23-12-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - જે
સંકલ્પ ઈશ્વરીય સેવા અર્થ ચાલે છે , તેને શુદ્ધ સંકલ્પ કે નિરસંકલ્પ જ કહેવાશે ,
વ્યર્થ નહીં”
પ્રશ્ન :-
વિકર્મો થી બચવા માટે કઈ ફરજ-અદાઈ પાલન કરતા પણ અનાસક્ત રહો?
ઉત્તર :-
મિત્ર સંબંધીઓ ની સર્વિસ ભલે કરો પરંતુ અલૌકિક ઈશ્વરીય દૃષ્ટિ રાખીને કરો, એમનામાં
મોહ ની રગ ન જવી જોઈએ. જો કોઈ વિકારી સંબંધ થી સંકલ્પ પણ ચાલે છે તો તે વિકર્મ બની
જાય છે એટલે અનાસક્ત બનીને ફરજ-અદાઈ પાલન કરો. જેટલું બની શકે દેહી-અભિમાની રહેવાનો
પુરુષાર્થ કરો.
ઓમ શાંતિ!
આજે આપ બાળકો
ને સંકલ્પ, વિકલ્પ, નિરસંકલ્પ અથવા કર્મ, અકર્મ અને વિકર્મ પર સમજાવાય છે. જ્યાં
સુધી તમે અહીં છો ત્યાં સુધી તમારા સંકલ્પ જરુર ચાલશે. સંકલ્પ ધારણ કર્યા વગર કોઈ
મનુષ્ય એક ક્ષણ પણ રહી ન શકે. હવે આ સંકલ્પ અહીં પણ ચાલશે, સતયુગ માં પણ ચાલશે અને
અજ્ઞાનકાળ માં પણ ચાલે છે પરંતુ જ્ઞાન માં આવવાથી સંકલ્પ, સંકલ્પ નથી, કારણકે તમે
પરમાત્મા ની સેવા અર્થ નિમિત્ત બન્યાં છો તો જે યજ્ઞ અર્થ સંકલ્પ ચાલે છે તે સંકલ્પ,
સંકલ્પ નથી તે નિરસંકલ્પ જ છે. બાકી જે ફાલતું સંકલ્પ ચાલે છે અર્થાત્ કળિયુગી
સંસાર અને કળિયુગી મિત્ર સંબંધીઓ પ્રત્યે ચાલે છે તે વિકલ્પ કહેવાય છે જેનાથી જ
વિકર્મ બને છે અને વિકર્મો થી દુઃખ પ્રાપ્ત થાય છે. બાકી જે યજ્ઞ પ્રત્યે અથવા
ઈશ્વરીય સેવા પ્રત્યે સંકલ્પ ચાલે છે તે નિરસંકલ્પ થઈ ગયાં. શુદ્ધ સંકલ્પ સર્વિસ
પ્રત્યે ભલે ચાલે. જુઓ, બાબા અહીંયા બેઠાં છે આપ બાળકો ને સંભાળવા અર્થ (માટે). એમની
(બાળકો ની) સર્વિસ કરવા અર્થ મા-બાપ નાં સંકલ્પ જરુર ચાલે છે. પરંતુ આ સંકલ્પ,
સંકલ્પ નથી આનાથી વિકર્મ નથી બનતા પરંતુ જો કોઈ નાં વિકારી સંબંધ પ્રત્યે સંકલ્પ
ચાલે છે તો તેમનાં વિકર્મ અવશ્ય જ બને છે.
બાબા આપ બાળકો ને કહે
છે કે મિત્ર સંબંધીઓ ની સર્વિસ (સેવા) ભલે કરો પરંતુ અલૌકિક ઈશ્વરીય દૃષ્ટિ થી. એમાં
મોહ ની રગ ન આવવી જોઈએ. અનાસક્ત બનીને પોતાની ફરજ-અદાઈ પાલન કરવી જોઈએ. પરંતુ જે
કોઈ અહીં હોવા છતાં કર્મ સંબંધ માં હોવા છતાં તેને નથી કાપી શકતા તો પણ એમણે
પરમાત્માને ન છોડવા જોઈએ. હાથ પકડયો હશે તો કાંઈ ન કાંઈ પદ પ્રાપ્ત કરી લેશે. હવે આ
તો દરેક પોતાને જાણે છે કે મારા માં કયો વિકાર છે. જો કોઈ માં એક પણ વિકાર છે તો તે
દેહ-અભિમાની જરુર થયાં, જેમાં વિકાર નથી તે થયા દેહી-અભિમાની. કોઈ માં કોઈપણ વિકાર
છે તો તે સજાઓ જરુર ખાશે અને જે વિકારો થી રહિત છે, તે સજાઓ થી મુક્ત થઈ જશે. જેમ
જુઓ કોઈ-કોઈ બાળકો છે, જેમનામાં નથી કામ, નથી ક્રોધ, નથી લોભ, નથી મોહ…, તે સર્વિસ
ખૂબ સારી કરી શકે છે. હવે એમની બહુ જ જ્ઞાન-વિજ્ઞાનમયી અવસ્થા છે. તે તો તમે બધા પણ
વોટ (મત) આપશો. હવે આ તો જેવી રીતે હું જાણું છું તેવી રીતે આપ બાળકો પણ જાણો છો,
સારા ને બધા સારા કહેશે, જેમનામાં કોઈ ખામી હશે તેમને બધા એ જ વોટ આપશે. હવે એ
નિશ્ચય કરજો જેમનામાં કોઈ વિકાર છે તે સર્વિસ નથી કરી શકતાં. જે વિકાર પ્રૂફ છે તે
સર્વિસ કરી બીજાઓ ને આપ સમાન બનાવી શકશે એટલે વિકારો પર પૂર્ણ જીત જોઈએ, વિકલ્પ પર
પૂર્ણ જીત જોઈએ. ઈશ્વર અર્થ સંકલ્પ ને નિરસંકલ્પ કહી શકાય છે. હકીકત માં નિરસંકલ્પતા
તેને જ કહેવાય છે જે સંકલ્પ ચાલે જ નહીં, દુઃખ-સુખ થી ન્યારા થઈ જાય, એ તો અંત માં
જ્યારે તમે હિસાબ-કિતાબ ચૂક્તું કરી ચાલ્યાં જાઓ છો, ત્યાં દુઃખ-સુખ થી ન્યારી
અવસ્થા માં, ત્યારે કોઈ સંકલ્પ નથી ચાલતાં. તે સમયે કર્મ-અકર્મ બંને થી પરે અકર્મી
અવસ્થા માં રહો છો.
અહીં તમારા સંકલ્પ
જરુર ચાલશે કારણકે તમે આખી દુનિયા ને શુદ્ધ બનાવવા અર્થ નિમિત્ત બન્યાં છો તો એનાં
માટે તમારા શુદ્ધ સંકલ્પ જરુર ચાલશે. સતયુગ માં શુદ્ધ સંકલ્પ ચાલવાના કારણે સંકલ્પ,
સંકલ્પ નથી, કર્મ કરતા પણ કર્મબંધન નથી બનતાં. સમજ્યાં? હવે કર્મ, અકર્મ અને વિકર્મ
ની ગતિ તો પરમાત્મા જ સમજાવી શકે છે. એ જ વિકર્મો થી છોડાવવા વાળા છે જે આ સંગમ પર
તમને ભણાવી રહ્યાં છે એટલે બાળકો પોતાનાં ઉપર બહુ જ સાવધાની રાખો. પોતાનાં
હિસાબ-કિતાબ ને પણ જોતા રહો. તમે અહીં આવ્યાં છો હિસાબ-કિતાબ ચૂક્તું કરવાં. એવું
તો નથી અહીં આવીને પણ હિસાબ-કિતાબ બનાવતા જાઓ તો સજા ખાવી પડે. આ ગર્ભ-જેલ ની સજા
કાંઈ ઓછી નથી. આનાં કારણે બહુ જ પુરુષાર્થ કરવાનો છે. આ મંઝિલ ખૂબ ઊંચી છે એટલે
સાવધાની થી ચાલવું જોઈએ. વિકલ્પો ની ઉપર જીત મેળવવાની છે જરુર. હવે ક્યાં સુધી તમે
વિકલ્પો પર જીત મેળવી છે, ક્યાં સુધી નિરસંકલ્પ અર્થાત્ દુઃખ સુખ થી ન્યારી અવસ્થા
માં રહો છો, આ તમે પોતાને જાણતાં રહો. જે સ્વયં ને નથી સમજી શકતા તે મમ્મા, બાબા ને
પૂછી શકે છે કારણકે તમે તો એમનાં વારિસ છો, તો તે બતાવી શકે છે.
નિરસંકલ્પ અવસ્થા માં
રહેવાથી તમે પોતાનાં તો શું, કોઈ પણ વિકારી નાં વિકર્મો ને દબાવી શકો છો, કોઈ પણ
કામી પુરુષ તમારી સામે આવશે, તો તેનાં વિકારી સંકલ્પ નહીં ચાલશે. જેમ કોઈ દેવતાઓ ની
પાસે જાય છે તો તેમની સામે તે શાંત થઈ જાય છે, તેમ તમે પણ ગુપ્ત રુપ માં દેવતાઓ છો.
તમારી આગળ પણ કોઈનાં વિકારી સંકલ્પ નથી ચાલી શકતાં, પરંતુ એવાં ઘણાં કામી પુરુષ છે
જેમનો કોઈ સંકલ્પ જો ચાલશે તો પણ વાર નહીં કરી શકશે, જો તમે યોગયુક્ત થઈને ઉભા રહેશો
તો.
જુઓ, બાળકો તમે અહીં
આવ્યાં છો પરમાત્મા ને વિકારો ની આહુતિ આપવા પરંતુ કોઈ-કોઈએ હજી કાયદેસર આહુતિ નથી
આપી. તેમનો યોગ પરમપિતા સાથે જોડાયેલો નથી. આખો દિવસ બુદ્ધિયોગ ભટકતો રહે છે અર્થાત્
દેહી-અભિમાની નથી બન્યાં. દેહ-અભિમાની હોવાનાં કારણે કોઈનાં સ્વભાવ માં આવી જાય છે,
જેનાં કારણે પરમાત્મા સાથે પ્રીત નિભાવી નથી શકતાં અર્થાત્ પરમાત્મા અર્થ સર્વિસ
કરવાનાં અધિકારી નથી બની શકતાં. તો જે પરમાત્મા થી સર્વિસ લઈ પછી સર્વિસ કરી રહ્યાં
છે અર્થાત્ પતિતો ને પાવન કરી રહ્યાં છે તે જ મારા સાચાં પાક્કા બાળકો છે. તેમને
ખૂબ ઊંચું પદ મળે છે.
હમણાં પરમાત્મા સ્વયં
આવીને તમારા બાપ બન્યાં છે. એ બાપ ને સાધારણ રુપ માં ન જાણીને કોઈપણ પ્રકાર નો
સંકલ્પ ઉત્પન્ન કરવો એટલે વિનાશ ને પ્રાપ્ત થવું. હવે એ સમય આવશે જે ૧૦૮
જ્ઞાન-ગંગાઓ પૂર્ણ અવસ્થા ને પ્રાપ્ત કરશે. બાકી જે ભણેલા નહીં હશે તે તો પોતાની જ
બરબાદી કરશે.
આ નિશ્ચય જાણજો, જો
કોઈ ઈશ્વર યજ્ઞ માં છુપાઈ ને કામ કરે છે તો તેમને જાની જાનનહાર બાબા જોઈ લે છે, એ
પછી પોતાનાં સાકાર સ્વરુપ બાબા ને ટચ કરે છે, સાવધાની આપવા અર્થ. તો કોઈપણ વાત
છુપાવવી ન જોઈએ. ભલે ભૂલો થાય છે પરંતુ તેને જણાવવા થી જ આગળ નાં માટે બચી શકાય છે
એટલે બાળકો સાવધાન રહેજો.
બાળકોએ પહેલાં પોતાને
સમજવું જોઈએ કે હું છું કોણ, વ્હોટ એમ આઈ? “હું” શરીર ને નથી કહેવાતું, હું કહેવાય
છે આત્મા ને. હું આત્મા ક્યાંથી આવ્યો છું? કોની સંતાન છું? આત્મા ને જ્યારે આ ખબર
પડી જાય કે હું આત્મા પરમપિતા પરમાત્મા ની સંતાન છું ત્યારે પોતાનાં બાપ ને યાદ
કરવાથી ખુશી આવી જાય. બાળકો ને ખુશી ત્યારે આવે છે જ્યારે બાપ નાં ઓક્યુપેશન (કર્તવ્ય)
ને જાણે છે. જ્યાં સુધી નાનાં છે, બાપ નાં ઓક્યુપેશન ને નથી જાણતા ત્યાં સુધી એટલી
ખુશી નથી રહેતી. જેમ મોટા થતા જાય, બાપ નાં ઓક્યુપેશન ની ખબર પડતી જાય તો તે નશો,
તે ખુશી ચઢતી જાય છે. તો પહેલાં એમનાં ઓક્યુપેશન ને જાણવાનું છે કે આપણા બાબા કોણ
છે? એ ક્યાં રહે છે? જો કહે આત્મા એમાં મર્જ (મળી) થઈ જશે તો આત્મા વિનાશી થઈ ગયો
તો ખુશી કોને આવશે?
તમારી પાસે જે નવાં
જિજ્ઞાસુ આવે છે તેમને પૂછવું જોઈએ કે તમે અહીં શું ભણો છો? આનાથી શું સ્ટેટસ (પદ)
મળે છે? તે કોલેજ માં તો ભણવા વાળા બતાવે છે કે અમે ડોક્ટર બની રહ્યાં છીએ,
એન્જિનિયર બની રહ્યાં છીએ… તો તેમનાં પર વિશ્વાસ કરશો ને કે આ બરાબર ભણી રહ્યાં છે.
અહીંયા પણ વિદ્યાર્થી બતાવે છે કે આ છે દુઃખ ની દુનિયા જેને નર્ક, હેલ અથવા ડેવિલ
વર્લ્ડ કહેવાય છે. તેની અગેન્સ્ટ (વિરોધ) માં છે હેવન અથવા ડીટી વર્લ્ડ, જેને
સ્વર્ગ કહેવાય છે. આ તો બધા જાણે છે, સમજી પણ શકે છે કે આ તે સ્વર્ગ નથી, આ નર્ક છે
અથવા દુઃખ ની દુનિયા છે, પાપ આત્માઓ ની દુનિયા છે ત્યારે તો એમને પોકારે છે કે અમને
પુણ્ય ની દુનિયા માં લઈ જાઓ. તો આ બાળકો જે ભણી રહ્યાં છે તે જાણે છે કે અમને બાબા
તે પુણ્ય ની દુનિયા માં લઈ જઈ રહ્યાં છે. તો જે નવાં વિદ્યાર્થી આવે છે તેમણે બાળકો
ને પૂછવું જોઈએ, બાળકો પાસે થી ભણવું જોઈએ. તેઓ પોતાનાં શિક્ષક નું કે બાપનું
ઓક્યુપેશન બતાવી શકે છે. બાપ થોડી પોતાની પ્રશંસા સ્વયં બેસીને કરશે, શિક્ષક પોતાની
મહિમા સ્વયં સંભળાવશે શું? એ તો વિદ્યાર્થી સંભળાવશે કે આ આવાં શિક્ષક છે, ત્યારે
કહે છે સ્ટુડન્ટ શોઝ માસ્ટર. આપ બાળકો જે આટલો કોર્સ ભણીને આવ્યાં છો, તમારું કામ
છે નવાં ને બેસીને સમજાવવા નું. બાકી શિક્ષક જે બી.એ., એમ.એ. ભણાવી રહ્યાં છે તે
બેસીને નવાં વિદ્યાર્થી ને એ.બી.સી. શીખવાડશે શું? કોઈ-કોઈ વિદ્યાર્થી સારા
હોંશિયાર હોય છે, તે બીજાઓ ને પણ ભણાવે છે. એમાં માતા ગુરુ તો પ્રસિદ્ધ છે. આ છે
ડીટી (દૈવી) ધર્મ ની પહેલી માતા, જેમને જગદંબા કહે છે. માતા ની ખૂબ મહિમા છે. બંગાળ
માં કાળી, દુર્ગા, સરસ્વતી અને લક્ષ્મી આ ચાર દેવીઓ ની ખૂબ પૂજા કરે છે. હવે એ ચાર
નાં ઓક્યુપેશન ની તો ખબર હોવી જોઈએ. જેમ લક્ષ્મી છે તો એ છે ગોડેઝ ઓફ વેલ્થ (ધન ની
દેવી). તે તો અહીં જ રાજ્ય કરીને ગઈ છે. બાકી કાળી, દુર્ગા વગેરે આ તો બધા આમનાં પર
નામ પડયાં છે. જો ચાર માતાઓ છે તો તેમનાં ચાર પતિ પણ હોવા જોઈએ. હવે લક્ષ્મી નાં તો
નારાયણ પતિ પ્રસિદ્ધ છે. કાળી નાં પતિ કોણ છે? (શંકર) પરંતુ શંકર ને તો પાર્વતી નાં
પતિ બતાવે છે. પાર્વતી કોઈ કાળી નથી. ઘણાં છે જે કાળી ને પૂજે છે, માતા ને યાદ કરે
છે પરંતુ પિતાની ખબર નથી. કાળી નો કાં તો પતિ હોવો જોઈએ અથવા પિતા હોવા જોઈએ પરંતુ
આ કોઈને ખબર નથી.
તમારે સમજાવવાનું છે
કે દુનિયા આ એક જ છે, જે કોઈ સમયે દુઃખ ની દુનિયા અથવા દોજક બની જાય છે તે જ ફરી
સતયુગ માં બહિશ્ત અથવા સ્વર્ગ બની જાય છે. લક્ષ્મી-નારાયણ પણ આ જ સૃષ્ટિ પર સતયુગ
નાં સમયે રાજ્ય કરતા હતાં. બાકી સૂક્ષ્મ માં તો કોઈ વૈકુંઠ નથી જ્યાં સૂક્ષ્મ
લક્ષ્મી-નારાયણ છે. તેમનાં ચિત્ર અહીંયા જ છે તો જરુર અહીં જ રાજ્ય કરીને ગયા છે.
રમત આખી આ કોરપોરિયલ વર્લ્ડ (સાકારી દુનિયા) માં ચાલે છે. હિસ્ટ્રી-જોગ્રોફી આ
કોરપોરિયલ વર્લ્ડ ની છે. સૂક્ષ્મવતન ની કોઈ હિસ્ટ્રી-જોગ્રોફી હોતી નથી. પરંતુ બધી
વાતો ને છોડી તમારે નવાં જિજ્ઞાસુ ને પહેલાં અલ્ફ શીખવાડવાનું છે પછી બે સમજાવવાનું
છે. અલ્ફ છે ગોડ, એ સુપ્રીમ સોલ છે. જ્યાં સુધી આ પૂરું સમજ્યાં નથી ત્યાં સુધી
પરમપિતા માટે એ પ્રેમ નથી જાગતો, એ ખુશી નથી આવતી કારણકે પહેલાં જ્યારે બાપ ને જાણે
ત્યારે એમનાં ઓક્યુપેશન ને પણ જાણીને ખુશી માં આવે. તો ખુશી છે આ પહેલી વાત ને
સમજવામાં. ગોડ તો એવરહેપ્પી છે (ભગવાન સદા ખુશ છે), આનંદ સ્વરુપ છે. એમનાં આપણે
બાળકો છીએ તો કેમ નહીં તે ખુશી આવવી જોઈએ! તે ગલીપચી કેમ નથી થતી? આઈ એમ સન ઓફ ગોડ,
આઈ એમ એવરહેપ્પી માસ્ટર ગોડ. એ ખુશી નથી આવતી તો સિદ્ધ છે પોતાને સન (બાળક) નથી
સમજતાં. ગોડ ઈઝ એવરહેપ્પી બટ આઈ એમ નોટ હેપ્પી કારણકે ફાધર ને નથી જાણતાં. વાત તો
સહજ છે.
કોઈ-કોઈ ને આ જ્ઞાન
સાંભળવા કરતાં શાંતિ ગમે છે કારણકે ઘણાં છે જે જ્ઞાન ઉઠાવી પણ નહીં શકે. એટલો સમય
ક્યાં છે. બસ, આ અલ્ફ ને પણ જાણીને સાઈલેન્સ માં રહે તો તે પણ સારું છે. જેમ
સંન્યાસી પણ પહાડો ની કંદરાઓ માં જઈને પરમાત્મા ની યાદ માં બેસે છે. તેમ પરમપિતા
પરમાત્મા ની, એ સુપ્રીમ લાઈટ ની યાદ માં રહે તો પણ સારું છે. એમની યાદ થી સંન્યાસી
પણ નિર્વિકારી બની શકે છે. પરંતુ ઘરે બેઠાં તો યાદ કરી નથી શકતાં. ત્યાં તો બાળકો
માં મોહ જતો રહેશે, એટલે તો સંન્યાસ કરે છે. હોલી (પવિત્ર) બની જાય છે તો તેમાં સુખ
તો છે ને? સંન્યાસી સૌથી સારા છે. આદિદેવ પણ સંન્યાસી બન્યાં છે ને? આ સામે તેમનું
(આદિ દેવ નું) મંદિર ઉભું છે, જ્યાં તપસ્યા કરી રહ્યાં છે. ગીતા માં પણ કહે છે દેહ
નાં બધા ધર્મો નો સંન્યાસ કરો. તે સંન્યાસ કરી જાય તો મહાત્મા બની જાય. ગૃહસ્થી ને
મહાત્મા કહેવું ગેરકાયદેસર છે. તમને તો પરમાત્માએ આવીને સંન્યાસ કરાવ્યો છે.
સંન્યાસ કરે જ છે સુખ માટે. મહાત્મા ક્યારેય દુઃખી નથી થતાં. રાજાઓ પણ સંન્યાસ કરે
છે તો તાજ વગેરે ફેંકી દે છે. જેમ ગોપીચંદે સંન્યાસ કર્યો, તો જરુર તેમાં સુખ છે.
અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ
ઉલ્ટા કર્મ છુપાઈ ને નથી કરવાનાં. બાપદાદા થી કોઈ પણ વાત છુપાવવાની નથી. ખૂબ-ખૂબ
સાવધાન રહેવાનું છે.
2. સ્ટુડન્ટ શોઝ
માસ્ટર, જે ભણ્યાં છો તે બીજાઓ ને ભણાવવાનું છે. એવરહેપ્પી ગોડ નાં બાળકો છીએ, આ
સ્મૃતિ થી અપાર ખુશી માં રહેવાનું છે.
વરદાન :-
વિકારો રુપી
સાપ ને પણ શૈયા બનાવવા વાળા વિષ્ણુ સમાન સદા વિજયી , નિશ્ચિંત ભવ
જે વિષ્ણુ ની શેષ શૈયા
બતાવે છે તે આપ વિજયી બાળકો નાં સહજયોગી જીવન નું યાદગાર છે. સહજયોગ દ્વારા વિકારો
રુપી સાપ પણ અધિન થઈ જાય છે. જે બાળકો વિકારો રુપી સાપ પર વિજય પ્રાપ્ત કરી એને
આરામ ની શૈયા બનાવી દે છે તે સદા વિષ્ણુ સમાન હર્ષિત અને નિશ્ચિંત રહે છે. તો સદા આ
ચિત્ર પોતાની સામે જુઓ કે વિકારો ને અધિન કરેલો અધિકારી છું. આત્મા સદા આરામ ની
સ્થિતિ માં નિશ્ચિંત છે.
સ્લોગન :-
બાળક અને
માલિકપણા નાં બેલેન્સ થી પ્લાન ને પ્રેક્ટિકલ માં લાવો.
અવ્યક્ત ઈશારા - હવે
સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો
પોતાની દરેક
કર્મેન્દ્રિય ની શક્તિ ને ઈશારો કરો તો ઈશારા થી જ જેવી રીતે ઈચ્છો તેવી રીતે ચલાવી
શકો. એવાં કર્મેન્દ્રિય જીત બનો ત્યાર પછી પ્રકૃતિજીત બની કર્માતીત સ્થિતિ નાં
આસનધારી સો વિશ્વ રાજ્ય અધિકારી બનશો. દરેક કર્મેન્દ્રિય “જી હજૂર”, “જી હાજર” કરતી
ચાલે. આપ રાજ્ય અધિકારીઓ નું સદા સ્વાગત અર્થાત્ સલામ કરતી રહે ત્યારે કર્માતીત બની
શકશો.