24-06-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી      ઓમ શાંતિ    બાપદાદા મધુબન


આ કર્મક્ષેત્ર પર કર્મ અનાદિ વસ્તુ છે, તમારે કર્મ છોડવાનાં નથી પરંતુ કર્મયોગી બનવાનું છે”


(જગદંબા મા નાં સ્મૃતિ દિવસ પર સંભળાવવા માટે એમનાં દ્વારા ઉચ્ચારેલા મધુર મહાવાક્ય)
 


આ સૃષ્ટિ કર્મ નું ખેતર છે, જ્યાં દરેક મનુષ્ય આત્મા પોત-પોતાનો પાર્ટ પ્લે કરી રહ્યાં છે, એમાં પરમાત્મા નો પણ પાર્ટ છે પરંતુ તે આત્માઓ નાં સદૃશ્ય જન્મ-મરણ માં નથી આવતાં. આત્માઓનાં સદૃશ્ય એમનાં કર્મ નું ખાતું ઉલ્ટું નથી બનતું. તે કહે છે હું તો ફક્ત આપ આત્માઓને લિબ્રેટ કરવા આવું છું એટલે મને લિબ્રેટર, બંધન થી છોડાવવા વાળા ગતિ સદ્દગતિ દાતા કહે છે.

આત્મા પર માયા નું બંધન ચઢ્યું છે, એને ઉતારીને પ્યોર બનાવે છે અને કહે છે કે મારું કામ છે આત્માઓને સર્વ બંધનો થી છોડાવીને પાછા લઈ જવાં, તો સૃષ્ટિ નાં જે અનાદિ નિયમ અને કાયદા છે એને પણ સમજવાનાં છે, પછી આ મનુષ્ય સૃષ્ટિ ની વૃદ્ધિ કઈ-કઈ રીતે થાય છે, પછી તે સમય પણ આવે છે જ્યારે આ ઓછી થાય છે, એવું નથી કે વધે છે તો વધતી જ જાય છે, ના. ઓછી પણ થાય છે. તો સૃષ્ટિ માં દરેક વસ્તુ નો નિયમ છે. પોતાનાં શરીર નો પણ નિયમ છે, પહેલાં બાળ પછી કિશોર, પછી યુવાન, પછી વૃદ્ધ. તો વૃદ્ધ પણ જલ્દી નહીં, વૃદ્ધ થતા-થતા જડજડીભૂત થઈ જાય છે, તો દરેક વાત નું વધવું અને એનો અંત થવો, આ પણ નિયમ છે. એ જ રીતે સૃષ્ટિ ની જનરેશન્સ નો પણ નિયમ છે. એક જીવન ની પણ સ્ટેજીસ છે તો પછી જન્મો ની પણ સ્ટેજીસ છે, પછી જનરેશન્સ પણ જે ચાલી એની પણ સ્ટેજીસ છે, એવી રીતે બધા ધર્મો ની પણ સ્ટેજીસ છે. પહેલાં જે ધર્મ છે તે સૌથી તાકાત વાળો છે, પછી ધીરે-ધીરે જે આવે છે, એમની તાકાત ઓછી થતી જાય છે. તો ધર્મ ની વહેંચણી, ધર્મો નું ચાલવું, દરેક વાત નિયમો થી ચાલે છે, આ બધી વાતો ને પણ સમજવાની છે.

આ જ હિસાબ થી બાપ પણ કહે છે મારો પણ આમાં પાર્ટ છે. હું પણ એક સોલ છું, હું ગોડ કોઈ બીજી વસ્તુ નથી. હું પણ સોલ જ છું પરંતુ મારું કામ બહુ જ મોટું અને ઊંચું છે એટલે મને ગોડ કહે છે. જેવી રીતે તમે આત્મા છો હું પણ તેવો જ છું. જેવી રીતે તમારા બાળક છે તે પણ તો મનુષ્ય છે, તમે પણ તો મનુષ્ય છો, એમાં તો કોઈ ફરક નથી ને. તો હું પણ આત્મા જ છું, આત્મા, આત્મા માં કોઈ ફરક નથી પરંતુ કર્તવ્ય માં બહુ જ ભારી ફરક છે એટલે કહે છે મારું જે કર્તવ્ય છે તે સૌથી ભિન્ન છે. હું કોઈ હદ નાં એક ધર્મ નો સ્થાપક નથી, હું તો દુનિયાનો ક્રિયેટર છું, તે થઈ ગયા ધર્મ નાં ક્રિયેટર. જેવી રીતે તે આત્માઓ પોતાનાં કામ પોતાનાં સમય પર કરે છે, તેવી રીતે હું પણ પોતાનાં સમય પર આવું છું. મારું કર્તવ્ય વિશાળ છે, મારું કર્તવ્ય મહાન છે અને સૌથી નિરાળું છે એટલે કહે છે તારું કામ નિરાળું. એમને સર્વશક્તિવાન્ પણ કહે છે, સૌથી શક્તિશાળી કામ છે આત્માઓને માયા નાં બંધનો થી છોડાવવા અને નવી દુનિયાની સેપ્લિંગ (કલમ) લગાવવી એટલે એમને અંગ્રેજી માં કહે છે હેવનલી ગોડફાધર. જેવી રીતે ક્રાઈસ્ટ ને કહેશો કે ક્રિશ્ચિયાનિટી નાં ફાધર, એમને હેવનલી ગોડ ફાધર નહીં કહેવાશે. હેવન નાં સ્થાપક પરમાત્મા છે. તો હેવન વર્લ્ડ થઈ ગયું ને, હેવન કોઈ એક ધર્મ નથી. તો તે વર્લ્ડ નાં સ્થાપક થઈ ગયા અને એ વર્લ્ડ માં એક ધર્મ, એક રાજ્ય હશે, તત્વ વગેરે બધું ચેન્જ થઈ જશે એટલે એમને કહેવાય છે હેવનલી ગોડ ફાધર.

બીજું, ગોડ ઈઝ ટ્રુથ કહેવાય છે, તો ટ્રુથ શું વસ્તુ છે, શેમાં ટ્રુથ? આ પણ સમજવાની વાત છે. ઘણા સમજે છે કે જે સાચું બોલે છે તે ગોડ છે. ગોડ કોઈ બીજી વસ્તુ નથી, બસ, સાચું બોલવું જોઈએ. પરંતુ ના, ગોડ ઈઝ ટ્રુથ નો મતલબ જ છે કે ગોડે જ આવીને બધી વાતોની સચ્ચાઈ બતાવી છે,ગોડ ઈઝ ટ્રુથ એટલે ગોડ જ ટ્રુથ બતાવે છે, એમાં જ સચ્ચાઈ છે, ત્યારે તો એમને નોલેજફુલ કહે છે. ઓશન ઓફ નોલેજ, ઓશન ઓફ બ્લિસ, ગોડ નોઝ (ઈશ્વર જાણે છે)... તો જરુર વિશેષ કંઈક જાણવાની વાત છે ને! તો તે કઈ જાણકારી છે? આ નહીં કે આમણે ચોરી કરી, ગોડ નોઝ. ભલે એ જાણે બધું જ છે પરંતુ એમની મહિમા જે છે ને, તે આનાં પર છે કે અમારી દુનિયા જે નીચે પડી છે તે ઊંચે કેવી રીતે ચઢે, આ ચક્ર ની વાતો ને તે જાણે છે એટલે કહે છે ગોડ નોઝ. તો પરમાત્મા ની મહિમા એ રીતે થી આવે છે જે મનુષ્ય થી ભિન્ન છે કારણકે એમનું જાણવું સૌથી ભિન્ન છે. મનુષ્ય ને જાણવાં હદ છે, કહે પણ છે મનુષ્ય અલ્પજ્ઞ છે અને પરમાત્મા નાં માટે કહે છે તે સર્વજ્ઞ છે, જેમને અંગ્રેજી માં નોલેજફુલ કહે છે એટલે સર્વ નાં જ્ઞાતા અથવા જાણવા વાળા છે. તો જે સર્વજ્ઞ છે તે જ ટ્રુથ ને જાણી શકે છે, યથાર્થ વાતો ની નોલેજ જેની પાસે હશે, જરુર તે બધાને આપશે ને. જો પોતે જાણે, બીજા ને ન આપે તો એનાંથી આપણને શું ફાયદો! જાણવા દો. પરંતુ ના. એમની જાણકારી થી આપણને કોઈ ફાયદો મળ્યો છે, ત્યારે તો આપણે એમની ક્વોલિફીકેશન્સ ગાઈએ છીએ. એમની પાછળ પડીએ છીએ. ક્યારેય કંઈ પણ થાય છે તો કહીએ છીએ ને હે ભગવાન ! હવે તું આ કર ! ખૈર કર, રહેમ કર, મારું દુઃખ દૂર કર, તો આપણે એમનાથી માંગીએ છીએ ને? એમનાં થી કોઈ સંબંધ છે ને એટલે આ રીતે થી યાદ કરીએ છીએ, જેવી રીતે એમણે આપણાં પર કોઈ એહસાન (ઉપકાર) કર્યું છે. જો ક્યારેય કર્યું જ ન હોત તો આપણે કેમ એમનાં માટે માથાકૂટ કરત. જ્યારે કોઈ મુસીબત નાં સમયે મદદ કરે છે તો દિલ માં આવે છે કે આમણે મોટી મુસીબત નાં સમયે મને મદદ કરી હતી. સમય પર મારી રક્ષા કરી હતી, તો એમના પ્રત્યે દિલ માં પ્રેમ રહે છે. તો પરમાત્મા નાં પ્રત્યે પણ એવો જ પ્રેમ આવે છે કે એમણે અમને સમય પર મદદ કરી છે. પરંતુ એવું નથી કે ક્યારેય કોઈ મનુષ્ય નું સારું થઈ ગયું તો કહે આ ભગવાને કર્યું… બસ ભગવાન આવું જ કરે છે. પરંતુ એમનું મોટું કામ છે, દુનિયા નું કામ છે, દુનિયાનાં સંબંધની વાત છે. બાકી એવું નથી કે કોઈને થોડા પૈસા મળી ગયા, આ ભગવાને કર્યું, આ તો આપણે પણ સારા કર્મ કરીએ છીએ, તો એ કર્મનું ફળ મળે છે. સારા-ખરાબ કર્મો નો હિસાબ ચાલે છે, એનું પણ આપણે ભોગવતા રહીએ છીએ પરંતુ પરમાત્માએ આવીને જે કર્મ શીખવાડ્યા એનું જે ફળ છે, તે અલગ છે. અલ્પકાળ નું સુખ તો બુદ્ધિ નાં આધાર પર પણ મળે છે. પરંતુ એમણે જે નોલેજ આપી એનાથી આપણે સદા સુખ પામીએ છીએ. તો પરમાત્મા નું કામ ભિન્ન થઈ ગયું ને, એટલે કહે છે કે હું જ આવીને કર્મ ની જે યથાર્થ નોલેજ છે તે શીખવાડું છું, જેને કહેવાય છે કર્મયોગ શ્રેષ્ઠ છે. એમાં કર્મ ને, ઘર ગૃહસ્થી ને છોડવાની વાત નથી. ફક્ત તમે પોતાનાં કર્મો ને પવિત્ર કેવી રીતે બનાવો, એની નોલેજ હું બતાવું છું. તો કર્મ ને પવિત્ર બનાવવાનાં છે, કર્મ છોડવાનાં નથી. કર્મ તો અનાદિ વસ્તુ છે. આ કર્મક્ષેત્ર પણ અનાદિ છે. મનુષ્ય છે તો કર્મ પણ છે, પરંતુ એ કર્મ ને તમે શ્રેષ્ઠ કેવી રીતે બનાવો તે આવીને શીખવાડું છું જેનાથી પછી તમારા કર્મ નું ખાતું અકર્મ રહે છે. અકર્મ નો અર્થ છે કોઈ ખરાબ ખાતું નથી બનતું.

બાપ કહે છે હું આ નાનાં એવાં સંગમયુગ માં તમારા દેશ, આ કોર્પોરિયલ (સાકાર) દુનિયામાં તમારા માટે જ આવ્યો છું, તો ઓછામાં ઓછો જેટલો સમય છે એટલો સમય તો કંઈક મારો વિચાર કરો. બાબા નાં બન્યા છો તો ઓછામાં ઓછો આટલો સમય તો શુદ્ધ રહો. પછી તો તમારી એવી પ્રારબ્ધ બની જશે જે તમને આ દુનિયામાં મહેનત નહીં કરવી પડશે. હમણાં થોડી મહેનત ની વાત છે, હમણાં તમે કેવી રીતે પણ કરીને, મરી-મટી ને પણ પવિત્ર રહેવાની પ્રતિજ્ઞા કરો. પોતાની દૃઢતા રાખો, પોતાની ધારણાઓમાં રહેવાનો પૂરો પ્રયત્ન કરો. બાપ તમને સાફ-સાફ બતાવે છે તમે ફક્ત આટલાં થોડા સમય નાં માટે આ મહેનત કરો. હું તમને બીજી કોઈ મહેનત નથી કરાવતો, તમને જેટલું મળે છે એની ભેટ માં કોઈ મહેનત જ નથી.

એવું નહીં ફક્ત કહેતા રહો કે હું આ કરીશ, તે કરીશ… દુનિયા શું કહેશે, તે શું કહેશે… અરે, દુનિયા શું કહેશે… છોડી દો એને. હવે આ દુનિયા જ જવાની છે. હમણાં તો મોત સામે ઊભું છે. તમે આટલું લાંબુ-પહોળું જે બનાવીને બેઠા છો આ બધું વેસ્ટ કરી રહ્યા છો. હવે બાપ કહે છે આ વેસ્ટેજ ને બચાવો. આ શરીર નિર્વાહ માટે જેટલું જોઈએ એટલું ભલે કરો, જેટલો તમારા ક્રિયેશન ની સાથે હિસાબ-કિતાબ છે, એટલું કરો, હું ક્યાં સંભાળીશ. એને તમારે જ સંભાળવાનાં છે. જે જરુરી છે તે તો તમને ફ્રી કરું છું, પરંતુ હવે આ જે એક્સ્ટ્રા રચી રહ્યા છો એનાં માટે મનાઈ કરું છું કારણકે હવે તે તો પડવાનું જ છે કેમ પોતાનો ફાલતુ સમય ગુમાવી રહ્યા છો. આ ફાલતુ ની ઝંઝટો થી જ તમે દુઃખી થયા છો, એ ઝંઝટો થી તમે કેવી રીતે છૂટો, એ જ તો તમને બતાવું છું. તો પણ બેસીને અનેક બહાના બનાવવા, આ ક્યાંની રીત છે? પછી બાપ પણ કહે છે જોઈ લેજો, હમણાં જો મને સીધી આંગળી થી નથી આપતાં, હાથ નથી આપતાં, તો પછી હું એવી રીતે નાક પકડીને લઈ ચાલીશ. નાક પકડીશ તો પછી શ્વાંસ ઘૂંટાશે, પછી દુઃખ થશે, સજાઓ ખાવી પડશે ને ! એટલે કહે છે હમણાં હાથ માં હાથ આપીને સીધા ચાલવાનો સમય આવી ગયો છે. જો સીધી રીતે થી નથી ચાલતા તો પછી મારાં હાથ માં તમારું નાક પણ તો આવશે, પછી જોઈ લેજો. પછી એ સમયે કંઈ નહીં થઈ શકે, ન કંઈ કરી શકશો એટલે બાપ કહે છે બાળકો, હવે તમે મારા થઈને, મારી પાસે આવીને, મારી વાતો ને સાંભળીને, જો પછી પણ કંઈ નહીં કર્યું તો એનાં માટે બહુ જ કઠોર સજાઓ છે, એટલે જે બિચારાઓને ખબર નથી એમની તો વાત અલગ છે. બાકી જેમને ખબર છે, જે બેસીને, સાંભળીને પછી આ જ વાતો માં ગફલત કરી તો એમની તો ખૈર (વાત) નથી. જેવી રીતે ૧૦ ગુણા ફાયદો, તેવી રીતે ૧૦ ગુણા નુકસાન થશે. ત્યારે કહે છે પોતાનાં નુકસાન ને, ઘાટા ને… સારી રીતે થી સમજો. સારી રીતે થી કંઈક તો પોતાની બુદ્ધિ ખોલો. હમણાં બાપ થી બુદ્ધિયોગ લગાવશો તો તાકાત મળશે. તો આ બધી વાતો ને સમજો, ભૂલો નહીં.

હવે આ જે સમય ચાલી રહ્યો છે, એને ઓળખો, જરા આંખો ખોલો, બુદ્ધિ ખોલો અને સમય નો પૂરો ફાયદો લો. પોતાની પૂરી તકદીર જગાડો. કહેવાય પણ છે જેવો સંગ તેવો રંગ હોય છે, એટલે જેમનામાં હવે આ ધારણા પૂરી નહીં હશે તો માયા નાં સંગ નો રંગ લાગી જશે, ત્યારે તો કહે છે હિયર નો ઈવિલ, સી નો ઈવિલ, ટોક નો ઈવિલ… ઘણા એવાં ઈવિલ્સ છે જે અહીં પણ ઘણાને છોડતા નથી, પછી એકબીજા નાં સંગદોષ માં આવી જાય છે. તો કહે છે એવાં સંગદોષ થી બચ્યા રહો. એવું નહીં સમજો કે સંગદોષ બહાર છે, અહીં નથી. ના, અહીં પણ તે ફરતા રહે છે, કારણકે એમનું રાજ્ય છે ને, એટલે બાપ કહે છે સારી રીતે થી કવચ પહેરીને રહો. કવચ હશે તો એમની ગોળી લાગશે નહીં. યોગ નું જ કવચ છે, જ્ઞાન ની તલવાર છે. આ બધા અસ્ત્ર-શસ્ત્ર ને પોતાની પાસે સારી રીતે થી સંભાળીને રાખો.

કહેવાય પણ છે જે કરે છે તે પામે છે, આ તો ભવિષ્ય પ્રારબ્ધ બનાવવાની વાતો છે. અહીં તો પ્રારબ્ધ નથી ભોગવવાની, અહીં તો કોઈ ગુરુ બનીને નથી બેસવાનું. આમાં કોઈ મિસઅન્ડરસ્ટેન્ડ ન કરે, એટલે આ બધું સમજાવાય છે. તો આ બધી વાતો ધ્યાન માં રાખીને પોતાને સેફ રાખવાના છે. અહીં કોઈ ખર્ચા વગેરે ની વાત ન હોવી જોઈએ. હમણાં આ બધા ખર્ચા બીજા નાં કલ્યાણાર્થે જ યુઝ કરવાના છે. એક-એક પાઈ પણ બધી આ જ કાર્ય માં લગાવવાની છે. અચ્છા.

એવાં બાપદાદા અને મા નાં મીઠાં-મીઠાં બહુ જ સારા, ખબરદાર રહેવા વાળા બાળકો પ્રત્યે યાદપ્યાર અને ગુડ મોર્નિંગ. અચ્છા.

પ્રશ્ન :- મમ્મા અમે ચાલતા-ફરતા યોગ ની ઊંચી અવસ્થા માં કેવી રીતે સ્થિત થઈ શકીએ છીએ?

ઉત્તર :- હકીકત માં પોતાની આ લાઇફ નેચરલ યોગ ની થઈ જવી જોઈએ કારણકે યોગ છે નિશ્ચય. તો દરેક પળ નિશ્ચય ને કાયમ રાખી પ્રેક્ટિકલ તે સ્વરુપ બની જવાનું છે. નિશ્ચય રુપ બની કર્મેન્દ્રિયો થી કર્મ કરો. ભલે સ્થૂળ કર્મેન્દ્રિયો કોઈ પણ કાર્ય કરતી રહે પરંતુ પોતાને એ જ સુખ સ્વરુપ અવસ્થા માં લવલીન રહેવાનું છે. તમારો ચહેરો સદા સુખ સ્વરુપ રમણીક દેખાઈ આવે. કોઈ પણ અશુદ્ધ સંકલ્પ-વિકલ્પ ન રહે. ઈશ્વરીય આનંદ માં આંતરિક મગન અવસ્થા માં રહો તો પછી કોઈ પણ અશુદ્ધ સંકલ્પ-વિકલ્પ ની ઉત્પતિ નહીં થશે. શુદ્ધ પ્યોર ધરણી માં જે પણ સંકલ્પ ઉત્પન્ન થશે તે લોક સંગ્રહ પ્રત્યે અથવા પોતાની ઉન્નતિ પ્રત્યે હશે. આ અતિ મીઠી સુંદર અવસ્થા છે જે સમય પર મદદ કરે છે. એવી રીતે ઈશ્વરીય અલૌકિક મીઠી પ્યોર લાઇફ બનાવવાનો હમણાં જ ગોલ્ડન ચાન્સ તમને મળેલો છે. તો એવી અવસ્થા બનાવવા માટે થોડી મહેનત કરો.

જ્યારે આપણે યોગ માં બેસીએ છીએ તો અંદર માં મંત્ર, પૂજા, જપ વગેરે કંઈ પણ નથી કરતાં, જેવી રીતે ભક્તિ માર્ગ માં કોઈ-કોઈ અંદર જ અંદર પ્રાર્થના કરે છે, માળા જપે છે, મૂર્તિ ને સામે રાખી ફૂલ ચઢાવે છે, તે બધું અંદર જ અંદર કરે છે જેને મન્સા પૂજા કહેશું. પરંતુ આપણાં યોગ માં આપણે ફક્ત પોતાનાં સ્વ સ્વરુપ માં સ્થિત થઈ સુખ સ્વરુપ બની જઈએ છીએ. પોતાનાં મન સહિત બધી કર્મેન્દ્રિઓને કંટ્રોલ કરી એકાગ્રચિત્ત બની ઈશ્વરીય સુખ સ્વરુપ થઇ જઈએ છીએ એટલાં માટે યોગ નાં સમય પર્સનલ મુકરર (નિશ્ચિત) છે. જ્યાં એક સમય પર બેસીને અભ્યાસ કરીએ છીએ. ફક્ત વ્યક્ત વાતો થી સંબંધ તોડીને અવ્યક્ત સંબંધ થી સંબંધ જોડીને રાખવાનો છે તો યાદ સહજ થઈ જશે. અચ્છા. ઓમ્ શાંતિ.

વરદાન :-
બાપદાદા નાં સાથ દ્વારા માયા ને દૂર થી જ મૂર્છિત કરવા વાળા માયાજીત , જગતજીત ભવ

જેવી રીતે બાપ નાં સ્નેહી બન્યા છો એવી રીતે બાપ ને સાથી બનાવો તો માયા દૂર થી જ મૂર્છિત થઈ જશે. શરુ-શરુ નો જે વાયદો છે તમારી સાથે ખાઉં, તમારી સાથે બેસું, તમારી સાથે રુહ ને રિઝાવું… આ વાયદા પ્રમાણ આખી દિનચર્યા માં દરેક કાર્ય બાપ ની સાથે કરો તો માયા ડિસ્ટર્બ કરી નથી શકતી, એનું ડિસ્ટ્રક્શન થઈ જશે. તો સાથી ને સદા સાથે રાખો, સાથ ની શક્તિ થી અથવા મિલન માં મગન રહેવાથી માયાજીત, જગતજીત બની જશો.

સ્લોગન :-
પોતાની ઊંચી વૃત્તિ થી પ્રવૃત્તિ ની પરિસ્થિતિઓને ચેન્જ કરો.

અવ્યક્ત ઇશારા - સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચર ને સરળ બનાવો , સહનશીલ બનો .

અવ્યકત સ્થિતિ રુપી દર્પણ ને સાફ અને સ્પષ્ટ કરવા માટે સરળતા, શ્રેષ્ઠતા અને સહનશીલતા આ ત્રણ વાતો પર ધ્યાન આપો. જો ત્રણેય માંથી એક પણ વાત ની કમી છે તો દર્પણ પર પણ કમી નો ડાઘ દેખાશે એટલે જે પણ કાર્ય કરો છો, એમાં સાધારણતા ન દેખાય. સાધારણપણા ને શ્રેષ્ઠતા માં બદલી કરો, દરેક કાર્ય માં સહનશીલતા અને વાણી માં સરળતા ને ધારણ કરો ત્યારે સર્વિસ માં સફળતા દેખાશે.