નું તાળું ખોલે છે. તો કેટલા રિફ્રેશ થાય છો! બાપની પાસે બાળકો રિફ્રેશ થવા
આવે છે. ઘર માં વિશ્રામ મળે છે ને? બાપ મળવાથી ભક્તિ માર્ગ નો બધો થાક દૂર થઈ જાય
છે. સતયુગ ને પણ વિશ્રામપુરી કહેવાય છે. ત્યાં તમને કેટલો વિશ્રામ મળે છે! કોઈ
અપ્રાપ્ત વસ્તુ નથી જેનાં માટે પરિશ્રમ કરવો પડે. અહીં રિફ્રેશ બાપ પણ કરે છે તો આ
દાદા પણ કરે છે. શિવબાબા નાં ખોળા માં આવતાં કેટલો વિશ્રામ મળે છે? વિશ્રામ એટલે
શાંત. મનુષ્ય પણ થાકી ને વિશ્રામી થઈ જાય છે. કોઈ ક્યાં, કોઈ ક્યાં વિશ્રામ માટે
જાય છે ને? પરંતુ તે વિશ્રામ માં રીફ્રેશમેન્ટ નથી. અહીં તો બાપ તમને કેટલું જ્ઞાન
સંભળાવીને રિફ્રેશ કરે છે. બાપ ની યાદ થી પણ કેટલા રિફ્રેશ થતાં જાઓ છો અને
તમોપ્રધાન થી સતોપ્રધાન બનતા જાઓ છો. સતોપ્રધાન બનવા માટે અહીં બાપ ની પાસે આવો છો.
બાપ કહે છે મીઠાં-મીઠાં બાળકો, બાપ ને યાદ કરો. બાપે સમજાવ્યું છે કે આખી સૃષ્ટિ
નું ચક્ર કેવી રીતે ફરે છે, સર્વ આત્માઓ ને વિશ્રામ કેવી રીતે અને ક્યાં મળે છે? આપ
બાળકો ની ફરજ છે - બધા ને બાપ નો સંદેશ આપવો. બાપ કહે છે મને યાદ કરો તો આ વારસા
નાં તમે માલિક બની જશો. બાપ આ સંગમયુગ પર નવી સ્વર્ગ ની દુનિયા રચે છે. જ્યાં તમે
જઈને માલિક બનો છો. પછી દ્વાપર માં માયા રાવણ નાં દ્વારા તમને શ્રાપ મળે છે, તો
પવિત્રતા, સુખ, શાંતિ, ધન વગેરે બધું ખતમ થઇ જાય છે. કેવી રીતે ધીરે-ધીરે ખતમ થાય
છે તે પણ બાપે સમજાવ્યું છે. દુઃખધામ માં કોઈ વિશ્રામ થોડી હોય છે? સુખધામ માં
વિશ્રામ જ વિશ્રામ છે. મનુષ્યો ને ભક્તિ કેટલી થકાવે છે? જન્મ-જન્માંતર ભક્તિ થી
કેટલા થાકી જાય છે? કેવા એકદમ કંગાળ બની ગયા છો? આ બધાં રહસ્ય બાપ બેસી સમજાવે છે.
નવાં-નવાં આવે છે તો તેમને કેટલું સમજાવવાનું હોય છે. દરેક વાત પર મનુષ્ય કેટલું
વિચારે છે. સમજે છે ક્યાંક જાદુ ન થઈ જાય. અરે, તમે જ કહો છો ભગવાન જાદુગર છે. તો
બાપ કહે છે હા, હું બરાબર જાદુગર છું. પરંતુ તે જાદુ નહીં, જેમાં મનુષ્ય ઘેટા-બકરા
બની જાય. આ બુદ્ધિ થી સમજાય છે, આ તો જેવી રીતે રીઢ જેવાં છે. ગાયન પણ તો છે
સૂરમંડળ નાં સાજ થી… આ સમયે તો જેમ મનુષ્ય ઘેટા-બકરાઓ છે. આ વાતો બધી અહીંયાની છે.
આ સમયનું જ ગાયન છે. કલ્પ નાં અંત ને પણ મનુષ્ય સમજી નથી શકતાં. ચંડિકા નો કેટલો
મોટો મેળો લાગે છે. તે કોણ હતી? કહે છે તે એક દેવી હતી. આવું નામ તો ત્યાં કોઈ હોતું
જ નથી. સતયુગ માં કેટલાં સુંદર નામ હોય છે. સતયુગી સંપ્રદાય ને શ્રેષ્ઠાચારી કહેવાય
છે. કળિયુગી સંપ્રદાય ને તો કેટલું છી-છી ટાઇટલ આપે છે. હમણાં નાં મનુષ્ય ને
શ્રેષ્ઠ નહીં કહેવાશે. દેવતાઓ ને શ્રેષ્ઠ કહેવાય છે. ગાયન પણ છે મનુષ્ય સે દેવતા
કિયે, કરત લાગી ન વાર. મનુષ્ય થી દેવતા, દેવતા થી મનુષ્ય કેવી રીતે બને છે? આ રહસ્ય
બાપે તમને સમજાવ્યાં છે. તેને ડીટી વર્લ્ડ (દૈવી દુનિયા), આને હ્યુમન વર્લ્ડ (મનુષ્યોની
દુનિયા) કહેવાય છે. દિવસ ને અજવાળું, રાત્રિ ને અંધારું કહેવાય છે. જ્ઞાન છે અજવાળું,
ભક્તિ છે અંધકાર. અજ્ઞાન નિંદ્રા કહેવાય છે ને? તમે પણ સમજો છો કે આગળ આપણે કાંઈ પણ
નહોતા જાણતા તો નેતી-નેતી કહેતા હતા અર્થાત્ અમે નથી જાણતાં. હમણાં તમે સમજો છો -
આપણે પણ તો પહેલાં નાસ્તિક હતાં. બેહદ નાં બાપ ને જ નહોતા જાણતાં. એ છે અસલી અવિનાશી
બાબા. એમને સર્વ આત્માઓ નાં બાપ કહેવાય છે. આપ બાળકો જાણો છો-હમણાં આપણે એ બેહદ નાં
બાપ નાં બન્યા છીએ. બાપ બાળકો ને ગુપ્ત જ્ઞાન આપે છે. આ જ્ઞાન મનુષ્યો ની પાસે
ક્યાંય મળી ન શકે. આત્મા પણ ગુપ્ત છે, ગુપ્ત જ્ઞાન આત્મા ધારણ કરે છે. આત્મા જ મુખ
દ્વારા જ્ઞાન સંભળાવે છે. આત્મા જ ગુપ્ત બાપ ને ગુપ્ત યાદ કરે છે.
બાબા કહે છે હે બાળકો,
દેહ-અભિમાની નહીં બનો. દેહ-અભિમાન થી આત્માની તાકાત ખતમ થઈ જાય છે. આત્મ-અભિમાની
બનવાથી આત્મા માં તાકાત જમા થાય છે. બાપ કહે છે ડ્રામા નાં રહસ્ય ને સારી રીતે
સમજીને ચાલવાનું છે. આ અવિનાશી ડ્રામા નાં રહસ્ય ને જે સારી રીતે જાણે છે, તે સદા
હર્ષિત રહે છે. આ સમયે મનુષ્ય ઉપર જવાની કેટલી કોશિશ કરે છે, સમજે છે ઉપર દુનિયા
છે. શાસ્ત્રોમાં સાંભળી રાખ્યું છે ઉપર માં દુનિયા છે તો ત્યાં જઈને જોઈએ. ત્યાં
દુનિયા વસાવવાની કોશિશ કરે છે. દુનિયા તો બહુજ વસાવી છે ને? ભારત માં ફક્ત એક જ આદિ
સનાતન દેવી-દેવતા ધર્મ હતો બીજા કોઈ ખંડ વગેરે નહોતાં. પછી કેટલું વસાવ્યું છે. તમે
વિચાર કરો ભારત નાં કેટલાં થોડા ટુકડા માં દેવતાઓ હોય છે. જમુના નાં કિનારા પર જ
પરીસ્તાન (સ્વર્ગ) હતું જ્યાં આ લક્ષ્મી-નારાયણ રાજ્ય કરતા હતાં. કેટલી સુંદર
શોભાયમાન, સતોપ્રધાન દુનિયા હતી. કુદરતી સૌંદર્ય હતું. આત્મા માં જ બધો ચમત્કાર રહે
છે. બાળકોને દેખાડ્યું હતું શ્રીકૃષ્ણ નો જન્મ કેવી રીતે થાય છે? આખા ઓરડા માં જેમ
પ્રકાશ થઈ જાય છે. તો બાપ બેસીને બાળકો ને સમજાવે છે, હમણાં તમે પરીસ્તાન માં જવા
માટે પુરુષાર્થ કરી રહ્યા છો. બાકી એવું નથી, તળાવ માં ડૂબકી લગાડવાથી પરીઓ બની જશો.
આ બધાં જુઠ્ઠા નામ રાખી દીધા છે. લાખો વર્ષ કહી દેવાથી બિલકુલ જ બધું ભૂલી ગયા છે.
હમણાં તમે અભુલ બની રહ્યા છો નંબરવાર પુરુષાર્થ અનુસાર. વિચાર કરાય છે-આટલી નાની એવી
આત્મા કેટલો મોટો પાર્ટ શરીર થી ભજવે છે, પછી શરીર થી આત્મા નિકળી જાય છે તો શરીર
નો જુઓ શું હાલ થઈ જાય છે. આત્મા જ પાર્ટ ભજવે છે. કેટલી મોટી વિચાર ની વાત છે. આખી
દુનિયાનાં એક્ટર્સ (આત્માઓ) પોતાની એક્ટ (કર્મ) અનુસાર જ પાર્ટ ભજવે છે. કંઈ પણ ફરક
નથી પડી શકતો. હૂબહૂ બધી એક્ટ ફરી થી રીપીટ થઈ રહી છે. આમાં સંશય કરી ન શકાય. દરેકની
બુદ્ધિમાં ફરક પડી શકે છે કારણ કે આત્મા તો મન-બુદ્ધિ સહિત છે ને? બાળકોને ખબર છે
કે અમારે સ્કોલરશિપ લેવાની છે તો દિલ માં અંદર ખુશી થાય છે. અહીં પણ અંદર આવવાથી
મુખ્ય ઉદ્દેશ સામે જુએ છે તો ખુશી તો જરુર થશે. હમણાં તમે જાણો છો આપણે આ (દેવી-દેવતા)
બનવા માટે અહીં ભણીએ છીએ. એવી કોઈ સ્કૂલ નથી જ્યાં બીજા જન્મ નાં મુખ્ય ઉદ્દેશ ને
જોઈ શકે. તમે જુઓ છો કે આપણે લક્ષ્મી-નારાયણ જેવા બની રહ્યા છીએ. હમણાં આપણે
સંગમયુગ પર છીએ જે ભવિષ્ય માં આમનાં જેવા બનવાનું ભણતર ભણી રહ્યા છીએ. કેટલું ગુપ્ત
ભણતર છે. લક્ષ-હેતુ ને જોઈ કેટલી ખુશી થવી જોઈએ? ખુશી નો પારાવાર નથી. સ્કૂલ અથવા
પાઠશાળા હોય તો આવી. છે કેટલી ગુપ્ત, પરંતુ જબરજસ્ત પાઠશાળા છે. જેટલું મોટું ભણતર
એટલી જ ફેસીલીટી (સુવિધાઓ) રહે છે. પરંતુ અહીં તો તમે પટ પર બેસી ભણો છો. આત્માને
ભણવાનું હોય છે પછી ભલે પટ પર બેસે, ભલે તખ્ત પર, પરંતુ ખુશી થી ખગ્ગિયા મારતા રહો
કે આ ભણતર પાસ કર્યા પછી જઈને આ બનીશું. હમણાં આપ બાળકોને બાપે આવીને પોતાનો પરિચય
આપ્યો છે કે હું આમનામાં કેવી રીતે પ્રવેશ કરી તમને ભણાવું છું. બાપ દેવતાઓને તો નહીં
ભણાવશે. દેવતાઓને આ જ્ઞાન ક્યાં? મનુષ્ય તો મુંઝાય છે શું દેવતાઓમાં જ્ઞાન નથી?
દેવતાઓ જ આ જ્ઞાન થી દેવતા બને છે. દેવતા બન્યા પછી જ્ઞાન ની શું દરકાર છે? લૌકિક
ભણતર થી બૅરિસ્ટર બની ગયા, કમાવામાં લાગી ગયા પછી બૅરિસ્ટર ભણશે શું? અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અવિનાશી
ડ્રામા નાં રહસ્ય ને યથાર્થ સમજી હર્ષિત રહેવાનું છે. આ ડ્રામા માં દરેક એક્ટર નો
પાર્ટ પોત-પોતાનો છે, જે હૂબહૂ ભજવી રહ્યા છે.
2. એમ ઓબ્જેક્ટ (મુખ્ય
ઉદ્દેશ) ને સામે રાખી ખુશી માં ખગ્ગિયા મારવાની છે. બુદ્ધિ માં રહે આપણે આ ભણતર થી
આવાં લક્ષ્મી-નારાયણ બનીશું.
વરદાન :-
યાદ અને સેવા
નાં શક્તિશાળી આધાર દ્વારા તીવ્ર ગતિ થી આગળ વધવા વાળા માયાજીત ભવ
બ્રાહ્મણ જીવન નો
આધાર યાદ અને સેવા છે આ બંને આધાર સદા શક્તિશાળી હોય તો તીવ્ર ગતિ થી આગળ વધતા રહેશો
જો સેવા ખુબ છે યાદ ઓછી છે અથવા યાદ બહુ જ સારી છે સેવા ઓછી છે તો પણ તીવ્ર ગતિ નથી
થઈ શકતી યાદ અને સેવા બંને તીવ્ર ગતિ જોઈએ યાદ અને નિસ્વાર્થ સેવા આ સાથે-સાથે હોય
તો માયાજીત બનવું સહજ છે દરેક કર્મ માં કર્મ ની સમાપ્તિ નાં પહેલા સદા વિજય દેખાઈ
આવશે.
સ્લોગન :-
આ સંસાર ને
અલૌકિક ખેલ અને પરિસ્થિતિઓ ને અલૌકિક રમકડા સમાન સમજીને ચાલો