24-07-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ પાસે થી હોલસેલ વેપાર કરતાં શીખો , હોલસેલ વેપાર છે મનમનાભવ , અલ્ફ ને યાદ કરવા અને કરાવવાં , બાકી બધું છે રિટેલ”

પ્રશ્ન :-
બાપ પોતાનાં ઘર માં કયા બાળકોનું વેલકમ કરશે?

ઉત્તર :-
જે બાળકો સારી રીતે બાપ ની મત પર ચાલે છે બીજા કોઈ ને પણ યાદ નથી કરતાં, દેહ સહિત દેહ નાં બધાં સંબંધો થી બુદ્ધિયોગ તોડી એક ની યાદ માં રહે છે, એવાં બાળકો ને બાપ પોતાનાં ઘર માં રિસીવ કરશે. બાપ હમણાં બાળકોને ગુલ-ગુલ (ફૂલ) બનાવી પછી ફૂલ બાળકો નું પોતાનાં ઘર માં વેલકમ કરે છે.

ઓમ શાંતિ!
બાળકો ને પોતાનાં બાપ અને શાંતિધામ, સુખધામ ની યાદ માં બેસવાનું છે. આત્મા ને બાપ ને જ યાદ કરવાનાં છે, આ દુઃખધામ ને ભૂલી જવાનું છે. બાપ અને બાળકોનો આ છે મીઠો સંબંધ. એટલો મીઠો સંબંધ બીજા કોઈ બાપ નો હોતો જ નથી. સંબંધ એક હોય છે બાપ થી પછી ટીચર અને ગુરુ સાથે હોય છે. હમણાં અહીં આ ત્રણેય એક છે. આ પણ બુદ્ધિ માં યાદ રહે, ખુશી ની વાત છે ને? એક જ બાપ મળેલા છે, જે ખૂબ સહજ રસ્તો બતાવે છે. બાપ ને, શાંતિધામ અને સુખધામ ને યાદ કરો, આ દુઃખધામ ને ભૂલી જાઓ. હરો-ફરો પરંતુ બુદ્ધિ માં આ જ યાદ રહે. અહીં તો કોઈ ગોરખધંધા વગેરે નથી. ઘર માં બેઠા છે. બાપ ફક્ત ત્રણ શબ્દ યાદ કરવાનું કહે છે. હકીકત માં છે એક શબ્દ - બાપ ને યાદ કરો. બાપ ને યાદ કરવાથી સુખધામ અને શાંતિધામ બંને વારસા યાદ આવી જાય છે. આપવા વાળા તો બાપ જ છે. યાદ કરવાથી ખુશી નો પારો ચઢશે. તમારા બાળકોની ખુશી તો નામીગ્રામી છે. બાળકોની બુદ્ધિ માં છે - બાબા અમને ઘર માં પછી વેલકમ કરશે, રીસીવ કરશે, પરંતુ એમને, જે સારી રીતે બાપ ની મત પર ચાલશે બીજા કોઈ ને યાદ નહીં કરશે. દેહ સહિત દેહ નાં સર્વ સંબંધો થી બુદ્ધિયોગ તોડી મામેકમ્ યાદ કરવાનાં છે. ભક્તિમાર્ગ માં તો તમે ઘણી સેવા કરી છે પરંતુ જવાનો રસ્તો મળતો જ નથી. હમણાં બાપ કેટલો સહજ રસ્તો બતાવે છે, ફક્ત આ યાદ કરો - બાપ, બાપ પણ છે, શિક્ષક પણ છે, સૃષ્ટિ નાં આદિ- મધ્ય-અંત નો રસ્તો જ્ઞાન સંભળાવે છે, જે બીજું કોઈ સમજાવી ન શકે. બાપ કહે છે હવે ઘરે ચાલવાનું છે. પછી પહેલા-પહેલા સતયુગ માં આવશો. આ છી-છી દુનિયાથી હવે જવાનું છે. ભલે અહીં બેઠા છે પરંતુ અહીં થી હવે ગયાં કે ગયાં. બાપ પણ ખુશ થાય છે, તમે બાળકોએ બાપ ને ઇન્વાઇટ કર્યા છે ઘણાં સમય થી. હવે ફરી બાપ ને રિસીવ કર્યા છે. બાપ કહે છે હું તમને ગુલગુલ બનાવીને પછી શાંતિધામ માં રિસીવ કરીશ. પછી તમે નંબરવાર ચાલ્યા જશો. કેટલું સહજ છે? એવાં બાપ ને ભૂલવું ન જોઈએ. વાત તો ખૂબ મીઠી અને સીધી છે. એક વાત અલ્ફ ને યાદ કરો. ભલે ડિટેલ માં સમજાવે છે પરંતુ અંત માં કહે છે અલ્ફ ને યાદ કરો, બીજું ન કોઈ. તમે જન્મ-જન્માંતર નાં આશૂક છો એક માશૂક નાં. તમે ગાતા આવ્યા છો - બાબા, તમે આવશો તો અમે તમારા જ બનીશું. હવે તે આવ્યા છે તો એક નાં જ બનવું જોઈએ. નિશ્ચયબુદ્ધિ વિજયંતી. વિજય મેળવશો રાવણ પર. પછી આવવાનું છે રામ રાજ્ય માં. કલ્પ-કલ્પ તમે રાવણ પર વિજય મેળવો છો. બ્રાહ્મણ બન્યા અને વિજય મેળવ્યો રાવણ પર. રામ રાજ્ય પર તમારો હક્ક છે. બાપ ને ઓળખ્યા અને રામ રાજ્ય પર હક્ક થયો. બાકી પુરુષાર્થ કરવાનો છે ઊંચ પદ મેળવવાનો. વિજય માળા માં આવવાનું છે. મોટી વિજય માળા છે. રાજા બનશો તો સર્વસ્વ મળશે. દાસ-દાસીઓ બધાં નંબરવાર બને છે. સૌ એક જેવા નથી હોતાં. કોઈ તો ખૂબ નજીક રહે છે, જે રાજા-રાણી ખાય છે, જે કંઈ ભંડારા માં બનતું હોય તે બધું દાસ-દાસીઓને મળે છે જેને ૩૬ પ્રકાર નાં ભોજન કહેવાય છે. પદમપતિ પણ રાજાઓ ને કહેવાય, પ્રજા ને પદમપતિ નહીં કહેવાશે. ભલે ત્યાં ધન ની પરવાહ નથી રહેતી. પરંતુ આ નિશાની દેવતાઓની હોય છે. જેટલાં યાદ કરશો એટલા સૂર્યવંશી માં આવશો. નવી દુનિયામાં આવવાનું છે ને? મહારાજા-મહારાણી બનવાનું છે. બાપ નોલેજ આપે છે નર થી નારાયણ બનવાની, જેને રાજયોગ કહેવાય છે. બાકી ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર પણ સૌથી વધારે તમે વાંચ્યા છે. સૌથી વધારે ભક્તિ તમે બાળકોએ કરી છે. હવે બાપ થી આવીને મળો છો. બાપ રસ્તો તો ખૂબ સહજ અને સીધો બતાવે છે કે બાપ ને યાદ કરો. બાબા બાળકો-બાળકો કહી સમજાવે છે. બાપ બાળકો પર વારી જાય છે. વારીસ છે તો વારી જવું પડે. તમે પણ કહ્યું હતું બાબા, તમે આવશો તો અમે વારી જઈશું. તન-મન-ધન સહિત કુરબાન જઈશું. તમે એકવાર કુરબાન જાઓ છો, બાબા ૨૧ વાર જશે. બાપ બાળકો ને યાદ પણ અપાવે છે. સમજી શકે છે, બધાં બાળકો નંબરવાર પુરુષાર્થ અનુસાર પોત-પોતાનું ભાગ્ય લેવા આવ્યા છે. બાપ કહે છે મીઠાં બાળકો, વિશ્વની બાદશાહી મારી જાગીર છે. હવે જેટલો પુરુષાર્થ તમે કરી લો. જેટલો પુરુષાર્થ કરશો એટલું ઊંચ પદ પામશો. નંબરવન તો નંબર લાસ્ટ માં છે. નંબરવન માં પાછાં જરુર જશો. બધો આધાર પુરુષાર્થ પર છે. બાપ બાળકોને ઘરે લઈ જવા આવ્યા છે. હમણાં પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરશો તો પાપ કપાતા જશે. તે છે કામ અગ્નિ, આ છે યોગ અગ્નિ. કામ અગ્નિ માં બળતાં-બળતાં તમે કાળા થઈ ગયા છો. બિલકુલ ખાખ (ભસ્મ) થઈ ગયાં છો. હવે હું આવીને તમને જગાડું છું. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાની યુક્તિ બતાવું છું, બિલકુલ સિમ્પલ. હું આત્મા છું, આટલો સમય દેહ-અભિમાન માં રહેવાનાં કારણે તમે ઉલટા લટકી પડ્યા હતાં. હવે દેહી-અભિમાની બની બાપ ને યાદ કરો. ઘરે જવાનું છે, બાપ લેવા માટે આવ્યા છે. તમે નિમંત્રણ આપ્યું અને બાપ આવ્યા છે. પતિતો ને પાવન બનાવીને પંડા બની લઈ જશે બધાં આત્માઓ ને. આત્માએ જ યાત્રા પર જવાનું છે.

તમે છો પાંડવ સંપ્રદાય. પાંડવો નું રાજ્ય નહોતું. કૌરવો નું રાજ્ય હતું. અહીં તો હમણાં રાજાઈ પણ ખલાસ થઈ ગઈ છે. હમણાં ભારત ની કેટલી ખરાબ હાલત થઈ ગઈ છે? તમે પૂજ્ય વિશ્વનાં માલિક હતાં હમણાં પુજારી બન્યા છો. તો વિશ્વનાં માલિક કોઈ પણ નથી. વિશ્વ નાં માલિક ફક્ત દેવી-દેવતા જ બને છે. એ લોકો કહે છે વિશ્વમાં શાંતિ હોય. તમે પૂછો - વિશ્વ માં શાંતિ કોને કહો છો? વિશ્વ માં શાંતિ ક્યારે થઈ છે? વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી રીપીટ થતી રહે છે. ચક્ર ફરતું રહે છે. બતાવો, વિશ્વમાં શાંતિ ક્યારે હતી? તમે કઈ શાંતિ ઈચ્છો છો? કોઈ બતાવી નહીં શકશે. બાપ સમજાવે છે વિશ્વ માં શાંતિ તો સ્વર્ગ માં હતી, જેને પેરેડાઇઝ કહે છે. ક્રિશ્ચન લોકો કહે છે બરોબર ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલા પેરેડાઇઝ હતું. એમની ન પારસ બુદ્ધિ બને છે, ન પછી પથ્થર બુદ્ધિ બને છે. ભારતવાસી જ પારસબુદ્ધિ અને પથ્થરબુદ્ધિ બને છે. ન્યુ વર્લ્ડ ને હેવન કહેવાય છે, જૂની દુનિયાને હેવન નહીં કહેવાશે. બાળકોને બાપે હેલ અને હેવન નું રહસ્ય સમજાવ્યું છે. આ છે રિટેલ. હોલસેલ માં તો ફક્ત એક શબ્દ કહે છે - મામેકમ્ યાદ કરો. બાપ થી જ બેહદ નો વારસો મળે છે. આ પણ જૂની વાત છે, ૫ હજાર વર્ષ પહેલાં ભારત માં સ્વર્ગ હતું. બાપ બાળકો ને સાચી-સાચી કહાણી બતાવે છે. સત્ય-નારાયણ ની કથા, તિજરી ની કથા, અમરકથા પ્રખ્યાત છે. તમને પણ ત્રીજું નેત્ર જ્ઞાન નું મળે છે. એને તીજરી ની કથા કહેવાય છે. તે તો ભક્તિ નું પુસ્તક બનાવી દીધું છે. હમણાં આપ બાળકો ને બધી વાતો સારી રીતે સમજાય છે. રિટેલ અને હોલસેલ હોય છે ને? એટલું જ્ઞાન સંભળાવે છે જે સાગર ને શાહી બનાવો તો પણ અંત ન આવે-આ થયું રિટેલ. હોલસેલ માં ફક્ત કહે છે મનમનાભવ. શબ્દ જ એક છે, એનો અર્થ પણ તમે સમજો છો બીજા કોઈ બતાવી ન શકે. બાપે કોઈ સંસ્કૃત માં જ્ઞાન નથી આપ્યું. તે તો જેવા રાજા છે તે પોતાની ભાષા ચલાવે છે. પોતાની ભાષા તો એક હિન્દી જ હશે. પછી સંસ્કૃત કેમ શીખવી જોઈએ? કેટલાં પૈસા ખર્ચ કરે છે?

તમારી પાસે કોઈ પણ આવે એમને કહો બાપ કહે છે મને યાદ કરો તો શાંતિધામ-સુખધામ નો વારસો મળશે. આ સમજવું હોય તો બેસીને સમજો. બાકી અમારી પાસે બીજી કોઈ વાત નથી. બાપ અલ્ફ જ સમજાવે છે. અલ્ફ થી જ વારસો મળે છે. બાપ ને યાદ કરો તો પાપ નાશ થાય પછી પવિત્ર બની શાંતિધામ માં ચાલ્યા જઈશું. કહે પણ છે શાંતિ દેવા. બાપ જ શાંતિ નાં સાગર છે તો એમને જ યાદ કરે છે. બાપ જે સ્વર્ગ સ્થાપન કરે છે તે તો અહીં જ હોય છે. સૂક્ષ્મવતન માં કંઈ પણ નથી. આ તો સાક્ષાત્કાર ની વાતો છે. એવાં ફરિશ્તા બનવાનું છે. બનવાનું અહીં જ છે. ફરિશ્તા બનીને પછી ઘરે ચાલ્યા જઇશું. રાજધાની નો વારસો બાપ પાસેથી મળે છે. શાંતિ અને સુખ બંને વારસા મળે છે. બાપ નાં સિવાય બીજા કોઈ ને સાગર કહી ન શકાય. બાપ જે જ્ઞાન નાં સાગર છે તે જ સર્વ ની સદ્દગતિ કરી શકે છે. બાપ પૂછે છે, હું તમારો બાપ, ટીચર, ગુરુ છું, તમારી સદ્દગતિ કરું છું, પછી તમારી દુર્ગતિ કોણ કરે છે? રાવણ. દુર્ગતિ અને સદ્દગતિ નો આ ખેલ છે. કોઈ મૂંઝાય છે તો પૂછી શકે છે. ભક્તિમાર્ગ માં પ્રશ્ન અનેક ઉઠે છે, જ્ઞાનમાર્ગ માં પ્રશ્ન ની વાત નથી. શાસ્ત્રો માં તો શિવબાબા થી લઈને દેવતાઓની પણ કેટલી ગ્લાનિ કરી દીધી છે? કોઈને પણ છોડ્યા નથી. આ પણ ડ્રામા બનેલો છે, ફરી પણ કરશે. બાપ કહે છે આ દેવી-દેવતા ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે. પછી આ દુઃખ નહીં રહેશે. બાપ તમને કેટલાં સમજદાર બનાવે છે! આ લક્ષ્મી-નારાયણ સમજદાર છે, ત્યારે તો વિશ્વ નાં માલિક છે. બેસમજ તો વિશ્વ નાં માલિક હોય ન શકે. પહેલા તો તમે કાંટા હતાં, હમણાં ફૂલ બની રહ્યા છો એટલે બાબા પણ ગુલાબ નાં ફૂલ લઈ આવે છે-આવાં ફૂલ બનવાનું છે. પોતે આવીને ફૂલો નો બગીચો બનાવે છે. પછી રાવણ આવે છે કાંટાઓનું જંગલ બનાવવાં. કેટલું ક્લિયર છે. આ બધું સિમરણ કરવાનું છે. એક ને યાદ કરવાથી એમાં બધું આવી જાય છે. બાકી વારસો મળે છે. આ ખૂબ ભારી સંપત્તિ છે, શાંતિ નો પણ વારસો મળે છે કારણ કે શાંતિ નાં સાગર એ જ છે. લૌકિક બાપની આવી મહિમા ક્યારેય નહીં કરીશું. શ્રીકૃષ્ણ છે સૌથી પ્યારા. પહેલા-પહેલાં જન્મ જ એમનો થાય છે એટલે એમને સૌથી વધારે પ્રેમ કરે છે. બાપ બાળકો ને જ આખાં ઘર નાં સમાચાર આપે છે. બાપ પણ પાક્કા વેપારી છે, કોઈ વિરલા એવો વેપાર કરે. હોલસેલ વેપારી કોઈ મુશ્કેલ બને છે. તમે હોલસેલ વેપારી છો ને? બાપ ને યાદ કરતા જ રહો છો. ઘણાં રિટેલ માં સૌદો કરી પછી ભૂલી જાય છે. બાપ કહે છે નિરંતર યાદ કરતા રહો. વારસો મળી ગયો પછી યાદ કરવાની દરકાર નહીં રહેશે. લૌકિક સંબંધ માં બાપ વૃદ્ધ થઈ જાય છે તો કોઈ-કોઈ બાળકો અંત સુધી પણ સહાયક બને છે. કોઈ તો મિલકત મળી અને ઉડાવીને ખલાસ કરી દે છે. બાબા બધી વાતો નાં અનુભવી છે. ત્યારે તો બાપે પણ એમને પોતાનો રથ બનાવ્યો છે. ગરીબી નાં, સાહૂકારી નાં બધાં માં અનુભવી છે. ડ્રામા અનુસાર આ એક જ રથ છે. આ ક્યારેય બદલી નથી થઈ શકતો. ડ્રામા બનેલો છે, એમાં ક્યારેય ચેન્જ થઈ નથી શકતું. બધી વાતો હોલસેલ માં અને રિટેલ માં સમજાવીને પછી અંતમાં કહી દે છે મનમનાભવ, મધ્યાજી ભવ. મનમનાભવ માં બધું આવી જાય છે. આ ખૂબ ભારે ખજાનો છે, એનાથી ઝોલી ભરે છે. અવિનાશી જ્ઞાન-રત્ન એક-એક લાખ રુપિયા નાં છે. તમે પદ્માપદમ ભાગ્યશાળી બનો છો. બાપ તો ખુશી, ના-ખુશી બંને થી ન્યારા છે. સાક્ષી થઈ ડ્રામા જોઈ રહ્યા છે. તમે પાર્ટ ભજવો છો. હું પાર્ટ ભજવતા પણ સાક્ષી છું. જન્મ-મરણ માં નથી આવતો હું. બીજા તો કોઈ આનાંથી છૂટી નથી શકતાં, મોક્ષ મળી ન શકે. આ અનાદિ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. આ પણ વન્ડરફુલ છે. નાનાં આત્મામાં બધો પાર્ટ ભરેલો છે. આ અવિનાશી ડ્રામા ક્યારેય વિનાશ ને નથી પામતો. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં દિલ અને જાન, સિક અને પ્રેમ થી સર્વિસેબલ બાળકોને નંબરવાર પુરુષાર્થ અનુસાર યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જેવી રીતે બાપ બાળકો પર વારી જાય છે, એવી રીતે તન-મન-ધન સહિત એક વાર બાપ પર પૂરે-પૂરા કુરબાન જઈ ૨૧ જન્મો નો વારસો લેવાનો છે.

2. બાપ જે અવિનાશી અનમોલ ખજાનો આપે છે એનાથી પોતાની ઝોલી સદા ભરપૂર રાખવાની છે. સદા એ જ ખુશી કે નશા માં રહેવાનું છે કે અમે પદ્માપદમ ભાગ્યશાળી છીએ.

વરદાન :-
બ્રાહ્મણ - જીવન ની પ્રોપર્ટી અને પર્સનાલિટી નો અનુભવ કરવાવાળા અને કરાવવાવાળા વિશેષ આત્મા ભવ

બાપદાદા બધાં બાળકોને સ્મૃતિ અપાવે છે કે બ્રાહ્મણ બન્યા-અહો ભાગ્ય! પરંતુ બ્રાહ્મણ-જીવન નો વારસો, પ્રોપર્ટી સંતુષ્ટતા છે અને બ્રાહ્મણ-જીવન ની પર્સનાલિટી પ્રસન્નતા છે. આ અનુભવ થી ક્યારેય વંચિત નહીં રહેતાં. અધિકારી છો. જ્યારે દાતા, વરદાતા ખુલ્લાં દિલ થી પ્રાપ્તિઓ નો ખજાનો આપી રહ્યા છે તો એને અનુભવ માં લાવો અને બીજાઓને પણ અનુભવી બનાવો ત્યારે કહેવાશો વિશેષ આત્મા.

સ્લોગન :-
લાસ્ટ સમય ને વિચારવા ને બદલે લાસ્ટ સ્થિતિ ને વિચારો.