24-06-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ પવિત્રતા રુપી ગુણ ને ધારણ કરી ડાયરેક્ટર નાં ડાયરેક્શન પર ચાલતા રહો તો દેવતાઈ કિંગડમ ( રાજધાની ) માં આવી જશો”

( પ્રાતઃક્લાસ માં સંભળાવવા માટે જગદંબા માઁ નાં મધુર મહાવાક્ય )

ઓમ શાંતિ!
આ દુનિયા ને નાટક પણ કહે છે, ડ્રામા કહો, નાટક કહો, ખેલ કહો, વાત એક જ છે. નાટક જે હોય છે તે એક જ કહાણી હોય છે. એમાં ખૂબ બાયપ્લટ્સ (વધારાનું) વચ્ચે દેખાડે છે પરંતુ સ્ટોરી એક જ હોય છે. એવી રીતે જ આ બેહદ વર્લ્ડ ડ્રામા છે, આને નાટક પણ કહેવાય છે, જેમાં આપણે બધાં એક્ટર્સ છીએ. હમણાં આપણે એક્ટર્સ છીએ તો એક્ટર્સ ને નાટક ની પૂરી ખબર હોવી જોઈએ કે કઈ સ્ટોરી પર આ શરુ થાય છે, અમારો આ પાઠ ક્યાંથી શરુ થયો અને ક્યાં સુધી પૂરો થાય છે? પછી એમાં સમય પ્રતિ સમય કયા-કયા એક્ટર્સ નો કેવો-કેવો પાર્ટ હોય છે અને એનાં ડાયરેક્ટર, ક્રિયેટર કોણ છે અને આ નાટક માં હીરો-હિરોઈન પાર્ટ કોનો છે, આ બધી વાતો નું જ્ઞાન હોવું જોઈએ. ખાલી નાટક કહેવાથી તો કામ નહીં ચાલશે. નાટક છે તો નાટક નાં આપણે એક્ટર્સ પણ છીએ. જો કોઈ ડ્રામા નાં એક્ટર છે અને આપણે એમને પૂછીએ કે આની શું સ્ટોરી છે? આ ક્યાંથી શરુ થાય છે? ક્યાં પૂરું થાય છે? જો તે કહે કે અમને ખબર નથી તો એને શું કહેવાશે? કહેશે આમને આટલી પણ ખબર નથી? કહે છે હું એક્ટર છું! એક્ટર ને તો બધી વાતો ની જાણકારી હોવી જોઈએ ને? નાટક શરુ છે તો એનો અંત પણ જરુર હશે. એવું નથી શરુ થયું છે તો ચાલતું જ રહેશે. તો આ બધી ચીજોને સમજવાની છે. આ બેહદનાં નાટક નાં જે રચયિતા છે એ જાણે છે કે કઈ રીતે આ નાટકની શરૂઆત થઈ, એમાં મુખ્ય-મુખ્ય એક્ટર્સ કોણ છે? અને બધાં એક્ટર્સ માં હીરો અને હિરોઈન નો પાર્ટ કોનો છે, આ બધી વાતો બાપ સમજાવી રહ્યા છે.

આ બધી નોલેજ જે રોજ ક્લાસ માં આવે અને સાંભળે છે તે સમજે છે, એમને ખબર છે કે આમના પહેલાં ડાયરેક્ટર અને ક્રિયેટર કોણ છે? ક્રિએટર કહેવાશે સુપ્રીમ સોલ (પરમપિતા પરમાત્મા) ને, પરંતુ એ પણ એક્ટર છે, એમની એક્ટિંગ કઈ છે? ડાયરેક્ટરપણા ની. એ એક જ વાર આવીને એક્ટર બને છે. હમણાં ડાયરેક્ટર બનીને એક્ટ કરી રહ્યા છે. એ કહે છે કે આ નાટક ની શરુઆત હું કરું છું, કેવી રીતે? જે પ્યોરીફાઈડ (સ્વરછ) સતયુગી દુનિયા છે, જેને નવી દુનિયા કહે છે, એ ન્યુ વર્લ્ડ માં ક્રિયેટ કરું છું. હવે તમે બધાં જે પણ પવિત્રતા ને ધારણ કરીને ડાયરેક્ટર નાં ડાયરેક્શન પર ચાલી રહ્યા છો, તે બધાં એક્ટર્સ હમણાં પ્યોરીફાઈડ બની રહ્યા છે, પછી એમના એક્ટર્સ દ્વારા અનેક જન્મોનું ચક્ર ચાલે છે. આ બાપ જ સમજાવે છે કે હમણાં પવિત્ર થયેલા મનુષ્ય, બીજા જન્મ માં દેવતાઈ રાજધાની માં જશે. તે રાજધાની બે યુગ સૂર્યવંશી-ચંદ્રવંશી રુપ માં ચાલે છે પછી તે સૂર્યવંશી-ચંદ્રવંશી એક્ટર્સ નો પાર્ટ જ્યારે પૂરો થાય છે ત્યારે પછી થોડા નીચે ઉતરે છે અથવા વામ માર્ગ માં આવે છે. પછી બીજા ધર્મો નો વારો આવે છે ઈબ્રાહીમ, બુદ્ધ, પછી ક્રિશ્ચન આ બધાં ધર્મ સ્થાપક નંબરવાર આવીને પોત પોતાનો ધર્મ સ્થાપન કરે છે.

તો જુઓ, નાટક ની સ્ટોરી ક્યાંથી શરુ થઈ? ક્યાં પૂરી થાય છે? એની વચ્ચે આ બીજા-બીજા બાઇપ્લાટ્સ કેવી રીતે ચાલે છે? આ બધાં વૃતાંત બેસીને સમજાવે છે. હવે આ નાટક પૂરું થવા પર છે, તે નાટક તો ત્રણ કલાક માં પૂરું થાય છે, આને ૫ હજાર વર્ષ લાગે છે. બાકી આમાં થોડા વર્ષ છે, બસ, હવે એની તૈયારી છે. હવે આ નાટક પૂરું થઈને પછી રીપીટ થશે. તો આ બધાં વૃતાંત બુદ્ધિ માં હોવા જોઈએ, આને જ્ઞાન કહેવાય છે. હવે જુઓ, બાપ આવીને નવું ભારત નવી દુનિયા બનાવી રહ્યા છે. ભારત જ્યારે નવું હતું તો એની મોટી દુનિયા નહોતી. આજે જૂનું ભારત છે તો દુનિયા પણ જૂની છે. બાપ આવીને ભારત જે અવિનાશી ખંડ છે, પ્રાચીન પોતાનો દેશ છે. હવે દેશ કહે છે કારણ કે બીજા દેશો માં આ પણ એક ટુકડો થઈ ગયો છે. પરંતુ હકીકત માં આખી દુનિયા આખી પૃથ્વી પર એક ભારત નું રાજ્ય હતું, જેને કહેવાતું હતું પ્રાચીન ભારત. એ સમય નું ભારત ગવાયેલું છે સોના ની ચકલી. આખી પૃથ્વી પર ફક્ત ભારત નો જ કંટ્રોલ હતો, એક રાજ્ય હતું, એક ધર્મ હતો. એ સમયે પૂરું સુખ હતું, હમણાં ક્યાં છે એટલે બાપ કહે છે આનું ડિસ્ટ્રિક્શન (આનો વિનાશ) કરીને પછી એક રાજ્ય, એક ધર્મ અને પ્રાચીન તે જ નવું ભારત, નવી દુનિયા બનાવું છું. સમજ્યાં? એ દુનિયામાં કોઈ દુઃખ નથી, કોઈ રોગ નથી, ક્યારેય કોઈ અકાળે મૃત્યુ નથી. તો એવું જીવન મેળવવા માટે પુરુષાર્થ કરો. મફત માં થોડી મળશે? કંઈક તો મહેનત કરવી પડશે. બીજ વાવશો તો મેળવશો. વાવશો નહીં તો મેળવશો કેવી રીતે? તો આ કર્મક્ષેત્ર છે, આ ક્ષેત્ર માં કર્મો થી વાવવાનું છે. જે કર્મ આપણે વાવીએ છીએ તે ફળ મેળવીએ છીએ. બાપ કર્મો નાં બીજ વાવવાનું શીખવાડી રહ્યા છે. જેવી રીતે ખેતી કરતા શિખવાડે છે ને? કેવી રીતે બીજ વાવો? કેવી રીતે એની સંભાળ કરો? એની પણ ટ્રેનિંગ આપે છે. તો બાપ આવીને આપણને કર્મ ની ખેતી માટે, કર્મો ને કેવી રીતે વાવીએ? એની ટ્રેનિંગ આપી રહ્યા છે કે પોતાનાં કર્મો ને ઊંચ બનાવો, સારા બીજ વાવો તો ફળ સારું મળશે. જ્યારે કર્મ સારા હશે પછી જે વાવશો એનું ફળ સારું મળશે. જો કર્મ રુપી બીજ માં તાકાત નહીં હશે, કર્મ ખરાબ વાવશો તો ફળ શું મળશે? આ જે ખાઈ રહ્યા છો પછી રડી રહ્યા છો. જે ખાઓ છો એમાં જ રડી રહ્યા છો, દુઃખ અને અશાંતિ છે. કંઈ ને કંઈ રોગ વગેરે ખિટ-ખિટ થતી જ રહે છે, બધી વાતો મનુષ્ય ને દુઃખી કરે છે ને એટલે બાપ કહે છે હમણાં તમારા કર્મ ને હું ઊંચી ક્વોલીટી નાં બનાવું છું, જેવી રીતે બીજ પણ ઊંચી કવોલિટી નાં હશે તો એ ક્વોલિટી નાં વાવશો તો એનાં ફળ સારા નીકળશે. જો બીજ સારી ક્વોલિટી નાં નહીં હશે તો પછી સારી ક્વોલિટી નાં ફળ નહીં મળશે. તો આપણા કર્મની પણ સારી ક્વોલિટી જોઈએ ને? તો હમણાં બાપ આપણા કર્મ રુપી બીજ ને સારી ક્વોલિટી વાળા બનાવે છે તો તે શ્રેષ્ઠ ક્વોલિટી નાં બીજ જો વાવશો તો શ્રેષ્ઠ ફળ મળશે. તો પોતાનાં કર્મો નાં જે બીજ છે, તે સારા બનાવો અને પછી સારા વાવતા શીખો. તો આ બધી વસ્તુને સમજી કરીને હવે પોતાનો પુરુષાર્થ કરો.

અચ્છા, હવે બે મિનિટ સાઈલેન્સ. સાઈલેન્સ નો અર્થ આઈ એમ સોલ, ફર્સ્ટ સાઈલેન્સ પછી ટોકી (વાચા) માં આવે છે. હવે બાપ કહે છે ફરી ચાલો સાઈલેન્સ વર્લ્ડ તો સાઈલેન્સ, શાંતિ આપણો સ્વધર્મ છે. એ સાઈલેન્સ માં ચાલવા માટે કહે છે-આ દેહ નો અને દેહ સહિત, દેહ નાં સંબંધો નો હવે લગાવ છોડો, એનાથી ડિટેચ (મુક્ત) થઈ જાઓ. સન ઓફ સુપ્રીમ સોલ, હવે મને યાદ કરો અને મારા ધામ માં આવી જાઓ. તો હવે ચાલવાનું (જવાનું) ધ્યાન રાખો, હવે આવવાનો ખ્યાલ ન કરો. અંત મતિ સો ગતિ. હવે કોઈ માં પણ એટેચમેન્ટ (લગાવ) ન રહે. હવે તો શરીરનું પણ એટેચમેન્ટ છોડી દો. સમજ્યાં? એવી પોતાની ધારણા બનાવવાની છે. અચ્છા, હવે બેસો સાઈલેન્સ માં. ચાલતાં-ફરતાં પણ સાઈલેન્સ, બોલતાં પણ સાઈલેન્સ. બોલતી વખતે કેવી રીતે સાઈલેન્સ થાય છે? ખબર છે? બોલતી વખતે આપણો બુદ્ધિયોગ પોતાનાં એ જ આઈ એમ સોલ, ફર્સ્ટ પ્યોર સોલ અથવા સાઈલેન્સ સોલ, આ યાદ રાખજો. બોલતી વખતે આપણા માં આ જ્ઞાન હોવું જોઈએ કે આઈ એમ સોલ, આ ઓર્ગેન્સ થી બોલું છું. તો આ પોતાની પ્રેક્ટિસ હોવી જોઈએ, જેવી રીતે આપણે આનો આધાર લઈને બોલીએ છીએ. ચાલો હમણાં આંખો નો આધાર લઈએ છીએ, જોઈએ છીએ. જેની જરુર છે એનો આધાર લઈને કામ કરો. એવી રીતે આધાર લઈને કામ કરશો તો ખૂબ ખુશી રહેશે, પછી કોઈ ખરાબ કામ પણ નહીં થશે. અચ્છા.

એવી રીતે બાપદાદા અને મા નાં મીઠાં-મીઠાં ખૂબ સારા, સદા સાઈલેન્સ ની અનુભૂતિ કરવાવાળા બાળકો પ્રત્યે યાદ-પ્યાર ગુડ મોર્નિંગ. અચ્છા.

સંદેશી નાં તન દ્વારા ઓલમાઈટી પિતા નાં ઉચ્ચારિત મહાવાક્ય ( માતેશ્વરીજી પ્રત્યે )

હે શિરોમણી રાધા બેટી (દિકરી), તમે નિસ દિન મારી જેમ દિવ્ય કાર્ય માં તત્પર છો અર્થાત્ વૈષ્ણવ શુદ્ધ સ્વરુપ છો, શુદ્ધ સેવા કરો છો, એટલે સાક્ષાત્ મારું સ્વરુપ છો. જે બાળકો પોતાનાં પિતા નાં ફૂટ સ્ટેપ નથી લેતા (કદમ પર નથી ચાલતાં) એમનાથી હું બિલકુલ દૂર છું. કારણ કે બાળક તો પછી પિતા નાં સમાન અવશ્ય જોઈએ. આ કાયદો હમણાં સ્થાપન થાય છે જે સતયુગ-ત્રેતા સુધી ચાલે છે, ત્યાં જેવા બાપ તેવા બેટા (દિકરા). પરંતુ દ્વાપર-કળિયુગ માં જેવા બાપ તેવા બેટા નથી હોતાં. હમણાં બાળકો ને બાપ-સમાન બનવાનો પરિશ્રમ કરવો પડે છે, પરંતુ ત્યાં તો કુદરતી એવો કાયદો બનેલો છે જેવા બાપ તેવા બેટા. જે અનાદિ કાયદો આ સંગમ સમય પર ઈશ્વર પિતા પ્રત્યક્ષ થઈને સ્થાપન કરે છે.

2) મધુર માળી ની મધુર મીઠી દિવ્ય પુરુષાર્થી બેટી, હવે તમારે ખૂબ રમણીક સ્વીટનેસ બનવાનું અને બનાવવાનું છે. હવે વર્લ્ડ સાવરન્ટી ની ચાવી સેકન્ડ માં પ્રાપ્ત કરવી અને કરાવવી તમારા હાથ માં છે. જુઓ, ઓલમાઈટી જે દરેક જીવ પ્રાણી નાં માલિક છે તે જ્યારે પ્રેક્ટિકલ માં આ કર્મ ક્ષેત્ર પર આવ્યા છે ત્યારે આખી સૃષ્ટિ હેપ્પી હાઉસ બની જાય છે. આ સમયે તે જ જીવ પ્રાણીઓનાં માલિક અવ્યક્ત રીતે સૃષ્ટિ ને ચલાવી રહ્યા છે. પરંતુ જ્યારે તે પ્રત્યક્ષ રુપ માં દેહધારી બની માલિક પણા થી કર્મ ક્ષેત્ર પર આવે છે ત્યારે સતયુગ-ત્રેતા નાં સમયે બધાં જીવ પ્રાણી સુખી બની જાય છે. ત્યાં સત્ય નો દરબાર ખૂલો રહે છે. જેમણે ઈશ્વરીય સુખ પ્રાપ્ત કરવા અર્થ પુરુષાર્થ કર્યો છે એમને ત્યાં સદા માટે સુખ પ્રાપ્ત થઈ જાય છે. એ સમયે બધાં જીવ પ્રાણીઓ ને સુખ નું દાન નથી મળતું, પુરુષાર્થ જ પ્રારબ્ધ ને ખેંચે છે. જેમનો ઈશ્વર સાથે યોગ છે એમને ઈશ્વર દ્વારા સંપૂર્ણ સુખ નું દાન મળી જાય છે.

૩ ) ઓહો! તમે એ જ શક્તિ છો જે પોતાની ઈશ્વરીય તાકાત નો રંગ દેખાડી આ આસુરી દુનિયાનો વિનાશ કરી દૈવી દુનિયાની સ્થાપના કરી રહ્યા છો, પછી પાછળ બધી શક્તિઓની મહિમા નીકળે છે. હમણાં તે તાકાત તમારા માં ભરાઈ રહી છે. તમે સદા પોતાનાં ઈશ્વરીય બળ અને રુહાબ નાં મર્તબા માં રહો તો સદા અપાર ખુશી રહેશે. નિત્ય હર્ષિત મુખ. તમને નશો હોવો જોઈએ કે હું કોણ છું? કોનો છું? મારું કેટલું સૌભાગ્ય છે? કેટલું મોટું પદ છે? હવે તમે પહેલાં સેલ્ફ (સ્વયં) નું સ્વરાજ્ય પ્રાપ્ત કરો છો પછી સતયુગ માં યુવરાજ બનશો. તો કેટલો નશો જોઈએ? આ પોતાનાં ભાગ્ય ને જોઈ ખુશી માં રહો, પોતાનાં ભાગ્ય ને જુઓ એનાથી કેટલી લોટરી મળે છે? ઓહો, કેટલું શ્રેષ્ઠ તમારું ભાગ્ય, જે ભાગ્ય થી વૈકુંઠ ની લોટરી મળી જાય છે. સમજ્યા? લક્કીએસ્ટ દૈવી ફૂલ બાળકી.

૪ ) આ સુહાવના (સુખદ) સંગમ સમય પર સ્વયં નિરાકાર પરમાત્માએ સાકાર માં આકાર આ ઈશ્વરીય ફેક્ટરી ખોલી છે, જ્યાંથી કોઈ પણ મનુષ્ય પોતાનું વિનાશી કખપણું આપી અવિનાશી જ્ઞાન-રત્ન લઈ શકે છે. આ અવિનાશી જ્ઞાન રત્નો ની ખરીદારી અતિ સૂક્ષ્મ છે, જેને બુદ્ધિ થી ખરીદવાનાં છે. આ કોઈ સ્થૂળ વસ્તુ નથી જે આ નયનો થી જોઈ શકાય પરંતુ અતિ મહીન ગુપ્ત છુપાયેલી હોવાનાં કારણે આને કોઈ પણ લૂંટી નથી શકતાં. એવો સર્વોત્તમ જ્ઞાન ખજાનો પ્રાપ્ત કરવાથી અતિ નિર-સંકલ્પ, સુખદાયક અવસ્થા રહે છે. જ્યાં સુધી કોઈએ આ અવિનાશી જ્ઞાન-રત્ન ખરીદ્યા નથી કર્યા ત્યાં સુધી નિશ્ચિંત, બેફિકર, નિર-સંકલ્પ રહી નથી શકતાં એટલે આ અવિનાશી જ્ઞાન-રત્નો ની કમાણી કરી પોતાની બુદ્ધિ રુપી સૂક્ષ્મ તિજોરી માં ધારણ કરી નિત્ નિશ્ચિંત રહેવાનું છે. વિનાશી ધન માં તો દુઃખ સમાયેલું છે અને અવિનાશી જ્ઞાન-ધન માં સુખ સમાયેલું છે.

૫ ) જેવી રીતે સૂર્ય સાગર નાં જળ ને ખેંચે છે જે પછી ઊંચા પહાડો પર વરસે છે, તેવી રીતે આ પણ ડાયરેક્ટ ઈશ્વર દ્વારા વર્ષા વરસે છે. કહે છે શિવ ની જટાઓ માંથી ગંગા નીકળે છે. હમણાં એમનાં મુખ કમળ દ્વારા જ્ઞાન અમૃતધારા વરસી રહી છે, જેને અવિનાશી ઈશ્વરીય ધારા કહેવાય છે, જેનાથી તમે ભાગીરથ પુત્ર પાવન છો, અમર બની રહ્યા છો. આ સિરતાજ (તાજધારી) બનાવવાની વન્ડરફુલ મંડળી છે, અહીં જે પણ નર અને નારી આવશે તે સિરતાજ બની જશે. દુનિયાને પણ મંડળી કહેવાય છે. મંડળી અર્થાત્ સ્થાન, હવે આ મંડળી ક્યાં ટકેલી છે? ઓમ્ આકાર માં અર્થાત્ અહમ્ સ્વ ધર્મ માં અને આખી દુનિયા સ્વ ધર્મ ને ભૂલી પ્રકૃતિ નાં ધર્મ માં ટકેલી છે. તમે શક્તિઓ પછી પ્રકૃતિ ને ભૂલી પોતાનાં સ્વ ધર્મ માં ટકેલી છો.

૬ ) આ દુનિયામાં બધાં મનુષ્ય નિરાકાર ઈશ્વર ને યાદ કરે છે, જેમને પોતાનાં નયનો થી જોયા પણ નથી એ નિરાકાર માં એમને એટલો અતિ પ્રેમ રહે છે જે કહે છે હે ઈશ્વર, પોતાનામાં મને લીન કરી દો, પરંતુ કેવું વન્ડર છે જે સ્વયં ઈશ્વર જ્યારે સાકાર માં પ્રત્યક્ષ થયા છે ત્યારે એમને ઓળખતા નથી! ઈશ્વર નાં ખૂબ પ્રિય ભક્તો એવું કહે છે જ્યાં જોઉં છું ત્યાં તમે જ તમે છો, ભલે એ દેખાતા પણ નથી પરંતુ બુદ્ધિ યોગ થી આ જ મહેસૂસ કરે છે કે ઈશ્વર સર્વત્ર છે. પરંતુ તમે અનુભવ થી કહો છો કે સ્વયં નિરાકાર ઈશ્વર પ્રેક્ટિકલ સાકાર માં અહીં આવી પધાર્યા છે. હવે સહજ જ તમે મને આવીને મળી શકો છો. પરંતુ ઘણાં મારા બાળકો પણ સાકાર માં પ્રભુ-પિતા ને ઓળખતા નથી. એમને નિરાકાર અતિ મીઠાં લાગે છે પરંતુ એ નિરાકાર, જે હમણાં સાકાર માં પ્રત્યક્ષ છે, એમને જો ઓળખી લે તો કેટલી પ્રાપ્તિ કરી શકે છે, કારણ કે પ્રાપ્તિ તો છતાં પણ સાકાર થી થશે. બાકી જે ઈશ્વર ને દૂર નિરાકાર સમજે અને જુએ છે, જેમને કંઈ પ્રાપ્તિ નથી તે થયાં ભક્ત, એમને કોઈ જ્ઞાન નથી. હવે સાકાર પ્રભુ-પિતા ને જાણવા વાળા જ્ઞાની બાળકો સર્વ દૈવી ગુણો ની સુગંધ થી ભરેલા સ્વીટ ફ્લાવર પોતાનાં પ્રભુ-પિતા પર પોતાનું જીવન જ ચઢાવી દે છે, જેનાથી એમને જન્મ-જન્માંતર સંપૂર્ણ દેવતાઈ દિવ્ય શોભનિક તન પ્રાપ્ત થઈ જાય છે.

૭ ) સેલ્ફ ને (પોતાને) જાણવાથી જ તમને રાઈટ-રોંગ, સત્ય-અસત્ય ની પરખ આવી ગઈ છે. આ ઈશ્વરીય જ્ઞાન થી સત્ય વાચા રહે છે, જેનાથી કોઈ નો સંગદોષ ચઢી નથી શકતો. સંગદોષ ની છાયા એના ઉપર પડે છે જે પોતે અજ્ઞાન વશ છે. આ સમયે સત્ય જમાનો જ નથી એટલે કોઈ નાં બોલ પર ભરોસો ન રાખી એમની પાસે લખાણ લખાવે છે. મનુષ્યો નાં બોલ અસત્ય નીકળે છે, જો સત્ય હોત તો એમનાં મહાવાક્ય પૂજાત. જેવી રીતે જુઓ, ડિવાઇન ફાધર નાં સત્ય મહાવાક્યો નાં શાસ્ત્ર બનેલા છે, જેનું ગાયન અને પૂજન ચાલે છે. એમનાં સત્ય મહાવાક્યો ની ધારણા કરવાથી ઈશ્વરીય ક્વોલિટી આવી જાય છે. ન ફક્ત આટલું પરંતુ કોઈને તો ભણતાં-ભણતાં શ્રીકૃષ્ણ નાં, બ્રહ્મા નાં સાક્ષાત્કાર થાય છે.

ઓહો, હોલી હૃદય કમળ, હોલી હસ્ત કમળ, હોલી નયન કમળ, બેટી રાધા, તમારી આખી કાયા પલટાઈ ને કમળ ફૂલ સમાન કોમળ કંચન બની ગઈ છે. પરંતુ પહેલાં જ્યારે આત્મા કંચન બને છે ત્યારે આખું તન કંચન પ્યોર બની જાય છે. જે હોળી કમળ તન માં જ અતિ કશિશ ભરેલી છે. તમે પોતાનાં પરમેશ્વર પિતા દ્વારા અજ્ઞાન તપત ને બુઝાવી જ્ઞાન-તેજ ને જગાવી અતિ શીતળ રુપ બની ગયા છો. સ્વયં શીતળ રુપ બની પછી અન્ય હમજીન્સ ને પણ એવી સાચ્ચી શીતળતાનું દાન આપવા અર્થ આ સુહાવના સંગમ સમય પર નિમિત્ત બનેલા છો. તમારા જડ ચિત્રો દ્વારા પણ આખી દુનિયાને શીતળતા અને શાંતિ નું દાન મળતું રહે છે. હમણાં તમે આખી સૃષ્ટિ ને સેલ્વેશન માં લાવી, અંત માં પોતાનું દિવ્ય તેજ દેખાડી, ન્યુ વૈકુંઠ ગોલ્ડન ગુલશન માં જઈને વિશ્રામ કરશો. અચ્છા.

વરદાન :-
“ બાબા” શબ્દની ચાવી થી સર્વ ખજાના ને પ્રાપ્ત કરવા વાળા ભાગ્યવાન આત્મા ભવ

ભલે બીજા કંઈ પણ જ્ઞાન નાં વિસ્તાર ને જાણી નથી શકતાં અથવા સંભળાવી નથી શકતાં પરંતુ એક શબ્દ “બાબા” દિલ થી માન્યું અને દિલ થી બીજાઓને સંભળાવ્યું તો વિશેષ આત્મા બની ગયાં, દુનિયાની આગળ મહાન આત્મા નાં સ્વરુપ માં ગાયન યોગ્ય બની ગયા કારણ કે એક “બાબા” શબ્દ સર્વ ખજાનાઓની અથવા ભાગ્ય ની ચાવી છે. ચાવી લગાવવાની વિધિ છે દિલ થી જાણવું અને માનવું. દિલ થી કહો બાબા, તો ખજાના સદા હાજર છે.

સ્લોગન :-
બાપદાદા સાથે સ્નેહ છે તો સ્નેહ માં જૂનાં જહાન (જૂની દુનિયા) ને કુરબાન કરી દો.